________________
શાશનમ્રાટ
પ્રવચનમાળા
૨૪
(જનસમૂહોથી મુક્ત એવું આ વનનું જીવન, વૃક્ષોમાં વાણી, વહેતાં ઝરણાંમાં જ્ઞાન, પથ્થરોમાં પ્રબોધન અને હરેક ચીજમાં શ્રેયને જુએ છે.)
આ પહેલા જ સ્વતંત્ર ચોમાસામાં એમણે એમની પ્રભાવકતા ચારે બાજુ વિસ્તારી. એ પ્રભાવકતાના પરિણામરૂપે બે બાબતો બની. એક તો ડાહ્યાભાઈ નામે જામનગરના એક પ્રતિષ્ઠિત સદ્ગૃહસ્થે દીક્ષા લીધી અને પૂજ્યશ્રીના શિષ્ય બન્યા. બીજું, ત્યાંના શેઠ સૌભાગ્યચંદને પૂજ્ય મહારાજશ્રીની નિશ્રામાં ગિરનારજીનો અને સિદ્ધગિરિનો છ'રી પાલિત સંઘ કાઢવાની ભાવના થઈ. મહારાજશ્રીના ઉપદેશથી નીકળેલા સંઘોમાંનો આ પહેલો સંઘ. જામનગરથી સંઘ પહેલાં ગિરનાર ગયો. ગિરનારથી ગિરિરાજ આવવું તે સમયે કઠિન ગણાય છતાં સિદ્ધગિરિ સુધીનો સંઘ એમની નિશ્રામાં સુંદર રીતે નીકળ્યો. ‘બાવીસહજારી’નું વાંચન : નકલની પ્રાપ્તિ
આ બધા સમયમાં પણ મહારાજશ્રીનો અધ્યયન-યજ્ઞ તો ચાલુ જ હતો. ત્યારે તેમને ‘બાવીસહજારી’ વાંચવાનું મન થયું. શ્લોકપ્રમાણ અનુસાર જેમ છહજારી, બારહજારી, અઢારહજારી છે તેવી રીતે આગમગ્રંથોમાં ‘બાવીસહજારી' કહેવાતી. ‘બાવીસહજારી’ આકર ગ્રંથ છે. એ વાંચવો જ જોઈએ, ભણવો જ જોઈએ. અનેક સ્રોત આપણને એમાંથી સીધા મૂળના મળે છે. આ ‘બાવીસહજારી’ એટલે આવશ્યક સૂત્ર ઉપર શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજની વૃત્તિ. તે બાવીસ હજાર શ્લોકપ્રમાણ છે. અને ‘આવશ્યક હરિભદ્રી વૃત્તિ’ને નામે પણ પ્રસિદ્ધ છે.
આ ગ્રંથ વાંચવાની ઇચ્છા થઈ છે પણ ગ્રંથ ક્યાંય મળતો નથી. એ સમાચાર ફરતા ફરતા પૂજ્યપાદ આત્મારામજી મહારાજને મળે છે. સીધા પોતે નથી કહેવડાવ્યું. આત્મારામજી મહારાજે પોતાની પાસેથી હસ્તલિખિત ‘બાવીસહજારી’ આપી. તે મહારાજસાહેબને જામનગરના ચોમાસામાં મળે છે. તેઓશ્રી એ ગ્રંથ આખો વાંચી જાય છે અને એ ચોમાસામાં લહિયા પાસે પોતાને માટે એની આખી નકલ કરાવે છે. આ નકલ અત્યારે ખંભાતના ભંડારમાં મોજૂદ છે. સં. ૧૯૫૦માં લખાયેલી એ ‘આવશ્યક હરિભદ્રીયવૃત્તિ'ની હસ્તપ્રતમાં બાજુમાં તેમણે મૂકેલાં ટિપ્પણો છે તેમજ સુધારા કરેલા પાઠો છે. વિદ્યાભ્યાસની એમની અખંડ ધૂન કેવી હતી ! ડાહ્યાભાઈની દીક્ષા : સુમતિવિજય :
ચોમાસું ઊતરતાં એક શ્રાવક દીક્ષા લેવા આવ્યો. ડાહ્યાભાઈ એનું નામ. સટોડિયો છે. બધાં વ્યસનોથી પૂરો છે. એનો ભાઈ એને કહે છે, ‘તું દીક્ષા લઈ રહ્યો.’ તે કહે, ‘ના, દીક્ષા નક્કી જ છે. ’ એના સ્વભાવની એક વિશેષતા એ હતી કે ઘણુંખરું એ બોલે નહીં અને બોલે તો કર્યા વિના રહે નહીં. જ્યારે તેના ભાઈને લાગ્યું કે આ ખરેખર જ દીક્ષા લેશે ત્યારે કોર્ટમાંથી ‘સ્ટે-ઑર્ડર’ લઈ આવ્યો. ડાહ્યાભાઈએ મહારાજ સાહેબને કહ્યું કે, ‘જુઓ મહારાજ સાહેબ, હવે આપણે પાણી બતાવવાનું છે. કોર્ટમાં જવાનું છે ને મને આપે કોર્ટમાં દીક્ષા આપવાની છે. બોલો, આપની તૈયારી છે ?’ મહારાજ સાહેબ કહે, ‘હું તૈયાર છું.’ કોઈપણ પડકારની ના પાડવામાં તેઓ સમજ્યા જ નહોતા.
Jain Education International 2010_02
વિષય ગમે તેવો અઘરો ને આકરો હોય, પહેલાં બરાબર તે અંગે વિચારતા હતા. અને વિચારીને તરત સ્વીકારતા હતા. વાત ગામ આખામાં ફેલાઈ ગઈ. ગામ આખાએ ડાહ્યાભાઈના ભાઈને સમજાવ્યા કે, ‘તમારો ભાઈ સારું કામ કરે છે. તમારાથી આવું ના
For Private & Personal Use Only
www.jainelibrary.org