________________
વાંચીને વકીલો મોમાં આંગળા નાખી જતા, અને પૂછતા કે “આ શબ્દો કોના છે ?' અને નામ સાંભળીને આશ્ચર્ય વ્યક્ત કરતા કે સાધુમહારાજ આટલું બધું જાણે છે ! આ બધું તેમને આવડે છે !
આ મુસદ્દા માટે તેઓ આખી રાત જાગ્યા છે. રાત્રે આઠ વાગ્યાથી બેસી બે વાગ્યા સુધીની અંદર ૧૭ પાનાં ભરીને અંગ્રેજીમાં ઠોસ શબ્દો વાપરીને રજૂઆત કરી. પાલિતાણાના કેસમાં પણ મહારાજ સાહેબે એમનો ઉપયોગ કર્યો છે. સં. ૧૯૮૨માં સીમલા કરાર વખતે જ્યારે શત્રુંજયની યાત્રા બંધ કરવામાં આવી ત્યારે પણ રખોપાના છેલ્લા કરારમાં સુભદ્રવિજયજીનો સોલિસીટર તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો.
રાણકપુરનો વહીવટ પેઢીને સોંપાયા પછી, હવે આગળ આ તીર્થનું કઈ રીતે કામ શરૂ કરવું તેની વિચારણા તેમણે કરી છે. ઉદયસૂરિ મહારાજ, નંદનસૂરિ મહારાજ તેમની પાસે રહી રહીને, તેમનાં પડખાં સેવીને કંઈક ચીજો તેમણે પકડી છે અથવા તેમનામાં દાખલ થઈ છે. ગૃહસ્થોને કદાચ આ વાતનો ખ્યાલ નહિ આવે. રાણકપુરનો જીર્ણોદ્ધાર :
- રાણકપુરની એક તરફ મઘાઈ નદી, વચ્ચે ઉદેપુર તરફ જવાનો રસ્તો અને આ તરફ રાણકપુરના પ્રાંગણમાં પ્રવેશ. પ્રવેશ કર્યા પછી બરાબર જમણા સ્થાને એક દેવસ્થાનક છે. એ રક્ષક છે. આદીશ્વર ભગવાનનું જિનાલય, બરાબર તેની પાછળ પહાડ અને પહાડમાં એના ત્રણ રક્ષકો છે. કુલ પાંચ સિવાયના બીજા અગત્યના રક્ષક અંદર બિરાજમાન છે. તે છે પાશ્વયક્ષ. એ પાશ્વયક્ષ તે સોમસુંદરસૂરિ મહારાજના સહાયક દેવ છે. આ સોમસુંદરસૂરિ મહારાજની નિશ્રામાં સં. ૧૪૯૬માં ધરણાશાહ દ્વારા આ તીર્થની
સૂપિદાપણ મને તીર્થોદ્ધાર : 3
૪પ www.jainelibrary.org
Jain Education International 20110202
For Private & Personal use only