________________
સંસ્કૃતમાં વૃત્તિ લખી. આવું વિશદ પાંડિત્ય, મંત્રશક્તિ પણ ખરી. પણ નિઃસ્પૃહતા અગાધ, કચ્છમાં તેઓ વિ. સં. ૧૯૪૨-૪૩-૪૪ ત્રણ વર્ષ કચ્છમાં રહ્યા. ત્યારે માત્ર છાશ અને લોટ ભેગાં કરીને વાપરે, તે પણ આજ બપોરે તે કાલ બપોરે. સ્મશાનમાં જઈને કાઉસ્સગ્ન કરતા. આવું નિઃસ્પૃહતાભર્યું જીવન તેઓ જીવતા. અહીંથી મૂલચંદજી મહારાજે માણસો મોકલ્યા કે ‘આવી રીતે ત્યાં રહો છો, પણ કામો અહીં ઘણાં કરવાનાં છે. પેલું આરાધકપણું છે, આ પ્રભાવકપણું છે. સંઘને તમારી આ સ્વરૂપે જરૂર છે. તેમાં આરાધકતા સમાઈ જાય છે. માટે અહીં આવી જાઓ.'
આ નિમંત્રણ સ્વીકારીને તેઓ અહીં આવ્યા. ત્રિભુવન ભાણજી તેમના મુખ્ય ભક્ત. ત્રિભુવન ભાણજી અને નરોત્તમ ભાણજી ભાવનગરના પહેલી હરોળના ગર્ભશ્રીમંત ગૃહસ્થો. આ શ્રીમંતાઈ હજુ પણ છે. ત્રિભુવન ભાણજી કન્યાશાળા સ્થપાઈ એમાં મહારાજ સાહેબનો હાથ છે, પ્રેરણા છે.
ગંભીરવિજયજી મહારાજે પૂજ્યપાદશ્રીને જે કંઈ કામ સોપ્યાં કે આદેશ કર્યો તે એમણે સ્વીકાર્યા છે. પૂર્ણસમર્પિત શ્રાવકો :
વળી, મનસુખભાઈ ભગુભાઈ જમનાભાઈ ભગુભાઈ જેવા પોતાને પૂર્ણ સમર્પિત શ્રાવકો એમને મળ્યા. મનસુખભાઈ અને જમનાભાઈ એ બે ભાઈઓ મૂળ પેથાપુરના, પોરવાડ જ્ઞાતિના. મનસુખભાઈ ભગુભાઈ કોન્ફરન્સના પ્રમુખ પણ હતા. શંખેશ્વરનો વહીવટ, કલોલનો વહીવટ, ભોયણીનો વહીવટ મનસુખભાઈના ઘરે હતો. આટલા મોટા વહીવટો અણીશુદ્ધ રાખવા એ ઘણું જ કપરું કામ છે. દેવદ્રવ્યનો એક પૈસો પણ આઘોપાછો થાય એનો શાસકારોએ મોટો દોષ બતાવ્યો છે પણ મનસુખભાઈના અણુએ અણુમાં ધર્મ પ્રત્યે અને મહારાજ સાહેબ પ્રત્યેનો તીવ્ર અનુરાગ હતો. તે વખતે વહીવટ ચલાવવા માટે “કારખાના' શબ્દ વપરાતો. ત્યારે ભોયણીની આવકમાંથી શંખેશ્વરનો ખર્ચ નીકળતો. તીર્થસ્થાનોમાં પણ તડકાછાંયા આવતા હોય છે. આજે ઊર્દુ થઈ ગયું છે. એક કાળે ભોયણીના શ્રી મલ્લિનાથ ભગવાનનો કેટલો મહિમા હતો. ભોયણીના એ દેરાસરની વર્ષગાંઠ - મહા સુદ ૧૦ પ્રત્યેક પંચાંગમાં લખાતી; જયારે બીજા કોઈ દેરાસરની વર્ષગાંઠ આ રીતે પંચાંગમાં છપાતી ન હતી. લીમડી સ્ટેટ મનસુખભાઈને ત્યાં ગીરવે હતું. આવા મોટા રજવાડા
જેવા તે માણસ મહારાજશ્રીના પૂર્ણ સમર્પિત ભક્ત હતા અને પાછા શેઠશ્રી મનસુખભાઈ
કોન્ફરન્સના પ્રમુખ. એટલે મહારાજશ્રીને તો “મોસાળમાં જમણ ને મા
પીરસનારી” એવું થયેલું. મહારાજશ્રીના કોઈ કામમાં રોકટોક થાય જ નહીં. અને તેથી જ એમના હાથે કેટલાંક કામો ઝપાટાબંધ થયાં છે. મહારાજશ્રીની નીતિ
બહુ સ્પષ્ટ હતી. સંઘનાં કોઈપણ કામોમાં પક્ષપાતી નહીં બનવું, તટસ્થ રહેવું. તરવાની શાસબાસમાટ પ્રવચનમાળા
તાકાત ન હોય તો તણાવું તો નહીં જ. ક્યારેય પણ પેઢીની બાબતોની વિરુદ્ધ મત ન 30
આપવો.
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org