________________
વિવિધ પ્રશ્નોનો વિચારવિમર્શ:
દેવદ્રવ્યનો પ્રશ્ન, સાધારણ દ્રવ્યનો પ્રશ્ન, દીક્ષા આપવાનો પ્રશ્ન, દેશના કઈ પદ્ધતિથી આપવી તે પ્રશ્ન, અજૈન અને બૌદ્ધ પરંપરાવાદીઓ દ્વારા થતા આક્ષેપો (જેવા કે મહાવીરસ્વામીએ માંસભક્ષણ કરેલું)ના ઉત્તરો કોણ આપે અને કેવી રીતે આપવા જોઈએ એ અંગેનો પ્રશ્ન - આ બધા પ્રશ્નો અંગે વિસ્તૃત વિચારણા થઈ. એ માટે “જૈન સત્ય પ્રકાશ' નામનું માસિક બહાર પાડવાનું વિચારાયું. એ સામાયિકના પરામર્શ માટે લાવણ્યવિજયજી મહારાજ, પુણ્યવિજયજી મહારાજ, દર્શન વિ. (ત્રિપુટી) અને લબ્ધિસૂરિજી મહારાજ એ ચાર જાણની નિમણૂક કરવામાં આવી. તેઓ લેખો મંગાવે, જુએ, તપાસે.
જૈન સત્ય પ્રકાશ” જેવું જૈન સમાજમાં ખૂબ જાણીતું સામયિક શરૂ થયું એનું શ્રેય સંમેલનને જાય છે. ચમનલાલ ગોકળદાસ"એના આદ્યતંત્રી હતા. રતિલાલ દીપચંદ દેસાઈએ એમાં વર્ષો સુધી કામ કરેલું. આ પ્રકાશન એ સંમેલનની સફળતાના મોટા ફળસ્વરૂપ બની રહ્યું. આજે તેની ફાઈલો જોતાં જણાશે કે વિદ્વત્તાપૂર્ણ, અનેક બાબતોમાં પ્રકાશ પાડનારા લેખો એમાં ઉપલબ્ધ છે. વિદ્યાવિજયજી વિવાદનું નિમિત્ત:
આ સંમેલનમાં વિદ્યાવિજયજી મહારાજ થોડી આગવી પ્રતિભા ધરાવનારા હતા. ગુજરાતમાં તેઓ ઓછું રહેલા. સિંઘ અને કચ્છના પ્રદેશોમાં વિર્યા હતા. વિયાં હતા એટલું જ નહીં, ત્યાં ભગવાનની જેમ પૂજાયા હતા. વાકકૌશલ્ય એમનું અદ્દભુત કોટિનું જેવું ગુજરાતીમાં બોલે એવું જ હિંદીમાં પણ બોલે ને ઉદૂમાં પણ બોલે. તેવું જ સંસ્કૃત અને પ્રાકૃત ભાષાનું પ્રભુત્વ. નવાનવા તમામ પ્રવાહોથી પરિચિત રહેનારા. એમણે કરેલી સિંધની યાત્રામાં તો છેક થરપારકર સુધી ગયેલા. ગોડી પાર્શ્વનાથ ભગવાનનું મૂળ સ્થાન છે. તે ગૌડી ગામ. આ વિદ્યાવિજયજી મૂળ સાઠંબાના તે જમાનામાં તેમણે PA. રાખેલો.
આવી રીતે જીવનારા માણસ ગુજરાતની ચાલુ પરિપાટીથી સહેજ પણ ટેવાયેલા નહિ. કાંઈ સહન પણ નહિ કરનારા. એટલે ચાલુ સંમેલને કોઈક ચચમાં એમનાથી આમ બોલાઈ ગયું. “આ આખો દિવસ શાસ્ત્ર શાસ્ત્ર શું કયાં કરો છો? આ પોથાંમાંથી ચા નથી આવતા.'
સભા વચ્ચે આ બોલાયું. મોટા મહારાજશ્રીની હાજરીમાં બોલાયું. સન્નાટો છવાઈ ગયો. આપણાં આગમગ્રંથો – શાસ્ત્રો માટે આ શબ્દો અપમાનજનક છે. એ પાછા ખેચાવા જોઈએ.
વલ્લભસૂરિ મહારાજે વાતને વાળી લેવાનો પૂરો પ્રયત કર્યો. તેઓ કહે, “અમારા રાજસ્થાનમાં તો “પોથાં” શબ્દ વાપરતા જ હોઈએ છીએ, એવી રીતે માત્ર બોલાઈ ગયું છે.” એમ કહી વાત વાળવાનો પ્રયત કર્યો. પણ સામે બિલકુલ મચક આપવામાં ન આવી. આમાં તો સ્પષ્ટ અનાદર દેખાય છે એવો સામોમત પ્રગટ થયો. વિદ્યાવિજયજી પૂજયપાદ શાસન સમ્રાટજીના પક્ષના હતા. સંસારી ભાષામાં બોલીએ તો એમના ભત્રીજા હતા. નેમિસૂરિ મહારાજ સાહેબ અને કાશીવાળા ધર્મસૂરિ મહારાજ સાહેબ બન્ને ગુરુભાઈઓ. બન્નેના ગુરુ એક. ગુરુભાઈ પ્રત્યે મહારાજ સાહેબને પ્રેમ, “મારો સાધુ છે.'
એતિહાસિક કાર્ચ-૧ ૫
63.
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org