________________
બતાવવામાં આવ્યો જ છે.
માણેકલાલ મનસુખભાઈએ કાઢેલા સંઘમાં એમના હૃદયની ઉદારતાએ એક ભાગ, ભજવ્યો છે, તેમજ પૂજયપાદ મહારાજ સાહેબના હૃદયના પવિત્ર આશયે એવો જ સમાંતર ભાગ ભજવ્યો છે. શેઠ મનસુખભાઈ ભગુભાઈની ગુરુભકિત:
આ અગાઉ પણ આપણે માણેકલાલના પિતા મનસુખભાઈ ભગુભાઈ વિશે કેટલીક વાતો કરી ગયા. એમની ગુરુભક્તિ જાણીને તો હૃદયથી હું અભિભૂત થઈ ગયો ! આ સ્વરૂપે મે એમને જોયા-જાણ્યા ન હતા. હમણાં છેલ્લે તો એમને વિશે એક વાત એ પણ જાણી કે કાપરડાજી તીર્થના મુકેલીભય પ્રસંગમાં તેઓ મારતી મોટરે બંદૂક લઈને ગયા હતા. તેઓ મહારાજ સાહેબનાં તમામ કામોમાં પડછાયાની જેમ સાથે ને સાથે ઊભા રહ્યા છે. શંખેશ્વર, ભોયણી, કલોલ વગેરેનો વહીવટ તેઓ કરતા. અમદાવાદમાં કાળુશીની પોળની સામે ટંકશાળમાં નિશાળના સ્થાપક પણ તેઓ હતા. હું પોતે પણ પહેલીથી ત્રીજી ચોપડી આ મનસુખભાઈની શાળામાં ભણેલો.
મનસુખભાઈ ભગુભાઈ અને જમનાભાઈ ભગુભાઈ બે ભાઈઓ. મનસુખભાઈ મોટા, જમનાભાઈ નાનાં. લીમડીનરેશ જેવા મોટા માણસોની સાથેનાં વ્યવહારો અને કામો કરવાનાં એમને થતાં. કારોબાર અને વહીવટી કુશળતા એમની ઘણી, એક વખતે ઘોઘામાં કુંવરજી ઠાર કરીને એક ભાઈ મળેલા. એમણે આ વાત કહેલી કે મનસુખભાઈ કદી પણ એકલા બેસીને જમતા નહીં, જમી શકતા નહીં. એ વખતે જમનની કે કાંસાની થાળીમાં અને વિશિષ્ટ પ્રસંગોએ ચાંદીની થાળીમાં પાંચ, દસ કે પંદર જેટલા જોડે જમનારાની પંગત હોય જ. તેઓ ચાહે વેપારની રૂએ આવેલા હોય, ચાહે ધર્મની રૂએ, પણ હોય ખરા. આવી એમની વિશાળતા. મનસુખભાઈની બંધુપ્રીતિ અને હૃદયની વિશાળતા :
જમનાભાઈ પ્રમાણમાં ભદ્રિક અને સરળ.
મનસુખભાઈનું સંતાન માણેકભાઈ પણ જમનાભાઈને સંતાન નહિ. એમનાં પત્ની માણેકબહેન અત્યંત ચતુર અને કુશળ, એક સારી મિલનો વહીવટ ચલાવી શકે તેટલાં બાહોશ. પહેલાં ટેમલાની પોળમાં રહેતા, પણ પરિસ્થિતિ જેમ જેમ સુધરતી ગઈ તેમ ઘર નાના લાગ્યાં. અવરજવર વધી. તેથી બે ભાઈઓએ ભેગા થઈને શાહીબાગ અને ખાનપુરમાં નદીકાંઠાના વિસ્તારમાં બંગલા બાંધવાનું નક્કી કર્યું. મનસુખભાઈનો બંગલો શાહીબાગમાં અને જમનાભાઈનો બંગલો ખાનપુરમાં બંધાવા માંડ્યા. કામ લગભગ પૂરું થવાની અણી પર હતું. વાસ્તુનું મુહરત જોવામાં આવ્યું. દિવસ નક્કી થયો. સગાવ્હાલાંઓને વાસ્તુનું આમંત્રણ અપાયું. બન્ને ભાઈઓ વ્યવસ્થાની તૈયારી જોવા નીકળ્યા. પહેલાં ખાનપુરનો જમનાભાઈનો બંગલો જોયો. પછી બધા ભેગા થઈને આવ્યા ગિરધરનગર - શાહીબાગના મનસુખભાઈના બંગલે, કંપાઉન્ડમાં વિશાળ બગીચો, વચ્ચે ફુવારા, સુંદર મઝાની પોચ. બાજુમાં આંબાવાડિયું. મનસુખભાઈ આખોય બંગલો જમનાભાઈ અને માણેક શેઠાણીને ફરીને બતાવે છે. બંગલામાં ફરતાં ફરતાં એક જગાએ જમનાભાઈ ઊભા રહી ગયા. વિશાળ બારણાં, મોટી બારીઓ, સુંદર મઝાનું વેન્ટિલેશન, મનસુખભાઈએ જમનાભાઈને પૂછયું, “જમના, શું જોયા કરે છે ?'
શાસનસમ્રાટ પ્રવચનમાળા OC
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org