________________
શાસનસમ્રાટ પ્રવચનમાળા
૧૪૪
Jain Education International 2010_02
માણસ મને ઉખેડીને ફેંકી દેશે. સમાજમાં મારે મોઢું નહિ બતાવી શકાય. એટલે એક વાર મહારાજ સાહેબ પાસે પોતે આવી એમની પ્રદક્ષિણા કરવા લાગ્યા. ચાલુ ભાષામાં કહીએ તો ખુશામત કરવા માટેની તે વર્તણૂક હતી. મહારાજ સાહેબે તે જ વખતે તેને બેસાડ્યા અને મોઢામોઢ કહી સંભળાવ્યું, ‘કયા સ્વરૂપે તમે આ કરી રહ્યા છો ?’
મહારાજ સાહેબ જે કંઈ બોલ્યા તે લાલન ચૂપચાપ અડધો કલાક સાંભળી રહ્યા. માત્ર ‘હા’ કે ‘ના’માં જ જવાબ. પછી ઊભા થઈ એમ ને એમ નીકળી ગયા. લાલન ગુનેગાર હતા ને તેમને એમના ગુનાનો અહેસાસ થયો હતો.
જોકે આના કરતાં પણ વધુ મોટા ગુના કરનારા, જેમ જેમ કાળ નીકળે છે તેમ તેમ વધતા જ જાય છે. પણ આજે મહારાજ સાહેબ જેવું વ્યક્તિત્વ નથી જે આવા ગુનેગારોને પડકારી શકે, અને બોલાયેલું વાક્ય એને વીંધી શકે. પ્રસાર જુદી ચીજ છે, ઊંડાણ જુદી ચીજ છે. આજે ફેલાવો વધ્યો છે પરંતુ તેજ ક્યાં છે ? બળ ક્યાં છે ? પ્રભાવ ક્યાં છે ? બધા ઝબકારા ક્ષણિક થઈને રહી જાય છે.
પી.એલ. વૈદ્ય : સત્યના બળ સામે અસત્ ઓગળ્યું :
સં. ૧૯૯૯માં મહારાજ સાહેબ રોહીશાળા પધારેલા. તે વખતે એક પી. એલ. વૈધ જે પૂનાના ગૃહસ્થ હતા તે એમને મળવા આવેલા.
આ પી. એલ. વૈદ્યને આપણે તિથિવિવાદમાં લવાદ તરીકે નક્કી કરેલા હતા. તે પોતે ઉચ્ચ કોટિના બ્રાહ્મણ. એમણે આપેલો ચુકાદો આપણે માન્ય ન કર્યો. કેમ માન્ય ન કર્યો એનાં કારણો પણ આપ્યાં. સાગરજી મહારાજ પણ આ પ્રતિભાવમાં સંમત થયા. કસ્તુરભાઈ શેઠ પણ સંમત થયા. અને આમ આખો ચુકાદો ઊડી ગયો.
ચુકાદો માન્ય ન રાખવાનું મુખ્ય કારણ એ હતું કે આખો ચુકાદો કોઈ બીજા માણસે ઘડી આપ્યો હતો. એની જે પારિભાષિક શબ્દાવલી હતી તે કદીયે બ્રાહ્મણના ખ્યાલમાંયે ન હોય. વળી, પાછળથી ખબર પણ પડેલી કે આ માણસને ફોડી નાખવામાં આવ્યો છે વગેરે વગેરે.
પેલા પી. એલ. વૈદ્યના મનમાં એમ જ હતું કે હું સાચો જ છું ને મને ખોટી રીતે ચીતરવામાં આવ્યો છે. એટલે એણે પણ બરાબર તપાસ કરાવી કે પોતાની જે અપકીર્તિ થઈ તેમાં મુખ્ય કોનો હાથ છે. શોધતાં શોધતાં પગેરું છેક શાસનસમ્રાટ સુધી પહોંચ્યું અને ભાળ મેળવી કે પહેલાં આ મહારાજે ચુકાદો માન્ય ઠરાવ્યો હોત તો આમ ન બનત અને તેમણે એ અમાન્ય ઠરાવ્યો. ત્યારબાદ સમુદાયના દરેક વડાએ એને અમાન્ય ઠરાવ્યો. તેણે વિચાર્યું, ‘તેઓ મને આવો અન્યાય કેમ કરી શકે ? હું પણ કંઈ કમ નથી. મેં પણ સમજી-વિચારીને ન્યાય આપ્યો છે ને હજુ પણ હું આ બાબતમાં શાસ્ત્રાર્થ કરવા તૈયાર છું.’
આવા પ્રકારની મગજમાં કેટલીયે વાતો લઈને તેઓ પ્રસંગોપાત્ત અમદાવાદ આવેલા. પૂછતાં ખબર પડી કે વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ પાલિતાણા પાસેના રોહીશાળા ગામમાં છે. તેઓ પાલિતાણા થઈને રોહીશાળા પહોચ્યા. તેઓ મનમાં જવાબો ગોઠવતા ગોઠવતા મહારાજ સાહેબ પાસે પહોંચ્યા. મહારાજ સાહેબે તેમને આવકાર આપ્યો. સંસ્કૃત ભાષામાં જ શરૂઆત કરી,
'સામ્યતામ્ ।’
For Private & Personal Use Only
www.jainelibrary.org