________________
પૂજ્યપાદ ઉપાધ્યાયજી મહારાજશ્રીજીના ઘણાં ગ્રન્થો અપ્રાપ્ય ગણાય છે. તેમાંનો એક ગ્રન્થ “મહાવીરસ્તવ” અને તેની ઉપર સ્વોપજ્ઞ ન્યાય-ખંડનખાદ્ય નામની ટીકા. એ ગ્રન્થ પણ અપ્રાપ્ય અને દુર્લભ ગણાતો હતો. અમદાવાદના એક જ્ઞાનભંડારમાં કેટલીક પ્રતો અને પાનાઓ જીર્ણશીર્ણ થઈ ગયા હતા. તે સવને યોગ્ય રીતે પરઠવી દેવાનુંઆશાતના ન થાય એ રીતે કોઈ સ્થળે વિસર્જન કરી દેવાનું વ્યવસ્થાપકોએ નક્કી કર્યું હતું. એના બે કોથળા ભરીને સર્વ તૈયાર કર્યું હતું. સમજુ વ્યવસ્થાપકોને થયું કે આ બધામાં કોઈ અમૂલ્ય ગ્રન્થ કે પાનાંઓ ચાલ્યા ન જાય એ માટે કોઈ જ્ઞાની મહાપુરુષને આ બધું બતાવી દેવું જોઈએ. અને તે માટે તેઓએ બંને કોથળાઓ સાચવી રાખ્યા હતા. પૂજ્યપાદ શ્રીજીને આ સર્વ જોવા માટે વિનંતી કરતાં, પૂજ્યશ્રીજી ત્યાં પધાયા અને સર્વ પાઓ તપાસ્યા. નજરે ચડ્યું. પછીતો ફરીથી વિશેષ કાળજીપૂર્વક એક એક પાનાનું નિરીક્ષણ કર્યું અને તેમાંથી શ્રી મહાવીરસ્તવન-ન્યાયખંડનબંડખાદ્ય ગ્રન્થ સપૂર્ણ પ્રાપ્ત થયો. ગ્રન્થનું સૌભાગ્ય કે તે યોગ્ય વિદ્વાનને હાથે ચડ્યો. તે ગ્રન્થની પ્રતિઓ તૈયાર કરાવવામાં આવી એટલું જ નહીં પણ તે ઉપભોગ્ય બને તે માટે તેના પર ટીકા રચવામાં આવી. આગળ જતાં પૂજ્યપાદ શ્રીજીના પટ્ટધર પૂજય આચાર્ય મહારાજ શ્રી દશનસૂરીશ્વરજી મહારાજે પણ ટીકા રચી. આજે એ બન્ને મુકિત થયેલા સુલભ છે. અને અભ્યાસીઓ તેનો અભ્યાસ પણ કરી નિજની વિદ્વત્તામાં સારી એવી પૂરવણી કરે છે.
એક બીજા ગ્રન્થની પણ હકીકત આવી છે, પણ તેમાં થોડો ફેર છે. તે ગ્રન્થનું નામ છે અસહસી. આ ગ્રન્થ પૂના ડેક્કન કૉલેજના પુસ્તકાલયમાં હતો. એ એક હસ્તપ્રત સિવાય હસ્તપ્રત પણ ઉપલબ્ધ ન હતી. જો તે અંગે યોગ્ય કરવામાં ન આવે ને કાળકવળ એ પ્રત બની જાય તો અનેક ગ્રન્થો નામશેષ થઈ ગયા તેમ આ ગ્રન્થનું પણ બને. તે સમયે ત્યાં કાર્ય કરતાં પ્રા. હીરાલાલ ૨. કાપડિયાએ આ ગ્રન્થ પ્રત્યે પૂજ્યપાદ શ્રીજીનું લક્ષ્ય દોર્યું. પૂજ્યશ્રીએ લક્ષ્ય આપ્યું. એ ગ્રન્થની પ્રતિલિપિ કરાવીને મુદ્રણ કરાવી તેનું પ્રકાશન કરાવ્યું. આ ગ્રન્થની ઈતર ગ્રન્થો કરતાં વિષેશતા એ છે કે, તેની મૂલકારિકાઓના કતાં સમન્નુભદ્રાચાર્ય છે. તેના પર વાર્તિક શ્રી અકલંકદેવનું છે. તેના પર આઠ હજાર શ્લોક પ્રમાણ-અસ્સહસ્ત્રી વૃત્તિ શ્રી વિદ્યાનન્દની છે. વાર્તિક અને વૃત્તિકાર એ બન્ને દિગમ્બર પ્રકાંડ વિદ્વાન છે. આ અષ્ટસહસ્ત્રી વૃત્તિ ઉપર આઠ હજાર શ્લોકપ્રમાણ અસ્સહસ્ત્રી ટીકા પુજ્યપાદ ઉપાધ્યાયજી મહારાજની છે. આમ શ્વેતામ્બર દશનના અદ્દભુત વિદ્વાનને હાથે દિગમ્બર ગ્રન્થ પર લખાએલ આ વિરલ કૃતિ છે.
આ પ્રમાણે અનેક પ્રકટ-અપ્રકટ કૃતિઓનું પ્રકાશન પૂજ્યપાદ શ્રીજીની અમોધ પ્રેરણાથી થયું છે.
ઉપરની બન્ને હકીકતો શ્રત પ્રત્યે અનુરાગ ધરાવનારા આત્માઓને પ્રેરણા અને પ્રાણ પૂરે એવી છે. વર્તમાન સમયમાં એવા અનેક ગ્રન્થો હસ્તલિખિત પ્રતિમાં છે કે તેનું સંશોધન કરી–પ્રતિલિપિ કરાવીને પ્રકાશિત કરાવવાની અતિ અગત્ય છે. અનુભવીઓ તો એટલે સુધી કહે છે મુદ્રિત થયેલા ગ્રન્થો કરતાં હજુ ત્રણગણા ગ્રન્થો હસ્તલિખિત અપ્રકટ પડ્યા છે. આ સર્વપ્રકાશન માટે અનુકુળતાઓ ઘણી છે. કેટલીક પ્રતિકૂળતાઓ પણ છે. પણ એ પ્રતિકૂળતાઓને આગળ કરીને કાર્ય તરફ દુલ કરવા કરતાં યોગ્ય આત્માઓ આ કાર્ય હાથમાં લે તો પરિણામ ધાય કરતાં અધિક સારું આવે
પરિશિષ્ટ-૧
૧ ૧ ૧
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org