________________
'
પ્રયાણના દિવસે જ લોકો આશ્ચર્યમાં પડી ગયા. ખાનપુરથી નીકળેલા સંઘને ઘીકાંટા, પાનકોરનાકા થઈ ત્રણ દરવાજા આવતાં બે કલાક થયેલા. ઉપરથી થાળી નાખો તો નીચે ન પહોચે તેટલું માણસ. એમને થયું કે આ સામે આપણે શું જોઈ રહ્યા છીએ? સરખેજ પહોચતાં તો વ્યવસ્થાપકોને ફેરનિર્ણય કરવો પડ્યો કે તંબૂ, રાવટી, થાળી, વાટકા વગેરેની જે બે ભાગે વ્યવસ્થા કરી છે તેને બદલે તે બધી જ સામગ્રી એક સાથે ભેગી કરવી પડશે. અને એટલી જ બીજી નવી સામગ્રી મેળવવાની વ્યવસ્થા કરવી પડશે.
મહારાજ સાહેબની નિશ્રામાં થયેલાં કામો અને એનો લાભ લેનાર શ્રાવકોને જોતાં તો ઘણીવાર જગદ્ગુરુ હીરવિજયસૂરિ મહારાજની નિશ્રામાં થયેલાં કામો અને એનો લાભ લેનારા તે સમયના શ્રાવકોની યાદ આવી જાય. વ્યવસ્થાપકોને માકુભાઈ શેઠના મુખેથી વારંવારે એક જ વાત નીકળતી કે, તમારે જે નિર્ણય કરવો હોય તે કરજો. આ બાબતમાં મને પૂછશો નહિ.”
આ સંઘમાં સંપન્ન શ્રાવકોની દેખરેખ તળે એકથી વધુ સ્વતંત્ર રસોડાં ચલાવાતાં હતાં. ચીમનલાલ લાલભાઈનું રસોડું, સારાભાઈ ડાહ્યાભાઈનું રસોડું, પ્રતાપસિંહ મોહનલાલનું રસોડું બધાં અલગ અલગ. એક રસોડે જ00-500 માણસો જમે. તે ઉપરાંત કેટલાંય સાધુ-સાધ્વીજીઓ, વર્ષીતપ-આયંબિલવાળા વગેરેનો લાભ નાનાં રસોડાં હોય તેમને મળતો. આવાં કુલ ૨૧ રસોડાં હતાં.
સંઘમાં ૧૪,000 માણસો. ૮૫0 ગાડાં. તે પ્રમાણે બળદો. ધ્રાંગધ્રા સ્ટેટ અને ભાવનગર સ્ટેટનો એક એક મળી બે હાથી, હાથી પર ચાંદીની અંબાડી. સાથે દેરાસર આખું ચાંદીનું. મેરુ ચાંદીનો, ઈન્દ્રધજા ચાંદીની. આ દેરાસર આજે પણ ખાનપુરના માકુભાઈના બંગલે હયાત છે. લાલ કપડામાં પીળા રંગના અક્ષરોમાં “જૈનં જયતિ શાસનમુ” લખાયેલો ધ્વજ. જયાં સંઘનો પડાવ હોય ત્યાં એ ધ્વજ ફરકાવાતો. ઊચો એટલો કે ઘણે દૂરથી પણ ખ્યાલ આવે કે અહીં સંઘનો પડાવ છે. સંઘના પડાવને “મનસુખનગર” એવું નામ અપાતું.
સંઘ કોર્ટ સુધી પહોંચ્યો ત્યાં સુધીમાં બધી સામગ્રીની વ્યવસ્થા બરાબર ગોઠવાઈ ગઈ. સંઘ લીમડી, ગોડલને રસ્તે આગળ વધ્યો.
જયારે સંઘ ગોડલ ગયો. ત્યાં સમાચાર મળ્યા કે આવતી કાલે પ્રવેશ વેળાએ એકએક યાત્રિકનો મુંડકાવેરો લેવામાં આવશે. મહારાજ સાહેબે કહ્યું કે, “અમે તમામ
ઐતિહાસિક કાર્યા-૨ : ૬
૮૧
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org