________________
શાસનસમ્રાટ પ્રવચનમાળા
3 S
બુટેરાયજી મહારાજના ચેલા છે. બુટેરાયજી મહારાજના જેમ મૂલચંદજી મહારાજ, આત્મારામજી મહારાજ, વૃદ્ધિચંદ્રજી મહારાજ, એવી રીતે નીતિવિજયજી છે. તેઓ ચાણસ્માના વતની હતા. મહાજ્ઞાની અને મહાયોગી હતા. એમણે બનાવેલી ‘પૂજા’ના ગૂઢ શબ્દો આજે કોઈને ઊકલતા નથી. આવા નીતિવિજયજી મહારાજ ખંભાતમાં બિરાજમાન. પોતે ઘણા તપસ્વી ને ત્યાગી, પણ એક શ્રાવક તેમનું માનતો ન હતો. એમણે બધા પ્રયત્નો કરેલા કે આ બધું કામ કોઈએ કરવું જોઈએ, ઉપાડવું જોઈએ. આ જ ગાળામાં મહારાજશ્રી નેમિસૂરિજી ત્યાં પધાર્યા. નીતિવિજયજી મહારાજે તેમને કહ્યું કે અહીંયાં વર્ષોથી જ્ઞાતિના ઝગડા છે. સંઘો ભળતા નથી. પ્રતિમાજી આપતા નથી.
મહારાજ સાહેબે અહોભાવ સાથે કહ્યું કે, ‘આપ બિરાજમાન રહો, હું બધાને બોલાવું છું.' કેટલાક પ્રસંગોએ જ ખ્યાલ આવે છે કે મહારાજશ્રીની બાહ્ય કડકાઈ નીચે શું હતું અને એમની અંદરની ઉદારતા કેવી હતી ! નાળિયેરનાં માત્ર છોતરાં ન જોવાય, અંદરનું પાણી અને મીઠાશ જોવાં જોઈએ. પણ બધાની પાસે તે દૃષ્ટિ હોતી નથી. નાળિયેર પર હાથ ફેરવ્યો, બરછટ લાગે છે, મૂકી દો બાજુ પર. દ્રાક્ષ અને નાળિયેરમાં દ્રાક્ષ પોચી છે, નરમ છે, મીઠી છે. તેમ છતાં મંગલ પ્રસંગે તો નાળિયેર જ અપાય છે, દ્રાક્ષ નહીં.
મહારાજ સાહેબે એક જ મિનિટમાં આ વાત સ્વીકારી અને બધા લોકોને બોલાવી વાત કરી. પંદર દિવસની મહેનત, રોજની છ-છ કલાક સુધીની મીટિંગો, સમજાવટ અને અંતે ૧૯ દેરાસરો ભેગાં થયાં. પછી તો નેમિસૂરિ મહારાજનું કેન્દ્ર ખંભાત બનેલું. ત્યાં કીર્તિશાળાનું નિર્માણ થયું. વિશાળ, મજબૂત જ્ઞાનશાળાનું નિર્માણ થયું. મહારાજ સાહેબના ઉપદેશથી થતાં સ્થાપત્યો ઊંચી ઉભરણીવાળાં, મજબૂત અને વિશાળ રહેતાં. એ મકાનો જોઈને તે સમયમાં આ. લબ્ધિસૂરિ મહારાજનાં સ્તવનો પણ પુષ્કળ સંખ્યામાં ગવાતાં. તે સાંભળીને લોકો બોલતા, “નેમિસૂરિનાં ભીંતડાં અને લબ્ધિસૂરિનાં ગીતડાં, ન ક્યારે તૂટતાં ન ક્યારે ખૂટતાં”. આ લોકકહેવત પ્રચલિત થયેલી. આ બધાં કામોની અસર ગંભીરવિજયજી મહારાજ ઉપર હતી. એટલે એમણે મહારાજશ્રીને કહ્યું કે, ‘હવે તો તમારી પાસે વિકલ્પ નથી. તમે વિધિપૂર્વક યોગોદ્વહન કર્યા છે અને એ કર્યા પછી વિધિપૂર્વક આચરનારા તમે પહેલા છો.’
પંચપ્રસ્થાનની પહેલી આરાધના : બૃહદ્નંદાવર્ત પૂજન :
પંચપ્રસ્થાનની સૌથી પહેલી આરાધના પૂજ્યપાદ નેમિસૂરિ મહારાજે
વર્તમાનકાળમાં કરી છે. એવા કેટલાય નવા ચીલા એમના થકી થયા છે જેની યાદી ઘણી
મોટી થાય. બૃહદ્નંદાવર્ત પૂજન સૌ પ્રથમ વાર સં. ૧૯૮૨માં ચાણસ્મામાં વિદ્યાવાટિકાની પ્રતિષ્ઠા વખતે મહારાજ સાહેબે સંકલિત કરીને ભણાવરાવ્યું. આ પહેલાં કોઈ જાણતું જ ન હતું કે બૃહદ્નંદાવર્ત પૂજન છે. એમાં ૨૯૨ પૂજાઓ આવે છે.
એક વાર ઉદયસૂરિ મહારાજને એમણે કહ્યું કે, ‘આ પ્રતમાં જો તો શું લાગે છે ? તપાસ કર, સંકલિત કર.' અને એ રીતે આ પૂજન સંકલિત થયું. અને સૌ પ્રથમ ચાણસ્મા ગામની બહાર વિઘાવાડીમાં એ ભણાવાયું. સૌ પ્રથમ ચાર પ્રતિમાજીની ‘અંજનશલાકા’ ત્યાં થઈ. વિધિઓ અને વિધિકારકો મહારાજ સાહેબે તૈયાર કરાવ્યાં. એમનો સેવક નારણ સુંદરજી જે વર્ષોથી મહારાજ સાહેબ પાસે રહેલો એ ગુજરી જતાં મહારાજશ્રીને વિચાર
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org