________________
કરાય. પ્રેમથી રજા આપો.' છેવટે રજા મળી. દીક્ષા અપાઈ. સુમતિવિજય નામ પાડવામાં આવ્યું. મહારાજ સાહેબના આ સૌથી પહેલા શિષ્ય. ૧૯૫૧માં આ પ્રસંગ બન્યો.
વઢવાણ આગમન
ત્યાંથી વિહાર કરીને મહારાજ સાહેબ વઢવાણ પધાર્યા. બાવીસહજારી' જ્યારે વાંચવાની વાત આવી ત્યારે અને તે પછી એમના મનની અંદર થયું કે કોઈપણ રીતે હવે શાસ્ત્રી રાખવા પડશે. એકથી બે ભલા. એ રીતે ગ્રંથ વાંચી શકાશે. એક દિનકરરાવ શાસ્ત્રી નામના દાક્ષિણાત્ય પંડિત હતા. એમને પોતાની સાથે રાખ્યા. શરૂઆતમાં એક પંડિત, પછી બે અને પછી ત્રણ પંડિતો રાખ્યા. એ ત્રણેય પંડિતનો બધો પગાર, બધી સુવિધાનો લાભ શ્રી મનસુખભાઈ ભગુભાઈ પોતે લેતા હતા. મહારાજ સાહેબ જ્યાં સુધી રહ્યા ત્યાં સુધી મહારાજ સાહેબના, ત્રણ પંડિતો, બે લહિયા અને બીજા ત્રણ માણસો – એવો એમનો રાજાશાહી ઠાઠ હતો. મનસુખભાઈને ત્યાંથી બો પગાર આવે. મહારાજસાહેબ જીવ્યા ત્યાં સુધી મનસુખભાઈ ભગુભાઈએ, એમના દીકરા માકુભાઈએ તમામ ચીજોનો લાભ લીધો હતો. . મનસુખભાઈ ભગુભાઈ જેવા ગુરુભક્ત મળવા ખૂબ જ મુશ્કેલ છે. વરતેજમાં પ્લેગ ઃ મહારાજ સા.ની માંદગી :
વિ.સં. ૧૯૫૯ની આ વાત છે. ત્યારે ભાવનગરમાં પ્લેગ થયો. બધા સાધુભગવંતો વિહાર કરીને વરતેજ આવ્યા. વરતેજમાં પણ પ્લેગનાં ચિહ્નો દેખાયાં. અને એક-બે સાધુમહારાજને તાવ આવ્યો. એના ત્રીજા દિવસે પૂજ્યપાદ મોટા મહારાજ સાહેબને તાવ આવ્યો. એટલે બધા જ ચોકી પડ્યા. મહારાજ સાહેબની સાથે જ રહેતા હતા. એ પૂજ્યપાદ સાગરજી મહારાજના ભાઈ મણિવિજયજી મહારાજે તાબડતોબ સમાચાર અમદાવાદ મનસુખભાઈને આપ્યા, ‘મહારાજ સાહેબ સાથે અમે વરતેજ આવી ગયા છીએ અને અહીંયાં મહારાજ સાહેબને તાવ આવે છે. પ્લેગનો વાવર ચારે બાજુ છે.’ મનસુખભાઈએ ડૉક્ટરને મોકલ્યા
મનસુખભાઈએ તાબડતોબ ભાવનગર ખાતેના તેમના એક મિત્ર ડૉક્ટરને તાર કરીને કહ્યું, ‘તું હમણાં ને હમણાં જા અને મહારાજ સાહેબનો ઉપચાર કર.' તોયે મનસુખભાઈના મનને ચેન ન પડ્યું. એમને થયું કે આટલેથી કામ નહિ સરે. પોતાના દીકરા માણેકલાલ (માકુભાઈ) માંદા હતા. એમની સારવાર માટે જમનાદાસ કરીને ડૉક્ટર રોકેલા. એમને મનસુખભાઈએ કહ્યું, ‘તમે હમણાં ને હમણાં વરતેજ જાઓ.'
એ વખતે ડૉક્ટર કહે છે, ‘આપના પુત્ર માણેકભાઈની તબિયત બરાબર નથી, તેની સારવાર ચાલુ છે. હું કેવી રીતે જાઉં?’ તો જવાબ મળે છે કે, ચિંતા ન કરો. આ માણેક કદાચ માંદો રહેશે અથવા મારી અને એની લેણાદેણી પૂરી થઈ જશે તો મારા કુટુંબને દુઃખ થવાનું છે. પણ જો નેમિવિજયજીને કાંઈ થશે તો આખા ભારતભરના સંઘને દુઃખ થવાનું છે. માટે ત્યાં અત્યારે ને અત્યારે જાઓ.''
uÈક કદાચ માથે હશ અથવા મારી અને અની (iěણી પૂરી થશે તો મારા કુટુંબને દુ:ખ પડશે પણ જો નવિજયજીને કાંઈ થશે તો ભારતના સંઘોને દુ:ખ થશે.
હું વહાલું લાગ્યું ? એકનો એક દીકરો કે મહારાજ સાહેબ ? પુત્રની માંદગી ગૌણ કરીને જમનાદાસભાઈને બધી સામગ્રી સાથે તાત્કાલિક મોકલ્યા.
એ ચોવીસ કલાકમાં તો મનસુખભાઈએ એંશી તાર કર્યા. તારવાળો પણ આશ્ચર્ય
Jain Education International 2010_02
For Private & Personal Use Only
વિધ્ધાભ્યાસમાં હણકાળ:૨
૨૫
www.jainelibrary.org