________________
એક જ ગભારામાં સાત આદીશ્વર ભગવાન છે. આદીશ્વર ભગવાનને આટલા માનીતા દેવેન્દ્રસૂરિજીએ હક કરીને કરેલા. મહારાણાને પોતાને પણ આ ભાવથી ભાવિત કરેલા.
મોટા મહારાજશ્રી ઉદેપુરમાં બિરાજમાન થયા અને એમને ખબર પડી કે શીપૂજ્યમાં છેલ્લા આચાર્ય મુનિચંદ્રસૂરિજી મહારાજ અહીંયાં બિરાજમાન છે. મહારાજ સાહેબ સામે ચાલીને એમને મળવા ગયા. કેવળ ઔપચારિકતાને લીધે કે આપણે ત્યાંના એક “પ્રોટોકોલવિધિને ખાતર નહિ પણ ખરેખર સદ્દભાવથી ગયા. એમની સાથે વાતચીત કરી. મુનિચંદ્રસૂરિ તો આનાથી ઘણા પ્રભાવિત થઈ ગયા.
આ વાત સં. ૧૯૭૬ની છે અને તે વેળાએ તો મહારાજશ્રી આચાર્ય બની ચૂકેલા છે. પરિવાર પણ સારો એવો છે.
મહારાણાની સભામાં ક્યારેક વિશિષ્ટ પ્રસંગ હોય તો શ્રીપૂજ્ય એ સભામાં જતાં. ત્યાં એમનું એક અલગ સ્થાન રહેતું. શ્રી દેવેન્દ્રસૂરિજીના વારાથી આ ચાલ્યું આવતું. મુનિચંદ્રસૂરિજીઃ
પછી મુનિચંદ્રસૂરિજી અને મોટા મહારાજ એક જ ઉપાશ્રયમાં ઊતરેલા. બીજે દિવસે શ્રીપૂજય કોઈક ખાસ પ્રસંગે મહારાણાની સભામાં જવા તૈયાર થયા. મહારાજશ્રીએ સહજ પૂછવું, ‘શીદ પધારો છો ? તો શ્રીપૂજય કહે, ‘સભામાં આજે જવાનું છે.” પછી મહારાજ સાહેબની પાટ ઉપર બેસી જઈને પૂછવા લાગ્યા, ‘જઈશ તો ખરો, પણ મારે ત્યાં શું કહેવું?”
મોટા મહારાજશ્રીએ ઉદયસૂરિ મહારાજને એક સરસ શ્લોક લખી આપવા જણાવ્યું છે લઈને મુનિચંદ્રસૂરિ મહારાણાની સભામાં જઈ શકે. ઉદયસૂરિ મહારાજે એક સુંદર આશીવાદ સ્વરૂપનો શ્લોક લખી આપ્યો.
તેનો ભાવ કંઈક આવો હતો : આપનું રાજ્ય અને જિનશાસન ચિરકાળ જયવંતુ વર્તા.'
આ શ્લોક મહારાણા પાસે જઈ કેવી રીતે ઉચ્ચારવો તે પણ ઉદયસૂરિ મહારાજે એમને સમજાવ્યું. અર્થ પણ સમજાવ્યો. એ શ્લોકના કાગળને ગોળાકાર વાળી, ઉપર એક દોરો બાંધી પોતે ગયા. ત્યાં જઈ એમણે કહ્યું કે, “આજે મારે એક શ્લોક સંભળાવવો છે.” મહારાણાએ કહ્યું, “ખુશીથી.' મુનિચંદ્રસૂરિજી શ્લોક બોલ્યા. એટલે મહારાણાએ તરત પૂછ્યું, “આ શ્લોક ક્યાંથી લાવ્યા ? તમે તો રોજ અહીં પધારો છો પરંતુ તમારી પાસેથી આવો શ્લોક પહેલાં તો ક્યારેય સાંભળવા મળ્યો નથી. ત્યારે શ્રીપૂજયે કહ્યું, ‘ગુજરાતથી નેમિવિજયજી કરીને એક મહારાજ આવ્યા છે. એમના એક ચેલાએ મને લખી આપ્યો છે. ” શ્રીપૂજ્યની પણ કેટલી સરળતા!
એ શ્લોક સાંભળ્યા પછી મહારાણાને મહારાજ સાહેબને મળવાનું મન થયું. મુનિચંદ્રસૂરિજી મહારાજ સાહેબે પાછા આવીને કહ્યું કે, “શ્લોક સરસ લખી આપ્યો છે. આ સાંભળી મહારાજ સાહેબ પણ ખુશ થયા. મુનિચંદ્રસૂરિ સમક્ષ મોટા મહારાજશ્રીનો પ્રસ્તાવ અને આમંત્રણ :
ચારેક દિવસ પછી મોટા મહારાજશ્રીએ મુનિચંદ્રસૂરિજી મહારાજ સમક્ષ એક પ્રસ્તાવ મૂક્યો, ‘આપ તો મોટા આચાર્ય મહારાજ છો. આપનું સામ્રાજ્ય છે. આપની પાસે આટલી મોટી પરંપરા છે. અમે તો પરંપરા વિનાના માણસો છીએ.
પ્રાચીન પરંપરાનું પુનર્જીવન:
૮૭
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org