________________
બરાબર એની સમાંતરનો આ બીજો પ્રસંગ છે :
સં. ૧૯૮૯ની આ વાત નંદનસૂરીશ્વરજીના સંસારી પક્ષે બાપુજી હેમચંદભાઈ તેમની નાજુક તબિયતને કારણે બોટાદ પધારવા વિનંતી હતી. આમ તો ચોમાસું લગભગ અમદાવાદમાં નક્કી થઈ ગયું હતું. પ્રતાપસિંહ મોહોલાલ પણ બેઠેલા.
મૂંઝવણ થઈ, “શું કરશું? નંદનસૂરિ મહારાજના સંસારી પક્ષે સગા અને બીજા બધા આ રીતે આવેલા છે ને સૌ વિનંતી કરે છે કે સાહેબજી બોટાદ પધારો તો સારું.”
મોટા મહારાજે ઉદયસૂરિ મહારાજને કહ્યું, “આદ્રા ક્યારના છે, જો તો ખરો.” આદ્રા પછી મહારાજ સાહેબ વિહાર કરતા ન હતા. કેટલીક ઉત્તમ પરંપરાઓ મહારાજ સાહેબે શરૂઆતથી ઝીલી લીધી છે. આ નવો વિચાર નથી.
ઉપા. યશોવિજયજી મહારાજે અમદાવાદમાં ૧૭૨ ૨ અથવા ૨૩માં હાજા પટેલની પોળમાં રહીને સાત સાધુ ભગવંતોનો પટ્ટક બનાવ્યો છે. તેમાં એક કલમ આ છે કે આદ્રા નક્ષત્ર પછી વિહાર કરવો નહીં. પણ એ કલમ કેવળ પાનામાં રહી ગયેલી. મોટા મહારાજે પહેલ કરીને આ ચીલો પાડેલો.
આદ્રા નક્ષત્ર સુધીના વિહારના દિવસો ગણતાં બધું કટોકટ આવતું હતું. તે દિવસે મહારાજ સાહેબે કહ્યું કે “આવતી કાલે વિહાર છે. તાબડતોબ બધી તૈયારી થઈ ગઈ. વિહાર શરૂ થયો.
આદ્રા નક્ષત્ર નજીકમાં છે. વિહાર ચાલે છે. મહારાજ સાહેબ કોઠ, ગુંદી પછી ફેદરા પધાયફેદરા વાત થઈ કે હવે જે ખડોળ ગામ આવે છે તેનું અંતર લાંબુ છે. એક સાથે ચલાય એમ નથી. મહારાજ સાહેબની ઉંમર પણ તે વખતે ખરી જ. ‘૮૯માં શરીર એટલું સશક્ત નહીં કે સળંગ પંદર કિ. મી. ચાલી શકે. મહારાજ સાહેબે કહ્યું સાંજના સમયે પાંચ પીપળી છે ત્યાં મુકામે કરીએ. બધા નહિ પણ થોડા સાધુઓ અને બીજી સવારે ખડોળ જશે. ફેદરાથી સાંજે વિહાર કર્યો. મહારાજ સાહેબ અને એમની સાથે તિલકવિજયજી આદિ પાંચ સાત સાધુ મહારાજ પાંચ પીપળીને સ્થાને રાવટી નાખીને બિરાજમાન થયા. તરત જ બાજુના ખેતરમાંથી માણસો આવ્યા. આવીને કહ્યું કે સાહેબજી, અહીંયાં વીંછીનો ઉપદ્રવ છે. કાળજી લેજો.” મહારાજશ્રીએ નારાયણ સુંદરને માટી લઈ આવવા કહ્યું. રાવટી ફરતી માટીની પાળ કરી. મહારાજ સાહેબે સાધુઓને સૂચના આપી કે કોઈપણ સ્થિતિમાં માનું કરવું હોય તોપણ, પાળ ઓળંગીને જશો નહીં. આમ કહ્યા છતાં એક સાધુ મહારાજ બહાર નીકળ્યા. નીકળ્યા ને વીંછી કરડ્યો. વીછી બરાબર પાળ સુધી આવે ને પાછો ફરી જાય. વાળ ઓળંગીને અંદર ન આવે. આ બનાવ બન્યા પછી સવાર પડતાં આગળ જવાની તૈયારી કરવા માંડ્યા. મહારાજ સાહેબ લગભગ સૂર્યોદયની આસપાસ વિહાર કરતા.
તેઓ નવકારનું સ્મરણ કરીને વિહાર કરી રહ્યા હતા ત્યારે કોઈકે આવીને કહ્યું કે સાહેબ, વરસાદ આવે છે. ખાબોચિયાં ભરાઈ ગયાં છે. ” સાહેબજીએ કહ્યું કે “શું બોલો છો ?' રાવટીમાં તે વખતે એક છાંટો પણ પડેલો નહિ. વરસાદ આમ તો એવો હતો કે રાવટી દ્વારા ટીપાં પણ અંદર પડે, પવન સાથે વાછંટ પણ આવે. પણ આમાંનું કશું જ નહિ.
જોઈતો ન હતો ત્યારે ટીપું પણ નહિ, અને જેસલમેરના સંઘ દરમ્યાન જોઈતો
શિરસસમ્રાટ પ્રવચ્ચેofમાળા ઉ૪
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org