________________
મહારાજને કહ્યું, “આપ તો શાસનના પ્રભાવક છો. શાસનનાં ઘણાં કામો હજી કરવાનાં છે. માટે આપ રહેવા દો. દૂધપાક હું લઈ લઉં છું.’
શો સંયમ ! શો ગુરુપ્રેમ ! શો ગુરુભાઈનો પ્રેમ!
આખીય તરપણી બીજા કોઈ મહારાજને ન આપતાં વૃદ્ધિચંદ્રજી મહારાજ પોતે જ વાપરી ગયા. પરિણામ તો જે આવવાનું હતું તે જ આવીને રહ્યું. તે દિવસની રાતથી જ તેમને જે સંગ્રહણીનો વ્યાધિ લાગુ પડ્યો તે જીવનના અંત સુધી રહ્યો. વૈદો-હકીમોને બોલાવાયા. તેઓ બધું જ કરી છૂટ્યા પણ વ્યાધિ ન મટ્યો. છેલ્લાં ૧૧ ચોમાસાં મહારાજ સાહેબે ભાવનગરમાં મારવાડીના વંડામાં કર્યા. જશરાજ સુરચંદ :
ધન્ય છે એ વોરા સુરચંદને અને તેમના પુત્ર જશરાજ સુરચંદને જેમણે અખંડ ગુરુભક્તિ કરી છે. એવા શ્રાવકો તો આજે જોવા પણ ન મળે. એક વૃદ્ધિચંદ્રજી મહારાજના શિષ્ય હતા. એ મહારાજશ્રીને એક વ્યાધિ થયેલો. તે વ્યાધિ મટતો નથી એમ જાણી તેમણે પચ્છ ગામથી મોટા વૈદ્યને બોલાવ્યા. પ્રશ્નોરા જ્ઞાતિના એ બ્રાહ્મણ વૈઘ આવ્યા. એક મહિનો
ત્યાં રહીને ઉત્તમ ચિકિત્સા કરી અને અસાધ્ય કોટિમાં પહોચી ગયેલા વ્યાધિને મટાડ્યો. વ્યાધિ મટતાં આખા સંઘને આનંદ થઈ ગયો. વિધની ખેલદિલી ને ખાનદાની :
આ વૈદ્ય વૈદું કરે પણ કદી પુરસ્કાર ન લે, પોથી વાંચે તેના ઉપર જે પૈસા મુકાય તે લે પણ વૈદું માથું કરે. તેથી સંવે, તેમાંય ખાસ કરીને જશરાજભાઈએ વિચાર્યું કે, “વૈદજીએ આટલું મોટું કામ કર્યું છે તો આપણે એમને કશુંક આપવું જોઈએ. આવા વૈદ્ય મળે જ ક્યાંથી ! જો ના મળ્યા હોત તો આપણે મહારાજ સાહેબને ગુમાવ્યા હોત.”
સંઘે બહુ જ આજીજી કર્યા પછી વૈદ્યને કહ્યું, ‘તમારે કશુંક તો સ્વીકારવું જ પડશે.” વૈદ્ય એકના બે ન થયા. વૈદ્ય ચુસ્ત બ્રાહ્મણ, મહાદેવના ભક્ત, કહે, “કદી બને જ નહીં. અમે તો આ રીતે જ જીવીએ છીએ અને એમાં જ મજા છે. સંઘ અને વૈદ્ય વચ્ચે આ હા-ના હા-ના થતી રહી, વૈઘ ઊભા થયા. ત્યારે આ જશરાજ સુરચંદે સોનાનું કડું એ વૈઘના ખેસે બાંધી દીધું. વૈદ્યને શરીરે વજન જેવું લાગ્યું. વાત સમજાઈ ગઈ. દાદરો ઊતરીને નીકળ્યા ને મારવાડીના વંડથી આગળ ગયા ત્યાં થયું કે આ લપ મારે ક્યાં રાખવી ! આંબાચોકમાં મહાદેવનું મંદિર છે ત્યાં જઈને એ સોનાનું કડું શિવજીને ધરી દીધું. હવે તે શિવનિર્માલ્ય ગણાય, ઘેર ન લઈ જવાય. “મારે ઘેર લઈ જવું જ નથી. લઈ જાઉં તો આને જોઈને છોકરાંઓનાં મન બગડે, ઝગડા થાય, અમારા સંપ વિખરાઈ જાય, શાંતિ અને સુખ છીનવાઈ જાય તેવું મારે જોઈતું
નથી. '
અહો શી નિઃસ્પૃહતા ! શી નિર્લેપતા ! અત્યારે ધનની પાછળ પાગલ થયેલા માણસે આવા પ્રસંગ ખાસ વાંચવા જેવા અને વિચારવા જેવા છે.
નાનાભાઈ ભટ્ટે તેમના જીવનચરિત્રમાં પોતે લખેલો આ પ્રસંગ છે. એમના દાદાના દાદાની આ વાત છે. - પૂજયપાદ વૃદ્ધિચંદ્ર મહારાજનાં ભાવનગરમાં ૧૧ ચોમાસાં થયાં બાદ સં. ૧૯૪૯ના
વિદ્યાસાસમાં હરણકાગ ૨ વિશાખ માસમાં તેમનો કાળધર્મ થયો.
૨૧
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org