Page #1
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રવચન રત્નાકર [ ભાગ-૩]
પરમ પુજ્ય ગુરુદેવ શ્રી કાનજી સ્વામીનાં શ્રી સમયસાર પરમાગમ ઉપર અઢારમી વખત થયેલાં
પ્રવચનો
: પ્રકાશક : શ્રી કુંદકુંદ કહાન પરમાગમ ટ્રસ્ટ
મુંબઈ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #2
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
Thanks & our Request
This shastra has been kindly donated by Chandrikaben Dilip Shah, London, UK who has paid for it to be "electronised" and made available on the internet.
Our request to you:
1) We have taken great care to ensure this electronic version of the Gujarati Pravachan Ratnakar, Part 3 is a faithful copy of the paper version. However if you find any errors please inform us on rajesh@AtmaDharma.com so that we can make this beautiful work even more accurate.
2) Keep checking the version number of the on-line shastra so that if corrections have been made you can replace your copy with the corrected one.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #3
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.Atma Dharma.com for updates
Version Date
Number
001.a
22 April 2002
Version History
Changes
Updated "Thanks & our Request" page to include link to donation page.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #4
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રવચન રત્નાકર [ ભાગ-૩]
પરમ પુજ્ય ગુરુદેવ શ્રી કાનજી સ્વામીના શ્રી સમયસાર પરમાગમ ઉપર અઢારમી વખત થયેલાં
પ્રવચનો
S
F
)
: પ્રકાશક : શ્ર કુંદકુંદ કાન પરમાગમ ટ્રસ્ટ
મુંબઈ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #5
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રાપ્તિસ્થાન : શ્રી દિગંબર જૈન સવાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ-૩૬૪ ૨૫૦ શ્રી દિગંબર જૈન મુમુક્ષુ મંડળ, ૧૭૩/૭૫ મુંબાદેવી રોડ, મુંબઈ-૪૦૦ ૦૦૨
પ્રથમ આવૃત્તિ પ્રત : ૫OOO મુલ્ય: ૬-૦૦
મુદ્રક : પ્રવિણચંદ્ર હું. શાહ તથા મગનલાલ જૈન અજિત મુદ્રણાલય સોનગઢ (સૌરાષ્ટ્ર)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #6
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
મૃત* *વરમાં મૂહોએલો એવો | અમૃત આનંદ સ્વરૂપ આ તમ. ખતાત૨
ન જ૨ ૫૭. ક૨તો નથી. પોત ( ત૨ફ નજ, ક૨તાં સુખ ૨૫ અમૃતવી ર્ન૨લા પૂ ક્ષે સમુદ તન નિહાળતા, જાતાં, અબ લાતાં, દ ખત. માનતા અને તેમાં રિધિ. જતાં તૃપ્ત થઇ
પરમોપકારી પરમપુજ્ય ગુરુદેવ શ્રી કાનજી સ્વામીના
હસ્તાક્ષર (awaiting confirmation)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #7
--------------------------------------------------------------------------
________________
Version 001,a: remember to check h††p://www.AtmaDharma.com for updates
૫૨મોપકારી પરમપુજ્ય ગુરુદેવ શ્રી કાનજી સ્વામી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #8
--------------------------------------------------------------------------
________________
Version 001,a: remember to check h††p://www.AtmaDharma.com for updates
પ્રકાશકીય નિવેદન
मंगलं भगवान वीरो मंगलं गौतमोगणी ।
मंगलं कुंदकुंदार्यो जैनधर्मोऽस्तु मंगलम्।।
પ્રારંભિક :
૫૨મ દેવાધિદેવ જિનેશ્વરદેવ શ્રી વર્ધમાનસ્વામી, ગણધરદેવ શ્રી ગૌતમસ્વામી તથા આચાર્ય ભગવાન શ્રી કુંદકુંદદેવને અત્યંત ભક્તિ સહિત નમસ્કાર.
એ તો સુવિદિત છે કે અંતિમ તીર્થંકર ભગવાન શ્રી વર્ધમાનસ્વામીની દિવ્યધ્વનિનો સાર આચાર્ય શ્રી કુંદકુંદદેવપ્રણીત સમયસાર, પ્રવચનસાર, નિયમસાર, પંચાસ્તિકાય આદિ પરમાગમોમાં ઠાંસી ઠાંસીને ભરેલો છે. ભવ્યજીવોના સદ્દભાગ્યે આજે પણ આ પરમાગમો શ્રી અમૃતચંદ્રાચાર્ય આદિ મહાન દિગ્ગજ આચાર્યોની ટીકા સહિત ઉપલબ્ધ છે. વળી વિશેષ મહાભાગ્યની વાત તો એ છે કે સાંપ્રતકાળમાં આ ૫૨માગમોનાં ગૂઢ રહસ્યો સમજવાની જીવોની યોગ્યતા મંદતર થતી જાય છે. તેવા સમયમાં જૈનશાસનના નભોમંડળમાં એક મહાપ્રતાપી પુરુષ પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામી-જેમને યુગપુરુષ કહી શકાય, તેવા સત્પુરુષનો યોગ થયો છે. પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામી આજે છેલ્લાં ૪૫ વર્ષોથી ઉપ૨ોક્ત ૫૨માગમોમાં પ્રતિપાદિત જૈનધર્મના મૂળ સિદ્ધાંતોને અતિસ્પષ્ટ, શીતળ અને પરમ શાંતિપ્રદાયક પ્રવચન-ગંગા દ્વારા રેલાવી રહ્યા છે. આ પવિત્ર પ્રવચનગંગામાં અવગાહન પામીને અનેક ભવ્ય આત્માઓને જૈનધર્મની પ્રાપ્તિ થઈ છે, તેમ જ અનેક જીવો જૈનધર્મના ગંભીર રહસ્યોને સમજતા થયા છે અને માર્ગાનુસારી બન્યા છે. આ રીતે પૂજ્ય ગુરુદેવનો જૈનસમાજ ઉપ૨ અનુપમ, અલૌકિક અનંત ઉપકાર છે તેઓશ્રિના ઉપકારનો અહોભાવ નીચેની પંક્તિઓ દ્વારા પ્રત્યેક મુમુક્ષુઓ વ્યક્ત કરે છે
અહો ! ઉ૫કા૨ જિનવરનો કુંદનો ધ્વનિ દિવ્યનો, જિન-કુંદધ્વનિ આપ્યા અહો ! તે ગુરુ કહાનનો.
પુણ્યપ્રસંગનું સૌભાગ્ય :
સંવત ૨૦૩૪ની દીપાવલિ પ્રસંગે મુંબઈ મુમુક્ષુ મંડળના સભ્યો પૂજ્ય ગુરુદેવશ્રી પાસે ૯૦મી જન્મજયંતી મુંબઈમાં ઉજવાય તે માટે અનુમતિ પ્રાપ્ત કરવા વિનંતી કરવા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #9
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
માટે સોનગઢ આવેલા ત્યારે કેટલાક સભ્યોને પોતાના સ્વાધ્યાયના લાભના હેતુથી પૂજ્ય ગુરુદેવશ્રીના શ્રી સમયસાર પરમાગમ ઉપર અઢારમી વાર થયેલ સાતિશય પ્રવચનો (સને ૧૯૭૫, ૧૯૭૬, ૧૯૭૭ માં) પ્રસિદ્ધ કરવાનો મંગળ વિચાર આવ્યો. આ વિચાર મંડળના સૌ સભ્યોએ પ્રમોદથી આવકાર્યો અને પ્રસિદ્ધ અધ્યાત્મપ્રવક્તા, ધર્માનુરાગી મુરબ્બી શ્રી લાલચંદભાઈની પણ આ સુંદર કાર્ય માટે મંડળને પ્રોત્સાહિત કરતી શુભપ્રેરણા મળી. આ રીતે મુંબઈના મુમુક્ષુમંડળને પૂજ્ય ગુરુદેવશ્રીના અઢારમી વારના પરમાગમ શ્રી સમયસાર ઉપર થયેલા અનુભવરસમંડિત, પરમકલ્યાણકારી, આત્મહિતસાધક પ્રવચનો પ્રકાશિત કરવાના આ પુનિત પ્રસંગનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે તે અત્યંત હર્ષ અને ઉલ્લાસનું કારણ છે.
પ્રકાશનનો હેતુ :
આ પ્રવચનોના પ્રકાશનનો મૂળ હેતુ તો નિજસ્વાધ્યાયનો લાભ થાય તે જ છે. તઉપરાંત સૌ જિજ્ઞાસુ ભાઈ-બહેનોને પૂજ્ય ગુરુદેવશ્રીનાં શ્રી સમયસાર ઉપરના સળંગ સર્વ પ્રવચનો સાક્ષાત્ સાંભળવાનો લાભ પ્રાપ્ત ન થઈ શક્યો હોય તે સંભવિત છે. તેથી આ ગ્રંથમાળામાં ક્રમશઃ આદિથી અંત સુધીનાં પૂરાં પ્રવચનોને સમજવાનો કાયમી અને સર્વકાલિક લાભ મળી રહે તે હેતુથી પૂજ્ય ગુરુદેવશ્રીની અધ્યાત્મરસઝરતી અમૃતમયી વાણીના સ્વાધ્યાય દ્વારા નિરંતર મુમુક્ષુ જીવોને આત્મહિતની પ્રેરણા મળતી રહેશે, તેવો આશય પણ આ પ્રકાશનનું પ્રેરકબળ છે.
વળી આ પંચમકાળના પ્રવાહમાં ક્રમશઃ જીવોનો ક્ષયોપશમ મંદતર થતો જાય છે તેથી પરમાગમમાં રહેલા સૂક્ષ્મ અને ગંભીર રહસ્યો સ્વયં સમજવાં ઘણાં જ કઠિન છે. આ પરિસ્થિતિમાં પૂજ્ય ગુરુદેવશ્રીએ સાદી અને સરળ ભાષામાં સ્પષ્ટ કરેલાં પંચનો લેખબદ્ધ કરીને પુસ્તકારૂઢ કરવામાં આવે તો ભાવી પેઢીને પણ શ્રી સમયસાર પરમાગમનાં અતિગૂઢ રહસ્યો સમજવામાં સરળતાપૂર્વક સહાયરૂપ બની રહેશે અને તે રીત જિનોક્ત તત્ત્વજ્ઞાન અને તેની સ્વાધ્યાયપરંપરા તેના યથાર્થ સ્વરૂપમાં જળવાઈ રહેશે તેમ જ તે દ્વારા અનેક ભવ્યજીવોને પોતાનું આત્મકલ્યાણ સાધવામાં મહાન પ્રેરણા પ્રાપ્ત થશે તેવા વિચારના બળે પૂજ્ય ગુરુદેવશ્રીના શ્રી સમયસાર ઉપરાંત બીજા પણ અનેક પરમાગમો ઉપર થયેલ પ્રવચનો પ્રકાશિત કરવાની ભાવના છે અને તે ભાવનાવશ આ ટ્રસ્ટની રચના થઈ છે. ઉપરોક્ત હેતુથી આ ટ્રસ્ટનો જન્મ થયો છે અને પૂજ્ય ગુરુદેવનાં હજારો પ્રવચનો પ્રસિદ્ધ કરવાનો જ મુખ્ય ઉદ્દેશ આ ટ્રસ્ટમાં રાખવામાં આવેલ છે.
આ પ્રસંગે સ્વ. શ્રી સોગાનીજીનું એક વચન સાકાર થશે તેવું ભાસે છે. તેમણે કહ્યું છે કે પૂજ્ય ગુરુદેવશ્રીથી ધર્મનો જે આ પાયો નંખાયો છે તે પંચમકાળના અંત
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #10
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સુધી રહેશે. તદુપરાંત પૂજ્ય બહેનશ્રીનાં વચનામૃત . ૨૭ માં ઉલ્લેખ છે કે “તેમનો (પૂજ્ય ગુરુદેવશ્રીનો) મહિમા આજે તો ગવાય છે પરંતુ હજારો વર્ષ સુધી ગવાશે.” ખરેખર જ્ઞાનીઓના નિર્મળ શ્રુતજ્ઞાનમાં ભાવિપ્રસંગો કેવળજ્ઞાનવત્ પ્રતિભાસે છે, કારણ કે આ ટ્રસ્ટની યોજના પૂજ્ય ગુરુદેવશ્રીના પાંચ પરમાગમો ઉપર થયેલા પ્રવચનો ઉપરાંત બીજા પણ અનેક શાસ્ત્રો ઉપર થયેલાં પ્રવચનો ક્રમશ: પ્રસિદ્ધ કરવાની ભાવના સમાહિત છે. એ રીતે હજારો પ્રવચનોનું સંકલન પ્રથમ સંસ્કરણમાં જ અનેક ગ્રંથો રૂપે પુસ્તકારૂઢ થશે અને તેવા પ્રત્યેક પુસ્તકોનું સંસ્કરણ (આવૃત્તિ) હજારોની સંખ્યામાં રહેશે. એ રીતે હિંદી અને ગુજરાતી ભાષામાં તાત્કાલિક પ્રકાશન થતાં પુસ્તકોની સંખ્યા લાખોમાં થવા જાય છે અને તેની પરંપરા ચાલે તો ઉપરોક્ત જ્ઞાનીઓનાં વચનો સિદ્ધ થવાનું પ્રત્યક્ષ જણાઈ આવે છે.
કાર્યવાહી :
શ્રી સમયસાર પરમાગમ ઉપરનાં પૂજ્ય ગુરુદેવશ્રીના અઢારમી વખતના થયેલ મંગળ પ્રવચનો તે સમયે ટેપરેકોર્ડર ઉપર અંકિત કરી લેવામાં આવ્યાં હતાં. આ ધ્વનિમુદ્રિત પ્રવચનો ટેપ ઉપરથી સાંભળીને ક્રમશ: લેખબદ્ધ કરવામાં આવ્યાં છે. એક જ ટેપને વારંવાર સાંભળીને લેખન કરવામાં આવેલ છે. તેમ છતાં તેમાં કાંઈ ત્રુટિ રહી જવા ન પામે તે હેતુથી લખનાર સિવાય તપાસનારે ફરીથી સઘળાં પ્રવચનો ટેપ ઉપરથી સાંભળીને તેની ચકાસણી કરેલ છે. આ પ્રમાણે તૈયાર થયેલા પ્રવચનોના યથાયોગ્ય સુસંગત ફકરા પાડી તેને ફરીથી ભાઈશ્રી રમણલાલ માણેકલાલ શાહે લિપિબદ્ધ કરી આપેલ છે. તથા લિપિબદ્ધ થયેલાં પ્રવચનોની પણ છેલ્લે વિદ્વાન ભાઈશ્રી ડો. ચંદુભાઈ દ્વારા પૂરતી ચકાસણી કરવામાં આવેલ છે. આ રીતે પૂજ્ય ગુરુદેવશ્રીનાં પ્રવચનોમાં વ્યક્ત થયેલ ભાવો સારી રીતે યથાસ્થિત જળવાઈ રહે તેની પૂરેપૂરી કાળજી લેવામાં આવી છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #11
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
- અનુક્રમણિકા :
પૃષ્ઠક
ગાથા/કળશ કળશ-૩૩ ગાથા-૩૯ થી ૪૩ ગાથા-૪૪ કળશ-૩૪ ગાથા-૪૫ ગાથા-૪૬ ગાથા-૪૭-૪૮ ગાથા-૪૯ કળશ-૩પ કળશ-૩૬ ગાથા-૫૦ થી ૧૫ કળશ-૩૭ ગાથા-૫૬ ગાથા-પ૭ ગાથા-પ૮ થી ૬૦ ગાથા-૬૧ ગાથા-૬૨ ગાથા-૬૩-૬૪ ગાથા-૬૫-૬૬ કળશ-૩૮-૩૯ ગાથા-૬૭ કળશ-૪) ગાથા-૬૮ કળશ-૪૧ થી ૪૫
પ્રવચન નંબર ८७-८८ ૮૭-૮૮ ૮૯ થી ૯૧ ૮૯ થી ૯૧ ૯૨ ૯૩-૯૪ ८४ ૯૪ થી ૯૯ ૯૪ થી ૯૯ ૯૪ થી ૯૯ ૯૯ થી ૧૦૪ ૯૯ થી ૧૦૪ ૧૦૫ ૧૦૫ ૧/૬ ૧૦૭ ૧૩૫-૧૩૬ (૧૯મી વારનાં) ૧૩૭ ૧૦૮-૧૦૯ ૧૦૮–૧/૯
૧૩ર.
૧૩૭ ૧૫૦ ૧૫૪ ૧૬૨
૧૭૨
૧૧) ૧૧૦
૧૭૩ ૧૯) ૧૯૧ ૨OO ૨૦૧
૧૧૦ ૧૧૧ થી ૧૧૫ ૧૩૯ થી ૧૪૧ (૧૯મી વારનાં)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #12
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
CHANGES MADE TO THIS DOCUMENT COMPARED TO THE PAPER
VERSION WITH EXPLANATION
#
Shastra સમયસાર પ્રવચન રત્નાકર
Content ववहारेण दु उच्चदि तत्थेको णिग्गदो राया।। ४७ ।। | ववहारेण दु वुच्चदि तत्थेक्को णिग्गदो राया।। ४७।।
સમયસાર
ત્યમ સર્વ અધ્યવસાન આદિ અન્યભાવો જીવ છે, -સૂત્રે કર્યો વ્યવહાર, પણ ત્યાં જીવ નિશ્ચય એક છે ૪૮. | એમ સર્વ અધ્યવસાન આદિ અન્યભાવો જીવ છે, -સૂત્રે કર્યો વ્યવહાર, પણ ત્યાં જીવ નિશ્ચય એક છે. ૪૮.
પ્રવચન રત્નાકર
સમયસાર પ્રવચન રત્નાકર
कलयत परमात्मात्मानमात्मन्यनन्तम।। ३५ ।। | कलयतु परमात्मात्मानमात्मन्यनन्तम्।। ६५।।।
સમયસાર
એમ વર્ણ દેખી જીવમાં કર્મો અને નોકર્મનો, ભાખે જિનો વ્યવહારથી “આ વર્ણ છે આ જીવનો'. ૫૯. ત્યમ વર્ણ દેખી જીવમાં કર્મો અને નોકર્મનો, ભાખે જિનો વ્યવહારથી “આ વર્ણ છે આ જીવનો'. ૫૯.
પ્રવચન રત્નાકર
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #13
--------------------------------------------------------------------------
________________
Version 001,a: remember to check htÎp://www.AtmaDharma.com for updates
परमात्मने नमः।
શ્રીમદભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત
શ્રી
સમયસાર
ઉપ૨
૫૨મ પૂજ્ય સદ્ગુરુદેવ શ્રી કાનજીસ્વામીનાં પ્રવચનો
श्रीमदमृतचन्द्रसूरिकृता आत्मख्यातिः।
જીવ-અજીવ અધિકાર
अथ जीवाजीवावेकीभूतौ प्रविशतः ।
(શાર્દૂનવિદ્રીડિત)
जीवाजीवविवेकपुष्कलदृशा प्रत्याययत्पार्षदान् आसंसारनिबद्धबन्धनविधिध्वंसाद्विशुद्धं स्फुटत् ।
હવે જીવદ્રવ્ય અને અજીવદ્રવ્ય-એ બન્ને એક થઈને રંગભૂમિમાં પ્રવેશ કરે છે.
ત્યાં શરૂઆતમાં મંગળના આશયથી (કાવ્ય દ્વારા) આચાર્ય જ્ઞાનનો મહિમા કરે છે કે સર્વ વસ્તુઓને જાણનારું આ જ્ઞાન છે તે જીવ-અજીવના સર્વ સ્વાંગોને સારી રીતે પિછાણે છે. એવું (સર્વ સ્વાંગોને પિછાણનારું) સમ્યજ્ઞાન પ્રગટ થાય છે–એ અર્થરૂપ કાવ્ય કહે છેઃ
શ્લોકાર્થ:- [ જ્ઞાનં] જ્ઞાન છે તે [મનો દાવયત્] મનને આનંદરૂપ કરતું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #14
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રવચન રત્નાકર ભાગ-૩
आत्माराममनन्तधाम महसाध्यक्षेण नित्योदितं धीरोदात्तमनाकुलं विलसति ज्ञानं मनो हादयत्।। ३३ ।।
अप्पाणमयाणंता मूढा दु परप्पवादिणो केई। जीवं अज्झवसाणं कम्मं च तहा परूवेंति।। ३९ ।।
अवरे अज्झवसाणेसु तिव्वमंदाणुभागगं जीवं। मण्णंति तहा अवरे णोकम्मं चावि जीवो त्ति।। ४० ।।
[ વિસતિ] પ્રગટ થાય છે. કેવું છે તે? [પાર્ષવાન] જીવ-અજીવના સ્વાંગને જોનારા મહાપુરુષોને [ નીવ નીવ-વિવે–પુર્ન—દશા] જીવ-અજીવનો ભેદ દેખનારી અતિ ઉજ્વળ નિર્દોષ દષ્ટિ વડે [ પ્રત્યાયયત ] ભિન્ન દ્રવ્યની પ્રતીતિ ઉપજાવી રહ્યું છે; [સાસંસાર– નિવર્લ્ડ–વશ્વન–વિધિ–āસા ] અનાદિ સંસારથી જેમનું બંધન દઢ બંધાયું છે એવાં જ્ઞાનાવરણાદિ કર્મોના નાશથી [ વિશુદ્ધ] વિશુદ્ધ થયું છે, [૮] ફૂટ થયું છે-જેમ ફૂલની કળી ખીલે તેમ વિકાસરૂપ છે. વળી તે કેવું છે? [બત્મ—મારામ] જેનું રમવાનું ક્રીડાવન આત્મા જ છે અર્થાત્ જેમાં અનંત યોના આકાર આવીને ઝળકે છે તો પણ પોતે પોતાના
સ્વરૂપમાં જ રમે છે; [ગનન્તધામ] જેનો પ્રકાશ અનંત છે; [અધ્યક્ષે મહા નિત્ય] પ્રત્યક્ષ તેજથી જે નિત્ય ઉદયરૂપ છે. વળી કેવું છે? [વીરોવાર્] ધીર છે, ઉદાત્ત (ઉચ્ચ ) છે અને તેથી [બનાd] અનાકુળ છે–સર્વ ઇચ્છાઓથી રહિત નિરાકુળ છે. (અહીં ધીર, ઉદાત્ત, અનાકુળ-એ ત્રણ વિશેષણો શાંતરૂપ નૃત્યનાં આભૂષણ જાણવાં.) એવું જ્ઞાન વિલાસ કરે છે.
ભાવાર્થ- આ જ્ઞાનનો મહિમા કહ્યો. જીવ-અજીવ એક થઈ રંગભૂમિમાં પ્રવેશ કરે છે તેમને આ જ્ઞાન જ ભિન્ન જાણે છે. જેમ નૃત્યમાં કોઈ સ્વાંગ આવે તેને જે યથાર્થ જાણે તેને સ્વાંગ કરનારો નમસ્કાર કરી પોતાનું રૂપ જેવું હોય તેવું જ કરી લે છે તેવી રીતે અહીં પણ જાણવું. આવું જ્ઞાન સમ્યગ્દષ્ટિ પુરુષોને હોય છે; મિથ્યાદષ્ટિ આ ભેદ જાણતા નથી. ૩૩.
હવે જીવ-અજીવનું એકરૂપ વર્ણન કરે છે -
કો મૂઢ, આત્મતણા અજાણ, પરાત્મવાદી જીવ જે, છે કર્મ, અધ્યવસાન તે જીવ’ એમ એ નિરૂપણ કરે! ૩૯.
વળી કોઈ અધ્યવસાનમાં અનુભાગ તીક્ષણ-મંદ જે, એને જ માને આતમા, વળી અન્ય કો નોકર્મને! ૪૦.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #15
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૯ થી ૪૩ ]
कम्मस्सुदयं जीवं अवरे कम्माणुभागमिच्छंति। तिव्वत्तणमंदत्तणगुणेहिं जो सो हवदि जीवो।। ४१ ।। जीवो कम्मं उहयं दोण्णि वि खलु केइ जीवमिच्छंति। अवरे संजोगेण दु कम्माणं जीवमिच्छंति।।४२ ।। एवंविहा बहुविहा परमप्पाणं वदंति दुम्मेहा। ते ण परमट्ठवादी णिच्छयवादीहिं णिहिट्ठा।। ४३ ।।
आत्मानमजानन्तो मूढास्तु परात्मवादिनः केचित्। जीवमध्यवसानं कर्म च तथा प्ररूपयन्ति।। ३९ ।।
अपरेऽध्यवसानेषु तीव्रमन्दानुभागगं जीवम्। मन्यन्ते तथाऽपरे नोकर्म चापि जीव इति।।४० ।।
कर्मण उदयं जीवमपरे कर्मानुभागमिच्छन्ति। तीव्रत्वमन्दत्वगुणाभ्यां यः स भवति जीवः।। ४१ ।।
કો અન્ય માને આતમા કર્મોતણા વળી ઉદયને, કો તીવ્રમંદ-ગુણોસહિત કર્મોતણા અનુભાગને! ૪૧.
કો કર્મ ને જીવ ઉભયમિલને જીવની આશા ધરે, કર્મોતણા સંયોગથી અભિલાષ કો જીવની કરે! ૪૨.
દુર્બુદ્ધિઓ બહુવિધ આવા, આતમા પરને કહે, તે સર્વને પરમાર્થવાદી કહ્યા ન નિશ્ચયવાદીએ. ૪૩.
uथार्थ:- [आत्मानम् अजानन्तः] मात्माने नहि त था [परात्मवादिनः] ५२ने मात्म। हेना। [ केचित् मूढाः तु] ओ भूट, मोही, सशानीमो तो [ अध्यवसानं] अध्यवसानने [ तथा च] भने ओ [ कर्म] भने [जीवम् प्ररूपयन्ति ] ७५ हे छ. [ अपरे] बी छ [अध्यवसानेषु ] मध्यवसानोमा [ तीव्रमन्दानुभागगं] तामह अनुमागणतने [जीवं मन्यन्ते] ५ माने छ [ तथा] भने [अपरे] बी20 ओछ [ नोकर्म अपि च] नोभने [ जीवः इति] ५ भान छ. [अपरे ] अन्य छ [कर्मण: उदयं] भन। त्यने [ जीवम् ]
4. माने थे, ओछ [यः] ४ [ तीव्रत्वमन्दत्वगुणाभ्यां ]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #16
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
*
T
[ પ્રવચન રત્નાકર ભાગ-૩
जीवकर्मोभयं द्वे अपि खलु केचिज्जीवमिच्छन्ति। अपरे संयोगेन तु कर्मणां जीवमिच्छन्ति।। ४२ ।।
एवंविधा बहविधाः परमात्मानं वदन्ति दर्मेधसः। ते न परमार्थवादिनः निश्चयवादिभिर्निर्दिष्टाः।। ४३ ।।
તીવ્રમંદપણારૂપ ગુણોથી ભેદને પ્રાપ્ત થાય છે [ :] તે [નીવ: મવતિ] જીવ છે” એમ [ 5નુમાન્] કર્મના અનુભાગને [ઋત્તિ] જીવ ઇચ્છે છે (માને છે). [વવિ] કોઈ [ નીવવમયં] જીવ અને કર્મ [ પિ 7] બને મળેલાંને જ [ નીવન ઋત્તિ] જીવ માને છે [ તુ] અને [પરે ] અન્ય કોઈ [ર્મનાં સંયોગોન] કર્મના સંયોગથી જ [ નીવમ્ રૂછત્તિ] જીવ માને છે. [વંવિધા: ] આ પ્રકારના તથા [ વહુવિધા: ] અન્ય પણ ઘણા પ્રકારના [ સુધસ:] દુર્બુદ્ધિઓ-મિથ્યા-દષ્ટિઓ [૫રમ્] પરને [માત્માનં] આત્મા [વન્તિ] કહે છે. [તે] તેમને [ નિશ્ચયવનિમ:] નિશ્ચયવાદીઓએ (-સત્યાર્થવાદીઓએ) [ પરમાર્થવાનિ:] પરમાર્થવાદી (-સત્યાર્થ કહેનારા ) [ન નિર્વિણા:] કહ્યા નથી.
ટીકાઃ- આ જગતમાં આત્માનું અસાધારણ લક્ષણ નહિ જાણવાને લીધે નપુંસકપણે અત્યંત વિમૂઢ થયા થકા, તાત્ત્વિક (પરમાર્થ ભૂત) આત્માને નહિ જાણતા એવા ઘણા અજ્ઞાની જનો બહુ પ્રકારે પરને પણ આત્મા કહે છે, બકે છે. કોઈ તો એમ કહે છે કે સ્વાભાવિક અર્થાત્
સ્વયમેવ ઉત્પન્ન થયેલા રાગદ્વેષ વડે મેલું જે અધ્યવસાન (અર્થાત્ મિથ્યા અભિપ્રાય સહિત વિભાવપરિણામ) તે જ જીવ છે કારણ કે જેમ કાળાપણાથી અન્ય જુદો કોઈ કોલસો જોવામાં આવતો નથી તેમ એવા અધ્યવસાનથી જુદો અન્ય કોઈ આત્મા જોવામાં આવતો નથી. ૧. કોઈ કહે છે કે અનાદિ જેનો પૂર્વ અવયવ છે અને અનંત જેનો ભવિષ્યનો અવયવ છે એવી જે એક સંસરણરૂપ (ભ્રમણરૂપ) ક્રિયા તે રૂપે ક્રિીડા કરતું જે કર્મ તે જ જીવ છે કારણ કે કર્મથી અન્ય જાદો કોઈ જીવ જોવામાં આવતો નથી. ૨. કોઇ કહે છે કે તીવ્ર-મંદ અનુભવથી ભેદરૂપ થતાં, દુરંત (જેનો અંત દૂર છે એવા) રાગરૂપ રસથી ભરેલાં અધ્યવસાનોની જે સંતતિ (પરિપાટી) તે જ જીવ છે કારણ કે તેનાથી અન્ય જુદો કોઈ જીવ દેખવામાં આવતો નથી. ૩. કોઇ કહે છે કે નવી ને પુરાણી અવસ્થા ઇત્યાદિ ભાવે પ્રવર્તતું જે નોકર્મ તે જ જીવ છે કારણ કે શરીરથી અન્ય જુદો કોઈ જીવ જોવામાં આવતો નથી. ૪. કોઈ એમ કહે છે કે સમસ્ત લોકને પુણ્યપાપરૂપે વ્યાપતો જે કર્મનો વિપાક તે જ જીવ છે કારણ કે શુભાશુભ ભાવથી અન્ય જુદો કોઈ જીવ જોવામાં આવતો નથી. ૫. કોઈ કહે છે કે શાતા-અશાતારૂપે વ્યાપ્ત જે સમસ્ત તીવ્રમંદ–ગુણો તે વડે ભેદરૂપ થતો જે કર્મનો અનુભવ તે જ જીવ છે કારણ કે સુખ-દુઃખથી અન્ય જાદો કોઈ જીવ દેખવામાં આવતો નથી. ૬. કોઈ કહે છે કે શિખંડની
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #17
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૯ થી ૪૩ ]
[ ૫
જેમ ઉભયરૂપ મળેલાં જે આત્મા અને કર્મ, તે બને મળેલાં જ જીવ છે કારણ કે સમસ્તપણે ( સંપૂર્ણપણે ) કર્મથી અન્ય જાદો કોઈ જીવ જોવામાં આવતો નથી. ૭. કોઈ કહે છે કે અર્થક્રિયામાં (પ્રયોજનભૂત ક્રિયામાં) સમર્થ એવો જે કર્મનો સંયોગ તે જ જીવ છે કારણ કે જેમ આઠ લાકડાંના સંયોગથી અન્ય જુદો કોઈ ખાટલો જોવામાં આવતો નથી તેમ કર્મના સંયોગથી અન્ય જાદો કોઈ જીવ જોવામાં આવતો નથી. (આઠ લાકડાં મળી ખાટલો થયો ત્યારે અર્થક્રિયામાં સમર્થ થયો; તે રીતે અહીં પણ જાણવું.) ૮. આ પ્રમાણે આઠ પ્રકાર તો આ કહ્યા અને એવા એવા અન્ય પણ અનેક પ્રકારના દુબુદ્ધિઓ (અનેક પ્રકારે) પરને આત્મા કહે છે; પરંતુ તેમને પરમાર્થના જાણનારાઓ સત્યાર્થવાદી કહેતા નથી.
ભાવાર્થ- જીવ-અજીવ બને અનાદિથી એકક્ષેત્રાવગાહસંયોગરૂપ મળી રહ્યાં છે અને અનાદિથી જ જીવની પુદ્ગલના સંયોગથી અનેક વિકારસહિત અવસ્થાઓ થઈ રહી છે. પરમાર્થદષ્ટિએ જોતાં, જીવ તો પોતાના ચૈતન્યત્વ આદિ ભાવોને છોડતો નથી અને પુદ્ગલ પોતાના મૂર્તિક જડત્વ આદિને છોડતું નથી. પરંતુ જે પરમાર્થને જાણતા નથી તેઓ સંયોગથી થયેલા ભાવોને જ જીવ કહે છે; કારણ કે પરમાર્થે જીવનું સ્વરૂપ પુદ્ગલથી ભિન્ન સર્વજ્ઞને દેખાય છે તેમ જ સર્વશની પરંપરાના આગમથી જાણી શકાય છે, તેથી જેમના મતમાં સર્વજ્ઞ નથી તેઓ પોતાની બુદ્ધિથી અનેક કલ્પના કરી કહે છે. તેમાંથી વેદાંતી, મીમાંસક, સાંખ્ય, યોગ, બૌદ્ધ, નૈયાયિક, વૈશેષિક, ચાર્વાક આદિ મતોના આશય લઈ આઠ પ્રકાર તો પ્રગટ કહ્યા; અને અન્ય પણ પોતપોતાની બુદ્ધિથી અનેક કલ્પના કરી અનેક પ્રકારે કહે છે તે કયાં સુધી કહેવા?
હવે જીવદ્રવ્ય અને અજીવદ્રવ્ય-એ બન્ને એક થઈને રંગભૂમિમાં પ્રવેશ કરે છે. ત્યાં શરૂઆતમાં મંગળના આશયથી ( કાવ્ય દ્વારા) આચાર્ય જ્ઞાનનો મહિમા કરે છે કે સર્વ વસ્તુઓને જાણનારું આ જ્ઞાન છે તે જીવ-અજીવના સર્વ સ્વાંગોને સારી રીતે પિછાણે છે. એવું ( સર્વ સ્વાંગોને પિછાણનારું) સમ્યજ્ઞાન પ્રગટ થાય છે–એ અર્થરૂપ કાવ્ય કહે છે –
* સમયસાર કળશ ૩૩: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *
જ્ઞાન કેવું પ્રગટ થાય છે? તો કહે છે કે “જ્ઞાન મનો ફ્રીયંત વિસતિ' જ્ઞાન છે તે મનને આનંદરૂપ કરતું પ્રગટ થાય છે. અહીં જ્ઞાન અને આનંદ એમ મુખ્ય બેની વાત કરી છે. જ્ઞાન કહેતાં જે જીવ-શુદ્ધજીવ તેની (સમ્યજ્ઞાનરૂપ) અવસ્થા મનને એટલે આત્માને આનંદરૂપ કરતી પ્રગટ થાય છે. જ્ઞાન પ્રગટ થતાં સાથે (અતીન્દ્રિય ) આનંદ હોય તો તેને જ્ઞાન કહીએ. જ્ઞાન પ્રગટ થયાની આ મુખ્ય નિશાની છે. (અતીન્દ્રિય આનંદનો અનુભવ ન હોય તો જ્ઞાનનું પ્રગટવું પણ હોતું નથી.)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #18
--------------------------------------------------------------------------
________________
Version 001,a: remember to check h††p://www.AtmaDharma.com for updates
૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૩
હવે કહે છે-કેવું છે તે જ્ઞાન ? ‘પાર્થવાન નીવ-ગળીવ-વિવે-પુષ્ણન-દશા પ્રત્યાયયત્’ જીવ-અજીવના સ્વાંગને જોનારા મહાપુરુષોને જીવ-અજીવનો ભેદ દેખનારી અતિ ઉજ્જ્વળ નિર્દોષ દષ્ટિ વડે ભિન્ન દ્રવ્યની પ્રતીતિ ઉપજાવી રહ્યું છે. ભગવાન આત્મા ત્રિકાળ એકરૂપ અખંડ જ્ઞાન અને આનંદનું નિધાન છે. એ ચૈતન્યસ્વભાવની જે દષ્ટિ પ્રગટ થઈ અર્થાત્ નિજ નિધાનને જોનારી જે દષ્ટિ થઈ તે અતિ ઉજ્જ્વળ અને નિર્મળ દષ્ટિ છે. એ દૃષ્ટિ જીવ-અજીવને ભિન્ન ભિન્ન કરી દેખે છે. આવી નિર્મળ દષ્ટિ વડે પ્રાપ્ત થયેલું જ્ઞાન ગણધરાદિ સંત-મહંતોને જીવ અને અજીવ ભિન્ન દ્રવ્યો છે એવી યથાર્થ પ્રતીતિ ઉપજાવી રહ્યું છે. અચેતન શરીર અને રાગાદિથી ચૈતન્યધામ પ્રભુ આત્મા ભિન્ન છે એમ તે જ્ઞાન સુસ્પષ્ટ બતાવી રહ્યું છે.
વળી, ‘ આસંસાર-નિવૃદ્ધ-વન્ધન-વિધિ-ધ્વંસાત્ વિશુદ્ધ ત્' અનાદિ સંસારથી જેમનું બંધન દઢ બંધાયું છે એવાં જ્ઞાનાવરણાદિ કર્મોના નાશથી જે વિશુદ્ધ થયું છે, સ્ફુટ થયું છે-જેમ ફૂલની કળી ખીલે તેમ જે વિકાસરૂપ છે. આવું આઠેય કર્મથી અને આઠે કર્મના નિમિત્તથી થતા ભાવોથી રહિત, ભગવાન આત્માના શુદ્ધ ચૈતન્ય-સ્વભાવને પ્રગટ કરતું, આનંદ સહિત જ્ઞાન પ્રગટ થાય છે.
સંસારદશા વખતે પણ આઠ કર્મ અને તેમના નિમિત્તથી થતા ભાવથી ભગવાન આત્મા ભિન્ન જ છે. સિદ્ધદશા વખતે આઠ કર્મથી રહિત થાય છે એ તો પર્યાય અપેક્ષાથી વાત છે. પણ જીવદ્રવ્યના સ્વભાવમાં તો આઠેય અજીવ કર્મોનો ત્રિકાળ અભાવ છે. દ્રવ્યકર્મ, ભાવકર્મથી ભગવાન આત્મા નિશ્ચયથી ભિન્ન જ છે. એવા (ભિન્ન) આત્માનું ભાન કરીને કર્મોને નાશ કરતું જ્ઞાન પ્રગટ થાય છે. જ્યાં પોતે સ્વભાવસન્મુખ થાય છે ત્યાં વિકાર અને કર્મ બન્ને છૂટા પડી જાય છે. એને કર્મનો નાશ કર્યો એમ કહેવામાં આવે છે.
જેમ ફૂલની કળી અનેક પાંખડીથી વિકસિત થઈ ખીલી નીકળે તેમ જ્ઞાન પ્રગટ થતાં ભગવાન આત્મા અનંત ગુણોની પાંખડીથી પર્યાયમાં ખીલી નીકળે છે. સમ્યગ્દર્શન થતાં પણ અનંત ગુણોનો વિકાસ પર્યાયમાં થઈ જાય છે. કહ્યું છે ને કે-‘સર્વગુણાંશ તે સમક્તિ.' જ્ઞાન અને આનંદ આદિ અનંતગુણો જે શક્તિરૂપે વિધમાન હતા તે પર્યાયમાં પ્રગટ થાય છે.
,
વળી તે જ્ઞાન કેવું છે' ‘ જ્ઞાત્મ-આરામમ્' જેનું રમવાનું ક્રીડાવન આત્મા જ છે અર્થાત્ જેમાં અનંત જ્ઞેયોના આકાર આવીને ઝળકે છે તોપણ પોતે પોતાના સ્વરૂપમાં જ રમે છે. જુઓ, અનંત જ્ઞેયોને જાણનારું જ્ઞાન પોતાના સામર્થ્યથી જ થાય છે, શૈયોથી નહિ. તે જ્ઞાન કાંઈ શેયોમાં જતું નથી. પોતાના ભાવમાં અને પોતાના ક્ષેત્રમાં જ એ રમે છે, આરામ પામે છે. અનંત શેયોને જાણવા છતાં પોતે પોતાના જ્ઞાનમાં જ રમે છે. અહાહા !
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #19
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૯ થી ૪૩ ]
[ ૭
જ્ઞાનસ્વરૂપ ભગવાન પરથી ભિન્ન પડીને જ્યાં સ્વસ્વરૂપે ખીલી નીકળ્યો ત્યાં શેયોને જે પોતાના માનતો હતો તે માન્યતા છૂટી ગઈ. હવે જોયો જે છે તેમને જાણનારું માત્ર જ્ઞાન છે અને તે પોતે પોતાના સામર્થ્યથી ખીલી ઉઠયું છે. અહીં એક એક કળશમાં અમૃતચંદ્રાચાર્યદવે ગજબની વાત કરી છે. શું તેમના વચનમાં ગંભીરતા છે! અનંત શેયોને જાણતું થયું જ્ઞાન જ્ઞાનમાં જ રમે છે (અન્યત્ર નહિ).
વળી, કેવું છે તે જ્ઞાન? “મનન્તધામ' જેનો પ્રકાશ અનંત છે. અનંત, અનંત, અનંત પ્રકાશવાળું તે જ્ઞાન છે. અને અધ્યક્ષે મહા નિત્યકિતમ’ પ્રત્યક્ષ તેજથી તે નિત્ય ઉદયરૂપ છે. ભગવાન જ્ઞાનસ્વરૂપ જ્યાં પ્રગટ થયો તે નિત્ય પ્રગટરૂપ જ રહે છે. કેવળજ્ઞાન થયું કે સમ્યજ્ઞાન થયું તે પ્રગટ જ રહે છે.
વળી કેવું છે? તો “વીરોકાત્તમ' ધીર છે, ઉદાત્ત છે. તે જ્ઞાન ધીર છે, એટલે કે ચંચળ નથી પણ નિશ્ચલ છે, અચંચળ છે તથા પ્રત્યેક સમયે નવી નવી પર્યાયે પ્રગટે છે એવું ઉદાત્ત છે. વળી ‘મનામ' અનાકુળ છે. ઇચ્છાઓથી રહિત નિરાકુળ અતીન્દ્રિય સુખપણે છે. ધીર, ઉદાત્ત અને અનાકુળ એ ત્રણ વિશેષણો આત્માના પરિણમનની ત્રણ શોભા જાણવી. આવો ભગવાન આત્મા જે જ્ઞાનના વિલાસની રમતમાં રમે છે અને આત્મા કહીએ.
* કળશ ૩૩ : ભાવાર્થ ઉપરનું પ્રવચન *
આ જ્ઞાનનો મહિમા કહ્યો. વર્તમાન પ્રગટ જ્ઞાનનો આ મહિમા બતાવ્યો છે. જીવ અજીવ એક થઈ રંગભૂમિમાં પ્રવેશ કરે છે, તેમને આ જ્ઞાન જ ભિન્ન જાણે છે. જેમ નૃત્યમાં કોઈ સ્વાંગ આવે તેને જે યથાર્થ જાણે તેને સ્વાંગ કરનારો નમસ્કાર કરી પોતાનું રૂપ જેવું હોય તેવું
કરી લે છે. તેવી રીતે અહીં પણ આ જ્ઞાન રાગને રાગરૂપે અને જ્ઞાનને જ્ઞાનરૂપે યથાર્થ જાણી લે છે. ત્યારે જે જે સ્વરૂપ જેનું છે તે તે સ્વરૂપે તે ભિન્ન પડીને રહે છે. જ્ઞાન જ્ઞાનરૂપે રહે છે અને રાગ રાગરૂપે રહે છે. પોતપોતાના સ્વરૂપમાં બન્ને ભિન્નપણે રહે છે.
આવું જ્ઞાન સમ્યગ્દષ્ટિ પુરુષોને હોય છે. જેવી વસ્તુ પૂર્ણ સત્ય છે તેવી દષ્ટિ તેનું નામ સન્દષ્ટિ એટલે સમ્યગ્દષ્ટિ છે. ભગવાન આત્મા પૂર્ણ પ્રભુ સચ્ચિદાનંદસ્વરૂપ છે. સત્ એટલે શાશ્વત જ્ઞાન અને આનંદસ્વરૂપ પરિપૂર્ણ વસ્તુ. આવા સની જેને દષ્ટિ થઈ તે સમ્યગ્દષ્ટિ જીવ છે. સમ્યગ્દષ્ટિને જ આવું (રાગ અને જ્ઞાનના ભિન્નપણાનું) યથાર્થ જ્ઞાન હોય છે. મિથ્યાદૃષ્ટિ આ ભેદને જાણતા નથી. દયા, દાન, વ્રત આદિ જે રાગ આવે તેને અજ્ઞાની પોતાનો માને છે અને તેનો ક્ન થઈને કરે છે. મિથ્યાષ્ટિ જીવ સાધુ પણ અનંતવાર થયો અને અનંતવાર પંચ મહાવ્રત પાળ્યાં. પણ એ તો બધા વિકલ્પ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #20
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૮ ]
પ્રવચન રત્નાકર ભાગ-૩
છે. એ વિકલ્પોને અજ્ઞાની ક્ન થઈને કરે છે કેમકે રાગ અને જ્ઞાનના ભેદને તે જાણતો નથી. રાગ અને સ્વભાવને અજ્ઞાની તો એકપણે માને છે. સમ્યગ્દષ્ટિને જ રાગ અને સ્વભાવની ભિન્નતાનું યથાર્થ જ્ઞાન અને શ્રદ્ધા હોય છે.
હવે જીવ-અજીવનું એકરૂપ વર્ણન કરે છે :
* સમયસાર ગાથા ૩૯ થી ૪૩: ટીકા ઉપરનું પ્રવચન *
આ જગતમાં આત્માનું અસાધારણ લક્ષણ નહિ જાણવાને લીધે નપુંસકપણે અત્યંત વિમૂઢ થયા થકા, તાત્ત્વિક (પરમાર્થભૂત) આત્માને નહિ જાણતા એવા ઘણા અજ્ઞાની જનો બહુ પ્રકારે પરને પણ આત્મા કહે છે, બકે છે.
જ્ઞાન આત્માનું અસાધારણ લક્ષણ છે. જ્ઞાન દ્વારા જ એ જણાય એવો છે. જ્ઞાન દ્વારા જ આત્માની અનુભૂતિ અને પ્રાપ્તિ (ઉપલબ્ધિ) થઈ શકે છે. જ્ઞાન એટલે સ્વસંવેદનશાન, સમ્યજ્ઞાન. એ સમ્યજ્ઞાન વડે આત્મલાભ થઈ શકે છે. પરંતુ ભગવાન આત્મા જ્ઞાનસ્વભાવી છે એમ નહિ જાણવાને લીધે અજ્ઞાનીઓ નપુંસકપણે વિમૂઢ થયા છે. દયા, દાન, વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિ શુભરાગ જે પુણ્યભાવ છે એનાથી ધર્મ થાય, એનાથી આત્મલાભ થાય એમ માનનારાઓને અહીં નપુંસક કહ્યા છે. જેમ નપુંસકને પ્રજા ન હોય તેમ શુભભાવથી ધર્મ માનનારને ધર્મની (રત્નત્રયરૂપ ધર્મની) પ્રજા ન હોય. શુભભાવથી ધર્મ થવાનું માનનારને, ભગવાન આત્મા એનાથી ભિન્ન છે એવું ભાન નથી. તેથી તે શુભભાવમાંથી ખસીને શુદ્ધમાં આવતો નથી. આ કારણે તે નામર્દ. નપુંસક, પુરુષાર્થહીન જીવે છે. શુભાશુભ ભાવોથી ભિન્ન પડી પોતાના જ્ઞાનસ્વભાવથી જે પોતાને જાણે, અનુભવે એને મર્દ અને પુરુષ કહ્યો છે, પછી ભલે એ સ્ત્રીનો આત્મા હોય. સ્ત્રી તો દેહુ છે, આત્મા કયાં સ્ત્રી છે? (આત્મા તો શુભાશુભભાવોનો ઉચ્છેદક અનંતવીર્યનો સ્વામી છે).
એ શુભભાવ ચાહે તો ભગવાનની ભક્તિનો હોય કે બાર વ્રત અને પંચમહાવ્રતના પાલનનો હોય, એ રાગ વડે આત્મા કદીય જણાય એમ નથી. ભાઈ! રાગ તો આત્માના ચૈતન્યસ્વભાવને ઘાયલ કરે છે. જે ઘાયલ કરે એનાથી આત્માને લાભ કેમ થાય? શ્રી સમયસારજી ગાથા ૧૫૪માં કહ્યું છે કે મોક્ષના કારણભૂત સામાયિકની પ્રતિજ્ઞા લઈને જે અત્યંત સ્થૂળ સંકલેશપરિણામોને તો (અશુભને તો) છોડ છે, પણ અત્યંત સ્થળ વિશુદ્ધ પરિણામોમાં (શુભભાવમાં) સંતુષ્ટ ચિત્તવાળા થઈ તે વિશુદ્ધ પરિણામોને છોડતા નથી તે સમ્યગ્દષ્ટિ નથી. તેથી તેમને સામાયિક હોતું નથી. રાગની મંદતા હોય તો તે પુણ્ય જરૂર છે, પણ એ પુણ્ય પવિત્રતાને રોકનારું છે, આત્માની પવિત્રતાને ઘાયલ કરનારું છે.
ભલે ને બહારથી મુનિ થયો હોય, નગ્ન થઈને પંચમહાવ્રત ધારણ કર્યા હોય, બાળબ્રહ્મચારી પણ હોય, પરંતુ પંચમહાવ્રતના મંદ રાગમાં રોકાઈને જો એમ માને કે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #21
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check hffp://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૯ થી ૪૩ ]
[ ૯
આ ધર્મ છે વા ધર્મનું સાધન છે તો તે જીવ નપુંસક છે, કેમકે તે શુદ્ધભાવમાં આવી શક્તો નથી. આવી ધર્મની વાત કોઈ અલૌકિક અને સૂક્ષ્મ છે, ભાઈ! ધર્મની પ્રજા (પર્યાય) જે છે એ તો શુદ્ધ છે, કેમકે ભગવાન આત્મા પોતે પરમ પવિત્ર શુદ્ધ સ્વરૂપ છે. એ પવિત્રના આશ્રયે પવિત્રતા જ પ્રગટે છે. અને પવિત્રતા પ્રગટે એ જ ધર્મ છે.
શ્રી સમયસારજી પરિશિષ્ટમાં ૪૭ શક્તિઓનું વર્ણન કરેલું છે. ત્યાં એમ લીધું છે કે આત્મામાં એક વીર્ય નામની શક્તિ છે. તે સ્વરૂપની રચનાના સામર્થ્યરૂપ છે. પોતાના સ્વરૂપની રચના કરે તે વીર્યશક્તિનું કાર્ય છે. પરંતુ સ્વરૂપની રચના કરવાના બદલે જે દયા, દાન, વ્રત, કરુણા ઇત્યાદિ શુભભાવને-રાગને રચે એને અહીં નપુંસક કહ્યો છે. જે રાગભાવને રચે એ આત્માનું બળ નહિ, એ આત્માનું વીર્ય નહિ.
ભગવાન આત્મા અનંતબળસ્વરૂપ વસ્તુ છે. એનો બળગુણ પરિણમીને નિર્મળતા પ્રગટાવે, સમ્યગ્દર્શનાદિ નિર્મળ નિશ્ચયરત્નત્રય પ્રગટાવે એવું એનું સ્વરૂપ છે. પરંતુ કોઈ એમ કહે કે ભગવાનની સ્તુતિ, વંદના, સેવા-પૂજા કરો, વ્રતાદિ પાળો; તેથી આત્મ-લાભ થશે. તો એમ કહેનારા અને માનનારા બધા વીર્યગુણને જાણતા નથી અને તેથી આત્માને પણ જાણતા નથી. ભાઈ! જ્ઞાન અને શુદ્ધતા જેનો સ્વભાવ છે એવા નિર્મળાનંદ પ્રભુ આત્માના લક્ષે, જે નિર્વિકાર સ્વસંવેદનરૂપ નિર્મળ શુદ્ધ જ્ઞાનના પરિણામ થાય તે વડે જણાય એવી આત્મા વસ્તુ છે. પરંતુ અન્ય કોઈ સાધન-વ્રત, તપ, પૂજા, ભક્તિ કે વ્યવહારરત્નત્રયના સાધન વડે આત્મા જણાય એવી એ ચીજ નથી. નિશ્ચયરત્નત્રય જે પ્રગટ થાય છે તે સ્વભાવના બળના પુરુષાર્થે પ્રગટ થાય છે, વ્યવહા૨૨ત્નત્રય છે માટે પ્રગટ થાય છે એમ નથી.
પ્રશ્ન:- પરમાત્મપ્રકાશ દ્રવ્યસંગ્રહ, ઇત્યાદિ શાસ્ત્રોમાં આવે છે ને કે વ્યવહાર સાધન છે?
સમાધાનઃ- ભાઈ! એ તો નિશ્ચય પ્રગટ થાય ત્યારે બાહ્ય નિમિત્ત શું હોય છે એનું ત્યાં જ્ઞાન કરાવ્યું છે. કરણ (સાધન) નામનો આત્મામાં એક ગુણ છે. આ ગુણ વડે આત્મા પોતે જ પોતાના નિર્મળ ભાવનું સાધકતમ સાધન છે. તેથી અંતર્મુખ થઈ નિજ સ્વભાવને સાધનપણે ગ્રહણ કરી પરિણમતાં જે નિર્મળ (નિશ્ચયરત્નત્રયની ) પર્યાય પ્રગટ થાય એ સાધન ગુણનું કાર્ય છે. (વ્યવહા૨૨ત્નત્રયનું કાર્ય નથી, વ્યવહારત્નત્રય તો ઉપચારથી સાધન કહેવામાત્ર છે).
પુણ્યભાવથી ( ધર્મનો ) લાભ છે, એ આત્માનું ક્તવ્ય છે એમ માનનારા અત્યંત વિમૂઢ છે. ‘અત્યંત વિમૂઢ' એવા કડક શબ્દો આચાર્યદેવે વાપર્યા છે. પણ એમાં આચાર્ય દેવની ભારોભાર કરુણા છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #22
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૩
પરમાર્થરૂપ ભગવાન આત્મા તો શુભાશુભભાવથી પાર શુદ્ધ, શુદ્ધ, શુદ્ધ એવી એક શુદ્ધતાનો-પવિત્રતાનો પિંડ છે. આવો જે પરમાત્મા શુદ્ધ છે તેને એવો શુદ્ધ નહિ જાણતાં ઘણા અજ્ઞાનીજનો, શ્રાવક અને સાધુ નામ ધરાવીને પણ, પર એવા રાગને, અધ્યવસાનને, વિભાવને આત્મા કહે છે. એ બધા નપુંસકપણે વર્તતા અત્યંત વિમૂઢ છે.
તે અજ્ઞાનીઓ એમ કહે છે કે શુભભાવ શુદ્ધમાં જવાની નિસરણી છે. પહેલાં અશુભથી છૂટી શુભમાં આવે, પછી તે વડે શુદ્ધમાં જવાય-એમ તેઓ કહે છે. પણ ભાઈ, એ પરમાર્થે નિસરણી નથી. શું રાગથી કદી વીતરાગપણામાં જવાય? રાગ દશાની દિશા પર તરફ છે, અને વીતરાગદશાની દિશા સ્વ તરફ છે. બન્નેની દિશા પરસ્પર વિરુદ્ધ છે. જેની દિશા વિરુદ્ધ છે એને શુદ્ધભાવની નિસરણી કેમ કહેવાય? પર તરફ ડગ માંડતાં માંડતાં સ્વમાં કેમ જવાય? શાસ્ત્રોમાં જે વ્યવહારને નિશ્ચયનું સાધન કહ્યું છે એ તો નિશ્ચય સાથે જે વ્યવહાર નિમિત્તરૂપ હોય છે તેનું જ્ઞાન કરાવવા ઉપચારથી રહ્યું છે.
શુભભાવથી ધર્મ મનાવે એ શાસ્ત્ર યથાર્થ નથી. કુંદકુંદાચાર્યદવે બહુ મોટેથી પોકારીને કહ્યું છે કે મુનિ તો નગ્ન દિગંબર જ હોય. વસ્ત્રસહિત હોય તે મુનિ ન હોય. તેમ છતાં જે વસ્ત્રસહિત મુનિ મનાવે, સ્ત્રીનો મોક્ષ થવો મનાવે, પંચમહાવ્રતના પરિણામથી નિર્જરા થવી મનાવે, એવી અનેક અન્યથા વિપરીત વાતો કહે તે શાસ્ત્ર જૈનશાસ્ત્ર નથી, તે વીતરાગ શાસન નથી. (આવા મિથ્યા અભિપ્રાયો સઘળા મિથ્યાદર્શન છે)..
વળી, કોઈ તો એમ કહે છે કે સ્વાભાવિક અર્થાત્ સ્વયમેવ ઉત્પન્ન થયેલા રાગદ્વેષ વડે મેલું જે અધ્યવસાન તે જ જીવ છે, કારણ કે જેમ કાળાપણાથી અન્ય જુદો કોઈ કોલસો જોવામાં આવતો નથી તેમ એવા અધ્યવસાનથી જુદો અન્ય કોઈ આત્મા જોવામાં આવતો નથી. રાગથી લાભ થાય એવો મિથ્યા અભિપ્રાય તે અધ્યવસાન છે. તે અધ્યવસાનથી જુદો કોઈ આત્મા નથી એમ કોઈ કહે છે.
આ અજીવ અધિકાર છે. રાગાદિ વિભાગ પરિણામ એ અજીવ છે. જીવ તો નિત્ય સચ્ચિદાનંદસ્વરૂપ છે. એ કાંઈ વિભાવમાં આવતો નથી.
વળી, કોઈ કહે છે કે અનાદિ જેનો પૂર્વ અવયવ છે અને અનંત જેનો ભવિષ્યનો અવયવ છે એવી જે એક સંસરણરૂપ ક્રિયા તે-રૂપે ક્રિીડા કરતું જે કર્મ તે જ જીવ છે, કારણ કે કર્મથી અન્ય જાદો કોઈ જીવ જોવામાં આવતો નથી. (અથવા બીજી રીતે લઈએ તો, વળી કોઈ કહે છે કે અનાદિ અનંત જેનો પરિપાટીરૂપ રાગદ્વેષરૂપ ક્રિયાનો વ્યાપાર છે. તે અવયવને ધારણ કરનાર અવયવી આત્મા રાગદ્વેષમય જ દેખાય છે. અને ચાલ્યા આવતા દ્રવ્યકર્મનો પ્રવાહુ તથા તેમાં જોડાણરૂપ રાગાદિ ભાવકર્મ તે અનાદિ સંતાનરૂપ જેનું સ્વરૂપ છે, તે આત્મા છે, તેનાથી જુદું સ્વરૂપ અમને ભાસતું નથી. જડ કર્મનો ઉદય અને તેના સંગે રાગરૂપ ક્રિયા એ જ જેનું અનાદિ અનંત કર્મ છે, તે જ આત્મા છે,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #23
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૯ થી ૪૩ ]
[ ૧૧
તેનાથી કોઈ જુદો આત્મા અમને જણાતો નથી. દ્રવ્ય કર્મનાં ઉદયને અને ભાવકર્મને એકમેક માનનારાઓનો આવો અભિપ્રાય છે.) આત્મા ત્રિકાળ શુદ્ધ ચિતૂપ વસ્તુ છે. તેને નહીં જાણવાથી સ્વરૂપથી ખસીને રાગાદિ કર્મરૂપી જે ક્રિયા તેમાં જે રહ્યો હતો, છે અને રહેશે તે આત્મા છે એમ કોઈ માને છે. સંસરણક્રિયારૂપે ક્રીડા કરતું જે કર્મ છે તે જ આત્મા છે. અર્થાત્ કર્મને લઈને જીવ રખડે છે અને કર્મની ક્રિયા આત્માની ક્રિયા છે એમ જેઓ માને છે તેમને અહીં મૂઢ, નપુંસક કહ્યા છે.
વળી, કોઈ કહે છે કે તીવ્ર-મંદ અનુભવથી ભેદરૂપ થતાં, દુરંત રાગરૂપ રસથી ભરેલાં અધ્યવસાનોની જે સંતતિ તે જ જીવ છે, કારણ કે તેનાથી અન્ય જુદો કોઈ જીવ દેખવામાં આવતો નથી. એટલે કેટલાક અજ્ઞાનીઓ એમ કહે છે કે-બહુ તો રાગ તીવ્રમાંથી મંદ થાય અને મંદમાંથી તીવ્ર થાય, પણ રાગનો અભાવ થાય એવું સ્વરૂપ છે નહિ. આત્મા રાગથી રહિત થઈ શકે એવું એનું સ્વરૂપ નથી. રાગ દુરંત છે એટલે કે તેનો અંત આવી શકે નહિ. રાગની સંતતિ જે અનાદિ છે એ જ આત્મા છે. રાગની સંતતિથી રહિત આત્માનું કોઈ સ્વરૂપ નથી.
ઘણા એમ કહે છે કે જીવનો મોક્ષ થાય પછી પણ તે પાછો ભવ (જન્મ) ધારણ કરે. અરે ભાઈ, એ વાત તદ્દન ખોટી છે. શું ચણો શેકાઈ ગયા પછી તે ફરીને ઉગતો હશે? જેને અંદર દષ્ટિમાં શુભભાવનો નિષેધ થયો તે ફરીને કદી શુભભાવને કરતો નથી (તેનો ક્ત થતો નથી) તો પછી મુક્ત થઈ ગયા પછી રાગ કરે અને સંસારમાં આવે એ તો અજ્ઞાનીઓની મિથ્યા કલ્પના છે.
અજ્ઞાનીએ રાગના રસ વિનાનો આત્મા અનાદિકાળમાં (ભૂતકાળમાં) જોયો નથી અને ભવિષ્યમાં પણ અનંતકાળ એવો જ (રાગરસ યુક્ત જ) રહેશે એમ તે માને છે; તે રાગની સંતતિને જ આત્મા કહે છે.
વળી, કોઈ કહે છે કે નવી અને પુરાણી અવસ્થા ઇત્યાદિ ભાવે પ્રવર્તતું જે નોકર્મ-શરીર તે જ જીવ છે કારણ કે શરીરથી અન્ય જુદો કોઈ જીવ જોવામાં આવતો નથી. આત્મા દેખવામાં આવતો નથી એમ તેઓ કહે છે; પણ ભાઈ! દેખવામાં આવતો નથી એવો નિર્ણય કોની ભૂમિકામાં થાય છે? જે ભૂમિકામાં એવો નિર્ણય થાય છે એ જ આત્મા છે. એટલે એ રીતે એમાં આત્માનું અસ્તિત્વ જ સિદ્ધ થઈ જાય છે.
વળી અજ્ઞાનીઓ આત્માના ભિન્ન અસ્તિત્વને સ્વીકારતા નથી. ભગવાન આત્મા તો શુદ્ધ જ્ઞાયકસ્વભાવી વસ્તુ છે. પરંતુ જ્ઞાયક તરફનું જેમને લક્ષ નથી એવા અજ્ઞાનીઓ પર્યાયબુદ્ધિ વડે જે શરીર દેખાય છે તેને જ જીવ માને છે. તેઓ કહે છે કે શરીરની ઉત્પત્તિએ ( જીવની) ઉત્પત્તિ અને શરીરના નાણે નાશ. શરીરનો સભાવ જ્યાં સુધી રહે ત્યાં સુધી જીવ છે, શરીર છૂટતાં જીવ રહેતો નથી-આવો તેમને ભ્રમ છે. વળી પોતાની
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #24
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૩
ઇચ્છાનુસાર શરીરમાં ક્રિયા થાય છેણ. માટે શરીર એ જ આત્મા છે આવો તે અજ્ઞાનીઓનો મત છે. આ ચાર્વાક મત છે.
ચાર બોલ પુરા થયા. હવે પાંચમો બોલ કહે છે. કોઈ એમ કહે છે કે સમસ્ત લોકને પુણ્યપાપરૂપે વ્યાપતો જે કર્મનો વિપાક તે જ જીવ છે કારણ કે શુભાશુભ ભાવથી અન્ય જુદો કોઈ જીવ જોવામાં આવતો નથી. અજ્ઞાનીને આખા લોકમાં પુણ્ય-પાપનું કરવું-એટલું જ માત્ર દેખાય છે. પરંતુ શુભ અને અશુભ ભાવો એનાથી ભિન્ન આત્મા એને જણાતો નથી. પણ એ ભિન્ન જણાતો નથી એવો નિર્ણય તો શાને કર્યો ને? પરંતુ એ જ્ઞાન ઉપર અજ્ઞાનીની દષ્ટિ જતી નથી. અહીં પુણ્ય-પાપના ક્તની વાત લીધી છે. શુભાશુભ ભાવના હ્ન થઈને પરિણમવું-એનાથી ભિન્ન આત્મા અજ્ઞાનીને દેખાતો નથી.
હવે છઠ્ઠો બોલ ભોક્તાનો કહે છે. કોઈ કહે છે કે શાતા-અશાતારૂપે વ્યાસ જે સમસ્ત તીવ્ર-મંદ–ગુણો તે વડે ભેદરૂપ થતો જે કર્મનો અનુભવ તે જ જીવ છે. કારણ કે સુખ-દુ:ખથી અન્ય જુદો કોઈ જીવ દેખવામાં આવતો નથી. ભગવાન આત્મા અનંત અનંત સુખનું ધામ છે. પરંતુ અજ્ઞાનીને એની તરફ નજર નથી. એ તો શાતામાં મંદ અને અશાતામાં તીવ્ર એવો જે ભેદરૂપ કર્મનો અનુભવ તેને જ જાણે છે અને તેથી એ જ જીવ છે એમ માને છે. શાતાના અનુભવમાં સુખનું (અલ્પ દુઃખનું) વેદના અને અશાતાના અનુભવમાં (તીવ્ર) દુઃખનું વેદન દેખાય છે. તેથી તે અજ્ઞાનવશ જે સુખ-દુઃખનો અનુભવ થાય છે તેને જ જીવ માને છે.
અજ્ઞાનીની દષ્ટિ નિરંતર પર્યાય ઉપર જ રહેતી હોય છે. વસ્તુતત્ત્વ જે ચૈતન્યમૂર્તિ ત્રિકાળી શુદ્ધ આત્મા તેની એને દૃષ્ટિ જ નથી. તેથી શાતા-અશાતાના ઉદયમાં જે મોહ-જનિત સુખ-દુઃખનું વદન તેનાથી ભિન્ન શુદ્ધ આત્મજનિત વેદન હોઈ શકે છે એવું એને ભાસતું જ નથી. આમ પર્યાયબુદ્ધિ જીવો, અનંતશક્તિમંડિત જે ત્રિકાળી શુદ્ધ આત્મદ્રવ્ય તેની દષ્ટિનો અભાવ હોવાથી, સુખ-દુઃખની કલ્પના સ્વરૂપ જે શાતા-અશાતાનું વદન હોય છે તેને જ ભ્રમવશ આત્મા માને છે.
હવે સાતમો બોલઃ-કોઈ કહે છે કે શિખંડની જેમ ઉભયરૂપ મળેલાં જે આત્મા અને કર્મ, તે બને મળેલાં જ જીવ છે કારણ કે સમસ્તપણે કર્મથી અન્ય જુદો કોઈ જીવ જોવામાં આવતો નથી. અજ્ઞાની કહે છે કે કર્મરહિત આત્મા થાય એવું તો કાંઈ જણાતું નથી. અહાહા....! નિશ્ચયથી વસ્તુ તો ત્રિકાળ કર્મરહિત જ છે. પરંતુ એ વસ્તુના સ્વભાવ ઉપર દૃષ્ટિ કરે તો ને? એ તો અવસ્થામાં આત્મા અને કર્મ ઉભયરૂપ મળેલાં જુએ છે અને તેથી તેને જ આત્મા માને છે. ખરેખર તો કર્મથી ભિન્ન જીવ નથી, નથી–એવું જે એનું જ્ઞાન તે જ જીવનું ભિન્ન અસ્તિત્વ સિદ્ધ કરે છે. (જીવ નથી એવું જાણનાર પોતે જ જીવ છે).
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #25
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૯ થી ૪૩ ]
[ ૧૩
એક સમયની પર્યાય છે તે વ્યક્ત છે, પ્રગટ છે અને વસ્તુ (આત્મા) છે તે અવ્યક્ત છે. અવ્યક્ત એટલે કે પર્યાય જે પ્રગટ-વ્યક્ત છે તેમાં વસ્તુ આવતી નથી માટે તે અવ્યક્ત છે. વસ્તુ છે તે પર્યાયમાં આવતી નથી, પણ એનું જ્ઞાન પર્યાયમાં આવે છે. ખરેખર તો જ્ઞાનની પર્યાય છે એમાં જ્ઞાયક ચૈતન્ય જ જણાઈ રહ્યો છે. જ્ઞાનનો નિશ્ચયથી સ્વપ્રકાશક સ્વભાવ હોવાથી, જ્ઞાયક એમાં જણાઈ જ રહ્યો છે. પરંતુ અજ્ઞાનીની દષ્ટિ જ્ઞાયક ઉપર નથી. પર્યાયબુદ્ધિ વડે પુણ્ય-પાપનું કરવું અને શાતા-અશાતાપણે સુખ-દુઃખનું ભોગવવું એ જ જીવ છે એમ અજ્ઞાની માને છે.
જે શુદ્ધભાવનો ર્જા અને અતીન્દ્રિય આનંદનો ભોક્તા છે તે જીવ છે એ વાત અજ્ઞાનીને બેસતી નથી. એનો નિર્ણય કરવાનો પણ એને કયાં સમય છે? પરંતુ ભાઈ ! આત્મા નથી, નથી એવો નિર્ણય તું જ્ઞાનમાં કરે છે કે પુણ્ય-પાપના ભાવમાં કે સુખ-દુઃખની કલ્પનામાં? સુખ-દુઃખની કલ્પના તો અચેતન છે. તથા શુભ-અશુભ ભાવ પણ અચેતન જડ છે. અચેતન એવાં તેઓ ચૈતન્યસ્વરૂપ જીવ નથી એવો નિર્ણય કેમ કરે? જો એ નિર્ણય ચેતન કરે છે એમ કહો તો એનાથી (કર્મથી) જુદો જીવ છે એમ સાબિત થઈ જાય છે. પરંતુ પર્યાય જેનું સર્વસ્વ છે એવા અજ્ઞાની જીવને કર્મ જુદાં પડે અને આત્મા એકલો રહે એવું કાંઈ દેખાતું નથી. તેથી આત્મા અને કર્મ બઉ ભેગા થઈને જીવ છે એમ તે માને છે.
આમ તો નવમી રૈવેયક ગયો ત્યારે શાસ્ત્રમાંથી ધારણારૂપે આ વાત તો જાણી હતી કે શુભાશુભ ભાવ અને સુખ-દુઃખની કલ્પનાથી આત્મા જુદો છે. પણ એ વાત ધારણારૂપે હતી, વસ્તુતત્વની દષ્ટિ કરી નહોતી. અગિયાર અંગ ભણ્યો એમાં આ વાત તો આવી હતી. ત્યારે એ ઉપદેશ પણ એમ જ આપતો હતો કે શુભાશુભ ભાવથી ભિન્ન અખંડ એક આત્મવસ્તુ છે. પણ અરે ! એણે શુભાશુભ ભાવથી ભિન્ન પડી આત્મા અનુભવ્યો નહિ. ભગવાન આત્મા આનંદસ્વરૂપ છે એમાં એની દષ્ટિ ગઈ નહિ.
અહીં (આ ગાથામાં) તો સ્થૂળપણે જે એમ માને છે કે કર્મથી જુદો જીવ જોવામાં આવતો નથી એની વાત લીધી છે. પણ ખરેખર અગિયાર અંગના પાઠી અજ્ઞાનીની પણ અંદર તો આ જ માન્યતા છે. શુભાશુભ ભાવનું કરવાપણું વસ્તુમાં નથી, વસ્તુ તો જ્ઞાયક છે એમ તેણે ધારણ તો કરી હતી. પરંતુ પર્યાયબુદ્ધિ ટળી નહોતી. કર્મ અને આત્મા જુદા છે એમ નવતત્ત્વને તો એ જાણતો હતો. પણ જુદા છે એને જુદા કરી શકયો નહોતો. આ જ્ઞાનદર્શનરૂપ ચૈતન્યશક્તિ એવું જે સ્વતત્ત્વ, તે પુણ્ય-પાપ અને સુખ-દુ:ખના વેદનથી ભિન્ન છે એમ એણે ધાર્યું તો હતું; પણ ભેદજ્ઞાન પ્રગટ કરી ભિન્નતા કરી નહિ, દિશાને ફેરવી નહિ. પર અને પર્યાય ઉપર જે લક્ષ હતું એ ત્યાં જ અકબંધ રહ્યું. સ્વદ્રવ્યની સન્મુખતા કર્યા વિના વિમુખપણે માત્ર બહારથી ધારણા કરી. પણ તેથી શું? આત્મા કાંઈ પરલક્ષી શાસ્ત્રજ્ઞાનથી જણાય એવી ચીજ નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #26
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪ ]
| પ્રવચન રત્નાકર ભાગ-૩
શુભભાવથી રહિત આત્મા ચૈતન્યસ્વરૂપ છે એમ વ્યવહારશ્રદ્ધામાં એણે માન્યું હતું, વ્યવહારશ્રદ્ધામાં એટલે અચેતન શ્રદ્ધામાં (રાગમાં) માન્યું હતું. પણ વસ્તુ જે ત્રિકાળ આનંદનો નાથ પ્રભુ એકલો જ્ઞાયકસત્ત્વપણે બિરાજમાન છે તેનું અંતરમાં માહામ્ય કર્યું નહિ. માહાભ્ય એને પુણ્ય અને પાપમાં રહી ગયું. એણે એમ તો સાંભળ્યું હતું કે શુદ્ધ આત્માનું વેદન કરે તે આત્મા છે, પણ એ પુણ્ય-પાપ સહિતના વેદનની ધારણા હતી. જે જ્ઞાયક અખંડ ચૈતન્યશક્તિ નિત્યાનંદરૂપ ધ્રુવ ધ્રુવ-ધ્રુવ એકાકાર એ જ ખરેખર આત્મા છે. પર્યાયમાં એનો સ્વીકાર કરીને આ ચૈતન્યતત્ત્વ એ જ હું છું એમ વેદન કર્યા વિના આ હું છું એમ વિકલ્પમાં ધારણા કરી હતી. પરંતુ પ્રત્યક્ષ વેદન કરીને એમાં અહંપણું એણે ન કર્યું. સ્વભાવની અંતરમાં જઈને “આ હું છું” એવી પ્રતીતિ કરી નહિ. અંતરમાં જઈને એટલે કાંઈ વર્તમાન પર્યાય ધ્રુવમાં એક થઈને એવો તેનો અર્થ નથી. અંતરમાં જઈને એટલે સ્વસમ્મુખ થઈને. પર્યાય જ્યારે ધ્રુવની સન્મુખ થાય છે. ત્યારે પરિપૂર્ણ તત્ત્વનો પ્રતિભાસ થાય છે.
૧૪૪ મી ગાથાની ટીકામાં એ વાત લીધી છે કે-“શ્રુતજ્ઞાનતત્ત્વને પણ આત્મસન્મુખ કરતો, અત્યંત વિકલ્પરહિત થઈને, તત્કાળ નિજરસથી જ પ્રગટ થતા, આદિ-મધ્ય-અંત રહિત, અનાકુળ કેવળ એક આખા વિશ્વની ઉપર જાણે તરતો હોય તેમ, અખંડ પ્રતિભાસમય....' એટલે પર્યાયમાં અખંડનો પ્રતિભાસ થાય છે. અખંડ વસ્તુ છે તે પર્યાયમાં આવતી નથી પણ અખંડ પ્રતિભાસમય જ આત્મા તેનું જ્ઞાન પર્યાયમાં આવે છે. પર્યાયમાં પરમાત્મસ્વરૂપનું જ્ઞાન થઈ જાય છે અને એવું જણાય ત્યારે પર્યાયમાં પરમાત્મપણું કાર્યપણે પરિણમે છે. પર્યાય છે તે ખંડ છે, અંશ છે. તે જ્યારે વસ્તુ તરફ ઢળે છે ત્યારે તેમાં અખંડ પ્રતિભાસમય વસ્તુ આખી જણાય છે.
ખરેખર તો દ્રવ્ય, ગુણ. પર્યાયમાં (ત્રણેમાં) પ્રમેયત્વગુણ વ્યાપેલો છે. તેથી પર્યાયમાં (જ્ઞાનમાં ) દ્રવ્ય, ગુણ, પર્યાય જણાય છે. પરંતુ અજ્ઞાનીને, ત્રિકાળી પોતાનામાં જણાય છે એવું લક્ષ નથી કેમકે એની દૃષ્ટિ અંતર્મુખ નથી. અંતર્મુખ જ્ઞાનની વાત એણે પર્યાયમાં ધારી હતી, પરંતુ જ્ઞાનની વર્તમાન પ્રગટ અવસ્થાને સ્વજ્ઞયમાં ઢાળી ન હતી. તેથી ધારણામાં આવ્યું છતાં રહી ગયો અજ્ઞાની. જ્ઞાનની પર્યાય જે પ્રગટ છે એ, ત્રિકાળી વસ્તુ અને પોતાને (પર્યાયને) પણ જાણે છે એવું એણે ધારણામાં લીધું હતું, પણ વસ્તુનો જે સ્વભાવ છે તેને એ અડયો નહોતો. જ્ઞાન, જ્ઞાનને જાણે તો છે, પણ હું જ્ઞાનને જાણું છું એવી એને ખબર નથી. જ્ઞાન જ્ઞાનને જાણે છે એમ નક્કી થાય તો આખું ઝેય એમાં જણાય છે એ પણ નક્કી થઈ જાય.
શ્રી નિયમસારની ૩૮ મી ગાથામાં એમ આવે છે કે પર્યાય છે એ તો વ્યવહાર આત્મા છે. મોક્ષમાર્ગની પર્યાય એ પણ વ્યવહાર છે. નિશ્ચય આત્મા તો ત્રિકાળી શુદ્ધ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #27
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૯ થી ૪૩ ]
[ ૧૫
ધ્રુવ-ધ્રુવ ધ્રુવ, પર્યાયની સક્રિયતારહિત નિષ્ક્રિય વસ્તુ છે. શ્રી સમયસારની ૩૨૦ ગાથાની શ્રી જયસેનાચાર્યની ટીકામાં પણ કહ્યું છે કે આત્મા નિષ્ક્રિય છે. પરંતુ એ નિષ્ક્રિય ( આત્મા ) જણાય છે સક્રિયમાં (પર્યાયમાં). સર્વજ્ઞનો આવો અદ્ભુત માર્ગ છે. જેના પંથમાં સર્વજ્ઞ નથી એના પંથમાં સત્ય વાત હોતી જ નથી.
પહેલાં દર્શનઉપયોગ અને પછી જ્ઞાનઉપયોગ એવો ક્રમ જે કેવળીને માને છે તથા કેવળીને સુધાની પીડા અને આહાર માને છે તેને સર્વજ્ઞના સાચા સ્વરૂપની ખબર નથી. પૂર્ણજ્ઞાનની દશા એટલે શું એ, તે જાણતો નથી. આત્મા અંદર સર્વજ્ઞશક્તિથી પરિપૂર્ણ ભરેલો છે. એની સન્મુખ થઈ એમાં પૂર્ણ એકાગ્ર થતાં સર્વજ્ઞપણું પર્યાયમાં પ્રગટે છે. સર્વજ્ઞપણું પ્રગટ થતાં અતીન્દ્રિય આનંદની પૂર્ણ ભરતી આવે છે એવા સ્વરૂપની અજ્ઞાનીને ખબર નથી. ભગવાન કેવળી સર્વદર્શી અને સર્વજ્ઞ એકી સાથે છે.
અહીં આ ગાથામાં અજ્ઞાની કહે છે કે કર્મ અને આત્મા બન્ને એક છે. કારણ કે કર્મની ક્રિયાનો જે અનુભવ એનાથી આત્મા જુદો છે એવું કાંઈ અમને દેખાતું નથી. પણ કયાંથી દેખાય, પ્રભુ? જ્યાં પ્રભુ પડયો છે ત્યાં તું જોતો નથી. ભાઈ! કર્મ અને આત્મા બન્ને થઈને જીવ છે, જુદો જીવ નથી એવી તારી માન્યતા પૂર્ણ શુદ્ધ આનંદઘન પ્રભુ આત્માની હિંસા કરનારી છે. એ માન્યતા વડે તું પોતાની હિંસા કરે છે. જીવતું જીવન (ત્રિકાળી જીવદ્રવ્ય ) તેનો તું નકાર કરે છે એ જ હિંસા છે. ભાઈ ! વીતરાગનો અહિંસાનો માર્ગ આવો સુક્ષ્મ અને ઝીણો છે. લોકો બિચારા વ્રત કરો, પોસા કરો ઇત્યાદિ શુભભાવરૂપ ક્રિયાકાંડમાં ગૂંચવાઈ ગયા છે. પણ નિશ્ચયથી શુભભાવ અને અશુભભાવ બન્ને એક જાત છે. (બન્નેમાં ચૈતન્યસ્વરૂપની નાસ્તિ છે ).
આઠમો બોલ : કોઈ કહે છે કે અર્થક્રિયામાં સમર્થ એવો જે કર્મનો સંયોગ તે જ જીવ છે. કારણ કે જેમ આઠ લાકડાના સંયોગથી અન્ય જુદો કોઈ ખાટલો જોવામાં આવતો નથી તેમ કર્મના સંયોગથી અન્ય જુદો કોઈ જીવ જોવામાં આવતો નથી. અહીં ખાટલાનું દૃષ્ટાંત આપ્યું છે. ખાટલો હોય છે ને? તે આઠ લાકડાના સંયોગથી બનેલો છે. ચાર પાયા, બે ઈસ અને બે ઉપડાં-એમ આઠ લાકડાનો બનેલો છે. એ રીતે અજ્ઞાની એમ માને છે કે આઠ કર્મનો સંયોગ એ જ જીવ છે. આઠ કર્મના સંયોગરહિત જીવ હોઈ જ ન શકે એમ તે માને છે.
આત્મા ત્રિકાળ સંયોગથી રહિત અસંયોગી શુદ્ધ વસ્તુ છે. અજ્ઞાનીની ત્યાં દષ્ટિ નથી. તેથી તેને આઠ કર્મ ભેગા થાય એ જ જીવ છે એમ વિપરીત ભાસે છે.
આમ મિથ્યા માન્યતાના કેટલાક પ્રકાર અહીં આપ્યા છે, બાકી અસંખ્ય પ્રકારની મિથ્યા માન્યતા હોય છે. દુર્બુદ્ધિઓ અનેક પ્રકારે પરને આત્મા કહે છે. પરંતુ પરમાર્થના
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #28
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૩ જાણનારાઓ તેમને સત્યાર્થવાદી કહેતા નથી. વસ્તુના સ્વરૂપને યથાર્થ જાણનારા ગણધરાદિ મહંતો તેમને સાચા કહેતા નથી.
* ગાથા ૩૯ થી ૪૩: ભાવાર્થ ઉપરનું પ્રવચન *
જીવ-અજીવ બને અનાદિથી એકત્રાવગાહસંયોગરૂપ મળી રહ્યાં છે. બન્ને આકાશના એક ક્ષેત્રે રહેલાં છે. અનાદિથી જ જીવની પુદ્ગલના સંયોગથી અનેક વિકાર-સહિત અવસ્થા થઈ રહી છે. પરમાર્થદષ્ટિએ જોતાં જીવ તો પોતાના ચૈતન્યત્વે આદિ ભાવોને છોડતો નથી અને પુદ્ગલ પોતાના મૂર્તિક, જડત્વ આદિને છોડતું નથી. આત્મા પોતાના જ્ઞાન-દર્શનસ્વરૂપ, આનંદસ્વરૂપ, શાતસ્વરૂપ, સ્વચ્છતાસ્વરૂપ ઇત્યાદિ નિજ સ્વભાવને કદીય છોડતો નથી. પર્યાયમાં અનેક પ્રકારના વિકારી ભાવ થવા છતાં, વસ્તુ પોતાની અનંત શક્તિથી ભરેલો જે એક ચૈતન્યસ્વભાવ છે તેને કેમ છો? જીવ મટીને અજીવ કેમ થાય ? (કદીય ન થાય ). તેવી જ રીતે પુદ્ગલ પણ પોતાનું જડત્વ છોડી જીવરૂપ કેમ થાય ? (ન જ થાય).
જીવ-અજીવ સર્વ દ્રવ્યો પોતપોતાના સ્વભાવમાં જ સ્થિત રહે એવી વસ્તુના સ્વરૂપની મર્યાદા છે. પરંતુ જેઓ પરમાર્થને જાણતા નથી તેઓ સંયોગથી થયેલા ભાવોને જ જીવ કહે છે. પરમાર્થે જીવનું સ્વરૂપ, પુદ્ગલથી ભિન્ન સર્વજ્ઞને દેખાય છે તેમ જ સર્વજ્ઞની પરંપરાનાં આગમથી જાણી શકાય છે. તેથી જેમના મતમાં સર્વજ્ઞ નથી તેઓ પોતાની બુદ્ધિથી અનેક કલ્પના કરી કહે છે. વેદાંતી, મીમાંસક, સાંખ્ય યોગ, બૌદ્ધ, નૈયાયિક, વૈશેષિક, ચાર્વાક આદિ મતોના આશય લઈ આઠ પ્રકાર તો પ્રગટ કહ્યા; અને અન્ય પણ પોતપોતાની બુદ્ધિથી અનેક કલ્પના કરી અનેક પ્રકારે કહે છે તે ક્યાં સુધી કહેવા?
એવું કહેનારા સત્યાર્થવાદી કેમ નથી તે હવે આગળની ગાથામાં કહે છે:
[ પ્રવચન નં. ૮૭, ૮૮
*
દિનાંક ૬-૬-૭૬ થી ૭-૬–૭૬ ]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #29
--------------------------------------------------------------------------
________________
Version 001,a: remember to check htÎp://www.AtmaDharma.com for updates
ગાથા-૪૪
વ્હત:
एदे सव्वे भावा पोग्गलदव्वपरिणामणिप्पण्णा । केवलिजिणेहिं भणिया कह ते जीवो त्ति वृच्चंति ।। ४४ ।।
एते सर्वे भावाः पुद्गलद्रव्यपरिणामनिष्पन्नाः। केवलिजिनैर्भणिताः कथं ते जीव इत्युच्यन्ते ॥ ४४ ।
એવું કહેનારા સત્યાર્થવાદી કેમ નથી તે કહે છે:
પુદ્ગલ તણા પરિણામથી નીપજેલ સર્વે ભાવ આ સહુ કેવળીજિન ભાખિયા, તે જીવ કેમ કહો ભલા ? ૪૪.
ગાથાર્થ:- [તે] આ પૂર્વે કહેલાં અધ્યવસાન આદિ [ સર્વે ભાવ: ] ભાવો છે તે બધાય [પુઃ તદ્રવ્યપરિણામનિષ્પન્ના: ] પુદ્દગલદ્રવ્યના પરિણામથી નીપજ્યા છે એમ [ Òવનિબિનૈ: ] કેવળી સર્વજ્ઞ જિનદેવોએ [મળિતા: ] કહ્યું છે [તે] તેમને [ નીવ: તિ] જીવ એમ [થં રવ્યન્તે] કેમ કહી શકાય ?
ટીકા:- આ અધ્યવસાનાદિ ભાવો છે તે બધાય, વિશ્વને (સમસ્ત પદાર્થોને ) સાક્ષાત્ દેખનારા ભગવાન (વીતરાગ સર્વજ્ઞ ) અદ્વૈતદેવો વડે, પુદ્દગલદ્રવ્યના પરિણામમય કહેવામાં આવ્યા હોવાથી, તેઓ ચૈતન્યસ્વભાવમય જીવદ્રવ્ય થવા સમર્થ નથી કે જે જીવદ્રવ્ય ચૈતન્યભાવથી શૂન્ય એવા પુદ્દગલદ્રવ્યથી અતિરિક્ત (ભિન્ન ) કહેવામાં આવ્યું છે; માટે જેઓ આ અધ્યવસાનાદિકને જીવ કહે છે તેઓ ખરેખર ૫૨માર્થવાદી નથી કેમ કે આગમ, યુક્તિ અને સ્વાનુભવથી તેમનો પક્ષ બાધિત છે. તેમાં, ‘તેઓ જીવ નથી ’ એવું આ સર્વજ્ઞનું વચન છે તે તો આગમ છે અને આ (નીચે પ્રમાણે) સ્વાનુભવગર્ભિત યુક્તિ છેઃ-સ્વયમેવ ઉત્પન્ન થયેલા એવા રાગ-દ્વેષ વડે મલિન અધ્યવસાન છે તે જીવ નથી કારણ કે, કાલિમા (કાળપ) થી જુદા સુવર્ણની જેમ, એવા અધ્યવસાનથી જુદો અન્ય ચિત્ત્વભાવરૂપ જીવ ભેદજ્ઞાનીઓ વડે સ્વયં ઉપલભ્યમાન છે અર્થાત્ તેઓ પ્રત્યક્ષ ચૈતન્યભાવને જીદો અનુભવે છે. ૧. અનાદિ જેનો પૂર્વ અવયવ છે અને અનંત જેનો ભવિષ્યનો અવયવ છે એવી જે એક સંસરણરૂપ ક્રિયા તે-રૂપે ક્રીડા કરતું કર્મ છે તે પણ જીવ નથી કારણ કે કર્મથી જીદો અન્ય ચૈતન્યસ્વભાવરૂપ જીવ ભેદજ્ઞાનીઓ વડે સ્વયં ઉપલભ્યમાન છે અર્થાત્ તેઓ તેને પ્રત્યક્ષ અનુભવે છે. ૨. તીવ્ર-મંદ અનુભવથી ભેદરૂપ થતાં, દુરંત
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #30
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૩
इह खलु पुद्गलभिन्नात्मोपलब्धिं प्रति विप्रतिपन्नः साम्नैवैवमनुशास्यः।
(મતિની) विरम किमपरेणाकार्यकोलाहलेन स्वयमपि निभृतः सन् पश्य षण्मासमेकम्।
રાગરસથી ભરેલાં અધ્યવસાનોની સંતતિ પણ જીવ નથી કારણ કે તે સંતતિથી અન્ય જુદો ચૈતન્યસ્વભાવરૂપ જીવ ભેદજ્ઞાનીઓ વડે સ્વયં ઉપલભ્યમાન છે અર્થાત્ તેઓ તેને પ્રત્યક્ષ અનુભવે છે. ૩. નવી પુરાણી અવસ્થાદિકના ભેદથી પ્રવર્તતું જે નોકર્મ તે પણ જીવ નથી કારણ કે શરીરથી અન્ય જુદો ચૈતન્યસ્વભાવરૂપ જીવ ભેદજ્ઞાનીઓ વડે સ્વયં ઉપલભ્યમાન છે અર્થાત્ તેઓ તેને પ્રત્યક્ષ અનુભવે છે. ૪. સમસ્ત જગતને પુણપાપરૂપે વ્યાપતો કર્મનો વિપાક છે તે પણ જીવ નથી કારણ કે શુભાશુભ ભાવથી અન્ય જુદો ચૈતન્યસ્વભાવરૂપ જીવ ભેદજ્ઞાનીઓ વડે સ્વયં ઉપલભ્યમાન છે અર્થાત્ તેઓ પોતે તેને પ્રત્યક્ષ અનુભવે છે. ૫. શાતા-અશાતારૂપે વ્યાપ્ત જે સમસ્ત તીવ્રમદપણારૂપ ગુણો તે વડ ભેદરૂપ થતો જે કર્મનો અનુભવ તે પણ જીવ નથી કારણ કે સુખ-દુ:ખથી જાદો અન્ય ચૈતન્યસ્વભાવરૂપ જીવ ભેદજ્ઞાનીઓ વડે સ્વયં ઉપલભ્યમાન છે અર્થાત્ તેઓ પોતે તેને પ્રત્યક્ષ અનુભવે છે. ૬. શિખંડની જેમ ઉભયાત્મકપણે મળેલાં જે આત્મા અને કર્મ તે બન્ને મળેલાં પણ જીવ નથી કારણ કે સમસ્તપણે (સંપૂર્ણપણે) કર્મથી જુદો અન્ય ચૈતન્યસ્વભાવરૂપ જીવ ભેદજ્ઞાનીઓ વડે સ્વયં ઉપલભ્યમાન છે અર્થાત્ તેઓ પોતે તેને પ્રત્યક્ષ અનુભવે છે. ૭. અર્થક્રિયામાં સમર્થ એવો જે કર્મનો સંયોગ તે પણ જીવ નથી કારણ કે, આઠ કાષ્ટના સંયોગથી (–ખાટલાથી) જુદો જે ખાટલામાં સૂનારો પુરુષ તેની જેમ, કર્મસંયોગથી જુદો અન્ય ચૈતન્યસ્વભાવરૂપ જીવ ભેદજ્ઞાનીઓ વડે સ્વયે ઉપલભ્યમાન છે અર્થાત્ તેઓ પોતે તેને પ્રત્યક્ષ અનુભવે છે. ૮. (આ જ રીતે અન્ય કોઈ બીજા પ્રકારે કહે ત્યાં પણ આ જ યુક્તિ જાણવી.)
[ ભાવાર્થ- ચૈતન્યસ્વભાવરૂપ જીવ, સર્વ પરભાવોથી જુદો, ભેદજ્ઞાનીઓને અનુભવગોચર છે; તેથી જેમ અજ્ઞાની માને છે તેમ નથી.]
અહીં પુદ્ગલથી ભિન્ન આત્માની ઉપલબ્ધિ પ્રત્યે વિરોધ કરનાર (–પુદ્ગલને જ આત્મા જાણનાર) પુરુષને (તેના હિતરૂપ આત્મપ્રાપ્તિની વાત કહી) મીઠાશથી (અને સમભાવથી ) જ આ પ્રમાણે ઉપદેશ કરવો એમ કાવ્યમાં કહે છે:
શ્લોકાર્થ:- હે ભવ્ય ! તને [કપુરેળ] બીજો [ કાર્યવોનીદત્તેન ] નકામો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #31
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૪ ]
[ ૧૯
हृदयसरसि पुंसः पुद्गलाद्भिन्नधाम्नो ननु किमनुपलब्धिर्भाति किंचोपलब्धिः।। ३४ ।।
કોલાહલ કરવાથી [] શો લાભ છે? [વિરમ] એ કોલાહલથી તું વિરક્ત થા અને [ +] એક ચૈતન્યમાત્ર વસ્તુને [સ્વયમ્ uિ] પોતે [ નિમૃત: સન] નિશ્ચળ લીન થઈ [ પશ્ય માસ ] દેખ; એવો છ મહિના અભ્યાસ કરે અને જો (–તપાસ) કે એમ કરવાથી [હૃદય-સરસિ] પોતાના હૃદયસરોવરમાં [પુનાત્ મિનધાન:] જેનું તેજ-પ્રતાપ-પ્રકાશ પુદ્ગલથી ભિન્ન છે એવા [ પુસ:] આત્માની [નનુ વિમ્ અનુપધ્ધિ: માતિ] પ્રાપ્તિ નથી થતી [ વિ વ ૩૫ધ્ધિ : ] કે થાય છે.
ભાવાર્થ- જો પોતાના સ્વરૂપનો અભ્યાસ કરે તો તેની પ્રાપ્તિ અવશ્ય થાય; જો પરવતુ હોય તો તેની તો પ્રાપ્તિ ન થાય. પોતાનું સ્વરૂપ તો મોજૂદ છે, પણ ભૂલી રહ્યો છે, જો ચેતીને દેખે તો પાસે જ છે. અહીં છ મહિનાનો અભ્યાસ કહ્યો તેથી એમ ન સમજવું કે એટલો જ વખત લાગે. તેનું થવું તો અંતર્મુહૂર્તમાત્રમાં જ છે, પરંતુ શિષ્યને બહુ કઠિન લાગતું હોય તો તેનો નિષેધ કર્યો છે. જો સમજવામાં બહુ કાળ લાગે તો છ મહિનાથી અધિક નહિ લાગે; તેથી અન્ય નિપ્રયોજન કોલાહલ છોડી આમાં લાગવાથી જલદી સ્વરૂપની પ્રાપ્તિ થશે એવો ઉપદેશ છે. ૩૪.
આગળની ગાથામાં અનેક પ્રકારની મિથ્યા માન્યતા બતાવી. તેનો હવે ઉત્તર આપે છે:
* સમયસાર ગાથા ૪૪: ટીકા ઉપરનું પ્રવચન *
આ અધ્યવસાન આદિ ભાવોની હયાતી કહેતાં અસ્તિત્વ તો છે. અશુદ્ધતા છે જ નહિ એમ કોઈ કહે તો તે વાત ખોટી છે. જો અશદ્ધતા હોય જ નહિ તો પછી દુ:ખથી મુક્ત થવાનો ઉપદેશ પણ કેમ હોય? દુઃખ ન હોય તો દુઃખથી મુક્ત થવાની વાત રહેતી નથી. પરંતુ દુઃખથી આત્યંતિક મુક્ત થવાનો જે જિનોપદેશ છે એનો અર્થ જ એ થયો કે એક (શુદ્ધ) આત્મા સિવાય (સંસારીને) પર્યાયમાં દુઃખ પણ છે.
વળી કોઈ જો એમ કહે કે આત્મામાં ગુણ નથી તો એ વાત પણ ખોટી છે. હા, પ્રકૃતિના જે રજોગુણ, તમોગુણ ઇત્યાદિ છે તે આત્મામાં નથી એ બરાબર છે. પરંતુ વસ્તુના ગુણો એટલે શક્તિઓ તો વસ્તુમાં છે જ. તો શ્રી પ્રવચનસારમાં અલિંગગ્રહણના ૧૮માં બોલમાં એમ આવે છે ને કે-“આત્મા ગુણવિશેષથી નહિ આલિંગિત એવું શુદ્ધ દ્રવ્ય છે? ભાઈ ! ત્યાં બીજું કહેવું છે. ત્યાં એમ કહેવું છે કે સામાન્ય જે વસ્તુ ધ્રુવ-ધ્રુવ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #32
--------------------------------------------------------------------------
________________
Version 001,a: remember to check h††p://www.AtmaDharma.com for updates
૨૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૩
ધ્રુવ અખંડ એકાકાર છે તે ગુણવિશેષરૂપે થતી નથી. સામાન્ય ચિત્તૂપ ચીજ જે ધ્રુવ છે તેમાં ગુણો છે તો ખરા, પણ ગુણ અને ગુણીનો ભેદ જ્યાં લક્ષમાં લેવા જાય ત્યાં વિકલ્પ-રાગ ઊઠે છે. તેથી સામાન્ય જે છે તે ગુણવિશેષને નહિ આલિંગન કરતું શુદ્ધ દ્રવ્ય છે એમ ત્યાં કહ્યું છે. સૂક્ષ્મ વાત છે, ભાઈ ! સમ્યગ્દર્શનનો વિષય અભેદ એકાકાર છે, ગુણ-ગુણીભેદ એ સમ્યક્ત્વનો વિષય નથી. ભેદના લક્ષે નહિ, પણ પૂર્ણ સત્ વસ્તુ જે અભેદ એકરૂપ સામાન્ય ચૈતન્યસ્વરૂપ છે તેના લક્ષ સમ્યગ્દર્શન થાય છે.
આ સમજવું પડશે, હોં. જેમ વંટોળિયાનું તરણું કયાં જઈને પડે એનો કોઈ મેળ નથી
તેમ આની સમજણ વિના મિથ્યા ભ્રમમાં પડેલો જીવ ચોરાશીના અવતારમાં કયાં જઈને પડે એનો કાંઈ મેળ નથી. વસ્તુ જે ત્રિકાળ અભેદ છે તેમાં ભેદની નજરથી જોતાં ભેદ છે તોપણ વસ્તુ કદીય ભેદપણે થતી નથી. વસ્તુનું સ્વરૂપ જ સહજ આવું છે.
આ અધ્યવસાનાદિ ભાવો છે તે બધાય, વિશ્વને સાક્ષાત્ દેખનારા ભગવાન અદ્વૈતદેવો વડે, પુદ્દગલદ્રવ્યના પરિણામમય કહેવામાં આવ્યા છે. જુઓ, શ્રી અરિહંતદેવ વિશ્વને એટલે કે સમસ્ત પદાર્થોને સાક્ષાત્ જાણે દેખે છે. ભગવાનને કેવળજ્ઞાન-કેવળદર્શનમાં સ્વપ૨પ્રકાશકપણાનું સંપૂર્ણ સામર્થ્ય પ્રગટયું છે. તેથી તેઓ આખા વિશ્વને દેખે છે, જાણે છે.
ખરેખર તો સર્વજ્ઞપણું એ આત્મજ્ઞપણું છે. કેવળજ્ઞાનની પર્યાયનો સ્વભાવ જ એટલો અને એવડો છે કે તે સ્વ અને ૫૨ને સંપૂર્ણ પ્રકાશે. લોકાલોક છે તો પર્યાયમાં તેનું જ્ઞાન થાય છે એમ નથી. પર્યાયનો એ સહજ જ સ્વભાવ છે કે એ સમસ્ત વિશ્વને જાણે. સ્વપરપ્રકાશકપણાનું સામર્થ્ય પોતાથી જ પ્રગટયું છે. અરિહંતદેવ વિશ્વને સાક્ષાત્ દેખે છે એટલે કે પોતાની પર્યાયમાં પૂર્ણતાને દેખે છે. જેમ રાત્રિના સમયે કોઈ સરોવરના પાણીમાં તારા, ચંદ્ર વગેરે દેખાય છે તે ખરેખર તો પાણીની જ અવસ્થા દેખાય છે તેમ જ્ઞાન ખરેખર તો જ્ઞાનને જ સંપૂર્ણ જાણી રહ્યું છે.
શ્રી અરિહંતદેવને કેવળજ્ઞાનની દશા એવી સ્વચ્છ અને નિર્મળ પ્રગટ થઈ છે કે એને દેખતાં આખું લોકાલોક જણાઈ જાય છે. અહીં સિદ્ધ ભગવંતોની વાત લીધી નથી કેમકે સિદ્ધોને અરિહંતની જેમ વાણી (દિવ્યધ્વનિ) હોતી નથી. એવા વીતરાગ, સર્વજ્ઞ અરિહંતદેવો વડે આ દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, પૂજા, શીલ, સંયમ આદિ જે વિકલ્પો-શુભભાવો છે તે પુદ્દગલદ્રવ્યના પરિણામમય કહેવામાં આવ્યા છે. અહાહા! જે ભાવે તીર્થંકર-નામકર્મ બંધાય તે ભાવને પુદ્દગલદ્રવ્યના પરિણામમય કહ્યા છે.
પ્રશ્નઃ- શુભભાવોને અચેતન એવા પુદ્દગલદ્રવ્યના પરિણામમય કેમ કહ્યા ?
સમાધાનઃ- વસ્તુ આત્મા છે એ તો ચૈતન્યઘનસ્વરૂપ છે. અને આ શુભભાવો છે તે ચૈતન્યના સ્વભાવમય નથી. શ્રી સમયસાર ગાથા ૬૮ ની ટીકામાં લીધું છે કે– કારણના
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #33
--------------------------------------------------------------------------
________________
Version 001,a: remember to check h††p://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૪ ]
[ ૨૧
જેવાં જ કાર્યો હોય છે,' ‘જવપૂર્વક જે જવ થાય છે તે જવ જ હોય છે.' જેમ જવમાંથી જવ થાય તેમ ચૈતન્યમાંથી ચૈતન્ય પરિણામ જ થાય છે. આત્મા જ્ઞાનાનંદસ્વભાવી છે. તેમાંથી જ્ઞાન અને આનંદની જ દશા થાય. તેમાંથી આ જડ, અચેતન શુભાશુભભાવો કેમ થાય? તેથી પાંચ મહાવ્રત અને બાર અણુવ્રતના જે શુભ વિકલ્પો છે તે પુદ્દગલદ્રવ્યના પરિણામમય છે, ચૈતન્યના પરિણામમય નથી.
અશુદ્ઘનિશ્ચયનયથી તેમને જીવના કહેવાય છે. પરંતુ અશુદ્ધનિશ્ચયનય એટલે જ વ્યવહાર. ખરેખર તો તેઓ ૫૨ના આશ્રયે (કર્મોદય નિમિત્તે) થતા હોવાથી એ ભાવો ૫૨ના જ છે. અહીં તેમને પુદ્દગલદ્રવ્યના પરિણામ એમ ન કહેતાં અભેદપણે પુદ્દગલદ્રવ્યના પરિણામમય એટલે કે પુદ્દગલદ્રવ્યના પરિણામોથી એકમેક કહ્યા છે.
ભાઈ, ભગવાન જિનેશ્વરનો માર્ગ કોઈ અલૌકિક અને અદ્દભુત છે. મંદ કષાયનો ગમે તે ભાવ હોય, ભગવાન કેવળીએ એને પુદ્ગલદ્રવ્યના પરિણામમય કહ્યો છે કેમકે તેમાં ચૈતન્યના નૂરનો અંશ નથી. કોઈ એને મોક્ષનો માર્ગ કહે તો એ મહા વિપરીતતા છે. ભલે એ રાગના પરિણામમાં સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ નથી પણ એ પરિણામમાં ચૈતન્યપણાનો અભાવ છે અને તેથી એ પુદ્દગલના પરિણામમય છે. આગળ ગાથા ૬૮ ની ટીકામાં અતિ સ્પષ્ટપણે કહ્યું છે કે-આ મિથ્યાદષ્ટિ આદિ ગુણસ્થાનો પૌદ્ગલિક મોહકર્મની પ્રકૃતિના ઉદયપૂર્વક થતાં હોઈને, સદાય અચેતન હોવાથી, પુદ્દગલ જ છે–જીવ નથી, કેમકે કારણના જેવાં જ કાર્યો હોય છે.
હવે કહે છે કે–તેઓ (તે અધ્યવસાનો ) ચૈતન્યસ્વભાવમય જીવદ્રવ્ય થવા સમર્થ નથી કે જે જીવદ્રવ્ય, ચૈતન્યભાવથી શૂન્ય એવા પુદ્દગલદ્રવ્યથી અતિરિક્ત કહેવામાં આવ્યું છે. જુઓ, સ્વરૂપથી જીવદ્રવ્ય કેવું છે તે અહીં કહ્યું છે. સ્વરૂપથી જીવદ્રવ્ય શુદ્ધ ચૈતન્ય-સ્વભાવમય છે. ભગવાન આત્મા ચૈતન્યસ્વભાવમય એક શાયકમાત્ર છે. અહાહા! એ ત્રિકાળી સતનું સત્ત્વ, ભાવવાનનો ભાવ અભિન્ન એક ચૈતન્યમાત્ર છે અને ચૈતન્યભાવથી શૂન્ય એવા પુદ્દગલદ્રવ્યથી, ભિન્ન કહેવામાં આવેલ છે.
તથા જે આ રાગાદિ પરિણામ, દયા, દાન, વ્રત, ભક્તિ આદિ શુભભાવના પરિણામ છે તેમને અદ્વૈતદેવોએ પુદ્દગલદ્રવ્યના પરિણામમય કહ્યા છે તેથી તેઓ ચૈતન્યસ્વભાવમય જીવદ્રવ્ય થવા સમર્થ નથી. અહા! ગજબની વાત કરી છે. સઘળાય પુણ્યભાવો-ચાહે તો ભગવાનની સ્તુતિ હો, વંદના હો, ભક્તિ હો, કે વ્રત-તપના વિકલ્પ હો કે છકાયના જીવોની રક્ષાના પરિણામ હો–એ બધા જીવદ્રવ્ય થવા સમર્થ નથી કેમકે તે પુદ્ગલપરિણામમય છે, અધર્મના પરિણામ છે.
શ્રી સમયસાર-કલશટીકાના ૧૦૮મા કળશમાં કહ્યું છે કે- અહીં કોઈ જાણશે કે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #34
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૩
શુભ-અશુભક્રિયારૂપ જે આચરણરૂપ ચારિત્ર છે તે કરવા યોગ્ય નથી તેમ વર્જવાયોગ્ય પણ
નથી.'
સમાધાનઃ- “ઉત્તર આમ છે કે-વર્જવાયોગ્ય છે, કારણ કે વ્યવહારચારિત્ર હોતું થયું દુષ્ટ છે, અનિષ્ટ છે, ઘાતક છે; તેથી વિષય-કષાયની માફક ક્રિયારૂપ ચારિત્ર નિષિદ્ધ છે.” આવા શુભભાવોની પ્રતિજ્ઞા લઈને કોઈ એમ માને કે બધું થઈ ગયું (ધર્મ થઈ ગયો છે તો તે અજ્ઞાન પોષે છે. શુભભાવ પણ વિષય-કપાયની જેમ જ અનિષ્ટ અને આત્મઘાતક છે. તેથી જેમ વિષય-કષાયનો નિષેધ છે તેમ પુણ્યપરિણામરૂપ બાહ્ય ચારિત્રનો પણ નિષેધ છે. આવું લોકોને કઠણ પડે પણ શું થાય? વ્યવહાર ચારિત્રના પરિણામ ચૈતન્યભાવથી શૂન્ય છે તેથી તે જીવદ્રવ્ય થવા સમર્થ નથી. તથા જેઓ જીવ થવા સમર્થ નથી તેવા એ અચેતન ભાવો જીવનો મોક્ષમાર્ગ કેમ થાય? જે બંધભાવ છે તેમાંથી મોક્ષનો ભાવ કેમ થાય?
આ પંચમ આરાના સાધુ-પરમેષ્ઠી-ભગવાન કુંદકુંદાચાર્ય અને અમૃતચન્દ્રાચાર્ય ભગવાનની દિવ્યધ્વનિનો સંદેશ પહોંચાડે છે કે-જ્ઞાયકસ્વભાવમય, ચૈતન્યસ્વભાવમય એવું જે જીવદ્રવ્ય, ચૈતન્યભાવથી શૂન્ય એવું જે પુદ્ગલદ્રવ્ય તેનાથી ભિન્ન છે. માટે જેઓ અધ્યવસાનાદિકને જીવ કહે છે તેઓ ખરેખર પરમાર્થવાદી નથી. તેઓ સાચું માનનારા અને સાચું કહેનારા નથી. વ્યવહારથી નિશ્ચય થાય એમ કહેનારા પરમાર્થવાદી નથી. શુભ-ભાવરૂપ જે વ્યવહાર એ તો અજીવ છે. એ અજીવ મોક્ષમાર્ગનું સાધન કેવી રીતે થાય ? જે બંધસ્વરૂપ છે તે મોક્ષનું સાધન કેમ થાય?
પ્રશ્ન:- શ્રીમદે કહ્યું છે ને કે “લોએ સવ્યવહારને સાધનરહિત થાય.'
ઉત્તર- શ્રીમદ તો ત્યાં જે નિશ્ચયાભાસી છે તેની વાત કરી છે. જે કોઈ જીવ નિશ્ચયનયના અભિપ્રાયને યથાર્થ જાણતો નથી અને વ્યવહાર કહેતાં આત્મવ્યવહારને લોપે છે અર્થાત્ નિશ્ચયરત્નત્રય પ્રગટ કરતો નથી તે સાધનરહિત થયો થકો નિશ્ચયભાસી મિથ્યાદષ્ટિ છે. શ્રીમદે કહેલી પૂરી પંક્તિઓ આ પ્રમાણે છે:-(આત્મસિદ્ધિમાં )
અથવા નિશ્ચયનય ગ્રહે, માત્ર શબ્દની માંય; લોએ સવ્યવહારને, સાધન રહિત થાય.'
સાધનરહિત થાય' એમ કહ્યું ત્યાં કયું સાધન? આ શુભભાવ જે અજીવ ભાવ છે એ સાધન? એ તો સાધન છે જ નહિ. અંતરંગ સાધન નિજ શુદ્ધાત્મા છે અને તેના લક્ષે પ્રગટ થતાં જે નિશ્ચયરત્નત્રય તે બાહ્ય સાધન છે. આ સિવાય અન્ય કોઈ સાધન નથી.
શ્રી પ્રવચનસારમાં આવે છે કે મોક્ષમાર્ગનો ભાવ એ જીવનો વ્યવહારભાવ છે, આત્મવ્યવહાર છે. નિશ્ચય સમકિત, નિશ્ચયજ્ઞાન અને નિશ્ચયચારિત્ર એવી જે નિશ્ચયરત્નત્રય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #35
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૪ ]
[ ૨૩
રૂપ નિર્વિકલ્પ વીતરાગ પરિણતિ તે આત્માનો સવ્યવહાર છે. જે વિકલ્પ છે એ તો અસદ્દભૂત છે. એ આત્માનો વ્યવહાર કયાં છે? રાગાદિ વિકલ્પ તો મનુષ્યનો, ચારગતિમાં રખડવાનો, વ્યવહાર છે. આત્મા પરિપૂર્ણ આનંદસ્વરૂપ ચૈતન્યઘનસ્વભાવી ભગવાન છે. તેના આશ્રયે જે નિર્મળ સમ્યકદર્શન-જ્ઞાન-ચારિત્રની વીતરાગી પર્યાય પ્રગટે તે આત્માનો વ્યવહાર છે. આવો માર્ગ જેને અંતરમાં બેસે તેની દશા કોઈ અલૌકિક હોય છે.
અહીં કહે છે કે શુભભાવથી આત્માને લાભ થાય, ધર્મ થાય એમ શુભભાવને જીવ કહેનારા પરમાર્થવાદી નથી, કારણ કે આગમ, યુક્તિ અને સ્વાનુભવથી તેમનો પક્ષ બાધિત છે.
તેમાં “તેઓ જીવ નથી” એવું આ સર્વજ્ઞનું વચન છે તે તો આગમ છે. જે આગમમાં પરની દયાથી ધર્મ મનાવે અને પરની દયાને સિદ્ધાંતનો સાર કહે એ જૈન આગમ જ નથી. અહીં તો પૂજા, ભક્તિ, વ્રત, તપ, દાન દયાના જે વિકલ્પ તે જીવ નથી એવું જે અહ-પ્રવચન છે–તે આગમ છે એમ કહ્યું છે. પર જીવની દયા હું પાળી શકું એવી માન્યતા છે તે મિથ્યાદર્શન છે. અને પરની હું રક્ષા કરું એવો જે વિકલ્પ છે તે શુભભાવ છે, રાગ છે. એ મિથ્યા માન્યતા અને રાગ છે તે જીવ નથી એવું જે સર્વજ્ઞનું વચન છે તે આગમ છે.
કોઈ એમ માને કે બીજા જીવની રક્ષા કરવા માટે કે બીજા જીવને ન હણવા માટે ભગવાનની દિવ્યધ્વનિ છુટી છે તો તે બરાબર નથી. ભગવાને તો આત્માની પૂર્ણ આનંદની અને વીતરાગી શાન્તિની દશા પ્રગટ કરવા માટે વાણીમાં કહ્યું છે. ભગવાનની દિવ્યધ્વનિમાં તો એમ આવ્યું છે કે પર જીવને તું હણી શક્તો જ નથી કે પર જીવની તું રક્ષા પણ કરી શક્તો જ નથી. તથા પર જીવની રક્ષા કરવાના જે ભાવ થાય છે એ રાગ છે. અને રાગ છે તે ખરેખર તો પોતાના આત્માની હિંસા કરનાર પરિણામ છે. પર જીવની દયા પાળવાનો ભાવ રાગ છે, તેથી તે સ્વરૂપની હિંસા કરનારો છે. પુરુષાર્થ સિદ્ધયુપાયમાં અમૃતચંદ્રાચાર્ય રાગાદિના પ્રાદુર્ભાવને હિંસા કહી છે, અને રાગાદિના અપ્રાદુર્ભાવને અહિંસા કહી છે. આવો ધોધમાર્ગ છે અને એ ધોધમાર્ગને કહેનારું વીતરાગ સર્વજ્ઞદેવનું વચન છે તે આગમ છે. તે આગમમાં રાગને જડસ્વભાવ અજીવ કહ્યો છે, તે જીવને લાભ કેમ કરે ? જીવને જીવનો સ્વભાવ લાભ કરે, પણ રાગાદિ કદીય લાભ ન કરે.
હવે આ નીચે પ્રમાણે સ્વાનુભવગર્ભિત યુક્તિ છે:
સ્વયમેવ ઉત્પન્ન થયેલા એવા રાગદ્વેષ વડે મલિન અધ્યવસાન છે તે જીવ નથી, કારણ કે, કાલિમા (કાળ૫)થી જુદા સુવર્ણની જેમ, એવા અધ્યવસાનથી જુદો અન્ય ચિસ્વભાવરૂપ જીવ ભેદજ્ઞાનીઓ વડે સ્વયં ઉપલભ્યમાન છે અર્થાત્ તેઓ પ્રત્યક્ષ ચૈતન્યભાવને જુદો અનુભવે
છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #36
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૩
અજ્ઞાની એમ કહે છે કે કાળપથી જુદો કોઈ કોલસો નથી તેમ અધ્યવસાનથી જુદો આત્મા નથી. તેને યુક્તિથી ઉત્તર આપે છે કે કાળપથી ભિન્ન જેમ સુવર્ણ છે તેમ અધ્યવસાનથી ભિન્ન અન્ય ચિસ્વભાવમય આત્મા છે. સોનામાં જે કાળપ દેખાય છે એનાથી સોનું ભિન્ન છે. જે કાળપ છે તે સોનું નથી પણ મેલ છે. તેમ પર્યાયમાં જે પુણ્ય-પાપના ભાવ છે તે આત્મા નથી. એ તો મેલ છે. આ પ્રમાણે કાળપથી ભિન્ન સુવર્ણની જેમ અધ્યવસાનથી ભિન્ન ચિસ્વભાવમય જીવ છે એમ યુક્તિ કહી.
હવે અનુભવની વાત કહે છે કે-ભેદજ્ઞાન કરનારાઓને રાગથી–અધ્યવસાનથી જુદો જીવ સ્વયં ઉપલભ્યમાન છે. અહાહા! અખંડ એક જ્ઞાનાનંદસ્વભાવી આત્માને ભેદજ્ઞાનીઓ અધ્યવસાનથી ભિન્ન પ્રત્યક્ષ જુદો અનુભવે છે. અધ્યવસાનથી જુદો એટલે એના આશ્રય અને અવલંબન વિના પોતે પોતાથી જ પ્રાપ્ત થાય છે, અનુભવમાં આવે છે. અહો ! શું અદ્ભુત ટીકા છે! આને સિદ્ધાંત અને આગમ કહેવાય. એકલું ન્યાયથી ભરેલું છે! કહે છે કે રાગનું લક્ષ છોડીને સ્વભાવ પ્રતિ દષ્ટિ કરતાં ભેદજ્ઞાની સમકિતીઓને રાગથી ભિન્ન ચિસ્વભાવમય જીવ અનુભવમાં આવે છે.
જુઓ અહીં આગમ, યુક્તિ અને અનુભવથી એમ સિદ્ધ કર્યું કે આ અધ્યવસાનાદિ ભાવો જીવ નથી પરંતુ એમનાથી ભિન્ન શુદ્ધ ચૈતન્યમય વસ્તુ જીવ છે. આવી વાત બીજે કય ય છે નહિ. વસ્તુને સિદ્ધ કરવા કેટકેટલો ન્યાય આપ્યો છે! ઇન્દ્રિયો અને રાગના આશ્રય વિના ભેદજ્ઞાનીઓને સ્વયં શુદ્ધ જીવવસ્તુ અનુભવમાં આવે છે. પોતે પોતાથી જ અનુભવમાં આવે છે. વ્યવહાર સાધન અને નિશ્ચય સાધ્ય એમ જ્યાં કહેલું છે ત્યાં એ નિમિત્ત બતાવવા વ્યવહારનયથી કથન કરેલું છે. ભાઈ ! વસ્તુ તો રાગાદિથી ભિન્ન ત્રિકાળ શુદ્ધ ચૈતન્યસ્વભાવમય છે અને તે તેની સન્મુખ થતાં અનુભવમાં આવે છે.
સ્વસમ્મુખતાનો અભ્યાસ ન હોવાથી આ વાત કઠણ લાગે છે. અનાદિથી પર તરફ વલણ જઈ રહ્યું છે અને અંતર્મુખ વાળવું એ જ પુરુષાર્થ છે. જે પર્યાય રાગાદિ ઉપર ઢળેલી છે એને તો કાંઈ અંદર વાળી શકાય નહિ. પણ જ્યાં દૃષ્ટિ દ્રવ્ય ઉપર જાય છે ત્યાં તે જ ક્ષણે પર્યાય સ્વયં અંતરમાં ઢળેલી હોય છે. ત્યારે તેને અંતરમાં વાળી એમ કહેવાય છે.
અહીં ટીકામાં “સ્વયમેવ ઉત્પન્ન થયેલા એવા રાગદ્વેષ એમ કહ્યું છે ત્યાં એમ અભિપ્રાય છે કે તેઓ (રાગદ્વેષ) આત્માથી ઉત્પન્ન થયા નથી. તથા “ભેદજ્ઞાનીઓ વડે સ્વયં ઉપલભ્યમાન” છે એમ કહીને એમ બતાવવું છે કે આત્માનો અનુભવ કરવામાં અન્ય ( રાગ, ઇન્દ્રિયો આદિ) કોઈની અપેક્ષા નથી. આત્મા પોતે પોતાથી જ અનુભવમાં આવે છે.
ભાઈ ! આવા યથાર્થ સ્વરૂપનો પ્રથમ નિર્ણય તો કર. અહાહા ! વસ્તુ આવી સહજ શુદ્ધ ચિસ્વભાવમય છે એવો વિકલ્પ સહિતના જ્ઞાનમાં નિર્ણય તો કર. શ્રી સમયસાર
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #37
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૪ ]
[ ૨૫
ગાથા ૧૪૪માં આ નિર્ણયની વાત લીધી છે. ભગવાને કહેલા આગમથી પ્રથમ નિર્ણય કરે કે આત્મા જ્ઞાનસ્વરૂપ જ છે. ત્યાર પછી મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનને મર્યાદામાં લાવી આત્મસન્મુખ કરે છે. જ્ઞાન જે પર તરફ ઢળેલું છે તેને સ્વ તરફ વાળે છે. ત્યારે શું થાય છે? અત્યંત વિકલ્પરહિત થઈને તત્કાળ નિજરસથી જ પ્રગટ થતા, આદિ-મધ્ય-અંત રહિત, અનાકુળ, કેવળ એક, આખાય વિશ્વના ઉપર જાણે કે તરતો હોય તેમ અખંડ પ્રતિભાસમય, અનંત વિજ્ઞાનઘન, પરમાત્મારૂપ સમયસારને આત્મા અનુભવે છે.
રાગથી ભિન્ન આત્માને અનુભવે નહિ અને રાગ વડે લાભ (ધર્મ) માને તે બહારથી કંચન-કામિનીનો ત્યાગી નિર્વસ્ત્ર દિગંબર અવસ્થાધારી હોય તો પણ તેને સાધુ કેમ કહીએ? રાગથી લાભ માનવો એ તો મિથ્યાદર્શન છે. આ કોઈ વ્યક્તિ-વિશેષના અનાદરની વાત નથી પણ વસ્તુની સ્થિતિની વાત છે. અમને ઘણાં શાસ્ત્રોનો અભ્યાસ છે, અમે ઘણી શાસ્ત્રસભાઓ સંબોધી છે તેથી અમને આત્મજ્ઞાન છે એમ કોઈ કહે તો તે યથાર્થ નથી. એ તો બધી રાગનીવિકલ્પની વાતો છે. વસ્તુ આત્મા તો શાસ્ત્રજ્ઞાનના વિકલ્પથી પાર નિર્વિકલ્પ છે. આવા નિર્વિકલ્પ શુદ્ધ ચૈતન્યમય આત્માની દષ્ટિ કરી તેનો અનુભવ કરવો તે આત્મદર્શન અને આત્મજ્ઞાન છે.
આ પ્રમાણે અધ્યવસાનને એટલે રાગાદિ વિભાગને જીવ માનનારને આગમ, યુક્તિ અને અનુભવથી જો ઠરાવ્યો. આ એક બોલ થયો. હવે બીજો બોલ કહે છે:
અનાદિ જેનો પૂર્વ અવયવ છે અને અનંત જેનો ભવિષ્યનો અવયવ છે એવી જે એક સંસરણરૂપ ક્રિયા તે-રૂપે ક્રિીડા કરતું જે કર્મ છે તે પણ જીવ નથી કારણ કે કર્મથી જુદો અન્ય ચૈતન્યસ્વભાવરૂપ જીવ ભેદજ્ઞાનીઓ વડે સ્વયે ઉપલભ્યમાન છે અર્થાત્ તેઓ તેને પ્રત્યક્ષ અનુભવે છે.
કેવળી ભગવાને કર્મને જીવ કહ્યો નથી એ આગમ થયું. તથા કાળપથી-મેલપથી જેમ સોનું જુદું છે તેમ કર્મથી આત્મા જુદો છે એ યુક્તિ થઈ. અને ભેદજ્ઞાનીઓ કર્મથી જુદો જે ચૈતન્યસ્વભાવી જીવ છે તેને પ્રત્યક્ષ અનુભવે છે એ અનુભવ થયો. ટીકામાં એમ લીધું છે કેસંસરણરૂપ ક્રિયા એટલે રાગની ક્રિયામાં કર્મ ક્રીડા કરે છે, રાગમાં આત્મા ક્રીડા કરતો નથી.
પ્રત્યક્ષ ચૈતન્યભાવને જુદો અનુભવે તેને સમ્યગ્દર્શનાદિ ધર્મ કહીએ. એ સમ્યગ્દર્શન વિના બહારથી વ્રતાદિ ધારણ કરી એમ માનવા લાગે કે અમે સંયમી છીએ એને પોતાની ખોટી માન્યતાનું ભારે નુકશાન થાય છે. એની (નુકશાનની) એને ખબર ન હોય એ તેનું અજ્ઞાન છે. પણ એ અજ્ઞાન કાંઈ બચાવનું સાધન હોઈ ન શકે. જેમ ઝેરના પીવાથી મરી જવાય તેમ શુભકર્મના સેવનથી પણ આત્માનો વાત જ થાય. એની
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #38
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ર૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૩
ખબર ન હોય તેથી કાંઈ તે આત્મઘાતના નુકશાનથી બચી ન જાય. એને એનું નુકશાન ભોગવવું જ પડે.
જુઓ, દરેક ઠેકાણે એમ લખ્યું છે કે જીવ તો ચૈતન્યસ્વભાવી જ છે. આહાહા! ચૈતન્યસ્વભાવભાવ, અખંડ, એકરૂપ ધ્રુવસ્વભાવ, એવો ને એવો રહેનારો જે ત્રિકાળી જ્ઞાયકભાવ છે તે જીવ છે. એવો જીવ જે રાગથી-કર્મથી ભિન્ન છે તેને સમ્યક્રદૃષ્ટિઓ પ્રત્યક્ષ અનુભવે છે. આવો અનુભવ જ્ઞાન અને આનંદના વેદન સહિત હોય છે. પ્રત્યક્ષ અનુભવે છે એમ કહ્યું છે ને? એટલે રાગ અને મનના સંબંધથી જાણે અને અનુભવે છે એમ નથી. પ્રત્યક્ષ અનુભવમાં પરનો આશ્રય છે જ નહિ. પરના આશ્રય રહિત એવા મતિશ્રુતજ્ઞાનથી આત્મા પ્રત્યક્ષ અનુભવમાં-વેદનમાં આવે છે. આ બીજો બોલ થયો.
ત્રીજો બોલ–તીવ્ર-મંદ અનુભવથી ભેદરૂપ થતાં, દુરંત રાગરસથી ભરેલાં અધ્યવસાનોની સંતતિ પણ જીવ નથી કારણ કે તે સંતતિથી અન્ય જુદો ચૈતન્યસ્વભાવરૂપ જીવ ભેદજ્ઞાનીઓ વડે સ્વયે ઉપલભ્યમાન છે અર્થાત્ તેઓ તેને પ્રત્યક્ષ અનુભવે છે. જુઓ, ભગવાને આમ કહ્યું છે, યુક્તિથી પણ એમ જ સિદ્ધ છે અને તીવ્ર-મંદ રાગની પરંપરા-સંતતિથી જુદો અન્ય ચૈતન્યસ્વભાવમય જીવ ભેદજ્ઞાનીઓ પ્રત્યક્ષ અનુભવે છે.
અજ્ઞાનીને અનાદિથી તીવ્ર-મંદ રાગની સંતતિનો જ અનુભવ છે. તેમાં જે મંદ રાગ છે. તેથી પોતાને કંઈક લાભ છે એમ તે માને છે. પણ ભાઈ ! એનાથી જરાય લાભ નથી. મંદ રાગ તો અભવીને પણ થાય છે. મિથ્યાત્વની મંદતા અને અનંતાનુબંધી કષાયની મંદતા તો અભવી જીવને પણ હોય છે. પણ મંદ રાગ એ કાંઈ વસ્તુ (આત્મા) નથી. રાગ મંદ હો કે તીવ્ર, જાત તો કષાયની જ છે. એ જીવ નથી. જીવ તો તીવ્ર-મંદ રાગની સંતતિથી ભિન્ન નિત્ય એકરૂપ ચૈતન્યસ્વભાવમય છે. અને ભેદજ્ઞાનીઓ એટલે રાગ અને આત્માની ભિન્નતાને યથાર્થપણે જાણનારા ધર્માત્મા જીવો આત્માને એવો જ અનુભવે છે. આ ત્રીજો બોલ થયો.
આઠમાંથી ત્રણ બોલ ચાલ્યા છે. હવે ચોથો બોલઃ-નવી-પુરાણી અવસ્થાદિકના ભેદથી પ્રવર્તતું જે નોકર્મ તે પણ જીવ નથી કારણ કે શરીરથી અન્ય જુદો ચૈતન્યસ્વભાવરૂપ જીવ ભેદજ્ઞાનીઓ વડે સ્વયે ઉપલભ્યમાન છે અર્થાત્ તેઓ પોતે તેને પ્રત્યક્ષ અનુભવે છે.
નવી-પુરાણી અવસ્થા, રોગ-નીરોગની અવસ્થા, બાળ-યુવાન-વૃદ્ધની અવસ્થા, પુષ્ટજીર્ણરૂપ અવસ્થા ઇત્યાદિ અવસ્થાના ભેદથી નોકર્મ એટલે શરીર પ્રવર્તે છે. અહા ! ભાષા તો જુઓ! બાળ-યુવાન-વૃદ્ધપણે કે પુર-જીર્ણપણે કે રોગ-આરોગપણે આ શરીર જે પુદગલોનો સ્કંધ-પિંડ છે તે પરિણમે છે, જીવ નહિ. શરીરની અવસ્થાનો સ્વતંત્ર જન્મક્ષણ છે, જે-તે અવસ્થારૂપે શરીર સ્વયં પરિણમે છે. આ અનેક અવસ્થાના ભેદથી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #39
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check hffp://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૪ ]
[ ૨૭
પ્રવર્તતું જે શરીર જીવ નથી. કારણ કે શરીરથી અન્ય જુદો ચિદાનંદસ્વભાવી જીવ ભેદજ્ઞાનીઓ વડે પ્રત્યક્ષ અનુભવાય છે. શરીરને પ્રવર્તાવવું એ જીવનો સ્વભાવ નથી.
પ્રશ્ન:- ઈર્યા સમિતિમાં જોઈને ચાલવું એમ કહ્યું છે ને ?
ઉત્તર:- ઈર્યા સમિતિમાં જીવ શ૨ી૨ને ચાલવારૂપ પ્રવર્તાવે છે એમ નથી. પણ એ તો જે-તે ભૂમિકામાં શ૨ી૨ જેમ ચાલે છે તેનું કથન કર્યું છે. અહો! શરીરથી જેમને ભેદષ્ટિ થઈ છે એવા સમકિતી જીવો શરીરથી ભિન્ન એવા ચૈતન્યસ્વભાવમય શુદ્ધ આત્માને પ્રત્યક્ષ અનુભવે
છે.
ભાઈ ! નિવૃત્તિ લઈને આનો અભ્યાસ કરવો જોઈએ. શ્રીમદે કહ્યું છે કે દેહની ચિંતા કરતાં અનંતગણી ચિંતા આત્માની રાખજે કેમકે આ એક ભવમાં જ અનંત ભવ ટાળવા છે. આ ભવ અનંત ભવને ટાળવા માટે છે. અનંત ભવને એક ભવમાં ટાળવા એ કોઈ અલૌકિક અસાધારણ કામ છે, પ્રભુ! જો એ કામ ન કર્યું તો માથે અનંત ભવો પડયા છે. વંટોળિયાનું તણખલું કયાં જઈને પડે એનો કાંઈ મેળ નથી. તેમ મિથ્યાદષ્ટિ જીવ દેહ છોડીને કયાં જશે એનો કાંઈ મેળ નથી. અરે! કયાંય નક, નિગોદ, તિર્યંચમાં ચાલ્યો જશે! તથા જેની ત્રસની સ્થિતિ પૂરી થવા આવી હોય એણે જો આ કાર્ય (સમ્યગ્દર્શનાદિ) ન કર્યું તો તે પણ નિગોદમાં ચાલ્યો જશે. ત્રસ અવસ્થાની ઉત્કૃષ્ટ સ્થિતિ બે હજાર સાગરથી કાંઈક અધિક છે. શું કહ્યું? આ ઇયળ, કીડી, ભમરો, ઢોર, નારકી, મનુષ્ય, દેવ વગેરેમાં રહેવાની ઉત્કૃષ્ટ સ્થિતિ બે હજાર સાગર જેટલી છે. એ સ્થિતિ પૂરી થયે નિયમથી મિથ્યાદષ્ટિ જીવ નિગોદમાં–એકેન્દ્રિયમાં જાય છે. કદાચિત્ પંચેન્દ્રિયમાં રહે તો એક હજાર સાગર રહે અને સમગ્રપણે ત્રસમાં રહેવાનો વધુમાં વધુ બે હજાર સાગર જેટલો કાળ છે. આ કાળમાં જો સમ્યગ્દર્શનાદિ પ્રગટ કરે તો અનંત સુખમય સિદ્ધપદ પામે અને જો ન કરે તો મહાદુ:ખમય નિગોદ અવસ્થાને પ્રાપ્ત થાય. ત્યાં અનંતકાળ દુ:ખ ભોગવે.
ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ એક ચિન્માત્રસ્વભાવમય છે. તે ભેદજ્ઞાનીઓ વડે દેહથી ભિન્નપણે સ્વયં ઉપલભ્યમાન છે. ‘સ્વયં ઉપલભ્યમાન છે.' એનો શું અર્થ છે? કે સમકિતીઓને પોતાની જ્ઞાનની દશાથી આત્મા પ્રત્યક્ષ અનુભવમાં આવે છે એવો તેનો અર્થ છે, મતિ-શ્રુતજ્ઞાનથી આત્મા પ્રત્યક્ષ અનુભવમાં આવે છે. તેથી દેહ તે જીવ નથી, દેહથી ભિન્ન આત્મા ચૈતન્યસ્વભાવમય જુદી વસ્તુ છે. અનેક અવસ્થાઓના ભેદરૂપ પ્રવર્તતું જે શરીર એમાં આત્માનો અધિકાર છે એમ નથી. (શરીર અને આત્મા બન્ને ભિન્નભિન્ન છે).
શ્રી સમયસાર ગાથા ૯૬ ની ટીકામાં આવે છે કે આ શરીર છે તે મૃતક કલેવર એટલે મડદું છે. તેમાં અમૃતનો સાગર એવો ભગવાન આત્મા મૂર્છાઈ ગયો છે. શુદ્ધ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #40
--------------------------------------------------------------------------
________________
Version 001,a: remember to check h††p://www.AtmaDharma.com for updates
૨૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૩
ચૈતન્યસ્વભાવમય અમૃતનો સાગર હું છું એમ અનુભવવાને બદલે આ મૃતક શરી૨ હું છું, આ શરીર મારું એમ તું કયાં મૂર્છાઈ ગયો, પ્રભુ ! અરે ! અમૃતનો સાગર મૃતક શરીરમાં મૂર્છાયો એ મોટું કલંક છે.
પુદ્દગલ, ધર્મ, અધર્મ, આકાશ, કાળ અને અન્ય જીવ એમ છ દ્રવ્યો છે તે મનનો વિષય છે. ત્રણલોકના નાથ સર્વજ્ઞ ૫રમાત્મા પણ મનનો વિષય છે. તેથી બીજી રીતે કહીએ તો સર્વજ્ઞ પરમાત્મા પણ ઇન્દ્રિય છે. અંદર ખંડખંડ જ્ઞાન જે થઈ રહ્યું છે તે પણ ભાવેન્દ્રિય છે. ભાવેન્દ્રિય ખંડખંડ જ્ઞાનને જણાવે છે, જ્યારે આત્મા ચૈતન્યસ્વરૂપ અખંડ છે. તેથી ખંડખંડ જ્ઞાનને જણાવતી ભાવેન્દ્રિય અખંડ આત્માથી ભિન્ન ૫૨ વસ્તુ છે, શૈય છે. એક રીતે તો તે ભાવેન્દ્રિયને પુદ્દગલના પરિણામ કહ્યા છે કેમકે ક્ષયોપશમભાવ એ આત્માનો સ્વભાવ નથી. શ્રી સમયસાર ગાથા ૪૯ ની ટીકામાં કહ્યું છે કે ક્ષયોપશમભાવ એ જીવનો સ્વભાવ નથી. સ્વભાવષ્ટિથી જોતાં ક્ષયોપશમભાવનો તેમાં અભાવ છે. અહો! વસ્તુનું સ્વરૂપ અતિ સૂક્ષ્મ અને ગંભીર છે. લોકોને બહારની (ક્રિયાકાંડની) પ્રવૃત્તિ આડે અંતર (અંદ૨માં ) વસ્તુ શું છે તે શોધવાની દરકાર નથી.
શ્રી સમયસાર ગાથા ૫૦ થી ૫૫ માં આવશે કે શબ્દો, વાણી, શ૨ી૨, ઇન્દ્રિય, મન એ બધાં જે નોકર્મ છે એનાથી અનુભૂતિસ્વરૂપ ભગવાન આત્મા ભિન્ન છે. શ૨ી૨થી જુદો છું એમ ધારણામાં લીધું હોય, પણ એવો ભિન્ન ચૈતન્યસ્વભાવમય આત્માનો પ્રત્યક્ષ અનુભવ કરવો જોઈએ. ભેદજ્ઞાનીઓ દેહથી ભિન્ન શુદ્ધ ચિદાનંદમય આત્માને પ્રત્યક્ષ અનુભવે છે.
પાંચમો બોલ : સમસ્ત જગતને પુણ્ય-પાપરૂપે વ્યાપતો કર્મનો વિપાક છે તે પણ જીવ નથી કારણ કે શુભાશુભ ભાવથી અન્ય જુદો ચૈતન્યસ્વભાવરૂપ જીવ ભેદજ્ઞાનીઓ વડે ઉપલભ્યમાન છે અર્થાત્ તેઓ પોતે તેને પ્રત્યક્ષ અનુભવે છે.
જગતના સઘળા સંસારીઓને પુણ્ય-પાપરૂપે કર્મનો વિપાક વ્યાપેલો છે. તેઓ પુણ્યપાપને જીવ કહે છે. અહીં કહે છે કે પુણ્ય-પાપ છે એ કર્મનો વિપાક છે, એ આત્મા નથી. શ્રી સમયસાર કળશટીકા કળશ ૧૮૯ માં લીધું છે કે પઠન-પાઠન, સાંભળવું, ચિન્તન કરવું, સ્તુતિ, વંદના એ સઘળો જે ક્રિયા-કલાપ છે તે વિકલ્પ છે, રાગ છે. હજુ જેને પઠન-પાઠનની નવરાશ નથી એની તો વાત જ શું કરવી? એને તો આત્મા શુભાશુભ ભાવથી રહિત શુદ્ધ ચૈતન્યધાતુ છે એ બેસી શક્તું જ નથી. ભાઈ! હિંસા, જૂઠ, ચોરી, કુશીલ આદિ પાપના ભાવ તો ઝેર છે જ, પણ આ પઠન-પાઠન, શ્રવણ, ચિંતવન, સ્તુતિ, વંદના આદિ શુભભાવ છે તે પણ ઝેરનો ઘડો છે. તે કાંઈ અમૃતસ્વરૂપ આત્મા નથી.
જેને આત્માના આનંદનો અનુભવ હોય તેના શુભભાવને આરોપથી અમૃત કહેવાય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #41
--------------------------------------------------------------------------
________________
Version 001,a: remember to check h††p://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૪ ]
[ ૨૯
નિશ્ચયધર્મ પ્રગટયો છે તે જ ખરેખર
છે. ત્રિકાળ ધ્રુવ અખંડ એક ચૈતન્યસ્વરૂપના અવલંબને અમૃત છે. પણ તે ધર્મનો શુભભાવ ૫૨ આરોપ કરીને શુભભાવને પણ અમૃત કહ્યો છે; છે તો ખરેખર એ ઝેર. અરે! જગતને સત્ય સાંભળવા મળે નહિ એ બિચારા કયાં જશે? લાખો રૂપિયાનાં દાન આપે ત્યાં દાન દેવાનો જે ભાવ છે તે પુણ્ય છે. એનાથી કાંઈ જન્મ-મરણ ન મટે. અને એને ધર્મ માને તો મિથ્યાદર્શન છે. પૈસા તો અજીવ છે. જીવ કાંઇ એ અજીવનો સ્વામી નથી. પૈસા મારા છે એમ માનનારે પોતાને અજીવ માન્યો છે. ભાઈ! પૈસા પેદા કરવા, એને સાચવવા અને વા૫૨વા એ કાંઈ આત્માની ક્રિયા નથી. તથા દાન આપવાનો જે શુભભાવ છે તે રાગ છે, સંસાર છે. શુભભાવ કે જે સંસારમાં પ્રવેશ કરાવે તેને ભલો કેમ કહીએ?
પુણ્ય-પાપના ભાવ એ તો કર્મનો વિપાક છે, એ કાંઈ ભગવાન આત્માનો વિપાક નથી. પુણ્ય-પાપનો જે ર્કા થાય એ જીવ નહિ. જીવ તો નિર્મળ જ્ઞાનાનંદસ્વરૂપ છે. એ જ્ઞાનનો ર્ડા થાય. જીવ વિકારનો ર્તા થાય એમ માનનારે પોતાને આખોય વિકારી માન્યો છે. પણ ભાઈ! વસ્તુ આત્મા તો વિકારથી રહિત ચિન્માત્ર છે. વસ્તુતત્ત્વ બહુ સૂક્ષ્મ છે. બાપુ! જન્મ-મરણના દુઃખોથી મુક્ત થવાનો ઉપાય અતિ આકરો અને ઝીણો છે.
આ લસણ અને ડુંગળીમાં જે નિગોદના જીવો છે એમને પણ શુભાશુભભાવો તો હોય છે. ક્ષણમાં શુભ અને ક્ષણમાં અશુભ ભાવ આવે છે. એમને પણ શુભાશુભ કર્મધારા નિરંતર ચાલ્યા કરે છે. ભાઈ! એ તો બધો કર્મનો વિપાક છે. એ જડનું ફળ છે, એ કાંઈ ચૈતન્યનું ફળ નથી. ચૈતન્યસ્વરૂપ આત્મા તો પુણ્ય-પાપરૂપ કર્મના વિપાકથી ભિન્ન છે એમ સર્વજ્ઞદેવે કહ્યું છે. યુક્તિથી પણ એમ જ સિદ્ધ થાય છે અને ભેદજ્ઞાનીઓ વડે પણ શુભાશુભ ભાવોથી ભિન્ન જુદો ચૈતન્યસ્વભાવમય આત્મા પ્રત્યક્ષ અનુભવાય છે.
છઠ્ઠો બોલ : શાતા-અશાતારૂપે વ્યાસ જે સમસ્ત તીવ્રમંદપણારૂપ ગુણો તે વડે ભેદરૂપ થતો જે કર્મનો અનુભવ તે પણ જીવ નથી. શાતાનું વેદન એટલે કલ્પનામાં જે અનુકૂળપણે સુખરૂપ લાગે અને અશાતાનું વેદન એટલે કલ્પનામાં જે પ્રતિકૂળપણે દુ:ખરૂપ લાગે એવા ભેદરૂપ જે કર્મનો અનુભવ તે જીવ નથી. શરીર તો રોગની મૂર્તિ છે. એક તસુમાં (તસુ જેટલા શરીરના ભાગમાં ) ૯૬ રોગ શરીરમાં છે. એવા આખાય શરીરમાં રોગ ભરેલા છે. એ રોગ જ્યારે પ્રગટ થાય ત્યારે જે અશાતાનું વેદન થાય એ પુદ્દગલનું ફળ છે. તથા શરીર નિરોગી રહે અને બહાર સામગ્રી-ધન, સંપત્તિ, કુંટુંબ-પરિવાર આદિ ઠીક અનુકૂળ હોય ત્યારે જે શાતાનુંસુખની કલ્પનાનું વેદન થાય એ પણ પુદ્દગલનું ફળ છે. એ કલ્પનામય સુખ-દુ:ખના વેદનમાં કર્મનો અનુભવ છે, આત્માનો નહિ. શરીર હૃષ્ટ-પુષ્ટ નિરોગી હોય અને કરોડોની સાહ્યબી હોય ત્યારે જે સુખનો અનુભવ થાય તે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #42
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૩૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૩
કર્મનો અનુભવ છે, આત્માનો નહિ. એ સુખ-દુ:ખમાં ચૈતન્યસ્વરૂપ આત્મા નથી. એ શાતાઅશાતાનો અનુભવ એ આત્મા નથી. આત્મા તો સુખ-દુઃખથી ભિન્ન ચૈતન્યસ્વભાવમય વસ્તુ
એક ધર્મી સિવાય, આખું જગત પાગલ છે, ઘેલું છે-કારણ કે તે દુઃખને સુખ માને છે, જે સુખ નથી તેને સુખ માને છે. રંકથી માંડીને મોટો રાજા અને એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીના સૌ જીવો સુખદુ:ખની કલ્પનામાં રાચી રહ્યા છે. એ સઘળી પાગલોની નાત છે. પરંતુ સુખ-દુ:ખની કલ્પનાથી ભિન્ન પડી અનંત સુખનું ધામ જે શુદ્ધ ચૈતન્યસ્વભાવમય વસ્તુ છે એમાં દષ્ટિ કરે તો સ્વયં અર્થાત્ પ્રત્યક્ષ આનંદનો અનુભવ થાય છે. અહાહા ! સુખ-દુઃખથી જાદો અન્ય ચૈતન્યસ્વરૂપ જીવ છે એમ પ્રત્યક્ષ અનુભવમાં આવે છે. કેવળીને જ પ્રત્યક્ષ થાય એમ નહિ. ચોથા ગુણસ્થાને પણ સ્વસંવેદનથી આત્મા પ્રત્યક્ષ અનુભવાય છે. સમ્યગ્દર્શન થતાં ભેદજ્ઞાનીઓને મતિ-શ્રુતજ્ઞાનથી આત્મા પ્રત્યક્ષ વેદનમાં આવે છે.
પ્રથમ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન હોવા જોઈએ. આત્મા વસ્તુ સ્વસંવેદનપ્રત્યક્ષ થઈ ન હોય અને વ્રત, નિયમ અને સંયમમાં લાગી જાય તો એ સઘળી ક્રિયા એકડા વિનાનાં મીંડાં જેવી છે. એવા જીવો ક્રિયાના અભિમાનમાં ચઢી જાય છે. વળી કહે કે-અશુભ કરતાં તો શુભ સારું છે. પણ ભાઈ ! એ તો વ્યવહારથી એમ કહેવાય, નિશ્ચયથી તો શુભભાવ પણ ઝેર છે. જે સંસારમાં દાખલ કરે તેને સારો કેમ કહેવાય ?
- હવે સાતમો બોલ કહે છે:-શીખંડની જેમ ઉભયાત્મકપણે મળેલાં જે આત્મા અને કર્મ તે બન્ને મળેલાં પણ જીવ નથી. જેમ દહીં અને સાકર બે મળીને શીખંડ છે તેમ આત્મા અને કર્મ એ બે થઈને જીવ છે એમ નથી. ભગવાન આત્મા તો ચૈતન્યસ્વરૂપ પ્રભુ છે અને રાગ અને કર્મ વગેરે તો જડ અચેતનસ્વરૂપ છે. તેથી જીવ અને કર્મ બન્ને ભિન્નભિન્ન છે. પરંતુ જેમ હાથી ચૂરમુ અને ઘાસ બન્નેને ભેગા કરીને ખાય છે તેમ અજ્ઞાની કર્મ અને આત્માને એક કરીને અનુભવે છે.
કોઈ પુરુષ સ્ત્રી સાથે વિષય ભોગ કરે છે ત્યાં ખરેખર એ સ્ત્રીના શરીરને ભોગવતોઅનુભવતો નથી. શરીર તો જડ, અજીવ છે; માંસ, હાડ અને ચામડાંની થેલી છે. જ્યારે ભગવાન આત્મા તો અંદર સ્પર્ધાદિ રહિત શુદ્ધ ચિતૂપ વસ્તુ છે. ભોગકાળે એને આ ઠીક છે એવો જે રાગ થાય તે રાગને એ અનુભવે છે. ત્યાં આત્મા અને રાગ ભેગા છે એમ નથી. પણ અજ્ઞાનવશ એમ માને છે કે આને (રાગને) હું ભોગવું છું. જેમ કૂતરું હાડકું ચાવે ત્યારે હાડકાની કણી દાઢમાં વાગે ત્યારે ત્યાંથી લોહી નીકળે છે. એ લોહીનો સ્વાદ આવતાં તે હાડકાનો સ્વાદ આવે છે તેમ તે માને છે. તેમ શરીર તો હાડ, માંસ, ચામડું અને વિષ્ટાથી ભરેલું છે. એનો સ્પર્શ થતાં એ ઠીક છે એવો એને રાગ થાય છે. એ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #43
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૪ ]
[ ૩૧
રાગને તે અનુભવે છે પણ શરીરને હું ભોગવું છું એમ મિથ્યા માને છે. તેવી જ રીતે સર્પદંશ થયો હોય તો તે દંશને ભોગવે છે એમ નથી, પણ તે વખતે તેના લક્ષે જે અણગમાનો દ્વેષભાવ થાય છે તે દ્વેષને અનુભવે છે. અહીં તો એમ કહે છે કે એ રાગદ્વેષરૂપ વિકારીભાવ અને આત્મા એ બે મળીને જીવ છે એમ નથી. બે ભોગવે એમ નહિ. આત્મા વિકારથી જુદો છે એ અનુભવસિદ્ધ છે કેમકે સમસ્તપણે કર્મથી જુદો અન્ય ચૈતન્યસ્વરૂપ આત્મા ભેદજ્ઞાનીઓ વડ પ્રત્યક્ષ અનુભવમાં આવે છે. ભેદજ્ઞાનીઓને આનંદના વેદનવાળો આત્મા પ્રત્યક્ષ છે.
આઠમો બોલઃ-અર્થક્રિયામાં સમર્થ એવો જે કર્મનો સંયોગ તે પણ જીવ નથી. આઠ કર્મ ભેગાં થઈને આત્મા થયો એમ નથી. જેમ ખાટલાથી ખાટલામાં સૂનારો જુદો છે તેમ આઠ કર્મરૂપી ખાટલાથી ભગવાન આત્મા જુદો છે. કોઈ દિવસ વિચાર કરે નહિ, મનન કરે નહિ તેને આ વાત કેમ બેસે? કળશટીકામાં કળશ ૧૧૧માં સ્વચ્છંદી નિશ્ચયાભાસીનું કથન કરતાં કહ્યું છે કે–તે જીવો શુદ્ધ ચૈતન્યનો વિચાર માત્ર પણ કરતા નથી.
આઠ કર્મનો પાક છે એનાથી ભગવાન આત્મા જુદો છે. ભગવાન આત્મા તો જ્ઞાનાનંદસ્વરૂપ, ચૈતન્યસ્વરૂપ છે. આઠ કર્મથી આત્મા બન્યો છે એ મોટી ભ્રમણા છે, કેમકે આઠ કર્મના સંયોગથી જુદો અન્ય ચૈતન્યસ્વભાવમય જીવ ભેદજ્ઞાનીઓ વડે સ્વયં ઉપલભ્યમાન છે. અર્થાત્ ભેદજ્ઞાનીઓ શુદ્ધ ચૈતન્ય વસ્તુનો પ્રત્યક્ષપણે આસ્વાદ કરે છે.
આ પ્રમાણે અન્ય કોઈ બીજા પ્રકારે કહે ત્યાં પણ આ જ યુક્તિ જાણવી.
* ગાથા ૪૪: ભાવાર્થ ઉપરનું પ્રવચન *
જીવ ચૈતન્યસ્વભાવમય છે. જાણવું-દેખવું એ તેનો સ્વભાવ છે. સ્વભાવવાન પોતે આત્મા અને ચૈતન્ય પોતાનો સ્વભાવ છે. જેટલા અધ્યવસાનાદિ ભાવો છે તેનાથી જીવ જુદો છે. રાગથી આત્માને ભિન્ન પાડનાર ધર્માત્માને એવો જીવ અનુભવગમ્ય છે. ભેદજ્ઞાની સમકિતી જીવ શુદ્ધ ચૈતન્યસ્વભાવી આત્મવસ્તુને પ્રત્યક્ષપણે સ્વસંવેદન વડે આસ્વાદે છે.
તેથી જેમ અજ્ઞાની માને છે તેમ નથી. કર્મ, રાગ, શુભાશુભ ભાવ, પુણ્ય-પાપના ભાવ કે સુખ-દુઃખની કલ્પના ઇત્યાદિ આત્મા નથી. અહીં પુદ્ગલથી ભિન્ન આત્માની ઉપલબ્ધિ પ્રત્યે વિરોધ કરનારા પુરુષને મીઠાશથી અને સમભાવથી જ આ પ્રમાણે ઉપદેશ કરવો એમ હવે કાવ્યમાં કહે છે
* કળશ ૩૪: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *
હે ભવ્ય! “પરેજી વાર્થ-વોનાદન ઝિમ' તને બીજો નકામો કોલાહલ કરવાથી શો લાભ છે? “હું ભવ્ય!' એટલે કે હું ધર્મ પામવાને લાયક જીવ! તને વસ્તુના
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #44
--------------------------------------------------------------------------
________________
Version 001,a: remember to check h††p://www.AtmaDharma.com for updates
૩૨ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૩
સ્વભાવથી વિરુદ્ધ કોલાહલ કરવાથી શું લાભ છે? વસ્તુનો જે ચૈતન્યસ્વભાવ તેનાથી વિરુદ્ધ જે પુણ્ય-પાપના અચેતન ભાવ તેનાથી તને શું લાભ છે? વ્યવહાર સાધન અને નિશ્ચય સાધ્ય એવો કોલાહલ નકામો છે. એ તો નિમિત્તનું જ્ઞાન કરાવવા એમ કહ્યું છે. (ખરેખર વ્યવહા૨ નિશ્ચયનું સાધન નથી ).
‘વિરમ' એ કોલાહલથી તું વિરક્ત થા. આ અધ્યવસાન આદિ ભાવો જીવ છે એવા મિથ્યા વિકલ્પોના કોલાહલથી વિરક્ત થાય. વ્યવહારથી નિશ્ચય થાય, રાગથી વીતરાગતા થાય એવા વસ્તુસ્વરૂપથી વિપરીત કોલાહલથી વિરામ પામ. રાગથી ધર્મ થશે એમ માનનારે રાગને પોતાનો સ્વભાવ માન્યો છે. એણે રાગને જ આત્મા માન્યો છે.
પ્રશ્ન:- નિર્વિકલ્પ અનુભવ થવા પહેલાં છેલ્લે શુભરાગ તો હોય છે ને ?
ઉત્તર:- ભાઈ! એ શુભરાગને છોડીને નિર્વિકલ્પ થયો છે. કાંઇ શુભરાગથી નિર્વિકલ્પ થયો નથી. શુભભાવ છે એ તો વિભાવસ્વભાવ જડસ્વભાવ છે, એ કાંઈ ચૈતન્યસ્વભાવ નથી.
આત્મા એકરૂપ ચૈતન્યઘનસ્વભાવ, ધ્રુવસ્વભાવ, સામાન્યસ્વભાવ, અભેદસ્વભાવ અખંડ ચૈતન્યમાત્ર વસ્તુ છે. હવે કહે છે-‘નિવૃત્ત: સદ્ સ્વયમ્ અપિ પુસ્ ષઘ્નાસમ્ પશ્ય' પોતે નિશ્ચળ લીન થઈને પ્રત્યક્ષ કરીને એક ચૈતન્યમાત્ર વસ્તુને દેખ; એવો છ મહિના અભ્યાસ કર. ચૈતન્યવસ્તુમાં પ્રમેયત્વ નામનો ગુણ છે, તેથી તને એ જ્ઞાનમાં પ્રત્યક્ષ અનુભવમાં આવશે. તેથી તું સ્વરૂપમાં એકાગ્ર થઈને સ્વસંવેદન વડે શુદ્ધ ચિત્તૂપમાત્ર વસ્તુનો અનુભવ કર.
જુઓ, અહીં અમુક ક્રિયાઓ કરે તો આત્મા દેખાય એમ નથી કહ્યું. શ્રીમદ્દ રાજચન્દ્ર પણ કહ્યું છે કેઃ
‘સર્વ જીવ છે સિદ્ધસમ, જે સમજે તે થાય.’
ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યસામાન્યસ્વરૂપ છે. તેને અનુભવ. ‘સ્વયં' શબ્દ છે ને? એટલે કે તેના અનુભવમાં પરની કોઈ અપેક્ષા નથી. ભગવાન આત્મા સીધો સ્વસંવેદનમાં પ્રત્યક્ષ જણાય છે. વિકલ્પોનો કોલાહલ અનુભવમાં મદદગાર નથી પણ અટકાવનાર છે, વિઘ્નકારી છે. નિયમસારમાં ( ગાથા ૨ ની ટીકામાં ) સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ શુદ્ઘરત્નત્રયાત્મક માર્ગ પરમ નિરપેક્ષ કહ્યો છે. વસ્તુનો જે સ્વભાવ છે તેને વળી પ૨ની અપેક્ષા કેવી ?
અહીં કહે છે–‘ જખ્માસન્' છ મહિના ચૈતન્યના અનુભવનો અભ્યાસ કર. ભાઈ, તું વેપાર-ધંધામાં વર્ષોના વર્ષો કાઢે છે. ૨ળવા-કમાવામાં અને બાયડી-છોકરાંની સંભાળ રાખવામાં રાત-દિવસ ચોવીસે ય ક્લાક તું પાપની મજૂરીમાં કાઢે છે. પણ એનું ફળ તો મનુષ્યભવ હારીને ઢોરની ગતિ પ્રાપ્ત થવાનું છે. માટે હે ભાઈ ! તું સર્વ સંસારના
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #45
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૪ ]
[ ૩૩
વિકલ્પોનો ત્યાગ કરી એક છ મહિના શુદ્ધાત્માના અનુભવનો અભ્યાસ કર. આમ તો અંતર્મુહૂર્તમાં ચૈતન્યની પ્રાપ્તિ થઈ શકે છે. પણ તને જો બહુ આકરું લાગતું હોય તો છ મહિના તેનો અભ્યાસ કર. આમ છ મહિના અભ્યાસ કરવાની વાત કરી છે. ચિદાનંદ પ્રભુ ચૈતન્યસ્વભાવી જ્ઞાયકસ્વભાવી ધ્રુવ એકરૂપ આત્મા છે તેની લગની લગાડ, એકમાત્ર એમાં જ ધૂન લગાડ. તને તે પ્રાપ્ત થશે જ.
શ્રીમદ્ રાજચંદ્ર કહ્યું છે કે -
“જો ઇચ્છો પરમાર્થ તો કરો સત્ય પુક્ષાર્થ, ભવસ્થિતિ આદિ નામ લઈ, છેદો નહીં આત્માર્થ.”
પરમાનંદનો નાથ પરમ પદાર્થ ભગવાન આત્માની ઉપલબ્ધિની ભાવના હોય તો સત્ય પુરુષાર્થ એટલે સ્વભાવસમ્મુખતાનો પુરુષાર્થ કર. ભવસ્થિતિ હશે તેમ થશે (કાળલબ્ધિ હશે તેમ થશે) એવી મિથ્યા અટક (પક્કડ) છોડી દે. કાળલબ્ધિ હશે ત્યારે થશે એવો દુરાગ્રહ આત્માના હિતને છેદનારો છે. માટે ભવસ્થિતિ આદિના બહાના છોડીને તું પુરુષાર્થ કર. ભાઈ ! તારે “કાળલબ્ધિ હશે ત્યારે થશે” એ વાતની ધારણા-પકડ કરવી છે કે તેનું જ્ઞાન કરવું છે? તેનું યથાર્થ જ્ઞાન કરવું હોય તો તું જ્ઞાયકની સન્મુખ થઈ પુરુષાર્થ કર. જ્ઞાયક જ્ઞાનમાં આવતાં તને પાંચ સમવાયનું વાસ્તવિક જ્ઞાન થશે.
સ્વભાવ તરફનો પુરુષાર્થ કરતાં સમ્યકત્વ થયું ત્યારે ખ્યાલ આવ્યો કે કાળલબ્ધિ પાકી ગઈ. દ્રવ્યસંગ્રહમાં (ગાથા ૨૧ ની ટીકામાં) આવે છે કે કાળલબ્ધિ હેય છે. કાળ અસ્તિપણે છે, નિમિત્ત છે પણ તે હેય છે. (કેમકે કાળની-નિમિત્તની સન્મુખ દૃષ્ટિ કરતાં સમ્યકત્વાદિ થતાં નથી) કાળ નિમિત્ત છે તે છે, અને પોતાની પર્યાયનો જે સ્વકાળ છે તે પણ છે; પણ તે સ્વકાળનું જ્ઞાન કોને થાય? પોતાના સ્વભાવની સન્મુખ જ્યાં પુરુષાર્થ કર્યો ત્યારે કાળ પાયો એમ સ્વકાળનું–કાળલબ્ધિનું જ્ઞાન થયું, ભવિતવ્યતાનું પણ જ્ઞાન થયું, તથા સ્વભાવસન્મુખ પુરુષાર્થ કર્યો તે સ્વભાવનું જ્ઞાન થયું અને નિમિત્તનો એટલો અભાવ છે એમ જ્ઞાન થયું. આમ પાંચેય સમવાય કારણો એકસાથે છે એમ યથાર્થ જ્ઞાન થયું.
તેથી અહીં કહ્યું છે કે છ મહિના ચૈતન્યસ્વરૂપ નિજ શુદ્ધ આત્મદ્રવ્યના અનુભવનો અભ્યાસ કર, એની જ અંતરમાં લગની લગાડ. અને જોકે એમ કરવાથી ‘હૃદય-સરસ પુનાત્ fમન્નધાન: પુંસ: નવુ જિં અનુપસ્થિ: માતિ વિરું ૩પનધ્ય:' પોતાના હૃદયસરોવરમાં જેનું તેજ-પ્રતાપ-પ્રકાશ પુદ્ગલથી ભિન્ન છે એવા આત્માની પ્રાપ્તિ નથી થતી કે થાય છે.
સમયસાર નાટકમાં લીધું છે કે જ્ઞાનરૂપી સરોવરમાં તું જ પોતે ચૈતન્યકમળ છે. સ્વભાવસમ્મુખ પર્યાયનો પુરુષાર્થ તે ભ્રમર છે. તે તું જ છે. તું જ તે ચૈતન્યકમળમાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #46
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૩૪ ]
| [ પ્રવચન રત્નાકર ભાગ-૩
ભ્રમર થઈ એકત્વ પામ, ચૈતન્યના આનંદરસનો ભોક્તા થા. આ ચૈતન્યકમળ જ્ઞાનાનંદના રસથી અત્યંત ભરેલું છે. તેમાં તું નિમગ્ન થઈ એકલા જ્ઞાનાનંદરસને પી. અહાહા ! તું નિર્મળપર્યાયરૂપ ભ્રમર થઈને ત્રિકાળી એકરૂપ ચૈતન્યરસમાં નિમગ્ન થા. તેથી તને આનંદનો અભુત અનિર્વચનીય આસ્વાદ પ્રાપ્ત થશે. શુદ્ધ આત્માની પ્રાપ્તિ થશે. તુ આનો અભ્યાસ કરે અને પ્રાપ્તિ ન થાય એમ કદી બને જ નહિ.
ભગવાન આત્મા પુદ્ગલથી ભિન્ન અર્થાત્ રાગાદિ વિકલ્પથી ભિન્ન ચૈતન્યના તેજથી ભરેલો, ચૈતન્યના નૂરનું પૂર છે. તેની સન્મુખ થઈ અંતર્નિમગ્ન થતાં અવશ્ય આત્મોપલબ્ધિ થાય છે. પુરુષાર્થ કરે અને પ્રાપ્તિ ન થાય એ કેમ બને? (પ્રાપ્તિ થાય જ છે. જે કોઈ વ્યવહારના વિકલ્પો છે તેનાથી ભગવાન આત્માનું ચૈતન્ય-તેજ ભિન્ન છે. તે ચૈતન્ય-તેજના અનુભવ માટે વિકલ્પનો કોઈ સહારો નથી. તેથી કાળલબ્ધિ પાકે ત્યારે પ્રાપ્તિ થશે. ભગવાને દીઠું હશે ત્યારે પ્રાપ્ત થશે-ઇત્યાદિ અનેક પ્રકારના વિકલ્પોની નબળી વાતો રહેવા દે. એવી નબળી વાતોથી આત્માના પુરુષાર્થને છેદ મા, તારા પ્રયોજનને છેદ મા. સ્વભાવસમ્મુખતાના પુરુષાર્થ વડે જેનું પ્રયોજન છે તે સ્વાસ્મોપલબ્ધિ સિદ્ધ કર.
વળી કોઈ સમયસારમાં ઉદધૃત “નડુ નખમયં પવME....' છંદનો આધાર આપીને કહે છે કે-જો જિનમાર્ગને પ્રવર્તાવવા ઇચ્છતા હો તો નિશ્ચય અને વ્યવહાર એમ બન્ને નયોને ન છોડો. પરંતુ ભાઈ, એનો અર્થ શું? એનો અર્થ તો એમ છે કે-વ્યવહાર છે ખરો, પણ વ્યવહાર આશ્રય કરવા યોગ્ય નથી. સાધકપણાનો ભાવ, ૧૪ ગુણસ્થાન આદિ સઘળો વ્યવહાર છે ખરો, પરંતુ તે આશ્રય કરવા લાયક નથી.
શ્રી સમયસાર ગાથા ૧૧માં કહ્યું છે કે ભૂતાર્થનો અર્થાત્ એક નિશ્ચયનો આશ્રય કરો. કેમકે ત્રિકાળી ભગવાન જે છતો વિધમાન પદાર્થ અસ્તિરૂપ મહાપ્રભુ છે એના આશ્રયે જ સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે. સમ્યગ્દર્શન થયા પછી, બાકી રહેલી અશુદ્ધતા અને પર્યાયની અપૂર્ણતા તે તે કાળે જાણેલી પ્રયોજનવાન છે એમ ગાથા ૧રમાં લીધું છે. વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે, આદરેલો પ્રયોજનવાન નથી. ‘વ્યવહારનયો.....પરિજ્ઞાય-માનસ્તકાત્વે પ્રયોગનવાન' એટલે કે વ્યવહારનય તે કાળે જાણેલો પ્રયોજનવાન છે. તે તે કાળે જે પ્રકારની અશુદ્ધતા છે અને શુદ્ધતાનો જે અંશ વધ્યો છે તે સઘળો વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે એવો અર્થ શ્રી અમૃતચન્દ્રાચાર્યદવે ૧રમી ગાથાની ટીકામાં કર્યો છે.
સિદ્ધ, સાધક અને સંસાર એ બધું વ્યવહાર છે. ત્રિકાળી ધ્રુવ તે નિશ્ચય અને પર્યાય તે વ્યવહાર છે. વ્યવહાર છે ખરો, પણ જાણેલો પ્રયોજનવાન છે; નિશ્ચય છે તે આદરેલો પ્રયોજનવાન છે. બાપુ! વસ્તુનું સ્વરૂપ જ આવું છે. ભગવાને એમ જ કહ્યું છે, શાસ્ત્રમાં એમ જ છે અને વસ્તુની સ્થિતિ પણ એમ જ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #47
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૪ ]
[ ૩૫
અમૃતચંદ્રાચાર્યદેવ કહે છે કે આ શાસ્ત્રની ટીકા કરવાનો જે વિકલ્પ છે તે અમારો (સ્વરૂપભૂત) નથી, અમે તો તેના માત્ર જાણનાર છીએ, સ્વરૂપગુપ્ત છીએ. ટીકા તો શબ્દો વડે (પુદ્ગલોથી) રચાઈ છે. એ શબ્દો અને વિકલ્પથી ભિન્ન આત્મામાં અમે તો ગુસ છીએશબ્દો અને વિકલ્પમાં અમારો નિવાસ નથી. જુઓ, આ સત્યનો ઢંઢેરો પીટયો છે! થોડામાં ઘણું કહ્યું
અહીં કહે છે કે વસ્તુસ્વભાવ જે પૂર્ણ છે તેની સન્મુખતા કરી તેમાં ઢળતાં, એકાગ્ર થતાં તેની પ્રાપ્તિ ન થાય એમ કેમ બને? (સ્વભાવ સન્મુખતાના અભ્યાસ વડે સ્વાસ્મોપલબ્ધિ અવશ્ય થાય જ.)
* કળશ ૩૪: ભાવાર્થ ઉપરનું પ્રવચન *
ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્માનો અભ્યાસ કરે તો તેની પ્રાપ્તિ અવશ્ય થાય. અંતર્મુખ વળવાનો પુરુષાર્થ કરે અને પ્રાપ્તિ ન થાય એમ ત્રણ કાળમાં બને નહિ. અહીં અભ્યાસનો અર્થ માત્ર વાંચવું અને સાંભળવું એમ નથી, પણ અભ્યાસ એટલે નિજ શુદ્ધ ચૈતન્યમાં એકાગ્રતા કરવાના પુરુષાર્થની વાત છે. ભાઈ, તારી શ્રદ્ધામાં તો લે કે વસ્તુ આવી જ છે. શ્રદ્ધામાં બીજાં લઈશ તો આત્મા હાથ નહિ આવે, પુરુષાર્થ અંતરમાં નહિ વળે. અહો! ગજબનો કળશ મૂકયો
તીર્ણ કરવત કે છીણી પડે અને બે કટકા ન થાય એમ બને જ નહિ. તેમ જેણે રાગની રુચિ છોડી અને સ્વભાવની રુચિ કરી તેને સ્વભાવ પ્રાપ્ત ન થાય એમ બને જ નહિ. જો પ્રાપ્તિ ન થાય તો એનો અર્થ એટલો જ છે કે સ્વભાવ તરફના પુરુષાર્થની ખામી છે. હું, પર વસ્તુ હોય તેની પ્રાપ્તિ ન થાય. અર્થાત્ જે સ્વરૂપમાં નથી તેની કેમેય કરીને પ્રાપ્તિ ન થાય. ગમે તેટલો પુરુષાર્થ કરે તોપણ રાગ પોતાનો ન થઈ જાય. પરંતુ જે સ્વસ્વરૂપ છે તેનું વલણ કરી તેના અનુભવનો અભ્યાસ કરે તો તેની પ્રાપ્તિ જરૂર થાય. આત્મામાં વીર્ય નામનો ગુણ છે. તેનું કાર્ય સ્વરૂપની રચના કરવાનું છે. તેથી અંતર્મુખ થઈ આત્મામાં પુરુષાર્થ કરતાં સ્વરૂપની રચના નિર્મળ થાય, થાય અને થાય જ.
આવો ઉપદેશ કઠણ પડે એટલે લોકો શુભ કરતાં કરતાં શુદ્ધ થશે એમ ખોટા પાટે ચઢી જાય છે. શુભને છોડીને અંદર (વસ્તુના તળમાં) જવું એ ધર્મ પ્રાપ્ત કરવાની નિસરણી છે. પ્રવચનસારમાં કહ્યું છે કે-મોટે અવાજે અમે કહીએ છીએ કે સ્વરૂપ પોતાથી જ પ્રાપ્ત થાય. (રાગથી પ્રાપ્ત ન થાય, જ્ઞાનથી જ થાય.)
ભગવાન! તું છે કે નહિ? (છે). તો છે એની પ્રાપ્તિ ન થાય એમ કેમ બને? પણ ભાઈ, ‘હું ” એમ અનંતકાળમાં તે કબૂલ્યું નથી. એક સમયની પર્યાય અને
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #48
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૩૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૩
રાગની સ્વીકૃતિમાં અનંતકાળ ગયો, પણ અંદર વસ્તુ ચૈતન્યઘન મહાપ્રભુ જે એક સમયની પર્યાયમાં આવતો નથી અને જે પર્યાયમાં જણાયા વિના રહેતો નથી એ શુદ્ધાત્માની પૂર્વે તે કદીય કબૂલાત કરી નથી.
શ્રી સમયસાર ગાથા ૧૭-૧૮માં આવે છે કે-આબાળ-ગોપાળ સૌને સદા અનુભૂતિસ્વરૂપ ભગવાન આત્મા જણાઈ રહ્યો છે. અહાહા ! એની જ્ઞાનની પર્યાયમાં સદા ત્રિકાળી વસ્તુ જણાય છે, કેમકે જ્ઞાનની પર્યાયનો સ્વપરપ્રકાશકસ્વભાવ છે. સ્વ એવું જે દ્રવ્ય તે જ તેના જ્ઞાનમાં આવે છે. પરંતુ અજ્ઞાનીનું વલણ સ્વદ્રવ્ય ઉપર નથી તેથી જ્ઞાનની પર્યાયમાંપ્રગટ અવસ્થામાં જાણનારો પોતે જણાય છે એવું તેને ભાન થતું નથી, એવી તેને પ્રતીતિ ઉપજતી નથી. ભગવાન! તારું જે પૂર્ણ અસ્તિત્વ છે તે એક સમયની પર્યાયમાં સદાય જણાય છે. ભાઈ ! આ તો સર્વજ્ઞની વાણી છે, આ તો પરમાગમ છે. આવી વાણી બીજે ક્યાંય છે જ નહિ. જેનો એક એક ન્યાય અંદર સોંસરવો ઉતરી જાય એવી આ વાણી છે.
પર્યાયબુદ્ધિમાં, રાગબુદ્ધિમાં અજ્ઞાની અટકયો છે. ત્યાં અટક્યો છે તેથી જાણનારો પોતે ત્રિકાળી આત્મા એને જણાય છે એમ ખ્યાલમાં આવતું નથી. અરે! આવા તત્ત્વનો નિર્ણય કરવાનો લોકોને સમય જ ક્યાં છે? એક દિવસમાં ત્રેવીસ કલાક તો બસ રળવું, કમાવું અને બાયડી-છોકરાં સાચવવાં, રાજી રાખવા અને ઉંઘવું-એમ જાય. કદાચ એકાદ કલાક મળે તો કુગુરુ વડે તે લુંટાઈ જાય છે. અહા ! એ વેશધારીઓ તે બિચારાને મિથ્યા શાસ્ત્રો દ્વારા યુક્તિપ્રયુક્તિ બતાવી લૂંટી લે છે.
શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકમાં ૧૫માં પાના ઉપર લખ્યું છે કે જે શાસ્ત્રોમાં વીતરાગભાવનું પ્રયોજન પ્રગટ કર્યું હોય તે જ શાસ્ત્રો વાંચવા-સાંભળવા યોગ્ય છે. રાગની મંદતાથી સંસાર ઘટે એમ જેમાં કહ્યું હોય તે શાસ્ત્ર નથી, કેમકે એણે તો અતત્ત્વશ્રદ્ધાન પોષી મોહભાવને પ્રગટ કર્યો છે. આવું શાસ્ત્ર તે શાસ્ત્ર નથી પણ શસ્ત્ર છે, કારણ કે રાગ-દ્વેષ-મોહ વડે જીવ અનાદિથી દુઃખી થઈ રહ્યો છે. શુભરાગની વાસના તો તેને વગર શિખવાડે પણ હતી અને આ શાસ્ત્ર વડે તેનું જ પોષણ કર્યું ત્યાં ભલુ થવાની શું શિક્ષા આપી? આવી વાત કરી લાગે પણ શું થાય? પોતાના વાડાનો આગ્રહ હોય તેથી દુઃખ થાય પણ તેથી શું? (જેણે હિત કરવું હોય તેણે મધ્યસ્થ થઈ વિચારવું જોઈએ).
શ્રી પંચાસ્તિકાય ગાથા ૧૭રમાં પણ કહ્યું છે કે સર્વ શાસ્ત્રોનું તાત્પર્ય વીતરાગતા છે. જુઓ, દિગંબરોના બધાંય શાસ્ત્રોની વાત મેળ ખાતી અને અવિરુદ્ધ છે. સર્વ શાસ્ત્રોમાં વીતરાગતાનું જ પોષણ કર્યું છે. સવારમાં આવ્યું હતું ને કે અરિહંતોએ મોક્ષ અને મોક્ષમાર્ગની પ્રરૂપણા કરી છે. એવા અરિહંતોને એમની સર્વજ્ઞતા અને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #49
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૪ ]
[ ૩૭
વીતરાગતાને ઓળખીને નમસ્કાર કરું છું. જુઓ, આ નિગ્રંથ સંતોની અમૃત વાણી ! આનું નામ પરમાગમ અને શાસ્ત્ર છે.
અહીં કહે છે કે પોતાના સ્વરૂપનો અભ્યાસ કરે તો તેની પ્રાપ્તિ જરૂર થાય. અહીં રાગનો અભ્યાસ કરવાનું નથી કહ્યું. રાગાદિ પર વસ્તુ ગમે તે પુરુષાર્થથી પણ પ્રાપ્ત ન થાય. પર વસ્તુ છે ને? પોતાનું સ્વરૂપ તો મોજૂદ છે. અહાહા! વિજ્ઞાનઘન-સ્વભાવપણે અસ્તિ ધરાવતી પોતાની ચીજ પ્રત્યક્ષ મોજૂદ છે. પણ તેને પોતે ભૂલી ગયો છે. ચેતીને એટલે જાણીને જો દેખે તો પાસે જ છે, કેમકે તે પોતે જ છે. જુઓ તો ખરા, શ્રી જયચંદ પંડિતે કેવો સરસ ભાવાર્થ ભર્યો છે! કહે છે કે અંતરમાં જાગ્રત થઈને જુએ તો તે પોતે જ છે. તેનો અભ્યાસ કરતાં તે પ્રાપ્ત થાય જ.
અહીં છ મહિનાનો અભ્યાસ કહ્યો તેથી એમ ન સમજવું કે એટલો જ વખત લાગે. સ્વરૂપની પ્રાપ્તિ તો અંતર્મુહૂર્તમાત્રમાં થાય છે. પરંતુ શિષ્યને બહુ કઠણ લાગતું હોય તો તેનો નિષેધ કર્યો છે. સમજવામાં છ મહિનાથી અધિક સમય નહિ લાગે. તેથી અન્ય નિપ્રયોજન કોલાહલ છોડી જ્ઞાનાનંદસ્વરૂપ ભગવાન આત્મામાં લાગવાથી જલદી સ્વરૂપની પ્રાપ્તિ થશે એવો ઉપદેશ છે.
[ પ્રવચન નં. ૮૯ થી ૯૧
*
દિનાંક ૮-૬–૭૬ થી ૧૦-૬–૭૬ ]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #50
--------------------------------------------------------------------------
________________
Version 001,a: remember to check h††p://www.AtmaDharma.com for updates
ગાથા-૪૫
कथं चिदन्वयप्रतिभासेऽप्यध्यवसानादयः पुद्गलस्वभावा इति चेत्
अविहं पिय कम्मं सव्वं पोग्गलमयं जिणा बेंति । जस्स फलं तं वुच्चदि दुक्खं ति विपच्चमाणस्स ।। ४५ ।।
अष्टविधमपि च कर्म सर्वं पुद्गलमयं जिना बुवन्ति ।
यस्य फलं तदुच्यते दुःखमिति विपच्यमानस्य ।। ४५ ।।
હવે શિષ્ય પૂછે છે કે આ અધ્યવસાનાદિ ભાવો જીવ ન કહ્યા, અન્ય ચૈતન્યસ્વભાવ જીવ કહ્યો; તો આ ભાવો પણ ચૈતન્ય સાથે સંબંધ રાખનારા પ્રતિભાસે છે, (ચૈતન્ય સિવાય જડને તો દેખાતા નથી, ) છતાં તેમને પુદ્દગલના સ્વભાવ કેમ કહ્યા ? તેના ઉત્તરનું ગાથાસૂત્ર કહે છે:
રે ! કર્મ અષ્ટ પ્રકારનું જિન સર્વ પુદ્ગલમય કહે, પરિપાક સમયે જેહનું ફળ દુઃખ નામ પ્રસિદ્ધ છે. ૪૫.
ગાથાર્થ:- [ અવિધમ્ અપિ =] આઠે પ્રકારનું [ર્મ] કર્મ છે તે [ સર્વ] સર્વ [ પુન્નત્તમચં] પુદ્દગલમય છે એમ [ખિત્ત: ] જિનભગવાન સર્વદેવો [ ધ્રુવન્તિ] કહે છે- [ યસ્ય વિપવ્યમાનસ્ય] જે પકવ થઈ ઉદયમાં આવતા કર્મનું [i] ફળ [તત્] પ્રસિદ્ધ [૬:વસ્] દુઃખ છે [રૂતિ ઉઘ્યતે] એમ કહ્યું છે.
ટીકા:- અધ્યવસાન આદિ સમસ્ત ભાવોને ઉત્પન્ન કરનારું જે આઠે પ્રકારનું જ્ઞાનાવરણ આદિ કર્મ છે તે બધુંય પુદ્દગલમય છે એવું સર્વજ્ઞનું વચન છે. વિપાકની હદે પહોંચેલા તે કર્મના ફળપણે જે કહેવામાં આવે છે તે (એટલે કે કર્મફળ ), અનાકુળતાલક્ષણ જે સુખ નામનો આત્મસ્વભાવ તેનાથી વિલક્ષણ હોવાથી, દુઃખ છે. તે દુ:ખમાં જ આકુળતાલક્ષણ અધ્યવસાન આદિ ભાવો સમાવેશ પામે છે; તેથી, જોકે તેઓ ચૈતન્ય સાથે સંબંધ હોવાનો ભ્રમ ઉપજાવે છે તોપણ, તેઓ આત્માના સ્વભાવો નથી પણ પુદ્દગલસ્વભાવો છે.
ભાવાર્થ:- કર્મનો ઉદય આવે ત્યારે આ આત્મા દુઃખરૂપ પરિણમે છે અને દુઃખરૂપ ભાવ છે તે અધ્યવસાન છે તેથી દુઃખરૂપ ભાવમાં (-અધ્યવસાનમાં) ચેતનતાનો ભ્રમ ઊપજે છે. ૫રમાર્થે દુ:ખરૂપ ભાવ ચેતન નથી, કર્મજન્ય છે તેથી જડ જ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #51
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check hffp://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૫ ]
[ ૩૯
* શ્રી સમયસાર ગાથા ૪૫ : મથાળું *
હવે શિષ્ય પૂછે છે કે આ અધ્યવસાનાદિ ભાવો જીવ ન કહ્યા, અન્ય ચૈતન્યસ્વરૂપ જીવ કહ્યો; તો આ ભાવો પણ ચૈતન્ય સાથે સંબંધ રાખનારા પ્રતિભાસે છે. રાગ-દ્વેષ આદિ ભાવો જડ સાથે સંબંધ રાખતા નથી, આત્મા સાથે સંબંધ રાખે છે. ચૈતન્ય સિવાય જડમાં, શરીરાદિમાં તો રાગ દેખાતો નથી. છતાં તેમને પુદ્દગલના સ્વભાવ કેમ કહ્યા ? પ્રશ્નનું રૂપ સમજાયું? કહે છે કે-આ રાગ-દ્વેષ, પુણ્ય-પાપના ભાવ અને સુખ-દુઃખનું ભોગવવું એ તો ચૈતન્યની પર્યાયમાં થાય છે, કાંઈ શરીરાદિ જડમાં થતા નથી. એ ચૈતન્યની ઊંધાઈથી થાય છે. તેથી તે ચૈતન્ય સાથે સંબંધ રાખનારા પ્રતિભાસે છે. છતાં તેમને પુદ્ગલના સ્વભાવ કેમ કહ્યા ? આવી જેને અંતરથી સમજવાની જિજ્ઞાસા છે અને પ્રશ્ન પૂછે છે તેને ઉત્તરરૂપે ગાથા સૂત્ર કહે છેઃ
* શ્રી સમયસાર ગાથા ૪૫ : ટીકા ઉ૫૨નું પ્રવચન *
અધ્યવસાન આદિ સમસ્ત ભાવોને ઉત્પન્ન કરનારું જે આઠે પ્રકારનું જ્ઞાનાવરણાદિ કર્મ છે તે બધુંય પુદ્દગલમય છે એવું સર્વજ્ઞનું વચન છે. શું કહ્યું? આ અધ્યવસાનાદિ ભાવો એટલે પુણ્ય-પાપના ભાવો, દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિ શુભભાવો અને કામ, ક્રોધાદિ અશુભભાવોને ઉત્પન્ન કરનારું કર્મ છે. વ્યવહાર રત્નત્રયનો જે ભાવ છે તે શુભરાગ છે. એ શુભરાગ પોતાનો માને તે જીવ મિથ્યાદષ્ટિ છે. તો એ શુભરાગથી લાભ (ધર્મ) થાય એ વાત જ કયાં રહી? અહીં કહે છે કે શુભભાવ છે તે નિમિત્તરૂપ કર્મના લક્ષે થાય છે અને એ કર્મ પુદ્દગલમય છે એમ સર્વજ્ઞનું વચન છે. ગાથામાં પાઠ છે ને કે ‘બિળા લૈંતિ' ભગવાન સર્વજ્ઞદેવનું આ વચન છે કે વ્રત-અવ્રતના શુભાશુભ ભાવો, હરખ-શોકના ભાવો વગેરે સઘળા ભાવોને ઉત્પન્ન કરનારું કર્મ છે અને તે કર્મ પુદ્દગલમય જડ છે. તે ભાવોને ઉત્પન્ન કરે એવો જીવનો દ્રવ્યસ્વભાવ નથી. જીઓ, કેવી સરસ વાત લીધી છે! ભાઈ! પરની દયા તો તું પાળી શક્તો નથી, પણ પ૨ની દયા પાળવાની (છ કાયના જીવોની રક્ષા કરવાની) જે વૃત્તિ ઊઠે એને ઉત્પન્ન કરનારું કર્મ છે અને તે પુદ્દગલમય છે; તે આત્મસ્વભાવમય નથી, ચૈતન્યસ્વભાવમય નથી. અહાહા! બહુ સૂક્ષ્મ વાત. વીતરાગ જૈનદર્શન બહુ સૂક્ષ્મ છે. લોકોને સમજમાં ન આવે તેથી વિરોધ કરે, પણ શું થાય?
હવે કહે છે કે વિપાકની હદે પહોંચેલા તે કર્મના ફળપણે જે કહેવામાં આવે છે તે દુઃખ છે. કર્મનો વિપાક થતાં, જે પુણ્યપાપના ભાવો થાય છે તે કર્મના ફળપણે અનુભવાય છે અને તે દુ:ખ છે. અરે! લોકોને નિશ્ચયમાર્ગ (સત્યમાર્ગ) છે તે બેસતો નથી અને વ્યવહાર પરંપરા કારણ છે એમ હઠ પકડીને બેસી ગયા છે. પણ ભાઈ, વ્યવહારનો જે શુભરાગ છે તેને ઉત્પન્ન કરનાર તો કર્મ-પુદ્દગલ છે એવું સર્વજ્ઞનું વચન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #52
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૪૦ ]
- પ્રવચન રત્નાકર ભાગ-૩
છે. એને પરંપરા કારણ શી રીતે કહીએ? વિપાકને પ્રાપ્ત કર્મના ફળપણે કહેવામાં આવેલા તે અધ્યવસાનાદિ ભાવો દુઃખરૂપ છે. તે પરંપરા મોક્ષનું (સુખનું) કારણ કેમ હોય?
ભગવાન આત્મા ત્રિકાળ અનાકુળ આનંદસ્વભાવથી વસ્તુ છે. અનાકુળ સુખ આત્માનો સ્વભાવ છે. એવો જે સુખ નામનો અતીન્દ્રિય અનાકુળ આત્મસ્વભાવ છે તેનાથી પુણ્ય-પાપના ભાવ વિલક્ષણ છે, વિરુદ્ધ લક્ષણવાળા છે. સવારે કહ્યું હતું ને કે સક્કરકંદ જેમ સાકરની મીઠાશનો પિંડ છે તેમ ભગવાન આત્મા જ્ઞાનથી જોઈએ તો જ્ઞાનમય છે અને સુખથી જોઈએ તો સુખમય છે. આત્મા શુદ્ધ ચૈતન્યમાત્ર વસ્તુ છે. તેમાં અનાકુળ અતીન્દ્રિય આનંદ વસેલો છે. તેમાં કાંઈ પુણ્ય-પાપના વિકલ્પ વસેલા નથી. એ પુણ્ય-પાપના વિકલ્પ, ચાહે વ્યવહાર રત્નત્રયના વિકલ્પ હો, ચૈતન્યથી વિલક્ષણ એટલે વિરુદ્ધ લક્ષણવાળા, આકુળતા-લક્ષણવાળા છે.
હવે કહે છે કે એ આકુળતાલક્ષણ અધ્યવસાન આદિ ભાવો, પુણ્ય-પાપના ભાવો દુઃખમાં જ સમાવેશ પામે છે. આત્મા તો જ્ઞાનમય, શ્રદ્ધામય, શાન્તિમય, વીતરાગતામય, અતીન્દ્રિય આનંદમય છે. આત્માનો જે અનાકુળ આનંદમય સ્વભાવ છે તેનાથી વિલક્ષણ પુણ્ય-પાપ દુ:ખરૂપ છે. જે ભાવ દુઃખરૂપ છે તે સુખનું સાધન કેમ થાય? તે સાધન નથી પણ (બાધક હોવા છતાં) સાધન કહેવામાં આવે છે. જેમ મોક્ષમાર્ગ બે પ્રકારે નથી, મોક્ષમાર્ગનું નિરૂપણ બે પ્રકારે છે તેમ સાધન બે પ્રકારે નથી પણ એનું નિરૂપણ બે પ્રકારે છે. નિશ્ચય સમક્તિ થાય ત્યારે સાથે જે દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ હોય તેને વ્યવહાર સમક્તિ કહે છે. ખરેખર રાગ છે તે તો ચારિત્રનો દોષ છે. દેવ-ગુરુ-શાસ્ત્રની, છ દ્રવ્યની કે નવતત્વની જે શ્રદ્ધા છે એ તો વિકલ્પ છે, રાગ છે. પરંતુ નિશ્ચય સમ્યગ્દર્શનનો સહચર દેખીને તેને સમક્તિનો આરોપ આપ્યો છે. શુભભાવ નિશ્ચયથી તો ઝેર છે, પણ નિશ્ચય સમક્તિનો સહચર જાણી તેને અમૃતનો આરોપ આપ્યો છે. અહીં કહે છે કે રાગાદિ ભાવો સધળા આકુળતાલક્ષણ દુઃખમાં જ સમાવેશ પામે છે. તેથી ખરેખર તે અજીવ છે. જીવ વસ્તુ તો જ્ઞાનાનંદસ્વભાવી છે અને આ પુણ્ય-પાપ આદિ ભાવો એનાથી વિલક્ષણ એટલે વિપરીત સ્વભાવવાળા દ:ખસ્વરૂપ છે. ઝેરરૂપ છે જતાં તેને વિષકુંભ કહ્યો છે.
પ્રશ્ન- શ્રીમમાં આવે છે ને કે
નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવાં સોય.'
ઉત્તરઃ- સાધન એટલે? આ રાગની મંદતા એ સાધન? રાગની મંદતા સાધન છે જ નહિ. એ રાગાદિનાં સાધન તો આકુળતાલક્ષણ દુઃખમાં સમાવેશ પામે છે એમ અહીં કહ્યું છે. શ્રીમદે તો નિશ્ચયના લક્ષે સાધનની વાત કહી છે. નિશ્ચય સાધન કરવાની વાત કહી છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #53
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૫ ]
[ ૪૧
ભાઈ ! ભગવાન ત્રિલોકનાથ તીર્થંકરદેવ એમ કહે છે કે મારી સામે જોતાં તને રાગ થશે. એ રાગ છે તે દુઃખમાં સમાવેશ પામે છે. ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ અનાકુળ આનંદસ્વરૂપ છે. તેની અપેક્ષાએ સ્ત્રી આદિ વિષય તરફ લક્ષ જાય, કે ભગવાનની વાણી ઉપર લક્ષ જાય, એ બન્ને સરખાં છે. શ્રી આદિના લક્ષે અશુભ ભાવ થાય અને ભગવાનની વાણીના લક્ષે શુભભાવ થાય. એ બન્નેનેય (સમયસાર ગાથા ૩૧માં) ઇન્દ્રિય કહ્યા છે. અને ઇન્દ્રિયોને જીતવાનું કહ્યું છે. અર્થાત્ એમાંથી ખસી જવાનું કહ્યું છે. એટલે ભગવાનના આશ્રયે રહેવું એમ કહ્યું નથી. ભગવાનના આશ્રયે તો શુભરાગ થશે અને તે શુભરાગ દુઃખરૂપ જ છે. અહો ! આવી હિતની વાત દિગંબર જૈનદર્શન સિવાય અન્યત્ર ક્યાંય નથી.
ભગવાન! તારો સ્વભાવ તો અનાકુળ આનંદ છે ને! તે છોડીને તને જે રાગનો વિકલ્પ ઊઠે, દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો જે વિકલ્પ ઊઠે તે આકુળતાલક્ષણ દુઃખરૂપ છે. પદ્મનંદી સ્વામીએ પદ્મનંદી પંચવિંશતિમાં ચિદાનંદ ચૈતન્યસ્વરૂપમાંથી બહાર નીકળી જે બુદ્ધિ શાસ્ત્ર ભણવામાં અટકી છે તેને વ્યભિચારિણી બુદ્ધિ કહી છે. અહા ! ગજબ વાત છે! ભાઈ ! વસ્તુનું સ્વરૂપ જેમ છે તેમ સમજવું પડશે.
શ્રી કુંદકુંદાચાર્યદેવ ભગવાન પાસે આઠ દિવસ રહ્યા હતા. ભરતક્ષેત્રમાંથી જ્યાં સીમંધર પરમાત્મા બિરાજે છે ત્યાં વિદેહક્ષેત્રમાં ગયા હતા. તે ભગવાનની આ વાણી છે. આ ગાથામાં તે પોતે કહે છે કે આ સર્વજ્ઞનું વચન છે કે શુભભાવો પુદ્ગલથી ઉત્પન્ન થયેલા ભાવો છે, જીવદ્રવ્યથી ઉત્પન્ન થયેલા નથી. પુદગલના નિમિત્તે ઉત્પન્ન થયેલા છે માટે તે પુદગલમય જ છે. ભગવાન આત્મા અનાકુળ આનંદસ્વરૂપ છે અને પુણ્ય છે એ તેનાથી વિપરીત લક્ષણવાળો ભાવ દુઃખરૂપ છે; અનાકુળ આનંદસ્વભાવી આત્મામાં એનો સમાવેશ થતો નથી. પર્યાયમાં જે શુભરાગ છે, પુણ્યભાવ છે તે દુઃખ છે, તેથી નિશ્ચયનયથી તેને આત્મસ્વભાવ સાથે સંબંધ નથી. તથા સ્વભાવનો જે પર્યાયમાં અનુભવ થાય તે નિર્મળ નિર્વિકારી પર્યાય સાથે પણ તે શુભરાગનો સંબંધ નથી.
ચિન્માત્ર વસ્તુનો જે અનાકુળ આનંદ સ્વભાવ તે જેણે સાધ્યો છે તથા તેમાં જ દષ્ટિ, જ્ઞાન અને રમણતા થતાં જેને નિરાકુળ આનંદનો પ્રગટ સ્વાદ આવ્યો છે તેવા ધર્મી જીવના મંદરાગના ભાવને (સહુચર દેખી) પરંપરા કારણ કહ્યું છે. તેણે સ્વભાવ તરફનું જોર કરીને શુભના કાળે અશુભભાવ ટાળ્યો છે. ખરેખર તો સ્વભાવના જોરના કારણે અશુભ ટળ્યો છે, પણ તેને બદલે શુભભાવથી અશુભ ટળ્યો એમ આરોપ કરીને કહ્યું છે. મિથ્યાષ્ટિને સ્વભાવ તરફનું જોર જ નથી. તેથી તેને અશુભ ટળ્યો જ નથી. તેથી તેને શુભભાવ જે થાય છે તે શુભભાવ ઉપર પરંપરા કારણનો આરોપ આપી શકાતો નથી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #54
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૪૨ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૩
સૌથી મોટું મિથ્યાત્વનું પાપ છે. તેનો તેણે નાશ કર્યો નથી. તેથી મિથ્યાદષ્ટિના બધાંય ભાવોને અશુભ કહ્યા છે.
હવે કહે છે એ રાગાદિ ભાવો ચૈતન્ય સાથે સંબંધ હોવાનો ભ્રમ ઉપજાવે છે તોપણ, તેઓ આત્માના સ્વભાવો નથી પણ પુગલસ્વભાવો છે. જુઓ, એકકોર રામ અને એકકોર ગામ. “નિજપદ રમે સો રામ”. ચિદાનંદ ભગવાન નિજપદ છે. તેમાં રમતાં રમતાં જે આનંદ આવ્યો તેનો રાગ સાથે સંબંધ છે જ નહિ. ( રામ અને રાગ ભિન્ન છે). અજ્ઞાનીને અનાકુળ આનંદમૂર્તિ આત્મા અને રાગ એકમેક છે એવો ભ્રમ ઉપજે છે, પણ રાગાદિ ભાવો ચૈતન્યના સ્વભાવમાં છે જ નહિ.
સાધકને જ્ઞાનધારા અને રાગધારા બન્ને સાથે વર્તે છે. પરંતુ જે રાગધારા છે તે પુગલના સંબંધે ઉત્પન્ન થયેલી છે, સ્વભાવના સંબંધે ઉત્પન્ન થયેલી નથી. અહીં એમ કહેવું છે કે સાધકને વ્યવહારરત્નત્રયનો જે વિકલ્પ છે તે દુઃખમાં સમાવેશ પામે છે અને તેથી તે આત્માનો સ્વભાવ નથી. ભાઈ, અનંત મહિમાવંત તારી ચીજ છે તેની તને મોટપ કેમ આવતી નથી? રાગથી લાભ થાય એમ રાગની મોટપ આવે છે પણ એ તો ભ્રમ છે, મિથ્યાત્વ છે.
ચૈતન્ય ચિદાનંદ પ્રભુ તારો નાથ છે. નાથ એટલે શું? નાથ એટલે નિજ ચૈતન્યસ્વભાવનો આશ્રય કરતાં જે શાન્તિ અને આનંદની નિર્મળ દશા પ્રગટી તેની રક્ષા કરનારો છે, તથા વર્તમાનમાં પરિપૂર્ણ શાન્તિ અને પરિપૂર્ણ આનંદની દશા જે નથી પ્રગટી તેને મેળવી આપનારો છે. તેથી આત્માને નાથ કહીએ છીએ. મળેલાની રક્ષા કરે અને નહિ મળેલાને મેળવી આપે તેને નાથ કહેવાય છે. પ્રગટ શાંતિ અને વીતરાગતાની રક્ષા કરતાં કરતાં ક્રમશઃ પૂર્ણ વીતરાગતા અને કેવળજ્ઞાન મેળવી આપે એવો ભગવાન આત્મા નાથ છે. પરંતુ રાગને રાખે અને રાગને મેળવી આપે એવું આત્માનું સ્વરૂપ નથી.
સત્યને સત્યરૂપે રાખજે, ભાઈ. શ્રીમદે કહ્યું છે કે વસ્તુને વસ્તુ તરીકે રાખજે, ફેરફાર કરીશ નહિ. ભગવાન આત્મા જ્ઞાનાનંદસ્વભાવી નિરાકુળ સુખસ્વરૂપ છે. તેને તેમાં રાખજે. રાગમાં આત્મા આવી ગયો એમ ન માનીશ.
સદ્ગુરુ કહૈ સહજકા ધંધા, વાદવિવાદ કરે સે અંધા.”
શ્રી બનારસીદાસજીએ આ પદ સમયસાર નાટકમાં લખ્યું છે. શુદ્ધ આનંદઘન પ્રભુ ચૈતન્યસ્વરૂપ આત્મા અંદર બિરાજે છે. તેનો આશ્રય કરતાં સમ્યગ્દર્શન થાય એવો સહજ સ્વભાવ છે. પરંતુ પરના આશ્રયે ત્રિકાળમાં (ત્રણ કાળમાં) સમ્યગ્દર્શન ન થાય.
સમયસાર, બંધ અધિકારમાં આવે છે કે-પરને જીવાડું, મારું, સુખી-દુઃખી કરું, પરના પ્રાણોની રક્ષા કરું, તેમને હણું, પરને સુખનાં સાધન આપું, દુઃખનાં સાધન આપું ઇત્યાદિ જે અધ્યવસાય છે તે અજ્ઞાન છે, મિથ્યાત્વ છે. એવી માન્યતાનો ભગવાને નિષેધ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #55
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૫ ]
| [ ૪૩
કર્યો છે. તેથી અમે એમ જાણીએ છીએ કે તેનો નિષેધ કરીને ભગવાને સઘળાય પરાશ્રિત ભાવોનો નિષેધ કર્યો છે. આ પ્રમાણે શ્રી અમૃતચંદ્રાચાર્યે કહ્યું છે.
આવી વાત કાને પડી ન હોય તેથી કેટલાક લોકો કહે છે કે-તમે કાંઈ (વ્રત, તપ, આદિ) કરવાનું તો કહેતા નથી ? પણ ભાઈ. નિજ શદ્ધાત્માનું જ્ઞાન કરવું. તેનું શ્રદ્ધાન કરવું. અને તેમાં રમણતા કરવી એ શું કરવાનું નથી? જ્યાં જેવડી ચીજ પડી છે તેનું જ્ઞાન કરવું,
જ્યાં જેવડી ચીજ છે તેની પ્રતીતિ કરવી અને જ્યાં ચીજ છે તેમાં જ રમવું એ જ કરવાનું છે. આ સિવાય વ્રત, તપ, આદિ વ્યવહારના વિકલ્પ તો જગતને મારી નાખ્યું છે.
પ્રશ્ન:- શુભભાવ એ પ્રશસ્ત વિકલ્પ છે ને?
ઉત્તર:- ભાઈ, એ પ્રશસ્ત વિકલ્પ પણ નુકશાન કરનારો ભાવ છે, આત્માને ઘાયલ કરનારો ભાવ છે એમ પુણ્ય-પાપ અધિકારમાં કહ્યું છે. શ્રી સમયસાર કળશટીકા કળશ ૧૦૮માં કહ્યું છે કે અહીં કોઈ જાણશે કે શુભ-અશુભ ક્રિયારૂપ જે આચરણરૂપ ચારિત્ર છે તે કરવાયોગ્ય નથી તેમ વર્જવાયોગ્ય પણ નથી. ઉત્તર આમ છે કે-વર્જવાયોગ્ય છે, કારણ કે વ્યવહારચારિત્ર હોતું થયું દુષ્ટ છે, અનિષ્ટ છે, ઘાતક છે; તેથી વિષય-કષાયની માફક ક્રિયારૂપ ચારિત્ર નિષિદ્ધ છે.” રુચિમાં લોકોને આત્મા બેસતો નથી પણ રાગ બેસે છે. પરંતુ ભાઈ, એ રાગના પરિણામ તો દુઃખમાં સમાવેશ પામે છે. એ રાગાદિ ભાવો આત્માના ચૈતન્યસ્વભાવમાં પ્રતિષ્ઠા પામતા નથી તેથી તે પુગલસ્વભાવો જ છે.
* ગાથા ૪૫ : ભાવાર્થ ઉપરનું પ્રવચન *
કર્મનો ઉદય આવે ત્યારે આ આત્મા દુઃખરૂપ પરિણમે છે અને દુઃખરૂપ ભાવ છે તે અધ્યવસાન છે. જઓ, કર્મના ઉદયના નિમિત્તે પરિણમે ત્યારે આત્મા રાગરૂપે. પણ ભાવરૂપે પરિણમે છે. એ શુભાશુભ રાગના પરિણામ છે તે દુઃખરૂપ છે. દુઃખરૂપ ભાવ છે તે અધ્યવસાન છે અને તે દુઃખરૂપ ભાવમાં અજ્ઞાનીને ચેતનાનો ભ્રમ ઉપજે છે; ખરેખર ચેતનાના પરિણામ છે નહિ.
ભગવાન આત્મા તો જ્ઞાનાનંદસ્વરૂપ છે. દુઃખરૂપ ભાવમાં આત્મા છે એ તો ભ્રમ છે, પરમાર્થે દુઃખરૂપ ભાવ ચેતન નથી. પરમાર્થ એટલે? પરા કહેતાં ઉત્કૃષ્ટ, મા એટલે લક્ષ્મી. ઉત્કૃષ્ટ લક્ષ્મી એટલે અતીન્દ્રિય આનંદ અને જ્ઞાનની દશા જે પ્રગટે તે પરમાર્થ છે. લોકો, પરનો કાંઈ ઉપકાર કરે તેને પરમાર્થ કહે છે પણ એ પરમાર્થ નથી. પરનો ઉપકાર કરવાનો જે શુભભાવ છે એ તો દુઃખરૂપ ભાવ છે. એ ભાવમાં તો ચૈતન્ય છે જ નહિ. ‘મતમતમતિનનૈ..' એક કળશ ૨૪૪માં આવે છે કે આ પરમાર્થને એકને જ નિરંતર અનુભવો એટલે ઉત્કૃષ્ટ જ્ઞાન અને આનંદસ્વરૂપ વસ્તુ જે આત્મા છે તે એકને
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #56
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૪૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૩
જ નિરંતર અનુભવો એમ કહ્યું છે. શુભરાગનો જે અનુભવ છે તે દુઃખરૂપ છે, તે પરમાર્થ નથી.
વ્યવહાર આવે ખરો, પણ તે પરમાર્થ નથી. ભગવાન આત્માને અનુભવવો તે પરમાર્થ છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રથી શુદ્ધાત્માને સેવવો અને ઉત્કૃષ્ટ લક્ષ્મી-જ્ઞાન અને આનંદ પ્રગટ કરવાં તે પરમાર્થ છે. ઝીણી વાત છે, પણ સાદી ભાષામાં કહેવાય છે. કલકત્તેથી અમુક યુવાન છોકરા આવ્યા હતા. પણ અરે! આત્મા જ્યાં બાળક, વૃદ્ધ કે યુવાન છે? ભગવાન આત્માનો અનુભવ કરે તે ખરેખર યુવાન છે. આત્માનો અનુભવ ન કરે અને રાગને પોતાનો માને તે અજ્ઞાની વૃદ્ધ હોય, ૩૧ સાગરની આયુષ્યની સ્થિતિવાળો દેવ હોય તોપણ તે બાળક છે. રાગથી ભિન્ન પડીને ભગવાન આત્માનો અનુભવ કરે ત્યાં આત્મા પુષ્ટ થાય છે માટે તે યુવાન છે. બાળકપણામાં આત્માનું શોષણ (હીનતા) થતું હતું તેથી તેને બાળક કહ્યો. અને પૂર્ણ કેવળજ્ઞાન પ્રગટાવે તે ખરેખર વૃદ્ધ છે.
રાગાદિ ભાવોમાં ચેતનપણાનો ભ્રમ ઉપજે છે, પણ તે પરમાર્થે ચેતન નથી. સ્વભાવની દષ્ટિએ દયા, દાન, વ્રત, ભક્તિ આદિનો રાગ કર્મ જન્ય છે. જડ કર્મનો સંબંધ આત્માને અસદ્દભૂત વ્યવહારનયથી છે, રાગનો સંબંધ અશુદ્ધ નિશ્ચયનયથી છે અને મતિજ્ઞાન આદિનો પણ ત્રિકાળી આત્મા સાથે અશુદ્ધ નિશ્ચયનયથી સંબંધ છે. ચાર ગતિની યોગ્યતા જે છે તેને પણ અશુદ્ધ-નિશ્ચયનયથી આત્મા સાથે સંબંધ છે, કેમકે તે આત્માની પર્યાયમાં છે. અશુદ્ધનિશ્ચય કહો કે વ્યવહાર કહો, બન્ને એક જ વાત છે. પર્યાય તે વ્યવહાર અને દ્રવ્ય તે નિશ્ચય છે.
[ પ્રવચન નં. ૯૨
દિનાંક ૧૧-૬-૭૬ ]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #57
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૪૬
यद्यध्यवसानादयः पुद्गलस्वभावास्तदा कथं जीवत्वेन सूचिता इति चेत्
ववहारस्स दरीसणमुवएसो वण्णिदो जिणवरेहिं। जीवा एदे सव्वे अज्झवसाणादओ भावा।।४६ ।।
व्यवहारस्य दर्शनमुपदेशो वर्णितो जिनवरैः। जीवा एते सर्वेऽध्यवसानादयो भावाः।। ४६ ।।
હવે પૂછે છે કે જો અધ્યવસાનાદિ ભાવો છે તે પુગલસ્વભાવો છે તો સર્વજ્ઞના આગમમાં તેમને જીવપણે કેમ કહેવામાં આવ્યા છે ? તેના ઉત્તરનું ગાથાસૂત્ર કહે છે:
વ્યવહાર એ દર્શાવિયો જિનવર તણા ઉપદેશમાં, આ સર્વ અધ્યવસાન આદિ ભાવ જ્યાં જીવ વર્ણવ્યા. ૪૬.
ગાથાર્થઃ- [ત્તે સર્વે ] આ સર્વ [ અધ્યવસાય: ભાવ:] અધ્યવસાનાદિ ભાવો છે તે [ નીવડ] જીવ છે એવો [નિવરે.] જિનવરોએ [ ૩પવેશ: વર્ણિત:] જે ઉપદેશ વર્ણવ્યો છે તે [ વ્યવIRચ ટર્શનમ્] વ્યવહારનય દર્શાવ્યો છે.
ટીકાઃ- આ બધાય અધ્યવસાનાદિ ભાવો જીવ છે એવું જે ભગવાન સર્વજ્ઞદેવોએ કહ્યું છે તે, જોકે વ્યવહારનય અભૂતાર્થ છે તોપણ, વ્યવહારનયને પણ દર્શાવ્યો છે; કારણ કે જેમ પ્લેચ્છભાષા મ્લેચ્છોને વસ્તુસ્વરૂપ જણાવે છે તેમ વ્યવહારનય વ્યવહારી જીવોને પરમાર્થનો કહેનાર છે. તેથી, અપરમાર્થભૂત હોવા છતાં પણ, ધર્મતીર્થની પ્રવૃત્તિ કરવા માટે (વ્યવહારનય) દર્શાવવો ન્યાયસંગત જ છે. પરંતુ જો વ્યવહાર ન દર્શાવવામાં આવે તો, પરમાર્થે (-પરમાર્થનયે) શરીરથી જીવ ભિન્ન દર્શાવવામાં આવતો હોવાથી, જેમ ભસ્મને મસળી નાખવામાં હિંસાનો અભાવ છે તેમ, ત્રસસ્થાવર જીવોનું નિઃશંકપણે મર્દન (વાત) કરવામાં પણ હિંસાનો અભાવ ઠરશે અને તેથી બંધનો જ અભાવ ઠરશે; વળી પરમાર્થ દ્વારા રાગ-દ્વેષ-મોહથી જીવ ભિન્ન દર્શાવવામાં આવતો હોવાથી, “રાગી, દ્વેષી, મોહી જીવ કર્મથી બંધાય છે તેને છોડાવવો”—એમ મોક્ષના ઉપાયના ગ્રહણનો અભાવ થશે અને તેથી મોક્ષનો જ અભાવ થશે. (આમ જો વ્યવહારનય ન દર્શાવવામાં આવે તો બંધ-મોક્ષનો અભાવ ઠરે છે.)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #58
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૪૬ ]
| પ્રવચન રત્નાકર ભાગ-૩
ભાવાર્થ - પરમાર્થનય તો જીવને શરીર તથા રાગદ્વેષમોહથી ભિન્ન કહે છે. જો તેનો એકાંત કરવામાં આવે તો શરીર તથા રાગદ્વેષમોહ પુદ્ગલમય ઠરે અને તો પછી પુદ્ગલને ઘાતવાથી હિંસા થતી નથી અને રાગદ્વેષમોહથી બંધ થતો નથી. આમ, પરમાર્થથી જે સંસારમોક્ષ બન્નેનો અભાવ કહ્યો છે તે જ એકાંતે ઠરશે. પરંતુ આવું એકાંતરૂપ વસ્તુનું સ્વરૂપ નથી; અવસ્તુનું શ્રદ્ધાન, જ્ઞાન, આચરણ અવસ્તુરૂપ જ છે. માટે વ્યવહારનયનો ઉપદેશ ન્યાયપ્રાપ્ત છે. આ રીતે સ્યાદ્વાદથી બન્ને નયોનો વિરોધ મટાડી શ્રદ્ધાન કરવું તે સમ્યકત્વ છે.
* સમયસાર ગાથા ૪૬ : મથાળું *
હવે પૂછે છે કે જો અધ્યવસાન આદિ ભાવો છે તે પુદ્ગલસ્વભાવો છે તો સર્વાના આગમમાં તેમને જીવપણે કેમ કહેવામાં આવ્યા છે? આ શુભાશુભ ભાવો, પુણ્ય-પાપના ભાવો, સુખ-દુઃખના વેદનની કલ્પના ઇત્યાદિ ભાવોને અહીં પુદ્ગલસ્વભાવો કહ્યા. પરંતુ સર્વજ્ઞના આગમમાં તેમને જીવપણે કહ્યા છે, જેમકે કષાય આત્મા, યોગ આત્મા, ઇત્યાદિ. તો એ કેવી રીતે છે? બને વાત સર્વજ્ઞના આગમની છે તો એ કેવી રીતે છે? એના ઉત્તરરૂપે ગાથાસૂત્ર કહે છે:
* સમયસાર ગાથા ૪૬ : ટીકા ઉપરનું પ્રવચન *
આ બધાય અધ્યવસાનાદિ ભાવો જીવ છે એવું જે ભગવાન સર્વજ્ઞદેવોએ કહ્યું છે કે, જોકે વ્યવહારનય અભૂતાર્થ છે તોપણ, વ્યવહારનયને પણ દર્શાવ્યો છે, કારણ કે જેમ પ્લેચ્છભાષા મ્લેચ્છોને વસ્તુસ્વરૂપ જણાવે છે તેમ વ્યવહારનય વ્યવહારી જીવોને પરમાર્થનો કહેનાર છે. તેથી, અપરમાર્થભૂત હોવા છતાં પણ, ધર્મતીર્થની પ્રવૃત્તિ કરવા માટે (વ્યવહારનય) દર્શાવવો ન્યાયસંગત જ છે.
શું કહે છે? પહેલાં જે આઠ બોલથી કહ્યા હતા ને?—એ બધા અધ્યવસાનાદિ ભાવો જીવ છે એમ સર્વજ્ઞદેવોએ વ્યવહારનય કહ્યો છે. (વ્યવહારનયથી કહ્યું છે). જોકે વ્યવહારનય અભૂતાર્થ છે, ત્રિકાળી સ્વભાવની અપેક્ષાએ પર્યાયભાવો અભૂતાર્થ છે તોપણ વ્યવહારનયને પણ દર્શાવ્યો છે કેમકે વ્યવહારનય વ્યવહારી જીવોને પરમાર્થનો કહેનાર છે. વ્યવહારનય પોતે પરમાર્થભૂત નથી, પણ પરમાર્થનો કહેનાર છે. જરા અટપટી વાત છે. પર્યાયમાં જે રાગદ્વેષ છે, પુણ્ય-પાપના ભાવો છે તે સ્વભાવની દૃષ્ટિમાં અપરમાર્થભૂત હોવા છતાં પર્યાયમાં ધર્મતીર્થની પ્રવૃત્તિ કરવા માટે પર્યાયને દર્શાવવી, વ્યવહારનયને દર્શાવવો ન્યાયસંગત જ છે.
પર્યાય પણ (અસ્તિપણે) છે, ચૌદ ગુણસ્થાનો છે. જો ગુણસ્થાનો નથી એમ કોઈ કહે તો વ્યવહારનો નિષેધ થઈ જાય. અને ચોથું, પાંચમું, છઠું ઇત્યાદિ જે ગુણસ્થાનો છે તેનો નિષેધ થઈ જતાં ધર્મતીર્થનો (મોક્ષમાર્ગનો) જ નિષેધ થઈ જાય. ધર્મતીર્થની
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #59
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૬ ]
[ ૪૭
પ્રવૃત્તિ કરવા માટે વ્યવહારનય દર્શાવવો ન્યાય સંગત જ છે. એટલે એમ ન સમજવું કે વ્યવહારથી ધર્મતીર્થની પ્રવૃત્તિ થાય છે. વ્યવહારથી મોક્ષમાર્ગ પ્રગટે છે એમ કહેવાનો અહીં આશય નથી. મોક્ષમાર્ગ જે છે એ તો સ્વદ્રવ્યના આશ્રયે જ પ્રગટ થાય છે. પરંતુ પર્યાયમાં ગુણસ્થાન આદિ જે ભેદ છે તે ન માને તો તીર્થનો નાશ થઈ જાય, તીર્થની વ્યવસ્થા જ બની શકે નહિ એમ અહીં કહેવું છે. વ્યવહાર છે ખરો; વ્યવહાર ન હોય તો ચૌદ ગુણસ્થાન સિદ્ધ નહિ થાય, સંસાર અને સિદ્ધની પર્યાય એવા જે ભેદ છે તે સિદ્ધ નહિ થાય.
વ્યવહારનય અપરમાર્થભૂત છે. એટલે ચૌદ ગુણસ્થાનો વાસ્તવિકપણે તો અપરમાર્થ છે, જીવનું મૂળ સ્વરૂપ નથી; પણ તીર્થની પ્રવૃત્તિ માટે અર્થાત્ ચોથું, પાંચમું, છઠ્ઠ, ઇત્યાદિ ગુણસ્થાનની દશા જણાવવા માટે વ્યવહાર દર્શાવ્યો છે. નિશ્ચયથી પર્યાય દ્રવ્યમાં નથી પણ પર્યાય પર્યાયરૂપે છે એટલો વ્યવહાર અહીં સિદ્ધ કરવો છે. પર્યાયના આશ્રયે ધર્મ થાય છે, વ્યવહારના આશ્રયે તીર્થ પ્રગટ થાય છે એ વાત નથી. લોકોને આમાં મોટો ગોટો છે કે વ્યવહારથી ધર્મતીર્થની પ્રવૃત્તિ થાય છે. પણ ભાઈ, એમ નથી. ધર્મ-તીર્થની પ્રવૃત્તિ તો શુદ્ધ નિશ્ચય ચૈતન્યમાત્ર દ્રવ્યના આશ્રયે જ થાય છે. અહીં તો સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ પર્યાય, ૧૪ ગુણસ્થાન આદિ ભાવો પર્યાયપણે છે એમ પર્યાયરૂપ વ્યવહારની સિદ્ધિ કરી છે.
શ્રી સમયસારની ૧રમી ગાથાની ટીકામાં (નડુ નિખમાં પવન...) ગાથા ઉદધુત કરેલી છે એમાં આવે છે કે જો તમે જિનમતને પ્રવર્તાવવા ચાહતા હો તો વ્યવહાર અને નિશ્ચય-એ બંને નયોને ન છોડો. તેનો અર્થ શું? કે નિશ્ચયને ન માનો તો તત્ત્વનો નાશ થશે અને વ્યવહારને નહિ માનો તો પર્યાય, જીવના ત્ર-સ્થાવરાદિ ભેદો, સંસારી અને સિદ્ધના ભેદો અને ગુણસ્થાનાદિ ભેદો ઇત્યાદિ કાંઈ સિદ્ધ નહિ થાય. નિશ્ચયથી જીવ અભેદ એકરૂપ ત્રિકાળ છે. એમાં પર્યાયના ભેદ કરવા એ વ્યવહાર છે. નિશ્ચયદષ્ટિમાં વ્યવહાર અભૂતાર્થ હોવા છતાં આવો ભેદરૂપ વ્યવહાર છે ખરો, પરંતુ તે આશ્રય કરવા લાયક નથી. વ્યવહારનું અસ્તિત્વ છે, બસ એટલું જ.
- રાગને મોક્ષમાર્ગ કહેવાનો વ્યવહાર છે ખરો, પણ તેથી રાગ ખરેખર મોક્ષમાર્ગ છે એમ નથી. પર્યાયના ભેદો, ગુણસ્થાન આદિ ભેદો છે ખરા પણ તે શુદ્ધ જીવદ્રવ્યમાં નથી, ત્રિકાળી દ્રવ્યમાં નથી. માટે ત્રિકાળી શુદ્ધ દ્રવ્યનો આશ્રય કરે છે ત્યાં પર્યાયનો આશ્રય રહેતો નથી. છતાં પર્યાય છે ખરી.
હવે કહે છે-પરંતુ જો વ્યવહાર ન દર્શાવવામાં આવે તો, પરમાર્થ શરીરથી જીવ ભિન્ન દર્શાવવામાં આવતો હોવાથી, જેમ ભસ્મને મસળી નાખવામાં હિંસાનો અભાવ છે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #60
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૪૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૩
તેમ. ત્ર-સ્થાવર જીવોનું નિઃશંકપણે મર્દન (વાત) કરવામાં પણ હિંસાનો અભાવ ઠરશે અને તેથી બંધનો જ અભાવ ઠરશે.
જુઓ, પરમાર્થે તો જીવ શરીરથી ભિન્ન જ છે. પરંતુ વ્યવહારથી જીવ અને શરીરને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. નિશ્ચયથી તો જીવ જ્ઞાનમાત્ર વસ્તુ છે. એકેન્દ્રિય, બેઈન્દ્રિય, આદિ જે છકાય છે તે પરમાર્થે જીવ નથી. પરંતુ એકેન્દ્રિય, બેઇન્દ્રિય આદિ જે છકાયની પર્યાય છે તે વ્યવહારથી જીવ છે કે નહિ? તે વ્યવહારથી જીવ છે એમ અહીં સિદ્ધ કરે છે. છે હેય પણ હેય પણ છે તો ખરો ને? જે “છે' તે હેય હોય કે જે “નથી” તે હેય હોય?
એકેન્દ્રિય આદિ પર્યાય વ્યવહારથી જીવ છે એમ ન માનવામાં આવે તો, (એવો વ્યવહાર ન માનવામાં આવે તો) જેમ ભસ્મ એટલે રાખને મસળી નાખવામાં હિંસાનો-પાપનો અભાવ છે તેમ ત્ર-સ્થાવર જીવોનો, તે વ્યવહારથી જીવ છે એમ નહિ માનવાથી, ઘાત કરવાના ભાવમાં પણ હિંસાનો ભાવ સિદ્ધ નહિ થાય; એમાં હિંસાનો અભાવ ઠરશે અને તેથી બંધનો જ અભાવ ઠરશે. અહીં ત્રણ-સ્થાવર જીવોનો ઘાત આત્મા કરી શકે છે એ પ્રશ્ન નથી. પરંતુ જો એકેન્દ્રિયાદિ પર્યાયને જીવ ન માનવામાં આવે તો તેમનો ઘાત કરું એવો જે ભાવ થાય તે ભાવમાં હિંસાનો ભાવ સિદ્ધ નહિ થાય, હિંસાનો અભાવ ઠરશે એમ વાત છે. તથા શરીર અને જીવ તદ્દન એક જ છે એમ અહીં માનવું નથી, પણ શરીર અને જીવને (સંશ્લેષ સંબંધ છે) નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે એ વ્યવહાર અહીં બતાવવો છે.
દ્રવ્ય પોતે નિશ્ચય છે અને જે નિશ્ચય મોક્ષમાર્ગની પર્યાય છે એ વ્યવહાર છે. જો પર્યાય જ નથી એમ કહો તો નિશ્ચય મોક્ષમાર્ગ જ સિદ્ધ નહિ થાય. શ્રી પરમાર્થ વચનિકામાં આવે છે કે શુદ્ધ દ્રવ્ય અક્રિયરૂપ તે નિશ્ચય છે અને સાચો મોક્ષમાર્ગ સાધવો તે વ્યવહાર છે. મોક્ષમાર્ગ પણ પર્યાય છે ને? તેથી તે વ્યવહાર છે. એ પ્રમાણે નિશ્ચય-વ્યવહારનું સ્વરૂપ સમ્યગ્દષ્ટિ જાણે છે પણ મૂઢ જીવ જાણે નહિ અને માને પણ નહિ. જો વ્યવહાર ન હોય તો પર્યાય છે, રાગ છે, એકેન્દ્રિયાદિ જીવ છે, જીવને શરીર સાથે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે ઇત્યાદિ કશુંય સિદ્ધ નહિ થાય.
આગળ (ગાથા ૪૭ માં) સમજાવવા માટે ઉદાહરણ આપ્યું છે કે એક યોજનમાં રાજા જઈ રહ્યો છે. ત્યાં રાજા કાંઈ એક યોજનમાં વ્યાપેલો નથી, પણ તેની સેના એક યોજનમાં ફેલાયેલી છે. ત્યાં સેનાને રાજા સાથે સંબંધ છે. તેથી રાજા એક યોજનમાં જઈ રહ્યો છે એમ કહેવામાં આવે છે. તેમ ભગવાન આત્મા તો નિશ્ચયથી એકરૂપ છે, પણ રાગાદિ તેની પર્યાયમાં વ્યાપે છે. તેથી આત્માને રાગાદિ થાય છે એમ કહેવામાં આવે છે–એ વ્યવહાર છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #61
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૬ ]
[ ૪૯
સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર, ગુણસ્થાનના ભેદો એ બધું વ્યવહાર છે. નિશ્ચયથી તો આત્મા ગુણસ્થાન આદિ રહિત છે. નિશ્ચયનયથી રાગ આત્માનો નથી એવું સર્વજ્ઞનું વચન છે. તથા વ્યવહારથી રાગ આત્માનો છે એ પણ સર્વજ્ઞનું વચન છે. ત્યાં પર્યાયમાં જે રાગ છે, આત્રવબંધ છે તેનું જ્ઞાન કરાવ્યું છે. તથા નિજ ચૈતન્યસ્વભાવી શુદ્ધ દ્રવ્યના આશ્રયે તે આસ્ત્રવબંધનો નાશ થઈ જે સંવર. નિર્જરા આદિ પર્યાયો પ્રગટ થાય છે એનું જ્ઞાન કરાવ્યું છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ જે નિશ્ચય મોક્ષમાર્ગ છે તે સદ્ભૂત-વ્યવહાર છે તથા રાગાદિ છે એ અસદ્દભૂત વ્યવહાર છે. પણ બને છે તો ખરા ને?
ભાઈ ! સંસાર, મોક્ષમાર્ગ અને મોક્ષ એ બધુંય પર્યાય છે. ધર્મતીર્થની પ્રવૃત્તિ પણ પર્યાયરૂપ છે. પર્યાય છે માટે વ્યવહાર છે. વ્યવહાર અપરમાર્થભૂત કહ્યો છે કેમકે તેના આશ્રયે નિર્મળતા પ્રગટતી નથી. છતાં તે દર્શાવવો ન્યાયસંગત જ છે કેમકે તે અસ્તિપણે તો છે જ. ત્રિકાળી શુદ્ધ તત્ત્વ છે તે ભૂતાર્થ છે, સત્યાર્થ છે અને પર્યાય છે તે અભૂતાર્થ છે, અસત્યાર્થ છે. પણ કઈ અપેક્ષાએ? પર્યાય આશ્રય કરવા યોગ્ય નથી માટે તેને અસત્યાર્થ છે. પણ કઈ અપેક્ષાએ? પર્યાય આશ્રય કરવા યોગ્ય નથી માટે તેને અસત્યાર્થ કહી છે. પર્યાય છે જ નહિ એમ નથી. બારમી ગાથામાં એમ લીધું છે કે શુદ્ધતાનો અંશ, અશુદ્ધતાનો અંશ તથા શુદ્ધતાઅશુદ્ધતાના વધતા-ઘટતા અંશો એ સઘળો વ્યવહાર જે છે તે જાણેલો પ્રયોજનવાન છે. જાણેલો પ્રયોજનવાન કહ્યો તેમાં તે છે એમ સિદ્ધ થઈ જાય છે. જો વ્યવહાર હોય જ નહિ તો તેને જાણવાનું ક્યાં રહ્યું? ભાઈ, વસ્તુ જેમ છે તેમ સમજવી પડશે. એના વિના ભવનો અંત નહિ આવે.
જે કરવાથી ભવનો અભાવ ન થાય એ શું કામનું? ભવનો અભાવ તો એક દ્રવ્યના (શુદ્ધ દ્રવ્યના) આશ્રયે થાય છે. તથા એ ભવનો અભાવ થવો મોક્ષ થવો કે મોક્ષમાર્ગ પ્રગટવો એ બધો વ્યવહાર છે. ૧૧મી ગાથામાં કહ્યું ને કે-“વ્યવહારોગમૂલ્યો ' વ્યવહાર બધોય અભૂતાર્થ છે પર્યાયમાત્ર અભૂતાર્થ છે. તેમાં એમ લીધું છે કે વ્યવહારનય બધોય અભૂતાર્થ હોવાથી અભૂત અર્થને પ્રગટ કરે છે. એ વ્યવહારના ચાર પ્રકાર છે:
(૧) અનુપચરિત સદ્દભૂતવ્યવહાર,
(૨) ઉપચરિત સદ્દભૂતવ્યવહાર,
(૩) અનુપચરિત અસભૂતવ્યવહાર,
(૪) ઉપચરિત અસદ્દભૂતવ્યવહાર.
એ બધો વ્યવહાર છે ખરો, પણ તે જાણેલો પ્રયોજનવાન છે, આદરેલો પ્રયોજનવાન નથી. એ ચાર વ્યવહારનયની વ્યાખ્યા આ પ્રમાણે છે :
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #62
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૫૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૩
જ્ઞાન તે આત્મા એમ કહેવું તે અનુપચરિત સદ્દભૂત વ્યવહાર છે. “જ્ઞાન તે આત્મા” એમ કહેતાં ત્રિકાળી જ્ઞાયકમાં ભેદ પડયો તેથી વ્યવહાર, જ્ઞાન આત્માનું છે અને તે આત્માને જણાવે છે માટે અનુપચરિત સભૂતવ્યવહાર છે.
જ્ઞાન રાગને જાણે છે એમ કહેવું તે ઉપચરિત સદભૂત વ્યવહાર છે. “જ્ઞાન રાગને જાણે છે” એમાં જાણનારું જ્ઞાન પોતાની પર્યાય છે માટે સદ્દભૂત, ત્રિકાળીમાં ભેદ પાડ્યો માટે વ્યવહાર અને રાગ જે પર છે, પોતાના સ્વરૂપમાં નથી તેને જાણે છે તે ઉપચાર છે. આ પ્રમાણે જ્ઞાન રાગને જાણે છે એમ કહેવું ઉપચરિત સદભૂત વ્યવહાર છે.
આત્માની પર્યાયમાં જે રાગ છે તે શુદ્ધ સતરૂપ આત્મવસ્તુમાં નથી તેથી અસભૂત છે. ભેદ પાડ્યો તે વ્યવહાર છે અને જ્ઞાનમાં સ્થૂળપણે જણાય છે તેથી ઉપચરિત છે. આ રીતે સ્થૂળ રાગને આત્માનો કહેવો તે ઉપચરિત અસદ્દભૂત વ્યવહાર છે. તથા જે સૂક્ષ્મ અબુદ્ધિપૂર્વકનો રાગાંશ જે વર્તમાન જ્ઞાનમાં જણાતો નથી, ખ્યાલમાં આવતો નથી તે અનુપચરિત અસભૂતવ્યવહાર છે. તે (વ્યવહાર) બધોય અભૂતાર્થ હોવાથી અભૂત અર્થને પ્રગટ કરે છે. શુદ્ધનય ભૂતાર્થ હોવાથી ભૂત અર્થને એટલે છતા ત્રિકાળી પદાર્થને પ્રગટ કરે છે. વ્યવહાર અભૂતાર્થ છે તેથી વ્યવહાર છે જ નહિ એમ નહિ, પણ વ્યવહાર આશ્રય કરવા યોગ્ય નથી તેથી ય છે.
એક સમયની પર્યાય છે તે વ્યવહાર છે. પંચાધ્યાયીમાં દ્રવ્યને નિશ્ચય અને પર્યાયને વ્યવહાર કહ્યાં છે. કેવળજ્ઞાનની પર્યાય એ પણ સદ્દભૂત વ્યવહાર છે. પરમાત્મપ્રકાશમાં આવે છે કે મતિ, શ્રુત, અવધિ અને મન:પર્યયજ્ઞાન પણ વિભાવગુણ છે. શ્રી નિયમસારમાં પણ કહ્યું છે કે જે ચાર જ્ઞાન છે તે વિભાવસ્વભાવ છે અને કેવળજ્ઞાન શુદ્ધસ્વભાવભાવ છે. કેવળજ્ઞાન પ્રગટે છે તે કાયમ રહે છે માટે તેને સ્વભાવભાવ કહ્યો અને ચાર જ્ઞાન કાયમ રહેતાં નથી માટે તેમને વિભાવગુણ કહ્યા. પરંતુ તે કેવળજ્ઞાન પણ ભેદરૂપ (અંશરૂપ) હોવાથી તેને અહીં વ્યવહાર કહ્યો છે. સમયસારની શૈલી એવી છે કે તે પરમાર્થને જણાવે છે અને અપરમાર્થનું પણ સાથે જ્ઞાન કરાવે છે. શ્રી સમયસારની ૧૪મી ગાથાના ભાવાર્થમાં કહ્યું છે કે મુખ્ય-ગૌણ કથન સાંભળી સર્વથા એકાંત-પક્ષ ન કરવો. સર્વ નયોના કથંચિત્ રીતે સત્યાર્થપણાનું શ્રદ્ધાન કરવાથી જ સમ્યગ્દષ્ટિ થઈ શકાય છે. અર્થાત્ વ્યવહારનયનું પણ યથાર્થ જ્ઞાન કરવું જોઈએ. પર્યાય છે જ નહિ એમ કોઈ કહું તો એનું જ્ઞાન ખોટું છે. પર્યાય છે એમ જ્ઞાન રાખીને દ્રવ્યનો આશ્રય કરે એ જ યથાર્થ છે.
પર્યાય છે, પર્યાયમાં રાગ છે અને જાણે નહિ, માને નહિ તો એકાંતપક્ષ થઈ જશે. એકલો નિશ્ચય લેશો તો કામ નહિ ચાલે. નિશ્ચયને વ્યવહારની અપેક્ષા છે. ફૂલચંદજી સિદ્ધાંતશાસ્ત્રીએ કહ્યું છે ને કે વ્યવહારની ઉપેક્ષા કરવી એ જ એની અપેક્ષા છે. પર્યાયમાં જે રાગ છે તેની ઉપેક્ષા કરીને દ્રવ્યની અપેક્ષા કરવી. વ્યવહારની ઉપેક્ષા કરી ત્યાં જ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #63
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૬ ]
[ પ૧
એની અતિ સિદ્ધ થઈ ગઈ, અર્થાત્ એની એટલી અપેક્ષા આવી ગઈ. ભાઈ, આ તત્ત્વ સમજવા માટે મધ્યસ્થ થવું જોઈએ. મધ્યસ્થ થાય એને સમજાય એવું છે.
નિશ્ચય જે શુદ્ધ દ્રવ્યવસ્તુ તેનો નિર્ણય કરનાર કોણ છે? તેનો નિર્ણય કરનારી પર્યાય વ્યવહાર છે. નિત્યનો નિર્ણય કરનાર પણ અનિત્ય પર્યાય જ છે. ભાઈ, બધું સ્યાદ્વાદની અપેક્ષાથી જ સમજાય એમ છે, એકાંતથી કાંઈ પકડાય નહિ. પરંતુ સ્યાદ્વાદનો અર્થ એમ નથી કે નિશ્ચયથી પણ મોક્ષમાર્ગ થાય અને વ્યવહારથી પણ મોક્ષમાર્ગ થાય. વ્યવહાર છે, બસ એટલું અહીં કહેવું છે.
આ શાસ્ત્રની આઠમી ગાથામાં આવે છે કે બ્લેચ્છોને “સ્વસ્તિ” એટલે તારું “અવિનાશી કલ્યાણ થાઓ' એવો અર્થ પ્લેચ્છભાષા દ્વારા જ સમજાવી શકાય છે. તેવી રીતે વ્યવહારીઓને વસ્તુસ્વરૂપ વ્યવહારનય દ્વારા સમજાવવામાં આવે છે. પરંતુ જેમ બ્રાહ્મણે મ્લેચ્છ થવું યોગ્ય નથી તેમ સમજનાર કે સમજાવનારે વ્યવહારને અનુસરવો યોગ્ય નથી. ત્યાં એમ કહ્યું છે કે વ્યવહારનય મ્લેચ્છભાષાના સ્થાને હોવાના લીધે પરમાર્થનો પ્રતિપાદક હોવાથી સ્થાપન કરવા યોગ્ય છે પણ તેથી તે અનુસરવા યોગ્ય નથી. આ તો પરમ સત્યની સિદ્ધિ થાય છે, ભાઈ !
શ્રી પુરુષાર્થ સિદ્ધયપાયમાં આવે છે કે જ્યારે એક નયની વિવેક્ષા હોય ત્યારે બીજા નયને ઢીલો કરવો. ગૌણ કરવોઃ વલોણામાં રવઈ ખેંચનાર ગોવાલણની જેમ-જેમ નેતર છેડો ખેંચવામાં આવે ત્યારે બીજો છેડો ઢીલો મૂકવામાં આવે છે તેમ. પણ એ તો બન્ને નયોના વિષયોનું જ્ઞાન કરવું હોય એની વાત છે. વ્યવહારનું જ્ઞાન કરવું હોય ત્યારે નિશ્ચયને ગૌણ કરે અને નિશ્ચયનું જ્ઞાન કરવું હોય ત્યારે વ્યવહારને ગૌણ રાખે. પરંતુ આશ્રય કરવા અને શ્રદ્ધા કરવા માટે તો એક જ-એક નિશ્ચય જ મુખ્ય છે. એક ત્રિકાળ ભૂતાર્થના આશ્રયે જ સમ્યગ્દર્શન થાય. ત્યાં તો એક નિશ્ચયના જોરમાં (આશ્રયમાં ) વ્યવહારને ઢીલો કરીને ( એનું લક્ષ છોડી દઈને) પર્યાયને નિશ્ચયમાં જોડી દેવાની છે. (સહજ જોડાય જાય છે.) એક ભૂતાર્થના આશ્રયે જ સમ્યગ્દર્શન થાય એ એક જ સિદ્ધાંત છે; વ્યવહારના આશ્રયે પણ સમક્તિ થાય એમ સ્યાદ્વાદ નથી. શ્રદ્ધાન કરવામાં કે આશ્રય કરવામાં વ્યવહારને તાણવો (મુખ્ય કરવો) અને નિશ્ચયને ઢીલો (ગૌણ) કરવો એ વાત છે જ નહિ. એવો સ્યાદ્વાદ છે જ નહિ.
સ્યાદ્વાદનો અર્થ એવો નથી કે નિશ્ચયથી પણ ધર્મ થાય અને વ્યવહારથી પણ ધર્મ થાય. જેમ પ્લેચ્છભાષા મ્લેચ્છોને વસ્તુસ્વરૂપ જણાવે છે તેમ વ્યવહારનય વ્યવહારીઓને પરમાર્થનો કહેનાર છે. પરંતુ વ્યવહારનય પરમાર્થનો પ્રગટ કરનાર છે એમ નથી. ભેદ છે તે અભેદને બતાવે છે પણ અભેદનો અનુભવ કરાવતો નથી. માટે ભેદ આદરણીય નથી. વ્યવહાર આદરણીય નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #64
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
પર ]
પ્રવચન રત્નાકર ભાગ-૩
કહ્યું છે ને કે વ્યવહારનય દર્શાવવો ન્યાયસંગત જ છે, કેમકે તે વિકારી-અવિકારી પર્યાયોના ભેદને બતાવે છે. પણ તેથી વ્યવહારનય આદરવો ન્યાયસંગત છે એમ નથી. ભાઈ, આ તો દિગંબર સંતોની વાણી છે. આવી વાણી બીજે કયાંય છે જ નહિ. દિગંબર એ કોઈ પક્ષ કે વાડો નથી. વસ્તુનું જેવું સ્વરૂપ છે એવું યથાર્થ સ્વરૂપ દિગંબર સંતોએ પ્રસિદ્ધ કર્યું છે. રાગના વસ્ત્ર વિનાની જે ચીજ ( જ્ઞાયકમાત્ર વસ્તુ) તે દિગંબર આત્મા છે. અને વસ્ત્ર વિનાની શરીરની દશા એ બાહ્ય દિગંબરપણું છે. અહો ! દિગંબરત્વ કોઈ અદ્દભુત અલૌકિક ચીજ છે. પક્ષ બંધાઈ ગયો તેથી આકરું લાગે પણ શું થાય? વસ્તુસ્થિતિ જ આવી છે.
હવે આગળ કહે છે–વળી પરમાર્થ દ્વારા રાગ-દ્વેષ-મોથી જીવ ભિન્ન દર્શાવવામાં આવતો હોવાથી (વ્યવહારનય ન દર્શાવવામાં આવે તો) “રાગી, પી, મોહી જીવ કર્મથી બંધાય છે તેને છોડાવવો’-એમ મોક્ષના ઉપાયના ગ્રહણનો અભાવ થશે અને તેથી મોક્ષનો જ અભાવ થશે.
મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ એ પાંચ બંધનાં કારણ છે. બંધનાં કારણ વસ્તુના સ્વભાવમાં નથી. પણ એ બંધનાં કારણ પર્યાયમાં તો છે જ. જો વ્યવહારનય ન દર્શાવવામાં આવે તો બંધનાં કારણો સિદ્ધ થશે નહિ અને તેથી રાગી, દ્વેષી, મોહી જીવ કર્મથી બંધાય છે એમ પણ કહી નહિ શકાય. અને એમ થતાં મોક્ષના ઉપાયના ગ્રહણનો અભાવ થશે. અને તેથી મોક્ષનો પણ અભાવ થશે.
સમયસાર ગાથા ૩૪માં તો ત્યાં સુધી આવે છે કે વિકારના ત્યાગનું ર્તાપણું આત્માને નામમાત્ર છે. પરંતુ પર્યાયમાં વિકાર છે અને તેનો નાશ થાય છે એવો વ્યવહાર છે તો ખરો ને? પરમાર્થે વિકાસના નાશનું ર્તાપણું આત્માને નથી. એટલે ત્રિકાળી જ્ઞાયકસ્વભાવનો જ્યાં આશ્રય કર્યો કે વિકાર છૂટી જાય છે. અર્થાત્ ત્યારે વિકાર ઉત્પન્ન થતો નથી તેથી પૂર્વ પર્યાયની અપેક્ષાએ વિકારનો નાશ કર્યો એમ કહેવામાં આવે છે. એટલે પર્યાયમાં વિકાર છે અને તેનો નાશ થાય છે એવો વ્યવહાર છે.
શ્રી પરમાત્મપ્રકાશમાં (ગાથા ૮૮માં) આવે છે કે ભાવલિંગ જે શુદ્ધાત્મસ્વરૂપનો સાધક નિર્વિકલ્પ મોક્ષમાર્ગ છે તે પણ જીવનું સ્વરૂપ નથી. ભાવલિંગ પર્યાય છે ને? તેથી કહ્યું છે કે ઉપચારનથી જીવનું સ્વરૂપ કહેવા છતાં પરમ સૂક્ષ્મ શુદ્ધનિશ્ચયનયથી ભાવલિંગ પણ જીવને નથી. નિશ્ચયથી તો બંધ અને મોક્ષની પર્યાય આત્મામાં છે જ નહિ. વસ્તુ તો ત્રિકાળ એકરૂપ મુક્તસ્વરૂપ જ છે. મોક્ષની ઉત્પત્તિ અને સંસારનો નાશ એ બન્ને પર્યાયમાં છે અને તેથી વ્યવહાર છે.
જો વ્યવહાર ન દર્શાવવામાં આવે તો બંધ-મોક્ષનો જ અભાવ ઠરે. નવી (મોક્ષની) પર્યાય પ્રગટ કરવી અને બંધનો નાશ કરવો એ બધું પર્યાયમાં છે. માટે વ્યવહાર
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #65
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૬ ]
[ પ૩ દર્શાવવો ન્યાયસંગત છે. પણ એનો અર્થ એમ નથી કે મંદરાગરૂપ વ્યવહાર તે મોક્ષનું કે મોક્ષમાર્ગનું કારણ છે.
* ગાથા ૪૬ : ભાવાર્થ ઉપરનું પ્રવચન *
પરમાર્થનય તો જીવને શરીર તથા રાગ-દ્વેષ-મોહથી ભિન્ન કહે છે. જો તેનો એકાંત કરવામાં આવે તો શરીર તથા રાગ-દ્વેષ-મોહ પુદ્ગલમય ઠરે અને તો પછી પુગલને ઘાતવાથી હિંસા થતી નથી અને રાગ-દ્વેષ-મોહથી બંધ થતો નથી એમ ઠરશે. આમ પરમાર્થે જે સંસારમોક્ષ બન્નેનો અભાવ કહ્યો છે તે જ એકાંતે ઠરશે. પણ આવું એકાંતરૂપ વસ્તુનું સ્વરૂપ નથી. પરમાર્થથી જે સંસાર-મોક્ષનો અભાવ કહ્યો તે એકાંતે નથી. બંધ-મોક્ષ પર્યાયમાં તો છે જ. બંધ, મોક્ષ અને મોક્ષનો ઉપાય એ બધી પર્યાયોનો વ્યવહાર અવશ્ય છે.
એકાંતરૂપ વસ્તુનું સ્વરૂપ નથી. અવસ્તુનું શ્રદ્ધાન, જ્ઞાન, આચરણ અવસ્તુરૂપ જ છે. માટે વ્યવહારનયનો ઉપદેશ ન્યાયપ્રાય છે. અર્થાત્ વ્યવહારનયનો વિષય પણ છે. આ રીતે સ્યાદ્વાદથી બને નયોનો વિરોધ મટાડી શ્રદ્ધાન કરવું તે સમ્યકત્વ છે. એ નયોનો વિરોધ કેવી રીતે મટાડવો? સ્યાદ્વાદથી. પર્યાયથી જુઓ તો રાગ-દ્વેષ-મોટુ આદિ સાથે સંબંધ છે. વસ્તુના સ્વભાવની દૃષ્ટિથી જુઓ તો સંબંધ નથી. પર્યાય છે, પર્યાયમાં રાગ-દ્વેષ છે એનું જ્ઞાન કરવું પણ જિનવચનમાં જે એકને જ ઉપાદેય કહ્યો છે એ શુદ્ધ ત્રિકાળી આનંદનો નાથ ભગવાન આત્માનો આશ્રય કરવો. એમ બન્ને નયોનો વિરોધ મટાડી શ્રદ્ધાન કરતાં સમ્યકત્વ થાય છે.
જિનવચનમાં ત્રિકાળી શુદ્ધ ચૈતન્યઘનસ્વરૂપ જીવવસ્તુ ઉપાદેય કહી છે. છતાં પર્યાય, રાગ-દ્વેષ, બંધ-મોક્ષ ઇત્યાદિ બધો પર્યાયનયનો, વ્યવહારનયનો વિષય છે ખરો, પણ તે આશ્રય કરવા લાયક નથી. તથાપિ “એ નથી” એમ પણ સમજવા લાયક નથી.
[ પ્રવચન . ૯૩-૯૪ *
દિનાંક ૧૨-૬-૭૬ થી ૧૬-૬૭૬ ]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #66
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
गाथा ४७-४८
अथ केन दृष्टान्तेन प्रवृत्तो व्यवहार इति चेत्
राया हु णिग्गदो त्ति य एसो बलसमुदयस्स आदेसो । ववहारेण दु उच्चदि तत्थेक्को णिग्गदो राया ।। ४७ ।।
एमेव य ववहारो अज्झवसाणादिअण्णभावाणं । वो तकदो सुत्ते तत्थेक्को णिच्छिदो जीवो ।। ४८ ।।
राजा खलु निर्गत इत्येष बलसमुदयस्यादेशः। व्यवहारेण तूच्यते तत्रैको निर्गतो राजा ।। ४७ ।।
एवमेव च व्यवहारोऽध्यवसानाद्यन्यभावानाम् । जीव इति कृतः सूत्रे तत्रैको निश्चितो जीवः ।। ४८ ।।
હવે શિષ્ય પૂછે છે કે આ વ્યવહારનય કયાં દૃષ્ટાંતથી પ્રવર્તો છે? તેનો ઉત્તર કહે છેઃ
‘निर्गमन आ नृपनुं थयुं ” निर्देश सैन्यसमूहने, व्यवहारथी हेवाय से, पा लूप सेमां खेड छे; ४७.
ત્યમ સર્વ અધ્યવસાન આદિ અન્યભાવો જીવ છે, -सूत्रे ऽर्यो व्यवहार, पए। त्यां व निश्चय खेड छे. ४८.
गाथार्थ:- ४भ श्रेध राम सेना सहित नीटुण्यो त्यां [ राजा खलु निर्गतः ] 'आ राम नीटुण्यो ' [ इति एषः ] म ख ४ [ बलसमुदयस्य ] सेनाना समुदायने [ आदेश: ] दुहेवामां आवे छे ते [ व्यवहारेण तु उच्यते ] व्यवहारथी हेवामां आवे छे, [ तत्र ] ते सेनामां ( वास्तविऽपये ) [ एकः निर्गतः राजा ] २शुभ तो खेड ४ नीटुण्यो छे; [ एवम् एव च ] तेवी ४ रीते [ अध्यवसानाद्यन्यभावानाम् ] अध्यवसान आदि अन्यभावोने [ जीवः इति ] ‘(आ) ̈प छे' खेम [ सूत्रे ] परमागममां ऽधुं छे ते [ व्यवहारः कृतः ] व्यवहार र्यो छे, [ तत्र निश्चितः ] निश्चयथी वियारवामां आवे तो तेमनामां [ जीवः एकः ] व तो खेड ४ छे.
ટીકાઃ- જેમ આ રાજા પાંચ યોજનના ફેલાવથી નીકળી રહ્યો છે એમ કહેવું તે,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #67
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૪૭-૪૮ ]
[ ૫૫
એક રાજાનું પાંચ યોજનમાં ફેલાવું અશક્ય હોવાથી, વ્યવહારી લોકોનો સેના સમુદાયમાં રાજા કહેવારૂપ વ્યવહાર છે; પરમાર્થથી તો રાજા એક જ છે, (સેના રાજા નથી); તેવી રીતે આ જીવ સમગ્ર રાગગ્રામમાં (રાગનાં સ્થાનોમાં) વ્યાપીને પ્રવર્તી રહ્યો છે એમ કહેવું તે, એક જીવનું સમગ્ર રાગગ્રામમાં વ્યાપવું અશકય હોવાથી, વ્યવહારી લોકોનો અધ્યવસાનાદિક અન્યભાવોમાં જીવ કહેવારૂપ વ્યવહાર છે; પરમાર્થથી તો જીવ એક જ છે, (અધ્યવસાનાદિક ભાવો જીવ નથી ).
* શ્રી સમયસાર ગાથા ૪૭-૪૮: મથાળું *
હવે શિષ્ય પૂછે છે કે આ વ્યવહારનય કયા દષ્ટાંતથી પ્રવર્યો છે? તેનો ઉત્તર કહે છે.
* ગાથા ૪૭-૪૮: ટીકા ઉપરનું પ્રવચન *
પાંચ યોજનના ફેલાવથી લશ્કર નીકળી રહ્યું હોય ત્યાં રાજા પાંચ યોજનના ફેલાવથી નીકળી રહ્યો છે એમ વ્યવહારથી, ઉપચારથી કહેવાય છે. ખરેખર રાજાનું પાંચ યોજનમાં ફેલાવું અશક્ય છે. છતાં વ્યવહારી લોકોનો સેના સમુદાયમાં રાજા કહેવારૂપ વ્યવહાર છે. પરમાર્થથી તો રાજા એક જ છે, તેના રાજા નથી. છતાં સેનાને રાજા કહેવાનો લોકવ્યવહાર છે.
તેવી રીતે આ જીવ સમગ્ર રાગગ્રામમાં વ્યાપીને પ્રવર્તી રહ્યો છે એમ કહેવું તે એક જીવનું સમગ્ર રાગગ્રામમાં વ્યાપવું અશકય હોવાથી, વ્યવહારી લોકોનો અધ્યવસાનાદિક અન્યભાવોમાં જીવ કહેવારૂપ વ્યવહાર છે; પરમાર્થથી તો જીવ એક જ છે.
ખરેખર સેનામાં રાજા વ્યાપ્યો નથી; પણ સેનામાં રાજા નિમિત્ત છે. તેથી રાજા પાંચ યોજનમાં વ્યાપીને રહ્યો છે એમ કહેવામાં આવે છે. તેવી રીતે શુદ્ધ આત્મવસ્તુ છે તે વિકારના અનેક પ્રકારમાં કાંઈ વ્યાપી નથી; પણ વિકારના અનેક પ્રકાર જે અશુદ્ધ ઉપાદાનભૂત છે તેમાં આત્મા નિમિત્ત છે. અશુદ્ધ ઉપાદાન પર્યાયનું પોતાનું સ્વતંત્ર છે, પણ દ્રવ્યને તેમાં નિમિત્ત કહેવામાં આવે છે. શ્રી યોગસારમાં આ વાત લીધી છે. વિકારનું મૂળ ઉપાદાન આત્મા નથી. અશુદ્ધ ઉપાદાન, વ્યવહાર સ્વતંત્ર છે. આત્મવસ્તુ છે તે વિકારમાં ઉપાદાન નથી, નિમિત્ત છે. તેથી વ્યવહારથી આત્મા રાગમાં વ્યાપ્યો છે એમ કહેવામાં આવે છે. ભાઈ. આવું વીતરાગનું તત્ત્વ સમજવું ઝીણું છે.
પરમાર્થથી તો રાજા એક જ છે, સેના રાજા નથી કેમકે સેનામાં રાજાનું વ્યાપવું અશક્ય છે. તેમ નિશ્ચયથી આત્મા અતીન્દ્રિય જ્ઞાન અને આનંદનો પિંડ પ્રભુ શુદ્ધ ચૈતન્યનવસ્તુ એક જ છે. આ મિથ્યાત્વના અસંખ્ય પ્રકાર, શુભભાવના અસંખ્ય પ્રકાર તથા અશભભાવના અસંખ્ય પ્રકાર-એમ જે સમગ્ર રાગગ્રામ છે તે આત્મા નથી કેમકે તે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #68
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
પ૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૩
રાગગ્રામમાં આત્માનું વ્યાપવું અશકય છે. આનંદનો નાથ ત્રિકાળી શુદ્ધ ભગવાન નિત્ય ધ્રુવ પ્રભુ અસંખ્ય પ્રકારની અશુદ્ધતામાં, વિકારમાં કેમ આવે? અશુદ્ધતાને કરે, વિકારને કરે એવો કોઈ આત્મામાં ગુણ, સ્વભાવ કે શક્તિ નથી. પર્યાયમાં જે અશુદ્ધતા થાય છે તે સ્વતંત્ર અશુદ્ધ ઉપાદાનથી થાય છે. અશુદ્ધ ઉપાદાન કહો કે વ્યવહાર કહો. શુદ્ધ ઉપાદાનભૂત વસ્તુ કાંઈ અશુદ્ધ ઉપાદાનનું કારણ નથી. પણ નિમિત્ત છે. તેથી જેમ સેનામાં રાજા રહ્યો છે એમ કહેવાનો વ્યવહારી લોકોનો વ્યવહાર છે તેમ વિકારમાં જીવ રહ્યો છે એમ કહેવાનો વ્યવહારીજનનો વ્યવહાર છે. વસ્તુ ખરેખર રાગમાં આવી જ નથી.
અજ્ઞાનીઓને સમજાવવા વ્યવહારથી ઉપદેશ કરવામાં આવે છે. પણ વ્યવહારને જ ચોંટી પડે, વળગી પડે એ ઉપદેશને પાત્ર નથી. અરે ભાઈ ! આત્મા કોઈ અલૌકિક વસ્તુ છે!! એ તો ભગવસ્વરૂપ પરમાત્મારૂપ સમયસાર છે. ત્રિકાળ ધ્રુવ પરમાનંદસ્વરૂપ ચિદઘન વસ્તુ છે તે ભૂતાર્થ છે, સત્ય છે. અને તે જ આત્મા અને સમયસાર છે. શ્રી સમયસાર ગાથા ૧૧માં આવે છે કે ત્રિકાળી શુદ્ધ વસ્તુ છે તે ભૂતાર્થ છે અને અસંખ્ય પ્રકારના વિકારો, પર્યાયભેદો છે તે ત્રિકાળીની અપેક્ષાએ અસત્યાર્થ છે. પર્યાયની અપેક્ષાએ પર્યાય છે, પણ દ્રવ્યની અપેક્ષાએ તે અસત્યાર્થ છે. રાગાદિના અસંખ્ય પ્રકારમાં આત્મા ઉપાદાનભૂત નથી, નિમિત્ત તરીકે છે. નિત્ય એકરૂપ સત્યાર્થ પ્રભુ આત્મા ચિન્માત્રમૂર્તિ પવિત્રતાનો પિંડ છે. તેને અસંખ્ય પ્રકારના રાગમાં વ્યાપેલો કહેવો તે વ્યવહારનય છે.
વસ્તુ તો શુદ્ધ ઉપાદાનસ્વરૂપ છે. તેમાં અશુદ્ધતાની ગંધ નથી. માટે અશુદ્ધતાની દશામાં ફેલાઈને રહે તે અશકય છે. છતાં પર્યાયમાં જે રાગાદિ અસંખ્ય પ્રકારે અશુદ્ધતા છે તેમાં અશુદ્ધ ઉપાદાન કારણ છે. તે સ્વતંત્ર છે. દ્રવ્યનું તો માત્ર તેમાં નિમિત્તપણું છે એટલે માત્ર હાજરી, ઉપસ્થિતિ છે. તેથી વ્યવહારથી એટલે અભૂતાર્થનયથી એમ કહેવામાં આવે છે કે રાગાદિના અસંખ્ય પ્રકારોમાં આત્મા વ્યાપ્યો છે.
ભાઈ ! આ વાત ઝીણી છે. પણ પ્રયત્ન કરે તો સમજાય તેવી છે. ત્રણલોકના નાથ સર્વજ્ઞ પરમેશ્વરનાં આ વચનો છે તે સંતોએ પ્રસિદ્ધ કર્યા છે. તેનું વાચ્ય બહુ ઊંડું અને રહસ્યમય છે. ગંભીર કથન છે ! શું કહે છે? કે પૂર્ણાનંદનો નાથ નિત્યાનંદ ધ્રુવ પ્રભુ વિકારના, રાગના વિસ્તારમાં વ્યાપે તે અશક્ય છે. આ દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા ઇત્યાદિ શુભભાવો, હિંસા, જૂઠ, ચોરી, કુશીલ, પરિગ્રહ, કામ, ક્રોધાદિ અશુભભાવો તથા અસંખ્યાત મિથ્યાત્વના ભાવો-એમ અસંખ્ય પ્રકારના જે વિકારી ભાવો તેમાં સત્યાર્થ શુદ્ધ જીવવસ્તુ વ્યાપતી નથી કેમકે તે અનાદિ અનંત ધ્રુવ એકસ્વરૂપ છે. સર્વજ્ઞ સિવાય આ વાત બીજ કયાંય મળે એમ નથી. અહો ! દ્રવ્યસ્વભાવ શું અદ્ભુત પરલૌકિક ચીજ છે !!
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #69
--------------------------------------------------------------------------
________________
Version 001,a: remember to check h††p://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૪૭-૪૮ ]
[ ૫૭
૫રમાર્થે જીવ એક જ છે. અધ્યવસાનાદિ ભાવો જીવ નથી. અશુદ્ધતાને કરે એવી જીવમાં કોઈ શક્તિ કે ગુણ નથી. પર્યાયમાં જે અશુદ્ધતાના વિકારી ભાવો થાય છે તે જીવમાં છે એમ વ્યવહારથી કહેવાય છે, ખરેખર એ મૂળ વસ્તુમાં નથી. વ્યવહા૨ રત્નત્રયનો રાગ, દેવ-ગુરુશાસ્ત્રની માન્યતાનો વિકલ્પ, નવતત્ત્વના ભેદરૂપ શ્રદ્ધાનનો રાગ, શાસ્ત્ર ભણવાની રુચિનો વિકલ્પ, પાંચ મહાવ્રત પાળવાનો વિકલ્પ, છ કાયના જીવોની રક્ષાનો વિકલ્પ-એ બધામાં આત્મા વ્યાપતો નથી છતાં એ બધામાં આત્મા છે એમ કહેવું એ વ્યવહારનય છે.
આત્મા તો તેને કહીએ જે એક શુદ્ધ ચિહ્નન છે. જેમ રાજા એક છે તેમ આત્મા એક જ છે. પાંચ યોજનમાં ફેલાએલો રાજા છે એમ કહેવું એ તો સેનામાં રાજા કહેવાનો વ્યવહા૨ છે. તેમ રાગગ્રામમાં આત્મા વ્યાપ્યો છે એમ કહેવું એ તો પર્યાયમાં આત્મા કહેવાનો વ્યવહાર છે. ખરેખર પર્યાયમાં આત્મા વ્યાપતો નથી. આમ કહી શું કહેવા માગે છે? કે અનાદિની જે પર્યાય પ્રપંચ ઉપર દૃષ્ટિ છે, અશુદ્ધ ઉપાદાનની દષ્ટિ છે તેનું લક્ષ છોડી ભગવાન આત્મા જે એકરૂપ છે તેના ઉપર દૃષ્ટિ કર. તેથી પર્યાયમાં નિર્મળતા થશે. અહાહા ? શું દિગંબર સંતોની વાણી !
જે પુણ્ય-પાપરૂપ વિકાર છે તે ભૂતાવળ છે. ભગવાન આત્મા ભૂતાર્થ છે. ભૂતાવળમાં ભગવાન ચૈતન્યમૂર્તિ આવે એમ કદીય બનતું નથી. છતાં એ પુણ્ય-પાપના ભાવોની ભૂતાવળમાં આત્મા છે એમ કહેવું એ વ્યવહારનય છે.
[પ્રવચન નં. ૯૪
*
દિનાંક ૧૩-૬–૭૬ ]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #70
--------------------------------------------------------------------------
________________
Version 001,a: remember to check htÎp://www.AtmaDharma.com for updates
ગાથા-૪૯
यद्येवं तर्हि किंलक्षणोऽसावेकष्टङ्कोत्कीर्णः परमार्थजीव इति पृष्टः प्राह
अरसमरूवमगंधं अव्वत्तं चेदणागुणमसद्दं।
जाण अलिंगग्गहणं जीवमणिद्दिद्वसंठाणं ।। ४९ ।।
अरसमरूपमगन्धमव्यक्तं चेतनागुणमशब्दम्। जानीहि अलिङ्गग्रहणं जीवमनिर्दिष्टसंस्थानम् ।। ४९ ।।
હવે શિષ્ય પૂછે છે કે એ અધ્યવસાનાદિ ભાવો છે તે જીવ નથી તો તે એક, ટંકોત્કીર્ણ, ૫૨માર્થસ્વરૂપ જીવ કેવો છે? તેનું લક્ષણ શું છે? એ પ્રશ્નનો ઉત્તર કહે છેઃ
જીવ ચેતનાગુણ, શબ્દ-૨સ-રૂપ-ગંધ-વ્યક્તિવિહીન છે, નિર્દિષ્ટ નહિ સંસ્થાન જીવનું, ગ્રહણ લિંગ થકી નહીં. ૪૯.
ગાથાર્થ:- હે ભવ્ય ! તું [ નીવર્] જીવને [અરસમ્] ૨સરહિત, [ અપક્] રૂપરહિત, [અન્ધમ્ ] ગંધરહિત, [અવ્ય ં] અવ્યક્ત અર્થાત્ ઇંદ્રિયોને ગોચર નથી એવો, [ ચેતનાનુળમ્ ] ચેતના જેનો ગુણ છે એવો, [અશક્] શબ્દરહિત, [ અભિગ્રહળ] કોઈ ચિહ્નથી જેનું ગ્રહણ નથી એવો અને [ અનિર્વિષ્ટસંસ્થાનમ્ ] જેનો કોઈ આકાર કહેવાતો નથી એવો [ાનીર્દિ ]
જાણ.
ટીકાઃ- જે જીવ છે તે ખરેખર પુદ્ગલદ્રવ્યથી અન્ય હોવાથી તેમાં ૨સગુણ વિધમાન નથી માટે અરસ છે. ૧. પુદ્દગલદ્રવ્યના ગુણોથી પણ ભિન્ન હોવાથી પોતે પણ રસગુણ નથી માટે અરસ છે. ૨. પરમાર્થે પુદ્ગલદ્રવ્યનું સ્વામીપણું પણ તેને નહિ હોવાથી તે દ્રવ્યેન્દ્રિયના આલંબન વડે પણ રસ ચાખતો નથી માટે અરસ છે. ૩. પોતાના સ્વભાવની દૃષ્ટિથી જોવામાં આવે તો ક્ષાયોપમિક ભાવનો પણ તેને અભાવ હોવાથી તે ભાવેન્દ્રિયના આલંબન વડે પણ રસ ચાખતો નથી માટે અરસ છે. ૪. સકલ વિષયોના વિશેષોમાં સાધારણ એવા એક જ સંવેદનપરિણામરૂપ તેનો સ્વભાવ હોવાથી તે કેવળ એક રસવેદનાપરિણામને પામીને રસ ચાખતો નથી માટે અ૨સ છે. ૫. (તેને સમસ્ત જ્ઞેયોનું જ્ઞાન થાય છે પરંતુ ) સકલ શૈયજ્ઞાયકના તાદાત્મ્યનો ( –એકરૂપ થવાનો) નિષેધ હોવાથી રસના જ્ઞાનરૂપે પરિણમતાં છતાં પણ પોતે રસરૂપે પરિણમતો નથી માટે અરસ છે. ૬. આમ છ પ્રકારે રસના નિષેધથી તે અ૨સ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #71
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૯ ]
[ ૫૯
એ રીતે, જીવ ખરેખર પુદ્ગલદ્રવ્યથી અન્ય હોવાથી તેમાં રૂપગુણ વિદ્યમાન નથી માટે અરૂપ છે. ૧. પુદ્ગલ દ્રવ્યના ગુણોથી પણ ભિન્ન હોવાથી પોતે પણ રૂપગુણ નથી માટે અરૂપ છે. ૨. પરમાર્થે પુદ્ગલદ્રવ્યનું સ્વામીપણું પણ તેને નહિ હોવાથી તે દ્રવ્યન્દ્રિયના આલંબન વડે પણ રૂપ દેખતો નથી માટે અરૂપ છે. ૩. પોતાના સ્વભાવની દૃષ્ટિથી જોવામાં આવે તો લાયોપથમિક ભાવનો પણ તેને અભાવ હોવાથી તે ભાવેન્દ્રિયના આલંબન વડ પણ રૂપ દેખતો નથી માટે અરૂપ છે. ૪. સકલ વિષયોના વિશેષોમાં સાધારણ એવા એક જ સંવેદનપરિણામરૂપ તેનો સ્વભાવ હોવાથી તે કેવળ એક રૂપવેદના પરિણામને પામીને રૂપ દેખતો નથી માટે અરૂપ છે. ૫. (તેને સમસ્ત જ્ઞયોનું જ્ઞાન થાય છે પરંતુ) સકલ યજ્ઞાયકના તાદાભ્યનો નિષેધ હોવાથી રૂપના જ્ઞાનરૂપે પરિણમતાં છતાં પણ પોતે રૂપરૂપે પરિણમતો નથી માટે અરૂપ છે. ૬. આમ છે પ્રકારે રૂપના નિષેધથી તે અરૂપ છે.
એ રીતે, જીવ ખરેખર પુદગલદ્રવ્યથી અન્ય હોવાથી તેમાં ગંધગુણ વિદ્યમાન નથી માટે અગંધ છે. ૧. પુદ્ગલદ્રવ્યના ગુણોથી પણ ભિન્ન હોવાથી પોતે પણ ગંધગુણ નથી માટે અગંધ છે. ૨. પરમાર્થે પુદ્ગલ દ્રવ્યનું સ્વામીપણું પણ તેને નહિ હોવાથી તે દ્રવ્યન્દ્રિયના આલંબન વડે પણ ગંધ સુંઘતો નથી માટે અગંધ છે. ૩. પોતાના સ્વભાવની દષ્ટિથી જોવામાં આવે તો ક્ષાયોપથમિક ભાવનો પણ તેને અભાવ હોવાથી તે ભાવેન્દ્રિયના આલંબન વડે પણ ગંધ સુંઘતો નથી માટે અગંધ છે. ૪. સકલ વિષયોના વિશેષોમાં સાધારણ એવા એક જ સંવેદનપરિણામરૂપ તેનો સ્વભાવ હોવાથી તે કેવળ એક ગંધ-વેદના પરિણામને પામીને ગંધ સુંઘતો નથી માટે અગંધ છે. ૫. (તેને સમસ્ત જ્ઞયોનું જ્ઞાન થાય છે. પરંતુ) સકલ જ્ઞયજ્ઞાયકના તાદાભ્યનો નિષેધ હોવાથી ગંધના જ્ઞાનરૂપે પરિણમતાં છતાં પણ પોતે ગંધરૂપે પરિણમતો નથી માટે અગંધ છે. ૬. આમ છ પ્રકારે ગંધના નિષેધથી તે અગંધ છે.
એ રીતે, જીવ ખરેખર પુદ્ગલદ્રવ્યથી અન્ય હોવાથી તેમાં સ્પર્શગુણ વિદ્યમાન નથી માટે અસ્પર્શ છે. ૧. પુદ્ગલદ્રવ્યનાં ગુણોથી પણ ભિન્ન હોવાથી પોતે પણ સ્પર્શગુણ નથી માટે અસ્પર્શ છે. ૨. પરમાર્થે પુદ્ગલદ્રવ્યનું સ્વામીપણું પણ તેને નહિ હોવાથી તે દ્રવ્યન્દ્રિયના આલંબન વડે પણ સ્પર્શને સ્પર્શતો નથી માટે અસ્પર્શ છે. ૩. પોતાના સ્વભાવની દૃષ્ટિથી જોવામાં આવે તો લાયોપથમિક ભાવનો પણ તેને અભાવ હોવાથી તે ભાવેન્દ્રિયના આલંબન વડ પણ સ્પર્શને સ્પર્શતો નથી માટે અસ્પર્શ છે. ૪. સકલ વિષયોના વિશેષોમાં સાધારણ એવા એક જ સંવેદનપરિણામરૂપ તેનો સ્વભાવ હોવાથી તે કેવળ એક સ્પર્શવેદના પરિણામને પામીને સ્પર્શને સ્પર્શતો નથી માટે અસ્પર્શ છે. ૫. (તેને સમસ્ત જ્ઞયોનું જ્ઞાન થાય છે પરંતુ) સકલ શેયજ્ઞાયકના તાદાભ્યનો નિષેધ હોવાથી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #72
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૬૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૩
સ્પર્શના જ્ઞાનરૂપે પરિણમતાં છતાં પણ પોતે સ્પર્શરૂપે પરિણમતો નથી માટે અસ્પર્શ છે. ૬. આમ છ પ્રકારે સ્પર્શના નિષેધથી તે અસ્પર્શ છે.
એ રીતે, જીવ ખરેખર પુદ્ગલદ્રવ્યથી અન્ય હોવાથી તેમાં શબ્દપર્યાય વિદ્યમાન નથી માટે અશબ્દ છે. ૧. પુદ્ગલદ્રવ્યના પર્યાયોથી પણ ભિન્ન હોવાથી પોતે પણ શબ્દપર્યાય નથી માટે અશબ્દ છે. ૨. પરમાર્થે પુદ્ગલદ્રવ્યનું સ્વામીપણું પણ તેને નહિ હોવાથી તે દ્રવ્યન્દ્રિયના આલંબન વડે પણ શબ્દ સાંભળતો નથી માટે અશબ્દ છે. ૩. પોતાના સ્વભાવની દષ્ટિથી જોવામાં આવે તો ક્ષાયોપથમિક ભાવનો પણ તેને અભાવ હોવાથી તે ભાવેન્દ્રિયના આલંબન વડે પણ શબ્દ સાંભળતો નથી માટે અશબ્દ છે. ૪. સકલ વિષયોના વિશેષોમાં સાધારણ એવા એક જ સંવેદનપરિણામરૂપ તેનો સ્વભાવ હોવાથી તે કેવળ એક શબ્દવેદના પરિણામને પામીને શબ્દ સાંભળતો નથી માટે અશબ્દ છે. ૫. (તેને સમસ્ત જ્ઞયોનું જ્ઞાન થાય છે પરંતુ ) સકલ
યજ્ઞાયકના તાદાભ્યનો નિષેધ હોવાથી શબ્દના જ્ઞાનરૂપે પરિણમતાં છતાં પણ પોતે શબ્દરૂપે પરિણમતો નથી માટે અશબ્દ છે. ૬. આમ છ પ્રકારે શબ્દના નિષેધથી તે અશબ્દ છે.
(હવે “અનિર્દિષ્ટસંસ્થાન' વિશેષણ સમજાવે છે:-) પુદ્ગલદ્રવ્ય વડે રચાયેલું જે શરીર તેના સંસ્થાન (આકાર )થી જીવને સંસ્થાનવાળો કહી શકાતો નથી માટે જીવ અનિર્દિષ્ટસંસ્થાન છે. ૧. પોતાના નિયત સ્વભાવથી અનિયત સંસ્થાનવાળા અનંત શરીરોમાં રહે છે માટે અનિર્દિષ્ટસંસ્થાન છે. ૨. સંસ્થાન નામકર્મનો વિપાક (ફળ) પદગલોમાં જ કહેવામાં (તેથી તેના નિમિત્તથી પણ આકાર નથી) માટે અનિર્દિષ્ટસંસ્થાન છે. ૩. જાદાં જાદાં સંસ્થાનરૂપે પરિણમેલી સમસ્ત વસ્તુઓનાં સ્વરૂપ સાથે જેની સ્વાભાવિક સંવેદનશક્તિ સંબંધિત ( અર્થાત્ તદાકાર) છે એવો હોવા છતાં પણ જેને સમસ્ત લોકના મિલાપથી (-સંબંધથી) રહિત નિર્મળ (જ્ઞાનમાત્ર) અનુભૂતિ થઈ રહી છે એવો હોવાથી પોતે અત્યંતપણે સંસ્થાન વિનાનો છે માટે અનિર્દિષ્ટસંસ્થાન છે. ૪. આમ ચાર હેતુથી સંસ્થાનનો નિષેધ કહ્યો.
(હવે “અવ્યક્ત' વિશેષણને સિદ્ધ કરે છે:-) છ દ્રવ્યસ્વરૂપ લોક જે શેય છે અને વ્યક્ત છે તેનાથી જીવ અન્ય છે માટે અવ્યક્ત છે. ૧. કષાયોનો સમૂહ જે ભાવકભાવ વ્યક્ત છે તેનાથી જીવ અન્ય છે માટે અવ્યક્ત છે. ૨. ચિત્સામાન્યમાં ચૈતન્યની સર્વ વ્યક્તિઓ નિમગ્ર (અંતર્ભત) છે માટે અવ્યક્ત છે. ૩. ક્ષણિક વ્યક્તિમાત્ર નથી માટે અવ્યક્ત છે. ૪. વ્યક્તપણું તથા અવ્યક્તપણું ભેળાં મિશ્રિતરૂપે તેને પ્રતિભાસવા છતાં પણ તે વ્યક્તપણાને સ્પર્શતો નથી માટે અવ્યક્ત છે. ૫. પોતે પોતાથી જ બાહ્ય-અભ્યતર સ્પષ્ટ અનુભવાઈ રહ્યો હોવા છતાં પણ વ્યક્તપણા પ્રતિ ઉદાસીનપણે પ્રોતમાન (પ્રકાશમાન) છે માટે અવ્યક્ત છે. ૬. આમ છ હેતુથી અવ્યક્તપણે સિદ્ધ કર્યું.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #73
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૯ ]
| [ ૬૧
(માલિની) सकलमपि विहायाहाय चिच्छक्तिरिक्तं स्फुटतरमवगाह्य स्वं च चिच्छक्तिमात्रम्। इममुपरि चरन्तं चारु विश्वस्य साक्षात् कलयतु परमात्मात्मानमात्मन्यनन्तम्।।३५ ।।
આ પ્રમાણે રસ, રૂપ, ગંધ, સ્પર્શ, શબ્દ, સંસ્થાન અને વ્યક્તપણાનો અભાવ હોવા છતાં પણ સ્વસંવેદનના બળથી પોતે સદા પ્રત્યક્ષ હોવાથી અનુમાનગોચરમાત્રપણાના અભાવને લીધે (જીવન) અલિંગગ્રહણ કહેવામાં આવે છે.
પોતાના અનુભવમાં આવતા ચેતનાગુણ વડે સદાય અંતરંગમાં પ્રકાશમાન છે તેથી (જીવ) ચેતનાગુણવાળો છે. કેવો છે ચેતનાગુણ? જે સમસ્ત વિપ્રતિપત્તિઓનો (જીવને અન્ય પ્રકારે માનવારૂપ ઝઘડાઓનો) નાશ કરનાર છે, જેણે પોતાનું સર્વસ્વ ભેદજ્ઞાની જીવોને સોંપી દીધું છે. જે સમસ્ત લોકાલોકને ગ્રામીભૂત કરી જાણે કે અત્યંત તૃતિ વડે ઠરી ગયો હોય તેમ ( અર્થાત્ અત્યત સ્વરૂપ-સૌખ્ય વડે તૃસ તૃપ્ત હોવાને લીધે સ્વરૂપમાંથી બહાર નીકળવાનો અનુવમી હોય તેમ) સર્વ કાળે કિંચિત્માત્ર પણ ચલાયમાન થતો નથી અને એ રીતે સદાય જરા પણ નહિ ચળતું અન્યદ્રવ્યથી અસાધારણપણું હોવાથી જે (અસાધારણ ) સ્વભાવભૂત છે.
-આવો ચૈતન્યરૂપ પરમાર્થસ્વરૂપ જીવ છે. જેનો પ્રકાશ નિર્મળ છે એવો આ ભગવાન આ લોકમાં એક, ટંકોત્કીર્ણ, ભિન્ન જ્યોતિરૂપ વિરાજમાન છે.
હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહી એવા આત્માના અનુભવની પ્રેરણા કરે છે -
શ્લોકાર્થ- [ વિ–શ9િ–રિ$] ચિન્શક્તિથી રહિત [ સનમ્ પિ] અન્ય સકળ ભાવોને [ સહાય ] મૂળથી [વિદીય] છોડીને [૨] અને [cતરમ્] પ્રગટપણે [ā વિ– મિત્રમ] પોતાના ચિક્તિમાત્ર ભાવનું [ અવહ્યિ] અવગાહન કરીને, [ માત્મા] ભવ્ય આત્મા [ વિશ્વસ્ય પરિ] સમસ્ત પદાર્થ સમૂહરૂપ લોકના ઉપર [વો વરન્ત] સુંદર રીતે પ્રવર્તતા એવા [મમ્] આ [૫રમ્] એક કેવળ [ સનન્] અવિનાશી [માત્માનન્] આત્માનો [ કાત્મનિ] આત્મામાં જ [સાક્ષાત્ ત્રયg] અભ્યાસ કરો, સાક્ષાત્ અનુભવ કરો.
ભાવાર્થ:- આ આત્મા પરમાર્થે સમસ્ત અન્યભાવોથી રહિત ચૈતન્યશક્તિમાત્ર છે; તેના અનુભવનો અભ્યાસ કરો એમ ઉપદેશ છે. ૩૫.
હવે ચિ7ક્તિથી અન્ય જે ભાવો છે તે બધા પુદ્ગલદ્રવ્યસંબંધી છે એવી આગળની ગાથાની સૂચનિકારૂપે શ્લોક કહે છે -
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #74
--------------------------------------------------------------------------
________________
૬૨ ]
Version 001,a: remember to check h††p://www.AtmaDharma.com for updates
[ પ્રવચન રત્નાકર ભાગ-૩
( અનુટુમ્ ) चिच्छक्तिव्याप्तसर्वस्वसारो जीव इयानयम् । अतोऽतिरिक्ताः सर्वेऽपि भावा: पौद्गलिका अमी ।। ३६ ।।
વ્યાસ
જેનો
શ્લોકાર્થ:- [ વિત્—શત્તિ-વ્યાપ્ત-સર્વસ્વ-સાર: ] ચૈતન્યશક્તિથી સર્વસ્વ-સાર છે એવો [ત્રયમ્ નીવ: ] આ જીવ [ફયાન્] એટલો જ માત્ર છે; [ અત: અતિરિōા: ] આ ચિશક્તિથી શૂન્ય [સમી માવાઃ] જે આ ભાવો છે [ સર્વે અપિ] તે બધાય [ પૌન્નત્તિા: ] પુદ્દગલજન્ય છે-પુદ્દગલના જ છે. ૩૬.
* સમયસાર ગાથા ૪૯ : મથાળું *
પ્રભુ! આપ જ્યારે એમ કહો છો કે પુણ્ય-પાપના ભાવ એ આત્મા નથી તો આત્મા છે કેવો ? પાછલી ગાથામાં એમ કહ્યું કે અનેક પ્રકારના રાગમાં જીવ વ્યાપતો નથી, જીવ તો એકસ્વરૂપ જ છે. તો તે જીવનું સ્વરૂપ શું છે? પુણ્ય-પાપના ભાવ, સુખ-દુઃખની કલ્પનાના ભાવ, કર્મ ને આત્મા બન્ને એક હોવાનો ભાવ ઇત્યાદિ અધ્યવસાનાદિ ભાવો જીવ નથી. તો એક, ટંકોત્કીર્ણ, ૫૨માર્થસ્વરૂપ જીવ કેવો છે? આવો શિષ્યનો પ્રશ્ન છે તેના ઉત્તરરૂપે ગાથા કહે
છે.
આ ગાથા શ્રી સમયસાર, શ્રી પ્રવચનસાર, શ્રી નિયમસાર, શ્રી પંચાસ્તિકાય, શ્રી અષ્ટપાહુડ તથા શ્રી ધવલ એમ અનેક શાસ્ત્રોમાં છે. ગાથામાં ‘નાળ’ શબ્દ પડયો છે. એ શબ્દ દ્વારા શ્રી કુંદકુંદાચાર્યદેવ શિષ્યને એમ કહે છે કે હે ભાઈ ! તું આત્માને આવો જાણ.
* ગાથા ૪૯ ટીકા ઉ૫૨નું પ્રવચન *
જે જીવ છે તે ખરેખર પુદ્દગલદ્રવ્યથી અન્ય હોવાથી તેમાં ૨સગુણ વિધમાન નથી માટે અરસ છે. ખરેખર અર્થાત્ યથાર્થપણે આત્મા પુદ્દગલદ્રવ્યથી અન્ય એટલે જુદો છે. ૫૨માર્થે આત્માને પુદ્દગલ દ્રવ્ય સાથે કાંઈ સંબંધ નથી. શરી૨ અને કર્મ સાથે આત્માને જે નિમિત્તનૈમિત્તિક સંબંધ છે તે વ્યવહાર છે. તે જ્ઞાન કરવા માટે છે પણ આશ્રય કરવા માટે નથી. આશ્રય કરવા માટે તો એક ત્રિકાળી (ધ્રુવ) આત્મા જ છે.
અહીં કહે છે કે જીવદ્રવ્ય પુદ્દગલદ્રવ્યથી અન્ય હોવાથી તેમાં રસગુણ વિદ્યમાન નથી. અનુભૂતિસ્વરૂપ ભગવાન આત્મામાં અતીન્દ્રિય ( આનંદનો, ચૈતન્યનો) રસ છે પણ પુદ્દગલનો
જડ રસ આત્મામાં નથી માટે આત્મા અરસ છે.
વિશ્વમાં છ દ્રવ્યો છે. તેમાં જીવદ્રવ્ય પાંચ દ્રવ્યોથી ભિન્ન છે. પણ અહીં જીવદ્રવ્ય પુદ્દગલથી ભિન્ન બતાવવું છે કેમકે મુખ્યપણે જીવ પુદ્દગલમાં જ એકત્વ કરીને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #75
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૯ ]
[ ૬૩
(ઊંધો) પડયો છે. શરીર, વાણી, મન, ઇન્દ્રિયો ઇત્યાદિ હું છું એમ વિપરીત માની બેઠો છે. તેને આત્મા જે ત્રિકાળ ચિદાનંદરસમય વસ્તુ છે તેમાં પુદ્ગલનો રસગુણ વિદ્યમાન નથી તેથી તે અરસ છે એમ કહી શરીરાદિથી ભેદજ્ઞાન કરાવ્યું છે.
હવે બીજા બોલમાં કહે છે કે પુદ્ગલદ્રવ્યના ગુણોથી પણ ભિન્ન હોવાથી પોતે પણ રસગુણ નથી માટે અરસ છે. પહેલા બોલમાં પુદ્ગલદ્રવ્યથી ભિન્નપણાની વાત લીધી હતી. આ બોલમાં પુદ્ગલદ્રવ્યના ગુણોથી ભિન્નપણાની વાત લીધી છે. આત્મા ચૈતન્ય-રસસ્વરૂપ વસ્તુ છે. તે પુદ્ગલદ્રવ્યના ગુણોથી ભિન્ન છે. તેથી પોતે રસગુણ નથી માટે અરસ છે.
ત્રીજો બોલઃ- પરમાર્થે પુદ્ગલદ્રવ્યનું સ્વામીપણું પણ તેને નહિ હોવાથી તે દ્રવ્યન્દ્રિયના આલંબન વડે પણ રસ ચાખતો નથી માટે અરસ છે. વસ્તુપણે જીવને પુદ્ગલ દ્રવ્યનું સ્વામીપણું નથી. આ જડ ઇન્દ્રિયોનો સ્વામી આત્મા નથી. તેથી દ્રવ્ય ઇન્દ્રિયોના આલંબન વડે તે રસ ચાખતો નથી. આ જીભ છે તેનો સ્વામી આત્મા નથી. (એ તો પૌલિક છે). તેથી આત્મા જીભને હલાવે અને તે વડ રસને ચાખે એ વાત વાસ્તવિક નથી. આમ દ્રવ્ય ઇન્દ્રિયોના આલંબન વડે આત્મા રસ ચાખતો નથી માટે તે અરસ છે.
ચોથો બોલઃ- પોતાના સ્વભાવની દૃષ્ટિથી જોવામાં આવે તો લાયોપથમિક ભાવનો પણ તેને અભાવ હોવાથી તે ભાવેન્દ્રિયના આલંબન વડ પણ રસ ચાખતો નથી માટે અરસ છે. પોતાના સ્વભાવની દૃષ્ટિથી એટલે ત્રિકાળી શુદ્ધ જ્ઞાયકભાવની દૃષ્ટિથી જોઈએ તો ક્ષયોપશમભાવનો પણ જીવને અભાવ છે. મતિ, શ્રુત, અવધિ અને મન:પર્યયજ્ઞાન એ ચારને શાસ્ત્રમાં વિભાવગુણ કહ્યા છે. એ ચારેય સમ્યજ્ઞાન છે હોં. અશુદ્ધનિશ્ચયનયથી એ ચારનો જીવને સંબંધ છે તો પણ શુદ્ધનિશ્ચયનયથી કાંઈ સંબંધ નથી. અહીં કહે છે કે જે ભાવેન્દ્રિય દ્વારા જણાય છે, તે ભાવેન્દ્રિયનો જ પરમાર્થે આત્મામાં અભાવ છે. શ્રી સમયસાર ગાથા ૩૧માં આવે છે કે ભાવેન્દ્રિય છે તે પોતાના વિષયોને ખંડખંડ જાણે છે અર્થાત્ તે જ્ઞાનને ખંડખંડરૂપ જણાવે છે. જ્યારે આત્મા એક અખંડ જ્ઞાયક-ભાવરૂપ છે, માટે ભાવેન્દ્રિય નિશ્ચયથી આત્માનું સ્વરૂપ નથી. (ખંડવસ્તુ અખંડસ્વરૂપ કેમ હોય ?) .
ત્યાં ગાથા ૩૧માં કહ્યું છે કે દ્રવ્યન્દ્રિય, ભાવેન્દ્રિય, અને તેમના વિષયોને જે જીતે તે જિતેન્દ્રિય છે. તેને જીતવું એટલે કે તે સર્વ પોતાથી ભિન્ન છે અર્થાત્ તે પરશય છે એમ જાણવું. શેય-જ્ઞાયકની એક્તા તે સંકરદોષ છે. ભાવેન્દ્રિય, તેનો વિષય દેવ-ગુરુ-શાસ્ત્ર આદિ તથા દ્રવ્યન્દ્રિય એ સર્વ પરશેય છે. આવા પરજ્ઞયનું યથાર્થ જ્ઞાન પોતાથી થાય છે; પણ કોને ? જ્ઞાયકનું સ્વરૂપગ્રાહી જ્ઞાન થાય તેને. અહીં કહે છે કે ભાવેન્દ્રિય પરય હોવાથી આત્માના સ્વભાવભૂત નથી અને તેથી આત્મા ભાવેન્દ્રિયના આલંબનથી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #76
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૬૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૩
પણ રસ ચાખતો નથી માટે અરસ છે. કેવી અદ્ભુત ભેદજ્ઞાનની વાત! આવી વાતને અભ્યાસ કરીને સમજે નહિ અને અનેક પ્રકારના ક્રિયાકાંડ કરે પણ તેથી શું?
પાંચમો બોલઃ- સકળ વિષયોના વિશેષોમાં સાધારણ એવા એક જ સંવેદન-પરિણામરૂપ તેનો સ્વભાવ હોવાથી તે કેવળ એક રસવેદના પરિણામને પામીને રસ ચાખતો નથી માટે અરસ છે. આત્મા અખંડ જ્ઞાયકભાવરૂપ વસ્તુ છે. તે પાંચેય ઇન્દ્રિયોના વિષયને અખંડપણે જાણનારો છે. એક જ ઇન્દ્રિયવિષયનું વેદન અર્થાત્ જાણવું એવો આત્માનો સ્વભાવ નથી. પાંચેય ઇન્દ્રિયના જ્ઞાનનું સંવેદન એકસાથે થાય એવો આત્માનો સ્વભાવ છે. તેથી તે કેવળ એક રસવેદના પરિણામને પામીને અર્થાત્ એક રસના જ જ્ઞાનને પામીને રસ ચાખતો નથી માટે અરસ છે.
પાંચ બોલ ચાલી ગયા. હવે છઠ્ઠો બોલઃ- સકળ શેય-જ્ઞાયકના તાદાભ્યનો નિષેધ હોવાથી રસના જ્ઞાનરૂપે પરિણમતાં છતાં પણ પોતે રસરૂપે પરિણમતો નથી માટે અરસ છે. જુઓ વિશ્વ આખું જ્ઞય છે અને ભગવાન આત્મા જ્ઞાયક છે. સર્વ શેયોને જાણવાનું જ્ઞાયક આત્માનું પોતાનું સામર્થ્ય છે તેથી જ્ઞય-જ્ઞાયક સંબંધનો વ્યવહાર હોવા છતાં શેય-જ્ઞાયકના તાદાભ્યનો એટલે એકરૂપપણાનો નિષેધ છે. એટલે જ્ઞયને જાણવા છતાં જ્ઞાયક જ્ઞયરૂપે થતો નથી. આ જે રસ છે તે જ્ઞય છે અને આત્મા તેને જાણનારો જ્ઞાયક છે. રસરૂપ જ્ઞયને જાણવા છતાં આત્માનું જ્ઞાન શેયપણે એટલે રસરૂપે થતું નથી. [તેમ જ રસને જાણતાં જ્ઞાન રસજ્ઞાનરૂપ (રસના જ્ઞાનરૂપ) થઈ જતું નથી.] તેમ જ રસ (જ્ઞય) જ્ઞાનમાં જણાતાં રસ (જ્ઞય) જ્ઞાનરૂપ થતું નથી, જ્ઞાન જ્ઞાનરૂપે જ રહે છે, રસ રસરૂપે જ રહે છે. ( જ્ઞાન જ્ઞાનરૂપ જ રહે છે.) રસનું જે જ્ઞાન થાય છે તે જ્ઞાનનું પરિણમન છે અને તે રસને લઈને નથી. તથા રસ જે શેય છે તે જ્ઞાનની પર્યાયમાં આવતો નથી. આમ રસના જ્ઞાનરૂપે પોતે પરિણમતાં છતાં પોતે રસરૂપે પરિણમતો નથી માટે અરસ છે. આમ છ પ્રકારે રસના નિષેધથી આત્મા અરસ છે. એમ તું જાણે એમ શિષ્યને પ્રતિબોધ કર્યો છે.
આ જ પ્રમાણે આત્મા અરૂપ, અગંધ, અસ્પર્શ છે એમ છ બોલથી સમજી લેવું. રસ, રૂપ, ગંધ અને સ્પર્શ એ ચારેય પુદ્ગલના ગુણો છે અને તે સર્વથી ભિન્ન જ્ઞાયક-વસ્તુ આત્મા છે. માટે આત્મા અરસ, અરૂપ, અગંધ, અસ્પર્શ છે એમ નિશ્ચયથી જાણવું.
હવે શબ્દની વાત કરે છે. જીવ ખરેખર પુદ્ગલદ્રવ્યથી અન્ય હોવાથી તેમાં શબ્દપર્યાય વિધમાન નથી માટે અશબ્દ છે. જુઓ, પહેલાં જે રસ, રૂપ, ગંધ અને સ્પર્શ કહ્યા એ તો પુદગલના ગુણો છે. પણ આ શબ્દ છે એ ગુણ નથી પણ પુગલના સ્કંધની પર્યાય છે. ખરેખર પુદગલદ્રવ્યથી અન્ય એટલે ભિન્ન છે. તેથી શબ્દપર્યાય જીવમાં વિદ્યમાન નથી. આ શબ્દ જે બોલાય છે તે આત્મામાં નથી. આત્માથી નથી. હું ! તો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #77
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૯ ]
[ ૬૫
બોલે છે કોણ? ભાઈ ! બોલે એ બીજો, બોલે એ આત્મા નહિ. આત્મા બોલવાનો ભાવ-રાગ કરે એ બીજી વાત છે, પણ આત્મા બોલે નહિ. શબ્દ છે એ તો ભાષાવર્ગણાનું પર્યાયરૂપ પરિણમન છે. એમાં જીવ નિમિત્ત છે.
આ ધ્વનિ જે ઊઠે છે એ તો જડની (પૌલિક) પર્યાય છે. આત્માથી તે ધ્વનિ ઊઠતી નથી. “ભગવાનની દિવ્યધ્વનિ' એમ વ્યવહારથી કહેવાય છે. ખરેખર ભગવાનનો આત્મા દિવ્યધ્વનિનો કરનારો (ક્ત) નથી. દિવ્યધ્વનિ છે તે તેના કારણે ભાષાવર્ગણામાં ભાષારૂપ (શબ્દરૂપ) પર્યાય થવાની જન્મક્ષણ છે તેને લઈને થાય છે. આ આત્માને ધર્મ કેમ થાય એની વાત ચાલે છે હોં. શબ્દ મારાથી (જીવથી) થાય એમ માનવું એ મિથ્યાત્વ છે અધર્મ છે. શબ્દ જે થાય તેને સ્વના જ્ઞાનપૂર્વક હું જાણું એવી યથાર્થ માન્યતા (નિર્વિકલ્પ પ્રતીતિ) એનું નામ ધર્મ છે.
પ્રશ્ન- જ્ઞાન છે તે શબ્દનો í છે એમ ધવલમાં આવે છે ને?
ઉત્તર- હા, આવો પ્રશ્ન “ખાનિયા ચર્ચા માં પણ આવ્યો છે. ભાઈ ! એ તો ત્યાં નિમિત્તપણું બતાવ્યું છે. જ્ઞાન કાંઈ શબ્દની પર્યાયનો ર્તા નથી. શબ્દની પર્યાયકાળ જ્ઞાન તેમાં નિમિત્ત છે તેથી ઉપચારથી જ્ઞાન શબ્દનો í છે એમ કહ્યું છે, ખરેખર í છે નહિ. લોકાલોક છે તે કેવળજ્ઞાનમાં નિમિત્ત છે (લોકાલોકમાં શબ્દો પણ આવી ગયા), એનો અર્થ શું? કે લોકાલોક લોકાલોકથી છે અને કેવળજ્ઞાન કેવળજ્ઞાનથી છે. લોકાલોકને કારણે કેવળજ્ઞાનની પર્યાય થાય છે એમ નથી. કેવળજ્ઞાનની પર્યાય પોતે પોતાથી થાય છે. લોકાલોક છે માટે કેવળજ્ઞાનની પર્યાય થાય છે એમ છે જ નહિ. કેવળજ્ઞાનની પર્યાયનું પરિણમન (લોકાલોકથી નિરપેક્ષ ) સ્વયં સ્વતંત્ર છે અને લોકાલોકની હયાતી (કેવળજ્ઞાનથી નિરપેક્ષ) સ્વયં સ્વતંત્ર છે.
કેવળજ્ઞાન લોકાલોકને જાણે છે એમ કહેવું એ તો અસદ્દભૂત-વ્યવહારનયનો વિષય છે. ખરેખર તો પોતાની પર્યાયને જ જાણે છે. શ્રી સમયસાર કળશટીકામાં કળશ ૨૭૧માં આવે છે કે-“હું જ્ઞાયક અને સમસ્ત છ દ્રવ્યો મારા શય-એમ તો નથી. તો કેમ છે?' કે જ્ઞાતા પોતે, જ્ઞાન પોતે અને શેય પોતે જ છે. અહીં કહે છે કે શબ્દનું જ્ઞાન શબ્દને લઈને થતું નથી. શબ્દની પર્યાયનું જ્ઞાન આત્મામાં પોતાને કારણે થાય છે. વળી જે શબ્દપર્યાય છે તે આત્માથી થાય છે એમ નથી કેમકે આત્મા પુદ્ગલ દ્રવ્યથી ભિન્ન છે. આમ શબ્દપર્યાય છે તે જ્ઞાયકસ્વભાવી આત્મામાં વિદ્યમાન નથી માટે આત્મા અશબ્દ છે. અહો ! શું ગજબ ભેદજ્ઞાનની વાત છે !!
બીજો બોલ- પુદ્ગલદ્રવ્યના પર્યાયોથી પણ ભિન્ન હોવાથી પોતે પણ શબ્દપર્યાય નથી માટે અશબ્દ છે. પહેલા બોલમાં જીવ પુદ્ગલ દ્રવ્યથી ભિન્ન કહ્યો હતો અને આ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #78
--------------------------------------------------------------------------
________________
Version 001,a: remember to check h††p://www.AtmaDharma.com for updates
૬૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૩
બોલમાં જીવને પુદ્દગલદ્રવ્યની શબ્દ અવસ્થાથી ભિન્ન કહ્યો છે. એ રીતે જીવ પોતે શબ્દપર્યાય નથી માટે અશબ્દ છે.
ત્રીજો બોલ:- ૫૨માર્થે પુદ્ગલદ્રવ્યનું સ્વામીપણું પણ તેને નહિ હોવાથી તે દ્રવ્યેન્દ્રિયના આલંબન વડે પણ શબ્દ સાંભળતો નથી માટે અશબ્દ છે. શું કહે છે? આ જે કાન છે ને તેનો સ્વામી ભગવાન આત્મા નથી. કાન તો જડ ૫૨માણુમય છે. તેનો સ્વામી આત્મા કેમ હોય ? અને તે જડના અવલંબને આત્મા શબ્દને કેમ સાંભળે? કાનના આલંબનથી આત્મા શબ્દને જાણે છે એમ છે જ નહિ. આ ભગવાનની વાણી છે ને દિવ્યધ્વનિ ? અરે! વાણી તો જડ છે. ભગવાનને વળી વાણી કેવી ? ‘ભગવાનની વાણી ' એ તો નિમિત્તથી કહેવાય છે. એ ભગવાનની વાણીને જીવ કાનના આલંબન દ્વારા જાણે છે એમ છે નહિ, કારણ કે કાન તો પુદ્દગલની પર્યાય છે અને જ્ઞાનસ્વરૂપી પ્રભુ પોતે, તેનાથી તદ્દન ભિન્ન છે. જો કાનના આલંબનથી તે સાંભળે તો તે જડનો સ્વામી ઠરે, પણ જડનો સ્વામી તો આત્મા છે જ નહિ, તેથી પોતે દ્રવ્યેન્દ્રિયના આલંબન વડે સાંભળતો નથી માટે અશબ્દ છે.
ચોથો બોલ:- પોતાના સ્વભાવની દૃષ્ટિથી જોવામાં આવે તો ક્ષાયોપમિક ભાવનો પણ તેને અભાવ હોવાથી તે ભાવેન્દ્રિયના આલંબન વડે પણ શબ્દ સાંભળતો નથી માટે અશબ્દ છે. શુદ્ધ જ્ઞાયકમાત્રવસ્તુની દૃષ્ટિથી જોઈએ તો ક્ષાયોપમિકભાવ અખંડ આત્મસ્વરૂપમાં નથી. સ્વભાવની દૃષ્ટિથી જોતાં આત્માને ભાવેન્દ્રિય છે જ નહિ. શુદ્ધ આત્મવસ્તુમાં ભાવેન્દ્રિયનો અભાવ છે તેથી ભાવેન્દ્રિયના આલંબન વડે આત્મા સાંભળતો નથી માટે તે અશબ્દ છે. આવું સ્વરૂપ છે તેને એ રીતે યથાર્થ નક્કી કરીને જાણવું જોઈએ. ‘નાળ' શબ્દથી આત્માને આવો જાણ એમ આચાર્યદેવે કહ્યું છે.
પાંચમો બોલઃ- સકળ વિષયોના વિશેષોમાં સાધારણ એવા એક જ સંવેદન-પરિણામરૂપ તેનો સ્વભાવ હોવાથી તે કેવળ એક શબ્દવેદનાપરિણામને પામીને શબ્દ સાંભળતો નથી માટે અશબ્દ છે. જુઓ, જ્ઞાન એકલા શબ્દને જ જાણે એવું તેનું સ્વરૂપ નથી. પરંતુ બધા જ વિષયોને અખંડપણે ગ્રહણ કરે એવું તેનું સ્વરૂપ છે. માટે કેવળ શબ્દવેદના પરિણામને પામીને એટલે કેવળ શબ્દનું જ જ્ઞાન પામીને આત્મા શબ્દ સાંભળતો નથી માટે અશબ્દ છે.
છઠ્ઠો બોલ:- સકળ શેયજ્ઞાયકના તાદાત્મ્યનો નિષેધ હોવાથી શબ્દના જ્ઞાનરૂપે પરિણમતાં છતાં પણ પોતે શબ્દરૂપે પરિણમતો નથી માટે અશબ્દ છે. ‘શબ્દનું જ્ઞાન' એ તો નિમિત્તથી કહ્યું છે. ખરેખર તો એ જ્ઞાનનું જ્ઞાન છે; પણ એ જ્ઞાન શબ્દ સંબંધીનું છે એટલું બતાવવા ‘શબ્દનું જ્ઞાન ' એમ કહ્યું છે. શબ્દ છે તે જ્ઞેય છે અને શુદ્ધ આત્મા જ્ઞાયક છે. શેય-જ્ઞાયકના એકરૂપપણાનો નિષેધ છે તેથી શબ્દને જાણવા છતાં જાણનારો પોતે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #79
--------------------------------------------------------------------------
________________
Version 001,a: remember to check h††p://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૯ ]
[ ૬૭
શબ્દરૂપે થતો નથી. માટે આત્મા અશબ્દ છે. આમ છ પ્રકારે શબ્દના નિષેધથી આત્મા અશબ્દ છે એમ જાણવું.
હવે ‘અનિર્દિષ્ટસંસ્થાન 'ના ચાર બોલ કહે છેઃ
પહેલો બોલઃ- પુદ્દગલદ્રવ્ય વડે રચાયેલું જે શરીર તેના આકારથી જીવને સંસ્થાનવાળો કહી શકાતો નથી માટે જીવ અનિર્દિષ્ટસંસ્થાન છે. આ શરીરનો જે આકાર છે એ તો જડનો આકાર છે, એ આત્માનો આકાર નથી. આત્મામાં પુદ્દગલથી રચાયેલા જડ દેહના આકારનો અભાવ છે. આત્મા જડના આકારવાળો નહિ હોવાથી જીવ પોતે અનિર્દિષ્ટસંસ્થાન છે.
બીજો બોલઃ- પોતાના નિયત સ્વભાવથી અનિયત સંસ્થાનવાળા અનંત શીરોમાં રહે છે માટે અનિર્દિષ્ટસંસ્થાન છે. ભગવાન આત્મા જે અસંખ્યાતપ્રદેશી છે એ તેનો નિયત સ્વભાવ છે. આ ભિન્ન ભિન્ન શરીરના આકારો-એકેન્દ્રિય, બેઇન્દ્રિય, ત્રણઇન્દ્રિય, ચારઇન્દ્રિય અને પંચેન્દ્રિયના શરીરના જે આકારો છે તે અનિયત છે. આવા અનિયત આકારોવાળા અનંત શરીરોમાં તે રહે છે તેથી તે નિયત સંસ્થાનવાળો કહી શકાતો નથી માટે તે અનિર્દિષ્ટસંસ્થાન
છે.
ત્રીજો બોલ:- સંસ્થાન નામકર્મનો વિપાક પુદ્દગલોમાં જ કહેવામાં આવે છે (તેથી તેના નિમિત્તથી પણ આકાર નથી) માટે અનિર્દિષ્ટસંસ્થાન છે. સંસ્થાન નામકર્મનું ફળ પુદ્દગલશરીરમાં આવે છે, આત્મામાં નહિ. તેથી તેના નિમિત્તે થતો આકાર આત્માને નથી. આત્માને પોતાનો અસંખ્યાતપ્રદેશસ્વરૂપ આકાર તો છે પણ જડનો આકાર આત્માને નથી. પ્રદેશત્વગુણના કા૨ણે આત્માને પોતાનો આકાર છે. આકાશદ્રવ્યમાં પણ પ્રદેશત્વગુણ છે. પ્રદેશત્વગુણના કારણે આકાશને, ક્ષેત્રથી અમર્યાદિત હોવા છતાં, પોતાનો આકાર છે. આમ આત્માને પોતાનો આકાર હોવા છતાં સંસ્થાન નામકર્મના નિમિત્તે રચાતો જે જડ દેહનો આકાર તે તેને નથી માટે તે અનિર્દિષ્ટસંસ્થાન છે.
ચોથો બોલ:- જુદાં જુદાં સંસ્થાનરૂપે પરિણમેલી સમસ્ત વસ્તુઓનાં સ્વરૂપ સાથે જેની સ્વાભાવિક સંવેદનશક્તિ સંબંધિત છે એવો હોવા છતાં પણ જેને સમસ્ત લોકના મિલાપથી રહિત નિર્મળ અનુભૂતિ થઈ રહી છે એવો હોવાથી પોતે અત્યંતપણે સંસ્થાન વિનાનો છે માટે અનિર્દિષ્ટસંસ્થાન છે.
જુઓ, ભાઈ, આત્મામાં ત્યાગ-ઉપાદાનશૂન્યત્વ નામની એક શક્તિ છે. એ શક્તિના કારણે ૫૨ને ગ્રહણ કરવું ૫૨નો ત્યાગ કરવો-એનાથી આત્મા શૂન્ય છે. પરદ્રવ્યના ગ્રહણત્યાગથી તો આત્મા ત્રણે કાળ શૂન્ય છે એ વાત તો છે પણ અહીં કહે છે કે જગતની ચીજોશરીર, મકાન, બંગલા, દાળ, ભાત, રોટલા ઇત્યાદિ–જે અનેક આકારે રહેલી છે તેનું જ્ઞાન આત્મામાં થવા છતાં એ અનેક આકા૨૫ણે જ્ઞાન થતું નથી. અહો !
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #80
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૬૮ ]
| પ્રવચન રત્નાકર ભાગ-૩
સ્વનું જ્ઞાન અને અનેક આકારરૂપે પરિણમેલી અનેક ચીજોનું જ્ઞાન-એની નિર્મળ અનુભૂતિ આત્મામાં થઈ રહી છે. ભાઈ ! આ તો સર્વજ્ઞ પરમેશ્વરની દિવ્યધ્વનિમાં જે વાત આવી તે દિગંબર સંતોએ કહી છે. આવી વાત બીજે કયાંય છે નહિ. અહીં કહે છે કે આત્મા પરના આકારપણે નહિ થતો હોવાથી અત્યંતપણે સંસ્થાન વિનાનો છે, માટે તે અનિર્દિષ્ટસંસ્થાન છે. આમ ચાર હેતુથી સંસ્થાનનો નિષેધ કહ્યો.
હવે “અવ્યક્ત ”ના છ બોલ કહે છે:
છ દ્રવ્યસ્વરૂપ લોક જે શેય છે અને વ્યક્ત છે તેનાથી જીવ અન્ય છે માટે અવ્યક્ત છે. જગતમાં છ દ્રવ્ય છે તે જ્ઞય છે. અનંત આત્માઓ, અનંતાનંત પરમાણુઓ, અસંખ્ય કાલાણુઓ, એક ધર્માસ્તિકાય, એક અધર્માસ્તિકાય અને એક આકાશ-એમ છ દ્રવ્યો અનાદિઅનંત ભગવાને જોયાં છે. આ છ દ્રવ્યોમાં દેવ-ગુરુ-શાસ્ત્ર, શેત્રુજ્ય, સમ્મદશિખર ઇત્યાદિ સર્વ આવી ગયું. આ છ દ્રવ્યોથી તો આત્મા અન્ય એટલે ભિન્ન છે જ, પણ એ છ દ્રવ્યોને જાણનારી એક સમયની પર્યાયથી પણ ત્રિકાળી આત્મા ભિન્ન છે. અહાહા ! છ દ્રવ્યોને જાણનારી પર્યાય એમ જાણે છે કે છ દ્રવ્યથી મારી ચીજ ભિન્ન છે. છ દ્રવ્યો વ્યક્ત અને જ્ઞય છે. તેનાથી ભિન્ન ભગવાન આત્મા જ્ઞાયક અને અવ્યક્ત છે.
ભાઈ ! પંચેન્દ્રિય સંજ્ઞીપણું મળવું અને તેમાં પણ આર્યકુળ મળવું એ અતિ દુર્લભ છે. ત્યાં પણ સદગુરુનો યોગ થવો, સત્યનું શ્રવણ મળવું તથા તેનાં ગ્રહણ અને ધારણા થવાં એ એથીય વિશેષ દુર્લભ છે. તોપણ અહીં સુધી જીવ અનંતવાર આવ્યો છે. પરંતુ તેણે સમ્યક શ્રદ્ધાન અનંતકાળમાં એક સમય પણ કર્યું નથી. અહીં કહે છે કે ભગવાન આત્મા છ દ્રવ્યોનો જાણનાર હોવા છતાં એનાથી તે અત્યંત ભિન્ન છે. ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદવે ગાથામાં જે
અવ્યક્ત” શબ્દ કહ્યો તેનો ભાવ શ્રી અમૃતચંદ્રાચાર્યદવે ભગવતી ટીકામાં આ પ્રમાણે સ્પષ્ટ કર્યો છે.
ભાઈ ! આત્માનું હોવાપણું છ દ્રવ્યને લઈને નથી. જ્ઞાનની પર્યાયમાં છ દ્રવ્યનું જ્ઞાન થયું તે પોતાથી થયું છે, છ દ્રવ્યને લઈને થયું નથી. તથા છ દ્રવ્યનું જ્ઞાન છે માટે છ દ્રવ્યનું હોવાપણું છે એમ પણ નથી. છ દ્રવ્ય જે જ્ઞય અને બાહ્ય છે તે વ્યક્ત છે. તેને જાણનારી પર્યાય પણ વ્યક્ત છે. એ વ્યક્ત પર્યાયમાં એનાથી ભિન્ન આત્મા અવ્યક્ત છે તેને તું જાણે એમ કહે છે.
શ્રી ધર્મદાસ ક્ષુલ્લકે સ્વાત્માનુભવ મનનમાં આત્માને, છ દ્રવ્યથી અને એને જાણનારી પર્યાયથી ભિન્ન હોવાથી સહમ્ દ્રવ્ય કહ્યું છે. આત્મા છે તો છ દ્રવ્યની અંદર, પણ દષ્ટિના વિષયભૂત ત્રિકાળી અવ્યક્ત દ્રવ્યને એકકોર “રામ” કહીને એનાથી જે કોઈ ભિન્ન છે એને એકકોર “ગામ” એમ કહ્યું છે. એકકોર છ દ્રવ્ય અને તેને જાણનારી જ્ઞાનની
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #81
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૯ ]
[ ૬૯ પર્યાય એ બધું વ્યક્ત છે, તો બીજી કોર અવ્યક્ત ભગવાન ત્રિકાળી ધ્રુવ જ્ઞાયકમૂર્તિ એનાથી ભિન્ન છે-એમ તું જાણ.
દષ્ટિનો વિષય ત્રિકાળી શુદ્ધ આત્મા દ્રવ્ય તરીકે તો પ્રગટ છે. પણ પર્યાય જે વ્યક્તપ્રગટ છે તે પર્યાયમાં દ્રવ્ય આવતું નથી તે અપેક્ષાએ તેને અહીં અવ્યક્ત કહ્યું છે. અનંત અનંત ગુણનો પિંડ સચ્ચિદાનંદ પ્રભુ અસ્તિપણે મોજુદ છે, પ્રગટ છે, વ્યક્તિ છે. પણ પ્રગટ પર્યાયની અપેક્ષાએ તેને અવ્યક્ત કહ્યો છે. ભાઈ ! આવા આત્માને જાણે નહિ, અર્થાત્ આત્મા પોતે કોણ છે, કયાં છે, કેવડો છે એ જાણે નહિ અને ધર્મ થઈ જાય? ધૂળમાંય ન થાય. (એટલે કે આવા આત્માને જાણ્યા વિના કદી ધર્મ ન થાય.) ભલે ને સામાયિક, પોસા, પડિકમણ, વ્રત, ઉપવાસ ઇત્યાદિ ક્રિયાકાંડ કરે. એમાં ધર્મ કયાં છે ? એ તો રાગ છે. તેથી પુણ્ય થાય અને એમાં ધર્મ માને તો મિથ્યાત્વ થાય.
ભગવાન! તું અખંડ એક શુદ્ધ ચૈતન્યમૂર્તિ પ્રભુ છો ને! છ દ્રવ્યમાં તો તું નથી પણ છ દ્રવ્યનું જ્ઞાન કરનારી એક સમયની વ્યક્ત પર્યાય જેટલો પણ તું નથી. એક સમયની પર્યાય જેટલો આત્માને માનનાર મૂઢ મિથ્યાદષ્ટિ છે. શ્રી સમયસારના પરિશિષ્ટમાં નિત્ય-અનિત્ય, એક-અનેક, ઇત્યાદિ ચૌદ કળશો આવે છે એમાં આ વાત લીધી છે. વળી એક સમયની પર્યાયને જે માનતા નથી તે પણ છ દ્રવ્યને જ નહિ માનનારા મિથ્યાષ્ટિ છે, કેમકે છ દ્રવ્યનું જ્ઞાન પર્યાયમાં થાય છે. તેથી પર્યાયને નહિ માનનારા છ દ્રવ્યને માનતા નથી અને તેથી તેઓ મિથ્યાષ્ટિ જ છે. અહીં કહે છે કે આ છ દ્રવ્યસ્વરૂપ જે લોક છે તે જ્ઞય છે અને વ્યક્તિ છે અને તેથી ભિન્ન ભગવાન આત્મા જ્ઞાયક અવ્યક્ત છે. પાઠમાં જીવ શબ્દ છે. પણ જીવ કહો કે આત્મા, બન્ને એક જ વાત છે. વેદાંતવાળા જીવ અને આત્મા જુદા છે એમ કહે છે; પણ એ બરાબર નથી.
એક સમયની જ્ઞાનપર્યાયનું અસ્તિત્વ માને ત્યારે છ દ્રવ્યનું અસ્તિત્વ માન્યું કહેવાય. અને છ દ્રવ્યનું જ્ઞાન જે વ્યક્ત પર્યાયમાં થાય છે એની દષ્ટિ છોડી ત્રિકાળી અવ્યક્તની દષ્ટિ કરે ત્યારે એણે સ્વદ્રવ્યને માન્યું કહેવાય. ધર્મ કેમ થાય એની આ વાત છે. ભાઈ ! તારી પર્યાયમાં છ દ્રવ્ય જણાય છતાં છ દ્રવ્યને લઈને એ પર્યાય છે એમ નથી. આવી એક સમયની જે જ્ઞાનની પર્યાય, જેમાં ત્રિકાળી આત્મા વ્યાપતો નથી એ પર્યાયમાં તે છ દ્રવ્ય રહિત શુદ્ધ અવ્યક્ત આત્માને જાણ. એને જાણતાં તને સમ્યગ્દર્શન-જ્ઞાન અને ધર્મ થશે. આવી વાત સાંભળવાની પણ જેને ફુરસદ મળે નહિ તે સમજે કયારે અને તેનો પ્રયોગ કરે કયારે ?
શ્રી નિયમસાર શાસ્ત્રમાં નિર્મળ પર્યાયને પણ પરદ્રવ્ય કહી છે. સ્વવસ્તુ અખંડ, અભેદ, એક છે. તેનું જ્ઞાન જેને થાય તેને સાચું જ્ઞાન થાય છે. એ સમ્યજ્ઞાન થાય પર્યાયમાં પણ એ જ્ઞાનનું ય ત્રિકાળી શુદ્ધ જ્ઞાયક ભગવાન છે, પર્યાય નહિ. પર્યાયને લક્ષ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #82
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૭૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૩
કરી થતું જ્ઞાન યથાર્થ જ્ઞાન નથી. આવી શુદ્ધ તત્ત્વની વાત સમજે નહિ અને અનેક પ્રકારના ક્રિયાકાંડ કરે પણ એ તો બધું રણમાં પોક મૂકવા જેવું છે. રણમાં પોક મૂકવી એટલે? એટલે એમ કે રણમાં એની પોક કોઈ સાંભળે નહિ અને એની પોક કદી બંધ થાય નહિ. ભાઈ ! માત્ર ક્રિયાકાંડથી ભવનાં દુઃખ ન મટે.
છ દ્રવ્યસ્વરૂપ જે લોક છે તે બાહ્ય છે, વ્યક્ત છે, અને ભગવાન આત્મા અત્યંતર, અવ્યક્ત છે. તેથી શુદ્ધ જ્ઞાયકવસ્તુ છ દ્રવ્યસ્વરૂપ લોકથી ભિન્ન છે. આ અનંતા સિદ્ધો, વીસ વિદ્યમાન તીર્થકરો, લાખો કેવળીઓ, પરમેષ્ઠી ભગવંતો અને દિવ્યધ્વનિ ઇત્યાદિ સર્વથી (આખા લોકથી) ત્રિકાળી શુદ્ધ જ્ઞાયકવસ્તુ ભિન્ન છે. અવ્યક્ત એવો આત્મા છ દ્રવ્યથી તો ભિન્ન છે જ, પણ તે સંબંધીનો ભેદજ્ઞાનના વિચારનો જે સૂક્ષ્મ વિકલ્પ તે પણ છ દ્રવ્યમાં આવી જાય છે તેથી એનાથી પણ જ્ઞાયક ભિન્ન છે.
પૂર્ણાનંદનો નાથ આત્મા સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન છે. તેને અવ્યક્ત વિશેષણથી અહીં સમજાવ્યો છે. સમ્યજ્ઞાનની પર્યાય એમ જાણે છે કે છ દ્રવ્યના સ્વરૂપથી મારું સ્વરૂપ ભિન્ન છે. એકકોર ભગવાન આત્મા જ્ઞાનગોળો અને એકકોર આખું લોકાલોક-બને ભિન્ન ભિન્ન. આ લોકાલોકને એક સમયની પર્યાય જાણે તે પર્યાયનું પોતાનું સામર્થ્ય છે. તે પર્યાય એમ વિચારે છે કે હું જ્ઞાયક છ દ્રવ્યથી ભિન્ન છું. જાણે સાતમું દ્રવ્ય ! ક્ષુલ્લક ધર્મદાસજીએ શુદ્ધ દ્રવ્યવસ્તુને સપ્તમ્ દ્રવ્ય કહ્યું છે. છ દ્રવ્યથી હું ભિન્ન છું એમ વિચારનારી પર્યાય સ્વદ્રવ્ય તરફ ઢળે છે. વિકલ્પમાં એમ વિચારે છે ત્યાંસુધી સૂક્ષ્મ ભેદનો અંશ છે પણ જ્યાં પર્યાય રૂદ્રવ્યમાં ઢળે છે એટલે એ ભેદ પણ છૂટી જાય છે. ભાઈ ! આ તો ગૂઢ ભાવો સાદી ભાષામાં કહેવાય છે.
ભગવાન જ્ઞાયકસ્વરૂપ આત્મામાં ઢળીને જે પર્યાય પ્રગટ થઈ તે નિશ્ચય મોક્ષમાર્ગ છે. એ નિશ્ચય મોક્ષમાર્ગની પર્યાયથી પણ ત્રિકાળી વસ્તુ ભિન્ન છે. જ્ઞાનની પર્યાયમાં છ દ્રવ્યને જાણવાની તાકાત છે તેથી એ તેને જાણે, પણ એ પર્યાય એમ જાણે છે કે એ છ દ્રવ્યોથી ભિન્ન ‘આ’ હું છું. ‘આ’ હું એટલે જે દ્રવ્ય ત્રિકાળી તે હું છું. પર્યાય એમ જાણે છે કે હું એક, અખંડ, ધ્રુવ ચૈતન્યસ્વભાવી અવ્યક્ત ચીજ છું. આ વ્યક્ત પર્યાય અવ્યક્તને આવો જાણે છે. અવ્યક્ત, અવ્યક્તને કેમ જાણે? બાપુ! જૈનદર્શન તો વિશ્વદર્શન છે. વિશ્વદર્શન એટલે? એટલે જ દ્રવ્યસ્વરૂપ જે વિશ્વ છે તેને યથાર્થ જણાવનારું અને તે જણાવીને પરથી જીવની ભિન્નતા દેખાડનારું એ સાચું દર્શન છે.
શાસ્ત્રોનું જે જ્ઞાન છે તે પણ છ દ્રવ્યોમાં સમાય છે, કેમકે તે જ્ઞાનના લક્ષે સ્વદ્રવ્યનું લક્ષ થતું નથી. તેનું લક્ષ છોડીને દષ્ટિનો વિષય જે ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય તેનું લક્ષ કરે ત્યારે જ્ઞાન સમ્યક થાય છે. ભાઈ ! ધર્મ કરવો છે પણ ધર્મ કેમ થાય તેની ખબર વિના તું ધર્મ કેવી રીતે કરીશ? શાસ્ત્રને જાણે, તેની વ્યવહાર શ્રદ્ધા કરે પણ શુદ્ધ જ્ઞાયકસ્વભાવી ભગવાન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #83
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૯ ]
[ ૭૧
આત્માના આશ્રયે પ્રગટ થતા વીતરાગી આનંદામૃતનો સ્વાદ ન લે તો આત્મજ્ઞાન કેમ થાય? વસ્તુ એકલી અતીન્દ્રિય આનંદમય છે. એ આનંદનો નમૂનો પર્યાયમાં ન આવે ત્યાં સુધી આખી ચીજ આવી છે એવી પ્રતીતિ કેમ થાય ? પરમાત્મપ્રકાશમાં આવે છે કે શિષ્ય પ્રભાકર ભટ્ટ આચાર્ય શ્રી યોગીન્દ્રદેવ પ્રતિ બહુ ભક્તિથી વિનમ્ર થઈ પૂછે છે કે-હે સ્વામી! એવો શુદ્ધાત્મા કોણ છે જે જાણવો જોઈએ અને જેને જાણ્યા વિના અનંતકાળમાં આ આત્માને વીતરાગી સુખામૃતનો સ્વાદ ન આવ્યો, કેવળ દુઃખ જ થયું? ભાઈ ! નિજ શુદ્ધાત્માને સ્વસંવેદનપ્રત્યક્ષ કર્યા વિના માત્ર શાસ્ત્રજ્ઞાન ધર્મ કરવામાં કાંઈ કાર્યકારી નથી.
અને આ વ્યવહારવાળા તો બિચારા ક્યાંય (દૂર) પડ્યા છે. વ્રત, તપ, આદિનો રાગ જે વ્યવહાર છે એ પણ છ દ્રવ્યમાં આવી જાય છે. એનાથી તો ભિન્ન પડવાનું છે. જેનાથી ભિન્ન પડવું છે એ મદદ કેમ કરે? “હું આવો છું' એમ જે વ્યવહારનો વિકલ્પ ઊઠે તે વિકલ્પનો પણ વિષય આત્મા નથી. શ્રી જયસેન આચાર્યદેવે આ બોલની ટીકામાં એમ લીધું છે કે વિકલ્પના વિષયરહિત વસ્તુ સૂક્ષ્મ અવ્યક્ત છે. જ્ઞાયક આત્મા એ તો નિર્વિકલ્પ ધ્યાનનો વિષય છે. નિર્વિકલ્પતા એ ધ્યાન છે તેનો વિષય અખંડ આત્મવસ્તુ છે. ધ્યાનનું ધ્યેય ધ્યાન નથી પણ ધ્યાનનું ધ્યેય અખંડ શુદ્ધ આત્મવસ્તુ છે. એક અખંડ શુદ્ધ ચિત્માત્ર સિવાય બધુંય પરમા-છ દ્રવ્યમાં સમાઈ જાય છે. આવી વાત છે.
બીજો બોલ- કષાયોનો સમૂહ જે ભાવકભાવ વ્યક્ત છે તેનાથી જીવ અન્ય છે માટે અવ્યક્ત છે. ભાવકભાવ એટલે શું? કર્મ જે વિકાર થવામાં નિમિત્ત છે તેને ભાવક કહે છે અને વિકારને ભાવકનો ભાવ કહે છે. વિકાર એ ભગવાન આત્માનો ભાવ નથી. અજ્ઞાનદષ્ટિમાં જીવા ભાવક અને વિકાર એનો ભાવ બને છે અને સ્વભાવદષ્ટિ થતાં કર્મ જે નિમિત્ત તે ભાવક છે અને વિકાર એ તેનો ભાવ છે. આવો ભાવકભાવ તે વ્યક્ત છે, બાહ્ય છે, શેય છે અને તેનાથી ભગવાન આત્મા અન્ય છે માટે અવ્યક્ત છે.
કષાયોનો સમૂહ લીધો છે ને? એટલે વિકલ્પો શુભ હો કે અશુભ, એ સર્વ વિકલ્પોનો સમૂહ જે ભાવકભાવ તે વ્યક્ત છે અને તેનાથી ભિન્ન ભગવાન આત્મા અવ્યક્ત છે. ક્ન-કર્મ અધિકારમાં લીધું છે ને કે-હું અબદ્ધ છું, શુદ્ધ છું, નિર્મળ છું, એક છું, નિત્ય છું, ઇત્યાદિ બધા વિકલ્પો છે. અહીં કહે છે આવા વિકલ્પો કે બીજા કોઈ વિકલ્પો એ સર્વ વિકલ્પોથી ભગવાન આત્મા ભિન્ન છે, અન્ય છે. કપાયભાવો જે વ્યક્ત છે તેનાથી જ્ઞાયકવસ્તુ અન્ય છે એ અપેક્ષાએ તેને અવ્યક્ત કહે છે. વસ્તુદષ્ટિથી તો ધ્રુવ જ્ઞાયકવસ્તુ સદા પ્રગટ જ છે.
જે વ્યવહારના વિકલ્પો છે તેનાથી ભગવાન આત્મા ભિન્ન છે. જે ભિન્ન છે એવા વિકલ્પોથી એ કેમ પ્રાપ્ત થાય? જો વિકલ્પોથી પ્રાપ્ત થાય તો આત્મા વિકલ્પથી અભિન્ન ઠરે, અને તે વિકલ્પો જીવનો સ્વભાવ થઈ જાય. પરંતુ ભગવાન આત્મા તો પોતાની
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #84
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૭૨ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૩
સ્વભાવપરિણતિથી જ પ્રાપ્ત થાય તેવો છે, રાગ પરિણતિથી નહિ. રાગ તો પરદ્રવ્યની પરિણતિ છે. તે દ્રવ્યાંતર છે એમ આ શાસ્ત્રના પુણ્ય-પાપ અધિકારમાં કહ્યું છે. રાગ એ અનેરા દ્રવ્યનો ભાવ છે, સ્વદ્રવ્યનો ભાવ નથી.
હું શુદ્ધ છું, એક છું, અખંડ છું, અભેદ છું એવા જે વિકલ્પો છે તે કષાયમાં સમાય છે, આકુળતામાં એનો સમાવેશ થાય છે. એ આકુળતામય ભાવકભાવ બાહ્ય છે, વ્યક્ત છે, પરૉય છે અને અખંડ શુદ્ધ જીવવસ્તુ અંતરંગ, અવ્યક્ત, જ્ઞાયકપણે છે તેનાથી ભિન્ન છે. ભાઈ! આત્માનું જેણે હિત કરવું છે તેને વસ્તુનું પ્રયોજનભૂત જ્ઞાન તો હોવું જોઈએ; વ્યાકરણ આદિનું જ્ઞાન ભલે ન હોય. શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકમાં સાતમા અધિકારમાં શ્રી ટોડરમલજી સાહેબે લીધું છે કે પોતાની બુદ્ધિ ઘણી હોય તો તેનો (વ્યાકરણાદિનો) થોડોઘણો અભ્યાસ કરી પછી આત્મહિતસાધક શાસ્ત્રોનો અભ્યાસ કરવો અને જો થોડી બુદ્ધિ હોય તો આત્મહિતસાધક સુગમ શાસ્ત્રોનો જ અભ્યાસ કરવો ? મૂળમાં આત્મવસ્તુ શું છે તેને યથાર્થ સમજી તેના તરફ ઢળવું, વળવું એ મુખ્ય પ્રયોજન છે. આવી અધ્યાત્મની વાત મૂળ દ્રવ્યાનુયોગમાં છે તે બરાબર જાણવી જોઈએ.
ભાઈ ! આ તો સમ્યગ્દર્શનનો વિષય શું છે અને તે કેમ પ્રાપ્ત થાય એની વાત ચાલે છે. વ્યક્ત એવા કષાયોના સમૂહથી જે અન્ય છે એવો અવ્યક્ત જ્ઞાયકમૂર્તિ ભગવાન સમ્યગ્દર્શનનો વિષય છે. શ્રી સમયસાર ગાથા ૧૪૨ માં લીધું છે કે-વ્યવહારના વિકલ્પોનો તો અમે પ્રથમથી જ નિષેધ કરતા આવ્યા છીએ પણ હવે “હું શુદ્ધ છું, જ્ઞાયક છું,' ઇત્યાદિ જે નિશ્ચયનો વિકલ્પ છે તેનો પણ નિષેધ કરવામાં આવે છે. એ વિકલ્પને પણ જ્યાં સુધી અતિક્રમતો નથી ત્યાં સુધી અજ્ઞાનરૂપ -કર્મપણું ટળતું નથી. હું અને વિકલ્પ મારું કાર્ય-એમ માને છે ત્યાં સુધી અજ્ઞાનદશા છે. ખરેખર તો રાગ પોતે જ ર્તા અને રાગ પોતે જ કર્મ છે; આત્મા તેનો ર્જા નથી. પણ પોતાનું આવું શુદ્ધ સ્વરૂપ જીવે કદી સાંભળ્યું નથી.
જે લોકો વ્યવહારથી પરંપરાએ નિશ્ચય પ્રાપ્ત થાય અર્થાત્ વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય પ્રાપ્ત થાય એમ માને છે તેનો અહીં નિષેધ કરે છે.
પુણ્ય-પાપ અધિકારની છેલ્લી ગાથાની શ્રી જયસેન આચાર્યદેવની ટીકામાં એક પ્રશ્ન મૂકયો છે. શિષ્ય પૂછે છે કે પ્રભુ! આ પાપનો અધિકાર ચાલે છે. તેમાં આપ વ્યવહાર રત્નત્રયની વાત કેમ કરો છો? વ્યવહારરત્નત્રય તો પુણ્ય છે. તેનો ઉત્તર આપ્યો છે કે-એક તો વ્યવહારરત્નત્રયમાં આવતાં જીવ પરાધીન થાય છે અને બીજું સ્વરૂપમાંથી પતિત થાય ત્યારે જ વ્યવહારરત્નત્રયમાં આવે છે. તેથી નિશ્ચયનયની અપેક્ષાએ તે પાપ જ છે. અહીં એમ કહે છે કે કષાયનો નાનામાં નાનો કણ પણ હું આત્મા છું અર્થાત્ હું છા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #85
--------------------------------------------------------------------------
________________
Version 001,a: remember to check h††p://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૯ ]
[ ૭૩
દ્રવ્યોથી ભિન્ન શુદ્ધ છું એવો સૂક્ષ્મ વિકલ્પ તે ભાવકભાવ છે, વ્યક્ત છે અને તેનાથી જીવ અન્ય છે, અવ્યક્ત છે. બે બોલ થયા.
ત્રીજો બોલ:- ચિત્સામાન્યમાં ચૈતન્યની સર્વ વ્યક્તિઓ નિમગ્ન છે માટે આત્મા અવ્યક્ત છે. જે પર્યાય ભવિષ્ય વ્યક્ત થવાની છે અને જે વ્યક્ત થઈ ગઈ તે બધી પર્યાયો ચૈતન્યસામાન્યમાં અંતર્લીન છે. વર્તમાન પર્યાય ચૈતન્યમાં નિમગ્ન નથી. જો વર્તમાન પર્યાય
પણ તેમાં નિમગ્ન હોય તો જાણવાનું કાર્ય કોણ કરે ? વર્તમાન પર્યાય સિવાયની ભૂતભવિષ્યની સઘળી પર્યાયો ચૈતન્યમાં અંતર્લીન છે. માટે તું આત્માને અવ્યક્ત જાણ. ગાથામાં जाण ’ એમ કીધું છે ને? એટલે જાણનારી વર્તમાન પર્યાય તો ચિત્સામાન્યની બહાર રહી. એ વ્યક્ત પર્યાયમાં આ જ્ઞાયકવસ્તુ જે અવ્યક્ત છે એને જાણ-એમ અહીં કહેવું છે.
.
પાણીનું તરંગ જેમ પાણીમાં સમાઈ જાય છે તેમ વ્યય થયેલી પર્યાય દ્રવ્યરૂપ થઈ જાય છે. નિર્મળ પર્યાય પ્રગટ હોય ત્યારે તે ક્ષયોપશમ, ક્ષાયિક કે ઉપશમભાવરૂપ હોય છે પણ અંદર દ્રવ્યમાં સમાઈ જાય ત્યારે પારિણામિકભાવરૂપ થઈ જાય છે. (ઉદય, ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષાયિકરૂપ રહેતી નથી. )
ભૂતકાળની અને ભવિષ્યકાળની બધી પર્યાયો દ્રવ્યસામાન્યમાં પારિણામિકભાવે છે. વ્યક્ત જ્ઞાનની પર્યાયમાં જે અવ્યક્ત સામાન્યનું જ્ઞાન થયું તે નિશ્ચયનું જ્ઞાન છે. નિશ્ચયના જ્ઞાન સાથે વર્તમાન પર્યાયનું જ્ઞાન કરવું તે પ્રમાણજ્ઞાન છે. (નિશ્ચયના જ્ઞાનપૂર્વક) પર્યાય પોતે એકલું પર્યાયનું જ્ઞાન કરે તે વ્યવહારનું જ્ઞાન છે. પ્રમાણજ્ઞાન અને નયજ્ઞાન બન્ને પર્યાય છે.
અરે! જગતના જીવોને પોતે મરીને કયાં જશે એની પડી નથી. પણ ભાઈ, આત્મા તો અવિનાશી તત્ત્વ છે. એ કયાંક તો રહેશે જ. ચાર ગતિ અને ચોરાસીના ચક્કરમાં આત્માને કોઈ શરણ નથી, ભાઈ. પોતે મરીને કયાં જશે એવી જેને સંસારની ભીતિ લાગી છે તે ભવ્ય જીવ આત્માનું જ, -શુદ્ધ ચૈતન્યનું જ શરણ શોધે છે. નિશ્ચયનયનો વિષયભૂત જે ધ્રુવ એક અખંડ ચૈતન્યસામાન્યવસ્તુ છે તે એક જ જીવને શરણરૂપ છે. પર્યાયને એક દ્રવ્ય જ શ૨ણભૂત છે. તેથી કહે છે કે વ્યક્ત પર્યાયમાં તું એક શુદ્ધ અવ્યક્તને જાણ.
દ્રવ્યને પ્રસિદ્ધ કરનારી પ્રગટ પર્યાય તે દ્રવ્યમાં ઘૂસી જતી નથી. જો દ્રવ્યમાં ઘૂસી જાય તો આ દ્રવ્ય છે એમ કોણ જાણે ? અવ્યક્તને જાણનાર પર્યાય તો અવ્યક્તથી ભિન્ન રહીને તેને જાણે છે. દ્રવ્યની પ્રતીતિ કરનારી પર્યાય દ્રવ્યમાં ઘૂસી જાય તો પ્રતીતિ કરનાર કોઈ રહેતું નથી. તેથી પ્રગટ વર્તમાન પર્યાય દ્રવ્યથી ભિન્ન રહીને પ્રતીતિ કરે છે. આવી વાત છે.
ભાઈ ! આ તો ભગવાનના દરબારની (સમોસરણમાં સાંભળેલી ) વાતો છે. ત્રિલોકીનાથ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #86
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૭૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૩
સર્વજ્ઞ પરમેશ્વરની દિવ્યધ્વનિમાં જે આવ્યું તે અનુસાર આ શાસ્ત્રો રચાયાં છે, તે શાસ્ત્રોમાંનું આ સમયસાર” એક શાસ્ત્ર છે. આચાર્યદવે ભવ્યજીવોને આ સમયસાર” રૂપ ભટણું આપ્યું છે. ભગવાનને ભેટવું હોય તો આ “સમયસાર'ને સમજ. અહો! દિગંબર સંતોએ તો જગતને હથેળીમાં આત્મા બતાવ્યો છે. જેની યોગ્યતા હશે તે પ્રાપ્ત કરશે.
ચોથો બોલ- ક્ષણિક વ્યક્તિમાત્ર નથી માટે અવ્યક્ત છે. એક સમયની પર્યાય જે વ્યક્ત પ્રગટ છે તે ક્ષણિક છે; જ્યારે આત્મા શુદ્ધ ચૈતન્યસામાન્ય ત્રિકાળ છે. તેથી ક્ષણિક વ્યક્તિમાત્ર એટલે પ્રગટ પર્યાય જેટલો આત્મા નથી માટે અવ્યક્ત છે. આત્મા એનાથી અન્ય અવ્યક્ત છે. તાત્પર્ય એમ છે કે પર્યાય એક સમયમાત્ર સત્ હોવાથી તે દૃષ્ટિ કરવા યોગ્ય અને આશ્રય કરવા યોગ્ય નથી. માટે અનંતકાળમાં જેનું લક્ષ કર્યું નથી એવા એક શુદ્ધ ત્રિકાળી અવ્યક્ત આત્મસ્વભાવનું લક્ષ કર. (અનાદિના ) અલક્ષ્યને લક્ષમાં લે.
ભાઈ ! ઇન્દ્રિયો મોળી ન પડે અને રોગ ઘેરો ન ઘાલે તે પહેલાં ચિન્માત્ર શુદ્ધ આત્માની દૃષ્ટિ કરી લેવા જેવી છે. આ તો જેનો પુરુષાર્થ નબળો છે તેને આવી શિખામણ આપી છે. અન્યથા સાતમા નરકની અસહ્ય પીડા ભોગવતો નારકી પણ ઉગ્ર પુરુષાર્થ કરીને આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. વૃદ્ધાવસ્થા આદિ ગમે તેવા પ્રસંગમાં પણ આત્મા પોતાનો પુરુષાર્થ ઉપાડી શકે છે, કારણ કે પરદ્રવ્ય અને પરદ્રવ્યની પર્યાયને ભગવાન આત્મા અડતો પણ નથી. શરીરની ગમે તેવી વેદના હોય તે વેદનાને આત્મા સ્પર્શતો નથી. તેથી તો કહે છે કે ક્ષણિક વ્યક્તિને (પર્યાયને) તું અવ્યક્ત (આત્મા) તરફ લઈ જા; તને આત્મા મળશે, આત્માનો ભેટો થશે અને આનંદ આવશે, સુખ થશે.
પાંચમો બોલઃ- વ્યક્તપણું તથા અવ્યક્તપણું ભેળાં મિશ્રિતરૂપે તેને પ્રતિભાસવા છતાં પણ તે વ્યક્તપણાને સ્પર્શતો નથી માટે અવ્યક્ત છે. એક સમયની પર્યાયમાં પર્યાય અને દ્રવ્ય બન્ને સાથે પ્રતિભાસે છે છતાં ભગવાન દ્રવ્યસ્વભાવ પર્યાયને અડતો, સ્પર્શતો નથી. શ્રી પ્રવચનસાર ગાથા ૧૭રના અલિંગગ્રહણના ૨૦માં બોલમાં એમ લીધું છે કે પર્યાય દ્રવ્યને સ્પર્શતી નથી. (ત્યાં વિવક્ષા જુદી છે). એ વાત અહીં નથી બતાવવી. અહીં તો દ્રવ્ય પર્યાયને સ્પર્શતું નથી એમ બતાવવું છે.
વ્યક્ત એટલે પ્રગટ જ્ઞાનની પર્યાય અને અવ્યક્ત એટલે ત્રિકાળી ધ્રુવ જ્ઞાયક એ બન્નેનું ભેગું મિશ્રપણે એકસાથે પર્યાયમાં જ્ઞાન થાય છે પણ જ્ઞાયક દ્રવ્ય જ્ઞાનની પર્યાયને સ્પર્શતું નથી એટલે દ્રવ્ય પર્યાયમાં વ્યાપતું નથી એમ કહે છે. અહાહા ! આ વ્યક્તિ પર્યાયમાં અવ્યક્તનાં જ્ઞાન-શ્રદ્ધાન આવ્યાં છતાં તે અવ્યક્ત, અવ્યક્તનાં જેમાં જ્ઞાન-શ્રદ્ધાન આવ્યાં તે પર્યાયને સ્પર્શતો નથી. અવ્યક્ત વ્યક્તમાં આવતો નથી, વ્યાપતો નથી. એટલે કે પર્યાય પર્યાયરૂપે રહે છે અને દ્રવ્ય દ્રવ્યરૂપે રહે છે, આવો ઝીણો માર્ગ! (ઉપયોગને સૂક્ષ્મ કરીને સમજવો જોઈએ).
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #87
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૯ ]
[ ૭૫
આ દ્રવ્ય છે, આ જ્ઞાનગુણ છે અને આ જાણનારી પર્યાય છે-એમ દ્રવ્ય, ગુણ, પર્યાય ત્રણેનું પર્યાયમાં જ્ઞાન થાય છે. આમ દ્રવ્ય-પર્યાયનું મિશ્રિતપણે જ્ઞાન હોવા છતાં અવ્યક્ત એવો ભગવાન આત્મા સ્વ-પરપ્રકાશક એવી જ્ઞાનની વ્યક્ત પર્યાયને સ્પર્શતો નથી; અર્થાત્ તે પર્યાય દ્રવ્યમાં આવતી નથી. અહા ! પોતા સહિત છ દ્રવ્યનું એક સમયની પર્યાયમાં જ્ઞાન થાય છતાં તે જ્ઞાન કરનારી પર્યાયમાં જ્ઞાયક ભગવાન વ્યાપતો નથી, ભિન્ન જ રહે છે.
અહાહા ! અનંત કેવળજ્ઞાનની પર્યાયો એક જ્ઞાનગુણમાં (શક્તિરૂપે) પડી છે, શ્રદ્ધાની અનંત પર્યાયો એક શ્રદ્ધા ગુણમાં પડી છે, નિર્મળ ચારિત્રની અનંત પર્યાયો એક ચારિત્રગુણમાં પડી છે, તથા અતીન્દ્રિય આનંદની અનંત પર્યાયો એક આનંદગુણમાં પડી છે. આમ પ્રત્યેક ગુણની અનંત પર્યાયો તે તે ગુણમાં શક્તિરૂપે પડી છે. એવા જે ગુણ અને ગુણોને ધરનાર ત્રિકાળી દ્રવ્ય તેને અહી અવ્યક્ત કહ્યું છે. અને એ દ્રવ્યને જાણનારી જે વર્તમાન પ્રગટ પર્યાય તેને વ્યક્ત કહી છે. વસ્તુ ધ્રુવ દ્રવ્ય પોતે પોતાથી વ્યક્ત પ્રગટ જ છે પણ અહીં પર્યાય જે વ્યક્ત છે તેનાથી તે અન્ય છે એ અપેક્ષાએ તેને અવ્યક્ત કહ્યું છે. એવા અવ્યક્ત ત્રિકાળી દ્રવ્યનું અને વ્યક્ત પર્યાયનું એકસાથે જ્ઞાન જે પર્યાયમાં થાય તે પર્યાયને દ્રવ્ય સ્પર્શતું નથી. અવ્યક્ત વ્યક્તને સ્પર્શતો નથી. અહા ! વસ્તુ સૂક્ષ્મ અને ગંભીર છે. અહીં દ્રવ્ય અને પર્યાયને જુદા સિદ્ધ કરે છે. જ્ઞાયક એવો આત્મા પર દ્રવ્યથી તો ભિન્ન છે જ, પરંતુ પોતાને જાણનારી-દેખનારી પર્યાયથી પણ ભિન્ન છે એમ સિદ્ધ કરે છે.
અહો ! સમ્યગ્દર્શનનો વિષય કોઈ અદ્દભુત અચિંત્ય છે. ભાઈ ! અગિયાર અંગનાં જાણપણાં અનંતવાર કર્યા. એક આચારાંગના અઢાર હજાર પદ . એક એક પદમાં ૫૧ કરોડ ઝાઝેરા શ્લોક છે. એમ આચારાંગ કરતાં સૂયડાંગમાં બમણા. એમ ઉત્તરોત્તર દરેક અંગમાં બમણા છે. આવા અગિયાર અંગનું જ્ઞાન તેણે કંઠસ્થ કર્યું તથા નવ પૂર્વની લબ્ધિ પણ અનંતવાર પ્રગટી. પણ અરેરે ! શુદ્ધાત્માની દષ્ટિના થઈ અને તેથી મિથ્યાત્વ ના ટળ્યું.
ભાઈ ! ત્રિલોકનાથ સર્વજ્ઞ પરમાત્માની દિવ્યધ્વનિમાં જે આવ્યું તે અનુસાર કુંદકુંદાદિ આચાર્ય ભગવંતોએ આ શાસ્ત્ર અને આગમ રચ્યાં છે. શ્રી બનારસીદાસે કહ્યું છે ને કે
3કાર ધ્વનિ સુનિ, અર્થ ગણધર વિચાર, રચી આગમ ઉપદેશ, ભવિક જીવ સંશય નિવારે.”
અહાહા ! તે વાણી કેવી છે? નિયમસાર ગાથા ૧૦૮ માં દિવ્યધ્વનિના સ્વરૂપનું કથન કરતાં કહ્યું છે કે ભગવાન અહંતના મુખારવિંદથી નીકળેલો, સકળ જનતાને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #88
--------------------------------------------------------------------------
________________
Version 001,a: remember to check h††p://www.AtmaDharma.com for updates
૭૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૩
'
શ્રવણનું સૌભાગ્ય મળે એવો, સુંદર–આનંદણંદી ' ભગવાનનો ઉપદેશ હોય છે; તે અનક્ષરાત્મક હોય છે અને ભવ્ય જીવોને અમૃત જેવો લાગે છે. શ્રીમદ રાજચંદ્રે પણ કહ્યું છેઃ
‘વચનામૃત વીતરાગનાં, પરમ શાંતરસમૂળ; ઔષધ જે ભવરોગનાં, કાયરને પ્રતિકૂળ. ’
આ દિવ્યધ્વનિ અનુસાર ભગવાન કુંદકુંદાચાર્ય અહીં એમ કહે છે કે–એક સમયની પર્યાયમાં છ દ્રવ્યનું જ્ઞાન થાય છે. એ છ દ્રવ્યમાં અનંત સિદ્ધો પણ આવી ગયા. તે એક એક સિદ્ધને કેવળજ્ઞાન વર્તે છે. એવા અનંત સિદ્ધો અને સ્વદ્રવ્ય પર્યાયમાં જણાય છે. એટલે કે પર્યાયમાં પર્યાયનો પ્રતિભાસ થાય છે અને પર્યાયમાં દ્રવ્યનો પ્રતિભાસ થાય છે. જેમ દર્પણમાં બિંબનું પ્રતિબિંબ દેખાય છે તેમ એક સમયની પર્યાયમાં આખા દ્રવ્યનો પ્રતિભાસ થાય છે. એવું દ્રવ્ય-પર્યાયનું એકસાથે મિશ્રપણે એક સમયમાં જ્ઞાન હોવા છતાં પર્યાયને દ્રવ્ય સ્પર્શતું નથી. ગજબ વાત છે! જેને અંત૨માં બેસે તેનું ભવ-ભ્રમણ મટયા વગર રહે નહિ એવી વાત છે.
છઠ્ઠો બોલઃ- પોતે પોતાથી જ બાહ્ય-અત્યંતર સ્પષ્ટ અનુભવાઈ રહ્યો હોવા છતાં પણ વ્યક્તપણા પ્રતિ ઉદાસીનપણે પ્રોતમાન છે માટે અવ્યક્ત છે. શું કહે છે? પોતે પોતાથી જ બાહ્ય એટલે પર્યાય અને અત્યંતર એટલે દ્રવ્ય-એમ દ્રવ્ય અને પર્યાય બન્નેને પ્રત્યક્ષપણે અનુભવે છે. (વેદનની અપેક્ષાએ પ્રત્યક્ષ કહ્યું છે.) અહીં અનુભવે છે એનો અર્થ જાણે છે અથવા જાણવાપણે અનુભવે છે એમ થાય છે. આમ દ્રવ્ય-પર્યાયપણે પોતે પોતાથી જ પ્રત્યક્ષ જણાઈ રહ્યો હોવા છતાં વ્યક્તપણા પ્રતિ ઉદાસીનપણે પ્રઘોતમાન છે. અર્થાત્ પર્યાયના વેદન પ્રત્યે ઉદાસીન છે. ત્યાં પર્યાયના વેદનમાં ન અટક્તાં જ્યાં ધ્રુવ વસ્તુ છે ત્યાં ગુલાંટ ખાઈ જાય છે. એ વેદનની પર્યાય દ્રવ્ય ભણી નજર કરે છે, દ્રવ્ય તરફ જ વળે છે પણ પર્યાયમાં અટક્તી નથી. બહુ સૂક્ષ્મ બોલ છે!
પોતે પોતાથી જ સ્પષ્ટ અનુભવાઈ રહ્યો છે. એટલે કે રાગ કે નિમિત્તને લઈને અનુભવાતો નથી. વળી સ્પષ્ટ અનુભવાઈ રહ્યો છે એટલે કે જ્ઞાનમાં પ્રત્યક્ષ અનુભવાઈ રહ્યો છે. જ્ઞાનની પર્યાયમાં જ્ઞાનનું અને દ્રવ્યનું પ્રત્યક્ષપણું છે; બન્ને એકસાથે જણાઈ રહ્યા છે. અરે! લોકોને આવું આકરું લાગે એટલે કહે કે એકલી નિશ્ચયની વાત કરે છે અને વ્યવહારનો લોપ કરે છે. પણ ભાઈ! વ્યવહાર છે એ જાણવા માટે છે, આદરવા માટે નથી. તથા વ્યવહારથી નિશ્ચય પ્રગટે એવું પણ વ્યવહારનું સ્વરૂપ નથી.
પોતે પોતાથી જ પ્રત્યક્ષ અનુભવાઈ રહ્યો છે છતાં વ્યક્ત પર્યાય પ્રત્યે ઉદાસીનપણે પ્રઘોતમાન છે. અર્થાત્ ભક્ત પર્યાયમાં ટક્તો નથી. આનંદનું વેદન પર્યાયમાં છે પણ તે પર્યાયમાં અટક્તો નથી. બસ, ઉદાસ, ઉદાસ, ઉદાસ. પર્યાયથી લક્ષ છોડીને દ્રવ્ય ભણી લક્ષ કરે છે, દ્રવ્યમાં જ ઢળે છે. દ્રવ્ય ભણી લક્ષ કરનાર પર્યાય પ્રગટ આનંદના વૈદનમાં પણ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #89
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૯ ]
[ ૭૭
લક્ષ કરતી નથી. બીજી રીતે કહીએ તો એક સમયનું જે આનંદનું વદન તેમાં પોતે ઊભો રહેતો નથી.
હવે ઉપસંહાર કરતાં કહે છે કે આ પ્રમાણે ભગવાન આત્મામાં રસ, ગંધ, રૂપ, સ્પર્શ, શબ્દ, સંસ્થાન અને વ્યક્તપણાનો અભાવ હોવા છતાં પણ સ્વસંવેદનના બળથી પોતે સદા પ્રત્યક્ષ હોવાથી અનુમાનગોચરમાત્રપણાના અભાવને લીધે જીવને અલિંગગ્રહણ કહેવામાં આવે
અહાહા ! શું કહે છે? ભગવાન આત્મામાં જેમ રસ, રૂપ, ગંધ, સ્પર્શ, શબ્દ અને સંસ્થાનનો અભાવ છે તેમ વ્યક્ત પર્યાયનો પણ અભાવ છે. આવો હોવા છતાં વર્તમાન પર્યાયમાં સ્વ નામ પોતાના પ્રત્યક્ષ વેદનના બળથી-સ્વસંવેદનના બળથી આત્મા સદા પ્રત્યક્ષ છે. પોતે તો સદા પ્રગટ અને પ્રત્યક્ષ જ છે. પ્રવચનસાર ગાથા ૧૭રમાં અલિંગ-ગ્રહણના છઠ્ઠા બોલમાં લીધું છે કે ભગવાન આત્મા સ્વભાવથી જણાય એવો પ્રત્યક્ષ જ્ઞાતા છે. આત્માનો સ્વભાવ જ પ્રત્યક્ષ થવાનો છે. પરોક્ષ રહેવાનો એનો સ્વભાવ જ નથી. ઇન્દ્રિય, મન કે અનુમાનજ્ઞાનથી જણાય એવો આત્માનો સ્વભાવ જ નથી. (આ વાત અલિંગગ્રહણના પહેલા પાંચ બોલમાં લીધી છે).
જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં આત્મા, જ્યાં જ્યાં જ્ઞાન નહીં ત્યાં ત્યાં આત્મા નહિ–એવું જે અનુમાનજ્ઞાન છે એ ભેદરૂપ છે અને ભેદરૂપ છે માટે વ્યવહાર છે. રાગ કે વ્યવહારજ્ઞાનની જેમાં અપેક્ષા નથી એવા સ્વસંવેદનના બળથી ભગવાન આત્મા સદા પ્રત્યક્ષ થતો હોવાથી અનુમાનગોચરમાત્રપણાનો આત્મામાં અભાવ છે. તેથી અનુમાનજ્ઞાનરૂપ વ્યવહારનો પણ આત્મામાં અભાવ છે. પ્રત્યક્ષપૂર્વકનું અનુમાન હોય તો તે પણ વ્યવહાર છે. એવા અનુમાનથી પણ આત્મા જણાતો નથી એમ કહે છે.
સમયસાર કળશટીકાના કળશ ૮માં “ફનીયમીનમ' એટલે કે ચેતનાલક્ષણથી લક્ષિત થાય છે એટલે કે અનુમાનગોચર પણ છે એમ લીધું છે. પણ અહીં તો એટલો વિકલ્પ (ભેદ) પણ કાઢી નાખ્યો છે. (અનુભવ પૂર્વે એવો કોઈ ભેદ હોય તે જુદી વાત છે). સીધો સ્વસંવેદનના બળથી પ્રત્યક્ષ થાય છે એવો જ આત્માનો સ્વભાવ છે. અહીં પ્રત્યક્ષ જ્ઞાન લેવું છે. એ જ કળશ આઠમાં બીજો પક્ષ રજા કરતાં કહ્યું છે કે-‘ઉદ્યોત-માનમ’-પ્રત્યક્ષ જ્ઞાનગોચર છે. આ વાત અહીં લેવી છે. વસ્તુ વિચારતાં “આ જ્ઞાન તે આત્મા” એવો અનુમાનનો વિકલ્પ ઊઠે તે પણ જૂઠો છે. શુદ્ધ વસ્તુમાત્ર છે, આવો અનુભવ સમ્યકત્વ છે.
સમયસારમાં છેલ્લે પરિશિષ્ટમાં ૪૭ શક્તિઓનું વર્ણન છે. ત્યાં આત્મામાં એક “પ્રકાશ' નામની શક્તિ કહી છે. આ શક્તિના કારણે પોતે (આત્મા) પોતાથી સીધો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #90
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૭૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૩
જણાય એવો જ એનો સ્વભાવ છે. “સ્વયં પ્રકાશમાન વિશદ (સ્પ) એવા સવેદનમયી ( સ્વાનુભવમયી) પ્રકાશ શક્તિ.” અહીં જે સ્વસંવેદનપ્રત્યક્ષ લીધું છે એ પ્રકાશશક્તિની અપેક્ષાએ લીધું છે. આત્માને જાણવામાં રાગ કે નિમિત્તની અપેક્ષા તો નથી પણ અનુમાનજ્ઞાનની પણ અપેક્ષા નથી. આત્મા સીધો પર્યાયમાં સ્વસંવેદનના બળથી પ્રત્યક્ષ થવાના જ સ્વભાવવાળો છે.
આનંદના વેદનની અપેક્ષાએ અહીં પ્રત્યક્ષ કહ્યો છે. અતીન્દ્રિય આનંદને આત્મા સીધો વેદે છે. આનંદનું વેદન પ્રત્યક્ષ છે એનું જોર આપીને પ્રત્યક્ષ કહ્યું છે. આત્માના આનંદના સ્વાદમાં શ્રુતજ્ઞાનીને અને કેવળજ્ઞાનીને કોઈ ફેર નથી; આત્માના ગુણો અને આકાર જોવામાં કેવળીને જેમ પ્રત્યક્ષ જણાય તેમ શ્રુતજ્ઞાનીને ન જણાય પણ સ્વાનુભૂતિમાં આનંદનું વદન તો શ્રુતજ્ઞાનીને પણ પ્રત્યક્ષ જ છે. શ્રુતજ્ઞાનીને જે આનંદનું વેદન છે તે પ્રત્યક્ષ છે. એ કોઈ બીજો થોડો વેદ છે? તેથી શ્રુતજ્ઞાનની અપેક્ષાએ આત્મા પરોક્ષ ભલે હોય, પણ વેદનની અપેક્ષાએ પ્રત્યક્ષ જ છે. સ્વસંવેદનના બળથી પોતે સદા પ્રત્યક્ષ છે.
આંધળો સાકર ખાય અને દેખતો મનુષ્ય ખાય. ત્યાં બન્નેને મીઠાશના વેદનમાં કાંઈ ફરક નથી. આંધળો સાકરને પ્રત્યક્ષ દેખતો નથી, પણ સાકરની મીઠાશના સ્વાદમાં કાંઈ ફેર નથી. તેમ આત્માના આનંદના સ્વાદમાં શ્રુતજ્ઞાની અને કેવળજ્ઞાનીને કાંઈ ફરક નથી. કેવળજ્ઞાનીને અસંખ્યાતપ્રદેશી અનંતગણનો પિંડ આત્મા અને તેના આકારાદિ સાક્ષાત દેખાય છે તેમ શ્રુતજ્ઞાનીને પ્રત્યક્ષ જણાતું નથી પણ વેદનની અપેક્ષાએ અહીં પ્રત્યક્ષનું જોર આપ્યું છે. વળી તેમાં પ્રત્યક્ષ થવાનો પ્રકાશ નામનો ગુણ છે. પોતે પોતાથી સીધો જણાય એવો આત્મામાં પ્રકાશ નામનો ગુણ છે. પોતે સીધો આનંદને વેદે છે. તેથી વેદનની અપેક્ષાએ પ્રત્યક્ષ જ છે એમ કહ્યું છે.
સમયસાર કળશટીકા, કળશ ૧૯માં આવે છે કે-“શ્રુતજ્ઞાનથી આત્મસ્વરૂપ વિચારતાં ઘણા વિકલ્પો ઊપજે છે; એક પક્ષથી વિચારતાં આત્મા અનેકરૂપ છે, બીજા પક્ષથી વિચારતાં આત્મા અભેદરૂપ છે-આમ વિચારતાં થકાં તો અનુભવ નથી, તો અનુભવ ક્યાં છે? ઉત્તર આમ છે કે પ્રત્યક્ષપણે વસ્તુને આસ્વાદતાં થકાં અનુભવ છે.”
કળશ ૯૩માં પણ લીધું છે કે “જેટલા નય છે તેટલા શ્રુતજ્ઞાનરૂપ છે; શ્રુતજ્ઞાન પરોક્ષ છે, કેમકે સવિકલ્પ છે, અનુભવ પ્રત્યક્ષ છે; કેમકે નિર્વિકલ્પ છે તેથી (સવિકલ્પ) શ્રુતજ્ઞાન વિના જે નિર્વિકલ્પ જ્ઞાન છે તે પ્રત્યક્ષ અનુભવે છે. તેથી પ્રત્યક્ષપણે અનુભવાતો થકો જે કોઈ શદ્ધસ્વરૂપ આત્મા તે જ જ્ઞાનકુંજ વસ્તુ છે એમ કહેવાય છે.” આમ ભગવાન આત્મા જ્ઞાનની પર્યાયમાં સીધો પ્રત્યક્ષ જણાય છે. એમાં રાગ કે નિમિત્તની તો અપેક્ષા નથી પણ અનુમાનજ્ઞાનથી પણ તે જણાય નહિ એવો તે સ્વાનુભવ પ્રત્યક્ષ છે. આવા અર્થમાં અહીં પ્રત્યક્ષ કહ્યો છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #91
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૯ ]
[ ૭૯
આમાં (કળશ ૯૩માં ) શ્રુતજ્ઞાન પરોક્ષ કીધું. ખરેખર તો શ્રુતજ્ઞાનનો અનુભવ પ્રત્યક્ષ છે. ગાથા ૧૪૪ ની ટીકામાં લીધું છે કે ઇન્દ્રિયો અને મનદ્વારા પ્રવર્તતી બુદ્ધિઓને મર્યાદામાં લાવીને મતિજ્ઞાનતત્ત્વને આત્મસન્મુખ કરીને, તથા અનેક વિકલ્પો મટાડીને શ્રુતજ્ઞાનતત્ત્વને પણ આત્મસન્મુખ કરીને, અત્યંત વિકલ્પરહિત થઈને નિજ પરમાત્મસ્વરૂપ સમયસારને અનુભવે છે તે વખતે જ આત્મા સમ્યકપણે દેખાય છે. આમાં શ્રુતજ્ઞાન વડે અનુભવ થવો કહ્યો છે. જ્યાં જે અપેક્ષા હોય તે યથાર્થ સમજવી જોઈએ. શ્રુતજ્ઞાનના વિકલ્પોમાં આત્મા પરોક્ષ છે પણ અનુભવમાં, વેદનમાં પ્રત્યક્ષ છે. કેવળજ્ઞાન અપેક્ષા ચારેય જ્ઞાનને પરોક્ષ પણ કહ્યાં છે.
વળી રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં “આગમ-અનુમાનાદિક પરોક્ષજ્ઞાન વડે આત્માનો અનુભવ હોય છે' એમ લીધું છે. ત્યાં નિર્વિકલ્પ અનુભવ પૂર્વે જૈનાગમમાં જેવું આત્માનું સ્વરૂપ કહ્યું છે તેવું જાણી અનુમાન વડે વસ્તુનો નિશ્ચય કરે છે અર્થાત્ એવો નિર્ણય હોય છે એમ બતાવવું છે; પરંતુ તેનાથી અનુભવ થાય છે એમ કહેવું નથી. ભાઈ આત્માનું સ્વરૂપ અતિ સૂક્ષ્મ છે. જ્યાં જે વિવેક્ષા હોય તે બરાબર જાણવી જોઈએ. અહીં તો એમ કહે છે કે વસ્તુ તો સ્વસંવેદનના બળથી સદા પ્રત્યક્ષ છે અને એમાં અનુમાનગોચર-માત્રપણાનો અભાવ હોવાથી જીવને અલિંગગ્રહણ કહેવામાં આવે છે.
હવે આગળ કહે છે કે પોતાના અનુભવમાં આવતા ચેતનાગુણ વડ સદાય અંતરંગમાં
છે તેથી જીવ ચેતનાગુણવાળો છે. અત્યાર સુધી આત્મામાં આ નથી, આ નથી એમ કહ્યું હતું. પણ હવે તેમાં “છે” એની વાત કરે છે. એકલું દેખવું-જાણવું જેનો સ્વભાવ છે એવા ચેતનાગુણવાળો ભગવાન આત્મા છે. આત્મા ચેતના વડે અનુભવાય છે એટલે રાગ વડે અનુભવાતો નથી એ વાત છે, પરંતુ એવા ભેદ વડ અનુભવાય છે એમ કહેવું નથી. અંતર્મુખ થયેલી પર્યાય એમ જાણે છે કે આ ચૈતન્યમય ભગવાન આત્મા હું, બસ. ભગવાન આત્મા સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, વ્યક્તપણું આદિરૂપ નથી પણ ચૈતન્યમય, ચેતનાગુણવાળો છે.
- હવે કહે છે-કેવો છે ચેતનાગુણ? જે સમસ્ત વિપ્રતિપ્રત્તિઓનો (જીવને અન્ય પ્રકારે માનવારૂપ ઝઘડાઓનો) નાશ કરનાર છે. જીવ રાગવાળો છે, પુષ્યવાળો છે, વ્યવહારવાળો છે, કર્મવાળો છે, શરીરવાળો છે ઇત્યાદિ અનેક પ્રકારે અન્ય માનવારૂપ ઝઘડાઓનો નાશ કરનાર છે. કષાયની મંદતા હોય તો જણાય, છેલ્લો શુભભાવ તો હોય છે ને? પહેલાં વિકલ્પ તો આવે ને? ઇત્યાદિ અનેક પ્રકારની વિપરીત માન્યતાઓનો નિષેધ કરનાર છે. વળી જેણે પોતાનું સર્વસ્વ ભેદજ્ઞાની જીવોને સોંપી દીધું છે એવો છે. એટલે કે પરથી ભિન્ન પછી સ્વનો અનુભવ જેણે કર્યો તેને પૂરેપૂરો ખ્યાલ આવી ગયો છે કે મારો આત્મા સીધો મારા જ્ઞાનથી જણાય એવો છે, પણ દેવ-ગુરુ-શાસ્ત્રથી કે દિવ્યધ્વનિથી જણાય એમ નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #92
--------------------------------------------------------------------------
________________
Version 001,a: remember to check h††p://www.AtmaDharma.com for updates
૮૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૩
સમ્યક્ત્વીને જ એ ખબર છે કે પોતાની રાગરહિત વસ્તુ પોતાના જ્ઞાનભાવથી જણાય છે, રાગથી નહિ.
આત્મા જ્ઞાન' લક્ષણ દ્વારા જણાય છે. જ્ઞાન લક્ષણ કહો કે ઉપયોગ કહો, તે દ્વારા આત્મા જણાય છે. ઉપયોગના બે પ્રકાર છે. (૧) ઉપયોગ એટલે જાણવું-દેખવું એવો ત્રિકાળી ગુણ અને (૨) ઉપયોગ એટલે આ જાણવું-દેખવું ત્રિકાળ છે એમ નિર્ણય કરનારી પર્યાય. જાણનાર પર્યાય વ્યક્ત છે અને પ્રસિદ્ધ છે. જાણવું, જાણવું, જાણવું એ લક્ષણ પ્રસિદ્ધ છે. તેનાથી પ્રસાધ્યમાન આત્માને સાધી શકાય છે, જાણી શકાય છે.
વર્તમાન જ્ઞાનની દશાને અંતરમાં વાળતાં આત્મા જણાય એ ટૂંકી અને ટચ વાત છે. ‘પરથી ખસ, સ્વમાં વસ, ટૂંકું ટચ, એટલું બસ.' એને વિસ્તારથી સમજાવે છે કે ૫૨થી ખસવું એટલે શું? સ્વમાં વસવું એટલે શું? અને સ્વવસ્તુ શું? જ્ઞાનસ્વભાવી વસ્તુ આત્માનું જ્ઞાન અને અનુભવ કેમ થાય એ માત્ર ભેદજ્ઞાનીઓ જ યથાર્થ જાણે છે.
ભાઈ! પરિભ્રમણ કરીને ૮૪ લાખ યોનિમાં અનંતવાર અવતાર કર્યા. અહીં કોઈ આકરો રોગ શરીરમાં આવે અને થોડો કાળ એમાં જાય તો રાડ નાખે છે. એ રોગની પીડા, નરકની પ્રતિકૂળતાથી તો અનંતમાં ભાગે છે. ૫૨માધામી (એક જાતના દેવો) નરકમાં શરીરના ઝીણા ઝીણા કટકા કરી નાખે છે અને જેમ વિખરાયેલો પારો ભેગો થઈ જાય તેમ તે કટકા પાછા ભેગા થઈ જાય છે. આવી નરકની પીડામાં તું અનંતવા૨ ગયો છે, ભાઈ! તારી સ્વવસ્તુના ભાન વિના અર્થાત્ સમ્યગ્દર્શન વિના આવાં અનંત દુઃખો તેં ભોગવ્યાં છે. માટે હવે તો જેવી વસ્તુની સ્થિતિ છે તેવો એકવાર અનુભવ કર. અહા! જન્મ-મરણના દુઃખનો અંત લાવવાનો એક આ જ ઉપાય છે.
વસ્તુનું સ્વરૂપ જેવું છે તેવું સંતો જાહેર કરે છે. કોઈને ગમે કે ન ગમે તેની સાથે શું સંબંધ ? કોઈ નિશ્ચયાભાસી કહે કે એકાન્તી કહે. આ તો વસ્તુના ઘરની, નિજ ઘ૨ની વાત છે. નિયમસારમાં આવે છે કે કોઈ આવા સુંદર માર્ગની નિંદા કરે તેથી હું ભાઈ! તું આવા ઉત્તમ લોકોત્તર માર્ગ પ્રત્યે અભક્તિ ન કરીશ, ભક્તિ જ કરજે.
વળી, કેવો છે ચેતનાગુણ ? જે સમસ્ત લોકાલોકને ગ્રાસીભૂત કરી લે છે. અહા ! કેવળજ્ઞાનની પર્યાયનું એટલું સામર્થ્ય છે કે તે લોકાલોકની પર્યાયને કોળિયો કરી જાય છે. અરે! એથી અનંતગણું હોય તોપણ જાણે એવું એનું અચિંત્ય સામર્થ્ય છે. શ્રુતજ્ઞાનની પર્યાયમાં પણ આટલી તાકાત છે; ફક્ત પ્રત્યક્ષ, પરોક્ષનો ભેદ છે. એક સમયની વ્યક્ત પર્યાયમાં પર્યાયનું અને દ્રવ્યનું બન્નેનું જ્ઞાન થાય છે. એક સમયની પર્યાયના જ્ઞાનમાં છ દ્રવ્યનું જ્ઞાન આવી જાય છે. આ વાત છેલ્લે ૧૪ કળશો લીધા છે તેમાં આવે છે.
એવા લોકાલોકને ગ્રાસીભૂત કરીને અત્યંત તૃપ્તિ વડે ઠરી ગયો છે. અહાહા! અનંત
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #93
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૯ ]
[ ૮૧
આનંદનો નાથ અંદરથી જાગ્યો તે આનંદનો અનુભવ કરે છે. જેમાં પ્રતિસમય આનંદ પ્રગટે છે તે આનંદનો ભોગવનાર આત્મા અત્યંત તૃપ્ત થઈ ગયો છે.
દષ્ટિમાં સ્વભાવની અપેક્ષાએ રાગનો ભોગવનાર જ્ઞાની નથી. પરંતુ જ્ઞાનની અપેક્ષાએ જુઓ તો ધર્મી સાધક આનંદનો ભોક્તા છે અને રાગનો પણ ભોક્તા છે. રાગ ભોગવવા યોગ્ય છે એમ એને બુદ્ધિ નથી, પણ વેદનમાં છે એ અપેક્ષાએ ભોક્તા કહ્યો છે.
ભાઈ ! આ અવસરમાં પણ તું આ તત્ત્વને નહિ સમજે તો ક્યારે સમજીશ?
જેમ બ્રાહ્મણ લચપચ લાડુ ખાઈને (તૃપ્ત થયો હોય તેમ) મલપતો ચાલે તેમ ધર્મી આનંદમાં મલપતો ચાલે છે. ધર્મ અત્યંત સ્વરૂપસૌખ્ય વડે તૃત તૃત હોવાને લીધે એવો ઠરી ગયો છે કે સ્વરૂપમાંથી બહાર નીકળવાનો અનુવમી હોય તેમ સર્વકાળે કિંચિત્માત્ર પણ ચલાયમાન થતો નથી. પૂર્ણ દશા થવાથી સર્વકાળે કિંચિત્માત્ર પણ ચલિત થતો નથી. આવી દશાને પૂર્ણ દશા અર્થાત અનુભવનું ફળ કહે છે. એ રીતે સદાય જરાપણ નહિ ચળતું અન્યદ્રવ્યથી અસાધારણપણું હોવાથી ચેતનાગુણ સ્વભાવભૂત છે.
ધર્મી જીવ અંદરમાં એવો તૃપ્ત-તૃત ઠરી ગયો છે કે હવે પછીનો કાળ આત્મ-તત્ત્વના આનંદના ભોગવટામાં જ રહેશે. અહો ! સમયસારમાં તો ચૌદ બ્રહ્માંડના ભાવો ભર્યા છે. એવા કાળે અને એવી શૈલીએ એ લખાઈ ગયું છે કે એમાં કાંઈ અધૂરાશ રહી નથી.
–આવો ચૈતન્યરૂપ પરમાર્થસ્વરૂપ જીવ છે. પરમાર્થ એટલે પરા કહેતાં ઉત્તમ અને મા એટલે લક્ષ્મી અર્થ એટલે પદાર્થ-ઉત્તમ લક્ષ્મીવાળો પદાર્થ. ચૈતન્યની ઉત્તમ લક્ષ્મીવાળો જીવ પદાર્થ છે-એ પરમાર્થ છે. જેનો પ્રકાશ નિર્મળ છે એવો આ ભગવાન આ લોકમાં એક ટંકોત્કીર્ણ ભિન્ન જ્યોતિરૂપ બિરાજમાન છે. જાણે ઘડતર કરીને અંદરથી કાઢયું હોય એવો એકરૂપ શાશ્વત તથા ભિન્ન ચૈતન્યજ્યોતિરૂપ ભગવાન બિરાજમાન છે તેને આત્મા કહેવામાં આવે છે.
હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહી એવા આત્માના અનુભવની પ્રેરણા કરે છે -
* કળશ ૩૫ : શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *
“વિ7રિવર્તમ સર્વોત્તમ ઉપ સહાય વિદાય'-કહે છે? ચિન્શક્તિથી રહિત અન્ય સકળ ભાવોને મૂળથી છોડીને -જુઓ, આત્મા જ્ઞાનસામર્થ્યરૂપ છે. અને આ શુભાશુભ ભાવો ચિ7ક્તિથી રિક્ત કહેતાં ખાલી છે, ભિન્ન છે. ચાહે તો તીર્થંકર નામકર્મ બાંધનારો ભાવ હો. પંચમહાવ્રતનો વિકલ્પ હો કે ગુણગુણીના ભેદનો વિકલ્પ હો-એ બધા ચૈતન્યશક્તિથી ખાલી અનેરા ભાવો છે. એ સર્વ ભાવોને મૂળમાંથી તું છોડ એમ કહે છે.
ટતરમ વં રિજીિમાત્રમ અવધિ' અને પ્રગટપણે પોતાના ચિન્શક્તિમાત્ર ભાવનું અવગાહન કરીને પોતે પ્રગટ જ્ઞાનસ્વભાવમાત્ર વસ્તુ છે. એમાં ડૂબકી માર,
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #94
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૮૨ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૩
એમાં પ્રવેશ કર, અવગાહન કર. જેમ સમુદ્રમાં અવગાહન કરે છે એમ આ ચૈતન્યમાત્ર સમુદ્રમાં અવગાહન કર. વર્તમાન પર્યાય દ્વારા ત્રિકાળી જ્ઞાનસ્વભાવી શુદ્ધ ચૈતન્યસિંધુમાં પ્રવેશ કર. પુણ્ય-પાપના ભાવનું અવગાહન તો અનાદિનું છે, પણ એ તો મિથ્યાભાવ છે, ચૈતન્યથી ખાલી
છે.
અહા ! કેવી ટૂંકી અને સારભૂત વાત! જે ભાવથી બંધન થાય તે સર્વ વિકલ્પો અચેતન છે. તેથી ચૈતન્યશક્તિનો જેમાં અભાવ છે એવા અનેક પ્રકારના અચેતન શુભાશુભ ભાવોનું લક્ષ છોડી દે અને સદા એકરૂપ શુદ્ધ ચિલ્શક્તિમાત્ર ભાવને ગ્રહણ કર.
કેવા છે આત્મા? “વિશ્વસ્ય ઉપર વાહ વરત્તમ રૂનમ પરમ માત્માનમ’–સમસ્ત પદાર્થસમૂહરૂપ લોકના ઉપર સુંદર રીતે પ્રવર્તતો એવો આ એક, કેવળ, અવિનાશી આત્મા છે તેને આત્મા લોકના ઉપર સુંદર રીતે પ્રવર્તતો પદાર્થ છે. વિકલ્પથી માંડીને આખા જગતથી એ જુદો સર્વોત્કૃષ્ટ પદાર્થ છે. સુંદર રીતે પ્રવર્તતો એટલે કે અતીન્દ્રિય આનંદસ્વરૂપે પ્રવર્તતો પદાર્થ છે. પુણ્ય-પાપમાં પ્રવર્તન એ તો દુઃખરૂપ પ્રવર્તન છે. આત્મા તો અતીન્દ્રિય આનંદસ્વરૂપે પ્રવર્તતો સર્વોત્કૃષ્ટ પદાર્થ છે.
ભગવાન આત્મા ચારિત્રની અપેક્ષાએ વીતરાગસ્વભાવી છે, જ્ઞાનની અપેક્ષાએ જ્ઞાનસ્વભાવી છે અને આનંદની અપેક્ષાએ આનંદસ્વરૂપ છે. એવા જ્ઞાન, આનંદ અને વીત ઇત્યાદિ અનેક ગુણ-સ્વભાવોથી ભરેલો અખંડ એકરૂપ ચૈતન્ય ભગવાન છે. અહીં કહે છે કે પુણ્ય-પાપ આદિ સઘળા અચેતન ભાવોનું લક્ષ છોડી પ્રગટ ચિન્માત્ર એક આત્મામાં અવગાહન કર. અનુભવ થવાની આ જ પદ્ધતિ અને રીત છે. આકરી લાગે કે ન લાગે, માર્ગ તો આ છે, ભાઈ ! બીજો કોઈ માર્ગ નથી.
માત્મા (માત્માનમ) શાત્મનિ સાક્ષાત નર્યા' ભવ્યાત્મા એવા એક કેવળ અવિનાશી આત્માનો આત્મામાં જ અભ્યાસ કરો, સાક્ષાત્ અનુભવ કરો. અહાહા ! એકલું માખણ છે. અનાદિથી આ ચૈતન્યપ્રકાશનો પુંજ શાશ્વતસ્વરૂપ ભગવાન આત્મા પુણ્ય-પાપના વ્યવહાર ભાવોમાં મુંઝાઈ ગયો છે, ઝકડાઈ ગયો છે. તેને અહીં કહે છે કે એ સર્વ વ્યવહાર ભાવોનું લક્ષ છોડી ચિક્તિસ્વરૂપ ભગવાન આત્માનો આત્મામાં જ સાક્ષાત્ અનુભવ કર.
અહીં ચિલ્શક્તિસ્વરૂપ આત્મા એમ ભેદથી કથન કર્યું ત્યાં વસ્તુમાં કોઈ ભેદ ન સમજવો. પણ શું થાય? બીજા તો કોઈ ઉપાય નથી. બહુ બુદ્ધિવાળો હોય તોપણ સમજાવવાના કાળે ભેદ પાડીને જ સમજાવવું પડે. ‘દર્શન-જ્ઞાન-ચારિત્રને પ્રાપ્ત હોય તે આત્મા', અથવા બહુ ટૂંકું કહે તો “જ્ઞાન તે આત્મા”—એમ ભેદ પાડીને જ કથન કરે. ભેદ પાડયા વિના સમજાવે શી રીતે? શ્રી સમયસાર કળશટીકા, કળશ પમાં આ વાત લીધી છે, “જીવવસ્તુ નિર્વિકલ્પ છે. તે તો જ્ઞાનગોચર છે. તે જ જીવવસ્તુને કહેવા માગે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #95
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૯ ]
[ ૮૩
ત્યારે એમ જ કહેવામાં આવે છે કે જેના ગુણ દર્શન-જ્ઞાન-ચારિત્ર તે જીવ. જો કોઈ બહુ સાધિક હોય (બુદ્ધિવાળો હોય) તોપણ આમ જ કહેવું પડે. આટલું કહેવાનું નામ વ્યવહાર છે.” પણ એ વ્યવહારથી જણાવ્યું છે. કહેનારે કે સાંભળનારે વ્યવહાર અનુસરવા લાયક નથી. ભેદ પાડીને સમજાવવાનો વ્યવહાર છે, પણ તે વ્યવહારનું અનુસરણ ન કરવું, વસ્તુ ત્રિકાળ છે એનું અનુસરણ કરવું. સમયસાર ગાથા ૮ની ટીકામાં આની સ્પષ્ટતા કરેલી છે.
જેમાં ભવ અને ભવના ભાવનો અભાવ છે એવો ભગવાન આત્મા શુદ્ધ ચેતનાસિંધુ છે. બનારસીદાસે કહ્યું છે ને કે
“કહૈ વિચપ્શન પુરુષ સદા મેં એક હોં, અપને રસ સોં ભર્યો આપની ટેક હોં, મોહકર્મ મમ નાંહિ નહિ ભ્રમકૂપ હૈ. શુદ્ધ ચેતનાસિંધુ હમારી રૂપ હૈ.”
આ રાગાદિ ભાવ ચાહે શુભરાગ હોય તોપણ તે ભ્રમનો કૂવો છે, ભવનો કૂવો છે. જેનો બેહદ અપરિમિત જ્ઞાનસ્વભાવ છે એવો ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યનો દરિયો છે. એવા ચૈતન્યસમુદ્રમાં અવગાહન કર, એની સન્મુખ થઈ એમાં મગ્ન થઈ જા. તેથી આખા વિશ્વના ભાવોથી ભિન્ન એવા આનંદમાં તારું પ્રવર્તન થશે. આનું નામ ધર્મ છે.
કોઈ એમ કહે કે આનું કાંઈ સાધન ખરું કે નહિ? શ્રી પંચાસ્તિકાયમાં વ્યવહાર નિશ્ચયનું સાધન છે એમ આવે છે ને? ભાઈ ! એ તો નિમિત્ત કેવું હોય છે તેની વાત કરી છે. એ વ્યવહાર કાંઈ સાધન નથી, નિશ્ચય જ સાધન છે. યથાર્થ સાધન તો એક જ છે; પણ સાથે રાગ કેવી જાતનો હોય છે તે દેખાડવા વ્યવહાર ઉપર સાધનનો ઉપચારથી આરોપ કર્યો છે.
અહીં કહ્યું છે ને કે આત્મા આત્માનો આત્મામાં જ અભ્યાસ કરો. તારા નિર્મળ પરિણમનમાં એક આત્માનો સાક્ષાત્ અનુભવ કરો. આ અનુભવ એ રત્નત્રયરૂપ ધર્મ છે, મોક્ષમાર્ગ છે. આમાં વ્યવહારનો નિષેધ આવી ગયો. કહ્યું ને કે જે વ્યવહારનો રાગ છે તે ચિન્શક્તિથી રિક્ત એટલે ખાલી છે તેથી તેને છોડ, અને ચૈતન્યસ્વભાવના સામર્થ્યનો દરિયો ભગવાન આત્મા છે એમાં પ્રવેશ કર, પર્યાયને એક શુદ્ધ ચૈતન્યસિંધુમાં નિમગ્ન કર. માર્ગ તો આ એક જ છે. ‘ એક હોય ત્રણ કાળમાં પરમારનો પથ.
આ સમ્યક એકાન્ત છે. નિશ્ચયથી પણ થાય અને વ્યવહારથી પણ થાય એમ માનવું એ તો મિથ્યા અનેકાન્ત છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #96
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૮૪ ]
- પ્રવચન રત્નાકર ભાગ-૩
* કળશ ૩૫ : ભાવાર્થ ઉપરનું પ્રવચન *
આ આત્મા પરમાર્થ સમસ્ત અન્યભાવોથી રહિત ચૈતન્યશક્તિમાત્ર છે. ૧૪૮ કર્મની પ્રકૃતિ જે ભાવોથી બંધાય તે બધા ભાવો અચેતન છે. ચેતનના ભાવથી, ચૈતન્યના નિર્મળ પરિણમનથી બંધન ન પડે. બંધન તો ચૈતન્યથી ખાલી અચેતનભાવથી પડે. અચેતન-ભાવથી અચેતન પ્રકૃતિનું બંધન થાય.
વળી કોઈ એમ કહે છે કે જે ભાવથી પુણ્ય બંધાય તે પુણ્યભાવને તમે અધર્મ ન કહો? અરે ભાઈ! પુણ્યભાવ આત્માના આનંદના પ્રવર્તનથી વિરુદ્ધ ભાવ છે. આત્માના આનંદનું પ્રવર્તન ધર્મ છે તો પુણ્યભાવ અધર્મ છે એમ સહેજે તેમાં આવી જાય છે.
વસ્તુ નિત્ય, ધ્રુવ, આનંદનો નાથ ભગવાન આત્મા ચિન્માત્ર છે. તેના અનુભવનો અભ્યાસ કરો એમ ઉપદેશ છે. અબુધ જીવને સમજાવવા માટે વ્યવહાર દ્વારા સમજાવ્યું છે. પણ એ વ્યવહારને જ જે પકડી રાખે એ ઉપદેશ સાંભળવાને લાયક નથી. એવો જીવ ભગવાનની દેશનાને લાયક નથી એમ શ્રી પુરુષાર્થસિદ્ધયુપાયમાં કહ્યું છે.
હવે ચિન્શક્તિથી અન્ય જે ભાવો છે તે બધા પુદ્ગલદ્રવ્યસંબંધી છે એવી આગળની ગાથાની સૂચનિકારૂપે શ્લોક કહે છે –
* કળશ ૩૬ : શ્લોકાર્ધ ઉપરનું પ્રવચન *
જિલ્લ-િવ્યાણ-સર્વસ્વ-સર: મયમ નીવ: યાન' ચિન્શક્તિથી વ્યાસ જેનો સર્વસ્વસાર છે એવો આ જીવ એટલો જ માત્ર છે. શું કહે છે? આ જ્ઞાનનું દળ, આનંદનું દળ, શાન્તિનું દળ એમ અનંત ગુણના દળથી મંડિત ચિન્શક્તિ જ જેનું સર્વસ્વ છે તે જીવ છે. એટલો જ માત્ર આત્મા છે. આ ચૈતન્યશક્તિથી પ્રસરવાપણું જેનું સર્વસ્વ છે એટલો જ આત્મા છે.
અત: તિરિy1: મની ભાવ: સર્વે મfપ પૌત્તિ :' આ ચિક્તિથી શૂન્ય જે આ ભાવો છે તે બધાય પુદ્ગલજન્ય છે, પુદ્ગલના જ છે. દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, પૂજા ઇત્યાદિ વિકલ્પ પુદ્ગલના જ છે. ચાહે વ્યવહારત્નત્રયના ભાવ હો કે તીર્થકર નામકર્મ જે વડે બંધાય એ ભાવ હો એ બધા ભાવ ચિ7ક્તિથી ખાલી છે તેથી પુદ્ગલના જ છે, પુદ્ગલ સંબંધી છે.
પ્રશ્ન- રાગાદિ ભાવોને પુદ્ગલ કેમ કહ્યા ?
ઉત્તર- આત્માની ચૈતન્યજાતિના એ પરિણામ નથી. રાગાદિને ઉત્પન્ન કરે એવો આત્મામાં કોઈ ગુણ-સ્વભાવ નથી. તેથી એ ભાવો આત્માના નથી. વળી પર્યાયમાં ઉત્પન્ન થતા એ ભાવો પુદ્ગલના આશ્રયે ઉત્પન્ન થાય છે. તેથી એ બધા પુદ્ગલના જ છે એમ કહ્યું છે. જો આત્માના હોય તો તે આત્માથી ભિન્ન પડે નહીં.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #97
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૯ ]
[ ૮૫
ચિન્શક્તિથી શૂન્ય આ બધા ભાવો પુદ્ગલના જ છે. પર્યાય આત્મા તરફ ઢળવાને બદલે પુદ્ગલ તરફ ઢળી તેથી ઉત્પન્ન થયેલા એ ભાવો પુદ્ગલસંબંધી છે. ક્યાંક એમ આવે કે રાગાદિ પોતાના અશુદ્ધ ઉપાદાનથી થાય છે, પરને લઈને થતા નથી; તેથી પર્યાયમાં ઉત્પન્ન થવાની તે ક્ષણ છે તેથી એ ઉત્પન્ન થયા છે. ત્યાં અશુદ્ધ ઉપાદાનની સ્વતંત્રતા બતાવવાનો હેતુ છે. જ્યારે અહીં એને પુદ્ગલજન્ય કહ્યા છે તેમાં શુદ્ધ ઉપાદાનમાં એ નથી તથા શુદ્ધ ઉપાદાનના કાર્યભૂત એ નથી એમ બતાવવાનો હેતુ છે.
ભાઈ ! આ તારા પરમ હિતની વાત છે. ત્યારે એમાંથી કોઈ એમ પૂછે કે-ઉપદેશમાત્રથી લાભ ન થાય એમ આપ કહો છો અને હિતનો ઉપદેશ તો આપ આપો છો?
સમાધાન - ભાઈ, વાણીના કાળે વાણી નીકળે છે અને સાંભળનારને પણ તેની યોગ્યતાના કાળે એવું નિમિત્ત હોય છે. પણ સાંભળે છે તેથી તથા સંભળાવનાર નિમિત્ત છે તેથી જ્ઞાન થાય છે એમ નથી. ત્યાં તો જ્ઞાનની પર્યાય ઉત્પન્ન થવાની એ જન્મક્ષણ જ છે. શ્રી પ્રવચનસારની ૧૦૨ મી ગાથામાં જન્મક્ષણની વાત આવે છે. સ્વસમ્મુખ થઈને નિર્મળ પર્યાય થાય તે કાળે તેવી નિર્મળતા થવાનો અકાળ જ છે, અને નિમિત્તાદિ પણ એમ જ છે. છતાં રાગ કે નિમિત્ત છે માટે નિર્મળતા થાય છે એમ નથી. નિર્મળ પર્યાય થવાની યોગ્યતાના કાળે યથાર્થ ઉપદેશનું નિમિત્ત હોય અને ઉપદેશ સાંભળવાનો વિકલ્પ પણ હોય પણ તેથી એ નિમિત્ત કે વિકલ્પ જ્ઞાન કરી દે છે એમ નથી.
નિમિત્તાદિ, વસ્તુની જન્મક્ષણ નીપજાવનાર નથી. જુઓ, વસ્તુની જે જન્મક્ષણ છે તે જન્મથી વ્યાપ્ત છે, ઉત્પાદ ઉત્પાદથી વ્યાપ્ત છે, વ્યય વ્યયથી વ્યાપ્ત છે અને ધ્રુવ ધ્રુવથી વ્યાપ્ત છે. પ્રવચનસારમાં આ વાત લીધી છે. આ પ્રવચનસાર તો દિવ્યધ્વનિનો સાર છે. ભગવાન એમ કહે છે કે-તું અમારી દિવ્યધ્વનિ સાંભળે છે એથી તને જ્ઞાનની પર્યાય ઉત્પન્ન થાય છે એમ નથી, પરંતુ જ્ઞાનની પર્યાયનો જન્મક્ષણ છે તેથી ઉત્પન્ન થાય છે.
- શ્રી અમૃતચંદ્રાચાર્યદવે પણ છેલ્લે કહ્યું છે કે-હે જીવો! હું સમજાવનાર છું અને તમે સમજનાર છો એવા મોહથી ન નાચો. વાણી અમે કરી છે એમ ન માનો. અમે તો જ્ઞાનમાં છીએ; તો વાણીને અમો કેમ કરીએ? જ્ઞાનમાં જ હું છું, વાણીમાં હું આવ્યો જ નથી તેથી હું સમજાવનાર છું એમ છે નહિ. અને વાણીથી તને સમજાયું એમ પણ નથી. આ તો દુનિયાથી તદ્દન જુદી વાત છે, ભાઈ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #98
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
* 94-
4 अधिधार *
ગાથા ૫૦-૫૫
जीवस्स पत्थि वण्णो ण वि गंधो ण वि रसो ण वि य फासो। ण वि रूवं ण सरीरं ण वि संठाणं ण संहणणं।। ५० ।। जीवस्स णत्थि रागो ण वि दोसो णेव विज्जदे मोहो। णो पच्चया ण कम्मं णोकम्मं चावि से णत्थि।। ५१ ।। जीवस्स णत्थि वग्गो ण वग्गणा णेव फड्डया केई। णो अज्झप्पट्ठाणा व य अणुभागठाणाणि।। ५२ ।। जीवस्स णत्थि केई जोयट्ठाणा ण बंधठाणा वा। णेव य उदयट्ठाणा ण मग्गणट्ठाणया केई।। ५३ ।।
णो ठिदिबंधट्ठाणा जीवस्स ण संकिलेसठाणा वा। णेव विसोहिट्ठाणा णो संजमलद्धिठाणा वा।।५४ ।।
એવા એ ભાવોનું વ્યાખ્યાન છ ગાથાઓમાં કરે છેઃ
नथी [पने, नहि, नहि स्पर्श, २. सपने नही, નહિ રૂપ કે ન શરીર, નહિ સંસ્થાન, સંહનને નહિ; ૫૦.
નથી રાગ જીવને, દ્વેષ નહિ, વળી મોટુ જીવને છે નહીં, નહિ પ્રત્યયો, નહિ કર્મ કે નોકર્મ પણ જીવને નહીં; ૫૧.
નથી વર્ગ જીવને, વર્ગણા નહિ, સ્પર્ધકો કંઈ છે નહીં, અધ્યાત્મસ્થાન ન જીવને, અનુભાવસ્થાનો પણ નહીં; પ૨.
જીવને નથી કંઈ યોગસ્થાનો, બંધસ્થાનો છે નહીં, નહિ ઉદયસ્થાનો જીવને, કો માર્ગણાસ્થાનો નહીં; પ૩. સ્થિતિબંધસ્થાન ન જીવને, સંકલેશસ્થાનો પણ નહીં, સ્થાનો વિશુદ્ધિ તણાં ન, સંયમલબ્ધિનાં સ્થાનો નહીં; ૫૪.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #99
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
समयस॥२.
था-५०-५५ ]
[ ८७
णेव य जीवट्ठाणा ण गुणट्ठाणा य अस्थि जीवस्स। जेण दु एदे सव्वे पोग्गलदव्वस्स परिणामा।। ५५ ।।
जीवस्य नास्ति वर्णो नापि गन्धो नापि रसो नापि च स्पर्शः। नापि रूपं न शरीरं नापि संस्थानं न संहननम्।। ५० ।। जीवस्य नास्ति रागो नापि द्वेषो नैव विद्यते मोहः। नो प्रत्यया न कर्म नोकर्म चापि तस्य नास्ति।। ५१ ।। जीवस्य नास्ति वर्गो न वर्गणा नैव स्पर्धकानि कानिचित्। नो अध्यात्मस्थानानि नैव चानुभागस्थानानि।। ५२ ।। जीवस्य न सन्ति कानिचिद्योगस्थानानि न बन्धस्थानानि वा। नैव चोदयस्थानानि न मार्गणास्थानानि कानिचित्।। ५३ ।। नो स्थितिबन्धस्थानानि जीवस्य न संक्लेशस्थानानि वा। नैव विशुद्धिस्थानानि नो संयमलब्धिस्थानानि वा।।५४ ।।
નથી જીવસ્થાનો જીવને, ગુણસ્થાન પણ જીવને નહીં, પરિણામ પુદગલદ્રવ્યના આ સર્વ હોવાથી નક્કી. ૫૫.
uथार्थ:- [ जीवस्य ] ®पने [ वर्ण:] [ [ नास्ति ] नथी, [ न अपि गन्धः ] गंध ५९ नथी, [ रसः अपि न] २स. ५९ नथी [च] भने [ स्पर्शः अपि न] स्पर्श ५९ नथी, [ रूपं अपि न] ३५ ५९॥ नथी, [न शरीरं] शरी२. ५९नथी, [संस्थानं अपि न] संस्थान ५९ नथी, [ संहननम् न] संहनन ५९॥ नथी; [जीवस्य] ®पने [ रागः नास्ति ] २॥ ५९॥ नथी, [ द्वेष: अपि न] द्व५ ५९ नथी, [ मोहः ] भो ५९ [ न एव विद्यते] विद्यमान नथी, [प्रत्ययाः नो] प्रत्ययो (मानवो) ५९॥ नथी, [कर्म न] धर्भ ५९॥ नथी [च] भने [ नोकर्म अपि] नोभ ५९ [ तस्य नास्ति] तेने नथी; [जीवस्य] अपने [वर्ग: नास्ति] वर्ग नथी, [ वर्गणा न ] qu नथी, [कानिचित् स्पर्धकानि न एव] ओछ स्पर्धो ५९ नथी, [ अध्यात्मस्थानानि नो] अध्यात्मस्थानो ५९ नथी [च] भने [अनुभागस्थानानि ] अनुमास्थानो ५९ [न एव] नथी; [ जीवस्य] अपने [कानिचित् योगस्थानानि] ओछ योगस्थानो ५९ [न सन्ति ] नथी [ वा] अथवा [बन्धस्थानानि न] बंधस्थानो ५९॥ नथी, [च] 4जी [ उदयस्थानानि] ध्यस्थानो ५९[न एव] नथी, [कानिचित् मार्गणास्थानानि न] ओ मार्ग स्थानो ५९ नथी; [जीवस्य] अपने [स्थितिबन्धस्थानानि नो] स्थितिबंधस्थानो ५९॥ नथी [वा] अथवा [ संक्लेशस्थानानि न] संऽसशस्थानी ५९॥ नथी, [विशुद्धिस्थानानि] विशुद्धिस्थानो ५९। [न एव] नथी [ वा]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #100
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૮૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૩
नैव च जीवस्थानानि न गुणस्थानानि वा सन्ति जीवस्य। येन त्वेते सर्वे पुद्गलद्रव्यस्य परिणामाः ।। ५५ ।।
અથવા [ સંયમનવ્યિથાનાનિ] સંયમલબ્ધિસ્થાનો પણ [ નો] નથી; [૨] વળી [ નીવચ] જીવને [નીવસ્થાનાન] જીવસ્થાનો પણ [ન વ] નથી [વા ] અથવા [ ગુણસ્થાનાન] ગુણસ્થાનો પણ [ સત્તિ] નથી; [ યેન તુ] કારણ કે [તે સર્વે] આ બધા [ પુતદ્રવ્યરચ] પુદ્ગલદ્રવ્યના [ પરિણામ:] પરિણામ છે.
ટીકા:- જે કાળો, લીલો, પીળો, રાતો અથવા ધોળો વર્ણ છે તે બધોય જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૧. જે સુરભિ અથવા દુરભિ ગંધ છે તે બધીયે જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૨. જે કડવો, કષાયલો, તીખો ખાટો અથવા મીઠો રસ છે તે બધોય જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૩. જે ચીકણો, લૂખો, શીત, ઉષ્ણ, ભારે, હલકો, કોમળ અથવા કઠોર સ્પર્શ છે તે બધોય જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૪. જે સ્પર્શાદિસામાન્ય પરિણામમાત્ર રૂપ છે તે જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૫. જે ઔદારિક, વૈક્રિયિક, આહારક, તૈજસ અથવા કાર્મણ શરીર છે તે બધુંય જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૬. જે સમચતુરસ્ત્ર, ન્યગ્રોધપરિમંડળ, સ્વાતિક, કુન્જક, વામન અથવા હુડક સંસ્થાન છે તે બંધુય જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૭. જે વર્ષભનારાચ, વજનારા, નારા, અર્ધનારાચ, કાલિકા અથવા અસંપ્રાસાસૃપાટિકા સહુનન છે તે બધુંય જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૮. જે પ્રીતિરૂપ રાગ છે તે બધોય જીવને નથી કારણ તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૯. જે અપ્રીતિરૂપ દ્વેષ છે તે બધોય જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૧૦. જે યથાર્થ તત્ત્વની અપ્રતિપત્તિરૂપ (અપ્રાસિરૂપ) મોહ છે તે બધોય જીવને નથી કારણ કે તે પુદગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૧૧. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ જેમનાં લક્ષણ છે એવા જે પ્રત્યયો તે બધાય જીવને નથી કારણ કે તે પુદ્ગલ દ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૧૨. જે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુ, નામ, ગોત્ર અને અંતરાયરૂપ કર્મ છે તે બધુંય જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૧૩.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #101
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૫૦-૫૫ ]
[ ૮૯
જે છ પર્યાસિયોગ્ય અને ત્રણ શરીરયોગ્ય વસ્તુળ -પુદ્ગલસ્કંધ )રૂપ નોકર્મ છે તે બધુંય જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૧૪ જે કર્મના રસની શક્તિઓના (અર્થાત્ અવિભાગ પરિચ્છેદોના) સમૂહુરૂપ વર્ગ છે તે બધોય જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૧૫. જે વર્ગોના સમહરૂપ વર્ગણા છે તે બધીયે જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૧૬, જે મંદતીવ્ર રસવાળાં કર્મદળોના વિશિષ્ટ ન્યાસ(-જમાવ) રૂપ (અર્થાત્ વર્ગણાઓના સમૂહુરૂપ) સ્પર્ધકો છે તે બધાય જીવને નથી કારણ કે તે પુદ્ગલ દ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૧૭. સ્વપરના એકપણાનો અધ્યાસ હોય ત્યારે (વર્તતા), વિશુદ્ધ ચૈતન્યપરિણામથી જુદાપણું જેમનું લક્ષણ છે એવાં જે અધ્યાત્મસ્થાનો તે બધાંય જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૧૮. જુદી જુદી પ્રકૃતિઓના રસના પરિણામ જેમનું લક્ષણ છે એવાં જે અનુભાગસ્થાનો તે બધાંય જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૧૯. કાયવર્ગણા, વચનવર્ગણા અને મનોવર્ગણાનું કંપન જેમનું લક્ષણ છે એવાં જે યોગસ્થાનો તે બધાંય જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૨૦. જુદી જુદી પ્રકૃતિઓના પરિણામ જેમનું લક્ષણ છે એવાં જે બંધસ્થાનો તે બધાંય જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૨૧. પોતાનું ફળ ઉત્પન્ન કરવામાં સમર્થ કર્મ અવસ્થા જેમનું લક્ષણ છે એવાં જે ઉદયસ્થાનો તે બધાંય જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ર૨. ગતિ, ઇંદ્રિય, કાય, યોગ, વેદ, કષાય, જ્ઞાન, સંયમ, દર્શન, વેશ્યા, ભવ્ય, સમ્યકત્વ, સંજ્ઞા અને આહાર જેમનાં લક્ષણ છે એવાં જે માર્ગણાસ્થાનો તે બધાંય જીવને નથી કારણ કે તે પુગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૨૩. જુદી જુદી પ્રકૃતિઓનું અમુક મુદત સુધી સાથે રહેવું તે જેમનું લક્ષણ છે એવાં જે સ્થિતિબંધસ્થાનો તે બધાંય જીવને નથી કારણ કે તે પુદ્ગલ દ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૨૪. કષાયના વિપાકનું
અતિશયપણું જેમનું લક્ષણ છે એવાં જે સંકલેશસ્થાનો તે બધાંય જીવને નથી કારણ કે તે પુદ્ગલ દ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૨૫. કષાયના વિપાકનું મંદપણું જેમનું લક્ષણ છે એવાં જે વિશુદ્ધિસ્થાનો તે બધાંય જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ર૬. ચારિત્રમોહના વિપાકની ક્રમશઃ નિવૃત્તિ જેમનું લક્ષણ છે એવાં જે સંયમલબ્ધિસ્થાનો તે બધાંય જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #102
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૯૦ ]
| પ્રવચન રત્નાકર ભાગ-૩
(શાંતિની) वर्णाद्या वा रागमोहादयो वा भिन्ना भावाः सर्व एवास्य पुंसः तेनैवान्तस्तत्त्वतः पश्यतोऽमी नो दृष्टाः स्युद्देष्टमेकं परं स्यात्।।३७ ।।
હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૨૭. પર્યાપ્ત તેમ જ અપર્યાય એવાં બાદર ને સૂક્ષ્મ એકંદ્રિય, હદ્રિય, ત્રીદ્રિય, ચતુરિંદ્રિય અને સંજ્ઞી તથા અસંજ્ઞી પંચંદ્રિય જેમનાં લક્ષણ છે એવાં જે જીવસ્થાનો તે બધાય જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૨૮. મિથ્યાષ્ટિ, સાસાદન સમ્યગ્દષ્ટિ, સમ્ય મિથ્યાદષ્ટિ, અસંતસમ્યગ્દષ્ટિ, સંયતાસંયત, પ્રમત્તસંયત, અપ્રમત્તસંયત, અપૂર્વકરણ-ઉપશમક તથા ક્ષપક, અનિવૃત્તિબાદરસાંપરાય-ઉપશમક તથા ક્ષપક, સૂક્ષ્મસાપરાય-ઉપશમક તથા ક્ષપક ઉપશાંતકષાય, ક્ષીણકષાય, સયોગકેવળી અને અયોગકેવળી જેમના લક્ષણ છે એવાં જે ગુણસ્થાનો તે બધાંય જીવને નથી કારણ કે તે પુગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૨૯. ( આ પ્રમાણે આ બધાય પુદ્ગલદ્રવ્યના પરિણામમય ભાવો છે; તે બધા, જીવના નથી. જીવ તો પરમાર્થે ચૈતન્યશક્તિમાત્ર છે. )
હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે:
શ્લોકાર્થઃ- [ વ–આદ્યા:] જે વર્ણાદિક [ વા] અથવા [ મોદ–ગાય: વા] રાગમોહાદિક [ભાવ:] ભાવો કહ્યા [સર્વે ૩] તે બધાય [સર્ચ પુસ:] આ પુરુષથી (આત્માથી) [ મિન્ના:] ભિન્ન છે [તેન વ] તેથી [ સન્ત:તત્ત્વત: પશ્યત:] અંતર્દષ્ટિ વડે જોનારને [ની નો દET: J:] એ બધા દેખાતા નથી, [v$ પર દઈ ચાત] માત્ર એક સર્વોપરી તત્ત્વ જ દેખાય છે-કેવળ એક ચૈતન્યભાવસ્વરૂપ અભેદરૂપ આત્મા જ દેખાય છે.
ભાવાર્થ- પરમાર્થનય અભેદ જ છે તેથી તે દૃષ્ટિથી જોતાં ભેદ નથી દેખાતો; તે નયની દૃષ્ટિમાં પુરુષ ચૈતન્યમાત્ર જ દેખાય છે. માટે તે બધાય વર્ણાદિક તથા રાગાદિક ભાવો પુરુષથી ભિન્ન જ છે.
આ વર્ણથી માંડીને ગુણસ્થાન પર્યત જે ભાવો છે તેમનું સ્વરૂપ વિશેષતાથી જાણવું હોય તો ગોમ્મસાર આદિ ગ્રંથોમાંથી જાણી લેવું. ૩૭.
* શ્રી સમયસાર ગાથા ૫૦ થી પ૫ : મથાળું *
ભગવાન આત્મા આનંદનો નાથ નિત્યાનંદ પ્રભુ ધ્રુવ છે. તેને આ બધા ભાવો જે ચૈતન્યશક્તિથી શૂન્ય છે તે નથી. તે બધાય ભાવો પુદ્ગલના પરિણામ છે તેમ છ ગાથાઓમાં કહે છે:
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #103
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૫૦-૫૫ ]
* ગાથા ૫૦ થી પ૫ : ટીકા ઉપરનું પ્રવચન *
જે કાળો, લીલો, પીળો, રાતો અથવા ધોળો વર્ણ છે તે બધોય જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી અનુભૂતિથી ભિન્ન છે. કાળો, લીલો, પીળો, ઇત્યાદિ વર્ણ છે તે રંગ ગુણની પર્યાયો છે અને તેથી તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય છે. ભાષા જુઓ. પુદ્ગલના પરિણામ” એમ ન કહેતાં “પુદ્ગલ દ્રવ્યના પરિણામમય' એમ કહ્યું છે. રંગગુણની એ સઘળી પર્યાયો પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. અહીં જીવદ્રવ્યથી ભિન્ન ન કહેતાં, અનુભૂતિ કે જે પર્યાય છે તેનાથી ભિન્ન કહ્યું છે. આશય એમ છે કે ચૈતન્યસ્વભાવી નિજ આત્માનો અનુભવ થતાં, અનુભૂતિમાં આ રંગની પાંચેય પર્યાયોથી હું
છું એવું જ્ઞાન થાય છે. પર્યાય રૂદ્રવ્ય તરફ વળતાં જે અનુભૂતિ થાય તે અનુભૂતિથી આ રંગની પાંચે પર્યાયો ભિન્ન રહી જાય છે. ૭૩મી ગાથામાં “સર્વ કારકોના સમૂહની પ્રક્રિયાથી પાર ઊતરેલી જે નિર્મળ અનુભૂતિ –એમ અનુભૂતિનું વ્યાખ્યાન છે તે ત્રિકાળી શુદ્ધ અનુભૂતિસ્વરૂપ ભગવાન આત્મા સંબંધી છે. તે બીજી વાત છે. અહીં તો એમ લેવું છે કે પરથી ખસીને સ્વદ્રવ્યમાં ઢળતાં જે સ્વાનુભૂતિ થાય છે તે સ્વાનુભૂતિથી રંગની પાંચેય પર્યાયો ભિન્ન
૨. જે સુરભિ અથવા દુરભિ ગંધ છે તે બધીય જીવને નથી. “સમયસાર નાટક'માં આવે છે કે મુનિનો શ્વાસ સુગંધમય હોય છે. જેમને ઘણી નિર્મળતા પ્રગટી છે અને જેઓ અતીન્દ્રિય આનંદની મોજમાં પડ્યા છે તેઓ કોગળા ન કરે તોપણ દાંત પીળા થતા નથી. નિર્મળતાની દશામાં મુનિને શ્વાસમાં પણ સુગંધ આવે છે. અહાહા! ભગવાન નિર્મળાનંદ પ્રભુ
જ્યાં જાગીને અંતરનો પટારો (નિધિ) ખોલે છે અને અંદર જુએ છે ત્યાં પર્યાયમાં અતીન્દ્રિય આનંદ આવે છે અને શ્વાસમાં સુગંધ આવે છે. છતાં તે સુગંધથી આત્મા (મુનિ ) ભિન્ન છે. કારણ કે પદગલદ્રવ્યના પરિણામમય હોવાથી સુરભિ અથવા દરભિ જે ગંધની પર્યાય છે તે અનુભૂતિથી ભિન્ન છે. એટલે કે જ્યારે સ્વરૂપનો અનુભવ થાય છે ત્યારે તે ગંધથી ભિન્ન પડે છે. ભિન્ન છે એમ કયારે કહેવાય? કે જ્યારે ગંધથી ખસીને આત્માની અનુભૂતિમાં આવે ત્યારે ભિન્ન છે એમ યથાર્થપણે કહેવાય.
૩. જે કડવો, કપાયલો, તીખો, ખાટો અથવા મીઠો રસ છે તે બધીય જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી અનુભૂતિથી ભિન્ન છે આત્માની અનુભૂતિથી પાંચેય રસ-પર્યાય ભિન્ન છે.
૪. તેવી રીતે જે ચીકણો, લૂખો, શીત, ઉષ્ણ, ભારે, હલકો, કોમળ અથવા કઠોર સ્પર્શ છે તે બધોય જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી અનુભૂતિથી ભિન્ન
૫. હવે પાંચમા બોલમાં ઉપરના ચારેય બોલને ભેગા કરીને કહે છે કે જે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #104
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૯૨ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૩
સ્પર્ધાદિ સામાન્ય પરિણામમાત્ર રૂપ છે તે જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમાં હોવાથી અનુભૂતિથી ભિન્ન છે.
૬. જે ઔદારિક, વૈક્રિયક, આહારક, તૈજસ અથવા કાર્મણ શરીર છે તે બધુંય જીવને નથી. જુઓ, કાર્મણ શરીર પણ જીવને નથી, જીવમાં નથી કારણ કે તે જડના પરિણામ હોવાથી ભિન્ન સ્વતંત્ર છે. આત્માને અને તેને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ પણ અહીં કહેવામાં આવ્યો નથી. અહીં એવી શૈલી લીધી છે કે પુદગલના પરિણામને આત્મદ્રવ્યથી ભિન્ન ન કહેતાં અનુભૂતિથી ભિન્ન કહ્યા છે. જેણે પરથી ભિન્ન પડીને અનુભૂતિ વડે આત્માને જાણ્યો છે તેને તે સર્વ પર છે. સંસ્કૃત ટીકામાં “પોતાની અનુભૂતિ” તેવો પાઠ નથી. પણ પંડિત શ્રી જયચંદજીએ “પોતાની અનુભૂતિ” એમ લીધેલ છે તેથી અહીં “પોતાની” શબ્દ કસમાં લખેલ છે. અહા ! આત્મા અખંડ નિર્મળાનંદસ્વરૂપ વસ્તુ છે અને તેની નિર્મળ દશા તે અનુભૂતિ છે. પરથી ભિન્ન પડીને આત્મસન્મુખ થઈ આત્માને જાણતાં અનુભૂતિની નિર્મળ દશા પ્રગટ થાય છે. તે અનુભૂતિથી કાશ્મણશરીર આદિ ભિન્ન છે એમ અહીં કહે છે.
પંચાધ્યાયીમાં (નયાભાસના પ્રકરણમાં) એવો પ્રશ્ન ઉઠાવ્યો છે કે શરીર અને આત્માને ક્નકર્મ સંબંધ તો નથી, પરંતુ નિમિત-નૈમિત્તિક સંબંધ તો છે ને? એના ઉત્તરરૂપે ત્યાં (પદ્ય પ૭૧માં) કહ્યું છે કે દ્રવ્ય સ્વયં સ્વતઃ પરિણમનશીલ છે તો નિમિત્તપણાનું શું કામ છે? જુઓ ભાઈ. શરીર પોતાના કારણે પરિણમે છે અને આત્મા પણ પોતાના કારણે પરિણમે છે. પોતાની મેળે પરિણમવાનો તે દરેકનો સ્વભાવ છે. દ્રવ્ય સ્વતઃ પરિણમનશીલ છે એમ ત્યાં લીધું છે. ત્યારે કોઈ કહે કે
પ્રશ્ન:- કોઈ વખતે ઉપાદાનથી થાય અને કોઈ વખતે નિમિત્તથી થાય એમ સ્યાદ્વાદ કરો
ને ?
ઉત્તર- ભાઈ, કાર્ય હંમેશા નિજ ઉપાદાનથી જ થાય અને કદીય નિમિત્તથી ન થાય એ સ્યાદ્વાદ છે. નિમિત્ત તો પર વસ્તુ છે. તેનું પરિણમન તેને લઈને અને સ્વનું પરિણમન અને લઈને છે. તેમાં નિમિત્તનું શું કામ છે? ત્યારે તે કહે છે કે શરીર ચાલે છે તેમાં આત્માનું નિમિત્ત તો છે ને? ભાઈ, નિમિત્ત તો છે, પણ નિમિત્ત છે એનો અર્થ શું? શું નિમિત્ત છે માટે શરીર ચાલે છે, પરિણમે છે? તથા આત્માની અનુભૂતિનું પરિણમન, શું શરીર છે તેથી થાય છે? આ જે આત્માનુભૂતિ થઈ છે તે શું કાર્મણશરીરના ઉદયના અભાવને કારણે થઈ છે-એમ છે? ના, એમ છે જ નહિ. (દરેકનું પરિણમન સ્વતંત્ર છે) બનારસીદાસે પણ કહ્યું છેઃ
ઉપાદાન બલ જહાઁ તહીં, નહિ નિમિત્તકી દાવ.”
જ્યાં પોતાનું બળ ઉપાદાન શક્તિ) છે ત્યાં નિમિત્ત શું કરે? સ્વ અને પરનું
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #105
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૫૦-૫૫ ]
[ ૯૩
એકપણું ત્રણકાળમાં થતું નથી. માટે નિમિત્ત છે તેથી પોતાનામાં પરિણમન થાય છે એમ છે જ નહિ. શરીરનું પરિણમન, જીવનું નિમિત્ત છે તેથી થયું છે કે જીવની અનુભૂતિનું પરિણમન, નિમિત્ત છે માટે થયું છે એમ નથી. શરીરની પરિણતિ શરીરમાં અને આત્માની પરિણતિ આત્મામાં છે. આત્માના નિમિત્તે શરીરમાં પરિણતિ થઈ છે એમ નથી. તથા કર્મના ઉદયનો અભાવ છે માટે અનુભૂતિનું પરિણમન થયું છે એમ પણ નથી. વસ્તુનું સ્વરૂપ જ આવું છે. કોઈ વખતે નિમિત્તથી અને કોઈ વખતે ઉપાદાનથી કાર્ય થાય એ સ્યાદ્વાદ નથી પણ ફુદડીવાદ છે, મિથ્યાવાદ છે. ત્રણે કાળ અને ત્રણે લોકમાં ચૈતન્યની કે જડની કમબદ્ધ પરિણતિ પોતપોતાના ઉપાદાનથી થાય છે. એમાં પરની પંચમાત્ર અપેક્ષા નથી. ઉપાદાનનું પરિણમન નિમિત્તથી હંમેશાં નિરપેક્ષ જ થાય છે.
અહીં તો વિશેષ કાર્પણ શરીરની વાત લેવી છે. કાર્પણ શરીર નિમિત્ત છે માટે જીવમાં (રાગાદિ) પરિણમન થાય છે કે જીવમાં સ્વાનુભૂતિ પ્રગટ થઈ માટે કાર્મણ શરીર અકર્મ અવસ્થા રૂપ થાય છે એમ નથી. એવો એ બે વચ્ચે કોઈ સંબંધ નથી. અહીં કહે છે કે કાર્પણ શરીર આદિ જીવને નથી કારણ કે તે પુદ્ગલના પરિણામમય હોવાથી અનુભૂતિથી ભિન્ન છે. કહેવું છે તો આત્માથી ભિન્ન પણ અહીં અનુભૂતિથી ભિન્ન કહ્યું કેમકે એ સર્વ શરીરથી ભિન્ન પડી નિજ ચૈતન્યસ્વભાવી આત્માનું લક્ષ કરતાં જે સ્વાનુભૂતિ પ્રગટ થઈ તે સ્વાનુભૂતિમાં હું દેથી ભિન્ન છે એવો નિજ ચૈતન્યસ્વરૂપ વસ્તનો અનુભવ થાય છે. બહુ ઝીણી વાત
જુઓ, પરમાણુ અને આત્માનો સ્વતંત્ર નિબંધ પરિણમનસ્વભાવ હોવાથી તેઓ ક્રમપ્રવાહરૂપે નિરંતર પરિણમ્યા કરે છે. તેમાં બીજો હોય તો પરિણમે એમ છે જ નહિ. કાળદ્રવ્ય ન હોય તો પરિણમન ન થાય એમ જ્યાં કહ્યું છે ત્યાં તો (યથાર્થ નિમિત્તનું જ્ઞાન કરાવી) કાળદ્રવ્યને સિદ્ધ કરવાનું પ્રયોજન છે. ખરેખર તો સર્વ દ્રવ્યોનો સ્વતંત્ર પરિણમનસ્વભાવ છે. ત્યાં કોઈ કહે કે કાળદ્રવ્ય પરિણમનમાં નિમિત્ત તો છે ને? (નિમિત્ત છે એની કોણ ના પાડે છે?) પણ તેથી સર્વ દ્રવ્યોમાં થતું પરિણમન શું કાળદ્રવ્યને લીધે છે? (ના, એમ નથી). દરેક પદાર્થનું પરિણમન પોતાના કારણે જ છે. દરેક પદાર્થ તે તે સમયે ક્રમસર-ક્રમબદ્ધ પ્રવાહરૂપે પરિણમે છે.
પ્રવચનસાર ગાથા ૯૩માં દ્રવ્ય સંબંધી વિસ્તારસમુદાય અને આયતસમુદાયની વાત આવે છે. દ્રવ્યમાં જે અનંતગુણો એક સાથે છે તે વિસ્તારસમુદાય છે અને ક્રમપ્રવાહરૂપે દોડતી જે પર્યાયો છે તે આયતસમુદાય છે. ત્યાં પર્યાયો જે છે તે ધારાવાહી દોડતા ક્રમબદ્ધ-પ્રવાહરૂપે છે. વળી એમાં જ (પ્રવચનસારમાં) ગાથા ૧૦રમાં દરેક પદાર્થની જન્મક્ષણની વાત છે. એટલે કે પદાર્થમાં જે તે પર્યાયનો જન્મ-ઉત્પત્તિ થવાનો પોતાનો કાળ છે તેથી તે થાય છે. નિમિત્ત છે માટે તે પર્યાય ઉત્પન્ન થાય છે એમ નથી. નિમિત્ત
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #106
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૯૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૩
નિમિત્તમાં છે અને ઉપાદાન (વસ્તુ) ઉપાદાનમાં છે. કોઈપણ સમયે જો નિમિત્તને લઈને ઉપાદાનમાં પરિણમન થાય તો ક્રમપ્રવાહરૂપે ઉપાદાન-વસ્તુ પરિણમે છે એ કયાં રહ્યું? પ્રત્યેક વસ્તુમાં પર્યાયનો ક્રમબદ્ધ પ્રવાહ થાય છે અને તે દોડતો થાય છે. એટલે વચ્ચે એક સમયનો પણ આંતરો પડતો નથી. તે પર્યાયોના પ્રવાહમાં વસ્તુમાં સ્વકાળે જે પર્યાય ઉત્પન્ન થાય ત્યારે નિમિત્ત હો ભલે, પણ તેમાં નિમિત્ત શું (કાર્યો કરે? નિમિત્ત તો નિમિત્તના સ્વકાળમાં છે; બસ, એટલું જ.
દરેક દ્રવ્યની કાળલબ્ધિ હોય છે. છયે દ્રવ્ય કાળલબ્ધિ સહિત છે. એટલે કે દ્રવ્યની જે સમયે જે પર્યાય થાય છે તે તેની કાળલબ્ધિ છે. તે સમયે નિમિત્ત હો ભલે, પણ નિમિત્તના કારણે પર્યાય થઈ છે એમ નથી. પર્યાય સ્વકાળે પોતાથી જ થાય છે, નિમિત્તથી નહિ-એમ કહેવું તે અનેકાન્ત છે, સ્યાદ્વાદ છે. એ કારણથી કાર્ય થાય છે એમ કહ્યું હોય ત્યાં તો નિમિત્તનું જ્ઞાન કરાવવાનું પ્રયોજન છે. નિશ્ચયથી તો તે તે સમયનું કાર્ય પોતાથી જ થયું છે. આ નિશ્ચય રાખીને નિમિત્તનું જ્ઞાન કરાવવા વ્યવહારથી કહેવાય છે કે બે કારણથી કાર્ય થયું છે, અને ત્યારે પ્રમાણશાન થાય છે. પ્રમાણજ્ઞાનમાં, કાર્ય પોતાથી જ થાય છે એ નિશ્ચયની વાત રાખીને, નિમિત્તનું જ્ઞાન કરાવવા નિમિત્તથી થાય છે એમ કહ્યું છે. પ્રમાણજ્ઞાનમાં, નિશ્ચયનો નિષેધ કરીને નિમિત્તથી કાર્ય થાય છે એમ કહ્યું નથી. પ્રમાણજ્ઞાનમાં, જે પરિણમન થાય છે તે નિશ્ચયથી સ્વ-આશ્રયે પોતાથી જ થાય છે એ વાત રાખીને પ્રમાણનું જ્ઞાન કરાવવા નિમિત્તને ભેળવ્યું છે. જે નિશ્ચયને છોડી દે તો પ્રમાણજ્ઞાન જ સાચું ન થાય. નિશ્ચયની વાતને જેમ છે તેમ (યથાર્થ) રાખીને પ્રમાણજ્ઞાન કરાવ્યું છે. ઉપાદાનનું યથાર્થ જ્ઞાન કરાવીને નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે.
નયચક્રમાં આવે છે કે-પ્રમાણ પુજ્ય નથી પણ નિશ્ચયનય પૂજ્ય છે.
પ્રશ્ન- પ્રમાણ કેમ પૂજ્ય નથી?
ઉત્તર- કારણ કે એમાં પર્યાયનો વ્યવહારનો) નિષેધ થતો નથી. જ્યારે નિશ્ચયનયમાં પર્યાયનો નિષેધ થાય છે.
પ્રશ્ન- નિશ્ચયનયમાં તો એક દ્રવ્ય જ માત્ર છે, જ્યારે પ્રમાણજ્ઞાનમાં તો દ્રવ્ય-પર્યાય બન્નેય આવે છે. માટે તે પ્રમાણજ્ઞાન પૂજ્ય કેમ નહિ?
ઉત્તર- કારણ કે નિશ્ચયનયમાં પર્યાયનો નિષેધ છે અને સ્વનો આશ્રય છે. પર્યાયના નિષેધપર્વક સ્વનો આશ્રય કરે છે તેથી નિશ્ચયનય પુજ્ય છે. આવી ખુલ્લી ચોખ્ખી વાત છે. કોઈ બીજા પ્રકારે માને તો માનો, પણ તેથી વસ્તુસ્વરૂપ કાંઈ બદલાઈ જતું નથી.
પ્રશ્ન- જો ઉપાદાનથી જ (કાર્ય) થતું હોય તો આપે બોલવાની ( પ્રવચન કરવાની) કાંઈ જરૂર નથી. પણ આપ બોલો તો છો? આપ નિમિત્તનો આશ્રય જ્યારે લો છો ત્યારે તો બીજાને સમજાવી શકો છો. માટે નિમિત્ત સિદ્ધ થઈ ગયું.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #107
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૫૦-૫૫ ]
[ ૯૫
ઉત્તર- ભગવાન ! નિમિત્ત તો છે. (છે એનો કોણ નિષેધ કરે?). પણ નિમિત્ત કરે શું? ભાઈ ! શરીરના એકેએક રજકણનો તે તે કાળે પરિણમવાનો સ્વભાવ છે તેથી તે પોતાના કારણે સ્વકાળે પરિણમે છે. તેમાં નિમિત્તનો દાવ જ કયાં છે? રમતમાં દાવ આવે ત્યારે પાસા નાખે છે. પણ અહીં તો નિમિત્તનો દાવ જ આવતો નથી. કહ્યું છે ને કે
એક ચક્રસૌ રથ ચલે રવિકી યહૈ સ્વભાવ.'
જેમ સૂર્યનો રથ એક પૈડાથી ચાલે છે તેમ દરેક પદાર્થ એકલા પોતાના પરિણમનસ્વભાવથી જ પરિણમે છે, તેમાં બીજાની અપેક્ષા નથી. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ શુદ્ધરત્નત્રયના પરિણમનમાં પણ પરની અપેક્ષા નથી. શ્રી નિયમસારની બીજી ગાથાની ટીકામાં આવે છે કે “નિજ પરમાત્મતત્ત્વનાં સમ્યક-શ્રદ્ધાન-જ્ઞાન-અનુષ્ઠાનરૂપ શુદ્ધરત્નત્રયાત્મક માર્ગ પરમ નિરપેક્ષ હોવાથી મોક્ષનો ઉપાય છે.' આમ નિશ્ચય મોક્ષમાર્ગને વ્યવહારની કે નિમિત્તની અપેક્ષા છે જ નહિ. આ પરમ વીતરાગના શાસ્ત્રનું કથન છે.
પ્રશ્ન- તો વ્યવહારનય શી રીતે પ્રયોજનવાન છે?
ઉત્તર- તેને જાણવો તે પ્રયોજનવાન છે. બારમી ગાથાની ટીકામાં આવે છે કે વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે. તે કઈ રીતે? કે નિશ્ચયસ્વભાવનો આશ્રય થતાં સ્વાનુભૂતિ પ્રગટ થાય છે, સમ્યગ્દર્શન થાય છે છતાં પર્યાયમાં અપૂર્ણતા તથા રાગનો અશુદ્ધતાનો ભાગ છે તે કાળ હોય છે. તેને તે તે કાળે જાણવો-“તવાત્વે પ્રયોગનવાન' પ્રયોજવાન છે. જ્યાં સુધી પૂર્ણ શુદ્ધતા થાય નહીં ત્યાં સુધી પર્યાયમાં જે અશુદ્ધતાનો ભાગ છે તેને તે સમયે જાણવો-એમ વ્યવહારનય જાણેલો પ્રયોજનવાન છે. વ્યવહારનય છે, વ્યવહારનયનો વિષય પણ છે; પરંતુ વ્યવહારનય જાણેલો પ્રયોજનવાન છે, આદરેલો નહિ.
ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય છે તે નિશ્ચયનયનો વિષય છે. જ્યારે પર્યાયમાં જે સાધકપણું છે, અપૂર્ણતા છે અર્થાત્ શુદ્ધતા તેમ જ અશુદ્ધતાના અંશો છે એ બધો વ્યવહારનયનો વિષય છે. તેને તે કાળે જાણેલો પ્રયોજનવાન છે. વ્યવહારનય આશ્રય કરવા લાયક નથી માટે વ્યવહારનય છે જ નહિ એમ નથી. જો વ્યવહારનય હોય જ નહિ તો ચોથું, પાંચમું, છઠ્ઠ, આદિ ગુણસ્થાનો બનશે જ નહિ. અને તો પછી તીર્થનો જ નાશ થશે, અર્થાત્ પર્યાયના જે ભેદ છે તે રહેશે જ નહિ. માટે જેમ નિશ્ચયનયનો વિષય છે, તેમ વ્યવહારનયનો પણ વિષય તો છે પણ તે આશ્રય કરવા લાયક નથી એમ યથાર્થ સમજવું.
અહીં કાશ્મણ શરીરની વાત ચાલે છે. જે કર્મનો ઉદય છે તે જડની પર્યાય છે, પુદ્ગલના પરિણામમય છે. માટે તે ભગવાન આત્માથી ભિન્ન છે એમ કહે છે. પાઠમાં તો શરીરને આત્માથી ભિન્ન ન કહેતાં અનુભૂતિથી ભિન્ન કહ્યું છે, કેમકે રાગ, કર્મ અને શરીરની પરિણતિથી લક્ષ છોડીને જેણે એક ચૈતન્યસ્વભાવી આત્માના લક્ષ અનુભૂતિ પ્રગટ કરી છે તેને તેઓ ભિન્ન છે એમ જણાય છે. શરીરાદિને કહેવા છે તો આત્માથી ભિન્ન, પણ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #108
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૯૬ ]
| પ્રવચન રત્નાકર ભાગ-૩
જ્યારે શરીરાદિથી ભિન્ન પરિણતિ કરે ત્યારે ભિન્ન છે એમ ખ્યાલ આવે ને? તેથી તે શરીરાદિ અનુભૂતિથી ભિન્ન છે એમ અહીં કહ્યું છે.
ઔદારિક શરીર પુદગલમય પરિણામ છે. તેનું ક્ષણે ક્ષણે જે પરિણમન થાય છે તે જડ પુદ્ગલમય છે. તે જીવમય નથી કે જીવના પરિણામમય નથી. અંદર આત્મા છે માટે તે ચાલે છે, પરિણમે છે એમ નથી. તેવી રીતે રાગનું નિમિત્ત છે માટે કાર્મણ શરીરનું પરિણમન થાય છે એમ નથી. રાગ છે માટે તે વખતે કર્મને ચારિત્રમોહપણે પરિણમવું પડે છે એમ નથી. તે વખતે પરમાણુમાં તે રીતે પરિણમવાનો સ્વકાળ છે તેથી તે રીતે તે પરિણમે છે. એમાં રાગની કાંઈ અપેક્ષા નથી. તેમ આહારક ઋદ્ધિધારી મુનિને પ્રશ્ન પૂછવાનો વિકલ્પ આવ્યો માટે આહારક શરીર બન્યું એમ નથી. તે સમયે આહારક શરીરનો પરિણમવાનો કાળ હતો માટે તે આહારક શરીર બન્યું છે. જીવે તેને બનાવ્યું એમ કહેવું એ બધી (વ્યવહારની) વાતો છે.
વૈક્રિયક શરીર અનેક રૂપ ધારણ કરે છે. તે વૈક્રિયક શરીરના પરમાણુઓની પર્યાય પુદગલમય છે. જીવની ઇચ્છા છે માટે તે અનેક રૂપ ધારણ કરે છે એમ નથી. જે તે ક્ષણે જે રૂપે પરિણમવાનો તેનો સ્વકાળ છે તે રૂપે તે સ્વયં પરિણમે છે. આ પ્રમાણે ઔદારિક, વૈક્રિયક, આહારક, તૈજસ અને કાર્મણ શરીર–બધાય જીવને નથી, કારણ કે તે પુદ્ગલ દ્રવ્યના પરિણામમય હોવાથી પોતાની અનુભૂતિથી ભિન્ન છે. નિજ શબ્દ પરમાત્માની અનભતિમાં તેઓ ભિન્ન ભાસે છે તેથી તે જીવને નથી. પરથી ભિન્ન પડીને જ્યારે આત્માનુભૂતિ કરે છે ત્યારે તે અનુભૂતિથી શરીરના પરિણામ તદ્દન ભિન્ન રહી જાય છે.
જુઓ, ઔદારિક, વૈક્રિયક, આદિ શરીર (શરીરપણે) છે ખરાં, પણ તે બધાંય જીવને નથી. જીવ તો શરીર વિનાનો ચૈતન્યરૂપે ત્રિકાળ છે. વિશ્વમાં વસ્તુઓ અનંત છે. જે અનંત છે તે અનંતપણે કયારે રહે? કે જ્યારે એકબીજાના કાર્યને કરે નહિ ત્યારે. એકબીજામાં ભળે નહિ તો અનંત અનંતપણે રહે. જો એકથી બીજાનું કાર્ય થાય તો પૃથકપણે અનંત વસ્તુ રહે નહીં. જો દરેક વસ્તુની પરિણતિ પોતાથી થાય અને બીજાથી ન થાય એમ રહે તો જ અનંત વસ્તુઓની અનંતપણે હયાતી સિદ્ધ થાય. તેથી જીવ અને ઔદારિક આદિ શરીર જેમ છે તેમ પૃથક પૃથક સમજવાં જોઈએ.
૭. સમચતુરસ્ત્રસંસ્થાન જે શરીરનો આકાર છે તે પણ પુદ્ગલમય પરિણામ છે. તે તેના પોતાના કારણે થાય છે. નામકર્મનો ઉદય નિમિત્ત છે માટે થાય છે એમ નથી. અહા ! ગજબ વાત છે! અંદર પુણ્યનો ઉદય છે માટે પૈસા આવે છે એમ નથી, કારણ કે ઉદયના પરિણામ ભિન્ન છે અને જે પૈસા આવે છે એની પરિણતિ ભિન્ન છે. માટે કર્મને લઈને પૈસા આવે છે એ વાત યથાર્થ નથી. સાતાના ઉદયને લઈને અનુકૂળ સંજોગો મળે છે એમ કહેવું એ પણ કથનમાત્ર છે, વસ્તસ્વરૂપ એમ નથી. તેવી રીતે અસાતાના ઉદયને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #109
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૫૦-૫૫ ]
[ ૯૭
લઈને શરીરમાં રોગ થાય છે તે પણ નિમિત્તનું કથન છે. બાકી તો શરીરના પરમાણુઓને રોગરૂપે પરિણમવાનો કાળ હોવાથી રોગરૂપે પરિણમે છે. સમચતુરસ્ત્ર સંસ્થાનની જેમ ન્યગ્રોધ પરિમંડળ, સ્વાતિ, કુન્ધક, વામન અથવા હુડક સંસ્થાન-તે બધાય જીવને નથી કારણ કે તે પુદગલદ્રવ્યના પરિણામમય હોવાથી અનુભૂતિથી ભિન્ન છે. આ શરીરનો જે આકાર છે તે બધો જડનો આકાર છે. પુદગલના પરિણામમય છે. આત્માને લઈને તેમાં કાંઈ થાય છે એમ તો નથી, પણ પૂર્વે જે શુભાશુભભાવ કરેલા ત્યારે જે કર્મ બંધાયાં હતાં તે કર્મને લઈને એમાં કાંઈ થાય છે એમ પણ નથી.
૮. હવે સંહનાની-હાડકાની મજબૂતાઈની વાત કરે છે. વજર્ષભનારા સંહનન વિના કેવળજ્ઞાન ન થાય એમ આવે છે ને? ભાઈ, નિશ્ચયથી તો કેવળજ્ઞાનની પર્યાય પોતાના કારણે થાય છે, દ્રવ્યના તથા ગુણના કારણે થાય છે એમ પણ નથી. તે પર્યાયનું પરિણમન, પોતાના પક્કરકથી તે રૂપે પરિણમવાનો કાળ છે તેથી થાય છે, વજર્ષભનારા સંહનન નિમિત્ત છે માટે કેવળજ્ઞાન થાય છે એમ નથી. સ્ત્રીને ત્રણ સંહનો હોય છે, અને તેથી તેને કેવળજ્ઞાન થાય નહીં એમ શાસ્ત્રમાં આવે છે. એ તો સ્ત્રી પર્યાયમાં કેવળજ્ઞાન થવાની યોગ્યતા નથી તેથી થતું નથી ત્યારે નિમિત્ત કેવું હોય છે તેનું ત્યાં જ્ઞાન કરાવ્યું છે. સ્ત્રીનું શરીર છે માટે સાધુપણું આવતું નથી એમ નથી. પરંતુ સ્ત્રીનો દેહુ હોય તેને આત્માની પરિણતિનું છઠ્ઠ ગુણસ્થાન આવે એવી યોગ્યતા જ હોતી નથી એમ નિમિત્તનું ત્યાં યથાર્થ જ્ઞાન કરાવ્યું છે.
જેને પૂર્ણજ્ઞાન થવાનું છે તેના શરીરની દશા નગ્ન જ હોય છે. વસ્ત્ર હોય અને મુનિપણું આવે તથા વસ્ત્ર સહિતને કેવળજ્ઞાન થાય એ વસ્તુનું સ્વરૂપ જ નથી. છતાં પારદ્રવ્ય છે માટે કેવળજ્ઞાન નથી એમ નથી. ભારે વિચિત્ર! એક બાજુ એમ કહે કે વસ્ત્ર સહિતને મુનિપણું આવે નહીં અને વળી પાછું એમ કહે કે પરદ્રવ્ય નુકશાન કરે નહિ! ભાઈ, મુનિપણાની દશા છે તે સંવર-નિર્જરાની દશા છે. હવે જે સંવર-નિર્જરાની દશા છે તે કાળમાં વિકલ્પની એટલી જ મર્યાદા છે કે તેમાં વસ્ત્રાદિગ્રહણનો (હીન) વિકલ્પ હોઈ શકે નહીં. તેથી જેને વસ્ત્ર-ગ્રહણનો વિકલ્પ છે તેને તે ભૂમિકામાં મુનિપણું સંભવિત નથી. તેથી જે કોઈ વસ્ત્ર સહિત મુનિપણું માને છે તેને આગ્નવસહિત સાતેય તત્ત્વની ભૂલ છે. તેથી તો શ્રી કુંદકુંદાચાર્યદેવે કહ્યું છે કે વસ્ત્રનો ધાગો પણ રાખીને જો કોઈ મુનિપણું માને કે મનાવે તો તે નિગોદમાં જાય છે. (અષ્ટપાહુડ) અહીં કહે છે કે સહુનનમાત્ર જીવન નથી. જે વર્ષભનારાચ, વજનારાચ, નારાચ, અર્ધનારાચ, કીલિકા, અથવા અસંપ્રાસાસૃપાટિકા સંહનન છે તે બધુંય જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી અનુભૂતિથી ભિન્ન છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #110
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૯૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૩
૯. હવે રાગની વાત કરે છે. જે પ્રીતિરૂપ રાગ છે તે બધોય જીવને નથી. આ દયા, દાન, વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિ શુભરાગ છે તે બધોય જીવને નથી, કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય છે અને તેથી અનુભૂતિથી ભિન્ન છે. આકરી વાત, ભાઈ! અહીં કહે છે કે જે મહાવ્રતના પરિણામ છે તે પુદ્ગલના પરિણામ છે. સ્વભાવમાં તો એવો કોઈ ગુણ નથી જે રાગરૂપે પરિણમે. છતાં પર્યાયમાં જે રાગ થાય છે તે નિમિત્તને આધીન થતાં થાય છે. માટે જે રાગ થાય છે તેને પુદ્ગલના પરિણામમય કહ્યો છે. જુઓ, વ્યવહારરત્નત્રયના ભાવને પણ પુદ્ગલના પરિણામ કહ્યા છે. માટે જે વ્યવહારરત્નત્રયથી નિર્જરા થવી માને છે તે અચેતના પુદ્ગલથી ચૈતન્યભાવ થવો માને છે. પણ એ ભૂલ છે.
ભગવાન આત્મા ચૈતન્યસ્વરૂપ જ્ઞાનકુંજ પ્રભુ આનંદનો કંદ છે પ્રીતિરૂપ રાગ સઘળોય તેને નથી કેમ કે તે પુદ્ગલના પરિણામમય છે. ત્રિકાળી શુદ્ધ ચૈતન્યના અંતરમાં ઢળેલી પર્યાય જે અનુભૂતિ તે અનુભૂતિથી રાગ ભિન્ન રહી જાય છે. અહાહા...! ત્રિકાળી શુદ્ધ ઉપાદાનમાં નિમગ્ન થયેલી અનુભૂતિથી રાગ સઘળોય ભિન્ન રહી જાય છે. ભાઈ ! જેને પ્રીતિરૂપ રાગનો પ્રેમ છે, મંદ રાગનો પ્રેમ છે તેને ખરેખર પુદ્ગલનો પ્રેમ છે, તેને આનંદનો નાથ ભગવાન આત્માનો પ્રેમ નથી. જેને શુભરાગનો પ્રેમ છે તે આત્માના પડખે ચડયો જ નથી. તેને આત્મા પ્રત્યે અનાદર છે. અહીં કહે છે કે સ્વદ્રવ્યના આશ્રયે જે નિર્મળ અનુભૂતિ પ્રગટ થાય છે તે અનુભૂતિથી શુભાશુભ સઘળોય રાગ પર તરીકે ભિન્ન રહી જાય છે તેથી રાગ બધોય જીવને નથી.
પ્રશ્ન:- રાગને પુદ્ગલ પરિણામમય કેમ કહ્યો? શાસ્ત્રમાં તો એમ આવે છે કે જીવને દસમાં ગુણસ્થાન સુધી રાગ હોય છે ?
ઉત્તર- ભાઈ ! રાગ છે તે વસ્તુદષ્ટિથી જોતાં સ્વભાવભૂત નથી. રાગમાં ચૈતન્યના નૂરનો અંશ નથી. આત્મા ચિન્માત્રસ્વરૂપ ભગવાન અનંતશક્તિથી મંડિત મહિમાવંત પદાર્થ છે, પણ તેમાં એકેય શક્તિ એવી નથી જે રાગ ઉત્પન્ન કરે, વિકારરૂપે પરિણમે. છતાં પર્યાયમાં જે રાગ થાય છે તે પર્યાયનો ધર્મ છે. નિમિત્તને આધીન થઈ પરિણમતાં પર્યાયમાં રાગ થાય છે. (સ્વભાવને આધીન થતાં રાગ થતો નથી). તથા તે સ્વાનુભૂતિથી ભિન્ન પડી જાય છે. માટે અસંખ્યાત પ્રકારે થતો સઘળોય શુભાશુભ રાગ, જીવભાવરૂપ નહિ હોવાથી તથા અનુભૂતિથી ભિન્ન પડી જતો હોવાથી નિશ્ચયથી પુદ્ગલ પરિણામમય કહ્યો છે. જોકે અશુદ્ધ નિશ્ચયથી રાગને
જીવની પર્યાય કહી છે, પરંતુ અશુદ્ધ નિશ્ચય છે એ જ વ્યવહારનય છે. પર્યાયનું યથાર્થ જ્ઞાન કરાવવા સિદ્ધાંતમાં અશુદ્ધનિશ્ચયનયથી એટલે કે અસદ્દભૂત વ્યવહારનયથી દસમાં ગુણસ્થાન સુધી જીવને રાગ હોય છે એમ કહ્યું છે. વાસ્તવમાં રાગ પરરૂપ અચેતન જડ પુદ્ગલપરિણામમય છે. રાગ જો જીવનો હોય તો કદીય જીવથી ભિન્ન પડે નહિ તથા જીવની જે (રાગ રહિત) નિર્મળ અનુભૂતિ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #111
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૫૦-૫૫ ]
[ ૯૯ થાય છે તે થાય જ નહિ. ભાઈ ! આ તો વીતરાગ સર્વજ્ઞનો માર્ગ કોઈ અલૌકિક છે! (તેને ખૂબ રુચિથી સમજવો જોઈએ).
૧૦. જે અપ્રીતિરૂપ વૈષ છે તે બધોય જીવને નથી. અસંખ્ય પ્રકારના જે અણગમારૂપ દ્રષના ભાવ છે તે બધાય જીવને નથી કારણ કે જ્યારે અનુભૂતિ થાય છે ત્યારે તે દ્વેષભાવ ભિન્ન રહી જાય છે. વૈષભાવમાં ચૈતન્યના જ્ઞાનનો અંશ નથી. તેથી તે જીવથી અન્ય અજીવ પુદ્ગલ-પરિણામમય છે. આ અજીવ અધિકાર ચાલે છે ને? જીવ તો ચૈતન્યમય ચિસ્વરૂપ છે. તેની ચૈતન્યશક્તિનો અંશ દ્વષમાં નથી. માટે દ્વેષ સઘળોય અચેતન અજીવ છે કેમકે અનુભૂતિથી તે ભિન્ન છે.
૧૧. જે યથાર્થ તત્ત્વની અપ્રતિપત્તિરૂપ મોહ છે તે બધોય જીવને નથી. વાસ્તવિક ચિધનસ્વરૂપ ચિદાનંદમય આત્માની વિપરીત માન્યતારૂપ મોહ છે. એવો મોહભાવ બધોયા આત્માને નથી કારણ કે તે પુદ્ગલપરિણામમય હોવાથી પોતાની અનુભૂતિથી ભિન્ન છે. અહાહા ! જેણે નિજ ચૈતન્યમય સ્વદ્રવ્યનો આશ્રય લીધો છે તે મિથ્યાત્વના પરિણામથી ભિન્ન પડી જાય છે. તેનામાં મિથ્યાત્વના પરિણામ રહેતા નથી એમ અહીં કહે છે. ચૈતન્યના સત્વરૂપ જે આત્મા છે તેનાથી અનેક વિપરીત માન્યતારૂપ મોહ છે. એ સઘળોય મોહ જીવને નથી કેમકે ચૈતન્યના સત્ત્વમાં તેનો પ્રવેશ નથી અને શુદ્ધ ચૈતન્યનો એકનો અનુભવ કરતાં એ બધીય
ધ્યા માન્યતાપ મિથ્યાત્વનો નાશ થઇ જાય છે. જગતમાં તત્ત્વના સ્વરૂપથી વિપરીત અનેક મિથ્યા માન્યતાઓ હોય છે. તે બધીય જડ પુદગલના પરિણામમય હોવાથી સ્વાનુભૂતિથી ભિન્ન છે. એટલે કે સ્વાનુભૂતિ થતા એ બધીય મિથ્યા માન્યતાઓનો અભાવ થઈ જાય છે માટે તે જીવને નથી.
૧૨. હવે આસ્ત્રવની વાત કરે છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ જેમનાં લક્ષણ છે એવા જે પ્રત્યયો એટલે કે આગ્નવો-તે બધાય જીવને નથી. અહીં કષાયમાં પ્રમાદ ગર્ભિત થઈ જાય છે. અહીં મલિન પર્યાયને-ભાવાન્સવને પુદ્ગલના પરિણામમય કહ્યા છે, કારણ કે પોતે
જ્યાં ચૈતન્યમૂર્તિ ભગવાન આત્માનો આશ્રય કરે છે ત્યાં આસ્રવના પરિણામ અનુભૂતિથી ભિન્ન રહી જાય છે. મિથ્યાત્વ તો ત્યારે ન જ હોય પણ અન્ય આસ્રવો પણ ભિન્ન રહી જાય છે. આ જડ મિથ્યાત્વાદિની વાત નથી. આ તો જે મલિન પરિણામરૂપ આસ્રવો-મિથ્યાત્વભાવ, અવિરતિભાવ, છઠ્ઠા ગુણસ્થાનનો પ્રમાદ કષાયભાવ, અને યોગ છે તે જીવના પરિણામ નથી કેમકે તે અનુભૂતિથી ભિન્ન છે. જો તે ચૈતન્યસ્વરૂપ જીવના પરિણામ હોય તો સદાય ચૈતન્યની સાથે રહે. પણ એમ નથી કેમકે ચૈતન્યના અનુભવથી તેઓ ભિન્ન રહી જાય છે.
આત્મા શુદ્ધ ચૈતન્યમૂર્તિ ભગવાન છે. તેના પરિણામ, જ્ઞાન અને આનંદમય જ હોય છે. ચિ7ક્તિ જેનું સર્વસ્વ છે એવી ચૈતન્યમય વસ્તુના પરિણામ ચૈતન્યની જાતના જ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #112
--------------------------------------------------------------------------
________________
Version 001,a: remember to check h††p://www.AtmaDharma.com for updates
૧૦૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૩
હોય. શુદ્ધ ચૈતન્યસ્વભાવના આશ્રયે ઉત્પન્ન થયેલ પરિણામ શુદ્ધ ચૈતન્યમય જ હોય. પરંતુ આ આસવો બધાય પુદ્દગલ પરિણામમય હોવાથી સ્વાનુભૂતિથી ભિન્ન છે. તેથી તે જીવને નથી. અહો ! આચાર્યદેવે સ્વભાવની દૃષ્ટિ કરી સ્વાનુભૂતિની નિર્મળ પરિણતિ પ્રગટ કરવાની શું પ્રેરણા કરી છે!
તો મોક્ષમાર્ગપ્રકાશકમાં સાતમા અધિકારમાં શ્રીમાન પંડિતપ્રવ૨ ટોડરમલજીએ એમ કહ્યું છે કે‘ભાવકર્મ એ આત્માનો ભાવ છે અને તે નિશ્ચયથી આત્માનો જ છે, પરંતુ કર્મના નિમિત્તથી થાય છે તેથી વ્યવહારથી તેને કર્મનો કહીએ છીએ' વળી પંચાસ્તિકાયમાં પણ ભાવકર્મ આત્માનો ભાવ છે એમ કહ્યું છે. તે ભાવકર્મ થાય છે તે પોતાનો છે અને પોતાથી થાય છે એમ તેમાં કહ્યું છે. કર્મનો કહેવો એ તો નિમિત્તથી-વ્યવહારથી કહેવાય છે. નિશ્ચયથી તો વિકારના પરિણામ જીવમાં થાય છે અને તેને જીવ કરે છે. ઉપ૨ કહ્યું તે બન્ને શાસ્ત્રોમાં શૈલી જુદી છે. એમાં રાગ પોતાની પર્યાયમાં થાય છે તે તેમ જ્ઞાન કરાવવાનું પ્રયોજન છે. (સ્વભાવને ઓળખે નહિ અને) કોઈ એમ માની લે કે આસ્રવના પરિણામ જડથી છે અને જડના છે તેને પર્યાયનું યથાર્થ જ્ઞાન કરાવવા એમ કહ્યું કે ભાવકર્મ જીવના પરિણામ છે. (અન્યથા તે આસ્રવોથી નિવૃત્ત થવા શા માટે ઉપાય કરે?)
અહીં આ ગાથામાં અપેક્ષા જુદી છે. ભાવકર્મ પ્રથમ આત્માના (અવસ્થામાં ) સિદ્ધ કરી પછી તે જીવને નથી એમ કહ્યું છે. અહાહા! આત્મા ચૈતન્યસ્વરૂપ જ્ઞાયકસ્વભાવી આખું અભેદ ચૈતન્યદળ છે. એનો અનુભવ કરતાં આસ્રવો અનુભવમાં (જ્ઞાનમાં) સ્વપણે આવતા નથી, જુદા જ રહી જાય છે. માટે તેઓ નિશ્ચયે જીવના નથી. અહીં દષ્ટિ અપેક્ષાએ કથન કર્યું છે. ભાઈ! વીતરાગ પરમેશ્વરનો માર્ગ સૂક્ષ્મ છે. (જ્યાં જે શૈલી હોય તે યથાર્થ સમજવી જોઈએ )
એક બીજુ એમ કહે કે મિથ્યાત્વના બે પ્રકાર છે, એક જીવ મિથ્યાત્વ અને બીજુ અજીવ મિથ્યાત્વ. (સમયસાર ગાથા ૧૬૪/૬૫) ભાઈ! એ કઈ અપેક્ષાએ કહ્યું છે? એ તો જીવના પરિણામ જીવમાં અને જડના પરિણામ જડમાં એટલું બતાવવા કહ્યું છે. જ્યારે અહીં તો કહે છે કે ચૈતન્યસ્વરૂપ જે ત્રિકાળી શુદ્ધ આત્મા છે તેના તે આસ્રવ પરિણામ નથી, કારણ કે અનુભૂતિની પર્યાય નિજ ચૈતન્યસ્વભાવમાં ઢળતાં તે આસ્રવો અનુભૂતિથી ભિન્ન રહી જાય છે, અનુભવમાં આવતા નથી. ભાઈ, આ તો અંતરના અનુભવની વાત છે. તે કાંઈ કોરી
પંડિતાઈથી પાર પડે એમ નથી.
અહાહા....! ચૈતન્યસ્વરૂપી જે જીવવસ્તુ છે તેને મિથ્યાત્વાદિ આસવો નથી. કેમ તેને નથી ? કેમકે ચૈતન્યસ્વરૂપ ભગવાનની અનુભૂતિ કરતાં તે આસ્રવો જુદા રહી જાય છે. તેનું ( આસ્રવનું ) અસ્તિત્વ ભલે હો, પરંતુ તે અસ્તિત્વ ૫૨ અજીવ તરીકે રહી જાય છે. આસવો જીવને નથી તેથી તેઓ પર્યાયમાં તદ્દન ઉત્પન્ન જ થતા નથી એમ નથી. એ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #113
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૫૦ થી ૫૫ ]
[ ૧૦૧
તો આગળના ગુણસ્થાને જાય ત્યારે (ક્રમશઃ) ઉત્પન્ન ન થાય. પરંતુ નીચેના ગુણસ્થાને (યથાસંભવ) ઉત્પન્ન તો થાય છે, પરંતુ અનુભૂતિમાં આવતા નથી. આત્માનુભવ થતાં મિથ્યાત્વના પરિણામ તો ઉત્પન્ન જ થતા નથી. પરંતુ બીજા આઝૂવો તો છે. પરંતુ સ્વરૂપમાં ઢળેલી જે અનુભૂતિ તે અનુભૂતિથી તેઓ ભિન્ન રહી જાય છે માટે તે જીવના નથી, પુદ્ગલના પરિણામ છે. અહો વસ્તુનું સ્વરૂપ ! અહો સમયસાર! એમાં કેટકેટલું ભર્યું છે, હું!
ત્યારે કોઈ વળી એમ કહે છે કે (સોનગઢમાં) એકલું સમયસાર શાસ્ત્ર જ વાંચે છે. ભાઈ ! એમાં દોષ શું છે? સમયસાર નાટકમાં શ્રી બનારસીદાસજીએ શું કીધું છે? ત્યાં કહ્યું છે
પાંડે રાજમલ્લ જિનધર્મી,
સમયસાર નાટકકે મમી; તિન ગિરંથકી ટીકા કીની,
બાલબોધ સુગમ કર દીની. ઈહિ વિધિ બોધ-વચનિકા ફેલી,
સર્મ પાય અધ્યાતમ શૈલી; પ્રગટી જગમાંહિ જિનવાણી,
ઘર ઘર નાટક કથા બખાની.'
જગતમાં જિનવાણીનો પ્રચાર થયો અને ઘેર ઘેર સમયસાર નાટકની ચર્ચા થવા લાગી. હવે એની ચર્ચા ફેલાઈ એટલે શું અન્ય શાસ્ત્રો ખોટા છે એમ અર્થ છે? અન્ય શાસ્ત્રોનો પ્રચાર ઓછો છે એટલે એ ખોટાં છે એમ ઠરાવાય ? બાપુ! એમ અર્થ ન થાય. વળી ત્યાં જ આગળ એમ લખ્યું છે કે રૂપચંદ આદિ વિવેકી પંડિતો પાંચેય એક સ્થાનમાં બેસીને પરમાર્થની જ ચર્ચા કરતા હતા, બીજી કાંઈ નહિ “પરમારથ ચર્ચા કરે, ઇનકે કથા ન ઔર.” એથી શું એ એકાન્ત થઈ ગયું? પણ જેની બુદ્ધિ મલિન છે તે એને સમજી શકે નહિ તો શું થાય? ભાઈ ! સમયસાર એ તો દિવ્યધ્વનિનો સાર છે.
૧૩. જે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુ, નામ, ગોત્ર અને અંતરાયરૂપ કર્મ છે તે બધુંય જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી અનુભૂતિથી ભિન્ન છે. શું કહ્યું? કે જીવને આઠ કર્મ નથી કારણ કે તે પરદ્રવ્ય છે. તે પરદ્રવ્ય કેમ છે? કારણ કે કર્મના સંગે તેના તરફના વલણનો જે ભાવ હુતો તે સ્વદ્રવ્યની અનુભૂતિથી ભિન્ન પડી જાય છે માટે.
પ્રશ્ન- કર્મ તો આત્માને રોકે છે એમ આવે છે ને?
ઉત્તર- આત્માને કોણ રોકે ? પોતે (વિકારમાં) રોકાય છે ત્યારે “કર્મ રોકે છે”
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #114
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૨ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૩
એમ કહેવામાં આવે છે. કર્મ તો જડ છે. શું જડ આત્માને રોકી શકે છે? “કર્મ બિચારે કૌન, ભૂલ મેરી અધિકાઈ.” ભૂલ મારી પોતાની જ છે. “અધિકાઈ ' એટલે અધિક એમ નહીં, પણ પોતાની ભૂલને કારણે વિકાર થાય છે. અહીં ગાથામાં કહે છે કે અંદર અનુભૂતિ થતાં એ વિકારના પરિણામ ભિન્ન રહી જાય છે, અનુભવમાં આવતા નથી. આવો જૈન પરમેશ્વરનો માર્ગ લોકોએ લૌકિક જેવો કરી નાખ્યો છે.
પ્રશ્ન:- જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થાય તો જ્ઞાન ઉઘડે ને?
ઉત્તર- (ના). પોતાની યોગ્યતાથી જ્ઞાન ઉઘડે છે તેવી રીતે પોતાની યોગ્યતાથી આત્મામાં (પર્યાયમાં) વિકાર થાય છે.
પ્રશ્ન- જીવનો સ્વભાવ તો કેવળજ્ઞાન છે. છતાં વર્તમાનમાં જે સંસાર અવસ્થા છે તથા જ્ઞાનમાં ઓછપ છે તે કર્મના ઉદયને કારણે છે કે કર્મના ઉદય વિના છે?
ઉત્તર- વર્તમાન સંસાર અવસ્થામાં જ્ઞાનની જે ઓછપ છે તે પોતાના કારણે છે. કર્મના ઉદયને કારણે થઈ છે એમ નથી. એનું ઉપાદાનકારણ પોતે આત્મા છે. પોતાની યોગ્યતાથી જ જ્ઞાનમાં ઓછપ થઈ છે, કર્મના કારણે નહિ. કર્મ તો જડ પરવસ્તુ છે. તેથી જ્ઞાનાવરણાદિ કર્મો ખરેખર કાંઈ કરતાં નથી. પોતાનું અશુદ્ધ ઉપાદાન છે તેથી જ્ઞાનમાં ઓછપ થઈ છે. કર્મ તો ત્યાં નિમિત્ત માત્ર છે. કર્મ માર્ગ આપે તો ક્ષયોપશમ થાય એમ નથી. પોતાની યોગ્ય અને કર્મના કારણે કર્મમાં ક્ષયોપશમ થાય છે. કર્મના ઉદયને કારણે જ્ઞાન હીણું છે એમ નથી. પણ પોતે જ્યારે જ્ઞાનની હીણી દશારૂપે પરિણમે ત્યારે જ્ઞાનાવરણીય કર્મ નિમિત્ત માત્ર છે.
પરંતુ અહીં બીજી વાત છે. અહીં તો એમ કહે છે કે, વસ્તુ જે શુદ્ધ ચૈતન્ય-સ્વભાવી આત્મા છે એમાં ઢળતાં તે કર્મના પરિણામ અનુભવમાં આવતા નથી, અનુભૂતિથી ભિન્ન પરપણે રહી જાય છે. કર્મના જે પરિણામ છે તે જડ પુદ્ગલથી નીપજેલા છે. તેથી શુદ્ધ ચૈતન્યસ્વભાવી આત્માથી તેઓ ભિન્ન છે એ વાત તો છે જ પરંતુ અહીં તો એમ કહે છે કે શુદ્ધ ચૈતન્યવસ્તુનો અનુભવ કરતા, તે કર્મો તરફના વલણવાળી જે વિકારી દશા તે અનુભૂતિથી ભિન્ન રહી જાય છે. માટે તે આઠેય કર્મ જીવને નથી. આયુ, વેદનીય આદિ કર્મ જીવને નથી.
આગળ ૬૮મી ગાથામાં આવે છે કે જવપૂર્વક જે જવ થાય છે તે જવ છે. તેમ પુદ્ગલથી પુદ્ગલ થાય. ત્યાં અપેક્ષા એમ છે કે જીવના સ્વભાવમાં વિકાર નથી તથા વિકાર ઉત્પy એવી જીવની કોઈ શક્તિ કે સ્વભાવ નથી. છતાં પર્યાયમાં વિકાર છે તો એનો કોણ છે તો કહે છે કે પુદ્ગલ ત્યાં પર્યાયબુદ્ધિ છોડાવવા એમ કહ્યું કે ચૌદેય ગુણસ્થાન જીવને નથી. ત્યારે મોક્ષમાર્ગ પ્રકાશકમાં એમ આવે છે કે “તત્ત્વનિર્ણય કરવામાં કાંઈ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #115
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૫૦ થી ૫૫ ]
[ ૧૦૩
કર્મનો તો દોષ છે નહિ પણ તારો જ દોષ છે. તે પોતે તો મહંત રહેવા ઇચ્છે છે અને પોતાનો દોષ કર્માદિકમાં લગાવે છે? પણ જિનઆજ્ઞા માને તો આવી અનીતિ સંભવે નહિ.” જુઓ વિકાર કર્મથી થાય છે એમ માનનારા અનીતિ કરે છે. એ અનીતિ જૈનદર્શનમાં સંભવિત નથી.
ત્યાં મોક્ષમાર્ગ પ્રકાશકમાં એમ કહેવું છે કે વિકાર થાય છે તે પોતાના અપરાધથી જ થાય છે, કર્મથી કે નિમિત્તથી નહિ. જ્યારે આ ગાથામાં અહીં એમ કહે છે કે જીવને વિકાર નથી કેમકે સ્વાનુભૂતિ કરતાં વિકારના પરિણામ અને તેનું નિમિત્ત જે કર્મ તે ભિન્ન રહી જાય છે. તેથી આઠેય કર્મ જીવને નથી. અહીં સ્વભાવની દૃષ્ટિ કરાવવાનું પ્રયોજન છે.
૧૪. જે છ પર્યાભિયોગ્ય અને ત્રણ શરીરયોગ્ય પુલસ્કંધરૂપ નોકર્મ છે તે બધુંય જીવને નથી. આહાર, શરીર, ઇન્દ્રિય, ભાષા, મન અને શ્વાસોચ્છવાસ-એમ છ પર્યાયિયોગ્ય જે પુદ્ગલસ્કંધો છે તથા ત્રણ શરીરયોગ્ય જે પુદ્ગલસ્કંધો છે તે નોકર્મ છે. તે બધુંય જીવને નથી કારણ કે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી પોતાની અનુભૂતિથી ભિન્ન છે. ચૌદ બોલ થયા.
૧૫. જે કર્મના રસની શક્તિઓના-અવિભાગ પરિચ્છેદોના સમૂહુરૂપ વર્ગ છે તે બધોય જીવને નથી કેમકે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી પોતાની અનુભૂતિથી ભિન્ન છે.
૧૬. જે વર્ગોના સમૂહુરૂપ વર્ગણા છે તે બધીય જીવને નથી કારણ કે તે પુદગલદ્રવ્યના પરિણામમય હોવાથી પોતાની અનુભૂતિથી ભિન્ન છે.
૧૭. જે મંદતીવ્ર રસવાળાં કર્મદળોના વિશિષ્ટ વાસરૂપ-વર્ગણાઓના સમૂહુરૂપ-સ્પર્ધકો છે તે બધાય જીવને નથી. જીવનું સ્વરૂપ તો સચ્ચિદાનંદશક્તિમય છે. નિજસ્વરૂપમાં ઝુકાવ કરતાં પરિણામમાં આનંદનો અનુભવ આવે છે. પરંતુ તેમાં કર્મના વર્ગો કે વર્ગણાના સમૂહનો અનુભવ આવતો નથી. જડ તો જીવથી ભિન્ન જ છે. આ કર્મના વર્ગ અને વર્ગણાઓ જે છે તે પુદ્ગલ છે. તેથી તેઓ શુદ્ધ ચૈતન્યથી ભિન્ન જ છે. પરંતુ તે તરફના વલણનો જે ભાવ છે તે પણ સ્વાનુભૂતિથી ભિન્ન છે. એ જડ તરફના વલણવાળી દશા સ્વદ્રવ્યના વલણવાળા ભાવથી જુદી પડી જાય છે માટે વર્ગ, વર્ગણા અને સ્પર્ધકો બધાય જીવને નથી.
૧૮. સ્વપરના એકપણાનો અધ્યાસ એવા જે પરિણામ તે અધ્યાત્મસ્થાનો અર્થાત્ અધ્યવસાય છે. વિશુદ્ધ ચૈતન્ય-પરિણામથી જુદાપણું જેમનું લક્ષણ છે એવાં એ અધ્યાત્મ-સ્થાનો જીવને નથી. અધ્યાત્મસ્થાન એટલે આત્માનાં સ્થાન નહીં. પરની એક્તાબુદ્ધિના અધ્યવસાયને અધ્યાત્મસ્થાન કહ્યાં છે. તે અધ્યાત્મસ્થાનો બધાંય જીવને નથી. “બધાંય” એમ કહ્યું છે ને? એટલે સ્વપરની એક્તાબુદ્ધિના જેટલા ભાવ છે તે બધાંય જીવને નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #116
--------------------------------------------------------------------------
________________
Version 001,a: remember to check h††p://www.AtmaDharma.com for updates
૧૦૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૩
‘વિશુદ્ધ ચૈતન્યપરિણામથી ' એટલે કે સ્વની એક્તાના પરિણામથી. આ પર્યાયની વાત છે. સ્વની એક્તાના પરિણામથી સ્વપરની એક્તાના પરિણામ ભિન્ન છે.
બંધ અધિકા૨ના ૧૭૩મા કળશમાં આવે છે કે-હું ૫૨ જીવની રક્ષા કરું, તેના પ્રાણનો નાશ કરું, તેને સુખ-દુ:ખ આપું એવો જે અધ્યવસાય-સ્વપરની એક્તાબુદ્ધિ-છે તે મિથ્યાત્વ છે. તેનો ભગવાને નિષેધ કરાવ્યો છે. તેથી હું-અમૃતચંદ્રાચાર્ય એમ સમજુ છું કે ૫૨ જેનો આશ્રય છે એવો સઘળોય વ્યવહા૨ છોડાવ્યો છે. આચાર્યદેવ કહે છે કે સર્વ વસ્તુઓમાં જે અધ્યવસાન થાય છે તે બધાંય જિન ભગવંતોએ પૂર્વોક્ત રીતે ત્યાગવા યોગ્ય કહ્યાં છે તેથી અમે એમ સમજીએ છીએ કે પ૨ના આશ્રયે જેટલો કોઈ વ્યવહાર થાય છે તે સઘળોય ભગવાને છોડાવ્યો છે. આ મહાવ્રત, સમિતિ, ગુપ્તિ આદિના જે વિકલ્પ છે તે વ્યવહાર છે અને તે પરના આશ્રય સહિત છે. તેથી તે વ્યવહાર સઘળોય છોડાવ્યો છે. ‘તો પછી આ સત્પુરુષો એક સમ્યક્ નિશ્ચયને જ નિપપણે અંગીકાર કરીને શુદ્ધજ્ઞાનઘનસ્વરૂપ નિજ મહિમામાં સ્થિરતા કેમ ધરતા નથી ? આચાર્ય કહે છે કે -આ પ્રમાણે દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો ભાવ, પંચમહાવ્રતનો ભાવ કે વ્યવહા૨ રત્નત્રયનો ભાવ એ સઘળોય ત્યાજ્ય છે તો પછી સંતો એક નિજ શુદ્ધ ચૈતન્યમાં જ લીન કેમ રહેતા નથી ? (નિજ ચૈતન્યમાં જ લીન રહેવું જોઈએ ).
હું ૫૨ને જીવાડી શકું, તેના પ્રાણની રક્ષા કરી શકું, પરના પ્રાણ હરી શકું, અનુકૂળતાપ્રતિકૂળતા આપી શકું, ભૂખ્યાને અનાજ અને તરસ્યાને પાણી પહોંચાડી દઉં તથા ગરીબોને પહેરવા કપડાં અને રહેવા મકાન દઈ દઉં એવી જે બુદ્ધિ છે તે બધીય એકત્વબુદ્ધિરૂપ અધ્યવસાય છે, મિથ્યાત્વ છે. બાપુ! હું પરને કાંઈ આપી શકું છું એ વાત જ જૂઠી છે. કોઈ પરનું કાંઈ કરી શક્તો જ નથી. આ પ્રમાણે ૫૨ સાથે એકતાબુદ્ધિના ભાવ-અધ્યવસાય તે બધાય નિજ ચૈતન્યદ્રવ્યમાં ઢળેલા વિશુદ્ધ ચૈતન્ય-પરિણામથી ભિન્ન છે કારણ કે તેઓ પુદ્દગલ દ્રવ્યના પરિણામમય છે.
ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યસ્વભાવી વસ્તુ છે. તે એકનો આશ્રય લઈને સ્વાશ્રયે જે પરિણામ થાય છે તે વિશુદ્ધ ચૈતન્ય-પરિણામ છે. તે ચૈતન્યપરિણામથી આ મિથ્યા અધ્યવસાય સઘળાય ભિન્ન છે, જુદા છે. ચૈતન્યના વિશુદ્ધ પરિણામ થાય ત્યાં આ સ્વપરની એક્તાબુદ્ધિના અધ્યવસાય ભાવ રહેતા નથી એમ અહીં કહેવું છે. તેથી અધ્યાત્મસ્થાનો સઘળાય જીવને નથી કેમકે તેઓ પુદ્દગલ પરિણામમય હોવાથી અનુભૂતિથી ભિન્ન છે. સ્વાનુભૂતિ થતાં સ્વપરની એક્તાબુદ્ધિના સઘળા પરિણામ ભિન્ન પડી જાય છે, એટલે અભાવરૂપ થઈ જાય છે. આવી વાત
છે.
પ્રશ્ન:- તમે તો (સ્વરૂપને) સમજવું, સમજવું, સમજવું, બસ એટલું જ કહ્યા કરો છો? (બીજું કાંઈ કરવાનું તો કહેતા નથી.)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #117
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૫૦ થી ૫૫ ]
| [ ૧૦૫
ઉત્તરઃ- ભાઈ ! સ્વરૂપની સમજણ વિના જ અનંતકાળથી જીવ સંસારમાં પરિભ્રમણ કરે છે. શ્રીમદે પણ એ જ કહ્યું છે ને કે:
સર્વ જીવ છે સિદ્ધસમ, જે સમજે તે થાય, સદ્દગુરુ આજ્ઞા જિનદશા, નિમિત્ત કારણ માંય.'
અહીં આ બોલમાં એક વિશેષતા છે. બીજા બધા બોલમાં સમુચ્ચય લીધું છે. જેમકે પ્રીતિરૂપ રાગ છે તે બધોય જીવને નથી કારણ કે તે પુદ્ગલ દ્રવ્યના પરિણામમય હોવાથી અનુભૂતિથી ભિન્ન છે.' આ બોલમાં જે સ્વપરની એક્તાબુદ્ધિના ભાવ-અધ્યવસાય કહ્યા તે વિશુદ્ધ ચૈતન્યપરિણામથી જુદા લક્ષણવાળા કહ્યા છે. અહીં એમ કહેવું છે કે નિજ સ્વરૂપના આશ્રયે જે વિશુદ્ધ ચૈતન્યપરિણામ થાય તેમાં આ મિથ્યા અધ્યવસાય આવતા નથી, ઉપજતા નથી, અભાવરૂપ રહે છે. તથા અધ્યવસાયમાં-સ્વપરની એક્તા-બુદ્ધિના ભાવમાં વિશુદ્ધ ચૈતન્યપરિણામ રહેતા નથી, ઉપજતા નથી. બીજા બોલ કરતાં આમાં આ વિશેષતા લીધી છે કે સ્વપરની એક્તાબુદ્ધિમાં ચૈતન્યના વિશુદ્ધ પરિણામ નથી અને ચૈતન્યના વિશુદ્ધ પરિણામ થતાં સ્વપરની એક્તાબુદ્ધિ રહેતી નથી.
પ્રશ્ન- અમારે વેપાર-ધંધો કરવો, કુટુંબાદિનું ભરણ-પોષણ કરવું, ઈજ્જત-આબરૂ સાચવવી કે પછી બસ આ જ સમજવું ?
ઉત્તર- ભાઈ ! હિત કરવું હોય તો માર્ગ તો આ જ છે, બાપુ! સ્વપરના એકત્વપરિણમનમાં તારી ચડતી દેગડી ઉડી જાય છે એ તો જો હું પરનું કરી શકું, વેપાર કરી શકું, પૈસા કમાઈ શકું, પૈસા રાખી શકું, બીજાને આપી શકું, વાપરી શકું, કુટુંબનું પોષણ કરી શકું, પરની દયા પાળી શકું તથા આબરૂ સાચવી શકું, -ઇત્યાદિ જે સ્વપરની એક્તાબુદ્ધિના અધ્યવસાય છે તે વિશુદ્ધ ચૈતન્યના પરિણામથી વિલક્ષણ છે, જુદા છે. એ મિથ્યા અધ્યવસાયની હયાતીમાં શુદ્ધ ચૈતન્યપરિણામ ઉત્પન્ન થતા નથી એ તો જો. અહીં ટીકામાં કહ્યું છે ને કેસ્વપરના એકપણાનો અધ્યાસ હોય ત્યારે, વિશુદ્ધ ચૈતન્યપરિણામથી જુદાપણું જેમનું લક્ષણ છે એવાં જે અધ્યાત્મસ્થાનો તે જીવને નથી કેમકે તે પુદગલદ્રવ્યના પરિણામમય હોવાથી અનુભૂતિથી ભિન્ન છે.” અધ્યાત્મસ્થાનો એટલે આત્માની નિર્મળતાનાં સ્થાનો એમ અર્થ નથી. અધ્યાત્મસ્થાનોનો અર્થ સ્વપરની એકત્વબુદ્ધિનો અધ્યવસાય છે, એ અધ્યવસાય વિશુદ્ધ ચૈતન્યપરિણામથી જુદો છે. અરે, જુદાપણું જ તેનું લક્ષણ છે. બહુ સૂક્ષ્મ વાત! અહો! આવી વાત દિગંબરોના શાસ્ત્રો સિવાય બીજે કયાંય નથી.
અધ્યાત્મસ્થાનો સઘળાય જીવને નથી. કેમ નથી? તો કહે છે કે તેઓ વિશુદ્ધ ચૈતન્યપરિણામથી જુદા લક્ષણવાળા છે. ચિદાનંદઘન ભગવાન આત્માના આશ્રયે જે સ્વરૂપ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #118
--------------------------------------------------------------------------
________________
Version 001,a: remember to check h††p://www.AtmaDharma.com for updates
૧૦૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૩
એકત્વના વિશુદ્ધ ચૈતન્યપરિણામ થાય તે, ચૈતન્યપરિણામથી જુદાપણું જેનું લક્ષણ છે એવા સ્વપરની એકત્વબુદ્ધિના અધ્યવસાયોથી ભિન્ન છે. જીઓ, વિશુદ્ધ ચૈતન્યના પરિણમનથી અધ્યાત્મસ્થાનોનું જુદું લક્ષણ છે એમ કહીને પછી તે એકત્વબુદ્ધિના પરિણામ અનુભૂતિથી ભિન્ન છે એમ કહ્યું છે. (આશય એમ છે કે સ્વપર એકત્વબુદ્ધિ બની રહે ત્યાંસુધી શુદ્ધ ચૈતન્યના પરિણામ ઉપજે નહિ અને નિજ શુદ્ધાત્માના આશ્રયે સ્વાનુભૂતિ પ્રગટ થતાં એકત્વબુદ્ધિના પરિણામ ઉપજતા નથી.)
૧૯. જુદી જુદી પ્રકૃતિઓના રસના પરિણામ જેમનું લક્ષણ એવાં જે અનુભાગસ્થાનો તે બધાંય જીવને નથી. અનુભાગસ્થાનો તો જડરૂપ છે, પણ આત્મામાં તેના નિમિત્તે જે ભાવ થાય છે તે પણ ખરેખર જીવને નથી. કર્મના અનુભાગના નિમિત્તે આત્મામાં જે પરિણામ થાય છે તે અનુભાગસ્થાનો છે, અને તે જીવને નથી. એકલા જડના અનુભાગ-સ્થાનોની આ વાત નથી. પર્યાયમાં કર્મના ૨સના નિમિત્તે જે ભાવો થાય તે અનુભાગસ્થાનો છે. તે ભાવ છે તો પોતાની પર્યાયમાં પણ તેને અહીં પુદ્દગલદ્રવ્યના પરિણામમય ગણ્યા છે. સ્વભાવની દૃષ્ટિથી જોતાં સ્વભાવ, વિકારના અનુભાગપણે પરિણમે એવો નથી. આત્મદ્રવ્યમાં કોઈ ગુણ કે શક્તિ એવાં નથી જે વિકારરૂપે પરિણમે. તથા નિજ આત્મદ્રવ્યનો અનુભવ કરતાં તે (અનુભાગસ્થાનો ) અનુભૂતિથી ભિન્ન રહી જાય છે. તેથી અનુભાગસ્થાનો બધાંય જીવને નથી.
૨૦. કાયવર્ગણા, વચનવર્ગણા અને મનોવર્ગણાનું કંપન જેમનું લક્ષણ છે એવાં જે યોગસ્થાનો તે બધાંય જીવને નથી. આ વાતને આપણે ત્રણ પ્રકારે વિચારીએ.
પ્રથમ વાતઃ- આત્મામાં જે યોગનું કંપન છે તેને જીવના સ્વભાવની અપેક્ષાએ પુદ્દગલના પરિણામ કહ્યા છે. કંપન છે તો જીવની પર્યાયમાં; છતાં જીવના ત્રિકાળી સ્વભાવની દૃષ્ટિએ તેને પુદ્ગલના પરિણામમાં ગણ્યા છે.
બીજી વાતઃ- સમયસાર સર્વવિશુદ્ધ અધિકારની ૩૭૨ મી ગાથામાં આવે છે કે દરેક દ્રવ્યના પરિણામ પોતાથી થાય છે. જેમ ઘડો માટીથી થાય છે, કુંભારથી એટલે નિમિત્તથી નહિ; તેમ જીવદ્રવ્યની કંપન કે રાગની પર્યાય જે તે સમયે સ્વતંત્ર પોતાના કારણ થાય છે, નિમિત્તના કારણે નહિ. ત્યાં અશુદ્ધ ઉપાદાનથી ઉત્પન્ન થયેલી દશા પોતાની છે એમ સિદ્ધ કર્યું છે. ત્યારે અહીં શુદ્ધ ઉપાદાનની દષ્ટિએ તે કંપનના પરિણામ પુદ્દગલના છે એમ કહ્યું છે.
હવે ત્રીજી વાતઃ- સ્વયંભૂસ્તોત્રમાં બાહ્ય અને અત્યંતર એમ બે કારણથી કાર્ય થાય છે એમ આવે છે. હવે કાર્ય તો અત્યંતર કારણથી જ થાય છે. પરંતુ કાર્યકાળે જોડે નિમિત્ત કોણ છે એનું ત્યાં જ્ઞાન કરાવવાનું પ્રયોજન છે તેથી બીજું બાહ્ય કારણ પણ કહ્યું છે. જેમ નિશ્ચય સ્વભાવનું ભાન થતાં ભૃતાર્થના આશ્રયે સમ્યગ્દર્શન થાય એ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #119
--------------------------------------------------------------------------
________________
Version 001,a: remember to check h††p://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૫૦ થી ૫૫ ]
[ ૧૦૭
નિશ્ચય કહ્યો; તથા પર્યાયમાં જે અશુદ્ધતા-અપૂર્ણતા છે તેને જાણવી તે વ્યવહારનય કહ્યો. તેમ જીવ દ્રવ્યમાં કંપન કે રાગની ઉત્પત્તિ સ્વતઃ (પોતાથી ) થાય છે, ૫૨થી નહિ; અને તે પરિણામ પોતાના જ છે. છતાં બાહ્ય કારણથી થાય છે એમ કહેવું એ નિમિત્તનું જ્ઞાન કરાવનારું વ્યવહારનું કથન છે. એમાં નિશ્ચયથી પર્યાય પોતાથી થાય છે એમ જણાવીને નિમિત્તનું પણ સાથે જ્ઞાન કરાવ્યું છે, કેમકે નિમિત્ત જાણેલું પ્રયોજનવાન છે. વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે એમ બારમી ગાથામાં કહ્યું છે ને? જ્ઞાનનો સ્વપરપ્રકાશક સ્વભાવ છે. તે સ્વને જાણે અને ૫૨ જે નિમિત્ત હોય તેને પણ જાણે નિમિત્તથી કાર્ય થાય છે એમ નહિ પણ કાર્યકાળે નિમિત્તની ઉપસ્થિતિ છે. તેથી નિમિત્ત જાણેલું પ્રયોજનવાન છે, આદરેલું નહિ. બાહ્ય નિમિત્તથી રાગ ઉત્પન્ન થાય છે કે વ્યવહા૨૨ત્નત્રયથી નિશ્ચયરત્નત્રય ઉત્પન્ન થાય છે એમ કહેવું એ વ્યવહારનયનું કથન છે. નિશ્ચયથી તો નિશ્ચય રત્નત્રય નિજ સ્વદ્રવ્યના આશ્રયે જ થાય છે. આવી વાત છે, ભાઈ !
અહીં તો એકલી સ્વભાવષ્ટિની અપેક્ષાથી વાત છે. તેથી તે રાગના, કંપનના પરિણામને પુદ્દગલના કહ્યા છે કારણ કે જે વિભાવ છે તે નીકળી જાય છે. ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યસ્વભાવી જ્ઞાનાનંદસ્વરૂપ વસ્તુ છે. તો તેનું પરિણમન અશુદ્ધ કેમ હોય ? શુદ્ધ ચૈતન્યમય વસ્તુનું પરિણમન તો શુદ્ધ ચૈતન્યમય હોય, અશુદ્ધ ન હોય. તેથી અહીં અશુદ્ધ પરિણમનને પુદ્ગલના પરિણામમય કહ્યું છે. અહીં ત્રિકાળી જ્ઞાયક-સ્વભાવની-શુદ્ધ ઉપાદાનની દષ્ટિ કરાવવાનું પ્રયોજન છે.
જ્યારે ગાથા ૩૭૨માં જે વિકારી અશુદ્ધ પરિણામ થાય છે તે જીવના જીવમાં થાય છે એમ કહ્યું છે તે, તે તે સમયની પર્યાયની જન્મક્ષણ સિદ્ધ કરી છે. રાગાદિ વિકાર નિમિત્તથી નીપજે છે એમ નથી પણ પોતાથી પોતામાં સ્વતંત્રપણે થાય છે. એમ ત્યાં સિદ્ધ કર્યું છે.
તથા સ્વયંભૂસ્તોત્રમાં ભક્તિનો અધિકા૨ હોવાથી શ્રી સમંતભદ્રસ્વામીએ નિમિત્તની હયાતી (બર્હિવ્યાતિ ) સિદ્ધ કરવા એમ કહ્યું કે અત્યંતર અને બાહ્ય કારણની સમગ્રતા એ કાર્ય ઉત્પત્તિનું કારણ છે. જો કે કાર્યની ઉત્પત્તિનું વાસ્તવિક કારણ તો સ્વ (અત્યંતર કારણ ) જ છે. છતાં જોડે જે નિમિત્ત તેનું જ્ઞાન કરાવવા તેને સહુચર દેખી ઉપચારથી આરોપ કરીને, નિમિત્તથી કાર્ય થયું છે એમ વ્યવહારનયથી કહેવામાં આવ્યું છે. તેથી એમ ન સમજવું કે નિમિત્ત આવ્યું માટે કાર્ય થયું કે નિમિત્ત વડે કાર્ય થયું છે. પર્યાયમાં જે વિકાર થાય છે તે શું ચીજ છે? તે છે તો પોતાનો (જીવનો ) જ અપરાધ. તે કોઈ નિમિત્તનો-કર્મનો કરાવ્યો થયો છે એમ નથી. તથા નિમિત્ત છે માટે થયો છે એમ પણ નથી. વિકારી કે નિર્વિકારી પર્યાય, થવા કાળે પોતાની સ્વતંત્રતાથી થાય છે. તે વખતે નિમિત્ત તરીકે બીજી ચીજ હયાત છે, બસ એટલું
જ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #120
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૩
જીવ પોતે ( અશુદ્ધ ઉપાદાન ) વિકારનું કારણ છે એ જ નિશ્ચય કારણ છે. પરંતુ અહીં તો શુદ્ધ જીવ વિકારનું કારણ છે જ નહિ એમ સિદ્ધ કરવું છે. અહીં તો શુદ્ધ ચૈતન્યની દૃષ્ટિ કરાવવી છે ને? અહાહા? શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યવન, નિર્મળાનંદ પ્રભુ એવા ભગવાન આત્મામાં પુણ્ય-પાપને ઉત્પન્ન કરે એવું છે જ શું? તેથી દ્રવ્યસ્વભાવની દૃષ્ટિની અપેક્ષાએ વિકારના પરિણામને પુદ્ગલના કહીને જીવમાંથી કાઢી નાખ્યા છે. પરંતુ કોઈ એમ જ પકડીને બેસી જાય કે વિકારી પર્યાય કર્મની છે, અને કર્મને લઈને છે તો તેને એમ કહ્યું કે વિકાર જીવમાં, જીવથી જીવને લઈને થાય છે ભાઈ ! જો તું પર્યાય છે એને માનતો નથી તો તું મૂઢ છે. તથા તું પર્યાયમાં જ માત્ર લીન છે અને સ્વભાવ-દષ્ટિ કરતો નથી તોપણ તું મૂઢ છે, મૂર્ખ છે. તેથી પ્રથમ પર્યાયની સ્વતંત્રતાનો નિર્ણય કરાવીને પછી, ત્રિકાળ સ્વભાવની દષ્ટિ-શ્રદ્ધાન કરાવવા વિકારના પરિણામ પુદ્ગલના છે એમ અહીં કહ્યું છે.
પ્રશ્ન- એક કાર્યમાં બે કારણ હોય છે ને?
સમાધાન - બે કારણ હોય છે તે બરાબર છે. તે પૈકી એક યથાર્થ વાસ્તવિક કારણ છે અને બીજું ઉપચાર આરોપિત છે. વાસ્તવિક કારણ તો એક જ છે. નિશ્ચયથી સ્વશક્તિરૂપ નિજ ઉપાદાનથી કાર્ય થાય છે. તે વાતને લક્ષમાં રાખીને, નિમિત્તને કારણનો આરોપ કરીને, બે કારણથી કાર્ય થાય છે એમ પ્રમાણજ્ઞાન દર્શાવ્યું છે. નિશ્ચય કારણની વાત રાખીને પ્રમાણજ્ઞાન બીજા નિમિત્ત કારણને ભેળવે છે, નિશ્ચય કારણને ઉડાડીને નહિ. જો નિશ્ચય કારણનો લોપ કરે તો પ્રમાણ જ્ઞાન જ ન થાય, બે કારણ જ સિદ્ધ ન થાય.
અહીં આ ગાથામાં જીવસ્વભાવનું વર્ણન ચાલે છે. આત્માના સ્વભાવમાં યોગનું કંપન થવાનો કોઈ ગુણ નથી. તેથી યોગના કંપનને પુદ્ગલના પરિણામમય કહ્યું છે. ત્યાં ગાથા ૩૭રમાં કહ્યું છે તે અનુસાર કંપનના જે પરિણામ છે તે સ્વદ્રવ્યની જીવની પોતાની પર્યાય છે અને તે પોતાથી થાય છે. પર નિમિત્તથી કે વર્ગણાથી તે ઉત્પન્ન થાય છે એમ નથી. જ્યાં પર્યાય ક્રમબદ્ધ સ્વતંત્રપણે પરિણમે ત્યાં પર શું કરે? પોતાના પરિણામનો ઉત્પાદક પર છે જ નહિ. સર્વવિશુદ્ધજ્ઞાન અધિકારમાં ત્યાં પરિણામની-પર્યાયની સ્વતંત્રતા સિદ્ધ કરી છે. ત્યારે અહીં આ ગાથાઓમાં ત્રિકાળી સ્વભાવનું પરિણમન વિકારી હોઈ શકે નહિ તેથી યોગના કંપનની પર્યાયને પુદ્ગલપરિણામમય દર્શાવીને સ્વભાવની દષ્ટિ કરાવી છે. તથા જ્યાં બે કારણ કહ્યાં છે ત્યાં જે નિશ્ચય ઉપાદાનકારણ છે તેને રાખીને વ્યવહાર કારણ ભેળવ્યું છે; નિશ્ચય કારણને ખોટું પાડીને વ્યવહાર કારણ ભેળવ્યું નથી. નિશ્ચયથી યોગ-કંપન જીવનું જ છે અને જીવથી જ થાય છે એ વાત રાખીને નિમિત્તને ભેળવ્યું છે. નિશ્ચયને ઉડાડીને જો નિમિત્તને ભેળવે તો બે કારણનું યથાર્થ જ્ઞાન-પ્રમાણ-જ્ઞાન થાય જ નહિ, ભાઈ ! જેમ વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે તેમ આ નિમિત્ત પણ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #121
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૫૦ થી ૫૫ ]
| [ ૧૦૯
છે એમ જાણેલું પ્રયોજનવાન છે. નિમિત્તથી કાર્ય થાય છે એમ નથી, પણ કાર્યમાં અન્ય પદાર્થ નિમિત્ત છે એમ જાણેલું પ્રયોજનવાન છે.
જ્યાં બે કારણ કહ્યાં છે ત્યાં ખરું કારણ તો ઉપાદાન એક જ છે. જેમકે જે નિશ્ચયમોક્ષમાર્ગ છે એ જ મોક્ષનું કારણ છે. માર્ગ તો એક જ છે. પરંતુ સાથે દેવ-ગુરુ-શાસ્ત્ર
આદિના રાગને સહુચર દેખી, મોક્ષમાર્ગનું નિમિત્ત જાણી, એને વ્યવહાર મોક્ષમાર્ગ કહ્યો છે. નિમિત્ત છે ખરું, પણ તે ઉપાદાનમાં કાંઈ પણ કરે છે એમ નથી. અહો ! વસ્તુનું સત્ય સ્વરૂપ આવું જ છે.
નિશ્ચયથી દરેક દ્રવ્યની પર્યાય, તેનો “જન્મક્ષણ'—જે ઉત્પત્તિનો કાળ છે. તે જ કાળે થાય છે એ નિશ્ચય છે, યથાર્થ છે. હવે આ નિશ્ચયને યથાર્થપણે રાખીને બીજી ચીજનું-નિમિત્તનું જ્ઞાન કરાવવા બે કારણ ઉપચારથી કહ્યાં છે. બીજી રીતે કહીએ તો પ્રમાણ છે તે પોતે વ્યવહારનો વિષય છે કારણ કે બે ભેગાં થયાં ને? કાર્યનું નિશ્ચય કારણ સ્વ અને તેનું નિમિત્ત પર એમ પ્રમાણમાં બે ભેગાં થયાં માટે તે વ્યવહારનો વિષય થઈ ગયો. એક ચીજના જ્ઞાનમાં, બીજી ચીજનું સાથે જ્ઞાન કર્યું એટલે કે બન્નેને સાથે જ્ઞાન કર્યું તે પ્રમાણજ્ઞાન થયું માટે પ્રમાણજ્ઞાન સદ્દભૂતવ્યવહારનો વિષય થયો. આ પ્રમાણે પંચાધ્યાયીમાં પણ કહ્યું છે.
આત્મા રાગને જાણે છે એમ કહેવું તે સદભૂત વ્યવહાર-ઉપચાર છે. જાણવું પોતાનામાં છે માટે સદભૂત અને ખરેખર તો પોતાને જાણે છે છતાં રાગને જાણે છે એમ કહેવું તે ઉપચાર છે. “જ્ઞાન તે આત્મા’ એમ ભેદ પાડવો તે સદ્દભૂત વ્યવહાર અનુપચાર છે. અહા ! જુઓ આચાર્યોએ કેવી સ્પષ્ટતા કરી છે! પ્રમાણજ્ઞાન સ્વદ્રવ્ય અને રાગને એટલે પરને એમ બન્નેને એકીસાથે જાણે છે. જ્ઞાન પરને જાણે એ સદભૂત વ્યવહાર-ઉપચાર છે. માટે પ્રમાણજ્ઞાન પોતે જ સદ્દભૂત વ્યવહારનયનો વિષય થઈ ગયો. વસ્તુસ્થિતિ જ આવી છે, બાપુ. આ કાંઈ ઘરની વાત નથી પણ વસ્તુના ઘરની વાત છે.
અહીં કહે છે કે કાયવર્ગણા, વચનવર્ગણા અને મનોવર્ગણાના કંપનના નિમિત્તથી આત્મામાં જે કંપન થાય છે તે પુદ્ગલના પરિણામ છે. આ જે કંપનની વાત છે તે જડ વર્ગણાના કંપનની વાત નથી. મન-વચન-કાયના પરમાણુઓ તો જડ છે જ. પરંતુ અહીં તો તેમના નિમિત્તે આત્મામાં થતા કંપનના પરિણામને જડ કહ્યા છે. યોગનું જે કંપન છે તે જીવની પર્યાય છે અને તે પોતાથી તે કાળે થયેલી સ્વયંની જ જન્મક્ષણ છે. તે જડ વર્ગણાથી થઈ છે એમ નથી. પરંતુ જીવના સ્વભાવમાં કંપન થાય એવો સ્વભાવ નથી. તેથી સ્વભાવની અપેક્ષાએ નિમિત્ત હોતાં જીવમાં થતા કંપનને પુદ્ગલના પરિણામ કહ્યા છે.
આ રીતે ત્રણ પ્રકારે કથન કર્યું.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #122
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૩
૧. વિકારી ભાવ જે જીવમાં થાય છે તે નિશ્ચયથી જીવની પોતાની પર્યાય છે.
૨. વિકારી ભાવમાં કર્મ નિમિત્ત છે એવું (ઉપાદાન-નિમિત્તનું સાથે) જ્ઞાન કરવું તે પ્રમાણજ્ઞાન છે. વિકારી ભાવ નિશ્ચયથી જીવની પર્યાય છે એમ નિશ્ચય રાખીને સાથે નિમિત્તનું Sજ્ઞાન કરવું તે પ્રમાણ જ્ઞાન છે. તે સંદભૂત ઉપચાર-વ્યવહાર છે.
૩. હવે ભગવાન આત્મા જે અનંત-અનંત ગુણનું પરિપૂર્ણ શુદ્ધ ચૈતન્યદળ, ચૈતન્યરસનું આખું ત્રિકાળી સત્ત્વ છે તે કદીય વિકારપણે પરિણમે નહિ. માટે નિમિત્તથી થયેલા વિકારને નિમિત્તમાં નાખીને પુદ્ગલના પરિણામ કહ્યા છે. ભાઈ ! આ કાંઈ ખાલી પંડિતાઈનો વિષય નથી. ભગવાન વીતરાગદેવનો માર્ગ જેવો છે તેવો અંદર અંતરમાં બેસવો જોઈએ.
શ્રી વાસુપૂજ્ય ભગવાનની સ્તુતિ કરતાં સ્વયંભૂસ્તોત્ર માં શ્રી સમતભદ્રસ્વામીએ કહ્યું છે કે-કાર્યોમાં બાહ્ય અને અત્યંતર, નિમિત્ત અને ઉપાદાન એમ બન્ને કારણોની સમગ્રતા હોવી તે આપના મતમાં દ્રવ્યગત સ્વભાવ છે. શ્રી અકલંકદેવે પણ કહ્યું છે કે બે કારણથી કાર્ય થાય છે. એ તો બે (ઉપાદાન-નિમિત્ત) સિદ્ધ કરવા છે, અને પ્રમાણજ્ઞાન કરાવવું છે તેથી એમ કહ્યું છે. ખરેખર તો કાર્ય થાય છે પોતાથી પોતાના કારણે, અને ત્યારે નિમિત્ત હોય છે. પરંતુ નિમિત્તની અપેક્ષા છે એમ નથી. શ્રી પંચાસ્તિકાયની ૬૨ મી ગાથામાં આવે છે કે ૫ વિકાર થાય છે તે પોતાના ફટકારકથી થાય છે. દ્રવ્ય-ગુણથી તો નહિ પણ પરકારકથીનિમિત્તથી પણ વિકાર ઉત્પન્ન થતો નથી. અહીં અસ્તિકાય સિદ્ધ કરવું છે. દ્રવ્ય-ગુણ-પર્યાયનું અસ્તિત્વ છે એમ સિદ્ધ કરવું છે. તેથી વિકાર છે તે પર્યાયના પકારકનું પરિણમન છે એમ કહ્યું છે. અહાહા! વિકારનાં ક્ન, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણ સ્વયં વિકાર છે. એક સમયની પર્યાયમાં પકારકનું પરિણમન દ્રવ્ય-ગુણની કે પર નિમિત્તની અપેક્ષા વિના જ થાય છે. આ પ્રમાણે ત્યાં નિશ્ચયથી વિકારના પરિણામમાં પર કારકની અપેક્ષા નથી એમ કહ્યું છે.
જ્યારે અહીં સ્વભાવની દષ્ટિ કરાવવી છે તેથી એમ કહ્યું કે વિકારના પરિણામ પુગલના છે.
તથા જ્યાં બે કારણ કહ્યાં ત્યાં નિશ્ચયથી તો પર્યાય પોતાથી જ પોતાના પકારકથી જ થાય છે પરંતુ સાથે નિમિત્ત છે તેને ભેળવીને પ્રમાણજ્ઞાન કરાવ્યું છે. ભાઈ ! ખરેખર તો કારણ
જેમકે-મોક્ષમાર્ગ એક જ છે. માર્ગ કહો કે કારણ કહો તે એક જ અર્થ છે. મોક્ષનું કારણ જેમ એક જ છે તેમ પર્યાયનું કારણ નિશ્ચયથી એક જ છે. પ્રભુ! સત્ય તો આવું છે, હોં. જો કાંઈ આડું-અવળું કરવા જઈશ તો સત્ સત્ નહિ રહે. વસ્તુનો ભાવ જ યથાર્થ આમ છે અને એમ જ બેસવો જોઈએ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #123
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૫૦ થી ૫૫ ]
[ ૧૧૧
યોગસ્થાન એટલે કંપન. જીવનો જે અયોગગુણ છે તેની તે વિકારી પર્યાય છે. તે કર્મગ્રહણમાં નિમિત્ત છે. કર્મ પરમાણુનું આવવું તો તેના પોતાના ઉપાદાનના કારણે છે. પરમાણુનો તે કાળે તે રીતે પરિણમવાનો કાળ છે તેથી તે રીતે કર્મરૂપે પરિણમે છે. તેમાં યોગનું નિમિત્ત કહેવું તે વ્યવહાર છે. અહીં યોગના પરિણામ આત્માના નથી પણ પુદ્ગલના છે એ તે સ્વભાવની દષ્ટિ કરાવવા કહ્યું છે. યોગના-કંપનના વિકારી પરિણામ સ્વભાવથી ઉત્પન્ન થતા નથી. તેથી સ્વભાવની દષ્ટિ કરાવવા પર્યાયમાં જે પરલક્ષી વિકાર થાય છે તેને પરમાં નાખી દઈ તે પુદ્ગલના પરિણામમય છે એમ કહ્યું છે. ભાઈ ! વસ્તુનું સ્વરૂપ જ આવું છે ત્યાં બીજું શું થાય ?
પ્રશ્ન- કાર્ય તો બે કારણથી થાય છે અને તમે એક કારણથી માનો છો. માટે તે એકાંત થઈ જાય છે.
ઉત્તર- ભાઈ, સમયસારની ગાથા ૩૭રમાં આવે છે કે-માટી કુંભભાવે ઉપજતી થકી શું કુંભારના સ્વભાવથી ઉપજે છે કે માટીના સ્વભાવથી ઉપજે છે? જો કુંભારના સ્વભાવથી ઉપજતી હોય તો, જેમાં ઘડો કરવાના અહંકારથી ભરેલો પુરુષ રહેલો છે અને જેનો હાથ વ્યાપાર કરે છે એવું જે પુરુષનું શરીર તેના આકારે ઘડો થવો જોઈએ. પરંતુ એમ તો થતું નથી, કારણ કે અન્યદ્રવ્યના સ્વભાવે કોઈ દ્રવ્યના પરિણામનો ઉત્પાદ જોવામાં આવતો નથી. જો આમ છે તો પછી માટી કુંભારના સ્વભાવથી ઉપજતી નથી, પરંતુ માટીના સ્વભાવથી જ ઉપજે છે. કારણ કે પોતાના સ્વભાવે દ્રવ્યના પરિણામનો ઉત્પાદ જોવામાં આવે છે.' તેથી ઘડો માટીથી થયો છે; કુંભારથી થયો છે એમ અમે જોતા નથી. નિમિત્તથી કાર્ય થયું છે એમ અમે જોતાં નથી.
કુંભાર, “ઘડો કરું છું” એમ અહંકારથી ભરેલો હોય તો પણ તેનો સ્વભાવ કાંઈ ઘડામાં જતો-આવતો (પ્રસરતો) નથી; અન્યથા કુંભારના સ્વભાવે ઘડો થવો જોઈએ. પરંતુ ઘડો તો માટીના સ્વભાવે જ થાય છે, કુંભારના સ્વભાવે થતો નથી. માટે ઘડાનો í માટી જ છે, કુંભાર નહિ. પરંતુ જ્યાં બે કારણ કહ્યાં છે ત્યાં, જે વાસ્તવિક કારણ નથી પણ ઉપચારમાત્ર કારણ છે તેને સહકારી દેખીને, તે કાળે તે હોય છે એમ જાણીને, બીજું કારણ છે એમ કહ્યું છે. આ પ્રમાણે બે કારણથી કાર્ય થાય છે એમ વ્યવહાર કર્યો છે. આવી વસ્તુસ્થિતિ છે. વીતરાગનો માર્ગ બહુ સૂક્ષ્મ અને ગહન છે, ભાઈ. અહીં વીસ બોલ પૂરા થયા.
૨૧. જુદી જુદી પ્રકૃતિઓના પરિણામ જેમનું લક્ષણ છે એવાં જે બંધસ્થાનો તે બધાંય જીવને નથી. જેટલા પ્રકારના બંધના પરિણામ ઉત્પન્ન થાય છે તે બધાય પુદ્ગલ-દ્રવ્યના પરિણામમય છે. માટે તે અનુભૂતિથી ભિન્ન છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #124
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૨ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૩
૨૨. પોતાનું ફળ ઉત્પન્ન કરવામાં સમર્થ કર્મ-અવસ્થા જેમનું લક્ષણ છે એવા જે ઉદયસ્થાનો તે બધાંય જીવને નથી. આ પર્યાયમાં થતા વિકારી ભાવની વાત છે, કર્મની નહિ. જેને જીવ અર્થાત્ દ્રવ્યસ્વભાવ કહીએ તેને આ ઉદયસ્થાનો નથી. જીવની પર્યાયમાં ઉદયના જે અસંખ્ય પ્રકારો બને છે તે સઘળાય જીવને નથી. ચાર ગતિ, ક્રોધ, માન, માયા, લોભ આદિ
ઉદયના પ્રકારો છે તે બધાય પરમસ્વભાવભાવરૂપ ભગવાન આત્માને નથી. માટે તે સર્વને પુદ્ગલના પરિણામમય કહ્યા છે. એમ તો ઉદયના સ્થાનોનો ભાવ જીવની પોતાની પર્યાય છે અને તે કર્મના નિમિત્તની અપેક્ષા વિના પોતાનામાં થયા છે. પરંતુ ભગવાન પરમસ્વભાવભાવની દૃષ્ટિ જેને થઈ છે એવા ધર્મી જીવને, પર્યાયની અપેક્ષાએ ઉદયનાં સ્થાનો પર્યાયમાં હોવા છતાં, દ્રવ્યબુદ્ધિએ તેઓ (પોતામાં) નથી; અને તે ઉદયસ્થાનો નીકળી જાય છે માટે તેઓને પુદ્ગલદ્રવ્યના પરિણામમય કહ્યા છે.
ઉદયના-વિકારના જેટલા પ્રકાર છે તે બધાય નિશ્ચયથી તો જીવથી થયા છે, કર્મથી નહિ; કારણ કે કર્મ તો પરદ્રવ્ય છે, તે જીવને અડતુંય નથી તો પછી તેનાથી ઉદયભાવ-વિકાર કેમ થાય? ન જ થાય). તત્ત્વાર્થસૂત્રમાં પણ ઉદયભાવો જીવના સત્ત્વરૂપ કહ્યા છે કેમકે તે જીવની પર્યાયમાં તે કાળે પોતાથી ઉત્પન્ન થાય છે. પરંતુ અહીં તેમને પુદ્ગલના પરિણામમય કહ્યા છે કેમકે ત્રિકાળી સ્વભાવમાં વિકાર થવાનો કોઈ ગુણ નથી. તેથી ત્રિકાળી સ્વભાવની દષ્ટિમાં, નિમિત્તને આધીન થયેલા ભાવ નિમિત્તના છે એમ કહ્યું છે. તેથી કરીને નિમિત્તથી ઉદયભાવ થાય છે એમ ન સમજવું. નિમિત્ત તો ઉપચારમાત્ર કારણ છે, યથાર્થ કારણ તો પોતાનું છે. અરે! અત્યારે ભગવાનના વિરહ પડયા! કેવળજ્ઞાન રહ્યું નહિ! તેમ જ કોઈ ચમત્કારિક જ્ઞાન પણ રહ્યું નહિ! (ખેદ છે કે બધા વાદવિવાદમાં અટવાઈ ગયા છે ).
- ઉદયનાં સ્થાનો જીવના પરિણામ છે, પરંતુ આ ગાથામાં તેઓ શુદ્ધ જીવને નથી એમ કહ્યું છે તે સ્વભાવની અપેક્ષાએ કહ્યું છે. આત્મા ત્રિકાળી શુદ્ધ ચૈતન્યસ્વભાવમય છે. તે સ્વભાવની દૃષ્ટિ થતાં વિકારના પરિણામ થતા નથી. તેથી વિકારના પરિણામને પુદ્ગલના પરિણામ કહ્યા છે. આમ વસ્તુનું સ્વરૂપ જેમ છે તેમ યથાર્થ સમજવું જોઈએ.
૨૩. હવે માર્ગણાસ્થાનોની વાત છે. તેમાં પ્રથમ ગતિની વાત છે. ગતિના પરિણામ તો જીવના છે. આ શરીર છે તે ગતિ નથી. અંદર ગતિનો જે વિશેષભાવ-ઉદયભાવ છે તે ગતિ છે. મનુષ્ય, દેવ, તિર્યંચ અને નરકગતિના પરિણામ જીવના છે. પરંતુ તે વિકારી પરિણામ હોવાથી, ત્રિકાળ સ્વભાવની દષ્ટિ થતાં છૂટી જાય છે. માટે તે પરિણામ પુદ્ગલના છે એમ કહ્યું છે. અહીં બધાય-ચૌદ માર્ગણાસ્થાનોને પુગલના પરિણામ કહ્યા છે. ભાઈ ! વસ્તુ જે આત્મા છે એ તો શુદ્ધ પરમાત્મસ્વરૂપ ચિઘન છે. અનાદિ-અનંત છે, એક સમયમાં પરિપૂર્ણસ્વરૂપ પ્રભુ છે, (વસ્તુ તો) વર્તમાનમાં પૂર્ણ આખી છે, અહાહા...!
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #125
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૫૦ થી ૫૫ ]
[ ૧૧૩
એકલો સ્વભાવનો પિંડ છે. આવા સ્વભાવની દૃષ્ટિમાં ગતિના વિકારી પરિણામ પુદગલના છે કારણ કે તે પરિણામ નીકળી જાય છે અને તે પર્યાયમાં જે ઉત્પન્ન થાય છે તે દ્રવ્યગુણથી ઉત્પન્ન થતા નથી. અહો ! વીતરાગદેવનો માર્ગ અદ્દભુત અને અલૌકિક છે. સર્વજ્ઞ ભગવાન વિદેહક્ષેત્રમાં હાલ બિરાજમાન છે. અને ચાર જ્ઞાનના ધણી, બાર અંગની રચના કરનાર ગણધરદેવો પણ તેમની સભામાં હાજરાહજુર છે. તેમનો આ માર્ગ છે. બાપુ ! આ કાંઈ આલીદુવાલીએ કહેલું નથી.
હવે ઇન્દ્રિય-ભાવેન્દ્રિય અને દ્રવ્યન્દ્રિય-તે બધીય પુદ્ગલના પરિણામ છે એમ કહે છે. ભગવાન આત્મા અતીન્દ્રિય મહાપ્રભુ છે. તેની અપેક્ષાએ ભાવેન્દ્રિયને પણ પુદગલના પરિણામ કહ્યા છે. આ દ્રવ્યન્દ્રિય છે એ તો જડ પુદ્ગલરૂપ જ છે. પણ જે ભાવેન્દ્રિય છે તે પર્યાય અપેક્ષાએ જીવના જ પરિણામ છે. પરંતુ દ્રવ્યદૃષ્ટિથી જોતાં ભાવેન્દ્રિયનું સ્વરૂપ ત્રિકાળી અતીન્દ્રિયસ્વભાવમાં નથી અને તે નીકળી જાય છે. માટે ભાવેન્દ્રિય પુદ્ગલના પરિણામ છે. બીજી રીતે કહીએ તો ભાવેન્દ્રિયના પરિણામ પોતાથી જ છે જેમાં કર્મના ક્ષયોપશમનું નિમિત્તપણું છે. આમ ભાવેન્દ્રિયના પરિણામ એ કારણથી થયા છે એમ કહ્યું ત્યાં પ્રમાણજ્ઞાનનો વિષય બતાવવા કહ્યું છે, નિમિત્તનું જ્ઞાન કરાવવા એમ કહ્યું છે. ગજબ વાત છે! શાસ્ત્રની શૈલી કોઈ એવી છે કે ચારે બાજુથી મેળ ખાય છે. અહો ! અદ્દભુત ધારા વહુ છે!
બારમી ગાથામાં “વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે” એમ જે કહ્યું છે તેમાં નિમિત્તની (પર પદાર્થની) વાત નથી. તેમાં તો ભેદવાળી પર્યાયની વાત છે. શુદ્ધતા અને અશુદ્ધતાના અંશો જે પર્યાયમાં છે તેને જાણવા તે વ્યવહારનય છે. ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય તે નિશ્ચય અને પર્યાયનું જ્ઞાન કરવું તે વ્યવહારનય. દ્રવ્ય અને પર્યાય બન્નેનું જ્ઞાન થઈને ત્યાં પ્રમાણજ્ઞાન થાય છે. પર નિમિત્તની ત્યાં વાત નથી. પણ જ્યારે સ્વ અને પર એમ બન્નેની ભેગી વાત કરવી હોય ત્યારે પરને નિમિત્ત કહેવામાં આવે છે અને તે વ્યવહાર છે. ગાથા ૧૧ અને ૧૨માં અંદરના વ્યવહારની-નિમિત્તની વાત છે.
(આ શાસ્ત્રની) ૩૧મી ગાથામાં આવ્યું હતું કે ભાવેન્દ્રિય ખંડ-ખંડ જ્ઞાનને જણાવે છે, પૂર્ણ આત્માને નહિ. તેથી તે પરજ્ઞય છે. ભાવેન્દ્રિયનો વિષય જે ખંડ-ખંડ જ્ઞાન છે તે જ્ઞાયકનું પરય છે. ઇન્દ્રિયને જીતવી એટલે શું? કે (૧) ભાવેન્દ્રિય જે ખંડ-ખંડ જ્ઞાન છે તે (૨) ઇન્દ્રિયો જડ છે તે (૩) અને તેના વિષયો જે દેવ-ગુરુ-શાસ્ત્ર આદિ છે તે-બધાય પરયપદ્રવ્ય-ઇન્દ્રિય છે. તે ત્રણેયને જીતવા એટલે કે તેનાથી અધિકભિન્ન એક જ્ઞાયકભાવને જાણવો તે ઇન્દ્રિયોનું જીતવું છે.
હવે કાયની વાત કરે છે. આ બાહ્ય શરીરને એમાં ન લેવું. પણ અંદર યોગ્યતા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #126
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૪ ]
| પ્રવચન રત્નાકર ભાગ-૩
છે તે લેવી. આ કાય છે તે જીવને નથી કેમકે તે પુગલના પરિણામમય છે.
હવે યોગ એટલે મન-વચન-કાયાના નિમિત્તે જે અંદર આત્મામાં યોગની ક્રિયાકંપના થાય છે તે જીવને નથી કેમકે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય છે. આની વાત પહેલાં વિસ્તારથી આવી ગઈ છે.
તેવી રીતે પુરુષાદિ વેદના જે પરિણામ છે તે બધાય જીવને નથી કેમકે તે પુદ્ગલના પરિણામ છે. જે ત્રણ પ્રકારના વેદના પરિણામ થાય છે તે તેની જન્મક્ષણ છે તેથી પોતાથી થાય છે. તેને પરની અપેક્ષા નથી, તેમ જ દ્રવ્ય-ગુણની પણ અપેક્ષા નથી. દ્રવ્ય-ગુણની અપેક્ષા તેને કેમ હોય? કારણ કે દ્રવ્ય-ગુણ તો શુદ્ધ છે. અને પરની અપેક્ષા પણ કેમ હોય? કારણ કે પર તો ભિન્ન છે. તો પછી બે કારણ કેમ કહ્યા છે? એ તો પ્રમાણજ્ઞાન કરાવવા કહ્યું છે. વળી જે વાસના ઉત્પન્ન થાય છે તે છે તો જીવની પર્યાય. પરંતુ ત્રિકાળી દ્રવ્ય-સ્વભાવમાં તે નથી તથા સ્વભાવની દષ્ટિ કરતાં તે પરિણામ જીવમાંથી નીકળી જાય છે તેથી તે વાસનાના પરિણામને અહીં પુદ્ગલના પરિણામ કહ્યા છે.
બીજી રીતે કહીએ તો વેદનો ભાવ જે વિકારની વાસના થાય છે તેનું અશુદ્ધ ઉપાદાનકારણ તો પોતે જ છે, તથા જડ વેદનો ઉદય તેમાં નિમિત્ત છે. અહીં ઉપાદાન કારણની સાથે
વારિક કારણ જે નિમિત્ત છે તેને ભેળવીને પ્રમાણજ્ઞાન કરાવ્યું છે. પરંતુ તેથી કરીને પર નિમિત્તથી વિકારની વાસના થાય છે એમ ન સમજવું. પોતાની પર્યાયમાં વિકાર પોતાથી થાય છે, તે પરકારકની અપેક્ષા રાખતો નથી. (જાઓ પંચાસ્તિકાય ગાથા ૬ર)
પ્રશ્ન:- જો વિકાર પરથી ન થાય અને પોતાથી થાય તો તે સ્વભાવ થઈ જશે?
ઉત્તર:- વિકારપણે થવાનો પર્યાયનો સ્વભાવ છે. સ્વરા ભવનં સ્વભાવ: પોતાથી તે પર્યાય થાય છે માટે તે સ્વભાવ છે. વિકાર પણ તે સમયનું સત્ છે કે નહીં? (હા, છે). તો નિશ્ચયથી સને કોઈ હેતુ હોઈ શકે નહિ. ઉત્પાદ, વ્યય, ધ્રુવ ત્રણેય સત્ છે. ભલે ઉત્પાદ કે વ્યય વિકારરૂપ હો, પણ તે સત્ છે, અને સત્ અહેતુક હોય છે. તે કાળનું તે સ્વતંત્ર સત્ છે તો તેમાં અસની (તેનાથી અન્યની) અપેક્ષા કેમ હોય? પરંતુ અહિંયા તો તે સને ત્રિકાળી સની અપેક્ષા પણ નથી. વિકારી પર્યાય પોતાની અપેક્ષાએ, વર્તમાન સત્ હોવા છતાં, તેને અપેક્ષાએ પુદ્ગલના પરિણામ કહ્યા છે. વિકારી પર્યાય વર્તમાન સનું સત્ત્વ છે તે અપેક્ષાએ જોઈએ તો વિકારી વેદના પરિણામ પોતાથી થાય છે. તે વેદકર્મના ઉદયથી આત્મામાં થયા છે એમ બીલકુલ નથી. અહો ! વીતરાગનો પંથ પરમ અદ્દભૂત છે! શ્રી બનારસીદાસે પણ કહ્યું છે કે
જ્ઞાન નૈન કિરિયા ચરન, દોઊ શિવમગ ધાર; ઉપાદાન નિહુચે જહાઁ, તહાં નિમિત વ્યવહાર. ૩
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #127
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૫૦ થી ૫૫ ]
[ ૧૧૫
ઉપાદાન નિજ ગુણ જહાઁ, તહાં નિમિત્ત પર હોય; ભેદજ્ઞાન પરવાન વિધિ, વિરલા બૂઝે કોય. ૪ ઉપાદાન બલ જહાઁ તહૉ, નહિ નિમિત્તકો દાવ; એક ચક્રસૌ રથ ચલૈ, રવિ કો યહૈ સ્વભાવ. ૫
હવે કષાયની વાત કરે છે. ક્રોધ, માન, માયા, લોભના પરિણામ શુભ કે અશુભ ભાવ તે બધાય કષાય છે. જે ભાવે તીર્થકરગોત્ર બંધાય તે ભાવ પણ પુદ્ગલના પરિણામ છે ભગવાન આત્મા તો અકષાયસ્વરૂપ વીતરાગમૂર્તિ પ્રભુ છે. તેમાં તે પરિણામ-કષાયના પરિણામ નથી. જો કે કષાયના પરિણામ જીવની પર્યાયમાં છે અને તે નિશ્ચયથી પોતાથી થયા છે, પરકારકથી નહિ. પણ સ્વભાવની દષ્ટિએ જોતાં, તે કષાયના પરિણામ સ્વભાવભૂત નથી અને પર્યાયમાંથી નીકળી જાય છે માટે તેમને પુદ્ગલના પરિણામ કહ્યા છે. જો કષાયની ઉત્પત્તિ બે કારણથી કહીએ તો નિમિત્ત કારણને ભેળવીને ઉપચારથી કહી શકાય. પરંતુ નિમિત્તકારણ તે ખરું કારણ નથી. અહીં તો સિદ્ધાંત શું છે તે વાતનો નિર્ણય કરાવે છે. સિદ્ધાંત એમ છે કે-જે દ્રવ્યને જે પર્યાય જે કાળે ઉત્પન્ન થવાની છે તે દ્રવ્યને તે પર્યાય તે કાળે પોતાના કારણે થાય છે, પરથી કે નિમિત્તથી થતી નથી. આવી સ્પષ્ટ વાત છે.
તેવી રીતે જ્ઞાનના ભેદો પણ આત્મામાં-ત્રિકાળી શુદ્ધ એક જ્ઞાયકભાવમાં નથી. આ મતિ, શ્રત, આદિ જ્ઞાનના ભેદો તે જીવને નથી કેમકે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય છે. અહાહા...! ગજબ વાત છે! ચૈતન્યસ્વભાવી શુદ્ધ જીવવસ્તુ ત્રિકાળ એકરૂપ અભેદ છે. તેમાં જ્ઞાનમાર્ગણાનો-જ્ઞાનના ભેદોનો અભાવ છે. અભેદસ્વભાવમાં ભેદનો અભાવ છે એમ કહેવું છે. શ્રી નિયમસારની શુદ્ધભાવ અધિકારની ૪૩મી ગાથામાં કહ્યું છે કે શુદ્ધભાવમાં માર્ગણાસ્થાનો નથી અને અહીં જે કહ્યું કે જીવને માર્ગણાસ્થાનો નથી તે બન્ને એક જ વાત છે. શુદ્ધભાવમાં વિકલ્પ (ભદ) જેનું લક્ષણ છે તેવાં માર્ગણાસ્થાનો નથી. શુદ્ધભાવ એટલે કે દષ્ટિનો વિષય જે ત્રિકાળ શુદ્ધ અભેદ જીવવસ્તુ છે તેમાં જ્ઞાનના ભેદો નથી. પાંચ જ્ઞાન અને અજ્ઞાનના ત્રણ ભેદો તે બધાય જ્ઞાનના ભેદો અભેદ ચૈતન્યસ્વરૂપમાં નથી. ભેદ છે તે ખરેખર વ્યવહાર છે અને તેથી તે ત્રિકાળી સ્વભાવમાં-નિશ્ચય સ્વરૂપમાં નથી એમ અહીં કહેવું છે. પર્યાયમાં જે જ્ઞાનના ભેદો છે તે અશુદ્ધ નિશ્ચયથી જીવના છે. પરંતુ શુદ્ધ નિશ્ચયથી જોઈએ તો તે જ્ઞાનનાં ભેદસ્થાનો શુદ્ધ જીવવસ્તુમાં નથી.
પ્રશ્ન:- બંધનું કારણ નિમિત્ત-રાગાદિ એક હોવા છતાં પ્રકૃતિ ભિન્ન ભિન્ન બંધાય છે અને તેની સ્થિતિ પણ ભિન્ન ભિન્ન પડે છે તેનું કારણ શું?
ઉત્તર:- પોતાના ઉપાદાનના કારણે એમ થાય છે. જેમકે દશમા ગુણસ્થાને જે રાગ છે તેનાથી છ કર્મ બંધાય છે. તેમાંથી જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીયની અંતઃમૂહુર્ત, વેદનીય (સાતા)ની ૧૨ મૂહુર્ત, નામ અને ગોત્રની આઠ મૂહુર્ત તથા અંતરાય કર્મની
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #128
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૩
અંતમૂહુર્ત સ્થિતિ પડે છે. રાગ એક જ છે છતાં આવો ફેર કેમ છે? તો કહે છે કે ઉપાદાના સ્વતંત્ર છે માટે એમ થાય છે. નિમિત્તપણે રાગ એક જ હોવા છતાં પોતાની યોગ્યતાને કારણેપ્રકૃતિવિશેષની યોગ્યતાને કારણે તેવી પર્યાય થાય છે. વિપરીતભાવ એક હોવા છતાં જ્ઞાનાવરણીયની સ્થિતિ ૩૦ ક્રોડાકોડી સાગર, મોહનીય કર્મની સ્થિતિ ૭૦ ક્રોડાકોડી સાગર અને નામકર્મની સ્થિતિ ૨૦ ક્રોડાકોડી સાગર બંધાય છે. આવો ફેર કેમ છે? તો કહે છે કે ઉપાદાનની–તે સમયના પરમાણુના પર્યાયની યોગ્યતા જ એવી છે. કાંઈ નિમિત્તે કારણથી આમ થતું નથી. નિમિત્ત તો બધાને એક છે. છતાં પ્રકૃતિઓના કાર્યમાં જે ભેદો પડે છે. તે સ્વતંત્ર પોતપોતાના ઉપાદાનના કારણે છે. પરમાણુની સ્થિતિ ઓછી-અધિક થવાની તે કાળે પોતાની યોગ્યતા છે તેથી એમ થાય છે.
ધવલના છઠ્ઠા ભાગમાં ૧૬૪મા પાને પણ કહ્યું છે કે-“પ્રકૃતિ-વિશેષ હોનેસે ઇન સૂત્રોક્ત પ્રકૃતિયોંકા યહ સ્થિતિબંધ હોતા હૈ. સભી કાર્ય એકાંતસે બાહ્ય અર્થકી અપેક્ષા કરકે હી નહીં ઉત્પન્ન હોતે હૈં. અન્યથા શાલિવાનકે બીજસે જોકે અંકુરકી ભી ઉત્પત્તિકા પ્રસંગ પ્રાપ્ત હોગા. કિન્તુ ઉસ પ્રકારક દ્રવ્ય તીનો હી કાલમેં કિસી ભી ક્ષેત્રમે નહીં હૈ જિનકે બલસે શાલિધાન્ય, બીજસે જૈકે અંકુરકો ઉત્પન્ન કરનેકી શક્તિ હો સકે. યદિ ઐસા હોને લગેગા તો અનવસ્થા-દોષ પ્રાપ્ત હોગા. ઇસલિયે કહીં પર ભી અંતરંગ કારણસે હી કાર્યકી ઉત્પત્તિ હોતી હૈ ઐસા નિશ્ચય કરના ચાહિયે.'
જાઓ, અતિ સ્પષ્ટ કહ્યું છે કે બધાંય કાર્યો બહારની એકાંત અપેક્ષા કરીને ઉત્પન્ન થતાં નથી. જો કાર્ય બાહ્ય કારણથી જ ઉત્પન્ન થાય તો ચોખાના ધાનથી જવની ઉત્પત્તિ થશે. પરને લઈને જ કાર્ય થાય તો જડમાંથી ચેતન અને ચેતનમાંથી જડ ઉત્પન્ન થશે. તેથી કાર્ય સંબંધી કોઈ નિયમ નહિ રહે; કોઈ નિમિત્તનો મેળ નહિ રહે. માટે કોઈપણ કાર્ય અંતરંગ કારણથી જ ઉત્પન્ન થાય છે એમ નક્કી કરવું. નિમિત્ત કારણ એક હોવા છતાં ઉપાદાનની યોગ્યતાથી જ પ્રકૃતિઓની સ્થિતિ ભિન્ન ભિન્ન બંધાય છે. ભિન્ન ભિન્ન સ્થિતિ બંધાય છે તે પ્રકૃતિઓના પરમાણુના ઉપાદાનની સ્વતંત્રતા છે.
- સ્વામી સમતભદ્રાચાર્યે બે કારણ સિદ્ધ કરવા માટે બે કારણથી કાર્ય થાય છે એમ કહ્યું છે. “સ્વયંભૂસ્તોત્ર” તો ભક્તિનો અધિકાર છે ને? તેથી ઉપાદાનના કાર્યકાળે નિમિત્ત હોય છે એની વાત કરી છે. ભલે તે નિમિત્ત હો, પરંતુ ઉપાદાનનો કાર્યકાળ ન હોય અને નિમિત્તથી કાર્ય થાય એમ નથી. તે તે સમયનો ઉપાદાનનો કાર્યકાળ છે ત્યારે નિમિત્ત બીજી ચીજ હાજર હોય છે. પરંતુ તેથી કરીને નિમિત્તથી ઉપાદાનમાં કાર્ય થયું છે એમ નથી. નિમિત્ત અને ઉપાદાન બન્ને સાથે જ છે. તો પછી નિમિત્તથી કાર્ય થયું એ ક્યાં રહ્યું? માટે એમ નિર્ણય કરવો કે અભ્યતર કારણથી જ કાર્યની ઉત્પત્તિ થાય છે.
અરે! ભગવાન થઈને તું શું કરે છે? પ્રભુ! તું પરમાનંદનો નાથ ભગવાન છો
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #129
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૫૦ થી ૫૫ ]
| [ ૧૧૭
ને! આત્મા તો સદા ભગવાનસ્વરૂપે જ, પરમાત્મસ્વરૂપે જ છે. ભાઈ ! સિદ્ધના સ્વરૂપમાં અને તારા સ્વરૂપમાં શું ફેર છે? જે જિનનું સ્વરૂપ છે તે જ આત્માનું સ્વરૂપ છે. વર્તમાનમાં જ પરમાત્મસ્વભાવ તારો છે. માટે તેમાં દષ્ટિ દે તો તારું કલ્યાણ થશે, તને આત્માની પ્રાપ્તિ થશે. પરમાત્મસ્વભાવ ઉપર દૃષ્ટિ દે તો તને પરમાત્માની દષ્ટિ પ્રાપ્ત થશે.
દષ્ટિની પર્યાય છે તો ક્ષણિક, પરંતુ તે પર્યાયમાં ત્રિકાળી ભગવાનનો સ્વીકાર થતાં પર્યાયમાં પરમાત્મા જણાય છે. ૧૧મી ગાથામાં લીધું છે કે ભૂતાર્થનો આશ્રય કરતાં સમકિત થાય છે. વસ્તુ ત્રિકાળી શુદ્ધ ભગવાન છે તે તરફ દષ્ટિ ઢળતાં, તે સમ્યક થાય છે અને તે નિર્મળ શ્રદ્ધા-જ્ઞાન અને શાંતિની પર્યાયથી આત્મા પ્રાપ્ત થાય છે. નિર્વિકાર સમાધિથી આત્મા પ્રાપ્ત થાય છે. પરંતુ વ્યવહારના વિકલ્પથી આત્મા પ્રાપ્ત થતો નથી. વ્યવહાર હો ભલે, પણ તે કાંઈ નિશ્ચયમાં મદદ કરે છે એમ નથી. તેમ નિમિત્ત હો ભલે, પણ તે પરમાણુ કે જીવની તે તે કાળે ઉત્પન્ન થતી પર્યાયને કાંઈ સહાય કરે છે એમ નથી.
પ્રશ્ન:- નિમિત્ત સહકારી છે એમ આવે છે ને?
ઉત્તર- નિમિત્ત સહકારી છે એટલે કે સાથે (સમકાળે) છે એટલું જ. તે સાથે છે એટલે સહકારી કહ્યું. કાંઈ સહાય-મદદ કરે છે માટે સહકારી છે એમ નથી. જો નિમિત્ત ! (મદદ) કરતું હોય તો ધર્માસ્તિકાય તો અનાદિથી પડયું છે. તેથી ગતિ નિરંતર થવી જ જોઈએ. પણ એમ નથી. જીવ સ્વયં ગતિ કરે ત્યારે ધર્માસ્તિકાય નિમિત્ત છે, નહીંતર નહિ. ગતિના કાળે જેમ ધર્માસ્તિકાય નિમિત્ત છે તેમ (ગતિ પૂર્વક) સ્થિરતાના કાળે અધર્માસ્તિકાય નિમિત્ત છે. આનો અર્થ શું થયો? ગતિ કરે છે ત્યારે પણ અધર્માસ્તિકાય તો મોજુદ છે જ. તો પછી તે નિમિત્ત કેમ ન થયું? ભાઈ ! એનો અર્થ એટલો જ છે કે પરિણમનસ્વભાવી જીવ અને પુદ્ગલોને જ્યારે તે સ્વયં સ્વતંત્ર ગતિરૂપ પરિણમન કરે ત્યારે ધર્માસ્તિકાય નિમિત્ત થાય છે અને જ્યારે ગતિ કરતાં સ્વયં રોકાઈ જાય છે ત્યારે અધર્માસ્તિકાય નિમિત્ત થાય છે. વસ્તુનું સ્વરૂપ આવું છે, ભાઈ.
અહીં કહે છે કે જ્ઞાનના ભેદ પાડવા તે પુદ્ગલના પરિણામ છે. ભગવાન આત્મા અભેદ એકરૂપ ચૈતન્યવસ્તુ છે. તેમાં જ્ઞાનના ભેદોનું લક્ષ કરતાં રાગ જ ઉત્પન્ન થાય છે અને રાગ છે તે પુગલદ્રવ્યના પરિણામ છે. નિયમસાર શુદ્ધભાવ અધિકારમાં (ગાથા ૪૨માં ) આ જ્ઞાનના ભેદો જે માર્ગણાસ્થાનો છે તેને ‘વિકલ્પલક્ષણાનિ' કહ્યા છે. ભેદનું સ્વરૂપ જ વિકલ્પલક્ષણ છે. ગતિ, ઈન્દ્રિય, આદિ ભેદસ્વરૂપ જે ચૌદ માર્ગણાસ્થાનો છે તે બધાંય જીવને નથી. જીવ કહો કે શુદ્ધભાવ કહો, બન્ને એક જ છે. નિયમસારમાં ત્રિકાળ શુદ્ધ ભાવને જીવ કહ્યો છે અને અહીં જીવને ત્રિકાળ શુદ્ધભાવ કહ્યો છે. આ માર્ગણાસ્થાનો ‘વિકલ્પલક્ષણાનિ” એટલે કે ભેદસ્વરૂપ જેનું લક્ષણ છે એવા છે. તેથી તે જીવનું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #130
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૮ ]
| પ્રવચન રત્નાકર ભાગ-૩
સ્વરૂપ નથી. રાગાદિ તો જીવનું સ્વરૂપ નથી પણ ભેદસ્વરૂપ પણ નિશ્ચયથી જીવ નથી. નિયમસાર ગાથા ૫૦માં આવે છે કે પર્યાય છે તે પરદ્રવ્ય છે અને તેથી નિશ્ચયે તે જીવનું
સ્વરૂપ નથી. ભાઈ ! અભેદ દષ્ટિ થયા વિના સમ્યગ્દર્શન થતું નથી. અને તેમાં (અભેદની દષ્ટિ થવામાં) નિમિત્ત કે વ્યવહાર કાંઈ મદદગાર નથી. અહાહા ! ગજબ વાત છે! જેનું લક્ષણ વિકલ્પ-ભેદ છે એવા મતિ. શ્રત. આદિ જ્ઞાનના ભેદો શદ્ધ જીવને નથી. આવો વીતરાગ બહુ ઝીણો છે. સાવધાનીથી (ઉપયોગને સૂક્ષ્મ કરીને) સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ.
આત્મા અભેદ એકરૂપ ત્રિકાળી દ્રવ્ય છે. તેમાં ભેદ કેવો? તેમાં રાગ કેવો? અને તેમાં એક સમયની પર્યાય કેવી? ગંભીર વાત છે, ભાઈ ! કાળ થોડો છે અને કરવાનું ઘણું છે. ત્યાં વળી જીવને બહારનો મોહુ બહુ છે. બહારનો ત્યાગ જોઈને તે ખૂબ રાજી-રાજી થઈ જાય છે.
રનો ત્યાગ આત્મામાં છે કયાં? અહીં તો કહે છે કે જ્ઞાનના ભેદ આત્મામાં નથી તો એ સઘળા બાહ્ય ક્રિયાકાંડ વસ્તુમાં કયાંથી હોય? ભારે આકરી વાત, ભાઈ ! પ્રથમ મિથ્યાત્વના ત્યાગ વિના બીજો ત્યાગ હોઈ શકે જ નહિ. એ મિથ્યાત્વના ત્યાગ માટે શું છોડવું? તો કહે છે કે નિમિત્તને, રાગને અને ભેદને દષ્ટિમાંથી છોડવાં, અને અભેદ એકરૂપ નિર્મળાનંદસ્વરૂપ ભગવાન આત્માની દૃષ્ટિ કરવી. સર્વજ્ઞ પરમેશ્વરે આ જ માર્ગ કહ્યો છે.
હવે સંયમ એટલે ચારિત્રની વાત કરે છે. સંયમના પણ ભેદો જીવને નથી કેમકે તે પદગલ પરિણામ છે. આત્મા શદ્ધ જ્ઞાયકભાવ ત્રિકાળ એકરૂપ છે. તેમાં સંયમના ભેદ ભેદના લક્ષે તો રાગ જ થાય છે. માટે અભેદમાં ચારિત્રના ભેદો પાડવા એ પુદગલના પરિણામ છે. ચારિત્ર પર્યાય છે અને ચારિત્ર ત્રિકાળી ગુણ પણ છે. એ ત્રિકાળી ચારિત્ર ગુણના ભેદ પર્યાયમાં ભાસવા તે વિકલ્પનું કારણ છે. તેથી ભેદને પુદગલના પરિણામ કહ્યા છે. સંયમસ્થાનો ‘વિકલ્પલક્ષણાનિ' એટલે ભેદસ્વરૂપ છે. માટે ત્રિકાળી શુદ્ધ જીવદ્રવ્યમાં આ સંયમનાં ભેદસ્થાનો નથી. માર્ગ બહુ અલૌકિક છે, ભાઈ. પરંતુ લોકોએ તેને બહારના માપથી કલ્પી લીધો છે કે આ ત્યાગ કર્યો અને આ રાગ ઘટાડયો. પણ ધ્રુવ ચૈતન્યવહુ દષ્ટિમાં આવ્યા વિના રાગ કેમ ઘટે ? અહાહા! રાગનો તથા ભેદનો જેમાં અભાવ છે તેવા દષ્ટિના વિષયને દૃષ્ટિમાં લીધા વિના રાગ ઘટે કેવી રીતે ( અર્થાત્ ખરેખર રાગ ત્યાંસુધી ઘટતો નથી.)
મોક્ષમાર્ગ પ્રકાશકમાં શિષ્ય પ્રશ્ન કર્યો છે કે પ્રભુ! શુભભાવવાળાને અશુભ રાગ તો ઘટે છે. માટે એટલું ચારિત્ર તો કહો? ત્યાં કહ્યું છે કે સમ્યગ્દર્શન જેને હોય, જેને અભેદની દૃષ્ટિ થઈ હોય તેને જ શુભભાવમાં અશુભ રાગ ઘટે છે. પણ જેને વસ્તુની દષ્ટિ થઈ નથી, જે ચૈતન્યનિધાન છે તે નજરમાં આવ્યું નથી, તે જીવને શુભભાવ વખતે અશુભભાવ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #131
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૫૦ થી ૫૫ ]
| [ ૧૧૯
ઘટયો જ નથી. શુભાશુભભાવરહિત શુદ્ધ ચૈતન્યવહુને જાણ્યા વિના શુભભાવ વખતે અશુભ ઘટે એમ ત્રણકાળમાં બનતું નથી કેમકે તેને મિથ્યાત્વ તો આખું પડયું છે. ભાઈ ત્રિકાળી પૂર્ણ આનંદના નાથને જેણે અનુભવમાં લીધો છે તેને શુભભાવ વખતે અશુભ ઘટે છે અને તે ક્રમે ક્રમ રાગ ઘટીન નાશ થઈ જાય છે. અહીહી ! જેમા રાગ નથી, ભવ નથી, ભવના ભાવ નથી, અપૂર્ણતા નથી એવા પૂર્ણસ્વભાવમય શુદ્ધ ચૈતન્ય ભગવાનના નિધાનને જેણે જોયું છે તેને શુભભાવ વખતે અશુભ ઘટે છે અને તે શુદ્ધ ચૈતન્યવહુના આશ્રયે શુભભાવને પણ ઘટાડીને ક્રમે કરી સ્વાશ્રયની પૂર્ણતા કરી મુક્તિ પામશે.
દષ્ટિમાં પૂર્ણ શુદ્ધ પરમાત્મસ્વરૂપ આવે નહિ તેને રાગ કેમ ઘટે? મિથ્યાત્વની ક્યાતીમાં અશુભ કેમ ઘટે? ભાઈ ! મિથ્યાત મંદ થાય એ કાંઈ અપૂર્વ વસ્તુ નથી. અભવીને પણ મિથ્યાત્વ અને અનંતાનુબંધીનો રસ મંદ થાય છે. મંદ કે તીવ્ર એ કોઈ ચીજ નથી, પણ અભાવ તે ચીજ છે. શ્રી સમયસારની ટીકામાં શ્રી જયસેનાચાર્ય કહ્યું છે કે અભવી જ્યારે શુભભાવ ઘણો ઉગ્ર કરે છે ત્યારે તેને મિથ્યાત્વ તેમ જ અનંતાનુબંધીના અનુભાગનો રસ મંદ થાય છે. પરંતુ મંદ પડે તેથી શું? અભાવ થવો જોઈએ.
અહીં કહે છે કે સંયમના સ્થાનો વિકલ્પલક્ષણાનિ” એટલે ભેદસ્વરૂપ હોવાથી ભગવાન આત્માને નથી. આ અજીવ તત્ત્વનો અધિકાર ચાલે છે. માટે તેઓ અજીવના હોવાથી જીવને નથી એમ પ્રતિષેધથી વાત કરી છે. પહેલાં જીવ આવો છે આવો છે એમ અસ્તિથી વાત કરી હતી. હવે અહીં જીવમાં આ નથી, આ નથી એમ નિષેધથી વાત કરી છે.
હવે ચક્ષુ, અચકું, અવધિ અને કેવળદર્શન એવા દર્શનના જે ભેદસ્થાનો છે તે વસ્તુમાંત્રિકાળી શુદ્ધ જીવદ્રવ્યમાં નથી એમ કહે છે. શુદ્ધ વસ્તુ તો પરમ પવિત્ર છે. પરંતુ પર્યાયમાં જે અશુદ્ધતા થાય છે તે પોતાના ઊંધા પુરુષાર્થથી થાય છે, કર્મને લઈને નહિ. પોતે રાગમાં રોકાયો છે તે કર્મને કારણે નહિ પણ પોતાની જ ભૂલના કારણે રોકાયો છે. શ્રી પંચાસ્તિકાયમાં આવે છે કે વિષયની પ્રતિબદ્ધતા છે તેથી જીવ રોકાયો છે, કર્મને લઈને નહીં. ભાઈ ! પૂર્ણાનંદનો નાથ ભગવાન અંદર બિરાજે છે. તેનો આશ્રય લીધો નથી અને પરનો આશ્રય લીધો છે તે તારો પોતાનો જ અપરાધ છે. શું તે અપરાધ પર પદાર્થે કરાવ્યો છે ? (ના).
પ્રશ્ન- કોઈ કહે છે કે ૫૦% ઉપાદાન અને પO% નિમિત્તના રાખો ને?
ઉત્તર- ભાઈ ! સો એ સો ટકા આત્માનો અપરાધ છે. અંશમાત્ર પણ પરનો અપરાધ નથી. આત્માની ભૂલ ૧OO% પોતાથી છે અને નિમિત્તના ૧OO% નિમિત્તમાં છે. અરે! હુજી વસ્તુ સત્ય કેમ છે એની ખબર ન હોય તેને ધર્મ કયાંથી થાય? ભાઈ ! આ સંસારમાંથી નીકળી જવા જેવું છે. આ સંસારનો ભાવ અને ભેદનો ભાવ એ શુદ્ધ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #132
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૩
જીવવસ્તુમાં નથી. જોકે એ ભેદ છે પોતાને કારણે, કર્મને લઈને નહીં. કર્મને લઈને જ્ઞાન રોકાયું છે એમ નથી. જ્ઞાન પોતે જ ઊંધી પરિણતિએ હીણપણે પરિણમે છે અને તેથી અલ્પજ્ઞ છે. તેમાં ઉપાદાન તો પોતાનું છે અને જ્ઞાનાવરણીય કર્મ તો નિમિત્તમાત્ર છે.
કૃષ્ણ, નીલ, કાપોત, પીત, પદ્મ અને શુકલ એમ જે વેશ્યાના ભેદો છે તે વસ્તુમાં-શુદ્ધ જીવદ્રવ્યમાં નથી.
વળી ભવ્ય, અભવ્ય એવા ભેદ પણ જીવને નથી. ભવ્ય-અભવ્યપણું તો પર્યાયમાં છે. ચૈતન્યસ્વભાવી વસ્તુમાં ભવ્ય-અભવ્યપણાના ભેદ નથી. તેથી જ ભવ્ય હો કે અભવ્ય, વસ્તપણે શુદ્ધ હોવાથી પ્રત્યેક જીવ સમાન છે.
હવે કહે છે ક્ષાયિક ઉપશમ અને ક્ષયોપશમ એવા જે સમક્તિના ભેદો છે તે જીવને નથી. સમ્યગ્દર્શનનો વિષય જે અખંડ ધ્રુવ આત્મદ્રવ્ય છે તેમાં સમ્યગ્દર્શનના ભેદો નથી. બહુ ઝીણું, ભાઈ. પ્રભુ! તને પરમાત્મા બનાવવો છે ને? તું દ્રવ્યસ્વભાવથી તો પરમાત્મા છો જ, પરંતુ પર્યાયમાં પરમાત્મા બનાવવો છે, હોં! ભાઈ ! તું એવા અભેદ પરમાત્મસ્વરૂપે જો કે તેમાં ગુણભેદ કે પર્યાયભેદ નથી અને એવી અભેદ દષ્ટિ થતાં તું અલ્પકાળમાં પર્યાયમાં પણ પરમાત્મપદ પામીશ. અહીં ભેદનું લક્ષ છોડાવવા ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિક એવા સમક્તિના ભેદો પરમાત્મસ્વભાવમાં નથી એમ કહ્યું છે. એક સમયમાં પૂર્ણ જ્ઞાનરસકંદ શુદ્ધચૈતન્યઘનવસ્તુનો ચૈતન્ય-ચૈતન્ય-ચૈતન્ય....એવો ત્રિકાળી પ્રવાહુ ધ્રુવ એવો ને એવો છે. તેમાં ભેદ કેવા? માટે ભેદનું લક્ષ છોડી દે, નિમિત્તનું લક્ષ છોડી દે અને જે ત્રિકાળી ધ્રુવ ચૈતન્ય છે ત્યાં દષ્ટિ દે અને સ્થિર થા.
વ્યવહારથી ધર્મ થાય એમ માનનારને આ એકાંત જેવું લાગે. એને એમ થાય કે પંચ મહાવ્રત પાળે, અનેક ક્રિયાઓ કરે, રસનો ત્યાગ કરે એ કાંઈ નહિં? હા, ભાઈ ! એ કાંઈ નથી. એ તો સંસાર છે. જીવ ચાહે નવમે રૈવેયક જાય કે સાતમી નરકે જાય, છે તો ઔદયિકભાવ જ ને? વસ્તુના સ્વરૂપમાં જ્યાં ભેદ પણ નથી તો વળી ઉદયભાવ કયાંથી રહ્યો? અરે, ક્ષાયિકભાવનાં સ્થાનો પણ જીવમાં નથી. નિયમસારની ૪૩મી ગાથામાં આવે છે કે-ક્ષાયિકભાવ, ઉદયભાવ, ઉપશમભાવ અને ક્ષયોપશમભાવનાં સ્થાનો જીવમાં નથી. આવો આનંદનો નાથ પ્રભુ પૂર્ણ સ્વરૂપે અંદર બિરાજમાન છે ત્યાં દષ્ટિ દે તો તને પરમાત્માના ભેટા થશે.
સંજ્ઞી-અસંજ્ઞીપણું પણ વસ્તુમાં નથી. વસ્તુ સંજ્ઞી કે અસંજ્ઞી કેવી ? વસ્તુ તો શુદ્ધ ચિતૂપ એકાકાર છે.
આહાર-અનાહારપણું વસ્તુમાં-આત્મામાં નથી. આહાર લેવાનો વિકલ્પ કે અનાહારીપણાનો વિકલ્પ તે બન્ને પર્યાય છે. એ વસ્તુમાં નથી. આમ માર્ગણાસ્થાનો સઘળાંય જે ભેદસ્વરૂપ છે તે જીવને નથી. કારણ કે તેઓ પુદ્ગલ દ્રવ્યના પરિણામમય છે જુઓ,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #133
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check h††p://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૫૦ થી ૫૫ ]
[ ૧૨૧
ભેદના ભાવને પણ પુદ્દગલના પરિણામ કહ્યા છે, કારણ કે અભેદસ્વરૂપ ચૈતન્યમૂર્તિમાં ભેદ કેવા ? પ્રથમ એમ કહ્યું કે બધાંય માર્ગણાસ્થાનો જીવને નથી. કારણ શું? તો કહે છે કારણ કે તે પુદ્દગલદ્રવ્યના પરિણામમય છે અને તેથી અનુભૂતિથી ભિન્ન છે. અંતરમાં અભેદની અનુભૂતિ થતાં, અનુભૂતિમાં તે ભેદો આવતા નથી, પણ ભિન્ન રહી જાય છે. આવી અદ્દભુત વાત છે!
૨૪. જુદી જુદી પ્રકૃતિઓનું અમુક મુદત સુધી સાથે રહેવું તે જેમનું લક્ષણ છે એવાં જે સ્થિતિબંધસ્થાનો તે બધાંય જીવને નથી. જીવમાં કર્મની સ્થિતિબંધના પ્રકારો તો નથી પણ જે (જીવની પર્યાયની ) યોગ્યતા તે પણ નથી. કર્મમાં જે પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ અને અનુભાગ બંધ છે તે તેના ઉપાદાનમાં-જડમાં છે. પરંતુ જીવની પર્યાયમાં કર્મને અનુસાર જે યોગ્યતા છે તે જીવમાં છે. એમાં કર્મ તો નિમિત્તમાત્ર છે. જ્યાં નિમિત્ત છે ત્યાં ઉપાદાનમાં પણ એવી જ યોગ્યતા હોય છે. કર્મપ્રકૃતિથી ભિન્ન, તે પ્રકારનું અશુદ્ધ-ઉપાદાન જીવમાં પોતાનામાં છે. કર્મપ્રકૃતિ તો તેમાં માત્ર નિમિત્ત છે. કર્મપ્રકૃતિમાં જેટલી યોગ્યતા છે તેટલી જ યોગ્યતા ઉપાદાન ( જીવ )માં છે. જેટલો સ્થિતિબંધ છે અને જેટલો પ્રદેશબંધ છે તેટલા પ્રમાણમાં ઉપાદાનની ( જીવની ) પર્યાયમાં અશુદ્ધતાની યોગ્યતા છે. હવે અહીં કહે છે કે એ બધાંય સ્થિતિબંધ-સ્થાનો જીવને નથી. વિકાર એક જાતનો છે છતાં કર્મની પ્રકૃતિમાં ભિન્ન ભિન્ન સ્થિતિ કેમ પડે છે? પ્રકૃતિ-વિશેષને કારણે એમ થાય છે. કર્મની પ્રકૃતિમાં સ્થિતિ પડે છે તે પોતાના કારણે છે. નિમિત્તપણે રાગ તો એક છે, છતાં સ્થિતિમાં ફેર પડે છે તે, તે કાળમાં પરમાણુની ઉપાદાનની સ્વતંત્રતાને લઈને છે. અહા ! ગજબ વાત છે.
૨૫. કષાયના વિપાકનું અતિશયપણું જેમનું લક્ષણ છે એવાં જે સંકલેશસ્થાનો તે બધાંય જીવને નથી. શું કહે છે? કે પર્યાયમાં જે અસંખ્ય પ્રકારના અશુભ ભાવ થાય છે તે જીવસ્વરૂપ નથી. પહેલાં પ્રીતિરૂપ રાગ અને અપ્રીતિરૂપ દ્વેષ એટલું જ આવ્યું હતું. હવે કહે છે કે જીવની પર્યાયમાં જે કષાયના વિપાકનું અતિશયપણું છે, જે સંકલેશસ્થાનો છે-તે બધાય જીવને નથી. અહીં જડ વિપાકની વાત નથી પણ જીવની પર્યાયમાં થતા કષાયના વિપાકની વાત છે. જે કર્મનો વિપાક છે તે પ્રમાણે આત્મામાં પણ કષાયનો વિપાક છે. એ કષાયના સંકલેશ પરિણામ છે તે સ્વતંત્ર છે. કર્મ તીવ્ર છે માટે સંક્લેશના પરિણામ થયા છે એમ નથી. તે સમયના સંકલેશ પરિણામ જે કષાયના વિપાકરૂપે છે તે પોતાની પર્યાય છે. પરંતુ તે શુદ્ધ આત્મવસ્તુમાં નથી. અહાહા! જેને જીવ કહીએ, ભગવાન આત્મા કહીએ શુદ્ધ ચૈતન્યમાં સંકલેશનાં સ્થાનો છે જ નહીં.
ભાઈ ! વસ્તુ તો ત્રિકાળ શુદ્ધ જ છે. અશુદ્ધતા છે તે પર્યાયમાં છે અને તે પોતાને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #134
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૨ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૩
કારણે છે, કર્મના કારણે નહિ. ગોમટસારમાં આવે છે કે “ભાવનંસુપ૩૨T' નિગોદના જીવને ભાવકલંક (ભાવકર્મ) સુપ્રચુર છે. ત્યાં દ્રવ્યકર્મની પ્રચુરતા નથી લીધી. તેના ઉપાદાનમાં અશુદ્ધતાની-ભાવકલંકની ઉગ્રતા છે અને તે પોતાના કારણે છે. હવે અહીં કહે છે કે એ સંકલેશસ્થાનોના જે અસંખ્ય પ્રકાર છે તે બધાય જીવને નથી કારણ કે તે પુદ્ગલના પરિણામમય હોવાથી અનુભૂતિથી ભિન્ન છે. શુદ્ધ દ્રવ્યસ્વભાવના આશ્રયે જે નિર્મળ અનુભૂતિ થાય છે તેમાં આ સંકલેશસ્થાનો આવતાં નથી, ભિન્ન રહી જાય છે માટે તે જીવને નથી. આવી વાત છે.
૨૬. કષાયના વિપાકનું મંદપણું જેમનું લક્ષણ છે એવાં જે વિશુદ્ધિસ્થાનો તે બધાંય જીવને નથી. રાગની મંદતાના જે અસંખ્ય પ્રકાર (શુભભાવ) છે તે જીવને નથી એમ કહે છે. પર્યાયમાં જે અસંખ્ય પ્રકારના શુભભાવ થાય છે તે, જ્ઞાનાનંદ સ્વરૂપ છે જેનું એવા શુદ્ધ આત્મામાં નથી. તે બધાય ભાવથી ભગવાન આત્મા ભિન્ન છે. કેમ ભિન્ન છે? કેમકે શુદ્ધ આત્મદ્રવ્યની અનુભૂતિથી તેઓ ભિન્ન રહે છે. આત્માથી ભિન્ન છે એમ કહીને દ્રવ્ય લીધું અને અનુભૂતિથી ભિન્ન કહીને વર્તમાન પર્યાયની વાત લીધી.
ભાઈ ! વીતરાગનો માર્ગ બહુ સૂક્ષ્મ છે. શુભભાવ કરીને પણ અજ્ઞાન વડે અનાદિથી જન્મ-મરણના ૮૪ના ફેરામાં ફરી રહ્યો છે. અહીં કહે છે કે જે શુકલલેશ્યાના શુભભાવ કરીને નવમી રૈવેયક ગયો તે શુભભાવ પણ વસ્તુમાં-આત્મામાં નથી. છતાં શુભભાવથી કલ્યાણ થશે એમ માને છે એ મોટું અજ્ઞાન છે. ભાઈ ! અન્ય જીવોની રક્ષાનો શુભભાવ હો કે જે વડે તીર્થકરગોત્ર બંધાય તે શુભભાવ હો-એ સઘળાય શુભભાવ શુદ્ધ જીવવસ્તુમાં નથી. કેમ? કેમકે શુદ્ધ જીવવસ્તુનો અનુભવ થતાં, અનુભૂતિથી તે સઘળાય શુભભાવો ભિન્ન રહી જાય છે, અનુભવમાં આવતા નથી.
પ્રશ્ન- શુભભાવ જીવને નથી તો શું જડને છે? ક્ષાયિક ભાવના સ્થાનો જીવને નથી તો શું જડને છે? ક્ષાયિકભાવ તો સિદ્ધનેય છે. સાતમી ગાથામાં કહ્યું કે-જ્ઞાનીને દર્શન, જ્ઞાન, ચારિત્ર નથી તો શું અજ્ઞાનીને હોય છે? જડને હોય છે?
સમાધાન- ભગવાન! જરા ધીરજથી સાંભળ, ભાઈ. તે ભેદો દ્રવ્યસ્વભાવમાં નથી એમ કહેવું છે. જે અપેક્ષાએ વાત ચાલતી હોય તે અપેક્ષાએ વાતને સમજવી જોઈએ. બાપુ! જ્ઞાનીને એટલે કે જ્ઞાયકભાવમાં આ જ્ઞાન, દર્શન, ચારિત્ર એવા ભેદ નથી. જ્ઞાયક તો અભેદ ચિત્માત્ર વસ્તુ છે. વળી જ્ઞાન, દર્શન, આદિ ભેદનું લક્ષ કરવા જતા રોગ થાય છે. તેથી અભેદની દૃષ્ટિ કરાવવા ભેદ નથી એમ કહ્યું છે. જ્ઞાયકની દષ્ટિ થતાં દર્શન-જ્ઞાન-ચારિત્રના ભેદો જ્ઞાયકમાં ભાસતા નથી. આવી વાત અભ્યાસ વિના સમજવી કઠણ પડ પણ શું થાય ? આ વાતને અંતરમાં બેસાડવા તેને ઉગ્ર પુરુષાર્થ કરવો જોઈએ.
પર્યાયમાં જે કાંઈ શુભભાવ-કષાયની મંદતાનાં વિશુદ્ધિસ્થાન થાય છે તે બધા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #135
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૫૦ થી ૫૫ ]
[ ૧૨૩
પુગલના પરિણામ છે અને તેથી અનુભૂતિથી ભિન્ન છે. આત્મા અખંડ, અભેદ શુદ્ધચૈતન્યઘનવસ્તુ છે. વર્તમાન પર્યાયને ધ્રુવ તરફ ઢાળતાં અભેદ વસ્તુ જણાય છે પણ આ વિશુદ્ધિસ્થાનના ભેદો તેમાં દેખાતા નથી. અહાહા! શુદ્ધ દ્રવ્યને ધ્યેય બનાવતાં જે નિર્મળ ધ્યાનની વર્તમાન પર્યાય ઉદિત થઈ એમાં આ વ્યવહારરત્નત્રયના શુભભાવ દેખાતા નથી. શભભાવ ધ્યાનની અનુભૂતિથી ભિન્ન રહી જાય છે. માટે તે શુભરાગ જીવના નથી. તેથી તે લક્ષ કરવા યોગ્ય નથી. વર્તમાન અવસ્થા અંદર ધ્રુવ, અભેદ ચૈતન્યસામાન્ય તરફ વળતાં, ભલે તે અવસ્થામાં “આ ધ્રુવ, અભેદ ચૈતન્યસામાન્ય છે”—એવો વિકલ્પ નથી પણ એવું જ્ઞાનશ્રદ્ધાનનું નિર્મળ પરિણમન છે અને તે અનુભૂતિ છે. એ અનુભૂતિમાં શુભભાવના ભેદો આવતા નથી પણ ભિન્ન રહી જાય છે. તેથી શુભભાવ જીવને નથી એમ અહીં કહ્યું છે.
૨૭. હવે જે ચારિત્રની પ્રાપ્તિ છે, સંયમલબ્ધિનાં સ્થાન છે તે બધાંય જીવને નથી એમ કહે છે. ચારિત્રની-સંયમની જે નિર્મળ પર્યાયો છે તે ભેદરૂપ છે. જ્યારે આત્મા અખંડ અભેદ દ્રવ્ય છે. તેથી અભેદ દ્રવ્યસ્વરૂપ જીવમાં આ ચારિત્રના ભેદો નથી એમ કહ્યું છે. અહીં નિમિત્ત, રાગ અને ભેદનું પણ લક્ષ કરવા યોગ્ય નથી એમ કહેવું છે. અંદર પૂર્ણ પરમાત્મા ચૈતન્યદેવ સાક્ષાત્ સ્વસ્વરૂપે બિરાજમાન છે. તેના તરફ ઢળતાં, વર્તમાન પર્યાયને તેમાં ઢાળી એકાગ્ર કરતાં જે સ્વાનુભૂતિ પ્રગટ થાય છે તે સ્વાનુભૂતિમાં સંયમના ભેદો આવતા નથી, ભિન્ન રહી જાય છે. કોઈને લાગે કે આ તો એકાત છે, એકલું નિશ્ચય-નિશ્ચય છે. પણ બાપુ! નિશ્ચય એટલે જ સત્ય અને વ્યવહાર તો ઉપચાર છે. આ તો સમ્યક એકાંત છે. વીતરાગદેવે પ્રરૂપેલો માર્ગ આવો જ છે. ત્રિકાળી શુદ્ધ દ્રવ્યને ધ્યેય બનાવી પ્રગટ થતી ધ્યાનની દશામાં “આ ધ્યાન અને આ ધ્યેય' એવો ભેદ-વિકલ્પ પણ રહેતો નથી. દષ્ટિનો વિષય જે શુદ્ધ આત્મા તેમાં સંયમલબ્ધિનાં સ્થાનો નથી તથા શુદ્ધ આત્માને વિષય કરનારી દૃષ્ટિ જે અનુભૂતિ તેમાં પણ તે સંયમલબ્ધિના ભેદો જણાતા નથી, ભિન્ન જ રહી જાય છે. ભાઈ ! વીતરાગનો માર્ગ બહુ ઝીણો છે. તેમાં વાદવિવાદ કરે કાંઈ પાર પડે એમ નથી. ભગવાન! અંદર ભગવાનની પાસે જવું છે ત્યાં વાદવિવાદ કેવા ?
અહીં સંયમલબ્ધિનાં સ્થાનોને પુદગલના પરિણામ કહ્યા છે. તેમાં ક્ષયોપશમ ચારિત્ર પણ આવી ગયું. પર્યાય તરફનું લક્ષ છોડાવવા અને ત્રિકાળી વસ્તુ છે ત્યાં લક્ષ-પર્યાયને ઢાળવા અહીં સંયમલબ્ધિના પરિણામને પુદ્ગલના કહ્યા છે. અથવા બીજી રીતે કહીએ તો તે સંયમનાંનિર્મળ પરિણામનાં સ્થાનો ઉપર લક્ષ જતાં વિકલ્પ થાય છે. માટે તેને પુદ્ગલના પરિણામ કહ્યા છે. અંતર્મુખ પુરુષાર્થ વધવાથી ક્રમે ક્રમે સંયમની દશા વધે છે. પરંતુ અહીં કહે છે કે તે દશા જીવને નથી. કેમ? કારણ કે જે અનુભૂતિની પર્યાય દ્રવ્યમાં ઢળે છે તેમાં તે દશા-સ્થાનો-ભેદો રહેતા નથી, એટલે કે અનુભવમાં આવતા નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #136
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૩
જેમ નિમિત્ત પર ચીજ છે, તે “આ જીવ’ નહિ હોવાથી અજીવ છે. તથા જેમ રાગમાં ચૈતન્યનો અંશ નથી તેથી તે અજીવ છે, તેમ આ ભેદને પણ અજીવ કહ્યા છે. કેમ કે ભેદનું લક્ષ કરતાં રાગ જ એટલે અજીવ જ ઉત્પન્ન થાય છે તેથી ભેદને અજીવ પુદ્ગલના પરિણામ કહ્યા છે. આ અજીવ અધિકાર છે. તેથી જે જીવ નથી, જીવમાં નથી તેને પુદ્ગલના પરિણામ કહ્યા છે. ભાઈ !
વાં મારે છે તો અંદર જા ને ! અંદર આનંદનો નાથ અનાદિ-અનંત. અવિચળ, ત્રિકાળી ધ્રુવ ચૈતન્ય ભગવાન છે તેને જો ને! તેને જોતાં સંયમલબ્ધિના ભેદો જણાશે નહિ. આવી વાત છે.
સંયમલબ્ધિનાં સ્થાનો એટલે કે ક્રમે ક્રમે નિર્મળતાની પ્રાપ્તિનાં સ્થાનો, ક્રમે ક્રમે રાગની નિવૃત્તિ અને વીતરાગ સંયમના પરિણામોની પ્રાપ્તિના જે સ્થાનો, ભેદો છે તે બધાય જીવદ્રવ્યને નથી. કેમ ? તો કહે છે કે શુદ્ધ દ્રવ્ય ઉપર પર્યાય વાળતાં અનુભૂતિમાં તે આવતા નથી.
પ્રશ્ન:- આ તો આપે કોઈ નવો માર્ગ કાઢયો છે?
ઉત્તર- પ્રભુ! આ તો અનાદિનો માર્ગ છે. અનાદિનો આ જ માર્ગ છે; નવો નથી. અરે ! આ માર્ગના ભાન વિના તું ૮૪ના અવતાર કરીને મરી ગયો છે. તેને પરિચય નથી તેથી નવો લાગે છે, પણ શું થાય? બાપુ! નિમિત્તની દષ્ટિથી, શુભરાગની દૃષ્ટિથી અને ભેદની દષ્ટિથી તો વિકાર જ ઉત્પન્ન થાય છે. અને તેના ફળમાં ચાર ગતિમાં રખડવાનું-રઝળવાનું જ થાય છે. અહીં તો કહે છે કે શુદ્ધ જીવદ્રવ્યના આશ્રયે જે નિર્મળતાનાં પરિણામો, સંયમલબ્ધિનાં પરિણામો ઉત્પન્ન થાય છે તે પર્યાયરૂપે તો છે પણ તે દ્રવ્યમાં નથી. અહા! આવો માર્ગ અનાદિનો છે. જેને હિત કરવું હોય તેને સમજવો પડશે. ભેદ દ્રવ્યમાં નથી, પણ કોને એનું સાચું જ્ઞાન થાય? જેને દ્રવ્યદૃષ્ટિ થાય, દ્રવ્ય અનુભૂતિમાં જણાય તેને એમ જણાય કે ભેદ દ્રવ્યમાં નથી. ભાઈ ! આ અનુભવની ચીજ કાંઈ વાદવિવાદે પાર પડે એમ નથી.
પ્રશ્ન:- તત્ત્વાર્થસૂત્રમાં સમ્યગ્દર્શન નિસર્ગ અને અધિગમ એમ બન્ને રીતથી થાય છે. છતાં આપ કહો છો કે એક (નિસર્ગ)થી જ થાય છે. એ કેવી રીતે?
સમાધાન- પ્રભુ! ધ્યાન દઈને સાંભળને ભાઈ ! સમ્યગ્દર્શનની પર્યાય, વર્તમાન પર્યાયને અંતરમાં વાળતાં પ્રગટ થાય છે. ત્યારે નિમિત્ત કે રાગનું પણ લક્ષ રહેતું નથી. અધિગમથી એટલે નિમિત્ત ઉપર લક્ષ રાખીને સમક્તિ થાય છે એવો અર્થ નથી. વર્તમાન પરિણામ અંત:તત્ત્વમાં વળે છે ત્યારે સમ્યગ્દર્શનના પરિણામ થાય છે. અને ત્યારે ભેદરૂપ ભાવ (જે પરિણામમાં છે, તે પણ સમ્યગ્દર્શનના પરિણામનો વિષય રહેતો નથી. અધિગમથી સમ્યગ્દર્શન થાય છે એમ જે કહ્યું છે તે નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે. તે અધિગમ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #137
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૫૦ થી ૫૫ ]
[ ૧૨૫ સમ્યગ્દર્શન પણ સ્વભાવની દષ્ટિથી જ થાય છે, પરંતુ નિમિત્તનું જ્ઞાન કરાવવા તેને અધિગમ સમ્યગ્દર્શન કર્યું છે.
પ્રશ્ન:- જો નિમિત્તથી કાંઈ ન થાય તો અધિગમથી સમ્યગ્દર્શન થાય છે એમ શા માટે કહ્યું છે?
ઉત્તર- એ તો નિમિત્તની ઉપસ્થિતિમાં શ્રવણ કર્યું હતું કે “અહો ! તું શુદ્ધાત્મા છો ” એ બતાવવા કહ્યું છે. શ્રી અમૃતચંદ્રાચાર્યે કહ્યું છે કે અમારા ગુરુએ અમને શુદ્ધાત્માનો ઉપદેશ આપ્યો હતો. ત્યાં ઉપદેશ આપ્યો એવું પહેલાં લક્ષ હતું. પણ પછી તે લક્ષ છોડીને જ્યારે શુદ્ધાત્માની સન્મુખ થાય છે ત્યારે અનુભૂતિ થાય છે. ત્યારે નિમિત્તનું લક્ષ રહેતું નથી. અધિગમથી સમ્યગ્દર્શન થાય છે એમ જે કહ્યું છે તે નિમિત્તથી કથન કર્યું છે. બાકી જેને સમ્યગ્દર્શન થાય છે તેને સ્વભાવના આશ્રયે જ થાય છે. નિમિત્તના આશ્રયે નહિ.
૨૮. પર્યાપ્ત તેમ જ અપર્યાપ્ત એવાં બાદર ને સૂક્ષ્મ એકેન્દ્રિય, હીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને સંજ્ઞી તથા અસંજ્ઞી પંચેન્દ્રિય જેમનાં લક્ષણ છે એવાં જે જીવસ્થાનો તે બધાંય જીવને નથી. ગજબ વાત છે! બધાંય જીવસ્થાનો જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય છે તેથી અનુભૂતિથી ભિન્ન છે. અભેદ શુદ્ધ વસ્તુમાં ભેદ નથી. કેમકે અભેદના ધ્યાનમાં તે ભેદ અંદર આવતા નથી.
શંકા:- શાસ્ત્ર વાંચતાં જ્ઞાન થાય છે એમ નથી. એટલે કે નિમિત્તથી જ્ઞાન થતું નથી તો આપ શાસ્ત્ર શા માટે વાંચો છો? શાસ્ત્ર તો નિમિત્ત છે, પરદ્રવ્ય છે. અને આ જ (સમયસાર જ) કેમ વાંચો છો ? બીજાં શાસ્ત્રો કેમ વાંચતા નથી ? માટે નિમિત્તમાં કાંઈક વિશેષતા તો છે જ.
સમાધાનઃ- ભગવાન! નિમિત્તથી કાંઈ ન થાય. ભાઈ ! તને નિમિત્તથી થાય છે એમ કેમ સૂઝે છે? નિમિત્તથી લાભ થવાનું તો દૂર રહો, અહીં તો કહે છે કે જ્યાં સુધી નિમિત્તનું લક્ષ છે ત્યાંસુધી વિકલ્પ છે અને તે વિકલ્પ પુદ્ગલના પરિણામમય છે, કારણ કે અંતરમાં લક્ષ જાય છે ત્યારે તે વિકલ્પના પરિણામ અનુભૂતિમાં આવતા નથી. અહાહા! જે સાંભળ્યું છે તે પોતાની જ્ઞાનની પર્યાય છે અને તે પર્યાય પોતાથી (જીવથી) થઈ છે, નિમિત્તથી કે વાણીથી થઈ નથી. છતાં તે પરલક્ષી જ્ઞાનની પર્યાય પણ, નિર્મળ પર્યાયને અંતરમાં વાળતાં, પર તરીકે રહી જાય છે. ભાઈ ! આ તો જેને અંતરની વાત સમજવી હોય તેને માટે છે. તે સમજવા પણ કેટલો પુરુષાર્થ જોઈએ!
૨૯. મિથ્યાદષ્ટિ અર્થાત્ વિપરીત દષ્ટિના પરિણામ તે પહેલું ગુણસ્થાન, સાસાદના સમ્યગ્દષ્ટિ તે બીજું ગુણસ્થાન, સમ્યગમથ્યાદષ્ટિ મિશ્ર તે ત્રીજું ગુણસ્થાન, અસંયત
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #138
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૩
સમ્યગ્દષ્ટિ તે ચોથું ગુણસ્થાન છે. અહા! પરિણામને દ્રવ્યમાં વાળતાં તે અસંયત સમ્યગ્દષ્ટિના પરિણામ પણ લક્ષમાં રહેતા નથી. અવિરત સમ્યગ્દષ્ટિપણું-સમ્યકત્વ પણ પર્યાય છે. અને પર્યાય ઉપર લક્ષ જતાં તો રાગ જ થાય છે. તેથી અહીં કહે છે કે અસંતસમ્યગ્દષ્ટિપણું પણ પુદ્ગલના પરિણામ છે. અહાહા ! પરિણામ જ્યારે અંતરમાં વળે છે ત્યારે અસંયત સમ્યકત્વના પરિણામ પણ અનુભૂતિમાં આવતા નથી. એકમાત્ર અભેદ વસ્તુ અનુભૂતિમાં આવે છે, જણાય છે.
સંયતાસંયત તે શ્રાવકનું પાંચમું ગુણસ્થાન, પ્રમત્તસંયત તે છઠું ગુણસ્થાન, અપ્રમત્તસંયત તે સાતમું ગુણસ્થાન, અપૂર્વકરણ તે આઠમું ગુણસ્થાન છે. તેમાં ઉપશમ અને ક્ષપક બન્નેય લેવાં. અનિવૃત્તિકરણ-ઉપશમ અને ક્ષેપક તે નવમું ગુણસ્થાન, સૂક્ષ્મસાપરાય-ઉપશમ અને ક્ષપક તે દશમું ગુણસ્થાન, ઉપશાંતકષાય તે અગિયારમું ગુણસ્થાન, ક્ષીણકષાય તે બારમું ગુણસ્થાન, સયોગ કેવળી તે તેરમું અને અયોગ કેવળી તે ચૌદમું ગુણસ્થાન છે. આ ગુણસ્થાનો છે તે મોહ અને યોગના ભેદથી બને છે. આવા ભેદલક્ષણવાળા જે ગુણસ્થાનો છે તે બધાંય જીવને નથી. જીવદ્રવ્યમાં ભેદ નથી અને દ્રવ્યનો અનુભવ કરતાં તેમાં પણ ભેદ આવતો નથી. માટે ભેદ બધોય પુદ્ગલનો છે. ભાઈ ! આ તો અલૌકિક અદ્દભુત માર્ગ છે! બાપુ! ભવસિંધુને તરવાનો આ ઉપાય છે. ૪૮ના અવતાર એ મોટો ભવસિંધુ છે. ચૈતન્યસિંધુ ભગવાન આત્માને આશ્રય જતાં એ ભવસિંધુ તરી જવાય છે. પર્યાયના આશ્રયે તરાય એમ નથી.
વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, સંસ્થાન આદિ જડપણું તો જીવને નથી, પણ શુભરાગ પણ જીવને નથી કેમકે રાગમાં ચૈતન્યનો અભાવ છે. અહીં તો વિશેષ કહે છે કે ભેદમાં પણ ચૈતન્યનો અભાવ હોવાથી ભેદ પણ જીવને નથી. ત્રિકાળી ભગવાન આત્મામાં તે સઘળા ભેદો નથી. તથા આત્માના આશ્રયે પ્રગટ થતી અનુભૂતિમાં પણ તે ભેદો આવતા નથી. આવી વાત છે, ભાઈ. એક અક્ષર ફરતાં આખી વાત ફરી જાય એમ છે. બાપુ! આ તો વીતરાગ પરમેશ્વર ત્રિલોકનાથની દિવ્યધ્વનિ છે. અનુભૂતિની જે પર્યાય દ્રવ્ય ઉપર ઢળી છે તે અભેદ એકરૂપ આત્માને જ જુએ છે, એને અભેદમાં ભેદ ભાસતો નથી. તેથી ભેદને પુદ્ગલના પરિણામ કહ્યા
આ પ્રમાણે ઉપરોક્ત બધાય ભાવો પુગલદ્રવ્યના પરિણામમય હોવાથી જીવને નથી. જીવ તો પરમાત્મસ્વરૂપ ચૈતન્યશક્તિ-સ્વભાવમાત્ર છે.
હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે:
* કળશ ૩૭ : શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *
“વર્ણ-ભાદ્ય:' જે રંગ, ગંધ આદિ બાહ્ય પદાર્થો વા અથવા “રી-મોદ–ાય: વા' રાગ-મોહાદિક અત્યંતર “માવા:” પરિણામો છે તે “સર્વે વ’ બધાય “સભ્ય પુંસ:' આ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #139
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૫૦ થી ૫૫ ]
[ ૧૨૭
પુરુષથી–આત્માથી “fમા:” ભિન્ન છે. આ બધાય ભાવો ભગવાન આત્માને નથી. “તેના
વ” તેથી “કન્ત: તત્ત્વત: પશ્યત:” અંતર્દષ્ટિ વડે જોનારને, શુદ્ધ અંત:તત્ત્વની અનુભૂતિ કરનારને શમી નો દET: સ્યુ:” એ બધા દેખાતા નથી. અહા ! આવું તત્ત્વ પકડાય-સમજાય નહિ એટલે અજ્ઞાની બાહ્ય વ્રત-તપને, ક્રિયાકાંડને ધર્મ માની લે છે. પરંતુ ભાઈ ! તું ભૂલો ડયો છે. જે માર્ગે જવાનું હતું તે માર્ગે ગયો નહિ અને જે માર્ગથી ખસવાનું તું તે ખોટા માર્ગે તું ચઢી ગયો છે. અંદર ભગવાન આનંદનો નાથ પૂર્ણ સ્વરૂપે ક્યાં છે ત્યાં જવું છે, નાથ! તેને પ્રાપ્ત કરવો છે, પ્રભુ! તો તે જ્યાં છે ત્યાં જા ને! તને તે અવશ્ય પ્રાપ્ત થશે. શું તે પર્યાયમાં, રાગમાં, નિમિત્તમાં કે ભેદમાં છે કે ત્યાં તે શોધે છે? (ત્યાં નથી, ભાઈ !)
જ્ઞાયકભાવને અર્થાત ચૈતન્યશક્તિ-સ્વભાવભાવને અંતર્દષ્ટિ વડે જોતાં તે બધા ભેદ ભાવો દેખાતા નથી. અહાહા ! વર્તમાન પર્યાય અંતર્મુખ થઈ ચિદાનંદઘનમય શુદ્ધ અંતઃ તત્ત્વને જ્યાં જુએ છે ત્યાં એ બધા ભેદો અનુભૂતિમાં જણાતા નથી. આવો માર્ગ છે, પ્રભુ!
પ્રશ્ન:- પણ તેનું (માર્ગ પ્રાપ્ત કરવાનું) કાંઈ સાધન છે કે નહીં? કે એમ ને એમ પ્રાપ્ત થાય છે ?
ઉત્તર- સાધન છે ને. પ્રજ્ઞાછીણી વા આત્માનુભવ એ સાધન છે. વ્યવહારના વિકલ્પ જે છે એ કોઈ એનું સાધન છે જ નહિ. રાગથી ભિન્ન પડવાનું સાધન બહાર નથી. અતદાર એ સાધન છે. અહા ! સાંસારિક ધંધામાં કેટકેટલી સાવધાની રાખે? એમાં કેટલા ઉલ્લસિત પરિણામ હોય છે? અને અહીં જ્યાં ભગવાનમાં જવું છે ત્યાં ઉલ્લાસ ન મળે, સાવધાની ન મળે તો માર્ગ કેમ પ્રાપ્ત થાય ?
અહીં કહે છે કે શુદ્ધ અંત:તત્ત્વમાં ભેદો નથી. શુભરાગ અને નિમિત્તની વાત તો કયાંય દૂર રહી ગઈ. એ તો સ્થૂળ બહિર્તત્ત્વ છે. અંત:તત્ત્વ એવું જે દ્રવ્ય અર્થાત્ ચૈતન્યસ્વભાવ તેને જોનાર-અનુભવનાર પર્યાયને એમાં ભેદ ભાસતા નથી, “ખરું પૂરું દર્દ ચાત' માત્ર એક સર્વોપરિ તત્ત્વ જ દેખાય છે. એટલે કે કેવળ એક ચૈતન્યભાવસ્વરૂપ અભેદ આત્મા જ દેખાય છે. ભાઈ ! આ તો એકલા માખણની વાત છે!
અહો ! શું સમયસારની શૈલી ! શું તેની અગાધતા! શું તેની ભાષા! કોઈને એમ થાય કે એકલા સમયસારની જ પ્રશંસા કરે છે. બાપુ! એમ અર્થ ન થાય, ભાઈ. અમને તે સર્વ ભાવલિંગી સંતોનાં શાસ્ત્ર પૂજ્ય છે. દર્શનારમાં દિગંબર મુનિરાજ શ્રી દેવસેનાચાર્ય કહે છે કેપ્રભો ! (કુંદકુંદાચાર્યદવ ) આપ મહાવિદેહક્ષેત્રમાં જઈને જો આ વસ્તુ ન લાવ્યા હોત તો અમે ધર્મ કેમ પામત ? એટલે શું એમના ગુરુ પાસે કાંઈ ન હતું એમ અર્થ થાય ? ભાઈ ! એમ નથી. અહા! સાક્ષાત અરિહંત પરમાત્મા બિરાજે છે ત્યાં પ્રભુ આપ ગયા અને આ વાત લાવ્યા–એમ ત્યાં પ્રમોદ બતાવ્યો છે. જેથી કરીને (આ વચન વડે) પોતાના ગુરુનો
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #140
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૩
અનાદર કર્યો છે વા પોતાના ગુરૂની પરંપરામાં કાંઈ ન હતું એવો અર્થ ન થાય. શ્રી કુંદકુંદાચાર્યની અધિક્તા-વિશેષતા ભાસી છે તેથી બહુમાનથી એમ કહ્યું છે. કવિ શ્રી વૃંદાવનદાસજીએ પણ કહ્યું છે કે-કુંદકુંદાચાર્ય સમાન થયા નથી, છે નહિ અને થશે નહિ. “હુએ, ન હૈ, ન હૉહિંગે મુનિંદ કુંદકુંદસે.” એટલે બીજા મુનિઓનો એમાં અનાદર કરે છે એવો અર્થ છે? જે વિશેષતા દ્વારા પોતાનો ઉપકાર થયો તેને તે વર્ણવે છે.
અહીં કહે છે કે-દષ્ટિ અંતર્મુખ થતાં એક ઉત્કૃષ્ટ વસ્તુ, અભેદ ચૈતન્યસામાન્ય જ અનુભવાય છે, દેખાય છે, જણાય છે. અલબત, તે અભેદને અવલોકે છે તો વર્તમાન પર્યાય, પણ તે પર્યાય ભેદને અવલોક્તી નથી, એક અભેદને જ અવલોકે છે.
* કળશ ૩૭ : ભાવાર્થ ઉપરનું પ્રવચન *
પરમાર્થનય અભેદ જ છે. તેથી તે દૃષ્ટિથી જોતાં ભેદ દેખાતો નથી. પરમાર્થનયની દૃષ્ટિમાં આત્મા એક ચૈતન્યમાત્ર જ દેખાય છે. પરમાર્થદષ્ટિ પર્યાયના ભેદોને સ્વીકારતી નથી. એટલે વ્યવહારનય છે જ નહિ એમ નથી. નય છે તે જ્ઞાન છે અને જે જ્ઞાન છે તો તેનો વિષય કેમ ન હોય? માટે વ્યવહારનયનો વિષય જે ભેદ તે છે. પરંતુ ભાઈ ! તે આશ્રય કરવા લાયક નથી. માટે તેનો અહીં નિષેધ કર્યો છે.
આ શાસ્ત્રની ટીકાના ચોથા કળશમાં આવે છે કે નિશ્ચયનય અને વ્યવહારનયને વિષયની અપેક્ષાએ વિરોધ છે. તથા ભગવાને તો એક શુદ્ધ ત્રિકાળી જીવને જ ઉપાદેય કહ્યો છે.
નિન વસિ ૨મત્તે'—એનો અર્થ કળશટીકાકારે આવો કર્યો છે કે-“આસન્નભવ્ય જીવો દિવ્યધ્વનિ દ્વારા કહી છે ઉપાદેયરૂપ શુદ્ધ જીવવસ્તુ તેમાં સાવધાનપણે ચિ-શ્રદ્ધા-પ્રતીતિ કરે છે. વિવરણ-શુદ્ધ જીવવસ્તુનો પ્રત્યક્ષપણે અનુભવ કરે છે તેનું નામ રુચિ-શ્રદ્ધા-પ્રતીતિ છે.” જિનવચનમાં રમવું એમ જે કહ્યું છે તેનો અર્થ એ થાય છે કે જિનવચનમાં જે ત્રિકાળી શદ્ધ જીવવસ્તુને ઉપાદેય કહી છે તેમાં રમવું; પરંતુ ઉભયનમાં-વિરુદ્ધ બને નયોમાં રમવું એવો અર્થ નથી. જિનવચનમાં નિશ્ચય અને વ્યવહાર બન્ને નય કહ્યા છે. પરંતુ બન્ને નયમાં ન રમાય. કાં તો અજ્ઞાનપણે વ્યવહારનયના વિષયમાં રમાય અથવા જ્ઞાનપણે અંતરના વિષયમાં ૨માય.
મોક્ષમાર્ગપ્રકાશકના સાતમા અધિકારમાં આવે છે કે-“જિનમતમાં નિશ્ચય અને વ્યવહાર બે નય કહ્યા છે માટે અમારે એ બને નયોનો અંગીકાર કરવો, એ પ્રમાણે વિચારી જેમ કેવળ નિશ્ચયાભાસના અવલંબીઓનું કથન કર્યું હતું એ પ્રમાણે તો તે નિશ્ચયનો અંગીકાર કરે છે તથા જેમ કેવળ વ્યવહારાભાસના અવલંબીઓનું કથન કર્યું હતું તેમ વ્યવહારનો અંગીકાર કરે છે; જોકે એ પ્રમાણે અંગીકાર કરવામાં બને નયોમાં પરસ્પર વિરોધ છે, તોપણ કરે શું? કારણ બન્ને નયોનું સાચું સ્વરૂપ તેને ભાસ્યું નથી અને જૈનમતમાં બે નય કહ્યા છે તેમાં કોઈને છોડ્યો પણ જતો નથી તેથી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #141
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૫૦ થી ૫૫ ]
[ ૧૨૯
ભ્રમપૂર્વક અને નયોનું સાધન સાધે છે; એ જીવો પણ મિથ્યાદષ્ટિ જાણવા.' બહુ સરસ ખુલાસો
અહીં કહે છે કે નિશ્ચયનયની દષ્ટિમાં ચૈતન્યમાત્ર જ આત્મા દેખાય છે. અહાહા ! અંતર્દષ્ટિ કરનારને પરમ એટલે ઉત્કૃષ્ટ લક્ષ્મીવાળો ભગવાન આત્મા, સર્વોપરિ એકરૂપ ચૈતન્યતત્ત્વ જ દેખાય છે. એક અભેદની દષ્ટિમાં ભેદ જણાતા નથી. ભાઈ ! અંદર આખું ચૈતન્યરત્ન પડયું છે. તેનો મહિમા કરી તેની દષ્ટિ અનંતકાળમાં કરી નહિ અને વ્યવહારનો મહિમા કરી કરીને જન્મ-મરણના ૮૪ના ચક્કરમાં રખડી રહ્યો છે.
અનુભવમાં આત્મા અભેદ જ જણાય છે. માટે તે વર્ણાદિ અને રાગાદિ ભાવો પુરુષથીઆત્માથી ભિન્ન જ છે.
આ વર્ણથી માંડીને ગુણસ્થાન પર્યંતના જે ભાવો છે તેમનું સ્વરૂપ વિસ્તારથી જાણવું હોય તો ગોમ્મસાર આદિ ગ્રંથોમાંથી જાણી લેવું.
[ પ્રવચન નં. ૯૯ થી ૧૦૪
દિનાંક ૧૮-૬-૭૬ થી ૨૩-૬-૭૬ ]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #142
--------------------------------------------------------------------------
________________
Version 001,a: remember to check htÎp://www.AtmaDharma.com for updates
ગાથા-પડ
ननु वर्णादयो यद्यमी न सन्ति जीवस्य तदा तन्त्रान्तरे कथं सन्तीति प्रज्ञाप्यन्ते इति
શ્વેત્
ववहारेण दु एदे जीवस्स हवंति वण्णमादीया । गुणठाता भावाण दु केई णिच्छयणयस्स ।। ५६ ।।
व्यवहारेण त्वेते जीवस्य भवन्ति वर्णाद्याः । गुणस्थानान्ता भावा न तु केचिन्निश्चयनयस्य ।। ५६ ।।
હવે શિષ્ય પૂછે છે કે જો આ વર્ણાદિક ભાવો જીવના નથી તો અન્ય સિદ્ધાંતગ્રંથોમાં ‘તે જીવના છે’ એમ કેમ કહ્યું છે? તેનો ઉત્તર ગાથામાં કહે છેઃ
વર્ણાદિ ગુણસ્થાનાંત ભાવો જીવના વ્યવહા૨થી, પણ કોઈ એ ભાવો નથી આત્મા તણા નિશ્ચય થકી. ૫૬.
ભાવાર્થ:- [તે] આ [વર્ષાઘા: મુળસ્થાનાન્તા: ભાવ: ] વર્ણથી માંડીને ગુણસ્થાન પર્યન્ત ભાવો કહેવામાં આવ્યા તે [વ્યવહારેળ તુ] વ્યવહારનયથી તો [ નીવચ ભવન્તિ ] જીવના છે (માટે સૂત્રમાં કહ્યા છે), [તુ] પરંતુ [નિશ્વયનયસ્ય] નિશ્ચયનયના મતમાં [ òવિત્ 7] તેમનામાંના કોઈ પણ જીવના નથી.
ટીકા:- અહીં, વ્યવહારનય પર્યાયાશ્રિત હોવાથી, સફેદ રૂનું બનેલું વસ્ત્ર જે કસુંબા વડે રંગાયેલું છે એવા વસ્ત્રના ઔપાધિક ભાવ (−લાલ રંગ )ની જેમ, પુદ્દગલના સંયોગવશે અનાદિ કાળથી જેનો બંધપર્યાય પ્રસિદ્ધ છે એવા જીવના ઔપાધિક ભાવ (વર્ણાદિક) ને અવલંબીને પ્રવર્તતો થકો, (તે વ્યવહારનય) બીજાના ભાવને બીજાનો કહે છે; અને નિશ્ચયનય દ્રવ્યના આશ્રયે હોવાથી, કેવળ એક જીવના સ્વાભાવિક ભાવને અવલંબીને પ્રવર્તતો થકો, બીજાના ભાવને જરા પણ બીજાનો નથી કહેતો, નિષેધ કરે છે. માટે વર્ણથી માંડીને ગુણસ્થાન પર્યંત જે ભાવો છે તે વ્યવહારથી જીવના છે અને નિશ્ચયથી જીવના નથી એવું ( ભગવાનનું સ્યાદ્વાદવાળું ) કથન યોગ્ય છે.
* શ્રી સમયસાર ગાથા ૫૬ : : મથાળું *
હવે શિષ્ય પૂછે છે કે જો આ વર્ણાદિક ભાવો જીવના નથી તો અન્ય સિદ્ધાંતગ્રંથોમાં ‘તે જીવના છે' એમ કેમ કહ્યું છે? તત્ત્વાર્થસૂત્રમાં તો રાગ-દ્વેષ આદિ ઉદયભાવને જીવના કહ્યા છે. અને આપ કહો છો કે તે જીવને નથી. તો એ કેવી રીતે છે? તેનો ઉત્તર ગાથામાં કહે છે:
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #143
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-પ૬ ]
[ ૧૩૧
* ગાથા પ૬ : ટીકા ઉપરનું પ્રવચન *
વ્યવહારનય પર્યાયાશ્રિત છે. એટલે કે પર્યાયના આશ્રયે વ્યવહારનય હોય છે. જેમ સફેદ રૂનું બનેલું વસ્ત્ર સફેદ જ છે, પરંતુ કસુંબા વડે રંગાયેલું તે (લાલ) રંગસહિત છે. (લાલ) રંગ છે તે જેમ વસ્ત્રનો ઔપાધિક ભાવ છે, તેમ અનાદિકાળથી પુદ્ગલના સંયોગવશે જીવને બંધ પર્યાય પ્રસિદ્ધ છે, તે જીવનો ઔપાધિક ભાવ છે. જીવ તો ત્રિકાળ શુદ્ધ ચૈતન્યસ્વભાવી વસ્તુ છે. પરંતુ અનાદિકાળથી કર્મ પુદગલના સંયોગવશે તેને બંધ પર્યાય છે, રાગાદિ સહિત અવસ્થા છે. એ જીવનો ઔપાધિક ભાવ છે. આવા ઔપાધિકભાવને અવલંબીને પ્રવર્તતો વ્યવહારનય, બીજાના ભાવને બીજાનો કહે છે. જેમકે-સફેદ વસ્ત્ર કસુંબાના રંગે રંગાયું હોય ત્યારે રંગ તે વસ્ત્રનો ઔપાલિકભાવ છે. તે ભાવ બીજાનો (કસંબાનો) છે છતાં વ્યવહારનય તે ભાવને
ભાવ છે–એમ કહે છે. તેમ જીવ તો શુદ્ધ ચૈતન્યમાત્ર વસ્તુ છે અને આ વર્ણાદિ ભાવો છે તે ઔપાધિક ભાવ છે અને તે બીજાના-અજીવના છે. છતાં વ્યવહારનય, તે વર્ણાદિભાવને જીવના ભાવ કહે છે. આ પ્રમાણે ઔપાધિકભાવને અવલંબીને પ્રવર્તતો વ્યવહારનય બીજાના ભાવને બીજાનો કહે છે.
જ્યારે નિશ્ચયનય દ્રવ્યના આશ્રયે છે. જોયું? પહેલાં વ્યવહારનયને પર્યાયાશ્રિત કહ્યો હતો, અને હવે નિશ્ચયનય દ્રવ્યના આશ્રય-ત્રિકાળી વસ્તુના આશ્રયે છે એમ કહ્યું. અર્થાત્ નિશ્ચયનય, કેવળ એક જીવના સ્વાભાવિક ભાવને અવલંબીને પ્રવર્તે છે એમ કહ્યું. ત્રિકાળી શાકભાવ તે જીવનો કેવળ એક સ્વભાવભાવ છે. આવા જીવના કેવળ એક સ્વાભાવિક ભાવને
અવલંબીને પ્રવર્તતો હોવાથી નિશ્ચયનય, બીજાના ભાવને જરાપણ બીજાનો કહેતો નથી. નિશ્ચયનય દ્રવ્યના આશ્રયે પ્રવર્તતો હોવાથી પાધિકભાવનો નિષેધ કરે છે. માટે વર્ણથી માંડીને ગુણસ્થાન સુધીના જે ભાવો છે તે બધાય વ્યવહારનયથી તો જીવના છે, પરંતુ નિશ્ચયથી તેઓ જીવને નથી. આવું ભગવાનનું જે સ્યાદ્વાદયુક્ત કથન છે તે યોગ્ય છે.
પ્રશ્ન- બે નય છે તો બન્ને આદરવા જોઈએ ને ?
ઉત્તર- ના, એમ નથી. વ્યવહારનય જાણવા લાયક છે. જ્યારે નિશ્ચયનય આદરવા લાયક છે.
(પહેલાં ૨૯ બોલ દ્વારા કહ્યા તે) વર્ણથી માંડીને ગુણસ્થાન પર્યત જે ભાવો છે તે બધાય પર્યાય અપેક્ષાએ વ્યવહારથી જીવના છે. છતાં વસ્તુના સ્વભાવની દૃષ્ટિથી જોતાં નિશ્ચયથી તે જીવમાં નથી. આનું નામ સ્યાદ્વાદ છે. “રૂતિ યુp1 પ્રજ્ઞત્તિ:' એમ પાઠમાં છે ને? એટલે કે વ્યવહારથી (પર્યાયમાં) છે, પરંતુ નિશ્ચયથી જીવવસ્તુમાં નથી એવું વીતરાગનું (સ્યાદ્વાદવાળું ) કથન છે તે યોગ્ય છે, બરાબર છે, યથાર્થ છે.
[ પ્રવચન નં. ૧૦૪ (શેષ) ૧૦૫
*
દિનાંક ૨૩-૬-૭૬ અને ૨૪-૬-૭૬ ]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #144
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૫૭
कुतो जीवस्य वर्णादयो निश्चयेन न सन्तीति चेत्
एदेहिं य संबंधो जहेव खीरोदयं मुणेदव्यो। ण य होंति तस्स ताणि दु उवओगगुणाधिगो जम्हा।। ५७ ।।
एतैश्च सम्बन्धो यथैव क्षीरोदकं ज्ञातव्यः। न च भवन्ति तस्य तानि तूपयोगगुणाधिको यस्मात्।। ५७ ।।
હવે વળી પૂછે છે કે વર્ણાદિક નિશ્ચયથી જીવના કેમ નથી તેનું કારણ કહો. તે પ્રશ્નનો ઉત્તર કહે છે:
આ ભાવ સહ સંબંધ જીવનો ક્ષીરનીરવત્ જાણવો; ઉપયોગગુણથી અધિક તેથી જીવના નહિ ભાવ કો. ૫૭.
ગાથાર્થ- [ wત્તે: ૨ સત્પન્થ:] આ વર્ણાદિક ભાવો સાથે જીવનો સંબંધ [ ક્ષીરો યથી વ] જળને અને દૂધને એકક્ષેત્રાવગાહરૂપ સંયોગસંબંધ છે તેવો [ જ્ઞાતવ્ય:] જાણવો [૨] અને [ તાનિ] તેઓ [તચ તુ ન ભવન્તિ ] તે જીવના નથી [વરમાત્] કારણ કે જીવ [ ઉપયો| Mાધિs:] તેમનાથી ઉપયોગગુણે અધિક છે (–ઉપયોગગુણ વડે જુદો જણાય છે).
ટીકાઃ- જેમ-જળમિશ્રિત દૂધનો, જળ સાથે પરસ્પર અવગાહસ્વરૂપ સંબંધ હોવા છતાં, સ્વલક્ષણભૂત જે દૂધપણું-ગુણ તે વડે વ્યાપ્ત હોવાને લીધે દૂધ જળથી અધિકપણે પ્રતીત થાય છે; તેથી, જેવો અગ્નિનો ઉષ્ણતા સાથે તાદાભ્યસ્વરૂપ સંબંધ છે તેવો જળ સાથે દૂધનો સંબંધ નહિ હોવાથી, નિશ્ચયથી જળ દૂધનું નથી; તેવી રીતે-વર્ણાદિક પુદ્ગલ દ્રવ્યના પરિણામો સાથે મિશ્રિત આ આત્માનો, પુદ્ગલદ્રવ્ય સાથે પરસ્પર અવગાહુસ્વરૂપ સંબંધ હોવા છતાં, સ્વલક્ષણભૂત ઉપયોગગુણ વડે વ્યાપ્ત હોવાને લીધે આત્મા સર્વ દ્રવ્યોથી અધિકપણે પ્રતીત થાય છે; તેથી, જેવો અગ્નિનો ઉષ્ણતા સાથે તાદાભ્યસ્વરૂપ સંબંધ છે તેવો વર્ણાદિક સાથે આત્માનો સંબંધ નહિ હોવાથી, નિશ્ચયથી વર્ણાદિક પુદ્ગલપરિણામો આત્માના નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #145
--------------------------------------------------------------------------
________________
Version 001,a: remember to check h††p://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૫૭ ]
[ ૧૩૩
* શ્રી સમયસાર ગાથા-૫૭ મથાળું *
હવે વળી પૂછે છે કે વર્ણાદિક નિશ્ચયથી જીવના કેમ નથી? એ રંગ, ગંધ અને ગુણસ્થાન આદિ નિશ્ચયથી કેમ જીવના નથી તેનું કારણ કહો. તે પ્રશ્નનો ઉત્તર કહે છેઃ
* ગાથા ૫૭ : ટીકા ઉ૫૨નું પ્રવચન *
જેમ-જળમિશ્રિત દૂધનો, જળ સાથે પરસ્પર અવગાસ્વરૂપ સંબંધ છે. એટલે કે પાણીમાં દૂધ અને દૂધમાં પાણી એમ પરસ્પર ભેગા રહેવાનો અવગાહરૂપ સંબંધ છે. છતાં સ્વલક્ષણભૂત જે દૂધપણું-ગુણ તે વડે વ્યાપ્ત હોવાને લીધે દૂધ, જળથી અધિકપણે પ્રતીત થાય છે. દૂધનું સ્વલક્ષણ દૂધપણું જે ગુણ છે તે વડે વ્યાપ્ત હોવાને લીધે દૂધ, જળથી ભિન્ન પ્રતીતમાં આવે છે એમ કહે છે. અધિક એટલે જુદું, ભિન્ન. તેથી જેવો અગ્નિનો ઉષ્ણતા સાથે તાદાત્મ્યસ્વરૂપ સંબંધ છે તેવો જળ સાથે દૂધનો સંબંધ નથી. જળને તથા દૂધને પરસ્પર અવગાહસંબંધ છે, પણ અગ્નિ-ઉષ્ણતાની જેમ તાદાત્મ્યસ્વરૂપ સંબંધ નથી. માટે નિશ્ચયથી જળ, દૂધનું નથી.
તેવી રીતે-આત્મા અને રંગ-ગંધ આદિ પુદ્દગલ, રાગ-દ્વેષાદિ વિકાર તથા ગુણસ્થાન આદિ ભેદ-ને પરસ્પર એકબીજાને અવગાહસ્વરૂપ સંબંધ હોવા છતાં, સ્વલક્ષણભૂત ઉપયોગગુણ વડે વ્યાસ હોવાને લીધે આત્મા સર્વથી અધિક એટલે જીદો પ્રતીતિ થાય છે. ભગવાન આત્મા જાણન–દેખનરૂપ ઉપયોગગુણ વડે બીજાથી અધિક એટલે જુદો છે. જેમ દૂધપણા વડે દૂધ, જળથી ભિન્ન છે તેમ ઉપયોગગુણ વડે આત્મા સર્વ અન્યભાવોથી ભિન્ન છે. જેમ અગ્નિ અને ઉષ્ણતાનો તાદાત્મ્યસ્વરૂપ સંબંધ છે તેમ ભગવાન આત્માને વર્ણથી માંડી ગુણસ્થાનાંત ભાવો સાથે તાદાત્મ્યસ્વરૂપ સંબંધ નથી. બન્ને વચ્ચે અવગાહ સંબંધ છે, પણ તાદાત્મ્ય સંબંધ નથી. માટે નિશ્ચયથી વર્ણથી માંડી ગુણસ્થાન પર્યંતના ભાવો, આત્માના નથી. જાણવું, જાણવું, જાણવું એવો જે જીવનો સ્વભાવ છે તે વડે જીવ રાગ, દ્વેષ તથા ગુણસ્થાન આદિ ભેદના ભાવોથી ભિન્ન છે. અહાહા! ઉપયોગરૂપ જે ત્રિકાળી સ્વભાવ છે તેનું પર્યાયમાં લક્ષ થતાં, ઉપયોગ વડે તે પ૨થી જુદો પડે છે.
નિશ્ચયથી ત્રિકાળ ઉપયોગ અર્થાત્ જ્ઞાનગુણ તે જીવનું સ્વભાવભૂત લક્ષણ છે. ગાથા ૩૧માં આવી ગયું છે કે–જ્ઞાનસ્વભાવ વડે આત્મા અધિક છે. પરંતુ ત્રિકાળ જ્ઞાનસ્વભાવ વડે તે પરથી જુદો એનો નિર્ણય કોણ કરે છે? સ્વભાવ તરફ ઢળેલી પર્યાય એમ નિર્ણય કરે છે કે આ આત્મા જ્ઞાનગુણ વડે પરથી અધિક-જુદો છે. ત્રિકાળી જીવનું લક્ષણ ત્રિકાળ ઉપયોગ છે, પણ ઉપયોગલક્ષણ જીવ છે એમ જાણે છે કોણ ? ત્રિકાળ ઉપયોગ કાંઈ ન જાણે. (એ તો અક્રિય છે). પરંતુ એમાં ઢળેલી પર્યાય જાણે છે કે ઉપયોગલક્ષણ જીવ છે. અહાહા ! આ તો દ્રવ્ય-ગુણ અને પર્યાયની વ્યાખ્યા સ્પષ્ટ કરે છે.
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #146
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૩
શાસ્ત્રમાં આવે છે કે-જીવનું ઉપયોગલક્ષણ નિત્ય છે. પણ નિત્ય ઉપયોગ-લક્ષણનો નિર્ણય કરનાર પર્યાય છે. ઉપયોગ અર્થાત જાણવાના સ્વભાવ વડે ભગવાન આત્મા રાગાદિ ભાવોથી ભિન્ન છે, જુદો છે. પરંતુ રાગાદિથી આત્માને જુદો કરનાર ગુણ નથી, પણ અનુભૂતિની પર્યાય છે. ૪૯ મી ગાથામાં અવ્યક્તના બોલમાં આવ્યું હતું કે ‘ચિત્સામાન્યમાં ચૈતન્યની સર્વ વ્યક્તિઓ નિમગ્ન (અંતર્ભત) છે માટે અવ્યક્ત છે.” ભગવાન આત્મામાં પર્યાયો અંતર્લીન છે. પરંતુ પર્યાયો જેમાં અંતર્લીન છે એવા અવ્યક્તનો નિર્ણય તો વ્યક્ત પર્યાય જ કરે
અહીં કહે છે કે દૂધ અને જળ એક જગ્યાએ પરસ્પર વ્યાપીને અવગાહુ સંબંધ હોવા છતાં, દૂધના ગુણથી-લક્ષણથી જોઈએ તો જળથી દૂધ જૂદું છે એમ જણાય છે. તેમ આત્મા અને પુણ્ય, પાપ, દયા, દાન, વ્રત, આદિના વિકલ્પો અવગાહ સંબંધની અપેક્ષાએ એક જગ્યાએ વ્યાપેલા હોવા છતાં, સ્વભાવની શક્તિથી જોઈએ તો, આત્મા જ્ઞાનગુણ વડે રાગાદિથી જુદો છે, અધિક છે, એમ જણાય છે. રાગથી ભિન્ન પડીને પરિણતિ જ્યારે જ્ઞાયક ઉપર લક્ષ માંડે છે ત્યારે તે ઉદ્ધત (સ્વતંત્ર) પરિણતિ વડે આત્મા રાગથી ભિન્ન ખરેખર અનુભવાય છે. આ રાગથી-પરથી ભિન્ન-અધિક છું એવો અનુભવ ગુણમાં ક્યાં છે? એવો અનુભવ તો પર્યાયમાં
જેમ દષ્ટાંતમાં “સ્વલક્ષણભૂત દૂધપણું-ગુણ” એમ લીધું હતું તેમ સિદ્ધાંતમાં “સ્વલક્ષણભૂત ઉપયોગ-ગુણ એમ લીધું છે. આ આત્મા અને પુણ્ય-પાપ, ગુણસ્થાન આદિ ભાવો એક અવગાહનાએ વ્યાપેલા હોવા છતાં, સ્વલક્ષણભૂત ઉપયોગ-ગુણથી જોતાં, અર્થાત્ પરિણતિ અંતરમાં ઢળે છે ત્યારે, તે ભાવો જ્ઞાનથી-આત્માથી ભિન્ન જણાય છે. તેથી આ સર્વ અન્ય ભાવો પર્યાયમાં છે છતાં દ્રવ્યમાં નથી એમ કહે છે. આવી વાતો છે! આમ આત્મા સર્વ દ્રવ્યોથી અને સર્વ ભાવોથી અધિકપણે પ્રતીત થાય છે.
જેમ દૂધના મીઠાશ ગુણ વડે, દૂધ તથા જળ એક જગ્યાએ વ્યાપેલા હોવા છતાં, દૂધ જળથી ભિન્ન જણાય છે. તેમ ભગવાન આત્મા જ્ઞાન-ઉપયોગ ગુણ વડે, સ્વભાવભાવ વડે પરથી ભિન્ન દેખાય છે. પણ તે જાણે છે તો પર્યાય. અર્થાત આત્મા પરથી જુદો છે એવો નિર્ણય પર્યાય કરે છે. આ જ્ઞાનગુણ વડે ભગવાન આત્મા પરથી જુદો છે એવો જેને અનુભૂતિની પર્યાયમાં નિર્ણય થયો છે તેને આત્મા જુદો છે એમ ખરેખર જાણવામાં આવે છે, કારણ કે ત્રિકાળ જે ઉપયોગ ગુણ છે એમાં જાણવું કયાં થાય છે? દ્રવ્ય-ગુણ તો ધ્રુવ, કૂટસ્થ છે, અક્રિય છે. એમાં કોઈ ક્રિયા, પરિણમન, બદલવું નથી. ક્રિયા તો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #147
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-પ૭ ]
[ ૧૩૫
પરિણતિ-પર્યાયમાં છે. રાગની ક્રિયા તો દ્રવ્ય-ગુણમાં નથી. પણ નિર્મળતાની ક્રિયા પણ દ્રવ્યગુણમાં નથી. ક્રિયા પર્યાયમાં છે, તેથી જે પર્યાય અંદર દ્રવ્યસ્વભાવ તરફ વળે છે તે પર્યાય એમ નક્કી કરે છે કે ઉપયોગગુણ વડે આત્મા સર્વ પદ્રવ્યોથી ભિન્ન છે, અધિક છે. આવી માખણ-માખણની વાત છે.
અજ્ઞાનીને તો બહારની હો-હામાંથી ધર્મ પ્રાપ્ત કરવો છે. થોડું દાન આપે કે એકાદ મંદિર બનાવી ભગવાનની પ્રતિષ્ઠા કરે એટલે જાણે કે ધર્મ થઈ ગયો. તેને અહીં કહે છે કે ભાઈ ! બહારનું તો થવા કાળે ત્યાં (બહાર) થાય છે, એનાથી તારો ભાવ જુદો છે અને વર્તમાનમાં તને થયેલા વિકલ્પ-રાગથી તું ભગવાન જુદો છો. અહાહા ! પોતાનું લક્ષણ જે જાણક ઉપયોગ છે એવા ગુણ વડે આત્મા વ્યાપ્ત હોવાને લીધે તે સર્વદ્રવ્યોથી અધિકપણે પ્રતીત થાય છે. આત્માને વર્ણાદિ સાથે અવગાહુ સંબંધ છે, પણ અગ્નિ-ઉષ્ણતાની જેમ તાદાભ્યમ સંબંધ નથી. અહાહા ! આ જે વ્યવહારરત્નત્રયનો રાગ છે તેની સાથે આત્માને અવગાહુ સંબંધ છે પણ તાદાભ્ય સંબંધ નથી. તેથી સ્વલક્ષણભૂત જ્ઞાન-ગુણથી જોવામાં આવે તો આત્મા વર્ણાદિથી અને વ્યવહારરત્નત્રયના રાગથી અધિક એટલે ભિન્ન જણાય છે. પર્યાય જ્યાં સ્વભાવ તરફ ઢળી ત્યાં સ્વભાવનું, ગુણસ્થાન આદિ ભેદથી ભિન્નપણું ભાસે છે. આ પ્રમાણે રાગાદિ સાથે આત્માને તાદાભ્યપણું નહિ હોવાથી નિશ્ચયથી રાગાદિ સર્વ પુદ્ગલના પરિણામ છે, પરંતુ આત્માના પરિણામ નથી. ભાઈ ! આ કોઈ ધારી રાખે એની વાત નથી, પણ અનુભવ કરે એની વાત છે.
અહીં બે પ્રકારના સંબંધની વાત કરી છે. (૧) અવગાહુ સંબંધ. (૨) તાદાભ્ય સંબંધ. ભગવાન આત્માને રાગાદિ સાથે અવગાહુ સંબંધ છે, પણ આત્માને જેવો જ્ઞાનગુણ સાથે તાદાભ્ય સંબંધ છે તેવો રાગાદિ સાથે સંબંધ નથી. બીજી રીતે કહીએ તો આત્માને રાગાદિ સાથે એકરૂપતા નથી અર્થાત્ બન્ને વચ્ચે સાંધ-સંધિ છે. તેથી જ્ઞાનની પર્યાયને સ્વભાવમાં વાળતાં બને જુદા પડી જાય છે. આ દયા, દાન, વ્રત, આદિ જે વિકલ્પો છે એની સાથે આત્માને એક્તા નથી, સંધિ છે. માટે જ્ઞાનની પર્યાય જ્યાં સ્વરૂપનું લક્ષ કરી અંદર ઢળી ત્યાં તે વિકલ્પો ભિન્ન પડી જાય છે. પર્યાયમાં આવો અનુભવ થવો તે સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન છે.
આ પ્રમાણે વર્ણાદિથી માંડીને ગુણસ્થાન પર્વતના સર્વ ભાવો પુદ્ગલના પરિણામો છે પણ આત્માના નથી. વ્યવહારથી પર્યાયનયે તેઓ જીવના છે છતાં નિશ્ચયથી દ્રવ્યનયે તેઓ જીવના નથી એવો સ્યાદ્વાદ છે. આનું નામ સ્યાદ્વાદ છે. વ્યવહારનયે જીવના છે અને નિશ્ચયથી પણ જીવના છે-એ સ્યાદ્વાદ નથી. તથા વ્યવહાર જૂઠો છે કારણ કે તે વસ્તુમાં નથી. કળશટીકામાં અનેક સ્થાન પર વ્યવહારને જૂઠો કહ્યો છે. સત્ય વસ્તુ તો ત્રિકાળી શુદ્ધ ચિસ્વરૂપ આત્મા છે. એની અપેક્ષાએ આ સર્વ વ્યવહારના ભાવો જૂઠા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #148
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૬ ]
| [ પ્રવચન રત્નાકર ભાગ-૩
છે કેમકે તે મૂળ વસ્તુભૂત નથી. વસ્તુના અંતરમાં-સ્વરૂપમાં વિકારી ભાવો છે જ નહિ. માટે તેઓ જૂઠા છે. પરંતુ એ ભેદો વાસ્તવિકપણે જૂઠા કયારે થાય ? કે જ્યારે જ્ઞાનની પર્યાય સ્વરૂપ તરફ વળી અંતનિમગ્ન થાય ત્યારે.
પર્યાય તરીકે તો એ ભેદો છે, પણ આત્માના ચૈતન્યસ્વરૂપમાં તેઓ નથી. તેથી વર્ણાદિ ભાવો વ્યવહારથી છે, પણ નિશ્ચયથી આત્માના નથી એવો યથાર્થ સ્યાદ્વાદ છે. તે પ્રમાણે નિમિત્ત છે, પણ નિમિત્તથી (ઉપાદાનમાં) કાર્ય થતું નથી એ સ્યાદ્વાદ છે. બનારસીદાસે કહ્યું છે ને કેનહિ નિમિત્તકો દાવ.'–નિમિત્તનો કદી દાવ આવતો જ નથી. કાર્તિકેય સ્વામીએ એક ગાથામાં કહ્યું છે કે પૂર્વ-પરિણામયુક્ત દ્રવ્ય તે કારણ છે અને ઉત્તરપરિણામયુક્ત દ્રવ્ય તે કાર્ય છે તો પછી નિમિત્ત (પર દ્રવ્ય) કારણ છે એ કયાં રહ્યું? વ્યવહારથી કહેવું હોય તો પૂર્વ પરિણામ કારણ અને ઉત્તર પરિણામ કાર્ય કહેવાય. તથા નિશ્ચયથી જોઈએ તો, એ જ પરિણામ કારણ અને એ જ પરિણામ કાર્ય છે.
[ પ્રવચન - ૧૦૫ (ચાલુ)
| દિનાંક ૨૪-૬-૭૬ ]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #149
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
* ॥१॥ ५८ थी 50*
कथं तर्हि व्यवहारोऽविरोधक इति चेत्
पंथे मुस्संतं पस्सिदूण लोगा भणंति ववहारी। मुस्सदि एसो पंथो ण य पंथो मुस्सदे कोई।। ५८ ।। तह जीवे कम्माणं णोकम्माणं च पस्सिदुं वण्णं। जीवस्स एस वण्णो जिणेहिं ववहारदो उत्तो।। ५९ ।।
गंधरसफासरूवा देहो संठाणमाइया जे य। सव्वे ववहारस्स य णिच्छयदण्हू ववदिसंति।। ६० ।।
पथि मुष्यमाणं दृष्ट्वा लोका भणन्ति व्यवहारिणः। मुष्यते एष पन्था न च पन्था मुष्यते कश्चित्।। ५८ ।।
तथा जीवे कर्मणां नोकर्मणां च दृष्ट्वा वर्णम्। जीवस्यैष वर्णो जिनैर्व्यवहारत उक्तः।। ५९ ।।
गन्धरसस्पर्शरूपाणि देहः संस्थानादयो ये च। सर्वे व्यवहारस्य च निश्चयद्रष्टारो व्यपदिशन्ति।।६० ।।
હવે વળી પૂછે છે કે આ રીતે તો વ્યવહારનય અને નિશ્ચયનયને વિરોધ આવે છે; અવિરોધ કઈ રીતે કહેવામાં આવે છે? તેનો ઉત્તર દષ્ટાંત દ્વારા ત્રણ ગાથાઓમાં કહે છે -
हेपी खूटातुं पंथमा ओ, 'पंथ सा खूटाय छ'બોલે જનો વ્યવહારી, પણ નહિ પંથ કો લૂંટાય છે; ૫૮.
એમ વર્ણ દેખી જીવમાં કર્મો અને નોકર્મનો, ભાખે જિનો વ્યવહારથી “આ વર્ણ છે આ જીવનો '. ૫૯.
ओम गंध, २४,३५, स्पर्श ने संस्थान, डा . નિશ્ચય તણા દ્રષ્ટા બધું વ્યવહારથી તે વર્ણવે. ૬૦.
Puथार्थ:- [ पथि मुष्यमाणं ] ४५ भाभि यवना२ने खूटतो [ दृष्ट्वा ]
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #150
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૩
દેખીને “[gs: પુસ્થા] આ માર્ગ [મૃધ્યતે] લૂંટાય છે' એમ [વ્યવહારિn:] વ્યવહારી [ નોવેT:] લોકો [ભાન્તિ] કહે છે; ત્યાં પરમાર્થથી વિચારવામાં આવે તો [શ્ચિત પુસ્થા ] કોઈ માર્ગ તો [ન મુખ્યતે] નથી લૂંટાતો, માર્ગમાં ચાલનાર માણસ જ લૂંટાય છે; [ તથા] તેવી રીતે [ નીવે 1 જીવમાં [ 5Mાં નોર્મન | કર્મોનો અને નોકર્મોનો [ 4 ] વર્ણ [ દgવા] દેખીને [ નીવચ] જીવનો [TS: 4:] આ વર્ણ છે' એમ [ નિજો] જિનદેવોએ [ વ્યવદરત:] વ્યવહારથી [ ૩p:] કહ્યું છે. [1શ્વરસ્પર્શરૂપાળ] એ પ્રમાણે ગંધ, રસ, સ્પર્શ, રૂપ, [વે: સંસ્થાનાય:] દેહ, સંસ્થાન આદિ [૨ વ સર્વે] જે સર્વ છે, [વ્યવહાર0] તે સર્વ વ્યવહારથી [ નિયદ્રાર:] નિશ્ચયના દેખનારા [પશિત્તિ ] કહે છે.
ટીકાઃ- જેમ વ્યવહારી લોકો, માર્ગે નીકળેલા કોઈ સાર્થને (સંઘને) લૂંટાતો દેખીને, સાર્થની માર્ગમાં સ્થિતિ હોવાથી તેનો ઉપચાર કરીને, “આ માર્ગ લૂંટાય છે” એમ કહે છે, તોપણ નિશ્ચયથી જોવામાં આવે તો, જે આકાશના અમુક ભાગસ્વરૂપ છે એવો માર્ગ તો કોઈ લૂંટાતો નથી; તેવી રીતે ભગવાન અહંતદેવો, જીવમાં બંધપર્યાયથી સ્થિતિ પામેલો (રહેલો) કર્મ અને નોકર્મનો વર્ણ દેખીને, (કર્મ-નોકર્મના) વર્ણની (બંધપર્યાયથી) જીવમાં સ્થિતિ હોવાથી તેનો ઉપચાર કરીને, “જીવનો આ વર્ણ છે” એમ વ્યવહારથી જણાવે છે, તોપણ નિશ્ચયથી, સદાય જેનો અમૂર્ત સ્વભાવ છે અને જે ઉપયોગગુણ વડે અન્યદ્રવ્યોથી અધિક છે એવા જીવનો કોઈ પણ વર્ણ નથી. એ પ્રમાણે ગંધ, રસ, સ્પર્શ, રૂપ, શરીર, સંસ્થાન, સંહનન, રાગ, દ્વેષ, મોહ, પ્રત્યય, કર્મ, નોકર્મ, વર્ગ, વર્ગણા, સ્પર્ધક, અધ્યાત્મસ્થાન, અનુભાગસ્થાન, યોગસ્થાન, બંધસ્થાન, ઉદયસ્થાન, માર્ગણાસ્થાન, સ્થિતિબંધસ્થાન, સંકલેશસ્થાન, વિશુદ્ધિસ્થાન, સંયમલબ્ધિસ્થાન, જીવસ્થાન અને ગુણસ્થાન-એ બધાય (ભાવો) વ્યવહારથી અહંતદેવો જીવના કહે છે, તો પણ નિશ્ચયથી, સદાય જેનો અમૂર્ત સ્વભાવ છે અને જે ઉપયોગગુણવડે અન્યથી અધિક છે એવા જીવના તે સર્વ નથી, કારણ કે એ વર્ણાદિ ભાવોને અને જીવને તાદાભ્યલક્ષણ સંબંધનો અભાવ છે.
ભાવાર્થ:- આ વર્ણથી માંડીને ગુણસ્થાન પર્યંત ભાવો સિદ્ધાંતમાં જીવના કહ્યા છે તે વ્યવહારનયથી કહ્યા છે; નિશ્ચયનયથી તેઓ જીવના નથી કારણ કે જીવ તો પરમાર્થે ઉપયોગસ્વરૂપ છે.
અહીં એમ જાણવું કે પહેલાં વ્યવહારનયને અસત્યાર્થ કહ્યો હતો ત્યાં એમ ન સમજવું કે તે સર્વથા અસત્યાર્થ છે, કથંચિત્ અસત્યાર્થ જાણવો; કારણ કે જ્યારે એક દ્રવ્યને જુદું, પર્યાયોથી અભેદરૂપ, તેના અસાધારણ ગુણમાત્રને પ્રધાન કરીને કહેવામાં આવે ત્યારે પરસ્પર દ્રવ્યોનો નિમિત્તનૈમિત્તિકભાવ તથા નિમિત્તથી થતા પર્યાયો-તે સર્વ ગૌણ થઈ જાય છે, એક
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #151
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૫૮ થી
[ ૧૩૯
અભેદદ્રવ્યની દૃષ્ટિમાં તેઓ પ્રતિભાસતા નથી. માટે તે સર્વ તે દ્રવ્યમાં નથી એમ કથંચિત્ નિષેધ કરવામાં આવે છે. જે તે ભાવોને તે દ્રવ્યમાં કહેવામાં આવે તો તે વ્યવહારનયથી કહી શકાય છે. આવો ન વિભાગ છે.
અહીં શુદ્ધનયની દૃષ્ટિથી કથન છે તેથી એમ સિદ્ધ કર્યું છે કે આ સર્વ ભાવોને સિદ્ધાન્તમાં જીવના કહ્યા છે તે વ્યવહારથી કહ્યા છે. જે નિમિત્તનૈમિત્તિકભાવની દષ્ટિથી જોવામાં આવે તો તે વ્યવહાર કથંચિત્ સત્યાર્થ પણ કહી શકાય છે. જો સર્વથા અસત્યાર્થ જ કહેવામાં આવે તો સર્વ વ્યવહારનો લોપ થાય અને સર્વ વ્યવહારનો લોપ થતાં પરમાર્થનો પણ લોપ થાય. માટે જિનદેવનો ઉપદેશ સ્યાદ્વાદરૂપ સમયે જ સમ્યજ્ઞાન છે, સર્વથા એકાંત તે મિથ્યાત્વ છે.
* શ્રી સમયસાર ગાથા ૫૮-૫૯-૬૦ મથાળું *
એક નય કહે છે કે વર્ણાદિ ભાવો જીવના છે અને બીજો નય કહે છે કે તે જીવના નથી. આ રીતે તો વ્યવહારનય અને નિશ્ચયનયને વિરોધ આવે છે; અવિરોધ કેવી રીતે કહેવામાં આવે છે? અમારે તેનો નિર્ણય શી રીતે કરવો? તેનો ઉત્તર દષ્ટાંત દ્વારા ત્રણ ગાથાઓમાં કહે છે:
* ગાથા ૫૮-૫૯-૬૦: ટીકા ઉપરનું પ્રવચન *
જેમ-વ્યવહારી લોકો માર્ગ નીકળેલા સંઘને લૂંટાતો દેખીને “આ માર્ગ લૂંટાય છે” એમ કહે છે. સંઘની માર્ગમાં તેટલી વાર ઉપસ્થિતિ હોય છે તેથી તેનો ઉપચાર કરીને “આ માર્ગ લૂંટાય છે” એમ લૌકિકમાં કહે છે. “સંઘ લૂંટાય છે” એમ કહેવાને બદલે “માર્ગ લૂંટાય છે” એમ કેમ કહ્યું? એ તો સંઘની માર્ગમાં થોડો કાળ સ્થિતિ છે તે દેખીને, તેનો ઉપચાર કરીને “આ માર્ગ લૂંટાય છે” એમ કહ્યું છે. તોપણ જો નિશ્ચયથી જોવામાં આવે તો, જે આકાશના અમુક ભાગસ્વરૂપ છે એવો માર્ગ તો કોઈ લૂંટાતો નથી. માર્ગ શું લૂંટાય? લૂંટાય છે તો માણસો. તેવી રીતે ભગવાન અહંતદેવો, જીવમાં બંધપર્યાયથી સ્થિતિ પામેલા કર્મ અને નોકર્મનો વર્ણ દેખીને, વ્યવહારથી જણાવે છે કે- જીવનો આ વર્ણ છે.” રાગનો તથા કર્મનો જીવ સાથે સંબંધ દેખી અર્થાત્ જીવમાં તે પ્રકારે સ્થિતિ હોવાથી, ઉપચાર કરીને કહે છે કે “જીવનો આ વર્ણ છે.”
અહા ! કેવો સરસ દાખલો આપ્યો છે! માર્ગ તો લૂંટાતો નથી, પણ માર્ગમાં તેટલો કાળ રહેલો સંઘ લૂંટાય છે; અને તેનો ઉપચાર કરીને “માર્ગ લૂંટાય છે' એમ કહેવાય છે. તેમ ભગવાન આત્મા તો ત્રિકાળી આનંદનો નાથ નિત્યાનંદસ્વરૂપ ચૈતન્ય પ્રભુ ધ્રુવ છે. અને તે ચૈતન્ય ધ્રુવ પ્રવાહ સદાકાળ એવો ને એવો જ છે. પરંતુ તેની પર્યાયમાં, રાગ અને કર્મનો સંબંધ છે. તે સમય પૂરતો પર્યાયનો સંબંધ દેખીને, તેનો ઉપચાર કરીને, કર્મ અને રાગ જીવના છે એમ વ્યવહારથી કહેવામાં આવે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #152
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૩
આ કર્મ, નોકર્મ અને રાગાદિ બંધ પર્યાયથી જીવમાં સ્થિતિ પામેલ છે. એટલે કે એ કર્મ અને રાગાદિનો સંબંધ પર્યાયમાં એક સમય પૂરતો છે. વર્તમાન પર્યાયમાં એક સમય માટે કર્મ અને રાગનો સંબંધ છે. તે સંબંધ એક સયમનો જ છે. બીજે સમયે બીજો સંબંધ થાય છે, અને ત્રીજે સમયે ત્રીજ; પણ તે એક સમય પૂરતો જ સંબંધ થાય છે. તેથી આટલો સંબંધ દેખીને, જેમ માર્ગ લુંટાતો નથી છતાં માર્ગ કંટાય છે એમ આરોપથી કહેવાય છે તેમ. ભગવાન આત્માને કર્મ અને રાગાદિ નથી છતાં વ્યવહારથી તે આત્માને છે એમ કહેવાય છે. નિશ્ચયથી તો આત્મા સદાય અમૂર્તસ્વભાવી અને ઉપયોગગુણ વડ અન્યદ્રવ્યોથી અધિક છે, જુદો છે. તેથી અમૂર્તસ્વભાવી અને ઉપયોગગુણ વડ અન્યદ્રવ્યોથી અધિક એવા જીવને કોઈ પણ વર્ણ આદિ નથી. નિશ્ચયથી અંદર પરમાર્થ વસ્તુને-ચૈતન્ય ધ્રુવ પ્રવાહને જોતાં તેમાં વર્ણ આદિ કાંઈ નથી.
માર્ગ તો માર્ગમાં છે, આકાશમાં છે. તે માર્ગ (આકાશ) કાંઈ લૂંટાય છે? (ના). પણ સંઘ જે થોડો કાળ માર્ગમાં ઊભો છે તે કાળે લૂંટાય છે તેથી માર્ગ લૂંટાય છે” એમ આરોપથી કહ્યું છે. તેવી રીતે ભગવાન આત્મા નિત્યાનંદ પ્રભુ જ્ઞાયક ધ્રુવ એવો ને એવો છે. એનો-ધ્રુવ ચૈતન્યનો પ્રવાહુ તો અનાદિ-અનંત એમ ને એમ જ છે. પરંતુ તેની એક સમયની પર્યાયમાં રાગ તથા કર્મનો સંબંધ દેખી, તે રાગ અને કર્મ તેના છે એમ વ્યવહારથી કહેવામાં આવે છે. પરંતુ મૂળ ચીજમાં-આત્મામાં તેઓ નિશ્ચયથી નથી. આત્માને અન્ય કોઈ પણ વસ્તુ સાથે પર્યાયમાં એક સમય પૂરતો જ સંબંધ છે. શરીર, કર્મ, રાગ, ગુણસ્થાનના ભેદ ઇત્યાદિ સાથે
ણ એક સમય પુરતો જ સંબંધ છે. અહા ! વસ્તુ તો વસ્તપણે ત્રિકાળ છે. તેની એક સમયની પર્યાયમાં વર્ણાદિ સાથે એક સમય પૂરતો સંબંધ દેખી તે વર્ણાદિ જીવના છે એમ વ્યવહારથી કહેવાય છે, છતાં પરમાર્થે તેઓ વસ્તુભૂત નહિ હોવાથી જીવના નથી.
જેવી રીતે જીવને વર્ણ નથી” એમ કહ્યું તેવી રીતે ગંધ, રસ, સ્પર્શ, રૂપ, શરીર, સંસ્થાન, સહુનન, રાગ, દ્વેષ, મોહ, મિથ્યાત્વ, પ્રત્યય એટલે આસવ, કર્મ, નોકર્મ, વર્ગ, વર્ગણા,
સ્પર્ધક, અધ્યાત્મસ્થાન, અનુભાગસ્થાન, યોગસ્થાન, બંધસ્થાન, ઉદયસ્થાન, માર્ગણાસ્થાન, સ્થિતિબંધસ્થાન, સંકલેશસ્થાન, વિશુદ્ધિસ્થાન અને સંયમલબ્ધિનાં સ્થાન પણ જીવને નથી. તથા પર્યાપ્ત, અપર્યાપ્ત, સંજ્ઞી, અસંશી આદિ જે જીવસ્થાન છે તે જીવને નથી, પહેલાં ૨૯ બોલ દ્વારા જે ભાવો કહ્યા તે સઘળાય એક સમય પૂરતા જીવની પર્યાયમાં છે, પણ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મામાં તેઓ નથી. ભગવાન આત્મા તો ચૈતન્યના ધ્રુવ પ્રવાહે ધ્રુવ ધ્રુવ ધ્રુવ એમ ને એમ જ અનાદિઅનંત રહેલો છે. તેને આ બધા ભાવો સાથે પર્યાયમાં એક સમય પૂરતો જ જે સંબંધ છે તે દેખીને તેઓ જીવના છે એમ અહંતદેવો વ્યવહારથી કહે છે. તોપણ નિશ્ચયથી ત્રિકાળી દ્રવ્યસ્વભાવની અપેક્ષાએ તેઓ જીવના છે જ નહિ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #153
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૫૮ થી ૬૦ ]
[ ૧૪૧
નિશ્ચયથી, સદાય જેનો અમૂર્તસ્વભાવ છે અને જે ઉપયોગ ગુણ વડે અન્યથી અધિક છે એવા આત્માને તે સર્વ ભાવો નથી. જોયું? ઉપરોક્ત બધાય ભાવો મૂર્ત કહ્યા અને ભગવાન આત્મા અરૂપી-અમૂર્ત વસ્તુ છે એમ કહ્યું. અહાહા! આત્મા જાણવાના સ્વભાવવાળું અરૂપી ચૈતન્યતત્ત્વ છે અને તે સર્વ ભેદની પર્યાયથી ભિન્ન છે એમ કહે છે. ગુણસ્થાન, જીવસ્થાન, માર્ગણાસ્થાન આદિની, એક સમયની પર્યાયમાં સ્થિતિ દેખીને, તેઓ જીવના છે એમ વ્યવહારથી કહ્યું, છતાં સદાય જેનો અમૂર્ત સ્વભાવ છે એવા ચૈતન્યભગવાનમાં તેઓ નથી. આ ભાવો તો પહેલાં પુદ્ગલના પરિણામમય કહ્યા છે. તેથી તેઓ મૂર્ત છે. અને ભગવાન આત્મા અરૂપીઅમૂર્ત છે. તેથી ત્રિકાળ અમૂર્તસ્વભાવી આત્મા તે મૂર્તભાવોથી ભિન્ન છે, જુદો છે. અહાહા! શું સમયસાર છે! કહે છે કે-ભેદ, નિમિત્ત, સંસાર, ભૂલનો સંબંધ તો એક સમય પૂરતો જ છે. ભેદમાં, ભૂલમાં, સંસારમાં તે એક સમય પૂરતો જ અટકેલો છે. બસ, આટલો જ એક સમયનો સંબંધ જોઈને તે જીવના છે એમ વ્યવહારથી કહેલ છે. નિશ્ચયથી, ઉપયોગગુણ વડે જે સર્વ અન્યથી અધિક છે તે આત્મામાં ભેદ આદિ છે જ નહિ.
અનંતકાળથી-અનાદિથી આત્માની સાથે રાગ, મિથ્યાત્વ છે. તેથી અજ્ઞાનીને એમ લાગે છે કે સંસાર તો જાણે અનંતકાળથી છે. તેને અહીં કહે છે કે-ભાઈ ! સંસાર અનાદિથી છે તે પ્રવાહની અપેક્ષાએ છે. બાકી ખરેખર તો જીવને સંસારની સાથે એક સમય પૂરતો જ સંબંધ છે. ૮૪ના અનંત અવતાર કર્યા તોપણ સંબંધ એક સમયનો જ છે. આ સંયમલબ્ધિના ભેદરૂપ ભાવ પણ એક સમય પૂરતા જ છે. તેઓ વસ્તુમાં કયાં છે? અહા ! કેવી શૈલી લીધી છે! આત્માનો સદાય અમૂર્ત સ્વભાવ છે અને તે ઉપયોગગુણ વડે અન્ય ભાવોથી ભિન્ન છે. માટે વર્તમાન પર્યાયને અંતરમાં વાળતાં, ઉપયોગ ગુણ વડે તે જુદો પડી જાય છે, અર્થાત્ ભેદ સાથે સંબંધ રહેતો નથી.
અનંતકાળથી પ્રવાહરૂપ સંસાર ભલે હો, તોપણ તેની સાથે જીવને અનંતકાળનો સંબંધ નથી, પણ એક સમયનો જ સંબંધ છે. ત્રિકાળી ભગવાન આનંદનો નાથ ચૈતન્ય મહાપ્રભુ છે. તેને ગમે તેટલો લાંબો સંસાર હો, અરે ૭૦ ક્રોડાકોડી સાગરોપમ કર્મની સ્થિતિ હો, પણ સંબંધની સ્થિતિ તો એક સમય પૂરતી છે. જ્ઞાનાવરણીય કર્મની સ્થિતિ ૩૦ ક્રોડાકોડી સાગરની છે એમ જે કહ્યું છે એ તો આખો સરવાળો કરીને કહ્યું છે. બાકી સંબંધ તો એક સમય પૂરતો જ છે. રાગ હો, મિથ્યાત્વ હો, ગુણસ્થાનના ભેદ હો કે જીવસ્થાનના ભેદ હો, એ સર્વ સાથે એક સમયનો જ સંબંધ છે. વર્તમાન એક સમયનો સંબંધ છે તેથી તે અપેક્ષાએ તે ભેદો જીવના છે એમ વ્યવહારથી કહ્યું, તથાપિ સ્વભાવની દષ્ટિથી જોતાં, તે ભેદો નિશ્ચયથી જીવને નથી. એક સમયની પર્યાયના સંબંધમાં અટકેલી દષ્ટિ ગુલાંટ ખાઈને, જ્ઞાનગુણે હું અધિક છું એમ જ્યારે સ્વભાવ પર સ્થિર થાય છે ત્યારે, તે એક સમયનો સંબંધ રહેતો નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #154
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૨ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૩
આત્માનો સદાય અમૂર્તસ્વભાવ છે અને તે ઉપયોગગુણ વડે અન્યથી જુદો છે. માટે એક સમયની પર્યાયમાં અટકેલા ભાવોથી તે જુદો છે. અર્થાત્ તે સર્વ ભાવો જીવના નથી. અહા ! નિમિત્તે કાઢી નાખ્યું, રાગ કાઢી નાખ્યો અને ભેદરૂપ પર્યાય પણ કાઢી નાખી. (અર્થાત્ તે જીવમાં નથી). નિમિત્તનો સંબંધ એક સમયનો, રાગનો સંબંધ એક સમયનો અને ભેદરૂપ પર્યાયનો સંબંધ પણ એક સમયનો આખો ઉકરડો-આ ર૯ બોલ દ્વારા કહેલા ભાવોનો આખો ઉકરડો એક સમયના સંબંધે છે. આ સંબંધ પણ પર્યાયદષ્ટિથી જોતાં છે; પરંતુ વસ્તુષ્ટિથી જોવામાં આવે તો તે સંબંધ પણ નથી કેમકે સંયોગ સંબંધ હોવા છતાં આત્માને તે સર્વ ભાવો સાથે તાદાભ્ય સંબંધ નથી. વર્ણાદિ ભાવો અને જીવને તાદાભ્ય સંબંધનો અભાવ છે. કાળો રંગ આદિ નિમિત્તભાવ, વિકાર આદિ રાગભાવ અને લબ્ધિસ્થાન આદિ ભેદ-ભાવ-તે સર્વ એક સમયના ભાવો છે. તેમને અને આત્માને એક સમયની પર્યાયમાં સંબંધ હોવાથી તે જીવના છે એમ વ્યવહારથી કહ્યું છે તો પણ તે ભેદો, વસ્તુદષ્ટિથી જોઈએ તો, દ્રવ્યની સાથે એકરૂપ થયા જ નથી તેથી નિશ્ચયથી તે જીવના નથી. આ પ્રમાણે બે વાત કરી છે. વ્યવહારથી આ ભાવો જીવના કહ્યા છે, પણ નિશ્ચયથી તે જીવના નથી. આવું વસ્તુનું સ્વરૂપ છે તે યથાર્થ સમજવું જોઈએ.
* ગાથા ૫૮-૫૯-૬O: ભાવાર્થ ઉપરનું પ્રવચન *
આ વર્ણથી માંડીને ગુણસ્થાન પર્યત ભાવો સિદ્ધાંતમાં જીવના કહ્યા છે તે વ્યવહારનયથી કહ્યા છે. જુઓ, ભગવાન આત્મા તો જ્ઞાનાનંદસ્વભાવી શુદ્ધ ચૈતન્યઘન વસ્તુ છે. તેની વર્તમાન પર્યાયમાં એક સમય પૂરતો આ વર્ણ, રાગ, ગુણસ્થાન આદિ ભેદનો સંબંધ છે. તેથી વ્યવહારનયથી તેઓ જીવના છે એમ કહ્યું છે કેમકે વર્તમાન પર્યાયમાં તેમનું અસ્તિત્વ છે. પરંતુ નિશ્ચયનયથી તેઓ જીવના નથી કારણ કે જીવ તો પરમાર્થે ઉપયોગ સ્વરૂપ છે. અહાહા ! ત્રિકાળી શુદ્ધ જ્ઞાયકસ્વભાવની દૃષ્ટિથી જોતાં તે ગુણસ્થાન આદિ ભેદો સાથે જીવને તદ્રુપપણું નથી, તાદાભ્ય નથી. તેથી તે સર્વ ભાવો વ્યવહારથી જીવના કહ્યા છે છતાં નિશ્ચયથી જીવના નથી. આવી વાત છે.
અહીં એમ જાણવું કે પહેલાં વ્યવહારનયને અસત્યાર્થ કહ્યો હતો ત્યાં એમ ન સમજવું કે સર્વથા અસત્યાર્થ છે. શું કહે છે? કે આ રાગ, કર્મનો સંબંધ, ગુણસ્થાન આદિના ભેદ જે છે તે પર્યાયમાં પણ નથી એમ ન સમજવું. પર્યાયપણે તો તે સર્વ સત્યાર્થ છે. ત્રિકાળી દ્રવ્યની અપેક્ષાએ એક સમયની દશાને અસત્યાર્થ કહી છે, પણ વર્તમાન પર્યાયની અપેક્ષાથી તો તે વ્યવહાર સત્ય છે. માટે તેને (વ્યવહારનયને) કથંચિત અસત્યાર્થ જાણવો.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #155
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૫૮ થી ૬0 ]
[ ૧૪૩
વસ્તુને પર્યાયોથી ભિન્ન અભેદરૂપ જુદી સિદ્ધ કરવી હોય ત્યારે તેના અસાધારણ ગુણમાત્રને મુખ્ય કરીને કહેવામાં આવે છે. જીવને સિદ્ધ કરવો હોય ત્યારે તેનો અસાધારણ ઉપયોગસ્વરૂપ-જ્ઞાનસ્વરૂપ-ત્રિકાળ ટક્તો જે ગુણ–તેને મુખ્ય કરીને કહેવામાં આવે છે. અને ત્યારે પરસ્પર દ્રવ્યોનો નિમિત્ત-નૈમિત્તિકભાવ અથવા નિમિત્તથી થતી સર્વ પર્યાયો ગૌણ થઈ જાય છે. અભાવ થઈ જાય છે એમ નહિ, પણ ગૌણ થઈ જાય છે. અભેદ વસ્તુની દષ્ટિમાં એક સમયની પર્યાય કે ભેદ દેખાતા નથી. પહેલાં સાતમી ગાથામાં ખુલાસો આવી ગયો છે કે અભેદમાં ભેદ દેખાતો નથી. તથા જો ભેદ દેખવા જાય તો અભેદની દૃષ્ટિ રહેતી નથી. તેથી અભેદ વસ્તુની દષ્ટિએ વસ્તુમાં ભેદ કે પર્યાય છે જ નહિ એમ કહ્યું છે.
સંસારપર્યાયની દૃષ્ટિથી જોતાં સંસાર છે, ઉદયભાવ છે. સંસાર નથી' એમ જે કહ્યું છે એ તો ત્રિકાળી શુદ્ધદ્રવ્યની અપેક્ષાએ કહ્યું છે. ત્રિકાળ સ્વભાવને અભેદદષ્ટિથી જોતાં અર્થાત્ વર્તમાન પર્યાયને અભેદ તરફ વાળતાં, અભેદમાં ભેદ દેખાતા નથી. તેથી ભેદો ત્રિકાળી દ્રવ્યમાંજીવમાં નથી એમ કહ્યું છે. પરંતુ પર્યાયમાં છે તેથી કથંચિત્ (વ્યવહારથી) સત્ છે. તત્ત્વાર્થસૂત્રમાં પણ ઉદયભાવને, જીવતત્ત્વ કહ્યું છે. પર્યાયનયથી રાગ-પુણ્ય આદિને જીવતત્ત્વ કહેવાય છે. પરંતુ ત્રિકાળી દ્રવ્યની દૃષ્ટિમાં તે પર્યાયો ગૌણ થઈ જાય છે.
સંસાર બીલકુલ છે જ નહિ, પર્યાયમાં અશુદ્ધતા છે જ નહિ એમ કોઈ કહે તો તે ભ્રાન્તિ છે. વર્તમાનમાં અશુદ્ધતા છે તેને કોઈ “માયા” એટલે “કાંઈ નહિ” એમ કહે છે. તેને અહીં કહે છે કે ત્રિકાળી શુદ્ધ દ્રવ્યમાં એ માયા કાંઈ નથી, પણ વર્તમાન પર્યાયમાં તો છે. “બ્રહ્મ સત્ય, જગત્ મિથ્યા” એમ કહે છે; પણ તે કઈ અપેક્ષાએ છે? પર્યાયને ગૌણ કરીને, અભેદમાં દષ્ટિ કરતાં તે ભેદ અભેદમાં નથી એ અપેક્ષાએ “બ્રહ્મ સત્ય, જગત્ મિથ્યા' છે. જો પર્યાય, પર્યાયની અપેક્ષાએ પણ નથી તો સંસાર જ નથી અને તેથી સંસારના અભાવપૂર્વક મોક્ષ પણ નથી. તો કોઈ પર્યાય સિદ્ધ નહિ થાય.
પરમાત્મપ્રકાશના ૪૩ અને ૬૮ મા દોહામાં આવે છે કે જીવને બંધ નથી અને જીવને મોક્ષ નથી, તથા જીવને ઉત્પાદ–વ્યય નથી. દોહા ૪૩ ની ટીકામાં લખ્યું છે કે “યદ્યપિ પર્યાયાર્થિકનયકર ઉત્પાદ-વ્યયકર સહિત હૈ, તો ભી દ્રવ્યાયાર્થિકનયકર ઉત્પાદ-વ્યયરહિત હૈ, સદા ધ્રુવ હી હૈ, વહી પરમાત્મા નિર્વિકલ્પ સમાધિકે બલસે તીર્થંકરદેવોને દેહમેં ભી દેખ લિયા હૈ.” જુઓ, વ્યવહારનયથી જીવ ઉત્પાદ-વ્યય સહિત છે. વર્તમાન પર્યાયની દષ્ટિએ જોઈએ તો ઉત્પાદ-વ્યય છે, સંસાર છે, ઉદયભાવ છે. પરંતુ દ્રવ્યાર્થિકનયથી જોઈએ તો, વસ્તુમાં ઉત્પાદ-વ્યય નથી. ત્રિકાળી ધ્રુવ દ્રવ્યસ્વભાવમાં ઉત્પાદ-વ્યય નથી. પરંતુ તેથી કરીને વર્તમાન પર્યાયમાં પણ તે નથી એમ નથી.
દોહા ૬૮ ની ટીકામાં લખ્યું છે કે “યધપિ યહુ આત્મા શુદ્ધાત્માનુભૂતિ, અભાવ હોને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #156
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૪ ]
| પ્રવચન રત્નાકર ભાગ-૩
પર શુભ-અશુભ ઉપયોગોંસે પરિણમન કરકે જીવન, મરણ, શુભ, અશુભ, કર્મબંધકો કરતા હૈ, ઔર શુદ્ધાત્માનુભૂતિને પ્રગટ હોનેપર શુદ્ધોપયોગસે પરિણત હોકર મોક્ષકો કરતા હૈ, તો ભી શુદ્ધ પારિણામિક પરમભાવગ્રાહક શુદ્ધદ્રવ્યાર્થિકન કર ન બંધકા ર્તા હૈ, ઔર ન મોક્ષકા ર્તા હૈ. ઐસા કથન સુનકર શિષ્યને પ્રશ્ન કિયા કિ–હે પ્રભો, શુદ્ધ દ્રવ્યાર્થિક સ્વરૂપ શુદ્ધનિશ્ચયનયકર મોક્ષકા ભી નહિ, તો ઐસા સમઝના ચાહિયે કિ-શુદ્ધનયકર મોક્ષ હી નહીં હૈ જબ મોક્ષ નહિ, તબ મોક્ષકે લિયે યત્ન કરના વૃથા હૈ.” આત્મામાં બંધમોક્ષ નથી તો પછી મોક્ષ કરવાનો પુરુષાર્થ વૃથા છે. એનો ઉત્તર કહે છે
મોક્ષ હૈ વહ બંધપૂર્વક હૈ, ઔર બંધ હૈ વહ શુદ્ધનિશ્ચયનયકર હોતા હી નહીં; ઇસ કારણ બંધક અભાવરૂપ મોક્ષ હૈ વહુ ભી શુદ્ધનિશ્ચયનયકર નહીં હૈ. જો શુદ્ધનિશ્ચયનયસે બંધ હોતા, તો હમેશા બંધા હી રહતા, કભી બંધના અભાવ ન હોતા.” જુઓ, વ્યવહારનયથીઅશુદ્ધનયથી પર્યાયમાં બંધ છે અને બંધના અભાવપૂર્વક મોક્ષનો માર્ગ તથા મોક્ષ પણ છે. પરંતુ તે બધું વ્યવહારનયથી છે. નિશ્ચયનયથી તો બંધ કે મોક્ષ નથી તથા બંધ કે મોક્ષના કારણો પણ નથી. અહા! જૈનદર્શન ખૂબ ઝીણું છે. પર્યાયમાં બંધ છે અને બંધના નાશનો ઉપાય પણ છે. પણ તે બધું વ્યવહાર છે. મોક્ષમાર્ગની પર્યાય પણ વ્યવહાર છે. વ્યવહારરત્નત્રયનો શુભભાવ કે જેને વ્યવહાર મોક્ષમાર્ગ કહેવાય છે એની આ વાત નથી. પણ વસ્તુ જે નિર્મળ આનંદસ્વરૂપ ભગવાન છે તેની પરિણતિમાં શુદ્ધરત્નત્રયરૂપ મોક્ષમાર્ગની દશા થવી તે પર્યાય હોવાથી વ્યવહાર છે એમ વાત છે. વ્યવહાર બંધ છે અને વ્યવહારે મોક્ષ તથા મોક્ષનો માર્ગ છે. આ જ વાત દોહા ૬૮ ની ટીકામાં આગળ દષ્ટાંતથી કહી છે:
કોઈ એક પુરુષ સાંકલસે બંધ રહા હૈ, ઔર કોઈ એક પુરુષ બંધરહિત છે; ઉનમેસે જો પહલે બંધા થા, ઉસકો તો “મુક્ત” ઐસા કહુના ઠીક માલુમ પડતા હૈ, ઔર દૂસરા જ બંધા હી નહીં, ઉસકો જો આપ છૂટ ગયે ઐસા કહા જાય તો વહુ ક્રોધ કરે-કિ મેં કબ બંધા થા સો યહુ મુઝે “છૂટા' કહતા હૈ: બંધા હોવે વહુ છૂટે, ઇસલિયે બંધૂકો તો મોક્ષ કહુના ઠીક હૈ, ઔર બંધા હી ન હો ઉસે છૂટે કેસે કર્યું સક્ત હૈ? ઉસી પ્રકાર યહુ જીવ શુદ્ધનિશ્ચયનયકર બંધા હુઆ નહીં હૈ. ઇસ કારણ મુક્ત કહુના ઠીક નહિ હૈ. બંધ ભી વ્યવહારનયકર ઔર મુક્તિ ભી વ્યવહારનયકર હૈ શુદ્ધનિશ્ચયનયકર ન બંધ હૈ, ન મોક્ષ હૈ ઔર અશુદ્ધયકર બંધ હૈ, ઇસલિયે બંધક નાશકા યત્ન ભી અવશ્ય કરના ચાહિયે.” માટે પર્યાયમાં બંધ, બંધના નાશનો ઉપાય મોક્ષમાર્ગ અને મોક્ષ એ સઘળું વ્યવહારનયથી છે પરંતુ ત્રિકાળી દ્રવ્યસ્વભાવમાં એ નથી. આ પ્રમાણે અપેક્ષાથી યથાર્થ સમજવું જોઈએ.
આ કથનથી એમ ન સમજવું કે વ્યવહાર છે માટે તે વ્યવહાર, નિશ્ચયનું કારણ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #157
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૫૮ થી
[ ૧૪૫
અર્થાત્ બંધમાર્ગની પર્યાય મોક્ષના માર્ગને પ્રગટ કરે છે એમ ન માનવું. વ્યવહાર, નિશ્ચયનું કારણ છે એમ અહીં સિદ્ધ નથી કરવું. અહીં તો વ્યવહાર છે એટલે કે પર્યાય છે, બંધની પર્યાય છે તેમ જ મોક્ષમાર્ગ અને મોક્ષની પર્યાય છે એમ સિદ્ધ કરવું છે. અહીં વ્યવહાર એટલે રાગની નહીં પણ પર્યાયની (સમુચ્ચય) વાત છે.
અહીં કહે છે કે પહેલાં જે વ્યવહારનયને જૂઠો કહ્યો છે તેનો અર્થ એ છે કે પર્યાયસંસાર કે મોક્ષ-દ્રવ્યમાં નથી. દ્રવ્યની અપેક્ષાએ વ્યવહારનયને જૂઠો કહ્યો છે. તેથી કરીને તે સર્વથા નથી એમ ન સમજવું. વર્તમાન પર્યાયની અપેક્ષાએ તો એ વ્યવહારનય છે. તેથી એ કથંચિત્ સત્યાર્થ છે. સંસાર છે, ઉદયભાવ છે, એમ જે ભાવો ૨૯ બોલ દ્વારા કહ્યા છે તે સઘળાય પર્યાયપણે છે. એક સમયના સંબંધવાળી પર્યાય અસ્તિપણે છે. પરંતુ આનંદકંદ નિત્યાનંદ પ્રભુ ધ્રુવ જે અનાદિ-અનંત ચૈતન્યપ્રવાહ છે તેની દષ્ટિમાં તે ભેદો પ્રતિભાસતા નથી તેથી તેઓ દ્રવ્યમાં નથી એમ કથંચિત્ નિષેધ કરવામાં આવ્યો છે. જો તે ભેદ-ભાવોને, કે જે પર્યાયમાં છે તેમને, દ્રવ્યના છે એમ કહેવું હોય તો વ્યવહારનયથી કહી શકાય છે; નિશ્ચયથી તેઓ દ્રવ્યમાં નથી. આમ નિશ્ચય-વ્યવહાર યથાર્થ સમજવા જોઈએ. બીજી રીતે સમજે તો ભ્રમ જ ઉત્પન્ન થાય.
પ્રશ્ન- વ્યવહાર સત્ય છે કે નહીં? જો વ્યવહાર સત્ય છે તો વ્યવહાર મોક્ષમાર્ગ સત્ય છે કે નહીં ? અને તેથી તે નિશ્ચય મોક્ષમાર્ગનું કારણ છે કે નહીં?
ઉત્તર- ભાઈ ! એમ નથી. અહીં તો એમ કહે છે કે-પર્યાયમાં એક સમય પૂરતો બંધ વગેરે છે તે સત્ય છે. આખી ચીજ પ્રભુ ધ્રુવ ચૈતન્યનું દળ જે પરમસ્વભાવભાવ છે તેની એક સમયની દશામાં આ બધા ભેદો છે માટે “છે” એમ કહ્યું છે. પરંતુ એ ત્રિકાળી ધ્રુવની દષ્ટિમાં આવતા નથી તેથી દ્રવ્યદૃષ્ટિ કરાવવા “તેઓ નથી' એમ નિષેધ કર્યો છે. તેઓ ત્રિકાળી સત્ય નથી. છતાં વ્યવહારથી કહીએ તો તેઓ સત્ય છે કેમકે તેઓ વર્તમાન પર્યાયમાં અસ્તિ છે. ભાઇ! જો વ્યવહારનય છે તો તેનો વિષય પણ છે. તેથી તો કહ્યું છે કે વ્યવહારને પણ છોડીશ નહિ. એટલે કે વ્યવહારનય નથી એમ ન માનીશ. વ્યવહારને જ નહિ માને તો ચોથું પાંચમું આદિ ગુણસ્થાનો રહેશે નહિ, તીર્થભેદો અને તીર્થફળ રહેશે નહિ. પણ તેથી કરીને એવો અર્થ નથી કે વ્યવહારથી નિશ્ચય પમાય છે. એ વ્યવહારને લઈને (વ્યવહારના આશ્રયે ) તીર્થ એટલે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર થાય છે એમ નથી. અહીં કહે છે કે-આ ભેદ-ભાવો ત્રિકાળી શુદ્ધ દ્રવ્યમાં નથી એ નિશ્ચય છે. પરંતુ તેઓ એક સમયની પર્યાયમાં છે તેથી, દ્રવ્યમાં છે એમ કહેવામાં આવે તો, વ્યવહારનયથી કહી શકાય છે. આવો નયવિભાગ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #158
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૬ ]
- પ્રવચન રત્નાકર ભાગ-૩
ત્રિકાળી ભગવાન આત્મા નિર્વિકલ્પ સમ્યગ્દર્શન અને સમાધિથી જણાય એવો છે. સર્વવિશુદ્ધજ્ઞાન અધિકારમાં આવે છે કે ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યઘન છે. તેનું અલ્પ નિર્મળ પરિણમન તે ઉપાય છે અને તેનું પૂર્ણ નિર્મળ પરિણમન તે ઉપય છે, ફળ છે. ત્યાં એમ નથી કહ્યું કે મંદરાગનો ભાવ તે ઉપાય છે. તથા જ્યાં બીજે ઠેકાણે તેને (મંદરાગને) ઉપાય કહ્યો છે ત્યાં રાગ છે એટલુ જણાવવા માટે કહ્યું છે. અહાહા ! વસ્તુ જ્ઞાનાનંદસ્વભાવી ત્રિકાળી જ્ઞાયક ભગવાન છે. તેની દશામાં દ્રવ્યસ્વભાવનું અપૂર્ણ વીતરાગી પરિણમન તે ઉપાય છે અને પૂર્ણ વીતરાગી પરિણમન તે ઉપય એટલે ફળ છે. સ્વભાવ-પરિણમનની જ અપૂર્ણતા અને પૂર્ણતામાં ઉપાય અને ઉપય સમાય છે. રાગ-વ્યવહાર તે ઉપાય છે એમ નથી. આવી વાત ઝીણી પડે, પણ માર્ગ તો આ જ છે, બાપુ! આ શુદ્ધ ચિદાનંદઘન વસ્તુ જે આત્મા તેનું અધૂરું શુદ્ધ પરિણમન તે ઉપાય-કારણ-માર્ગ છે અને તેનું પરિપૂર્ણ શુદ્ધ પરિણમન તે ઉપય-ફળ છે. પરંતુ વ્યવહારરત્નત્રય ઉપાય-કારણ છે એમ નથી. અહીં તો વ્યવહાર (ભેદ, પર્યાય, આદિ) છે એમ સિદ્ધ કરવું છે. પરંતુ મંદરાગ જે વ્યવહારથી, વ્યવહાર મોક્ષમાર્ગ કહેવાય છે તે નિશ્ચયનું કારણ છે એમ સિદ્ધ નથી કરવું. (અને એમ છે પણ નહિ ).
આત્મા જે ત્રિકાળી ભગવાન ધ્રુવ, ધ્રુવ, ધ્રુવ એવું ધ્રુવપદ-નિજપદ છે તે અનાદિ અનંત શુદ્ધ જ્ઞાયકભાવપણે છે. તેને અને કર્મને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ નથી. અર્થાત્ વસ્તુ જે શુદ્ધ દ્રવ્ય છે તે નૈમિત્તિક અને કર્મ નિમિત્તે એમ નથી. પરંતુ વસ્તુની વિકારી પર્યાય તે નૈમિત્તિક અને કર્મ નિમિત્ત-એવો વ્યવહાર સંબંધ પર્યાયમાં છે. અહીં શબ્દનયની દૃષ્ટિથી કથન આ સર્વ ભાવોને સિદ્ધાંતમાં જીવના કહ્યા છે તે વ્યવહારનયથી કહ્યા છે. તે ભાવો વ્યવહારથી અતિ છે અને તે વ્યવહારનયનો વિષય છે. કર્મ તે નિમિત્ત અને રાગાદિનું થવું તે નૈમિત્તિક એમ નિમિત્ત-નૈમિત્તિકભાવની દૃષ્ટિથી જોવામાં આવે તો તે વ્યવહાર કથંચિત્ સત્યાર્થ છે એમ કહી શકાય છે. રાગ, વિકાર, અશુદ્ધતા, મલિનભાવ, ઉદયભાવ આદિ જીવમાં છે એમ વ્યવહારથી કહી શકાય છે. પરંતુ ત્રિકાળી શુદ્ધ ચૈતન્યસ્વરૂપ દ્રવ્યમાં તે નથી તે અપેક્ષાએ તે જૂઠા-અસત્યાર્થ છે. આ પ્રમાણે વ્યવહાર કથંચિત્ સત્યાર્થ અને કથંચિત્ અસત્યાર્થ છે. જો વ્યવહારને સર્વથા અસત્યાર્થ જ કહેવામાં આવે તો વ્યવહારનો લોપ થઈ જાય અને તેથી પરમાર્થનો પણ લોપ થઈ જાય. કારણ કે પર્યાયમાં જો રાગાદિ નથી, પુણ્ય-પાપનું બંધન નથી તો રાગનો જેમાં અભાવ કરવાનો છે તેવો મોક્ષમાર્ગ અને મોક્ષ પણ નથી. અહીં તો વ્યવહાર છે એટલું જ સિદ્ધ કરવું છે. પણ તે વ્યવહાર મોક્ષમાર્ગ છે એમ સિદ્ધ નથી કરવું. વ્યવહાર મોક્ષમાર્ગ તો રાગ છે અને તે ત્રિકાળી દ્રવ્યની અપેક્ષાએ તો છે જ નહીં. પર્યાયમાં રાગ છે એટલું સત્યાર્થ છે, પરંતુ તે વ્યવહાર છે-એટલો રાગ છે-માટે નિશ્ચય પમાય છે એમ નથી.
પ્રશ્ન- શાસ્ત્રમાં આવે છે કે સમક્તિીને દુઃખ છે જ નહિ, અશુદ્ધતા છે જ નહિ. તો એ કેવી રીતે છે?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #159
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૫૮ થી ૬૦ ]
[ ૧૪૭
સમાધાન:- ભાઈ ! સમ્યગ્દર્શનનો વિષય ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય છે. અહાહા! ત્રિકાળી શુદ્ધ દ્રવ્યને જેણે દૃષ્ટિમાં લીધું છે એવા સમ્યગ્દષ્ટિને અશુદ્ધતા કે દુઃખ છે જ નહિ. દષ્ટિ અને દૃષ્ટિના વિષયમાં અશુદ્ધતા થાય એવી કોઈ શક્તિ જ નથી. દષ્ટિ પણ અશુદ્ધ થાય એમ નથી તથા તેનો વિષય જે ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય છે તે પણ અશુદ્ધ થાય એવો તેનામાં કોઈ ગુણ નથી. તેથી દષ્ટિ અને દષ્ટિના વિષયની અપેક્ષાએ જ્ઞાનીને અશુદ્ધતા અને દુઃખ નથી. પરંતુ જ્ઞાન વડ જાએ ત્યારે પર્યાયમાં જ્ઞાનીને તથા મુનિને પણ કિંચિત્ અશુદ્ધતા છે, દુઃખ છે. જ્ઞાનીને રાગ છે અને તેનું પરિણમન પણ છે. તે પરિણમનની અપેક્ષાએ જ્ઞાની તેનો પણ છે. ૪૭ નયોમાં પણ આવે છે કે-ધર્મી જીવને પણ રાગનું પરિણમન છે અને તેટલું દુ:ખ પણ છે. તથા તે રાગનો ક્ત અને ભોક્તા પણ તે જ્ઞાની છે. ભાઈ ! અહીં તો અંશે અંશને જોવાનો છે. કોઈ એકાંતે માની લે કે ધર્મને રાગ-દ્વેષ-દુઃખ હોય જ નહિ તો એમ નથી. ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય અને તેની દષ્ટિની અપેક્ષાએ તે વાત યથાર્થ છે. પણ પર્યાયમાં? અહા ! છઠ્ઠી ગુણસ્થાને વર્તતા મુનિ પણ (સમયસાર કળશ ૩ માં) એમ કહે છે કે અમને હજુ કલુષિતતા છે. અહા ! એક બાજુ એમ કહે કે સમક્તિીને અશુદ્ધતા ન હોય, તેનું પરિણમન અશુદ્ધ ન હોય અને બીજી બાજુ છઠ્ઠી ગુણસ્થાનવર્તી આચાર્ય એમ કહે કે અમને હજુ અશુદ્ધતાનું પરિણમન છે અને તેથી તેટલું દુઃખનું વેદન પણ છે!! ભાઈ! સમક્તિીને દષ્ટિની સાથે જે જ્ઞાન થયું છે તે ત્રિકાળી શુદ્ધ દ્રવ્યને જાણે છે અને વર્તમાન પર્યાયમાં રાગનું પરિણમન જેટલું છે તેને પણ જાણે છે. અશુદ્ધતાનુંરાગનું જે પરિણમન છે તેનો હું í , કર્મને લઈને તે થાય છે એમ નથી; તથા પરિણમનમાં મને બીલકુલ રાગ જ નથી એમ પણ નથી આવું જ્ઞાની યથાર્થ જાણે છે.
અહીં કહે છે કે-જો પર્યાયમાં રાગાદિ નથી એમ કોઈ માને તો રાગના અભાવ કરવાના પુરુષાર્થનો પણ લોપ થાય છે. કારણ કે જો પર્યાયમાં રાગ નથી તો તેના નાશનો ઉપાય પણ પર્યાયમાં સિદ્ધ થતો નથી.
પંચાસ્તિકાયની ૬૨ મી ગાથામાં કહ્યું છે કે વિકારનું પરિણમન જીવના અસ્તિત્વમાં છે અને તે પોતાને કારણે છે. વિકારનું પટ્ટારકરૂપ પરિણમન પોતાથી છે, તેને પરકારકની અપેક્ષા નથી. રાગ-વિકાર છે તે અસ્તિ છે અને તે વિકાર, વિકારને કારણે છે, દ્રવ્ય-ગુણના કારણે નહિ તેમ જ પર નિમિત્તને કારણ પણ નહિ. એ પંચાસ્તિકાય શાસ્ત્ર છે. તેથી ત્યાં જીવાસ્તિકાયનુંદ્રવ્ય-ગુણ-પર્યાયનું સ્વતંત્ર અસ્તિત્વ સિદ્ધ કર્યું છે. જીવની પર્યાયમાં જે વિકાર થાય છે તે પરથી નિરપેક્ષ સ્વત:સિદ્ધ, અહેતુકપણે થાય છે અને તે જીવના અસ્તિત્વમાં થાય છે.
પ્રશ્ન- વિકાર સ્વપર-હેતુક છે એમ શાસ્ત્રોમાં આવે છે ને?
ઉત્તર- એ તો એકલા સ્વથી જ (શુદ્ધ દ્રવ્યથી) વિકાર થાય નહિ એમ બતાવવા વિકારની ઉત્પત્તિમાં ઉપાદાન અને નિમિત્ત એમ બે હેતુ ત્યાં સિદ્ધ કર્યા છે. વિકારને જ્યારે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #160
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૩
વિભાવ તરીકે અથવા પર નિમિત્તના આશ્રયે થયેલી દશા છે એમ બતાવવું હોય ત્યારે, ઉપાદાન તે સ્વ અને નિમિત્ત તે પર-એમ રૂપરથી ઉત્પન્ન થયેલી છે એમ કહેવાય છે. વિકાર એકલા સ્વથી (સ્વભાવથી) ઉત્પન્ન થાય એમ બને નહિ. પર ઉપર લક્ષ જતાં પર્યાયમાં વિકાર થાય છે. માટે વિકારને સ્વપરહેતુક કહ્યો છે.
જ્યારે અહીં એમ કહ્યું કે એ રાગાદિ બધાય કર્મજન્ય છે. એ તો એ ભાવો બધાય ત્રિકાળી શુદ્ધ દ્રવ્યમાં નથી અને પર્યાયમાંથી કાઢી નાખવા યોગ્ય છે માટે દ્રવ્યદૃષ્ટિ કરાવવા એમ કહ્યું છે. પરમાત્મપ્રકાશમાં પણ રાગ-દ્વેષાદિને કર્મજન્ય કહ્યા છે, કારણ કે તેઓ શુદ્ધ આભદ્રવ્યથી નીપજતા નથી. ભાઈ. અશદ્ધતા દ્રવ્યમાં કયાં છે કે જેથી તે ઉત્પન્ન થાય પર્યાયમાં જે અશુદ્ધતા થઈ છે એ તો પર્યાયનું લક્ષ પર ઉપર ગયું છે તેથી થઈ છે. તેથી તો તેને સ્વપર-હેતુથી થયેલો ભાવ કહે છે.
ભાઈ ! એક સમયની પર્યાયમાં રાગ-અશુદ્ધતા જે થઈ છે તે સત્ છે અને તેથી અહેતુક છે એમ પંચાસ્તિકાયમાં સિદ્ધ કર્યું છે.
એ રાગ-અશુદ્ધતા (સ્વભાવના લક્ષ નહિ પણ) પરના લક્ષે થઈ છે એમ બતાવવા તેને સ્વપરહેતુક કહી છે.
અને પછી ત્રિકાળ વસ્તુમાં એ રાગ-અશુદ્ધતા નથી તથા પર્યાયમાં એક સમયના સંબંધ છે તે કાઢી નાખવા જેવી છે તે અપેક્ષાએ તેને કર્મજન્ય ઉપાધિ કહી છે.
અહાએકવાર કહે કે અશુદ્ધતા સ્વયં પોતાથી છે, પછી કહે કે તે સ્વ૫ર હેતુથી છે અને વળી કહે કે તે એકલી કર્મજન્ય છે!!! ભાઈ, જે અપેક્ષાએ જયાં જે કહ્યું હોય તે અપેક્ષાએ ત્યાં તે સમજવું જોઈએ. શ્રીમદે પણ કહ્યું છે કે
જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તે;
ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી જન એહ. ભાઈ ! જે અપેક્ષા હોય તે અપેક્ષાથી જ્ઞાન કરવાને બદલે બીજી અપેક્ષા ખોળવા-ગોતવા જઈશ તો સત્ય નહીં મળે.
ઉત્પાદ્રવ્યયૌવ્યયુ$મ સત’ એમ સિદ્ધ કરવું હોય ત્યાં રાગનો-મિથ્યાત્વાદિનો ઉત્પાદ દ્રવ્યની પર્યાયમાં છે અને તે પોતાથી સત્ છે એમ કહે છે. સત્ છે માટે તેને પર કારકની અપેક્ષા નથી. એ જ વાત પંચાસ્તિકાયની ગાથા ૬રમાં કહી છે કે જે સંસારની પર્યાય છે તે પરકારકની અપેક્ષા વિના સ્વતઃ જીવની પર્યાય છે. તે કાંઈ પરથી થઈ છે એમ નથી.
હવે તે મિથ્યાત્વાદિનો સંસારભાવ છે તે વિભાવ છે. અને વિભાવ છે તે સ્વરૂપના લક્ષે ના થાય, પરન્તુ પરના લક્ષે જ થાય. તેથી તેને સ્વપરહેતુક કહેવામાં આવે છે. તથા આ ગાથામાં અને પરમાત્મપ્રકાશમાં તે બધાય ભાવોને પુદ્ગલના કહ્યા છે. કળશ ૪૪માં આવે છે કે આ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #161
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૫૮ થી
[ ૧૪૯
અનાદિકાળના મોટા અવિવેકના નાટકમાં અથવા નાચમાં વર્ણાદિમાન પુદ્ગલ જ નાચે છે.” જીવદ્રવ્યને એકલા ધ્રુવ ચૈતન્યમાત્ર સ્વભાવથી જોઈએ તો તે એક-એકલું જ છે. એ જીવદ્રવ્ય એકલું છે તે કેમ નાચે? ભગવાન આત્માનો તો કાંઈ નાચ નથી. એ બધી પર્યાયોમાં એક પુગલનો જ નાચ છે. ત્રિકાળી ધ્રુવ દ્રવ્યની અપેક્ષાએ એ સઘળા અન્ય ભાવોમાં એક યુગલ જ નાચે છે એમ કહ્યું છે. આ પ્રમાણે આવો ભગવાન જિનદેવનો ઉપદેશ સ્યાદ્વાદરૂપ છે. અને તે પ્રમાણે સમયે જ સમ્યજ્ઞાન છે. જે અપેક્ષાએ રાગાદિ દ્રવ્યમાં નથી અને જે અપેક્ષાએ તેઓ પર્યાયમાં છે-એમ જે ઉપદેશ કર્યો છે તે રીતે યથાર્થ જાણવું જોઈએ. જિનદેવના ઉપદેશમાં તો અપેક્ષાથી કથન છે. માટે તે રીતે સમજે તો જ સમ્યજ્ઞાન છે.
વળી કહે છે કે સર્વથા એકાંત તે મિથ્યાત્વ છે. રાગ એકાંતે પર ચીજ છે અને આત્મામાં (પર્યાયમાં) નથી એમ માને તો તે મિથ્યા એકાંત છે. તથા રાગ દ્રવ્યમાં (ધ્રુવમાં) પણ છે એમ માને તો તે પણ મિથ્યાત્વ છે.
પ્રશ્ન:- રાગ જેટલો થાય છે તે નાશ પામીને અંદર જાય છે ને? પર્યાયનો વ્યય તો થાય છે. તો તે વ્યય થઈને કયાં જાય છે? જે અંદર જાય છે, તો વિકાર અંદર ગયો કે નહીં?
ઉત્તર- ભાઈ, વિકાર અંદર દ્રવ્યસ્વભાવમાં નથી. પર્યાયનો જે વ્યય થયો છે તે પારિણામિકભાવમાં યોગ્યતારૂપ થઈ ગયો છે. વર્તમાનમાં વિકાર જે પ્રગટ છે તે ઉદયભાવારૂપ છે. પરંતુ જ્યારે તેનો વ્યય થાય છે ત્યારે તે પારિણામિકભાવે થઈને અંદર જાય છે. તેવી જ રીતે ક્ષયોપશમભાવની પર્યાય પણ વ્યય પામે છે અને બીજે સમયે બીજી પર્યાય ઉત્પન્ન થાય છે. પરંતુ પહેલાનો ભાવ વ્યય પામીને ગયો કયાં? શું તે અંદરમાં ક્ષયોપશમભાવે છે? ના, તે પારિણામિકભાવે અંદર વસ્તુમાં છે.
અહીં કહે છે કે સર્વથા એકાંત સમજે તો મિથ્યાત્વ છે. આથી કોઈ એમ કહે કે-બંધના માર્ગથી (વ્યવહારરત્નત્રયથી) પણ મોક્ષ થાય છે એમ કહો; અન્યથા સર્વથા એકાન્ત થઈ જશે. તો એ વાત યથાર્થ નથી. ભાઈ! મોક્ષનો માર્ગ સર્વથા નિર્મળ પરિણતિથી જ થાય છે અને એમાં સર્વથા રાગની પરિણતિ છે જ નહિ એવો આ સમ્યક અનેકાન્ત છે. નિશ્ચયથી જે શુદ્ધરત્નત્રયની નિર્મળ પર્યાય છે તે જ મોક્ષનો માર્ગ છે. પરંતુ સાથે રાગને નિમિત્ત-સહુચર દેખીને તેને વ્યવહારથી મોક્ષમાર્ગ કહ્યો છે. પરંતુ તેથી તે રાગ, જે બંધનું કારણ છે કે, મોક્ષનું કારણ થઈ જાય એમ નથી. આ પ્રમાણે જે અપેક્ષાએ કથન હોય તે યથાર્થ સમજવું જોઈએ.
[ પ્રવચન નં. ૧૦૫ (શેષ) ૧૦૬ *
દિનાંક ૨૪-૬-૭૬ થી ૨૫-૬-૭૬ ]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #162
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
* ગાથા-૬૧ *
कुतो जीवस्य वर्णादिभिः सह तादात्म्यलक्षणः सम्बन्धो नास्तीति चेत्
तत्थ भवे जीवाणं संसारत्थाण होंति वण्णादी। संसारपमुक्काणं णत्थि हु वण्णादओ केई।। ६१ ।।
तत्र भवे जीवानां संसारस्थानां भवन्ति वर्णादयः। संसारप्रमुक्तानां न सन्ति खलु वर्णादयः केचित्।। ६१ ।।
હવે પૂછે છે કે વર્ણાદિક સાથે જીવનો તાદાભ્યલક્ષણ સંબંધ કેમ નથી? તેનો ઉત્તર કહે
છે.
સંસારી જીવને વર્ણ આદિ ભાવ છે સંસારમાં, સંસારથી પરિમુક્તને નહિ ભાવ કો વર્ણાદિના. ૬૧.
ગાથાર્થ- [ વર્તાવ :] વર્ણાદિક છે તે [ સંસારરથાનાં ] સંસારમાં સ્થિત [ નીવાનાં ] જીવોને [ તત્ર મવે] તે સંસારમાં [ ભવન્તિ] હોય છે અને [સંસાર,મુનાં] સંસારથી મુક્ત થયેલા જીવોને [ 7 ] નિશ્ચયથી [વવા : ]િ વર્ણાદિક કોઈ પણ (ભાવો) [ સત્તિ ] નથી; (માટે તાદાભ્યસંબંધ નથી).
ટીકાઃ- જે નિશ્ચયથી બધીયે અવસ્થાઓમાં ય-આત્મકપણાથી અર્થાત્ જેસ્વરૂપપણાથી વ્યાપ્ત હોય અને તદ્દ-આત્મકપણાની અર્થાત્ તે-સ્વરૂપપણાની વ્યાપ્તિથી રહિત ન હોય, તેનો તેમની સાથે તાદાભ્યલક્ષણ સંબંધ હોય છે. (જે વસ્તુ સર્વ અવસ્થાઓમાં જે ભાવોસ્વરૂપ હોય અને કોઈ અવસ્થામાં તે ભાવોસ્વરૂપપણું છોડે નહિ, તે વસ્તુનો તે ભાવોની સાથે તાદાભ્યસંબંધ હોય છે.) માટે બધીયે અવસ્થાઓમાં જે વર્ણાદિસ્વરૂપપણાથી વ્યાપ્ત હોય છે અને વર્ણાદિસ્વરૂપપણાની વ્યાપ્તિથી રહિત હોતું નથી એવા પદગલનો વર્ણાદિભાવોની સાથે તાદાભ્યલક્ષણ સંબંધ છે; અને જોકે સંસાર-અવસ્થામાં કથંચિત્ વર્ણાદિસ્વરૂપપણાથી વ્યાપ્ત હોય છે અને વર્ણાદિસ્વરૂપપણાની વ્યાપ્તિથી રહિત હોતો નથી તોપણ મોક્ષ-અવસ્થામાં જે સર્વથા વર્ણાદિસ્વરૂપપણાની વ્યાતિથી રહિત હોય છે અને વર્ણાદિસ્વરૂપપણાથી વ્યાસ હોતો નથી એવા જીવનો વર્ણાદિભાવોની સાથે તાદાભ્યલક્ષણ સંબંધ કોઈ પણ પ્રકારે નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #163
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૬૧ ]
[ ૧૫૧
ભાવાર્થ- દ્રવ્યની સર્વ અવસ્થાઓને વિષે દ્રવ્યમાં જે ભાવો વ્યાપે તે ભાવો સાથે દ્રવ્યનો તાદાભ્યસંબંધ કહેવાય છે. પુદગલની સર્વ અવસ્થાઓને વિષે પુદગલમાં વર્ણાદિભાવો વ્યાપે છે તેથી વર્ણાદિભાવો સાથે પુદ્ગલનો તાદાભ્યસંબંધ છે. સંસાર-અવસ્થાને વિષે જીવમાં વર્ણાદિભાવો કોઈ પ્રકારે કહી શકાય છે પણ મોક્ષ-અવસ્થાને વિષે જીવમાં વર્ણાદિભાવો સર્વથા નથી તેથી વર્ણાદિભાવો સાથે જીવનો તાદાભ્યસંબંધી નથી એ ન્યાય છે.
* શ્રી સમયસાર ગાથા-૬૧ મથાળું *
- હવે પૂછે છે કે-વર્ણાદિને આત્મા સાથે ત્રિકાળ સંબંધ કેમ નથી? આપે આત્માની સાથે તેમનો એક સમયની પર્યાય પૂરતો ક્ષણિક-અનિત્ય સંબંધ કહ્યો. પરંતુ તે રંગ, રાગ, ગુણસ્થાન આદિ સાથે જીવને તાદાભ્યસંબંધ કેમ નથી? તેનો ઉત્તર આપે છે:
* ગાથા ૬૧ : ટીકા ઉપરનું પ્રવચન *
જે નિશ્ચયથી બધીય અવસ્થાઓમાં જે-સ્વરૂપપણાથી વ્યાપ્ત હોય અને તે સ્વરૂપપણાની વ્યાપ્તિથી રહિત ન હોય, તેનો તેમની સાથે તાદાભ્યલક્ષણ સંબંધ હોય છે. જેમકે જ્ઞાન સાથે આત્માને જે સંબંધ છે તે તાદાભ્યલક્ષણ સંબંધ છે, કેમકે આત્માની સર્વ અવસ્થાઓમાં તે જ્ઞાનસ્વરૂપપણાથી વ્યાપ્ત છે અને જ્ઞાનસ્વરૂપપણાની વ્યાપ્તિથી કયારેય રહિત નથી. પરંતુ રાગ-ઉદયભાવ સાથે આત્માને તાદાભ્યલક્ષણ સંબંધ નથી, કેમકે આત્માની સર્વ અવસ્થાઓમાં ઉદયભાવ વ્યાપ્ત હોય અને કયારેય એની વ્યાપ્તિથી રહિત ન હોય એમ બનતું નથી. સંસાર અવસ્થામાં રાગ-ઉદયભાવ હોય છે પરંતુ મોક્ષ અવસ્થામાં તે સર્વથા નથી.
ખરેખર, જે બધી દશાઓમાં જે સ્વરૂપથી વ્યાપ્ત એટલે પ્રસરેલ હોય અને તે સ્વરૂપથી કયારેય રહિત ન હોય તેનો, તેમની સાથે તાદાભ્યસંબંધ હોય છે. અર્થાત્ જે વસ્તુ સર્વ અવસ્થાઓમાં જે ભાવોસ્વરૂપ હોય અને કોઈ અવસ્થામાં તે ભાવોસ્વરૂપપણું છોડે નહિ તે વસ્તુનો, તે ભાવો સાથે તાદાભ્યસંબંધ છે. માટે જેની બધીય અવસ્થાઓમાં વર્ણાદિ વ્યાપ્ત હોય છે તે પુદ્ગલની સાથે વર્ણાદિને તાદાભ્યસંબંધ છે. કાળો, રાતો આદિ જે વર્ણ છે તેનું પુદ્ગલની સાથે તાદાભ્ય છે, કેમકે તે વિના મુદ્દગલની કોઈ અવસ્થા હોતી નથી. તેવી રીતે જે ગુણસ્થાન આદિ ભેદ પડયા છે તેને પણ પુદ્ગલની સાથે તાદાભ્યસંબંધ છે કેમકે પુદ્ગલના નિમિત્ત વિના તે ભેદો હોતા નથી. અહો ! આ સમયસાર તો કેવું અદભુત શાસ્ત્ર છે! એમાં આખાય બ્રહ્માંડના ભાવો ભર્યા છે!
પુદ્ગલની બધીય અવસ્થાઓમાં તે વર્ણાદિ વ્યાસ હોય છે અને તેની વ્યાતિથી રહિત પુદ્ગલ હોતું નથી. માટે વર્ણાદિભાવોનો પુદ્ગલ સાથે તાદાભ્યસંબંધ છે પણ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #164
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫ર ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૩
આત્માની સાથે નથી. તેઓ સંસાર અવસ્થામાં કથંચિત્ વ્યાસ-પ્રસરેલા છે તોપણ મોક્ષ અવસ્થામાં સર્વથા હોતા નથી. માટે તેઓને જીવની સાથે તાદાભ્યલક્ષણ સંબંધ નથી. સંસાર અવસ્થામાં રાગ-ભેદથી વ્યાતિ હોય છે અને ત્યારે વર્ણાદિરૂપપણાની વ્યાતિથી રહિત જીવ હોતો નથી, તોપણ મોક્ષ અવસ્થામાં સર્વથા વ્યાપ્તિ હોતી નથી. માટે જીવને તે વર્ણાદિભાવો સાથે તાદાભ્યસંબંધ નથી. અહાહા ! વર્ણાદિમાં એક પુદગલ જ નાચે છે. ભગવાન આત્મા તા જ્ઞાયકસ્વરૂપે શુદ્ધ ચિતૂપ એકરૂપ છે. તે એમાં કેમ નાચે? ન જ નાચે એમ કહે છે.
જોકે સંસાર અવસ્થામાં કથંચિત્ વર્ણાદિની વ્યાપ્તિ હોય છે તોપણ મોક્ષ અવસ્થામાં તેઓની વ્યાપ્તિ હોતી નથી, વ્યાતિથી સર્વથા રહિત હોય છે. માટે વર્ણાદિભાવો સાથે જીવને કોઈપણ પ્રકારે તાદાભ્યલક્ષણ સંબંધ નથી. આત્માને જ્ઞાન, આનંદ સાથે તાદાભ્યલક્ષણ સંબંધ છે કારણ કે કોઈપણ અવસ્થામાં જ્ઞાનાનંદરૂપપણું આત્મામાં ન હોય એમ બનતું નથી. પરંતુ આ વર્ણાદિ ભાવો સંસાર અવસ્થામાં કથંચિત્ હોય છે તોપણ મોક્ષ અવસ્થામાં તેઓનો સર્વથા અભાવ છે. માટે વર્ણથી માંડીને ગુણસ્થાન પર્વતના સર્વ ભાવો સાથે જીવને તાદાભ્યલક્ષણ સંબંધ નથી.
* ગાથા ૬૧ : ભાવાર્થ ઉપરનું પ્રવચન *
દ્રવ્ય જે વસ્તુ છે તેની બધી અવસ્થાઓમાં જે વ્યાપે તેને, તે દ્રવ્ય સાથે એકરૂપ સંબંધ કહેવાય છે. તેથી પુદ્ગલની સર્વ અવસ્થાઓમાં જે વર્ણાદિભાવો વ્યાપે છે તેને, પુદગલની સાથે એકરૂપતાનો સંબંધ છે. ગુણસ્થાન, જીવસ્થાન, માર્ગણાસ્થાન આદિ ભેદો પુદ્ગલના (કર્મના ) નિમિત્તે પડે છે. અહાહા! આત્મા વસ્તુ ત્રિકાળી ધ્રુવ અભેદ એકરૂપ ચૈતન્યમાત્ર છે. તેને કારણે ભેદ કેમ પડે? માટે પુદ્ગલના નિમિત્તથી જે આ વર્ણથી ગુણસ્થાન પર્યત ભેદ પડ છે તે, આત્માની સર્વ અવસ્થાઓમાં વ્યાપતા નથી પણ પુદ્ગલની સર્વ અવસ્થાઓમાં વ્યાપે છે. તે કારણે તે બધા પુદગલની સાથે તાદામ્યલક્ષણ સંબંધ રાખે છે. અખંડ, અભેદ એક ચિન્માત્રસ્વરૂપ વસ્તુની દષ્ટિએ રંગ-રોગ-જીવસ્થાન-માર્ગણાસ્થાન આદિ ભેદો પુદ્ગલની સાથે સંબંધ રાખે છે. જ્યાં જ્યાં પુદ્ગલ ત્યાં ત્યાં આ બધા ભાવો હોય છે. માટે તેઓને પુદ્ગલની સાથે તાદાભ્ય સંબંધ છે.
સંસાર અવસ્થામાં જીવમાં રંગ-રાગ આદિ ભાવો કોઈ અપેક્ષાએ કહી શકાય છે. પરંતુ મોક્ષ અવસ્થામાં તેઓ જીવમાં સર્વથા નથી. તેથી વર્ણાદિ સાથે જીવને એકરૂપતાનો સંબંધ નથી. ર્તા-કર્મ અધિકારમાં પણ એ જ કહ્યું છે કે જે દયા, દાન, વ્રત, ભક્તિ, આદિનો ભાવ થાય છે તે સંયોગલક્ષણ છે. તેઓ સંયોગીભાવ છે, સ્વભાવભાવ નથી. માટે એ દયા, દાન, આદિ ભાવો સાથે આત્માને તાદાભ્યસંબંધ નથી. જેમ બીજી સંયોગી ચીજ છે તેમ તે પણ સંયોગી ચીજ છે. માટે વર્ણાદિ ભાવો સાથે ભગવાન આત્માને એકરૂપપણાનો તાદાભ્યલક્ષણ સંબંધ નથી એ ન્યાય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #165
--------------------------------------------------------------------------
________________
Version 001,a: remember to check h††p://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૬૧ ]
[ ૧૫૩
અહાહા! આત્મા જે શુદ્ધ ચિત્તૂપ વસ્તુ છે તેના તરફ ઢળવાના ભાવમાં તો આત્મા અભેદપણે દૃષ્ટિમાં લેવા યોગ્ય છે. જ્યારે આ બધા ભેદ-ભાવો, કે જે પુદ્દગલના સંબંધે થાય છે તેની દષ્ટિ છોડી દેવા યોગ્ય છે. માટે તો તેઓ આત્માના નથી એમ કહ્યું છે. આ વર્ણથી શરૂ કરીને માર્ગણાસ્થાન-ગુણસ્થાન આદિ જે ભેદો કહ્યા છે તે બધાય પુદ્ગલની સાથે સંબંધવાળા છે. જ્યાં જ્યાં તેઓ છે ત્યાં ત્યાં તેઓને પુદ્ગલની સાથે સંબંધ છે. પરંતુ જ્યાં જ્યાં ભગવાન આત્મા છે ત્યાં ત્યાં તેઓની સાથે સંબંધ છે નહીં, કારણ કે સંસાર અવસ્થામાં એક સમય પૂરતો પર્યાયમાં સંબંધ છે તોપણ મોક્ષ અવસ્થામાં સર્વથા સંબંધ નથી. તેથી ધર્મીએ એક અભેદસ્વભાવની જ દૃષ્ટિ કરવી એમ અભિપ્રાય છે. આ જીવ-અજીવ અધિકાર છે. તેથી રંગ, રાગ, પુણ્ય, પાપ, ગુણસ્થાન આદિ સર્વ ભાવોને અહીં અજીવમાં નાખ્યા છે. આશય એ છે કે અભેદ એક ચિન્માત્ર અખંડ વસ્તુનો આશ્રય કરવો અર્થાત્ સમ્યગ્દર્શન અને નિર્વિકલ્પ શાંતિની પર્યાય દ્વારા તે એકને જ ગ્રહણ કરવો, અનુભવવો.
[પ્રવચન નં. ૧૦૬ (શેષ )–૧૦૭
દિનાંક ૨૫-૬-૭૬ થી ૨૬-૬–૭૬]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #166
--------------------------------------------------------------------------
________________
Version 001,a: remember to check htÎp://www.AtmaDharma.com for updates
* ગાથા-૬૨ *
जीवस्य वर्णादितादात्म्यदुरभिनिवेशे दोषश्चायम्
जीवो चेव हि एदे सव्वे भाव त्ति मण्णसे जदि हि । जीवस्साजीवस्स य णत्थि विसेसो दु दे कोई ।। ६२ ।।
जीवश्चैव ह्येते सर्वे भावा इति मन्यसे यदि हि। जीवस्याजीवस्य च नास्ति विशेषस्तु ते कश्चित् ।। ६२ ।।
હવે, જીવનું વર્ણાદિક સાથે તાદાત્મ્ય છે એવો મિથ્યા અભિપ્રાય કોઈ કરે તો તેમાં આ દોષ આવે છે એમ ગાથામાં બતાવે છેઃ
આ ભાવ સર્વે જીવ છે જો એમ તું માને કદી,
તો જીવ તેમ અજીવમાં કંઈ ભેદ તુજ રહેતો નથી ! ૬૨.
મિથ્યા
ગાથાર્થ:- વર્ણાદિકની સાથે જીવનું તાદાત્મ્ય માનનારને કહે છે કેઃ અભિપ્રાયવાળા ! [યવિ હિ ૬] જો તું [કૃતિ મન્યસે] એમ માને કે [ તે સર્વે ભાવ: ] આ વર્ણાદિક સર્વ ભાવો [ નીવ: વ હિ] જીવ જ છે, [તુ] તો [તે] તારા મતમાં [નીવસ્ય દ સખીવસ્ય] જીવ અને અજીવનો [ શ્ચિત્] કાંઈ [ વિશેષ: ] ભેદ [ નાસ્તિ] રહેતો નથી.
ટીકા:- જેમ વર્ણાદિક ભાવો, અનુક્રમે આવિર્ભાવ (પ્રગટ થવું, ઊપજવું) અને તિરોભાવ (ઢંકાવું, નાશ થવું) પામતી એવી તે તે વ્યક્તિઓ વડે (અર્થાત્ પર્યાયો વડે) પુદ્દગલદ્રવ્યની સાથે સાથે રહેતા થકા, પુદ્દગલનું વર્ણાદિ સાથે તાદાત્મ્ય જાહેર કરે છે-વિસ્તારે છે, તેવી રીતે વર્ણાદિક ભાવો, અનુક્રમે આવિર્ભાવ અને તિરોભાવ પામતી એવી તે તે વ્યક્તિઓ વડે જીવની સાથે સાથે રહેતા થકા, જીવનું વર્ણાદિ સાથે તાદાત્મ્ય જાહેર કરે છે, વિસ્તારે છેએમ જેનો અભિપ્રાય છે તેના મતમાં, અન્ય બાકીનાં દ્રવ્યોથી અસાધારણ એવું વર્ણાદિસ્વરૂપપણું-કે જે પુદ્દગલદ્રવ્યનું લક્ષણ છે-તેનો જીવ વડે અંગીકાર કરવામાં આવતો હોવાથી, જીવ-પુદ્દગલના અવિશેષનો પ્રસંગ આવે છે, અને એમ થતાં, પુદ્દગલોથી ભિન્ન એવું કોઈ જીવદ્રવ્ય નહિ રહેવાથી, જીવનો જરૂર અભાવ થાય છે.
ભાવાર્થ:- જેમ વર્ણાદિક ભાવો પુદ્દગલદ્રવ્ય સાથે તાદાત્મ્યસ્વરૂપે છે તેમ જીવ સાથે પણ તાદાત્મ્યસ્વરૂપે હોય તો જીવ-પુદ્દગલમાં કાંઈ પણ ભેદ ન રહે અને તેથી જીવનો જ અભાવ થાય એ મોટો દોષ આવે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #167
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૬ર ]
[ ૧૫૫
* શ્રી સમયસાર ગાથા ૬ર : મથાળું *
હવે, જીવનું વર્ણાદિ સાથે એટલે રંગ-રાગ-ગુણસ્થાનાદિ સાથે તાદાભ્ય-એકરૂપપણું છે એવો મિથ્યા અભિપ્રાય કોઈ પ્રગટ કરે તો તેમાં દોષ આવે છે એમ ગાથા દ્વારા કહે છેઃ
* ગાથા ૬૨ : ટીકા ઉપરનું પ્રવચન *
રાગાદિ, જે પુદ્ગલના પરિણામ છે તે, જો તું તારા-જીવના છે એમ માનીશ તો જીવ અને અજીવમાં કાંઈ ભેદ રહેતો નથી એમ કહે છે. આ ગાથા અને ટીકા સૂક્ષ્મ છે. અરે, આખુંય સમયસાર જ સૂક્ષ્મ છે અને એથીય સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભગવાન આત્મા છે. ચૈતન્ય ભગવાન અનંત ગુણથી તાદાભ્યસ્વરૂપ મહાપ્રભુ છે. તેના ઉપર દષ્ટિ કરવાથી ધર્મની-સમ્યગ્દર્શનની શરૂઆત થાય છે. અને તે સિવાય લાખ, ક્રોડ કે અનંત દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા આદિ કરે તોપણ એથી સમ્યગ્દર્શન થતું નથી. કારણ કે એ તો બધો રાગ છે અને તે રાગને પુદ્ગલની સાથે તાદાભ્ય છે. જ્યાં જ્યાં પુદ્ગલ ત્યાં ત્યાં રંગ-રાગ-ભેદાદિ હોય છે, પણ જ્યાં જ્યાં ભગવાન આત્મા ત્યાં ત્યાં રંગ-રાગ-ભેદાદિ હોતા નથી-એમ અહીં કહે છે. અહો ! શું અલૌકિક વાત છે ! તેને ધ્યાન દઈને શાંતિથી સાંભળવી.
ગુણસ્થાન આદિ ભેદો પર્યાયમાં ઉત્પન્ન થયા છે તે તેમની ઉત્પત્તિની “જન્મક્ષણ' છે તેથી ઉત્પન્ન થયા છે, નિમિત્ત વડે ઉત્પન્ન થયા છે એમ નથી. એ ભેદો જીવની પર્યાયમાં પોતાથી થયા છે, પરંતુ આત્મામાં-ત્રિકાળી શુદ્ધ દ્રવ્યમાં તેઓ લાપતા નથી. એ રંગ, રાગ, દયા, દાન, આદિ ભાવોને પુદ્ગલની સાથે વ્યાતિ છે. જ્યાં પુદ્ગલ વ્યક્ત થાય છે ત્યાં તેઓ હોય છે અને તેમાં વ્યાપે છે. જ્યાં એમ કહ્યું કે પુણ્ય-પાપના ભાવ પોતાની પર્યાયમાં થાય છે અને એનો ર્તા-ભોક્તા જીવ છે ત્યાં તો એનું જ્ઞાન કરાવવા જ્ઞાનપ્રધાન કથન કર્યું છે. જ્યારે અહીં દષ્ટિપ્રધાન વાત છે. અહીં દષ્ટિની પ્રધાનતામાં, ચાહે દયા-દાનના ભાવ હો કે પંચમહાવ્રતના પાલનના ભાવ હો, તે બધાય પુદ્ગલની સાથે વ્યાપે છે એમ કહે છે. દિગમ્બર સંતો સિવાય આવી વાત કોઈએ કયાંય કરી નથી. અહો ! દિગમ્બર સંતો કેવળીના કેડાયતો છે. ભગવાન કેવળીએ જે દિવ્યધ્વનિમાં કહ્યું છે તે વાત તેઓ જગત સમક્ષ જાહેર કરે છે. ભગવાન! એક વાર જરા ધીરજથી સાંભળ. કહે છે કે જે પુણ્ય-પાપના ભાવની પ્રગટતા-ઉત્પાદ અને નાશવ્યય થાય છે તે બંધુય પુદ્ગલની સાથે વ્યાપે છે. તે ઉત્પાદ-વ્યય તારી-જીવની સાથે વ્યાપતા નથી. અહા ! શું સૂક્ષ્મ તત્ત્વ!
દયા, દાન, વ્રત, સ્વાધ્યાય, આદિનો રાગ; અરે, આ જે શ્રવણનો રાગ આવે છે તે રાગ પણ પુદગલની સાથે ઉત્પન્ન થાય છે અને પુદગલમાં વ્યય પામે છે. એ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #168
--------------------------------------------------------------------------
________________
Version 001,a: remember to check h††p://www.AtmaDharma.com for updates
૧૫૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૩
ઉત્પાદ-વ્યય આત્માના નથી. દ્રવ્યસ્વભાવનું અહીં વર્ણન છે ને! જીવદ્રવ્યમાં ભેદ છે જ નહીં. તેથી ભેદને તથા રાગાદિને અજીવ કહ્યા છે. દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ, નવતત્ત્વની શ્રદ્ધાનો રાગ, શાસ્ત્રજ્ઞાનનો વિકલ્પ કે છ કાયના જીવોની રક્ષાનો રાગ એ બધાય, અહીં કહે છે કે પુદ્દગલની સાથે ઉત્પન્ન થાય છે અને પુદ્ગલમાં નાશ પામે છે; પોતાની-જીવની સાથે નહીં. અહાહા! કેટલું સ્પષ્ટ કર્યું છે! આવી વાત બીજે કયાં છે? ઉત્પાદ-વ્યય, દ્રવ્યસ્વભાવમાંચિન્માત્રવસ્તુમાં તો છે નહીં. તે કારણે આ વર્ણાદિ ભાવોનો આવિર્ભાવ એટલે કે ઉત્પત્તિ અને તિરોભાવ એટલે કે નાશ-વ્યય જે થાય છે તેનું પુદ્દગલની સાથે વ્યાસપણું છે. અને તેથી પુદ્દગલનો વર્ણાદિકની સાથે તાદાત્મ્ય સંબંધ પ્રસિદ્ધ થાય છે. અહાહા! તે વર્ણાદિક ભાવો પુદ્દગલનો વિસ્તાર છે, પણ ભગવાન ચિદાનંદ પ્રભુનો-આત્માનો તે વિસ્તાર નથી. ભગવાન આત્મા તો ચિદાનંદમય અખંડ એકરૂપ જિનસ્વરૂપી પરમાત્મા છે. આ વર્ણાદિ અને રાગાદિ ભાવો તે એનો વિસ્તાર નથી. રાગાદિની પ્રસિદ્ધિ તે ભગવાન જિનસ્વરૂપ આત્માની પ્રસિદ્ધિ નથી. અહાહા ! શું સંતોએ જાહેર કર્યું છે! સર્વજ્ઞદેવે જે કહ્યું છે તે આ પંચમ આરાના શ્રોતાને સંતો કહે છે.
કોઈ એમ કહે કે આ વાત તો ચોથા આરાની છે અને તે ચોથા આરાના જીવને સમજવા માટે છે. તેને કહે છે કે-ભાઈ! આ તો પંચમ આરાના સંતો પંચમ આરાના શ્રોતાને સમજાવી રહ્યા છે. પ્રભુ! તું સાંભળ તો ખરો. પંચમ આરામાં પણ તું આત્મા છે કે નહિ? પ્રભુ! તું અનંત ગુણોથી ભરેલો અભેદ શુદ્ધ ચૈતન્યમાત્ર આત્મા છો ને! અત્યારે પણ એવો જ છો ને! એટલે તો કહે છે કે જેને અભેદ શુદ્ધ ચિદાનંદ ભગવાનની દષ્ટિ કરવી હોય તેણે આ રાગાદિ ભાવોને અજીવના પરિણામ માનવા જોઈશે. કોઈ એમ કહે છે અત્યારે તો શુભજોગ જ હોય અને તે શુભજોગ જ ધર્મનું કારણ છે. તેને કહે છે-અરે પ્રભુ! શું કહે છે તું? અત્યારે શુભજોગ જ હોય એનો અર્થ એ થયો કે અત્યારે ધર્મ જ ન હોય. ભાઈ ! તારી વાત બરાબર નથી કેમકે શુભજોગ તો પુદ્દગલમાં વ્યાપનારા ભાવો છે. તે પોતાના છે અને લાભકારક છે એમ માનવું એ તો મહામિથ્યાત્વ અને અજ્ઞાન છે.
ત્રણલોકના નાથ ભગવાન સીમંધરદેવ અત્યારે પરમાત્મપણે મહાવિદેહમાં બિરાજે છે. ભગવાન કુંદકુંદાચાર્ય તેમની પાસે ગયા હતા અને ત્યાં આઠ દિવસ રહ્યા હતા. ત્યાંથી આવીને આ શાસ્ત્રો બનાવ્યાં છે. તેમના પછી એક હજાર વર્ષે શ્રી અમૃતચંદ્રાચાર્ય થયા હતા. તેમણે આ ટીકા બનાવી છે. તેઓ અહીં કહે છે કે શુભાશુભ રાગનાં ઉત્પત્તિ અને વ્યય પુદ્ગલ સાથે સંબંધ રાખે છે, ભગવાન આત્મા સાથે નહિ. જો તેનો સંબંધ આત્મા સાથે હોય તો રાગાદિનાં ઉત્પાદ-વ્યય ત્રણેકાળ આત્મામાં થવાં જોઈએ. પણ એમ તો બનતું નથી. માટે તે રાગાદિ આત્માની ચીજ નથી. આ શ૨ી૨, મકાન, પૈસા, લક્ષ્મી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #169
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૬૨ ]
| [ ૧૫૭
આદિ તો કયાંય દૂર રહી ગયા. એ તો પ્રત્યક્ષ પુદ્ગલ-પરવસ્તુ છે. અહીં તો કહે છે કે જે વડે તીર્થકર ગોત્ર બંધાય એ સોલહકારણ ભાવનાનો ભાવ પણ રાગ છે અને તે પુદ્ગલની સાથે સંબંધ રાખે છે, અજીવરૂપ છે, અને તેના ફળમાં પણ અજીવ મળે છે.
અરેરે! આવું સાંભળવાય મળે નહિ તેને એની પ્રતીતિ તો કયાંથી થાય? એનાં તો મનુષ્યપણાં ચાલ્યાં જાય છે. એ કયાં જશે ? આ સંસ્કાર અંદર ન પડયા તો ૮૪ના અવતારમાં એના કયાં ઉતારા થશે ? ભાઈ ! ભગવાન આત્મા તો અનાદિ-અનંત નિત્ય રહેવાનો છે. આ રાગ મારો અને રાગથી મને લાભ થશે એવી મિથ્યાશ્રદ્ધાનો ત્યાગ ન કર્યો તો એ કયાં જશે? કયાંક જશે તો ખરો જ. અને મિથ્યાત્વનું ફળ તો નરક, નિગોદાદિ જ કહેલું છે. ભાઈ ! આવો અવસર પ્રાપ્ત થવો મહીં કઠણ છે.
અહીં કહે છે કે રાગ ચાહે તો દયા, દાન, ભક્તિનો હો કે પંચમહાવ્રતનો હો, એનું ઊપજવું અને વ્યય થવું પુદ્ગલની સાથે સંબંધ રાખે છે. પ્રભુ! તારું ચૈતન્યઘર તપાસવા માટે આ વાત કરે છે. તારું ઘર તું જો, એમાં તને રાગાદિની ઉત્પત્તિ-વ્યય નહીં જણાય. તને તારો નાથ ચૈતન્યદેવ અતીન્દ્રિય આનંદનાં ઉત્પત્તિ-વ્યય સાથે જણાશે. અહા ! કુંદકુંદાચાર્ય આદિ દિગંબર સંતો અપાર કરુણા કરી માર્ગ બતાવે છે. તેઓ ઊંચથી પોકારીને કહ્યું છે કે-પ્રભુ! તારી પ્રસિદ્ધિ તો અતીન્દ્રિય જ્ઞાન અને આનંદની પર્યાયથી થાય છે. તારી પ્રસિદ્ધિ રાગથી કેમ હોય? કેમકે રાગની પ્રસિદ્ધિ છે એ તો પદગલની પ્રસિદ્ધિ છે. ગજબ વાત ! આ સમયસાર એ તો જગતચક્ષુ-અજોડચક્ષુ છે. અને આ ટીકાનું નામ આત્મખ્યાતિ છે ને! અભેદ એક શુદ્ધ દ્રવ્યસ્વભાવ ઉપર દષ્ટિ કરતાં જે અતીન્દ્રિય આનંદ-શાંતિની પર્યાય પ્રગટ થાય તે તારી પ્રસિદ્ધિ એટલે આત્મખ્યાતિ છે. અહો ! પંચમ આરાના સંતોએ જગતની દરકાર છોડીને, સત્ય આ જ છે–એમ સત્યના ડંકા વગાડયા છે.
એક કવિએ કહ્યું છે કે
પ્રભુતા પ્રભુ ! તારી તો ખરી, મુજરો, મુજ રોગ લે હરી.
પ્રભુ! તારી પ્રભુતા તો ત્યારે કહીએ કે જ્યારે નિર્મળ પર્યાયનાં ઉત્પત્તિ-વ્યય થાય. રાગની ઉત્પત્તિ અને રાગનો વ્યય એ તારી પ્રભુતા નથી. રાગ છે એ તો રોગ છે. તેને હરી લે એ તારી ખરી પ્રભુતા છે. અહાહા! શુભાશુભ રાગ એ તો પુદ્ગલનો વિસ્તાર છે, પુદ્ગલની પ્રસિદ્ધિ છે. એમાં આત્માની પ્રસિદ્ધિ નથી. અહો ! અમૃતચંદ્રાચાર્યદવે ટીકામાં એકલાં અમૃત રેડયાં છે. શું ટીકાની ગંભીરતા અને શું તેનો મર્મ!
જેની પર્યાયમાં અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતસુખ અને અનંતવીર્ય ખીલી નીકળ્યાં છે તે પરમાત્મા છે. જેમ ગુલાબ હજાર પાંખડીએ ખીલી ઊઠે છે તેમ આ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #170
--------------------------------------------------------------------------
________________
Version 001,a: remember to check h††p://www.AtmaDharma.com for updates
૧૫૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૩
પરમાત્મા અનંત પાંખડીએ ખીલીગયા છે. પ્રભુની પ્રસિદ્ધિ છે. ભગવાન! તારાં વખાણ કઈ રીતે કરીએ ? અહા! અનંત આનંદ-જ્ઞાન આદિ અનંત ગુણની નિર્મળ પર્યાયનો ઉત્પાદ-વ્યય થવો અથવા ગુણના આશ્રયે ઉત્પાદ-વ્યય થવો એ આત્માની પ્રસિદ્ધિ છે. પરંતુ પરના આશ્રયે જે રાગાદિ થાય છે તે આત્માની પ્રસિદ્ધિ નથી. આવું આકરું પડે પણ શું થાય? ભાઈ! મારગ તો જે જિનેશ્વરદેવે ગણધરો અને ઇન્દ્રોની ઉપસ્થિતિમાં સભામાં કહ્યો છે તે આ જ છે. ભગવાન સીમંધરનાથ મહાવિદેહક્ષેત્રમાં બિરાજે છે. ત્યાં જે વાત દિવ્યધ્વનિમાં આવી રહી છે એ જ વાત શ્રી કુંદકુંદાચાર્ય અને અમૃતચન્દ્રાચાર્ય અહીં કહે છે. શ્રી કુંદકુંદાચાર્ય તો ત્યાં ગયા હતા. પણ શ્રી અમૃતચંદ્રાચાર્ય તો નહોતા ગયા. પરંતુ અંદરના ભગવાન પાસે ગયા હતા ને! તેથી આત્માની વાત પ્રસિદ્ધ કરે છે. કહે છે કે-હું આનંદનો નાથ અનંત અનંત જ્ઞાન, દર્શન, શાંતિ, સ્વચ્છતા, પ્રભુતા એવા એક એક ગુણની પૂર્ણતા સહિત અનંતગુણની પૂર્ણતાનો પિંડ પ્રભુ આત્મા છું. તથા નિર્મળ પર્યાયની ઉત્પત્તિ અને નિર્મળ પર્યાયનો વ્યય થવો તે આત્માની પ્રસિદ્ધિ છે, આત્મખ્યાતિ છે.
પ્રશ્ન:- એકલો શુભભાવ જીવની સાથે સંબંધ રાખે છે એમ કહો તો ?
ઉત્તર:- કેટલાક વ્રત-તપ વડે ધર્મ માને છે તથા કેટલાક દેવ-ગુરુ-શાસ્ત્રની ભક્તિમાં ધર્મ માને છે. શુભભાવમાં ધર્મ માનનારા એ બધા એક સરખી રીતે મિથ્યાદષ્ટિ છે. પ્રવચનસારની ગાથા ૭૭ માં કહ્યું છે કે-શુભાશુભ ભાવો પૈકી શુભભાવ-પુણ્યભાવ ઠીક છે અને અશુભભાવ-પાપભાવ અઠીક છે એમ જે માને છે તે મિથ્યાત્વથી ઢંકાયેલો ઘોર સંસારમાં રખડે છે. પુણ્ય અને પાપમાં તફાવત નથી એમ જે માનતો નથી તે-‘હિંડદિ ઘોરમપાર સંસાર મોહસંછણો ’–મોહાચ્છાદિત વર્તતો થકો ઘોર અપાર સંસારમાં ૨ખડે છે. ભાઈ! દિગમ્બર માર્ગ બહુ સૂક્ષ્મ, બાપા! સંપ્રદાય મળી ગયો માટે દિગમ્બર ધર્મ સમજાઈ જાય એમ નથી. દિગમ્બર ધર્મ એ કોઈ સંપ્રદાય, પંથ કે પક્ષ નથી. એ તો વસ્તુનું સ્વરૂપ છે.
હવે કહે છે કે-આ રાગાદિ ભાવો જેમ પુદ્ગલની સાથે આવિર્ભાવ–તિરોભાવ પામે છે અર્થાત્ ઉત્પન્ન-વ્યયરૂપ થાય છે તેમ જો તેઓ આત્માની સાથે ઉત્પન્ન-વ્યયરૂપ થાય તો જે પુદ્ગલનું સ્વરૂપ છે તે જીવ દ્વારા અંગીકાર કરવામાં આવતું હોવાથી જીવ અને પુદ્ગલના એકપણાનો પ્રસંગ આવે. અહાહા! શું અદ્દભુત ટીકા! આવી વીતરાગમાર્ગની વાત એક ક્ષણ પણ સમજમાં બેસી જાય તો ભવનો અંત આવી જાય એવી આ વાત છે. શું કહે છે? કે-જેમ જડકર્મ-પુદ્દગલ સાથે રાગાદિ અજીવ ઉત્પન્ન થાય છે અને વ્યય પામે છે માટે પુદ્દગલ સાથે રાગાદિને તાદાત્મ્ય સંબંધ છે તેમ, જો કોઈ એવો અભિપ્રાય રાખે કે જીવની સાથે રાગાદિ ઉત્પન્ન-વ્યયરૂપ થાય છે માટે જીવને રાગાદિ સાથે સંબંધ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #171
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૬૨ ]
[ ૧૫૯
છે તો તેણે પુગલને જ જીવ માન્યો છે. તેની માન્યતા પ્રમાણે જીવદ્રવ્ય ભિન્ન રહ્યું નહિ પણ તે પુદ્ગલરૂપ થઈ ગયું એમ કહે છે. સૂક્ષ્મ વાત, ભાઈ ! જે આત્માએ એવો અભિપ્રાય રાખ્યો છે કે મારી (આત્માની) સાથે રાગની ઉત્પત્તિ અને રાગનો વ્યય થાય છે તેણે પુદગલને જ આત્મા માન્યો છે, પુદ્ગલથી ભિન્ન પોતાના ચૈતન્યસ્વરૂપને એણે માન્યું જ નથી.
પ્રશ્ન:- પરંતુ આવો ધર્મ પામવાનું સાધન શું? ભક્તિ આદિ કરીએ તે સાધન ખરું કે
નહિ?
ઉત્તર- અરે ભગવાન! દેવ-ગુરુ-શાસ્ત્રની ભક્તિ તો રાગ છે. અને રાગની ઉત્પત્તિ અને તેના વ્યયનો સંબંધ તો નિશ્ચયથી પુદ્ગલ સાથે છે. તેથી જે ભક્તિ આદિના રાગને જ તું સાધન માનીશ તો પુદ્ગલને જ તું જીવ માને છે એમ નિશ્ચિત થતાં મિથ્યાત્વ જ થશે.
વ્યવહારથી એક સમયની પર્યાયમાં-સંસાર અવસ્થામાં તે હો ભલે, પણ જીવને તેની સાથે તાદાભ્ય સંબંધ નથી. એ જ વાત હવે પછીની ગાથામાં કહેશે કે-ભાઈ ! જો તું સંસાર અવસ્થામાં પણ રાગાદિ મારાં છે એમ માનીશ તો જીવ પુદ્ગલસ્વરૂપ થઈ જશે અને પુદ્ગલની જ મુક્તિ થશે. ગજબ વાત છે. અન્યમતનાં કરોડો પુસ્તકો વાંચે તોપણ આ વાત નીકળે નહીં. કયાંથી નીકળે ? આ તો જેઓ ત્રિલોકનાથ જિનેશ્વરદેવ પાસે ગયેલા અને અંતરમાં બિરાજમાન નિજ જિનેશ્વરદેવ ચૈતન્ય ભગવાન પાસે ગયેલા તેવા સંતોની વાણી છે. એ સંતો કહે છે
જ્યાં અમે ગયા હતા ત્યાં તો રાગાદિ છે જ નહિ ને. અહાહા! શુદ્ધ ચિદાનંદમય ચૈતન્યમૂર્તિ ભગવાન અમારો જિનદેવ છે. ત્યાં અમે ગયા હતા. ત્યાં રાગ-દ્વેષ-સંસાર છે જ નહિ. રાગાદિનો સંબંધ આત્મા સાથે છે જ નહિ. આવી સંતોની વાણી સાંભળવા મળવી પણ દુર્લભ
છે.
એક બાજુ એમ કહે કે પુણ્ય-પાપ આદિ ભાવ જીવની પર્યાયમાં થાય છે અને જીવ તેનો ર્તા-ભોક્તા છે. એ તો પર્યાયનું જ્ઞાન કરાવવા જ્ઞાનની અપેક્ષાએ કથન છે. જ્યારે અહીં દષ્ટિની અપેક્ષાથી એમ કહે છે કે રાગ-દ્વેષાદિની ઉત્પત્તિ અને વ્યય પુગલની સાથે સંબંધ રાખે છે. સ્વભાવની દૃષ્ટિએ જોતાં તે રાગ-દ્વેષાદિ પરનાં છે. જો તે રાગ-દ્વેષાદિ ભાવો જેમ પુદ્ગલની સાથે ઉત્પાદ-વ્યયપણે વ્યાપ્ત થતાં દેખાય છે તેમ આત્માની સાથે પણ એકપણે દેખાય તો આત્મા પુદ્ગલમય થઈ જાય, જીવપણે રહે નહિ, અર્થાત્ રાગ વિનાનો અખંડ આનંદકંદસ્વરૂપ જે આત્મા તેનો નાશ થઈ જાય. તેથી પુદ્ગલની જ પ્રસિદ્ધિ થાય. અહાહા! અતીન્દ્રિય જ્ઞાન અને આનંદનો સાગર ભગવાન આત્મા અંદર શાશ્વત બિરાજે છે ને નાથ! તેને જો તું રાગવાળો માને તો તુ પુદગલમય થઈ જાય, જીવપણ ન રહે. જા તુ શુભભાવના રાગથી ધમે માને તો ત્યાં આત્મા ન રહે, પ્રભુ! એકલા પુદ્ગલની જ પ્રસિદ્ધિ થાય. ભાઈ ! આ તો ખૂબ ધીરજ અને ન્યાયથી પ્રાપ્ત થાય એવો માર્ગ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #172
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૩ પ્રશ્ન- આ પંચમકાળમાં શુભભાવ જ હોય છે. તેથી વ્રત, તપ, ભક્તિ આદિ કરવાં એ ધર્મ છે.
ઉત્તર:- ભાઈ ! એ વ્રત, તપ, ભક્તિ આદિના શુભભાવ તો પુદ્ગલની સાથે સંબંધ રાખે છે. એ આત્માની સાથે તાદાભ્ય સંબંધે વ્યાપતા જ નથી.
પ્રશ્ન:- આ૫ આમ કહો છો તેથી એકલા પડી જશો.
| ઉત્તર- ભગવાન! કોણ એકલો અને કોણ બેકલો? અહીં તો જે સત્ય છે તે કહેવાય છે. અહા ! શું દિગંબર સંતોએ કામ કર્યા છે ! કેવળજ્ઞાનીના વિરહ ભૂલાવ્યા છે ! ભાઈ, તું એમ માને કે શુભરાગથી ધર્મ થાય તો એ તો પુદ્ગલની પ્રસિદ્ધિ થઈ, નાથ! તારી પ્રસિદ્ધિ એમાં ન આવી. ભાઈ ! રાગનો તાદાભ્ય સંબંધ તો પુદ્ગલની સાથે છે, કેમકે જ્યાં જ્યાં કર્મ ત્યાં ત્યાં રાગ છે. આત્માવલોકનમાં પણ એ જ કહ્યું છે કે-જ્યાં સુધી નિમિત્ત-કર્મ છે ત્યાં સુધી રાગ છે; અને કર્મ નથી તો રાગ નથી. રાગ, પુદ્ગલના સંબંધમાં ઉત્પન્ન થાય છે માટે તે આત્માનું સ્વરૂપ નથી એમ અહીં કહેવું છે
અહાહા! ભગવાન આત્મા તો અનંત અનંત જ્ઞાન, આનંદ અને શાન્તિનો ભંડાર છે. એ ભંડારમાંથી નીકળે તો શું રાગ નીકળે? એમાં રાગ છે ક્યાં કે નીકળે? રાગની ઉત્પત્તિ થાય એવો કોઈ ગુણ આત્મામાં નથી. અનંત ગુણરત્નોના ભંડાર ભગવાન આત્મામાં દષ્ટિ સ્થાપતાં પર્યાયમાં અનંત આનંદ-શાંતિ આદિની પર્યાય પ્રગટ થાય છે અને એના ઉત્પાદ-વ્યયનો સંબંધ નિજ દ્રવ્ય સાથે છે અને એ ઉત્પાદ-વ્યય સિદ્ધમાં પણ અનંતકાળ રહેશે. આવી વસ્તુસ્થિતિ છે.
અહીં કહે છે કે-આ રાગાદિ ભાવો આત્માની સાથે સંબંધ રાખે છે એમ જો કોઈ જાણેમાને તો આત્મા પુદ્ગલમય થઈ જાય, કેમકે રાગાદિને તો પુદ્ગલ-અજીવની સાથે તાદાભ્ય સંબંધ છે. તેથી પુદ્ગલથી ભિન્ન જીવ તો કોઈ રહે નહિ. તેથી જીવનો જ અવશ્ય અભાવ થઈ જાય. ગજબ વાત, ભાઈ ! જ્યારે ત્રિલોકીનાથ દિવ્યધ્વનિ દ્વારા આ અર્થો પ્રગટ કરે છે ત્યારે એ જ ભવે મોક્ષ જનારા ગણધરો અને એકાવતારી ઇન્દ્રો પણ વિસ્મય પામે છે. એ દિવ્યધ્વનિની શી વાત! એ દિવ્યધ્વનિનો આ સાર છે કે જો તું શુભરાગથી ધર્મ થવો માને છે, શુભરાગને પોતાનો માને છે તો તું પુદ્ગલને જ પોતાનો માને છે અર્થાત્ તું પોતાનો જ (જીવનો જ) અભાવ કરે છે.
* ગાથા ૬ર : ભાવાર્થ ઉપરનું પ્રવચન *
દયા, દાન, વ્રત, તપ, આદિનો વિકલ્પ-રાગ જે પર્યાયમાં પ્રગટ થાય છે તે પુદ્ગલદ્રવ્યની સાથે તાદાભ્યરૂપ છે, પરંતુ આત્માની સાથે તાદાભ્યરૂપ નથી. આકરી વાત, ભાઈ. જીવ-અજીવ અધિકાર છે ને! જીવ તો અખંડ અભેદ પૂર્ણ જ્ઞાનાનંદસ્વરૂપ એકરૂપ છે. તેની પર્યાયમાં આ જે રાગ, ભેદ, આદિ થાય છે તે પુદગલની સાથે સંબંધ રાખે છે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #173
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૬ર ]
[ ૧૬૧
એમ કહે છે. અહીં તો ત્રિકાળી સ્વભાવ અને સ્વભાવની દષ્ટિ બતાવવી છે ને? તેથી કહે છે કે-આ રાગ અને ભેદ આદિના ભાવ જેમ પુદ્ગલની સાથે સંબંધ રાખે છે તેમ જીવની સાથે પણ સંબંધ રાખે છે એમ માનો તો જીવ અને પુગલમાં કોઈ ભેદ ન રહે. ચૈતન્યમય ભગવાન આત્માના શુદ્ધ સ્વભાવમાં રાગાદિ છે જ નહીં. તેથી રાગાદિનો સંબંધ પુદ્ગલ સાથે ગણીને, પોતાનો અભેદસ્વભાવ ભિન્ન બતાવ્યો છે.
વર્ણથી માંડીને ગુણસ્થાન સુધીના બધાય ભાવોને જેમ પુદ્ગલની સાથે તાદાભ્ય સંબંધ છે તેમ જીવની સાથે પણ તાદાભ્યપણું હોય તો જીવ અને પુદગલમાં કોઈ ભેદ રહેતો નથી. આમ થવાથી જીવનો જ અભાવ થાય. ચૈતન્યપ્રકાશની મૂર્તિ ઝળહળજ્યોતિ-સ્વરૂપ ભગવાન આત્મા અંદર શાશ્વત બિરાજે છે. તે જ્ઞાયક ચૈતન્યજ્યોતિને રાગાદિ સાથે તાદાભ્ય હોય તો આત્મા અચેતન થઈ જાય એમ કહે છે. જેમ શરીર, કર્મ, આદિ પુદ્ગલ અચેતન છે તેમ શુભરાગ પણ અચેતન છે. વ્યવહાર રત્નત્રયનો રાગ પણ અચેતન છે અને પુદ્ગલની સાથે તાદાભ્યરૂપે છે, કેમકે રાગમાં ચૈતન્યસ્વભાવનો અભાવ છે. છઠ્ઠી ગાથાની ટીકામાં પણ આવે છે કે જ્ઞાયકસ્વભાવી ચૈતન્યજ્યોત કદીય શુભાશુભભાવોના સ્વભાવે જડપણે થતી નથી. ગાથા ૭રમાં પણ એ શુભાશુભભાવરૂપ આગ્નવોને વિપરીત સ્વભાવવાળા એટલે જડ કહ્યા છે. આવી ચિન્માત્ર વસ્તુ એકરૂપ આત્મા છે તે રાગરૂપે કેમ થાય? રાગ છે તો જીવની પર્યાયમાં, અને તે ચારિત્રગુણની દોષરૂપ વિપરીત પર્યાય છે, પરંતુ સ્વભાવની દૃષ્ટિથી ત્રિકાળી ઝળહળ ચૈતન્યજ્યોતિ સ્વરૂપ ભગવાન આત્માને જોતાં તે ભિન્ન અચેતનપણે જણાય છે. માટે રાગ જેમ પુદગલથી તદ્રુપ છે તેમ જો આત્માથી તદ્રુપ છે એમ માનો તો આત્મા અચેતન થઈ જાય ભાઈ, જૈનદર્શન બહુ સૂક્ષ્મ છે.
અહાહા! ચૈતન્યપ્રકાશનું પૂર પ્રભુ આત્મા છે. તેમાં વ્યવહારરત્નત્રયનો રાગ પણ સમાતો નથી, વ્યાપતો નથી, કેમકે રાગ છે તે પુલની સાથે તાદાભ્યપણે છે. તેથી જીવને રાગથી સંબંધ છે એમ જો કહો તો જીવ પુદ્ગલમય થઈ જાય, અચેતન થઈ જાય. સ્વપરપ્રકાશક ચેતન્યજ્યોતિસ્વરૂપ આત્મા રાગને પ્રકાશે છે, જાણે છે, પણ તે રાગરૂપ થતો નથી. ભાઈ ! આ સમજવા માટે પરથી ઘણા ઉદાસીન થવું જોઈએ. અહીં કહે છે કે અચેતન રાગ પુદ્ગલથી એકરૂપ છે માટે એનાથી તું ઉદાસ થઈ જા. પ્રભુ! એ તારી ચીજ નથી તેથી અંતર્મુખ થઈ તારું આસન જ્ઞાયક સ્વરૂપ ચૈતન્યમૂર્તિ ભગવાનમાં જમાવી દે. જો તું રાગથી તાદાભ્ય સંબંધ કરવા જઈશ તો તું અચેતન થઈ જઈશ અને તેથી તારો-જીવનો જ અભાવ થઈ જશે એવો મહાદોષ આવશે. આકરી વાત, ભગવાન! પણ વાત તો આ જ છે.
[ પ્રવચન નં. ૧૩૩-૧૩૬ (ચાલુ ૧૯મી વારનાં) * દિનાંક ૧૩-૧૧-૭૮ થી ૧૫-૧૧-૭૮]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #174
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
*
॥था 53-६४*
संसारावस्थायामेव जीवस्य वर्णादितादात्म्यमित्यभिनिवेशेऽप्ययमेव दोषः
अह संसारत्थाणं जीवाणं तुज्झ होंति वण्णादी। तम्हा संसारत्था जीवा रूवित्तमावण्णा।। ६३ ।।
एवं पोग्गलदव्वं जीवो तहलक्खणेण मूढमदी। णिव्वाणमवगदो वि य जीवत्तं णोग्गलो पत्तो।। ६४ ।।
अथ संसारस्थानां जीवानां तव भवन्ति वर्णादयः। तस्मात्संसारस्था जीवा रूपित्वमापन्नाः।। ६३ ।।
एवं पुद्गलद्रव्यं जीवस्तथालक्षणेन मूढमते। निर्वाणमुपगतोऽपि च जीवत्वं पुद्गलः प्राप्तः।। ६४ ।।
હવે, “માત્ર સંસાર-અવસ્થામાં જ જીવને વર્ણાદિક સાથે તાદાભ્ય છે” એવા અભિપ્રાયમાં પણ આ જ દોષ આવે છે એમ કહે છે:
વર્ણાદિ છે સંસારી જીવના એમ જો તુજ મત બને, સંસારમાં સ્થિત સૌ જીવો પામ્યા તદા રૂપિત્વને; ૬૩.
એ રીત પુદગલ તે જ જીવ, હે મૂઢમતિ ! સમલક્ષણે, ને મોક્ષપ્રાપ્ત થતાંય પુગલદ્રવ્ય પામ્યું જીવતને! ૬૪.
uथार्थ:- [अथ ] अथ हो [तव] तरी मत अम होय है [ संसारस्थानां जीवानां] संस॥२ स्थित पोने ०४ [ वर्णादयः ] पES ( भ्यस्५३५.) [ भवन्ति ] छ, [ तस्मात् ] तो ते १२७) [ संसारस्थाः जीवाः ] संसारमा स्थित पो [ रूपित्वम् आपन्नाः ] ३पी५९॥ने पाभ्या; [ एवं] सेम थतi, [ तथालक्षणेन] ते सक्ष तो (अर्थात ३पी सक्ष तो) ५६सद्रव्यर्नु होवाथी, [ मूढमते] हे भूढद्धि ! [पुद्गलद्रव्यं] ५६सद्रव्य ते ४ [जीवः ]
५ यु [च ] भने (मात्र संसारअवस्थामा ४ नहि ५९) [ निर्वाणम उपगतः अपि] निर्वा पाभ्ये ५९॥ [ पुद्गलः ] पुस ४ [ जीवत्वं] १५९॥ने [प्राप्तः ] पाभ्यु !
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #175
--------------------------------------------------------------------------
________________
Version 001,a: remember to check h††p://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૬૩-૬૪ ]
[ ૧૬૩
ટીકાઃ- વળી, સંસાર-અવસ્થામાં જીવને વર્ણાદિભાવો સાથે તાદાત્મ્યસંબંધ છે એવો જેનો અભિપ્રાય છે, તેના મતમાં સંસાર-અવસ્થા વખતે તે જીવ અવશ્ય રૂપીપણાને પામે છે; અને રૂપીપણું તો કોઈ દ્રવ્યનું, બાકીનાં દ્રવ્યોથી અસાધારણ એવું લક્ષણ છે. માટે રૂપીપણા ( લક્ષણ ) થી લક્ષિત (લક્ષ્યરૂપ થતું, ઓળખાતું) જે કાંઈ હોય તે જીવ છે. રૂપીપણાથી લક્ષિત તો પુદ્દગલદ્રવ્ય જ છે. એ રીતે પુદગલદ્રવ્ય જ પોતે જીવ છે, પણ તે સિવાય બીજો કોઈ જીવ નથી. આમ થતાં, મોક્ષ-અવસ્થામાં પણ પુદ્દગલદ્રવ્ય જ પોતે જીવ (ઠરે) છે, પણ તે સિવાય બીજો કોઈ જીવ (ઠરતો ) નથી; કારણ કે સદાય પોતાના સ્વલક્ષણથી લક્ષિત એવું દ્રવ્ય બધીયે અવસ્થાઓમાં હાનિ અથવા ઘસારો નહિ પામતું હોવાથી અનાદિ-અનંત હોય છે. આમ થવાથી, તેના મતમાં પણ ( અર્થાત્ સંસાર-અવસ્થામાં જ જીવનું વર્ણાદિ સાથે તાદાત્મ્ય માનનારના મતમાં પણ ); પુદ્ગલોથી ભિન્ન એવું કોઈ જીવદ્રવ્ય નહિ રહેવાથી, જીવનો જરૂર અભાવ થાય છે.
ભાવાર્થ:- જો એમ માનવામાં આવે કે સંસાર-અવસ્થામાં જીવનો વર્ણાદિક સાથે તાદાત્મ્યસંબંઘ છે તો જીવ મૂર્તિક થયો; અને મૂર્તિકપણું તો પુદ્દગલદ્રવ્યનું લક્ષણ છે; માટે પુદ્દગલદ્રવ્ય તે જ જીવદ્રવ્ય ઠર્યું, તે સિવાય કોઈ ચૈતન્યરૂપ જીવદ્રવ્ય ન રહ્યું. વળી મોક્ષ થતાં પણ તે પુદ્ગલોનો જ મોક્ષ થયો; તેથી મોક્ષમાં પણ પુદ્દગલો જ જીવ ઠર્યો, અન્ય કોઈ ચૈતન્યરૂપ જીવ ન રહ્યો. આ રીતે સંસાર તેમ જ મોક્ષમાં પુદ્દગલથી ભિન્ન એવું કોઈ ચૈતન્યરૂપ જીવદ્રવ્ય નહિ રહેવાથી જીવનો જ અભાવ થયો. માટે માત્ર સંસાર-અવસ્થામાં જ વર્ણાદિભાવો જીવના છે એમ માનવાથી પણ જીવનો અભાવ જ થાય છે.
* શ્રી સમયસાર ગાથા ૬૩-૬૪ મથાળું *
હવે, ‘માત્ર સંસાર–અવસ્થામાં જ જીવને વર્ણાદિક સાથે તાદાત્મ્ય અભિપ્રાયમાં પણ દોષ આવે છે એમ કહે છે:
* ગાથા ૬૩-૬૪ : ટીકા ઉ૫૨નું પ્રવચન *
જેનો અભિપ્રાય એટલે શ્રદ્ધાન એમ છે કે-ભલે મોક્ષ અવસ્થામાં રાગાદિનો જીવની સાથે તાદાત્મ્ય સંબંધ નથી પણ સંસાર-અવસ્થામાં તો જીવને રાગાદિ ભાવો સાથે સંબંધ છે તેને કહે છે કે-ભાઈ ! સંસાર-અવસ્થામાં જો જીવને વર્ણાદિ ભાવો સાથે સંબંધ હોય તો સંસારઅવસ્થાના કાળમાં તારા મત પ્રમાણે જીવ અવશ્ય રૂપીપણાને પ્રાપ્ત થાય. જુઓ, અહીં રાગાદિ ભાવને અજીવ, અચેતન અને રૂપી પણ કહ્યાછે. ભગવાન ચૈતન્યસ્વરૂપ પ્રભુ જીવ તો અરૂપી છે. અને આ રાગાદિ ભાવો છે એ તો અચેતન રૂપી છે. તેથી જો રાગાદિ ભાવો સંસારઅવસ્થામાં જીવ સાથે તાદાત્મ્યપણે હોય તો જીવ અવશ્ય રૂપીપણાને પ્રાપ્ત થાય.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
એવા
Page #176
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૩
સંસાર દશામાં પણ આ રાગાદિ ભાવો આત્માના નથી એમ અહીં કહે છે. સંસાર અવસ્થામાં જીવને રંગ-રાગ અને ભેદના ભાવો સાથે તાદામ્ય સંબંધ નથી. છતાં જો તારો એવો અભિપ્રાય હોય કે જ્ઞાનાનંદસ્વભાવી જીવને સંસારદશામાં રંગ-રાગ અને ભેદના ભાવોથી તાદાભ્ય છે તો આત્મા જરૂર રૂપીપણાને પ્રાપ્ત થાય. પરંતુ રૂપીપણું-રૂપીત્વ એ તો જડનુંપદગલનું લક્ષણ છે. “કોઈ દ્રવ્યનું” એટલે કે પુદગલનું અને “બાકીના દ્રવ્યોથી અસાધારણ એટલે કે જીવાદિ દ્રવ્યોથી ભિન્ન. રૂપીપણું એ તો જીવાદિથી ભિન્ન એવા પુદ્ગલનું લક્ષણ છે. માટે જીવને જો સંસાર-અવસ્થામાં રંગ-રાગ-ભેદથી તાદામ્ય હોય તો, રૂપીપણાના લક્ષણથી લક્ષિત જે કાંઈ છે તે બધુંય જીવપણે થઈ જશે. અર્થાત પુદ્ગલ, જીવમય થઈ જશે; ભિન્ન કોઈ જીવ રહેશે નહિ.
અહા! લોકો બસ દયા, દાન, વ્રત, ભક્તિ, આદિ વ્યવહારક્રિયા કરો એટલે પોતાનું કલ્યાણ થઈ જશે એમ માને છે. પરંતુ અહીં કહે છે કે પ્રભુ! આ રંગ, રાગ અને ભેદના સર્વ ભાવોને પુદ્ગલની સાથે સંબંધ છે. આત્મા જો રંગરૂપ થઈ જાય, રાગરૂપ થઈ જાય કે ભેદરૂપ થઈ જાય તો તે રૂપી થઈ જાય. અહાહા! અજ્ઞાન અવસ્થામાં પણ રંગ-રાગ-ભેદ મારા છે, અને હું તેનો í છું એમ જે માને છે તે પુગલને જીવપણે માને છે. ભાઈ ! વસ્તુના સ્વરૂપની દષ્ટિથી જોતાં રંગ-રાગ-ભેદ ત્રિકાળી વસ્તુમાં નથી, પર્યાયની અપેક્ષાએ તેમને જીવના કહ્યા છે તોપણ ત્રિકાળી ધ્રુવ સ્વભાવની દૃષ્ટિથી જોતાં તેમને જીવ સાથે તાદાભ્ય નથી તેથી તેઓ જીવના નથી પણ રૂપી પુગલના છે. આ સ્યાદ્વાદ છે. આકરો માર્ગ, બાપુ! પણ માર્ગ આ જ છે, ભાઈ.
ચૈતન્યપ્રકાશનું પૂર પ્રભુ આત્મા તે સદાય અરૂપી છે. અને રંગ-રાગ-ભેદ છે તે રૂપી છે. હવે કહે છે કે રૂપીપણું તો પુદ્ગલનું લક્ષણ છે. તેથી સંસાર અવસ્થામાં પણ જો કોઈ જીવને રંગ-રાગ-ભેદ છે એમ માને તો જીવ રૂપી-પુદ્ગલ થઈ જાય. તેથી પુદ્ગલ જ જીવપણાને પામે, ભિન્ન જીવ રહે નહિ. આ તત્ત્વદષ્ટિ છે. કહે છે કે પ્રભુ! તું શુદ્ધ જીવતત્ત્વ-ચૈતન્યતત્ત્વ છો. માટે રંગ-રાગ-ભેદરૂપ અજીવતત્ત્વના સંબંધની માન્યતા છોડ. કારણ કે તે સંબંધ તારો છે જ નહિ. હવે આ વાત વાદવિવાદ કેમ પાર પડે ?
પર્યાયમાં રાગાદિ છે માટે પર્યાય અપેક્ષાએ તે સત્ય છે. પણ ચૈતન્યસ્વભાવની દષ્ટિમાં એ રંગ-રાગ-ભેદ ત્રણેય ત્રિકાળી જ્ઞાયકભાવરૂપ આત્મામાં છે જ નહિ. રંગ-રાગ-ભેદના ભાવો તો રૂપી પુદ્ગલ સાથે સંબંધવાળા છે અને તેનો જો આત્મા સાથે સંબંધ થઈ જાય તો આત્મા રૂપી થઈ જાય. તેથી જીવનો જ અભાવ થઈ જાય. અહીં આત્માને રંગ કહેતાં વર્ણથી, રા એટલે શુભાશુભ ભાવોથી અને ભેદ એટલે ગુણસ્થાન. લબ્ધિસ્થાન આદિ ભેદોથી જદો-ભિન્ન પાડયો છે. અહાહા ! રંગ-રાગ અને ભેદથી નિરાળો ભગવાન ચૈતન્ય મહાપ્રભુ છે. અરે! આવું સાંભળવાય મળે નહિ તે એની રુચિ અને પ્રયત્ન કયારે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #177
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૬૩-૬૪ ]
[ ૧૬૫
કરે? અત્યારે તો “જન સેવા તે પ્રભુસેવા,” દેશસેવા કરો તેથી ભગવાન મળી જશે એવી પ્રરૂપણા ચાલે છે. પરંતુ ભાઈ, કોના દેશની સેવા કરવી ? તારો દેશ તો રંગ-રાગ-ભેદથી ભિન્ન છે. તારો દેશ તો અસંખ્યપ્રદેશી અભેદ ચિતૂપમાત્ર સ્વરૂપ છે. આવા તારા દેશની સેવા-ઉપાસના કર તો ભગવાન મળી જશે.
અહાહા! રંગ-રાગ-ભેદના ભાવો રૂપી છે એમ અહીં કહ્યું છે. રંગ-ગંધ-રસ-સ્પર્શ તો રૂપી છે પણ શુભાશુભભાવો અને જીવસ્થાન-ગુણસ્થાન-માર્ગણાસ્થાન આદિ ભેદો પણ રૂપી છે એમ કહ્યું છે. આત્મા નિર્મળાનંદ પ્રભુ ત્રિકાળ અરૂપી છે તેની અપેક્ષાએ આ સર્વભાવો રૂપી છે એમ કહ્યું છે. માનવું કઠણ પડે પણ એમ જ છે, પ્રભુ! કર્મની નિવૃત્તિથી થતાં જે સંયમલબ્ધિસ્થાનો છે તે પણ રૂપી છે એમ કહે છે. જ્ઞાનમાં જે ક્ષયોપશમનો અંશ છે તે સ્વયં નિરાવરણ છે અને તે શુદ્ધ છે તથા એ જ અંશ વધીને કેવળજ્ઞાન થશે એમ જે કહ્યું છે એ તો પર્યાયનયની અપેક્ષાથી કહ્યું છે. એ તો ક્ષયોપશમજ્ઞાનનો અંશ શુદ્ધ છે એમ પર્યાયનું જ્ઞાન કરાવ્યું છે. જ્યારે અહીં તો સ્વભાવની દષ્ટિની વાત છે. ત્રિકાળી જ્ઞાયકભાવના નૂરના પૂરના તેજમાં એ રંગ-રાગ-ભેદ છે જ નહિ તેથી તે રૂપી છે એમ કહ્યું છે. જો એ રાગાદિ, દ્રવ્યનાજીવના સ્વભાવમાં તદ્રુપપણે હોય તો કદી નીકળે જ નહિ. અહો! વીતરાગનો માર્ગ અલૌકિક
પ્રવચનસારમાં એમ આવે છે કે જ્ઞાનીને-અરે ગણધરને પણ-રાગનું પરિણમન છે અને તેના í તેઓ છે. જ્યારે અહીં રાગને રૂપી પુદગલમય કહે છે! ભાઈ ! જ્ઞાનનો સ્વભાવ સ્વપર-બધુંય જાણવાનો હોવાથી, જ્ઞાનની પ્રધાનતાથી ત્યાં (પ્રવચનસારમાં-નય અધિકારમાં) પર્યાયનું જ્ઞાન કરાવ્યું છે. પણ અહીં તો જીવના સ્વભાવની વાત છે. રંગ-રાગ અને ભેદ જીવના ચૈતન્યસ્વભાવથી ભિન્ન, વિપરીત છે. તેથી તેઓ રૂપી પુદગલમય છે. અભેદની દૃષ્ટિમાં ભેદ છે જ નહિ. અગિયારમી ગાથાના ભાવાર્થમાં કહ્યું છે કે પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો પક્ષ તો અનાદિકાળથી જ છે અને તેઓ ભેદની-વ્યવહારની પરસ્પર પ્રરૂપણા પણ કરે છે. તથા ભેદનું-વ્યવહારનું કથન, તેને હસ્તાવલંબ જાણી, શાસ્ત્રોમાં–જૈનદર્શનમાં ઘણું કર્યું છે. પરંતુ એનું ફળ સંસાર જ છે. ગજબ વાત! આ વાત ઝીરવવી મહા કઠણ છે.
અંદર પૂર્ણાનંદનો નાથ અભેદ એકરૂપ ચૈતન્ય મહાપ્રભુ બિરાજે છે. એ અભેદ સ્વરૂપની દષ્ટિ થયા વિના સમ્યગ્દર્શન થતું નથી. સમ્યગ્દર્શન, અખંડ એકરૂપ નિર્મળ ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્માના સ્વીકારથી થાય છે. અભેદનીદષ્ટિ ભેદને રાગને કે નિમિત્તને સ્વીકારતી નથી. કેમકે અભેદ વસ્તમાં ભેદાદિ છે જ નહિ. માટે જે અભેદમાં નથી તેનો નિ યથાર્થ છે. તેથી અભેદની દૃષ્ટિમાં આ રંગ-રાગ અને ભેદના ભાવોને તેઓ રૂપી અને પુદ્ગલના લક્ષણથી લક્ષિત છે એમ કહ્યું છે. એ તો શ્લોકમાં પણ આવે છે કે ભેદજ્ઞાન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #178
--------------------------------------------------------------------------
________________
Version 001,a: remember to check h††p://www.AtmaDharma.com for updates
૧૬૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૩
થયા પહેલાં અજ્ઞાનભાવે જીવ રાગનો ર્તા છે તોપણ જ્યારે ભેદજ્ઞાન પ્રગટ થાય છે ત્યારે તે રાગાદિ આત્માની ચીજમાં નથી. આવી વાત આકરી પડે પણ તેથી તે કાંઈ બીજી રીતે પલટાવી નખાય ? અંદર ઝળહળજ્યોતિરૂપ ચૈતન્યભગવાન છે તેને જાણવાનો અભ્યાસ કરવો જોઈએ.
બાપુ ! અંદર જે આ ચૈતન્યના પ્રકાશના નૂરનું પૂર છે એ જ આત્મા છે, હોં. આ જાણનાર-જાણનાર જે જ્ઞાયકમાત્ર વસ્તુ છે એ આત્મા છે. ભાઈ! એ શરીરાદિવાળો નથી, હોં. આ શરીરિદ છે એ તો ધૂળ-માટી-પુદ્દગલ છે. અરે, આ શુભાશુભ રાગ અને ગુણસ્થાન આદિ ભેદ પણ રૂપી પુદ્દગલમય છે એમ કહે છે. અહાહા! ત્રણલોકના નાથ સર્વજ્ઞદેવે કહેલી આ વાત અહીં સંતો પ્રસિદ્ધ કરે છે. કહે છે કે-આત્મા પ્રસિદ્ધ કયારે થાય ? કે જ્યારે એ રૂપી, અચેતન એવા રંગ-રાગ-ભેદના ભાવોથી ભિન્ન પડીને અભેદની દૃષ્ટિ કરે ત્યારે આત્મા પ્રસિદ્ધ થાય. નહીંતર તો રંગ-રાગ-ભેદની એટલે રૂપી પુદ્દગલની પ્રસિદ્ધિ છે, કેમકે તેઓ રૂપી છે. ટીકામાં કહે છે કે-રૂપીત્વથી લક્ષિત તો પુદ્ગલદ્રવ્ય છે માટે રંગ-રાગ-ભેદના ભાવો પુદ્દગલદ્રવ્ય જ છે.
પ્રશ્ન:- શું આ એકાંત નથી ?
ઉત્તર:- હા, એકાંત છે, પણ સમ્યક એકાંત છે. આવું સમ્યક્ એકાંત હોય ત્યારે પર્યાયમાં રાગ અને અલ્પજ્ઞતા છે એનું પણ યથાર્થ જ્ઞાન હોય છે. અને એનું નામ અનેકાન્ત છે. ભાઈ ! વીતરાગનો માર્ગ ઝીણો લાગે તોપણ વસ્તુ તો એમ જ છે.
શુદ્ધ ચૈતન્યપ્રકાશસ્વરૂપ વસ્તુમાં રાગ અને ભેદને કયાં અવકાશ છે? રૂપી વર્ણની તો શું વાત કરવી, રાગ અને ભેદના ભાવો પણ પ૨માં-પુદ્દગલમાં જાય છે. આ રંગ-રાગ-ભેદના ભાવો પુદ્દગલના છે, મારા ચૈતન્યસ્વભાવમાં નથી એમ જ્યાં નિજ જ્ઞાયકભાવની દૃષ્ટિ થઈ ત્યાં ભવનો અંત આવી ગયો, જન્મ-મરણના ચોરાસીના ફેરા મટી ગયા. વર્ણાદિને જ્યાં સુધી પોતાના માનતો હતો ત્યાં સુધી મિથ્યાત્વ હતું અને ત્યાં સુધી અનંત અનંત ભવમાં રખડવાની એનામાં શક્તિ હતી. પણ જ્યાં અચેતન પુદ્દગલમય એવા રંગ-રાગ અને ભેદના ભાવોથી ભિન્ન શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અભેદ એક આત્માની દષ્ટિ થાય ત્યાં સંસારનો અભાવ થઈ જાય છે. આવી અમૂલ્ય ચીજ સમ્યગ્દર્શન છે. અહાહા! અંદર વસ્તુના સ્વરૂપમાં રંગ-રાગ-ભેદનો ત્યાગ અને શુદ્ધ ચૈતન્યનું ગ્રહણ છે એની જેને ખબર નથી અને બહારથી ત્યાગ કરીને, ક્રિયાકાંડ કરીને કોઈ પોતાને ત્યાગી માને પણ એ બધું સરવાળે શૂન્ય છે, એની કાંઈ કિંમત નથી.
પ્રશ્ન:- એ પુરુષાર્થ તો કરે છે?
ઉત્ત૨:- ભાઈ, અંતર અભેદસ્વરૂપમાં રહેવું એ જ પુરુષાર્થ છે. અભેદ વસ્તુ જે દૃષ્ટિમાં આવી છે તેમાં જ વિશેષ લીન થવું એ ચારિત્ર છે. પણ સમ્યગ્દર્શન અને એનો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #179
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૬૩-૬૪ ]
[ ૧૬૭
વિષય શું છે એની ખબર વિના ચારિત્ર આવે કયાંથી? પ્રભુ! અંદર જ્ઞાનપ્રકાશનું પૂર ઝળહળ ચૈતન્યજ્યોતિ સ્વરૂપ ધ્રુવ અભેદ આત્મા છે તેની દષ્ટિ કરવાથી રંગ-રાગ-ભેદ જુદા થઈ જાય છે, એની પર્યાયમાં તે આવતા નથી. સમ્યગ્દર્શનની પર્યાયમાં અભેદ આત્મા આવે છે, જણાય છે. પણ રંગ-રાગ-ભેદ આવતા નથી. પ્રભુ! આ પુરુષાર્થ અને આ ત્યાગ છે.
બહારનો ત્યાગ-ગ્રહણ તો આત્માના સ્વરૂપમાં છે જ નહીં. તથા વિકારનો ત્યાગ પણ સ્વરૂપમાં નથી, કેમકે સ્વરૂપમાં કયાં વિકાર છે? દષ્ટિ જ્યાં સ્વરૂપમાં સ્થિર થાય છે ત્યાં વિકાર ઉત્પન્ન જ થતો નથી તેથી વિકારનો-રાગનો ત્યાગ કર્યો એમ નામમાત્ર કહેવાય છે. આ વાત ગાથા ૩૪માં આવી ગઈ છે. જ્ઞાયકસ્વભાવમાં વિકાર છે જ નહીં તો વિકારને ત્યાગવાનું કયાં રહ્યું? વર્તમાન પર્યાયમાં વિકાર છે. પણ જ્યાં જ્ઞાયકભાવ ઉપર દષ્ટિની સ્થિરતા થઈ ત્યાં નિર્મળ પરિણમન થયું અને રાગ ઉત્પન્ન જ થયો નહીં તેથી રાગનો ત્યાગ કર્યો એમ કથનમાત્ર કહેવામાં આવે છે. અહો ! સમયસારનું એક એક પદ અને એક એક પંક્તિ અલૌકિક છે!!
અહીં કહે છે કે-જેમ રંગ-રાગ અને ભેદના ભાવોને પુદગલ સાથે તાદાભ્ય છે એમ જીવની સાથે પણ તાદામ્ય છે એમ જો માનો તો પુદ્ગલદ્રવ્ય જ જીવ થઈ જાય, ચૈતન્યલક્ષણ જીવ ભિન્ન રહે જ નહિ. ભાઈ ! આ સમયસારનાં પેટ બહુ ઊંડાં છે. તેમાં પણ આ અસાધારણ ગાથા છે. ભગવાન આત્મા એકલો ચૈતન્યરસનો પિંડ પ્રભુ અભેદ એકરૂપ વસ્તુ છે. તેમાં રૂપી અચેતન એવા રંગ-રાગ અને ભેદને તાદાભ્યપણે સ્થાપવામાં આવે તો તે રૂપી પુદગલ જ આત્મા થઈ જાય અને ચૈતન્યમય ભિન્ન જીવ રહે જ નહિ. ભાઈ ! ધીરજથી સમજવાની વસ્તુ
આત્મપદાર્થ ચૈતન્ય મહાપ્રભુ સર્વોત્કૃષ્ટ છે. ત્રણલોકમાં સારભૂત સર્વોત્કૃષ્ટ વસ્તુ જ તું છે. આવા આત્મપદાર્થમાં અચેતન, રૂપી પુગલમય એવા રંગ-રાગ-ભેદને એકત્વપણે સ્થાપવામાં આવે તો આત્મા જ રૂપી અચેતન થઈ જાય. અર્થાત્ એ પુદ્ગલ જ જીવપણે સ્થાપિત થાય, અને તો પછી મોક્ષ અવસ્થામાં પણ જીવ પુદ્ગલપણે જ રહે. પુદ્ગલની સાથે જે અભિન્ન છે એવાં રંગ-રાગાદિને જ જો જીવ માનવમાં આવે તો મોક્ષ થતાં પણ એ પુદ્ગલ જ ત્યાં રહે, પણ એનાથી ભિન્ન જીવ કોઈ રહે નહીં. જેનાથી જેનું તાદાભ્ય છે તેનાથી તે કદીય ભિન્ન પડે નહીં. તેથી સંસાર-અવસ્થામાં જીવને જો રાગાદિ સાથે તાદાભ્ય કોઈ માને તો, જેમ સંસાર-અવસ્થામાં રાગાદિ સાથે તાદાભ્ય હોવાથી જીવ પુદ્ગલમય થયો તેમ મોક્ષ અવસ્થામાં પણ જીવ પુદ્ગલમય જ રહેશે. સંસાર-અવસ્થામાં પણ રૂપીત્વ કે જે પુદ્ગલનું લક્ષણ છે તે જો જીવમાં તાદાભ્યપણે આવી જાય તો મોક્ષ થતાં પણ એ લક્ષણ રહે જ. તેથી મોક્ષમાં પુદ્ગલ જ રહેશે પણ ભિન્ન જીવ નહીં રહે.
ભાઈ ! રંગ-રાગ અને ભેદથી તો પુદ્ગલને જ તન્મયપણું છે. તેથી જો સંસાર
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #180
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૮ ]
| પ્રવચન રત્નાકર ભાગ-૩
અવસ્થામાં આત્માને એનાથી તન્મય માને તો આત્મા રૂપી પુદ્ગલ જ થઈ જાય. તો પછી સંસાર-અવસ્થા પલટીને મોક્ષ થાય ત્યારે કોનો મોક્ષ થાય? પુદગલનો જ મોક્ષ થાય, અર્થાત્ મોક્ષમાં પુદ્ગલ જ રહેશે, જીવ નહિ, એક અવસ્થામાં જ રંગ-રાગ-ભેદ જીવથી તન્મય હોય તો બીજી અવસ્થામાં પણ તે જીવથી તન્મય એટલે એકમેક જ રહેશે. તેથી સંસાર-અવસ્થામાં પુદ્ગલથી તન્મય જીવ, મોક્ષ અવસ્થામાં પણ પુગલથી જ તન્મય રહેશે. અર્થાત્ પુદ્ગલનો જ મોક્ષ થશે. અહો! દિગંબર સંતોએ ગજબ કામ કર્યા છે. એ કેવળીના કેડાયતીઓએ તો કેવળજ્ઞાનના “કક્કા” ઘેટાંવ્યા છે. “ક” એટલે કેવળજ્ઞાની આત્મા. કહે છે કે આ આત્મા જો રંગ-રાગથી અભેદ થઈ જાય તો આત્મા જ રહેતો નથી, અર્થાત્ પુદ્ગલથી જુદો કોઈ જીવ જ સિદ્ધ થતો નથી.
અહા! આવી વાત બીજે કયાંય છે જ નહિ. સર્વજ્ઞ પરમાત્માએ જે દિવ્યધ્વનિમાં કહ્યું હતું તે સંતોએ કહ્યું છે. લોકો તો બસ બહારથી ત્યાગ કરો, પંચમહાવ્રત પાળો અને ભગવાનની ભક્તિ આદિ કરો એટલે ધર્મ થઈ ગયો એમ માને છે. તેઓ શુભભાવ વડે જ નિર્જરા થાય એમ માને છે. પરંતુ ભાઈ, શુભભાવને તો અહીં રૂપી અચેતન પુદ્ગલના પરિણામમય કહ્યો છે. તો પછી એનાથી નિર્જરા કેમ થાય? આચાર્ય કહે છે કે-આ ટીકા કરવાનો જે શુભ વિકલ્પ આવ્યો છે તે મારો નથી, કેમકે તે પુદ્ગલની સાથે તાદાભ્ય સંબંધ રાખે છે, મારી સાથે નહિ. અહાહા ! ટીકાના શબ્દોની જે ક્રિયા છે તે તો મારી નથી પણ એનો જે વિકલ્પ આવ્યો છે તે પણ પદગલની સાથે સંબંધ રાખે છે તેથી મારો નથી એમ કહે છે. હું તો માત્ર તેનાથી ભિન્ન
હીને તેને જાણવાવાળો છું. અહાહા! મતિ, શ્રત, અવધિ, મન:પર્યય આદિ પર્યાયમાં જે ભેદ પડે છે તેનો હું માત્ર જાણવાવાળો છું. એ ભેદો મારી ચીજ નથી. નિમિત્તને, રાગને અને ભેદને હું જાણવાવાળો છું પણ જેને હું જાણું છું એ નિમિત્તરૂપ, રાગરૂપ કે ભેદરૂપ હું નથી. અહો! ભેદજ્ઞાનની શું અદભુત અલૌકિક કળા આચાર્યોએ બતાવી છે! એ ભેદવિજ્ઞાનના બળે રંગરાગ-ભેદથી ભિન્ન પડીને પોતાના શુદ્ધ જ્ઞાયકસ્વભાવને દષ્ટિમાં લઈ તેમાં જ એકાગ્ર થતાં સંવર-નિર્જરા થાય છે અને એ જ શુદ્ધ રત્નત્રયરૂપ ધર્મ છે. બાકી રંગ-રાગ-ભેદ સહિત આત્માની દષ્ટિ કરવી એ મિથ્યાદર્શન છે.
અહીં કહે છે કે-રંગ-રાગ-ભેદના ભાવો સંસારદશામાં આત્માના છે એમ જો તું માને તો એનાથી ભિન્ન અન્ય કોઈ જીવ રહેશે નહિ, અને તો મોક્ષ અવસ્થામાં પણ પુદ્ગલ દ્રવ્ય જ જીવ ઠરશે, કારણ કે સદાય પોતાના લક્ષણથી લક્ષિત એવું દ્રવ્ય બધીય અવસ્થાઓમાં હાનિ અથવા ઘસારો નહિ પામતું હોવાથી અનાદિ-અનંત હોય છે. ભગવાન આત્મા જ્ઞાયકમાત્ર શુદ્ધ ચેતન્યરસકદ છે. તેની સાથે રંગ-રાગ-ભેદના ભાવોને તાદામ્ય છે એમ જા તું મને તો આત્મદ્રવ્ય રંગ-રાગ-ભેદના લક્ષણથી લક્ષિત થાય. અને તે લક્ષણ કોઈપણ વખતે હાનિ કે ઘસારો પામે નહિ. તેથી કરીને આત્મા એનાથી ભિન્ન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #181
--------------------------------------------------------------------------
________________
Version 001,a: remember to check h††p://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૬૩-૬૪ ]
[ ૧૬૯
કયારેય રહે નહિ. એટલે કે આત્મા આત્માપણે રહે નહિ અર્થાત્ જીવનો જરૂર અભાવ થાય. અહો ! ટીકામાં અમૃતચંદ્રસ્વામીએ એકલાં અમૃત રેડયાં છે. કહે છે કે રંગ-રાગ-ભેદને જો તું આત્માનું લક્ષણ માને તો, લક્ષણ કયારેય હાનિ કે ઘસારો નહિ પામતું હોવાથી, તે (રંગ-રાગભેદ ) ત્રણેય કાળ આત્મામાં રહે અને તો પછી આત્મા આત્માપણેશુદ્ધ ચૈતન્યપણે રહે નહિ, તેનો અભાવ જ થાય.
* ગાથા ૬૩-૬૪ : ભાવાર્થ ઉ૫૨નું પ્રવચન *
આ જીવ-અજીવ અધિકાર છે. જીવ કોને કહેવાય એની અહીં વાત છે. જીવ તો અનંત અનંત ગુણનો અભેદ શુદ્ધ ચૈતન્યમાત્ર પિંડ છે. રંગ-રાગ અને ભેદના સઘળાય ભાવો એમાં નથી. રંગમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, શરીર, મન, વાણી, ઇન્દ્રિય, કર્મ વગેરે આવી જાય. રાગમાં શુભાશુભભાવ અને અધ્યવસાન આવી જાય, તથા ભેદમાં જીવસ્થાન, માર્ગણાસ્થાન, ગુણસ્થાન, લબ્ધિસ્થાન ઇત્યાદિ ભેદો આવી જાય. હવે જીવ એને કહીએ કે જે આ બધાય રંગ-રાગ-ભેદના ભાવોથી નિરાળો-ભિન્ન ત્રિકાળી ધ્રુવ ચૈતન્યપણે છે. તથાપિ જો એમ માનવામાં આવે કે સંસાર–અવસ્થામાં જીવને રંગ-રાગ-ભેદની સાથે તાદત્મ્ય સંબંધ છે તો જીવ મૂર્તિક થઈ જાય કેમકે રંગ-રાગ-ભેદના ભાવો બધાય મૂર્તિક છે. તથા મૂર્તિકપણું તો પુદ્દગલનું જ લક્ષણ છે. તેથી જીવ અને પુદ્દગલ એક થઈ જાય. બહુ સૂક્ષ્મ વાત, ભાઈ! આ દયા, દાન, વ્રત, વ્યવહા૨૨ત્નત્રય આદિનો રાગ અને ગુણસ્થાન, માર્ગણાસ્થાન આદિ ભેદો મૂર્તિક-રૂપી છે. એનાથી જીવજો અભિન્ન હોય તો જીવ મૂર્તિક પુદ્દગલમય થઈ જાય, ભેદાદિથી ભિન્ન કોઈ ચૈતન્યરૂપ જીવ રહે નહિ. અને તો પુદ્દગલદ્રવ્ય એ જ જીવ એમ ઠરે.
જુઓ, આ શાસ્ત્રજ્ઞાન છે એ પરશેય છે, સ્વજ્ઞેય નથી. એને અહીં મૂર્તિક કહીને પુદ્દગલમય કહ્યું છે. જ્યારે ભગવાન આત્મા તો અખંડ, અભેદ, એક શુદ્ધ ચિત્તૂપ વસ્તુ છે. એમાં ગુણભેદ કે પર્યાયભેદ પણ નથી તો પછી રંગ-રાગની તો વાત જ શી કરવી ? આવા શુદ્ધ ચિન્માત્ર અમૂર્તિક જીવને રંગ-રાગ-ભેદથી અભિન્ન માનતાં તે મૂર્તિક પુદ્દગલમય થઈ જાય છે કેમકે રંગ-રાગ-ભેદનું સ્વરૂપ મૂર્તપણું છે, અને મૂર્તપણું પુદ્દગલનું જ લક્ષણ છે. ભારે સૂક્ષ્મ વાત! એક બાજુ પ્રવચનસારમાં એમ કહે કે રાગ-દ્વેષ આદિ જે પર્યાય છે તે પોતાની છે, નિશ્ચયથી જીવની છે, જીવમાં છે અને અહીં તેને મૂર્તિક પુદ્દગલમય કહે! ત્યાં પ્રવચનસારમાં પર્યાયને સિદ્ધ કરી છે. જ્ઞેય એવા આત્માની પર્યાયમાં રાગ-દ્વેષાદિ છે એમ ત્યાં પર્યાય સિદ્ધ કરી છે. જ્યારે અહીં ત્રિકાળી શુદ્ધ સ્વભાવ સિદ્ધ કરવો છે. દષ્ટિનો વિષય જે અભેદ એકરૂપ ચૈતન્યમય દ્રવ્ય છે એને અહીં સિદ્ધ કરવો છે. ભાઈ! જ્યાં જે અપેક્ષા છે તે યથાર્થ સમજવી જોઈએ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #182
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૩
મૂર્તિકપણું તો પુદ્ગલનું જ લક્ષણ છે. માટે એ લક્ષણ જ જીવમાં આવી જાય તો જીવ ચૈતન્યમય દ્રવ્ય રહે નહિ, પણ મૂર્ત પુદગલમય જ થઈ જાય. અને તો મોક્ષ થતાં પણ તે પુદ્ગલનો જ મોક્ષ થાય. રંગ-રાગ-ભેદના ભાવ જો આત્માના હોય તો, તેઓ મૂર્તિક હોવાથી, મોક્ષમાં પણ તેઓ રહેશે અને તેથી એનાથી ભિન્ન અન્ય કોઈ ચૈતન્યમય જીવ નહિ રહે. આ પ્રકારે સંસાર અને મોક્ષમાં પુદ્ગલથી ભિન્ન અન્ય કોઈ ચૈતન્યસ્વરૂપ જીવદ્રવ્ય રહેશે નહિ. અર્થાત્ તેથી જીવનો જ અભાવ થઈ જશે. અહાહા ! કેવી વાત કરી છે!
અત્યારે કેટલાક લોકો એમ કહે છે કે વ્યવહારનયનો વિષય જે શુભરાગ છે તેનું આચરણ કરવાથી આત્માને લાભ થાય. પરંતુ ભાઈ, એમ નથી, બહુ ફેર છે. તેઓ કહે છે કેગૌતમસ્વામીએ પણ વ્યવહારથી કહ્યું છે ને ? ( અર્થાત્ ભેદ પાડીને સમજાવ્યું છે ને?) ભાઈ, એ તો ભેદથી સમજાવ્યું છે. તેથી કરીને એ વ્યવહારના આશ્રયથી લાભ થાય અને ધર્મ થાય એમ કયાં કહ્યું છે? વ્યવહારથી તો માત્ર સમજાવ્યું છે. બીજી કઈ રીતે સમજાવે? કેમકે ભેદ પાડીને સમજાવ્યા વિના શિષ્યને સમજમાં આવતું નથી તેથી ભેદ બતાવ્યો છે. પણ ભેદ ત્રિકાળી આત્માની ચીજ છે અને તેનો આશ્રય કરવા યોગ્ય છે એમ નથી. આત્માના અભેદ સ્વભાવમાં ભેદ છે જ નહિ. તેથી તો અહીં ભેદને પુદ્ગલમાં નાખી દીધો છે. આ રંગ-રાગભેદના ભાવો મૂર્તિક પુદગલમય છે. ગજબ વાત ! સંસાર-અવસ્થામાં પણ આ ભદાદિ ભાવો જા જીવના માનવામાં આવે તો સંસાર કે મોક્ષમાં પુગલથી ભિને એવું કોઈ શુદ્ધ ચેતન્યમય જીવદ્રવ્ય ન રહે. અને તેથી જીવનો જ અભાવ થાય. (શભરાગના આચરણથી આત્માને લાભ-ધર્મ થાય. એમ જેઓ માને છે તેઓ પોતાનો-જીવનો જ અભાવ કરે છે).
ભગવાન આત્મા પૂર્ણાનંદસ્વરૂપ ત્રિકાળ મહાપ્રભુ છે. એના ચૈતન્યસ્વભાવને પકડવા જતાં ઉપયોગ બહુ સૂક્ષ્મ થાય છે. શુભ ઉપયોગથી તો નહિ, પણ જે મતિ-શ્રુતજ્ઞાનનો ઉપયોગ બહિર્મુખ છે, પરને જાણવામાં પ્રવર્તે છે એનાથી પણ આત્મા જાણવામાં આવતો નથી. અહીં તો જે ઉપયોગ પોતાને પકડે તે સૂક્ષ્મ છે. રંગ-રાગ-ભેદથી ભિન્ન જે પોતાની શુદ્ધ ચૈતન્યમય ચીજ છે તેને જે પકડે તે સૂક્ષ્મ ઉપયોગ છે. આવા સૂક્ષ્મ ઉપયોગથી જ્યારે તે અંદરમાં જાય છે ત્યારે તેને સમ્યગ્દર્શન થાય છે. ભાઈ ! સમ્યગ્દર્શનનો વિષય ત્રિકાળી એકરૂપ શુદ્ધ ચિતૂપ આત્મા છે. ઉપયોગને એમાં જ એકાગ્ર કરતાં સમ્યગ્દર્શન થાય છે. આવી વાત છે.
દેહની ક્રિયા, ઇન્દ્રિયોની ક્રિયા અને વાણીની ક્રિયા જડ છે. એ જડ ક્રિયા આત્મા કરે છે એમ માનતાં આત્મા જડ થઈ જાય છે. વળી આ દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, ઇત્યાદિનો જે રાગ છે તે પણ જડ-અજીવ છે, મૂર્ત છે. તેથી એ રાગ જા આત્માનો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #183
--------------------------------------------------------------------------
________________
Version 001,a: remember to check h††p://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૬૩-૬૪ ]
[ ૧૭૧
થઈ જાય તો આત્મા જડ પુદ્દગલ બની જાય. તેવી જ રીતે દર્શનની પર્યાયમાં, જ્ઞાનની પર્યાયમાં અને ચારિત્રની પર્યાયમાં જે ભેદ પડે છે તે ભેદ જીવદ્રવ્યનું સ્વરૂપ નથી. જો તે જીવનું સ્વરૂપ હોય તો ત્રિકાળી જીવમાં તે કાયમ રહે. પરંતુ સિદ્ધમાં એ ભેદો નથી. તથાપિ સંસાર-અવસ્થામાં એ ભેદાદિ જીવના છે એમ જો કહો તો સંસાર-અવસ્થામાં જીવ પુદ્દગલમય થઈ જાય, કેમકે ભેદાદિ છે એ તો મૂર્તિક પુદ્દગલમય જ છે. તો પછી મોક્ષ થતાં, મોક્ષ અવસ્થામાં પણ પુદ્ગલ જ રહેશે. ભાષા તો સાદી છે, પણ એનો મર્મ ઘણો ઊંડો છે, ભાઈ ! આ સમજવા માટે ખૂબ ધીરા થવું પડશે.
આત્માનું યથાર્થ જ્ઞાન-શ્રદ્ધાન કરતાં સમ્યગ્દર્શન થાય છે. પરંતુ તે આત્મા કેવો છે? તો કહે છે કે રંગ-રાગ અને ભેદથી રહિત જે અભેદ શુદ્ધ ચૈતન્યતત્ત્વ છે તે આત્મા છે. તથા જે રંગ-રાગ અને ભેદ સહિત છે એ તો મૂર્તિક પુદ્દગલ છે. આ શાસ્ત્રનું જે જ્ઞાન છે તે મૂર્તિક પુદ્દગલરૂપ છે. જો તે સ્વનું જ્ઞાન હોય તો સાથે અતીન્દ્રિય આનંદ આવવો જોઈએ. પરંતુ શાસ્ત્રજ્ઞાન સાથે આનંદનો સ્વાદ તો આવતો નથી. માટે શાસ્ત્રજ્ઞાન પુદ્દગલમય છે. તેવી રીતે દેવ-ગુરુ-શાસ્ત્રની ભેદરૂપ શ્રદ્ધા, નવતત્ત્વની ભેદરૂપ શ્રદ્ધા અને પંચમહાવ્રતના પાલનનો ભાવ ઇત્યાદિ સર્વ પુદ્દગલરૂપ છે. અને આ ભાવ જો આત્માના થઈ જાય આત્મા જડ-પુદ્દગલમય થઈ જાય એમ કહે છે.
નિશ્ચયસ્તુતિનું સ્વરૂપ કહેતાં ૩૧મી ગાથામાં આવે છે કે–જડ ઇન્દ્રિયો, ભાવેન્દ્રિયો અને તેના વિષયો–ભગવાન, ભગવાનની વાણી, ઇત્યાદિ-એ બધુંય ઇન્દ્રિય છે. વાણીના નિમિત્તે જે જ્ઞાન પોતાની પર્યાયમાં થાય તે પણ ઇન્દ્રિય છે. એ પરલક્ષી જ્ઞાનને અહીં પુદ્દગલમય કહ્યું છે. તેથી જેમ દયા, દાન, આદિ ભાવને તે જીવના છે એમ માનતાં જીવનો અભાવ થાય છે તેમ આ શાસ્ત્રનું જ્ઞાન આત્માનું જ્ઞાન છે એમ માનવાથી પણ જીવનો અભાવ થાય છે અર્થાત્ જીવ પુદ્દગલમય જ થઈ જાય છે.
તેવી જ રીતે માર્ગણામાં પણ લેવું. જ્ઞાનમાર્ગણા, દર્શનમાર્ગણા, સંયમમાર્ગણા એવી માર્ગણાની પર્યાયને શોધવાથી પર્યાયમાં તેઓ છે, તોપણ જીવના ચૈતન્યસ્વભાવમાં એ ભેદો નથી તેથી તે પુદ્દગલના પરિણામમય છે. જ્ઞાનના ભેદો અને સમ્યગ્દર્શનના ક્ષાયિક સમ્યગ્દર્શન, ઉપશમ સમ્યગ્દર્શન આદિ જે ભેદો છે તે ભેદોનું લક્ષ કરતાં તો રાગ જ ઉત્પન્ન થાય છે. તથા આ ભેદો વસ્તુના ચૈતન્યસ્વરૂપમાં તો છે નહિ. તેથી તેમને પુદ્ગલના પરિણામમય જ કહ્યા છે. તેથી આ રંગ-રાગ-ભેદના ભાવો જીવના સ્વરૂપમય છે એમ માનતાં પુદ્દગલ જ જીવસ્વરૂપ ઠરશે અને તેથી, ભિન્ન ચૈતન્યમય જીવ નહિ રહેવાથી, જીવનો જ અભાવ થશે. તેથી રંગ-રાગભેદ આદિ જીવ નથી એમ નક્કી કરવું. સાદી ભાષામાં પણ ગૂઢ રહસ્યમય વાત સંતોએ કરી છે તે ધીરજથી સમજવી જોઈએ.
[પ્રવચન નં. ૧૩૬ શેષ-૧૩૭ (૧૯મી વારનાં) * દિનાંક ૧૫-૧૧-૭૮ થી ૧૬-૧૧-૭૮ ]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #184
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
*
॥था ६५-६६*
एवमेतत् स्थितं यद्वर्णादयो भावा न जीव इति
एक्कं च दोण्णि तिण्णि य चत्तारि य पंच इंदिया जीवा। बादरपज्जत्तिदरा पयडीओ णामकम्मस्स।। ६५ ।।
एदाहि य णिव्वत्ता जीवट्ठाणा उ करणभूदाहिं। पयडीहिं पोग्गलमइहिं ताहिं कहं भण्णदे जीवो।। ६६ ।।
एकं वा द्वे त्रीणि च चत्वारि च पञ्चेन्द्रियाणि जीवाः। बादरपर्याप्तेतराः प्रकृतयो नामकर्मणः।। ६५ ।।
एताभिश्च निर्वृत्तानि जीवस्थानानि करणभूताभिः। प्रकृतिभिः पुद्गलमयीभिस्ताभिः कथं भण्यते जीवः।। ६६ ।।
આ રીતે એ સિદ્ધ થયું કે વર્ણાદિક ભાવો જીવ નથી, એમ હવે કહે છે:
જીવ એક-દ્વિત્રિ-ચતુ-પંચેન્દ્રિય, બાદર, સૂક્ષ્મ ને પર્યાપ્ત આદિ નામકર્મ તણી પ્રકૃતિ છે ખરે. ૬૫.
પ્રકૃતિ આ પુદ્ગલમયી થકી કરણરૂપ થતાં અરે, રચના થતી જીવસ્થાનની જે, જીવ કેમ કહાય તે? ૬૬.
uथार्थ:- [ एकं वा ] भेद्रिय, [ वे ] aद्रिय, [त्रीणि च] बौद्रिय, [चत्वारि च] यतुतिंद्रिय, [पञ्चेन्द्रियाणि] पयद्रिय, [बादरपर्याप्तेतराः] १६२, सूक्ष्म, पर्यात भने अपर्याप्त [ जीवाः ] पो- [नामकर्मण: ] नामभनी [प्रकृतयः ] प्रतिमो छ; [ एताभि: च] । [प्रकृतिभिः ] प्रतिमो [ पुद्गलमयीभिः ताभि:] ३४मो ५६समय तरी प्रसिद्ध छ तेमन। 43 [ करणभूताभिः ] ३२९॥स्१३५ २७ने [ निर्वृत्तानि] रयायेai [जीवस्थानानि] ४ ®वस्थानो
पसमास) छ तेसो [ जीवः] ०५. [ कथं ] म [ भण्यते ] ठेवाय ?
ટીકા- નિશ્ચયનયે કર્મ અને કરણનું અભિન્નપણું હોવાથી, જે જેના વડે કરાય છે (-थाय छ) ते ४ छ- मेम समने (निश्चय धरीने), ४भ सुवान पार्नु
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #185
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૬૫-૬૬ |
[ ૧૭૩
(૩૫નાતિ) निर्वर्त्यते येन यदत्र किञ्चित् तदेव तत्स्यान्न कथञ्चनान्यत्। रुक्मेण निर्वृत्तमिहासिकोशं पश्यन्ति रुक्मं न कथञ्चनासिम्।। ३८ ।।
(૩૫નાતિ) वर्णादिसामग्र्यमिदं विदन्तु निर्माणमेकस्य हि पुद्गलस्य। ततोऽस्त्विदं पुद्गल एव नात्मा યત: સ વિજ્ઞાનધનસ્તતોન્ય:સા રૂ8 |
સુવર્ણ વડે કરાતું (-થતું) હોવાથી સુવર્ણ જ છે, બીજું કાંઈ નથી, તેમ જીવસ્થાનો બાદર, સૂક્ષ્મ, એકંદ્રિય, હદ્રિય, ટીંદ્રિય, ચતુરિંદ્રિય, પંચંદ્રિય, પર્યાય અને અપર્યાપ્ત નામની પુદ્ગલમયી નામકર્મની પ્રકૃતિઓ વડે કરાતા (-થતાં) હોવાથી પુદ્ગલ જ છે, જીવ નથી. અને નામકર્મની પ્રકૃતિઓનું પુદ્ગલમયપણું તો આગમથી પ્રસિદ્ધ છે તથા અનુમાનથી પણ જાણી શકાય છે કારણ કે પ્રત્યક્ષ દેખવામાં આવતા શરીર આદિ જે મૂર્તિક ભાવો છે તે કર્મપ્રકૃતિઓનાં કાર્ય હોવાથી કર્મપ્રકૃતિઓ પુદ્ગલમય છે એમ અનુમાન થઈ શકે છે.
એવી રીતે ગંધ, રસ, સ્પર્શ, રૂપ, શરીર, સંસ્થાન અને સંહનન-તેઓ પણ પુદ્ગલમય નામકર્મની પ્રકૃતિઓ વડે રચાયાં (–બન્યાં) હોવાથી પુદ્ગલથી અભિન્ન છે; તેથી, માત્ર જીવસ્થાનોને પુદ્ગલમય કહેતાં, આ બધાં પણ પુદ્ગલમય કહ્યાં સમજવાં.
માટે વર્ણાદિક જીવ નથી એમ નિશ્ચયનયનો સિદ્ધાંત છે.
અહીં આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે:
શ્લોકાર્થઃ- [ ] જે વસ્તુથી [ સત્ર યદ્ર વિચિત્ નિર્વત્યંતે] જે ભાવ બને, [ ત] તે ભાવ [ત વ ચાત] તે વસ્તુ જ છે [૨થન] કોઈ રીતે [અન્ય ન] અન્ય વસ્તુ નથી; [૬] જેમ જગતમાં [રુવમેળ નિવૃત્ત... સોગંસોનાથી બનેલા મ્યાનને [ વર્ષ પશ્યત્તિ] લોકો સોનું જ દેખે છે, [ 5થગ્નન] કોઈ રીતે [ ન સિમ] (તેને) તરવાર દેખતા નથી.
ભાવાર્થ:- વર્ણાદિક પુદ્ગલથી બને છે તેથી પુદ્ગલ જ છે, જીવ નથી. ૩૮.
વળી બીજો કળશ કહે છે -
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #186
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૩
શ્લોકાર્થ- અહો જ્ઞાની જનો! [ રૂદ્ર વસિયન્] આ વર્ણાદિક ગુણસ્થાનપર્યત ભાવો છે તે બધાય [ સ્ય પુર્તસ્ય હિ નિર્માણમ] એક પુદ્ગલની રચના [ વિસ્તૃ] જાણો; [ તત:] માટે [ રૂદ્ર] આ ભાવો [ પુદ્ર: વ સ્તુ] પુદ્ગલ જ હો, [ન માત્મા ] આત્મા ન હો; [યત: ] કારણ કે [સ: વિજ્ઞાન :] આત્મા તો વિજ્ઞાનઘન છે, જ્ઞાનનો પુંજ છે, [ તત:] તેથી [ કન્ય:] આ વર્ણાદિક ભાવોથી અન્ય જ છે. ૩૯.
* શ્રી સમયસાર ગાથા-૬૫-૬૬ મથાળું *
આ રીતે એ સિદ્ધ થયું કે વર્ણાદિક ભાવો જીવ નથી-એમ હવે કહે છે:
* ગાથા ૬૫-૬૬ : ટીકા ઉપરનું પ્રવચન *
ઝીણી વાત છે, પ્રભુ! ધર્મ સમજવો એ સૂક્ષ્મ વાત છે, ભાઈ ! અનંતકાળમાં એ (અજ્ઞાની) અનેકવાર ત્યાગી થયો, હજારો રાણીઓ છોડી નગ્ન દિગંબર સાધુ થઈને જંગલમાં રહ્યો, પરંતુ ચૈતન્યસ્વરૂપ પોતાનો આત્મા રાગની ક્રિયાથી રહિત છે એવું એણે કદીય ભાન કર્યું નથી. રાગની ક્રિયા કરતાં કરતાં આત્મા હાથ આવશે એમ માનનારે જડની ક્રિયા કરતાં કરતાં ચૈતન્ય પ્રાપ્ત થશે એમ માન્યું છે. આવું માનનારને અહીં કહે છે કે-નિશ્ચયનય કર્મ અને કરણનું અભિન્નપણું છે. શું કહ્યું? કે સત્યાર્થદષ્ટિએ કર્મ એટલે કાર્ય અને કરણ એટલે એનું કારણસાધન એ બે એકમેક છે, અભિન્ન છે. માટે જે જેના વડે કરાય છે તે, તે જ છે. કર્મ અને કરણ બે જુદાં (દ્રવ્યો) ન હોય. એટલે કે સાધન અને કાર્ય અર્થાત્ કારણ અને કાર્ય બે ભિન્ન નથી, એકમેક જ છે. જે જેના વડે કરાય છે તે, તે જ છે. હવે દષ્ટાંત આપે છે:
સુવર્ણનું પાનું સુવર્ણ વડે કરાય છે માટે તે સુવર્ણ જ છે, બીજું કાંઈ નથી. શું કહે છે? કે સોનાથી જે પાનું થાય છે તે સોનું જ છે. તે પાનું કાંઈ સોનીથી થયું છે એમ નથી. અહાહા! દષ્ટાંત પણ સમજવું કઠણ પડે એમ છે. સોનું વસ્તુ છે. એને ઘડતાં એમાંથી પાનું થાય છે. એ કાર્યનું કરણ-કારણ સોનું છે, સોની નહિ, કારણ કે કરણ અને કાર્ય અભિન્ન હોય છે. કરણ એક હોય અને કાર્ય એનાથી ભિન્ન હોય એમ બની શકે નહિ.
પ્રશ્ન- નિમિત્તથી કાર્ય થાય છે ને? નિમિત્ત સાધન હોય છે ને?
ઉત્તર- અહીં તો નિમિત્તની વાત જ નથી લીધી. નિમિત્તનો અર્થ તો એ (નિમિત્ત) છે” બસ એટલો જ છે. બાકી એ કાંઈ સાધન છે એમ નથી. આકરી વાત, બાપુ! લીધું છે ને કે બીજુ કાંઈ નથી.” એનો અર્થ જ એ છે કે સોનાના પાનારૂપે થયું છે એ સોનું જ છે, તેને સોનીએ કર્યું છે એમ છે જ નહિ. સોનું એ કરણ છે અને જે પાનું થયું એ એનું કર્મ એટલે કાર્ય છે, કારણ કે કાર્ય અને કરણ બન્ને એક જ વસ્તુમાં હોય છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #187
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૬૫-૬૬ ]
[ ૧૭૫
પ્રશ્ન- તો શું સોની પાનાને કરતો નથી?
ઉત્તર- (ના). ભાઈ, જો તે સોનીનું કાર્ય હોય તો સોની સાથે અભેદ હોય. પરંતુ તે સોની સાથે અભેદ નથી. માટે પાનું સોનીનું કાર્ય નથી. સોનાથી તે અભિન્ન છે, માટે પાનું સોનાનું જ કાર્ય છે. વીતરાગ પરમેશ્વરનો માર્ગ બહુ સૂક્ષ્મ છે, ભાઈ ! અત્યારે તો એ સાંભળવા પણ મળતો નથી. એને બદલે આ કરો ને તે કરો, સામાયિક કરો ને પ્રતિક્રમણ કરો-એમ કરો, કરો, કરો એવી રાગ કરવાની વાત જ બધું ચાલે છે.
અહીં તો એમ કહે છે કે-જાત્રા કરવાનો, પૂજા કરવાનો, દાન કરવાનો, મંદિર બંધાવવાનો વગેરે કરવાનો જે ભાવ છે તે બધોય રાગ છે અને તે રાગનું કરણ પુદગલ છે. રાગ કાર્ય છે અને એનું કરણ પુદ્ગલ જડ કર્મ છે. અહા ! ચૈતન્યમય જીવ કરણ અને વિકારરાગ એનું કાર્ય એમ હોઈ શકે જ નહિ. ભાઈ ! તને ખબર નથી. બિચારો આખો દિવસ વેપારધંધામાં ગૂંચાઈ રહે અને એમ ને એમ મરી જાય. એને કહે છે કે-પ્રભુ! તને ખબર નથી કે તું કોણ છો અને તારું કાર્ય શું છે? અહાહા! નિર્મળાનંદનો નાથ અભેદ એક ચૈતન્યસ્વરૂપ તું ભગવાન આત્મા છો, અને જાણવા-દેખવાના પરિણામ થાય તે તારું કાર્ય છે, પણ બીજું કોઈ તારું કાર્ય નથી.
જાઓ, આ આંગળી વળે છે તે કાર્ય-પર્યાય છે. અને તેનું કરણ પરમાણુ છે, આત્મા નહિ. તેવી રીતે પુણ્ય-પાપના ભાવ છે તે કાર્ય છે અને તેનું કરણ નામ સાધન પુદ્ગલ જડ કર્મ છે. અરે, ભાઈ ! તું દુઃખી છો પણ તને એની ખબર નથી. જેને આત્મા શું છે એનું ભાન નથી અને પરમાં પોતાપણું માનીને હરખાઈ રહ્યો છે તે ભલે કરોડપતિ હોય કે અબજોપતિ, એ બિચારો ભિખારી છે, દુઃખી છે. એ દુઃખના વેદનથી છૂટવું હોય તો આત્માને રાગથી ભિન્ન પાડવો જોઈએ એમ અહીં કહે છે.
બાપુ! પૈસા કયાં તારા છે? એ તો જડના-અજીવના છે. અને પુત્ર-સ્ત્રી આદિ પરિવાર પણ ક્યાં તારાં છે? એનો આત્મા પણ તારાથી જુદો છે અને શરીર પણ જુદું છે. તારે અને એને શું સંબંધ છે? અહીં તો પરમાત્મા એમ કહે છે કે કારણ અને કાર્ય બન્ને એક હોય છે. કરણનો અર્થ કારણ પણ થાય છે. જેમકે સોનું કારણ છે અને જે પાનું થાય છે એ તેનું કાર્ય છે. પાનું છે તે સોનાનું કાર્ય છે, સોનીનું નહિ. પરમાણુમાં કરણ નામનો ગુણ છે. એ કરણ નામના ગુણને કારણે પાનારૂપ કાર્ય થાય છે, સોનીથી નહિ કે હથોડાથી નહિ.
તેવી રીતે જીવસ્થાનો-એકેન્દ્રિયપણું, બેઇન્દ્રિયપણું, ત્રણઈન્દ્રિયપણું, ચારઇન્દ્રિયપણું, પંચેન્દ્રિયપણું, સંજ્ઞી કે અસંજ્ઞીપણું, બાદર તથા સૂક્ષ્મ, પર્યાપ્ત-અપર્યાય-સર્વ પુદ્ગલમયી નામકર્મની પ્રકૃતિઓ વડે કરાય છે. આઠ કર્મમાં એક નામકર્મ છે. તેમાં એક પ્રકૃતિ છે જે પ્રકૃતિના કારણે પર્યાપ્ત-અપર્યાય, સૂક્ષ્મ-બાદરની દશા ઉત્પન્ન થાય છે. આ જે નામકર્મ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #188
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૩
છે એની ૯૩ પ્રકૃતિ છે. એમાં એક એવી પ્રકૃતિ છે કે જે પર્યાપ્તાદિને ઉપજાવે છે. એ જીવને ઉપજાવે છે એમ નથી. પંચાસ્તિકાયમાં આવે છે કે છે કાય તે જીવ નથી, પરંતુ એમાં જે જ્ઞાનમાત્ર સ્વરૂપ છે તે જીવ છે. અહીં કહે છે કે છ કાયના શરીરની ઉત્પત્તિ એ કાર્ય છે અને એ, કરણ એવા પુદ્ગલથી થયું છે. પર્યાય-અપર્યાપ્ત આદિ જીવસ્થાનના ભેદની ઉત્પત્તિરૂપ કાર્ય રણ એવા પુદ્ગલથી થયું છે. બેસવું ભારે કઠણ પણ ભાઈ ! ભગવાન આત્મા તો જ્ઞાનઘન ચૈતન્યબિંબ પ્રભુ છે. એમાંથી આ પર્યાય-અપર્યાપ્ત આદિ ભેદ કયાંથી રચાય?
પ્રશ્ન:- આ શરીર સારું હોય તો ધર્મ થાય ને? કહ્યું છે ને કે “શરીરમાદ્યમ धर्मसाधनम्।'
ઉત્તર:- ધૂળેય થતું નથી, સાંભળને ભાઈ ! આ શરીર તો જડ-માટી-ધૂળ અજીવ છે. એનાથી વળી તારામાં શું કામ થાય? જડ અચેતનથી વળી ચેતનમાં શું કાર્ય થાય? અહીં એમ કહેવું છે કે જીવના જે પર્યાય, અપર્યાય, સૂક્ષ્મ, બાદર, ઇત્યાદિ જે ભેદ પડે છે તે નામકર્મની પ્રકૃતિને લઈને છે અને તે કર્મનું કાર્ય છે, આત્માનું નહિ. બહુ સૂક્ષ્મ વાત, ભાઈ.
ભગવાન ! તું કોણ છો અને તારામાં શું કાર્ય થાય છે એની તને ખબર નથી. બહારની મોટપ આડે તને ભગવાન આત્માની મોટા ભાસતી નથી. અનુકૂળ સંયોગો મળતાં, બહારની મોટપની તને અધિક્તા આવી ગઈ છે. પરંતુ ભાઈ, એથી તું દુઃખી થઈને મરી રહ્યો છે. બધાયા ભેદથી અને રાગથી અધિક નામ જુદો ભગવાન આત્મા ચૈતન્યસ્વરૂપ મહાપ્રભુ છે. તેનું માહાભ્ય તને કેમ આવતું નથી ? ભાઈ ! પરનો મહિમા મટાડીને અનંત મહિમાવંત નિજ સ્વરૂપનો મહિમા કર. દયા, દાન, વ્રત, તપ, ઇત્યાદિ શુભભાવ કરે ત્યાં તો તને એમ થઈ જાય કે મેં ઘણું કર્યું, મને ધર્મ થઈ ગયો. પરંતુ જરાય ધર્મ થયો નથી. બાપુ! જરા સાંભળ. આ પૈસા, મકાન, આદિ જડ તો ક્યાંય ગયા, પણ એ પૈસાને રળવાનો અને રાખવાનો જે પાપભાવ થાય છે એ પાપભાવ પણ તું નથી. અરે, તેને દાનમાં ખર્ચવાનો જે શુભભાવ-રાગની મંદતાનો ભાવ થાય છે તે ભાવ પણ તું નથી. એ રાગ તારો નહિ અને તું એ રાગનો નહિ. એ રાગ પુગલનું કાર્ય છે, અને પુદ્ગલ એનું કારણ છે.
અહાહા ! જૈન પરમેશ્વર એમ કહે છે કે કરણ અને કર્મ અર્થાત્ કારણ અને કાર્ય બને એક જાતના અભિન્ન હોય છે. જેમ સોનું કારણ છે અને પાનું થવું એ એનું કાર્ય છે, સોનીનું એ કાર્ય નથી; તેમ રાગ છે એ પુદ્ગલનું કાર્ય છે, જીવનું નહિ. રાગનું કારણ પુદ્ગલ છે, ચૈતન્યમય જીવ નહિ. જગતથી તદ્દન જુદી વાત છે! ભગવાન! આ જે સોનાના અક્ષરો છે એનું કારણ સોનું છે અને જે અક્ષરો થયા છે એ સોનાનું કાર્ય છે,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #189
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૬૫-૬૬ |
[ ૧૭૭
સોનીનું કે કારીગરનું એ કાર્ય નથી. સર્વજ્ઞ પ્રભુનો માર્ગ બહુ ઝીણો છે, ભાઈ ! અહીં તો સર્વજ્ઞદેવ એમ કહે છે કે પ્રભુ! તું સર્વજ્ઞસ્વભાવી આત્મા છો ને! એ સર્વજ્ઞસ્વભાવી આત્મા શું કાર્ય કરે? માત્ર જ્ઞાનનું કાર્ય કરે. સર્વજ્ઞસ્વભાવ કારણ થઈને વર્તમાન જાણવા-દેખવાના ભાવ કરે એ જીવનું-ચૈતન્યનું કાર્ય છે. દયા, દાન, ભક્તિ, આદિ રાગ છે એ તો અજીવ છે, એમાં ચૈતન્યનો અંશ નથી. માટે એ પુદ્ગલનું કાર્ય છે, ચૈતન્યમય જીવનું નહિ. પરમાત્માએ જીવઅજીવનું આવું સ્વરૂપ કહ્યું છે.
ભાઈ! તું પરનું કાંઈ કરી શક્તો નથી. માત્ર રાગ કરે છે અને એ રાગનું કાર્ય પોતાનું-ચૈતન્યનું છે એમ માને છે. પરંતુ જે રાગનું કાર્ય ચૈતન્યનું છે એમ માને છે તે મૂઢ, મિથ્યાષ્ટિ છે. ચાર ગતિમાં રખડનારો છે.
પ્રશ્ન- કોઈનું કાંઈક સારું ભલું કરવું એમ તો કહો?
ઉત્તર:- ભાઈ ! સારું ભલું કોને કહેવાય? ભગવાન તો, સર્વજ્ઞસ્વભાવી આત્મામાં નિર્મળ શ્રદ્ધા-જ્ઞાન-શાંતિ (ચારિત્ર)ના વીતરાગ પરિણામ થાય એને સારું કહે છે. વીતરાગસ્વરૂપ, અકષાયસ્વરૂપ જિનસ્વરૂપ ભગવાન આત્મા છે. તેની પર્યાયમાં અકષાયી પરિણામ થાય એ
માનું કાર્ય છે, આત્માનું ભલું એ કાર્ય અને એનું કારણ પોતે જ છે, અન્ય નહિ. અજ્ઞાની ભક્તિ આદિનો ભાવ જેને અહીં જડ પુદગલમય કહ્યો છે તેને પોતાનું કાર્ય માને છે. પરંતુ એ માન્યતા મિથ્યાદર્શન છે અને તેથી તે પોતાનું બુરું જ કરે છે.
આચાર્યદવે શું સરસ દાખલો આપીને વાત કરી છે! સોનું કારણ અને તેનું પાનું થયું તે તેનું કાર્ય. કારણ કે સોનું (વસ્તુ ) સ્વતંત્ર છે. માટે સોનું જ પલટીને-બદલીને પાનું થયું છે. કાંઈ સોની બદલીને પાનું થાય? (ના). તેવી જ રીતે જે ચોખા રંધાય છે તે ચોખા કારણ છે અને રંધાવું કાર્ય તે ચોખાનું છે. ચોખો જે ચઢે છે તે ચઢવાના કાર્યનો í ચોખો જ છે. તે કાર્ય પાણી, સ્ત્રી, કે અગ્નિ આદિ બીજી ચીજનું નથી કેમકે કરણ અને કાર્ય બને અભિન્ન હોય છે. ચોખા ચઢવાનું કાર્ય પાણી કે સ્ત્રી કરે છે એમ ત્રણકાળમાં નથી. ભાઈ ! વીતરાગની વાણી લોકોને આશ્ચર્ય પમાડે એવી છે.
છ કાયની હું દયા પાળી શકું છું એમ માનનાર, હું ર્તા અને જડનું કાર્ય એ મારું કર્મ છે એમ માનતો હોવાથી અજ્ઞાની છે. પણ તે કાર્યના કાળે, હું ભગવાન આત્મા જ્ઞાનસ્વરૂપ છું એવી જેને દષ્ટિ થઈ છે તેવા જ્ઞાનીને જાણવાની દશા થાય છે. અને તે જાણવાની દશા એ જ્ઞાનીનું કાર્ય (કર્મ) છે. પરંતુ દયાનો ભાવ કે જડની ક્રિયા જ્ઞાનીનું કાર્ય નથી. ભાઈ ! વસ્તુની સ્થિતિ જ આવી છે. એમાં કાંઈ પંડિતાઈ કામ કરે એમ નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #190
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૮ ]
| [ પ્રવચન રત્નાકર ભાગ-૩
પ્રશ્ન- પૈસાનું દાન તો આપી શકાય ને?
ઉત્તર- કોણ આપે કે કોણ દે? ભાઈ ! તને શું ખબર નથી કે કારણ અને કાર્ય જુદા ન હોય? કાર્યનું કારણ અને કારણનું કાર્ય સદાય એકમેક અભિન્ન જ હોય છે. આ જે પૈસા જવાની ક્રિયા થાય છે તેનું કારણ જડ રજકણો છે અને જે જવાની ક્રિયા છે તે જડ રજકણોનું કાર્ય છે, એ આત્માનું કાર્ય નથી.
પ્રશ્ન- પરંતુ એમાં આત્મા નિમિત્ત તો છે ને?
ઉત્તર:- નિમિત્ત નિમિત્તમાં છે. નિમિત્તથી એ કાર્ય થયું છે એમ નથી. જુઓને, શું કહ્યું છે? કે નિશ્ચયનયે એટલે કે સત્યદષ્ટિએ એટલે કે સત્યને સત્ય તરીકે જાણવું હોય તો, કર્મ એટલે કાર્ય અને કરણ અર્થાત્ કારણ બને એક હોય છે. અહા ! નિમિત્તકારણની તો અહીં વાત જ કરી નથી. એની તો અહીં ઉપક્ષા જ કરી છે.
જુઓ, આ લાકડી છે તે પુદગલ છે અને એનું ઊંચું થવું એ તેનું કાર્ય છે. એ પુદ્ગલનું કાર્ય છે પરંતુ આંગળી જે નિમિત્ત છે એનું એ કાર્ય નથી. આંગળી તો જુદી-ભિન્ન ચીજ છે. ભાઈ ! ગળે ઉતરવું કઠણ પડે એવી વાત છે કેમકે સત્ય કયારેય સાંભળ્યું નથી ને જે સાંભળ્યું છે તે બધોય કુધર્મ સાંભળ્યો છે અને અજ્ઞાની એમાં જ ધર્મ માનીને સંતોષ લે છે. અહીં તો ભગવાન કહે છે કે સમોસરણમાં ત્રણલોકના નાથના દર્શન થાય એવો જે શુભભાવ છે તે મારું ર્તવ્ય છે એમ માનનાર મૂઢ મિથ્યાષ્ટિ છે. મહાવિદેહ ક્ષેત્રમાં સીમંધરાદિ વીસ તીર્થંકરભગવાન બિરાજે છે. તેમની પૂજાનો ભાવ આવે તે રાગ છે. એ રાગ આત્માનું કર્મ નથી. આવી વાત છે. ભાઈ ! તું કયારે સમજીશ ? આ સમજ્યા વિના અનાદિથી નરક અને નિગોદના ભવ કરી કરીને તું રખડી મર્યો છે. એ નિગોદમાં એક શ્વાસમાં અઢાર ભવ કર્યા છે. ભાઈ ! તને
ન વિના આવા ભવ થયા છે. અહીં તો કહે છે કે નિશ્ચયથી ભવ અને ભવના ભાવ થવા એ તારું-ચૈતન્યમય જીવનું કાર્ય નથી. હવે પછી કલશમાં કહેશે કે એમાં તો પુદ્ગલ જ નાચે છે.
નિશ્ચય નામ સત્યદષ્ટિએ અર્થાત્ વસ્તુનું જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપની દૃષ્ટિએ જોઈએ તો કારણ અને કાર્ય બન્ને એકમેક છે.
પ્રશ્ન- એમાં નિમિત્તકારણ તો આવ્યું નહિ? ઉત્તર- ભાઈ ! નિમિત્તનું કાર્ય અને નિમિત્તનું કરણ એનામાં (નિમિત્તમાં) છે. પ્રશ્ન:- પણ નિમિત્ત તો મેળવવું પડે ને?
ઉત્તર- બાપુ! નિમિત્તને કોણ મેળવે? ભાઈ ! તું તો ચૈતન્યસૂર્ય છો ને! તો એ ચૈતન્યસૂર્ય શું કરે? જે થાય તેને પોતાનામાં એટલે નિજ ચૈતન્યસ્વભાવમાં રહીને જાણે. આવું જે કોઈ માને તેનો સંસાર ટકી શકે જ નહિ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #191
--------------------------------------------------------------------------
________________
Version 001,a: remember to check h††p://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૬૫-૬૬ ]
પ્રશ્ન:- તો પછી અમારે ધંધો-વેપાર કરવો કે નહિ?
[ ૧૭૯
ઉત્ત૨:- એ કરે છે જ કયાં? અજ્ઞાનથી એમ માને છે કે હું ધંધો-વેપાર કરી શકું છું. ધંધો-વેપાર કે તે સંબંધી જે પાપભાવ થાય તે તારું-આત્માનું કાર્ય જ નથી. પછી કરવું કે ન કરવું એ સવાલ જ કયાં રહ્યો ? અહો ! વીતરાગ પરમેશ્વરનો માર્ગ કોઈ અલૌકિક છે !
જેમ સુવર્ણનું પાનું સુવર્ણ વડે જ કરાતું હોવાથી સુવર્ણ જ છે, બીજું કાંઈ નહીં. બીજું કાંઈ નિહ એટલે કે તે સોની વગેરેનું નથી એમ અનેકાન્ત છે. તેમ આ બધા જીવસ્થાનના ભેદો નામકર્મની પ્રકૃતિ વડે કરાતા હોવાથી પુદ્દગલ જ છે, જીવ નથી. ભગવાન આત્મા તો જ્ઞાયકસ્વરૂપી ચૈતન્યમૂર્તિ પ્રભુ છે. તેના પરિણામ તો તેના આશ્રયે સમ્યક્દર્શન-જ્ઞાન-ચારિત્રના નિર્મળ પરિણામ થાય તે છે. અહા ! મોક્ષનો માર્ગ તે કાર્ય અને ભગવાન આત્મા કારણ છે. તેમ વ્યવહા૨૨ત્નત્રયનો રાગ કાર્ય અને પુદ્ગલ તેનું કારણ છે, પણ જીવ નહીં. બાપુ! આ તો
વીતરાગ પરમેશ્વરનો માર્ગ છે. આવી વાત બીજે કયાંય નથી.
આ પર્યાસ, અપર્યાપ્ત આદિ જીવના જે ભેદો પડે છે તે બધાયનું કારણ નામકર્મની પ્રકૃતિ છે. એ ભેદો નામકર્મનું કાર્ય છે પણ ભગવાન આત્માનું-ચૈતન્યનું એ કર્મ નથી. જીવ માતાના ઉદરમાં આવ્યા પછી આહાર, શરીર, આદિ છ પર્યાતિ બાંધે છે. અહીં કહે છે કે એ પર્યાપ્ત આદિનું કાર્ય આત્માનું નથી પણ એ નામકર્મની પ્રકૃતિનું કાર્ય છે. સમ્યગ્દષ્ટિ જીવ માતાના ઉદરમાં આવે છે ત્યારે તે એમ જાણે છે કે આ પર્યાસિ બાંધવાનું કામ મારું નથી. મારું કાર્ય તો માત્ર જાણવાનું છે. અહા! હું ત્યાં પર્યાતિમાં નથી અને જે વિકલ્પ થયો છે એમાં પણ હું નથી. એ વિકલ્પ પણ મારું કાર્ય નથી, પણ પુદ્દગલનું કાર્ય છે.
અને આ વાત તો આગમપ્રસિદ્ધ છે એમ કહે છે. અર્થાત્ સિદ્ધાંતમાં વીતરાગદેવે આમ જ કહ્યું છે. ત્રિલોકનાથ પરમેશ્વરે દિવ્યધ્વનિમાં કહ્યું છે એના પરથી આગમ-પરમાગમની રચના થઈ છે. તે સર્વજ્ઞદેવના કહેલા આગમમાં એમ કહ્યું છે કે નામકર્મને કારણે પર્યાપ્તઅપર્યાપ્ત આદિ ભેદ છે. આત્માને લઈને એ ભેદ નથી. તથા અનુમાનથી પણ આમ જાણી શકાય છે. જડનાં કાર્ય જડને કા૨ણે છે એમ અનુમાનથી પણ જાણી શકાય છે, કારણ કે પ્રત્યક્ષ દેખવામાં આવતા શીરાદિ જે ભાવો છે તે મૂર્તિક છે અને તે મૂર્ત પુદ્દગલમય એવી કર્મપ્રકૃતિઓનું કાર્ય છે. જે મૂર્ત છે એનું કારણ મૂર્ત હોય એમ કહે છે. આવો ઉપદેશ કઠણ પડે, પણ ભાઈ! આ મનુષ્યપણું ચાલ્યું જાય છે, હોં! અને જો આ ભેદજ્ઞાનનું કામ મનુષ્યના અવતારમાં ન કર્યું તો ઢોરના અવતારમાં અને મનુષ્યના અવતા૨માં ફેર શું રહ્યો? આવું દુર્લભ મનુષ્યપણું પામીને ભવના અભાવની વાત જાણ્યા વિના ભવના ભાવો કર્યા જ કરીશ તો અવતાર એળે જશે, ભાઈ !
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #192
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૩
અહીં આત્માની વ્યાખ્યા ચાલે છે કે આત્મા કોને કહેવો? જે શુદ્ધ જ્ઞાનઘન અભેદ ચૈતન્યમય વસ્તુ છે તે આત્મા છે. એવા આત્મા ઉપર દૃષ્ટિ આપતાં એનું વાસ્તવિક સ્વરૂપ અનુભવમાં આવે છે, અને જન્મ-મરણ મટે છે. અહીં કહે છે કે પર્યાપ્ત, અપર્યાપ્ત, એકેન્દ્રિય, દ્વિ-ઇન્દ્રિય આદિ જે ભેદો પડે છે તે બધાં પુદગલનાં-જડ નામકર્મની પ્રકૃતિનાં કાર્ય છે. તે કાર્યને જે પોતાનું માને છે તે અજીવને જીવ માને છે, એ રખડવાના-પરિભ્રમણના પંથે છે. જેમ પર્યાપ્ત-અપર્યાપ્ત આદિ ચૌદ જીવસ્થાન લીધા તેમ ગંધ, રસ, સ્પર્શ, રૂપ, શરીર, સંસ્થાન અને સંહનન પણ પુદ્ગલમય નામકર્મની પ્રકૃતિઓનું કાર્ય છે. પુદ્ગલથી અભિન્ન છે તેથી જેમ જીવસ્થાનોને પુદ્ગલના કહ્યા છે તેમ ઉપરના બધા ભાવો પુદ્ગલમય છે એમ સમજવું. માટે વર્ણાદિક જીવ નથી એવો નિશ્ચયનયનો સિદ્ધાંત છે. અર્થાત્ પર્યાપ્ત, અપર્યાપ્ત આદિ જે જીવની વિકારી અશુદ્ધ દશા છે તે બધું પુદ્ગલનું કાર્ય છે પણ આત્માનું નહિ. આત્મા તો અનાદિ-અનંત અખંડ એકરૂપ શુદ્ધ ચૈતન્યમય ધ્રુવ વસ્તુ છે. તેમાં અંતર્દષ્ટિ કરી એકાગ્ર થતાં આત્મજ્ઞાન થાય છે અને જન્મ-મરણ મટે છે. આત્મા જન્મ-મરણ અને જન્મ-મરણના ભાવ રહિત ત્રિકાળી શુદ્ધ જ્ઞાનઘન વસ્તુ છે. એમાં દષ્ટિ કરતાં પરિપૂર્ણ આત્મા જણાય છે અને ત્યારે ધર્મની શરુઆત થાય છે.
હવે, આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે
* સમયસાર કળશ ૩૮: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *
“યેન' જે વસ્તુથી “મત્ર વિરિત નિર્વર્યતે” જે ભાવ બને, “તત' તે ભાવ તઃ વ ચાત” તે વસ્તુ જ છે, “થગ્યન” કોઈ રીતે “અન્યત્ર' અન્ય વસ્તુ નથી; રૂદ' જગતમાં જેમ “રુવમે નિવૃત્તમ સિવોશ’ સોનાથી બનેલા મ્યાનને “રુવમે પશ્યન્ત’ લોકો સોનું જ દેખે છે, “વથષ્યન’ કોઈ રીતે “ન સિમ્’ તરવાર દેખતા નથી.
અહાહા! જેમ સોનાથી બનેલું મ્યાન સોનું જ છે પણ તલવાર નથી તેમ પુદ્ગલથી બનેલા આ રાગ-દ્વેષ, પુણ્ય-પાપના ભાવ પુદ્ગલ જ છે, આત્મા નથી. બોલવામાં એમ આવે કે સોનાની તલવાર છે. પરંતુ તલવાર તો લોઢાની છે, સોનાની નથી. સોનાનું તો મ્યાન છે. તેમ ભગવાન આત્માને શરીરવાળો, પુણવાળો, દયા-દાનવાળો કહેવો એ સોનાની મ્યાનમાં રહેલી તલવારને “સોનાની તલવાર' કહેવા જેવું છે. જેમ સોનાનું તો મ્યાન છે, તલવાર નહિ; તેમ પુણ્ય-પાપના ભાવ તો પુદ્ગલના છે, આત્માના નહિ. છતાં તેને આત્માના માનવા તે મિથ્યાત્વ છે, અજ્ઞાન છે. અને તે જ ૮૪ લાખના અવતારમાં ભટકવાનો રસ્તો છે. ભાઈ ! દયા, દાન, વ્રત, ભક્તિ, આદિ શુભભાવને જે પોતાના માને છે તે અજીવને જીવ માને છે કેમકે એ ભાવ પુદ્ગલમય છે, આત્મરૂપ નથી.
રંગ-રાગ તથા ગુણસ્થાનલબ્ધિસ્થાન આદિ ભેદના ભાવો છે તે પુદ્ગલના સંગે થયેલા છે. માટે તે બધાય પુદ્ગલના છે, ચૈતન્યમય જીવના નથી. તેઓ જીવના છે એમ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #193
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૬૫-૬૬ ]
[ ૧૮૧
માનનાર ભ્રમણાને પંથે છે અને તેથી સંસાર-પરિભ્રમણના પંથે છે. દષ્ટિનો વિષય જે આત્મવસ્તુ છે એ તો અખંડ અભેદ એકરૂપ વિજ્ઞાનઘનસ્વરૂપ ધ્રુવ ચૈતન્યમય વસ્તુ છે. તેને ભેજવાળો કે રાગવાળો કે સંયોગવાળો માનવો એ મિથ્યાદર્શન છે. સોનાથી બનેલા મ્યાનને લોકો જેમ સોનું જ દેખે છે તેને પુગલના કારણે બનેલા પુણ્ય-પાપ, ભેદ, આદિ ભાવોને જ્ઞાની જડ પદગલમય જ દેખે છે. ધર્મી એને કહીએ જે રંગ-રાગ અને ભેદના ભાવોને પોતાની ચીજ માને નહિ. જેણે ભેદથી અને દયા, દાન આદિ શુભરાગથી ભિન્ન એવા નિજ પૂર્ણાનંદના નાથને દષ્ટિમાં લીધો છે તેણે આત્માને સમ્યક પ્રકારે જેવો છે તેવો જામ્યો છે અને પ્રતીતિમાં લીધો છે.
ભાવાર્થ એમ છે કે શરીર, મન, વાણી, ઇન્દ્રિય, પુષ્ય, પાપ, ઇત્યાદિ સર્વ વર્ણાદિથી માંડી ગુણસ્થાન પર્વતના ભાવો પુદ્ગલથી બનેલા છે માટે તેઓ પુદ્ગલ જ છે, જીવ નથી.
વળી બીજો કળશ કહે છે:
* સમયસાર કળશ ૩૯ : શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *
ભગવાન સર્વજ્ઞદેવ કહે છે કે અહો જ્ઞાની જનો! “રૂટું વMવિસામયન’ આ વર્ણાદિક ગુણસ્થાનપર્યત ભાવો છે તે બધાય “ ચ
પુ ચ દિ નિમ્' એક પુદ્ગલની જ રચના “વસ્તુ' જાણો. આકરી વાત છે, ભાઈ ! જે કોઈ દયા, દાન, વ્રત, ભક્તિ આદિ શુભભાવને પોતાના કલ્યાણનું કારણ માને છે તે અજીવને જીવનું કારણ માને છે. કારણ કે એ શુભભાવ સધળાય પુદ્ગલમય છે. અજ્ઞાનીએ અજીવને જીવનું કાર્ય માન્યું છે તેથી તેણે જીવનું સ્વરૂપ અજીવમય જ માન્યું છે, કેમકે કારણ અને કાર્ય અભિન્ન હોય છે.
આગળની ગાથામાં આવી ગયું કે માર્ગમાં ચાલતો સંઘ થોડીવાર માર્ગમાં ઊભો હોય અને લૂંટાય તો, લૂંટાય છે તો સંઘના યાત્રીઓ છતાં “માર્ગ લૂંટાય છે” એમ કહેવાય છે. તેવી રીતે ભગવાન આત્મા અનાદિ-અનંત ધ્રુવ ચૈતન્યમૂર્તિ એકરૂપ અભેદ છે. તેમાં એક સમય પૂરતો દયા, દાન, વ્રતાદિના રાગનો તથા ગુણસ્થાન આદિ ભેદનો આધાર દેખીને (એક સયમનો જ આધાર હોં) તેને વ્યવહારથી જીવના કહ્યા છે. પરંતુ એ બધા જીવસ્વરૂપચૈતન્યસ્વરૂપ છે એમ માનવું તે મિથ્યાત્વ છે.
પ્રશ્ન:- રાગાદિને સ્વભાવ કહ્યો છે ને?
ઉત્તર- પર્યાયમાં એ રાગાદિ ભેદ છે અને રાગાદિ થવા એ પર્યાયસ્વભાવ છે માટે એને સ્વભાવ કહ્યો છે. પણ તે ત્રિકાળી દ્રવ્યનો સ્વભાવ નથી. અરે ! એ વિભાવસ્વભાવ પરના કારણે ઊભી થયેલી દશા છે. એ જીવને મહા કલંક છે.
અહીં તો જીવ કોને કહીએ એની વાત ચાલે છે. અહાહા! વિજ્ઞાનઘન-ચૈતન્યઘનપૂર્ણઘન સ્વરૂપ ત્રિકાળી ધ્રુવ વસ્તુ છે તેને અમે જીવ કહીએ છીએ. આ જે રાગાદિના
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #194
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૨ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૩
ભેદ છે એ એની પર્યાયમાં છે તથાપિ તે આત્મભૂત નથી, આત્મા નથી. જે ભાવો-રંગ-રાગ અને ગુણસ્થાન આદિ ભેદના ભાવો-નીકળી જાય છે તે આત્મા કેમ હોય? પુદ્ગલના સંગે થતા એ બધાય ભાવો પુગલના જ છે. ઝીણી વાત, ભાઈ ! વીતરાગનો માર્ગ બહુ ઝીણો છે.
લોકો તો ભગવાનની ભક્તિ-પૂજા કરે, બહારથી વ્રતાદિ પાળે અને જીવોની દયા પાળે એને ધર્મી માને છે. પણ બાપુ! ધર્મ જુદી ચીજ છે. ધર્મ તો વીતરાગભાવ છે. રાગાદિ એ કોઈ વીતરાગનો માર્ગ નથી. ભાઈ ! પરની દયા તો કોઈ પાળી શક્યું જ નથી. છતાં હું પરની દયા પાળું છું એવી માન્યતા એ મિથ્યાત્વ છે. તથા જે દયાનો શુભભાવ આવ્યો તે જીવનો સ્વભાવ નથી પણ તે પુદ્ગલથી રચાયેલો ભાવ છે એમ અહીં કહે છે. એ દયાનો જે ભાવ છે તે રાગ છે અને રાગ છે તે નિશ્ચયથી હિંસા છે. શુભભાવ એ સાચી દયા નથી, ભાઈ !
પ્રશ્ન:- તો સાચી દયા શું છે?
ઉત્તર- ભાઈ ! શુદ્ધ ચૈતન્યમય ત્રિકાળી ધ્રુવસ્વરૂપ ભગવાન આત્માના લક્ષે જે શાન્તિ અને વીતરાગતાના નિર્મળ પરિણામ ઉત્પન્ન થાય અને ત્યારે રાગની ઉત્પત્તિ જ ન થાય તેને પરમાત્મા સાચી દયા અને અહિંસા કહે છે. પુરુષાર્થ સિદ્ધયુપાય (શ્લોક ૪૪)માં આચાર્ય અમૃતચંદ્રસ્વામીએ એમ કહ્યું છે કે-જે રાગ ઉત્પન્ન થાય છે તે, ચાહે તો દેવ-ગુરુ-શાસ્ત્રની ભક્તિનો હો કે વ્રતાદિના પાલનનો હો, હિંસા છે. તથા અહીં તેને પુદ્ગલનું કાર્ય કહ્યું છે. અહાહા ! એ રાગાદિ ભાવો આનંદઘનસ્વરૂપ ચૈતન્યના નાથ ભગવાન આત્માનું કાર્ય નથી, પણ એ પુદ્ગલની જ રચના છે એમ હું જીવો! તમે જાણો.
આનંદઘનસ્વરૂપ ભગવાન આત્મા છે તો એનું કાર્ય આનંદ આવે તે છે. વીતરાગસ્વરૂપ પ્રભુ આત્મા છે તો તેનું કાર્ય વીતરાગતા આવે એ છે. પરંતુ દયા, દાન, વ્રત, ભક્તિના વિકલ્પ-રાગ ઊઠે એ આત્માનું કાર્ય નથી. એ તો પુદગલનું કાર્ય છે. જેવું કારણ હોય એવું જ કાર્ય થાય એમ અહીં સિદ્ધ કરવું છે. હવે પછી ક્ન-કર્મ અધિકાર લેવો છે તેથી તેના ઉપોદ્ઘાતરૂપે અહીંથી શરૂ કરે છે કે કારણ અને કાર્ય બન્ને અભિન્ન હોય છે. અહાહા! શું શૈલી છે! પુદ્ગલ કરણ છે અને ભેદ-રાગાદિ તેનું (પુદ્ગલનું) કાર્ય છે. તેવી રીતે ભગવાન આત્મા કરણ છે અને જ્ઞાતા-દરાના પરિણામ, આનંદના પરિણામ એ એનું કાર્ય છે. રાગ એ આત્માનું કર્મ નથી, એ પુદગલનું કર્મ છે. અહા ! આખી જિંદગી ધર્મ માનીને વ્રતાદિ પાળવામાં ગાળી હોય એને માટે પૂર્વ-પશ્ચિમનો ફેર લાગે એવી આ આશ્ચર્યકારી વાત છે. પરંતુ પ્રભુ! ભગવાન જિનેશ્વરદેવે ધર્મસભામાં જે કહેલી વાત છે તે જ આ વાત છે.
અહાહા ! જેમ સોનાના મ્યાનને સોનાનું મ્યાન કહેવાય છે પણ તલવાર નહીં, તેમ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #195
--------------------------------------------------------------------------
________________
Version 001,a: remember to check h††p://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૬૫-૬૬ ]
[ ૧૮૩
પુદ્દગલના કાર્યને-પુણ્ય-પાપના ભાવોને પુદ્દગલ જ કહેવાય છે, જીવ નહીં. લોકો તો વ્રત પાળવાં, દયા પાળવી, જૂઠું ન બોલવું, બ્રહ્મચર્ય પાળવું ઇત્યાદિને જ પોતાનું સર્વસ્વ માની બેઠા છે. તેમને અહીં કહે છે કે પ્રભુ! સાંભળ. આ બધી પંચમહાવ્રતની વૃત્તિઓ છે તે રાગ છે, આસ્રવ છે અને એ પુદ્દગલનું કાર્ય છે. ચિદાનંદઘન છે સ્વરૂપ જેનું એવા આત્માનું એ કાર્ય નથી. ભાઈ! તારે સુખના પંથે-ધર્મના પંથે જવું હોય તો ચૈતન્યમાત્ર પૂર્ણાનંદઘનસ્વરૂપ વસ્તુ અંદર છે તેમાં જા, તેનો સ્વીકાર કરીને તેમાં જ એકાગ્ર થઈ જા, અને ભેદ, રાગ અને નિમિત્તનું લક્ષ છોડી દે.
ભાઈ! દયા, દાન, વ્રત, તપ, ઇત્યાદિ રાગમાં ધર્મ માનીને તું સંતુષ્ટ થયો છે પણ એ તારો મિથ્યા અભિપ્રાય છે. ભગવાન! તું ભૂલમાં ભરમાઈ ગયો છે. એ વિકલ્પ-રાગની વૃત્તિનું જે ઉત્થાન તે ચૈતન્યના ઘરની ચીજ નથી. પ્રભુ! તારા ચૈતન્યઘરમાં રાગની વૃત્તિ ઊઠે એવી કોઈ શક્તિ નથી. આત્મા અનંત શક્તિઓનું સંગ્રહસ્થાન-ગોદામ છે. એમાં એવી કોઈ શક્તિગુણ નથી જે વિકારને-રાગને ઉત્પન્ન કરે. અહાહા! ચિદાનંદઘનસ્વરૂપ વસ્તુમાં તો ગુણોની એકરૂપ નિર્મળ ધારા વહે, પણ રાગની ધારા વહે એવો આત્મા નથી. આવું કદી સાંભળ્યુંય ન હોય અને એમ ને એમ જિંદગી આંધળે-બહેરી ( ભાન વિના) ચાલી જાય. ભાઈ ! એથી ભવભ્રમણ ન મટે. અહાહા! અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંત આનંદ, અનંત વીતરાગતા, અનંત સ્વચ્છતા એવી અનંત પૂર્ણ શક્તિઓનું આત્મા સંગ્રહસ્થાન છે. એ રાગનું સ્થાન નથી. તો એમાંથી પુણ્ય-પાપનું ઉત્થાન કેમ થાય? પુણ્ય-પાપ ઉપજે એવું ચૈતન્યનું-આત્માનું સ્વરૂપ જ નથી ને.
તથાપિ કોઈ અજ્ઞાની એમ કહે કે અમને તો ભક્તિથી જ કલ્યાણ થશે. દેવ અને ગુરુની અર્પણતાથી ભક્તિ કરીએ એટલે તેઓ અમને તારી દેશે. પરંતુ ભાઈ! કોણ ગુરુ? તારો ગુરુ તો તું જ છો. તને તારી સમજણથી આત્મજ્ઞાન થાય છે માટે તું પોતે જ તારો ગુરુ છો. અહાહા! આત્મા પોતે જ પોતાનો ગુરુ અને પોતે જ પોતાનો દેવ છે. તે પોતે જ તીર્થ અને પોતે જ તીર્થધામ છે. બાકી બધી તો બહારની વ્યવહારની વાતો છે. આ બાહ્ય દેવ-ગુરુ-તીર્થ તો માત્ર પુણ્યનાં કારણ (નિમિત્ત) છે. અહાહા! ભગવાન ત્રણલોકના નાથ જિનેન્દ્રદેવ, ઇંદ્રો અને ગણધરો તથા કરોડો દેવો અને રાજેન્દ્રોની સભામાં જે વાત કરતા હતા તે આ વાત છે. ભાઈ ! સાંભળ ખરો કે આ શું ચીજ છે! એને સાંભળ્યા વિના સાચી સમજણ કયાંથી આવશે ? તારું લક્ષ ત્યાં કેમ જશે ? શ્રીમદે કહ્યું છે કે
‘લક્ષ થવાને તેહનો, કહ્યાં શાસ્ત્ર સુખદાય.
આ શાસ્ત્ર તો આત્માનું-પોતાનું લક્ષ કરાવવા માટે હ્યાં છે. ગુરુ અને દેવ પણ તેનુંએક આત્માનું જ લક્ષ કરાવે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #196
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૩
ભાઈ ! અંદર તું અનંતગુણનો ભંડાર પૂર્ણાનંદનો નાથ પ્રભુ છો ને! પણ કેમ બેસે ? કારણ કે અનાદિકાળથી એક સમયની પર્યાય ઉપર જ એની દૃષ્ટિ પડી છે. એક સમયની દશાને જ એણે પોતાનું સ્વરૂપ માન્યું છે. પણ પર્યાય છે એ તારું તત્ત્વ નથી. પર્યાય આત્મા નથી.
ભલે એને આત્મા કહે, પણ નિશ્ચયથી ભગવાન પૂર્ણ-ચૈતન્યઘન, એકલા આનંદનું દળ. અનાકુળ શાંતિનો રસકંદ જે ત્રિકાળ ધ્રુવપણે છે તે આત્મા છે. અનાદિ-અનંત ધ્રુવ ચૈતન્યપણે ટક્તા તત્ત્વને ભગવાન આત્મા કહે છે. એની દષ્ટિ કરવી એ સમ્યગ્દર્શન છે. ભાઈ ! એની દૃષ્ટિ કરવા માટે તારે નિમિત્ત પરથી, રાગ ઉપરથી અને ભેદના ભાવ ઉપરથી દૃષ્ટિ ઉઠાવી લેવી પડશે. અંદરમાં એકમાત્ર અખંડ અભેદ એકરૂપ ચૈતન્યમૂર્તિ ચિદાકાર ભગવાન છે એની દષ્ટિ કરવી એ સમ્યગ્દર્શન છે. ધર્મની શરૂઆત જ અહીંથી (સમ્યગ્દર્શનથી) થાય છે. ભાઈ ! ચારિત્ર તો બહુ દૂરની વાત છે. અહાહા ! દષ્ટિમાં જે અભેદ ચિદાનંદમય ચીજ પ્રતીતિમાં આવી એમાં જ રમવું, ઠરવું, સ્થિત થઈ જવું એનું નામ ચારિત્ર છે. દેહની ક્રિયા કે વ્રતાદિના ક્રિયાકાંડ એ કાંઈ ચારિત્ર નથી. એ તો સૌ પુદ્ગલનાં કાર્ય છે અને પુદ્ગલ એમનું કારણ છે. એમ અહીં કહે છે.
ત્રણલોકના નાથ તીર્થંકરદેવ પરમાત્મા શ્રી સીમંધર ભગવાન હુમણાં મહાવિદેહમાં બિરાજે છે. તેમનું એક કરોડ પૂર્વનું આયુષ્ય છે અને ૫૦૦ ધનુષ્યનો દેહ છે. લાખો જીવોની સભામાં તેઓ આ જ વાત ફરમાવે છે. સંવત ૪૯ માં શ્રી કુંદકુંદાચાર્યદવ ત્યાં ગયા હતા અને આઠ દિવસ રહીને દિવ્યધ્વનિ સાંભળી હુતી. તેઓ તો જ્ઞાની, ધર્મી અને નિર્મળ ચારિત્રવંત હતા. પોતાની પાત્રતાને લઈને વિશેષ નિર્મળતા થઈ હતી, ત્યાંથી ભરતક્ષેત્રમાં પાછા આવીને તેમણે આ શાસ્ત્રો રચ્યાં છે. બાપુ! માર્ગ તો આ જ છે, ભાઈ ! સનાતન વીતરાગનો પંથ આ જ છે. બાકી બધા તો વાડા બાંધીને બેઠા છે અને પોતપોતાની માન્યતામાં જે આવ્યો તેને ધર્મ માને છે. પણ એ કાંઈ ધર્મ નથી. આકરી વાત છે, પણ શું થાય!
અહીં કહે છે કે વર્ણાદિકથી માંડીને ગુણસ્થાન સુધીના બધાય ભાવો, અરે ચોથું, પાંચમું અને તેમાં ગુણસ્થાન સુધીના બધા ભેદો પણ, પુદ્ગલના કારણે છે. અહાહા! ભગવાન આત્મા અનંતગુણધામ અનાદિ-અનંત સ્વસંવેધ અવિચળ પ્રભુ છે. તે અતીન્દ્રિય આનંદ અને જ્ઞાનના વેદનથી જણાય એવી ચીજ છે, પણ ભેદના કે રાગના આશ્રયે જણાય એવી ચીજ નથી. મૂળ ચીજ જે અભેદ ચૈતન્યમય નિત્યાનંદ પ્રભુ છે તેની દષ્ટિ થયા વિના કોઈને પણ ત્રણકાળમાં સમ્યગ્દર્શન થતું નથી. તથા જ્યાં સમ્યગ્દર્શન નથી ત્યાં સમ્યજ્ઞાન અને સમ્મચારિત્ર હોતાં નથી. વિના સમ્યગ્દર્શન જેટલા પણ વ્રત, તપાદિના શુભરાગના ક્રિયાકાંડ છે તે બધા થોથેથોથાં છે, એકડા વિનાનાં મીંડાં જેવા છે, વા વર વિનાની જાન જેવા છે. જેમ વર વિનાની જાન તે જાન નથી, તેમ ત્રિકાળી સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્માના
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #197
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૬૫-૬૬ ]
[ ૧૮૫
આશ્રયે ઉત્પન્ન થતા સમ્યગ્દર્શન વિના વ્રત, તપ, દાન, ભક્તિના શુભભાવ એ ચારિત્ર નથી. ભાઈ ! કરોડો રૂપિયા દાનમાં આપી મંદિર બંધાવે, ભગવાનની પ્રતિષ્ઠા કરાવે અને ભગવાનની પૂજા-ભક્તિ કરે, પણ એ બધો શુભભાવ રાગ છે, ચારિત્ર નથી. અહીં તો એને પુદ્ગલના કાર્યરૂપ કહ્યો છે.
ભગવાન! એકવાર સાંભળ. ભેદમાં અને રાગમાં તારો મહિમા નથી. ભગવાનની ભક્તિ-પૂજાના ભાવમાં તારો મહિમા નથી. હું ભગવાનનો મોટો ભક્ત, પૂજારી અને આરતી ઉતારનારો એમ તું તારો બહારથી મહિમા કરે, પણ ભાઈ ! અંદર તારા આનંદના નાથનો મહિમા એથી મટી જાય છે એ તો જો. બહુ ઝીણી વાત, ભાઈ ! અનંતકાળમાં ૮૪ના અવતાર કરતાં કરતાં હજી સુધી આ વાત સમજ્યો નથી. અનંતવાર કાગડા અને કૂતરાના ભવ કર્યા અને મનુષ્ય થઈ કદાચિત્ બહારથી સાધુ પણ થયો, પણ અંદર રાગની ક્રિયાથી જ ધર્મ માન્યો તેથી દષ્ટિ મિથ્યા જ રહી અને તેના ફળમાં નરક-નિગોદના જ ભવ પ્રાપ્ત થયા. ભાઈ! એ રાગ અને ભેદના ભાવોથી ચિદાનંદ ભગવાન હાથ નહીં આવે. એ રંગથી માંડી ગુણસ્થાન પર્વતના ૨૯ બોલથી કહેલા સર્વ ભાવો “ઈચ દિ પુનિચ' એક પુગલની જ રચના છે એમ કહ્યું છે.
પ્રશ્ન:- આમાં એકાંત નથી થતું? પંચાસ્તિકાયની ૬રમી ગાથામાં તો રાગ થાય છે તે પોતાથી જ થાય છે એમ આવે છે. તથા જયસેનાચાર્યની ટીકામાં તો એમ આવે છે. અશુદ્ધ ઉપાદાન અને કર્મ નિમિત્ત એમ બે કારણોથી રાગ થાય છે?
| ઉત્તર- પંચાસ્તિકાયની ૬રમી ગાથામાં તો રાગની પર્યાયનું સ્વતંત્ર અસ્તિત્વ સિદ્ધ કર્યું છે. રાગ જીવની પર્યાયમાં થાય છે એ પર્યાયનું ત્યાં અસ્તિત્વ જણાવ્યું છે. તથા શ્રી જયસેનાચાર્ય ઉપાદાન-નિમિત્ત એમ જે બે કારણ કહ્યાં તે પ્રમાણજ્ઞાન કરાવવા કહ્યાં છે. જ્યારે અહીં તો સ્વભાવની દષ્ટિની અપેક્ષાએ એ બન્ને વાતને બાજુએ મૂકીને વર્ણાદિ ભાવોને પુદ્ગલના કહ્યા છે. દ્રવ્યસ્વભાવ બતાવવો છે ને!
વળી જ્ઞાની íનયની અપેક્ષાએ એમ જાણે છે કે જે રાગનું પરિણમન છે તે મારામાં છે, મારા કારણે છે. એ તો જ્ઞાન એમ જાણે છે કે મારી પર્યાયનું એટલું અસ્તિત્વ છે. પરંતુ એ ત્રિકાળી દ્રવ્યનું કાર્ય છે કે એ દ્રવ્યનું સ્વરૂપ છે એમ નથી. અહા ! એક બાજુ આત્મા રાગનો અર્જા છે એમ કહે અને વળી પાછું રાગનું પરિણમન છે તે પોતાનું છે એમ જ્ઞાની-સમક્તિી જાણે ! કેવી વાત ! વળી અહીં કહે છે કે રાગના જે પરિણામ છે તે પુદગલની સાથે સંબંધ રાખે છે તેથી એકલા પુદગલથી રચાયા છે. ભાઈ ! જ્યાં જે અપેક્ષાથી કથન હોય ત્યાં તે અપેક્ષાથી સમજવું જોઈએ. જે અપેક્ષા હોય તેને ન સમજે અને એકાંત જ પકડીને બેસે તો સત્ય હાથ નહિ આવે, ભાઈ !
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #198
--------------------------------------------------------------------------
________________
Version 001,a: remember to check h††p://www.AtmaDharma.com for updates
૧૮૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૩
અહીં તો એમ સિદ્ધ કર્યું છે કે પુદ્દગલ જે નિમિત્ત છે તેનું આ રાગાદિ કાર્ય છે. આ તો નિમિત્તથી કાર્ય થયું એમ આવ્યું. આમાં ઉપાદાનથી કાર્ય થાય છે એ કયાં ગયું? અરે, ભાઈ! કઈ અપેક્ષાએ કહ્યું છે એ તો સમજ. એ તો નિમિત્તના આશ્રયે રાગ થાય છે માટે તેનો છે, એમ કહી એક પુદ્દગલની જ રચના જાણો-એમ કહ્યું છે. એ પુદ્ગલનું કાર્ય છે પણ ચૈતન્યસ્વભાવનું કાર્ય નથી એમ અપેક્ષા બતાવવી છે. આત્મા વસ્તુ છે એ તો શુદ્ધ ચૈતન્યઘન આનંદઘન એકલી પવિત્રતાનો પિંડ પ્રભુ છે. તેથી એમાંથી અપવિત્ર રાગ કયાંથી રચાય? ભાઈ ! આ મનુષ્યદેહ ચાલ્યો જાય છે હોં! તે પાછો કયારે મળશે? જો આ ન સમજ્યો તો રખડવાના રસ્તે જવું પડશે. ત્યાં પછી કોઈની સિફારસ કામ નહિ લાગે.
અહીં કહે છે કે એ વર્ણાદિ સર્વ ભાવો એક પુદ્દગલના જ છે. ‘સ્ય હિ પુવ્ાસ્ય ’ ‘દિ’ એમ શબ્દ છે. એક પુદ્દગલની જ રચના જાણો એમ કહે છે. આ કઈ અપેક્ષાએ કહ્યું છે? રાગની રચના તો પર્યાયમાં પોતાના ઊંધા પુરુષાર્થથી થાય છે માટે રાગનું પરિણમન જીવનું છે, જીવમાં છે અને તેમાં કર્મ નિમિત્ત છે. કર્મ નિમિત્ત છે, પણ એ નિમિત્ત છે માટે રાગ થાય છે એમ નથી. આ એક સિદ્ધાંત છે. જ્યારે અહીં બીજા સિદ્ધાંતથી કહે છે કે રાગનો આત્મા ર્ડા નથી. આત્મામાં અર્કા નામનો ગુણ છે તેથી રાગને કરવાનો તેનો સ્વભાવ નથી. માટે રાગની રચના પુદ્દગલદ્રવ્યથી છે પણ જીવથી નહિ. પુદ્ગલ કરણ છે અને રાગ એનું કાર્ય છે, કેમકે તે બન્ને અભિન્ન છે. અહીં વસ્તુના સ્વભાવની-ચિદાનંદ-સ્વરૂપ ભગવાનની દૃષ્ટિ કરાવવી છે. અને વસ્તુ છે એ તો એકલો ચૈતન્યઘનપિંડ અકષાયસ્વભાવનો રસકંદ છે. એ કષાયના ભાવને કરે એ કેમ બને ? અકષાયસ્વરૂપમાં કષાયના ભાવનું કરવાપણું છે જ નહિ, માટે આ રાગાદિ છે એ પુદ્દગલની રચના છે માટે એની દષ્ટિ છોડી દે. અહાહા! કહે છે કે પર્યાયબુદ્ધિનો ત્યાગ કર અને ત્રિકાળી વસ્તુસ્વભાવની દૃષ્ટિ કર. ભાઈ! આ કાંઈ વાદવિવાદે પાર પડે એમ નથી. ખેંચતાણ છોડીને ‘જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તહાં સમજવું તેહ' એ ન્યાયે યથાર્થ સમજ કેળવવી જોઈએ.
આ જીવ-અજીવ અધિકાર ચાલે છે. ત્યાં જીવ એને કહીએ કે જે અખંડ અભેદ એકરૂપ ચૈતન્યઘનસ્વરૂપ હોય, એની દષ્ટિ કરતાં સમ્યગ્દર્શન-ધર્મનું પ્રથમ સોપાન પ્રગટ થાય છે. આવા શુદ્ધ જીવની દૃષ્ટિ કરાવવા અહીં રંગ-રાગ અને ભેદના ભાવો એક પુદ્ગલની જ રચના જાણો એમ કહ્યું છે. અહીં તો આત્મા-દ્રવ્યનો પૂર્ણ સ્વભાવ બતાવવો છે. પરંતુ જ્યારે પર્યાયની વાત હોય ત્યારે પર્યાયમાં જીવ પોતે એકલો રાગ કરે છે અને પુદ્દગલ તો એમાં નિમિત્તમાત્ર છે એમ કહેવામાં આવે છે. નિમિત્તથી રાગ થાય છે એમ નથી. વિકારના પરિણમનમાં પરકારકની અપેક્ષા નથી એમ પંચાસ્તિકાયમાં પર્યાયની અસ્તિ સિદ્ધ કરી છે. તથા જ્યારે રાગ થાય છે ત્યારે નિમિત્ત હોય છે એવું પ્રમાણજ્ઞાન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #199
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૬૫-૬૬ |
[ ૧૮૭
કરાવવા, રાગ પોતાથી (રાગથી) થયો છે એવું નિશ્ચયનું જ્ઞાન રાખીને, રાગ નિમિત્તથી થયો છે એવું નિમિત્તનું જ્ઞાન મેળવવામાં આવે છે. નિશ્ચયને ઉડાવીને નિમિત્તનું જ્ઞાન મેળવ્યું છે એમ નથી. તથા અહીં તો એ બન્નેને (પ્રમાણ તથા વ્યવહારને) ઉડાડયા છે. ભગવાન આત્મા ચૈતન્યસૂર્ય છે, એ ચૈતન્યસૂર્યનો ઝબકારો ચૈતન્યમય જ હોય. એમાં શું રાગનો અંધકાર હોય? એ રાગનો અંધકાર તો અચેતન પુદ્ગલનું જ કાર્ય છે. આવો ભગવાનનો માર્ગ છે ભાઈ ! ખુબ ધીર અને શૂરવીરનું કામ છે. કહ્યું છે ને કે
હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જો ને.”
પ્રશ્ન- જો એક પુદ્ગલથી જ રાગાદિ થાય છે તો નિમિત્તથી પરમાં ન થાય એ ક્યાં
ગયું?
ઉત્તર:- ભાઈ ! તું અપેક્ષા સમજ્યો જ નથી. નિમિત્તથી પરમાં ન થાય એ તો પર્યાયનું સ્વતંત્ર અસ્તિત્વ સિદ્ધ કરવાની વાત છે. પરંતુ અહીં તો આખી પર્યાયદષ્ટિ જ ઉઠાવી લેવાની વાત છે. અહીં તો ત્રિકાળી શુદ્ધ સ્વભાવની દષ્ટિ કરાવવાની વાત છે.
અહો ધર્મી જીવો! વર્ણથી માંડી ગુણસ્થાન પર્યંતના ભેદોને એક પુદ્ગલની જ રચના જાણો. પણ તે ચૈતન્ય ચમત્કાર ભગવાન આત્માની રચના નથી જ નથી. આત્મા ૨ રચે ? એ તો નિર્મળ અતીન્દ્રિય આનંદ અને જ્ઞાનની રચના કરે એવો જ્ઞાનાનંદસ્વરૂપી ભગવાન છે. દ્રવ્યસ્વભાવમાં જે હોય તેની રચના કરે ને? જે ન હોય તેની રચના કેમ કરે? દ્રવ્યસ્વભાવમાં રાગાદિ નથી, માટે રાગાદિની રચના આત્મા ન કરે. તેથી રાગાદિ તો એક પુદ્ગલની જ રચના છે એમ જાણો.
નિમિત્તવાદીઓ એમ કહે છે કે કાર્ય નિમિત્તથી થાય છે. ઉપાદાનવાદીઓ એમ કહે છે કે કાર્ય ઉપાદાનથી થાય છે, નિમિત્તનું ત્યાં કાંઈ કામ નથી. ‘ઉપાદાન બલ જહાઁ તહૉ, નહિ નિમિત્તકો દાવ.' નિમિત્તનો કયારેય દાવ આવતો નથી. પણ આ કળશમાં તો નિમિત્તનો દાવ આવ્યો ને! ભાઈ ! કઈ અપેક્ષાએ કહ્યું છે તે યથાર્થ સમજવું જોઈએ. પર્યાયમાં તો નિમિત્તનો દાવ આવતો જ નથી. રાગની જે પર્યાય થાય છે તે તો પોતે પોતાથી જ થાય છે. નિમિત્ત હો ભલે, પણ નિમિત્તથી થાય છે એમ છે જ નહિ. પરંતુ અહીં તો વસ્તુના સ્વભાવની દષ્ટિ કરાવવી છે ને? ત્રિકાળી સ્વભાવ તો વિકાર અને ભેદની રચના કરે એવો નથી. તથા ભેદ અને રાગની ઉત્પત્તિ પુદગલના સંગે ( આશ્રયે) ઉત્પન્ન થાય છે. માટે રાગ અને ભેદનું કારણ પુદ્ગલદ્રવ્ય જ છે એમ જાણો-એમ કહ્યું છે. અરે! ભગવાન ત્રણલોકના નાથ પ્રભુ કેવળીના વિરહુ પડ્યા! કેવળજ્ઞાન, મન:પર્યયજ્ઞાન કે અવધિજ્ઞાન રહ્યું નહિ! અને આ વાંધા-વિવાદ ઊભા થયા ! જેમ લક્ષ્મી ઘટે, પિતા ગુજરી જાય એટલે પુત્રો અંદરોઅંદર તકરાર કરે, એમ તત્ત્વની વાતમાં તકરારો પડી !
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #200
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૩
પંચમકાળ છે ને! ભાઈ ! સમય બદલતાં વસ્તુનું સ્વરૂપ કાંઈ બદલતું નથી. વીતરાગનો પંથ તો સદાય એક જ છે. શ્રીમદ રાજચંદ્ર કહ્યું છે ને કે
એક હોય ત્રણકાળમાં પરમારથનો પંથ.'
રાગ અને દ્રષના પરિણામને પુગલના કેમ કહ્યા? એક તો તેઓ નીકળી જાય છે અને બીજું તેઓ જીવના સ્વભાવમય નથી માટે તેમને પુદ્ગલના કહ્યા છે. પરંતુ તે કર્મના જ છે અને નિમિત્તથી જ થાય છે એમ એકાંતે (પર્યાયને) સિદ્ધ કરવા જશો તો દ્રવ્ય જ ઉડી જશે. પરંતુ પર્યાય (સ્વત:) સિદ્ધ છે. પર્યાયમાં જે રાગની સિદ્ધિ છે તે એનું ઉપાદાન છે અને એમાં પર નિમિત્ત છે. પરકારકની અપેક્ષા વિનાનું એનું પરિણમન અનાદિથી સિદ્ધ છે. જ્યાં બે કારણથી કાર્ય થાય એમ કહ્યું હોય ત્યાં જોડે નિમિત્ત છે એનું જ્ઞાન કરાવવા કહ્યું છે. ખરેખર કાર્ય તો એકથી (ઉપાદાનથી) જ થયું છે. એકથી જ કાર્ય થયું છે એ દૃષ્ટિમાં રાખીને, નિમિત્તથી થયું છે એમ વ્યવહારથી કહેવામાં આવે છે. જ્યારે અહીં તો એ બન્ને વાતને ઉડાડીને વસ્તુના સ્વભાવની દષ્ટિ કરાવી છે.
એક સમયની પર્યાયમાં જે રાગ-ભેદાદિ ભાવો થાય છે તે પુગલનું જ નિર્માણ છે કેમકે તે ચૈતન્યસ્વરૂપ વસ્તુમાં નથી. વસ્તુ તો ત્રિકાળી શુદ્ધ ચૈતન્યઘન સચ્ચિદાનંદ-સ્વરૂપ ભગવાન છે. એ વિકાર અને ભેદનું કારણ કેમ થાય ? તેથી નિમિત્તને આધીન થયેલા રાગ અને ભેદના ભાવો પુદ્ગલની જ રચના છે એમ જાણો એટલે અનુભવો એમ કહ્યું છે. આત્મામાં અનંત ગુણ તો બધા નિર્મળ-પવિત્ર છે. એમાં કોઈ ગુણ કે શક્તિ એવો નથી કે વિકાર કરે. તેથી જ ૪૭ શક્તિના વર્ણનમાં નિર્મળ ક્રમબદ્ધપર્યાયને જ જીવની લીધી છે. ત્યાં અશુદ્ધતા લીધી જ નથી, કેમકે શક્તિ શુદ્ધ છે તો એનું પરિણમન શુદ્ધ જ હોય છે. અશુદ્ધતા છે એનું તો બસ જ્ઞાન થઈ જાય એટલું જ. આવો વીતરાગનો માલ છે તે સંતો આડતિયા થઈને જાહેર કરે છે, આપે છે.
ત્રણલોકના નાથ પરમાત્મા જિનેશ્વરદેવ, ગણધરો અને ઇદ્રોની સભામાં એમ કહેતા હતા કે વસ્તુમાં જે રાગ અને ભેદના ભાવો પર્યાયમાં થાય છે તે પુદ્ગલનું કાર્ય છે એમ જાણો. એ તારું-આત્માનું કાર્ય નથી. અહાહા! પ્રભુ! કારણપરમાત્મા તો જે નિર્મળ પરિણમન થાય એનું કારણ છે. ‘તત:' માટે ‘’ આ ભાવો “પુન: વ અસ્તુ' પુદ્ગલ જ હો, ‘ન માત્મા’ આત્મા ન હો. જુઓ, પહેલાં “દિ' કહ્યું હતું અને અહીં પણ “વ” પદ લગાડયું છે. વ્રત, તપ, ભક્તિ, આદિ રાગથી કલ્યાણ થશે એમ માનનારને બહુ આકરું પડે એવી વાત છે. પણ ભક્તિ આદિ તો વિકલ્પ છે, આત્મા નથી;
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #201
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૬૫-૬૬ ]
[ ૧૮૯
યત:' કારણ કે “સ: વિજ્ઞાનધન:' આત્મા તો વિજ્ઞાનઘન છે, જ્ઞાનનો પૂંજ છે. અહાહા ! પ્રભુ! તું તો ચૈતન્યના તેજના નૂરનું પૂર છો ને! તું રાગનું કારણ કેમ હોઈ શકે ? અષ્ટસહસ્ત્રીમાં પણ આવે છે કે શુભાશુભ ભાવ અને ભેદ આત્મા ન હો, પણ પુદ્ગલ જ હો. આ અનેકાન્ત છે. આત્મા તો વિજ્ઞાનઘન પ્રભુ જ્ઞાનનો પુંજ છે. એ વિજ્ઞાનઘન વસ્તુમાં રાગ અને ભેદ કયાંથી આવે ?
“તત:' તેથી “મન્ય:' આ વર્ણાદિક ભાવોથી અન્ય જ છે. વિજ્ઞાનઘનસ્વરૂપ ભગવાન આત્મા વર્ણાદિ ભાવોથી અન્ય એટલે અનેરો-જુદો જ છે. આવું વસ્તુ સ્વરૂપ છે.
[ પ્રવચન નં. ૧૮૮-૧૦૯
*
દિનાંક ૨૭-૬-૭૬ અને ૨૮-૬-૭૬ ]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #202
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
* ગાથા-૯૭ *
शेषमन्यद्वयवहारमात्रम्
पज्जत्तापज्जत्ता जे सुहुमा बादरा य जे चेव। देहस्स जीवसण्णा सुत्ते ववहारदो उत्ता।। ६७ ।।
पर्याप्तापर्याप्ता ये सूक्ष्मा बादराश्च ये चैव। देहस्य जीवसंज्ञाः सूत्रे व्यवहारतः उक्ताः।। ६७ ।।
હવે, આ જ્ઞાનઘન આત્મા સિવાય જે કાંઈ છે તેને જીવ કહેવું તે સર્વ વ્યવહારમાત્ર છે એમ કહે છે:
પર્યાય અણપર્યાય, જે સૂક્ષમ અને બાદર બધી કહી જીવસંજ્ઞા દેહને તે સૂત્રમાં વ્યવહારથી. ૬૭.
ગાથાર્થ:- [૨] જે [પર્યાપ્તાપર્યાપ્ત:] પર્યાય, અપર્યાપ્ત [ સૂક્ષ્મા: વીવ૨T: ] સૂક્ષ્મ અને બાદર આદિ [ રે વ] જેટલી [વેચ] દેહને [ નીવસંજ્ઞા:] જીવસંજ્ઞા કહી છે તે બધી [ સૂત્રે ] સૂત્રમાં [ વ્યવહાર:] વ્યવહારથી [૩: ] કહી છે.
ટીકા:- બાદર, સૂક્ષ્મ, એકેન્દ્રિય, હીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, પંચેન્દ્રિય પર્યાય, અપર્યાપ્ત-એ દેહની સંજ્ઞાઓને (નામોને) સૂત્રમાં જીવસંજ્ઞાપણે કહી છે, તે પરની પ્રસિદ્ધને લીધે, “ઘીના ઘડા ની જેમ વ્યવહાર છે-કે જે વ્યવહાર અપ્રયોજનાર્થ છે (અર્થાત્ તેમાં પ્રયોજનભૂત વસ્તુ નથી). તે વાતને સ્પષ્ટ કહે છે:
જેમ કોઈ પુરુષને જન્મથી માંડીને માત્ર “ઘીનો ઘડો” જ પ્રસિદ્ધ (જાણીતો) હોય, તે સિવાયના બીજા ઘડાને તે જાણતો ન હોય, તેને સમજાવવા “ જે આ “ઘીનો ઘડો' છે તે માટીમય છે, ઘીમય નથી” એમ (સમજાવનાર વડ) ઘડામાં ઘીના ઘડા” નો વ્યવહાર કરવામાં આવે છે, કારણ કે પેલા પુરુષને “ઘીનો ઘડો’ જ પ્રસિદ્ધ (જાણીતો) છે; તેવી રીતે આ અજ્ઞાની લોકને અનાદિ સંસારથી માંડીને “અશુદ્ધ જીવ' જ પ્રસિદ્ધ છે, શુદ્ધ જીવને તે જાણતો નથી, તેને સમજાવવા (-શુદ્ધ જીવનું જ્ઞાન કરાવવા) “જે આ “વર્ણાદિમાન (વર્ણાદિવાળો) જીવ' છે તે જ્ઞાનમય છે, વર્ણાદિમય નથી” એમ (સૂત્ર વિષે) જીવમાં વર્ણાદિમાનપણાનો વ્યવહાર કરવામાં આવ્યો છે, કારણ કે તે અજ્ઞાની લોકને “વર્ણાદિમાન જીવ” જ પ્રસિદ્ધ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #203
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૬૭ ]
[ ૧૯૧
(અનુષ્ટ્રમ) घृतकुम्भाभिधानेऽपि कुम्भो घृतमयो न चेत्। जीवो वर्णादिमज्जीवजल्पनेऽपि न तन्मयः।। ४० ।।
હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે:
શ્લોકાર્ધઃ- [વેત] જો [ કૃતવર્માભિધાને મ]િ “ઘીનો ઘડો” એમ કહેતાં પણ [ન્મ: વૃતમય: ૧] ઘડો છે તે ઘીમય નથી (-માટીમય જ છે), [વMરિમ–નીવ–નેત્વને મgિ] તો તેવી રીતે વર્ણાદિવાળો જીવ’ એમ કહેતાં પણ [ નીવ: ન તન્મય:] જીવ છે તે વર્ણાદિમય નથી (-જ્ઞાનઘન જ છે).
ભાવાર્થ- ઘીથી ભરેલા ઘડાને વ્યવહારથી “ઘીનો ઘડો' કહેવામાં આવે છે છતાં નિશ્ચયથી ઘડો ઘી-સ્વરૂપ નથી; ઘી ઘી-સ્વરૂપ છે, ઘડો માટી-સ્વરૂપ છે; તેવી રીતે વર્ણ, પર્યાતિ, ઇન્દ્રિયો ઇત્યાદિ સાથે એકત્રાવગાહરૂપ સંબંધવાળા જીવને સૂત્રમાં વ્યવહારથી પંચેન્દ્રિય જીવ, પર્યાપ્ત જીવ, બાદર જીવ, દેવ જીવ, મનુષ્ય જીવ' ઇત્યાદિ કહેવામાં આવ્યો છે છતાં નિશ્ચયથી જીવ તે સ્વરૂપ નથી; વર્ણ, પર્યાતિ, ઈન્દ્રિયો ઇત્યાદિ પુદ્ગલસ્વરૂપ છે, જીવ જ્ઞાનસ્વરૂપ છે. ૪૦.
* શ્રી સમયસાર ગાથા ૬૭ : મથાળું *
આત્મા તો વિજ્ઞાનઘન-જ્ઞાનનો ઘન પિંડ છે. એ જ્ઞાનઘન સિવાય બીજું જે કાંઈ છે તે વર્ણ, ગંધ, શરીર, મન, વાણી, ઇન્દ્રિય, દયા, દાન, આદિ ભાવો-તે બધાયને જીવ કહેવા એ સર્વ વ્યવહારમાત્ર છે-એમ હવે કહે છે.
* ગાથા ૬૭ : ટીકા ઉપરનું પ્રવચન *
જીવને બાદર, સૂક્ષ્મ, એકેન્દ્રિયાદિ કહ્યો છે એ વ્યવહારથી એટલે જૂઠી દષ્ટિએ કહ્યો છે એમ અહીં કહે છે, કારણ કે બાદર, સૂક્ષ્મ આદિ તો દેહની સંજ્ઞા-દેહનું નામ છે. તેથી સૂત્રમાં જ્યાં એકેન્દ્રિયાદિને જીવની સંજ્ઞાપણે કહ્યા છે ત્યાં વ્યવહારથી–અસભૂત વ્યવહારનયથી કહ્યા છે.
અનાદિથી અજ્ઞાનીને પરની પ્રસિદ્ધિ છે. પુણ્ય-રાગ આત્મા છે એવું અનાદિથી અજ્ઞાનીને પ્રસિદ્ધ છે. તેથી એમ સમજાવ્યું કે રાગ તે આત્મા. પણ ખરેખર રાગ તે આત્મા નથી. અહા ! પુણ્યનો ભાવ જે રાગમય છે તે આત્મા નથી. આત્મા તો જ્ઞાનમય છે. ઘીના ઘડાની જેમ વ્યવહારથી સમજાવ્યું છે. પરંતુ એ વ્યવહાર અપ્રયોજનાર્થ છે. વ્યવહાર પ્રયોજનને સિદ્ધ કરતો નથી માટે તે અપ્રયોજનાર્થ છે. શું કહ્યું? કે “રાગ તે આત્મા” એમ કહેવું તે અપ્રયોજનભૂત છે કારણ કે એથી કાંઈ પ્રયોજન સિદ્ધ થતું નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #204
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૨ ] .
[ પ્રવચન રત્નાકર ભાગ-૩
તેવી રીતે ગુણસ્થાન, જીવસ્થાન, માર્ગણાસ્થાન આદિમાં આત્મા તન્મય નથી. તેથી તેમને જીવના કહેવા તે અપ્રયોજનાર્થ છે, જૂઠું છે, કારણ કે એથી કાંઈ પ્રયોજન સિદ્ધ થતું નથી. કળશટીકામાં કળશ ૩૯માં લીધું છે કે-“કોઈ આશંકા કરે છે કે કહેવામાં તો એમ જ કહેવાય છે કે “એકેન્દ્રિય જીવ, બે ઇન્દ્રિય જીવ' ઇત્યાદિ; “દેવ જીવ, મનુષ્ય જીવ ” ઇત્યાદિ; “રાગી જીવ, હેપી જીવ” ઇત્યાદિ, ઉત્તર આમ છે કે કહેવામાં તો વ્યવહારથી એમ જ કહેવાય છે. નિશ્ચયથી એવું કહેવું જૂઠું છે.” વળી કળશટીકામાં કળશ ૪૦માં પણ એ જ દઢ કર્યું છે કે “આગમમાં ગુણસ્થાનોનું સ્વરૂપ કહ્યું છે ત્યાં “દેવ જીવ, મનુષ્ય જીવ, રાગી જીવ, દ્વેષી જીવ ' ઇત્યાદિ ઘણા પ્રકારે કહ્યું છે, પણ તે સઘળુંય કહેવું વ્યવહારમાત્રથી છે; દ્રવ્યસ્વરૂપ જોતાં એવું કહેવું જૂઠું છે.”
રાગ-દ્વેષાદિ ભાવો છે તો પોતામાં તેઓ પર્યાયમાં અસ્તિ છે તેથી સત્ય છે. પરંતુ તેઓ જીવદ્રવ્યમાં કયાં છે? તેઓ અજીવપણે ભલે હો, પણ તેઓ આત્મા નથી. આ દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિના જે વિકલ્પ ઊઠે છે તે આત્મા છે એમ વ્યવહારથી-જૂઠી દૃષ્ટિથી કહ્યું છે. એનાથી ભગવાન! તું ભરમાઈ ગયો? વ્યવહાર દ્વારા નિશ્ચય ઓળખાવ્યો છે અર્થાત્ રાગદ્વારા આત્મા ઓળખાવ્યો છે, ત્યાં તું રાગને જ ચોંટી પડયો કે રાગ તે આત્મા! ભાઈ ! આત્મા તો ત્રિકાળી ધ્રુવ જ્ઞાયકમૂર્તિ ભગવાન વિજ્ઞાનઘન પ્રભુ છે. એ ભૂતાર્થ એટલે સત્યાર્થ છે. એ દષ્ટિનો વિષય છે અને એમાં દષ્ટિ કરતાં સમ્યગ્દર્શન થાય છે. આ સિવાય દયા, દાન, આદિ અનેક વિકલ્પવાળો જીવને કહેવો એ વ્યવહાર છે અને વ્યવહાર છે એ અસત્યાર્થ છે કારણ કે તેમાં (વિકલ્પમાં) જીવ તન્મય નથી.
પ્રશ્ન:- પ્રવચનસાર (ગાથા ૧૮૯)માં તો એમ આવે છે કે નિશ્ચયથી શુભાશુભ ભાવોનો-પુણ્ય-પાપના ભાવોનો આત્મા ક્ત અને ભોક્તા છે? તથા પ્રવચનસાર ગાથા ૮માં એમ કહ્યું છે કે શુભ, અશુભ કે શુદ્ધપણે પરિણમતો જીવ એમાં તન્મય છે?
ઉત્તર:- ભાઈ ! એ તો પર્યાયમાં શુભાશુભ ભાવોથી એકરૂપ છે એટલું બતાવવું છે. તેથી ત્રિકાળી દ્રવ્ય એમાં તન્મય છે એમ નથી. ત્યાં તો પર્યાય તે સમયમાં તે-રૂપે પરિણમી છે એમ વર્તમાન પર્યાય પૂરતી વસ્તુની સ્થિતિ સિદ્ધ કરવી છે. પરંતુ અહીં તો એકલા ત્રિકાળીને-દ્રવ્યને સિદ્ધ કરવું છે. ત્રિકાળી દ્રવ્ય જે આત્મા એ તો શુદ્ધ વિજ્ઞાનઘન ભગવાન છે. એ કદીય શુભાશુભભાવોપણે થયો જ નથી. તથાપિ શુભાશુભપણે થયો છે એમ કહેવું એ વ્યવહાર છે, જૂઠી દષ્ટિ છે. સમયસારની છઠ્ઠી ગાથામાં આવે છે કે ભગવાન આત્મા શુભાશુભભાવના સ્વભાવે પરિણમ્યો જ નથી. એટલે શું? કે જ્ઞાયકસ્વભાવી આત્મા જો શુભાશુભના સ્વભાવે પરિણમે તો જડ અચેતન થઈ જાય. ભાઈ ! આ ભક્તિ અને મહાવ્રતાદિના જે શુભભાવ છે તે જડ અચેતન છે, કેમકે એમાં ચૈતન્યનું કિરણ નથી. ત્યાં પ્રવચનસારમાં પર્યાયની અપેક્ષાએ તન્મય છે એમ કહ્યું તથા અહીં દ્રવ્યની અપેક્ષાએ તન્મય નથી એમ સિદ્ધ કર્યું છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #205
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૬૭ ]
[ ૧૯૩
પ્રવચનસારની ૧૮૯મી ગાથામાં જે એમ કહ્યું છે કે નિશ્ચયથી આભા રાગનો ર્જા અને ભોક્તા છે ત્યાં તો સ્વત: રાગ કરે છે અને સ્વતઃ ભોગવે છે એમ અભિપ્રાય છે. પરની પરિણતિને જીવની કહેવી તે વ્યવહારનય અને પોતાની પરિણતિને પોતાની-જીવની કહેવી તે નિશ્ચયનય એમ ત્યાં અર્થ છે.
પ્રશ્ન:- તો પછી જીવ રાગને કરે છે અને નથી કરતો એ બન્નેમાંથી સાચું શું?
ઉત્તર- ભાઈ ! અપેક્ષાથી બન્ને વાત સાચી છે. પ્રવચનસારના જ્ઞય અધિકારમાં વસ્તુની પર્યાય સિદ્ધ કરી છે ત્યારે અહીં દ્રવ્ય સિદ્ધ કર્યું છે. દ્રવ્યદષ્ટિથી જોતાં વસ્તુ જે જ્ઞાયકમાત્ર ભાવ છે એમાં રાગ છે જ નહિ. તેથી તો છટ્ટી ગાથામાં કહ્યું કે જ્ઞાયકભાવ શુભાશુભભાવોના સ્વભાવે પરિણમતો નથી. પંડિત શ્રી જયચંદજીએ કોંસમાં ‘શાકભાવથી જડભાવરૂપ થતો નથી” એમ એનો ખુલાસો કર્યો છે. અહાહા ! જ્ઞાયક, જ્ઞાયકપણે ફીટીને કદીય અચેતન થતો જ નથી. ભાઈ ! શુભાશુભભાવ છે તે અચેતન છે. જો જ્ઞાયકભાવ તેમના સ્વભાવે પરિણમે તો તે અચેતન થઈ જાય. ભાઈ ! આવો વીતરાગ સર્વજ્ઞનો માર્ગ ઘણો ગંભીર-ઊંડો છે, ઘણો ફળદાયક છે.
વ્યવહારના રસિયાને તો આ વાત એવી લાગે કે જાણે એના સર્વ વ્યવહારનો લોપ થઈ ગયો. ભાઈ ! એ જ વાત અહીં કહે છે કે આત્મામાં વ્યવહાર-રાગાદિ છે જ નહિ. જે આત્માને અંતરમાં સ્વીકારવો છે એ તો એકલો વિજ્ઞાનઘન સચ્ચિદાનંદમય જ્ઞાનનો પંજ અસંખ્યપ્રદેશી પ્રભુ છે, એમાં શુભાશુભ ભાવો કયાં છે? નથી જ). તો એ શુભાશુભપણે કેમ થાય? ( ન જ થાય ). ભાઈ ! એને શુભાશુભભાવોવાળો કહેવો એ તો અસદ્દભૂત વ્યવહારનયનું કથન છે. ૧૧મી ગાથામાં આવ્યું છે ને કે જે રાગ જણાય છે તે અસદ્દભૂત ઉપચાર વ્યવહારનયનો વિષય છે અને જે રાગ (અબુદ્ધિપૂર્વકનો) નથી જણાતો એ અસદ્દભૂત અનુપચાર વ્યવહારનયનો વિષય છે. છે તો બન્ને અસદ્દભૂત વ્યવહાર, અને વ્યવહાર બધોય અભૂતાર્થ છે કેમકે તે અભૂત અર્થને પ્રગટ કરે છે. એ જ વાતને વિસ્તારથી સ્પષ્ટ કરે છે:
જેમકે કોઈ પુરુષને જન્મથી માંડીને માત્ર “ઘીનો ઘડો” જ પ્રસિદ્ધ છે અર્થાત્ ઘીથી જુદો ઘડો એણે કદીય જોયો નથી તેથી “ઘીનો ઘડો” જ જેને જાણીતો છે એવા પુરુષને સમજાવવા “જે આ “ઘીનો ઘડો' છે તે માટીમય છે, ઘીમય નથી.” એમ કહેવામાં આવે છે. અહાહા ! ભાષા તો જુઓ! “આ ઘીનો ઘડો છે તે માટીમય છે” એ તો સમજમાં આવે છે. હવે એ દષ્ટાંત અહીં આત્મા ઉપર ઘટાવવું છે. શબ્દ તો એમ કહ્યો કે “ઘીનો ઘડો,” જ્યારે બતાવવું એમ છે કે ઘડો માટીમય છે. કારણ કે ઘી વિનાનો ખાલી ઘડો એણે જોયો નથી તેથી સમજાવવા એમ કહ્યું કે “આ ઘીનો ઘડો છે તે માટીમય છે, ઘીમય નથી.” આમ ઘડામાં ઘીનો ઘડો” એમ વ્યવહાર કરવામાં આવે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #206
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૩
તેવી રીતે આ અજ્ઞાની લોકને અનાદિ સંસારથી માંડીને રાગવાળો જીવ, પુણવાળો જીવ, ભેજવાળો જીવ-એમ “અશુદ્ધ જીવ” જ પ્રસિદ્ધ છે. દષ્ટાંતમાં “ઘીનો ઘડો' પ્રસિદ્ધ છે એમ લીધું હતું અને સિદ્ધાંતમાં અજ્ઞાનીને “અશુદ્ધ જીવ” જ પ્રસિદ્ધ છે એમ કહે છે. દષ્ટાંતમાં-પુરુષ ઘી વિનાના ખાલી ઘડાને જાણતો નથી એમ લીધું ત્યારે સિદ્ધાંતમાં-અજ્ઞાની શુદ્ધ જીવને જાણતો નથી એમ કહે છે. અહા! રાગ વિનાના ભગવાન આત્માને અજ્ઞાની જાણતો નથી. તેથી હવે તે અજ્ઞાનીને સમજાવવા-શુદ્ધ જીવનું જ્ઞાન કરાવવા-“ જે આ “વર્ણાદિમાન જીવ’ છે તે જ્ઞાનમય છે, વર્ણાદિમય નથી” એમ કહે છે. જે “આ રાગવાળો જીવ છે તે જ્ઞાનમય છે' એમ કહીને નિષેધ કર્યો કે જીવ રાગમય નથી. “આ રાગાદિમય જીવ છે તે જ્ઞાનમય છે' એમ શા માટે કહ્યું? કારણ કે અજ્ઞાનીને રાગ વિનાનો જીવ પ્રસિદ્ધ નથી. તેથી તેને રાગથી સમજાવ્યું કે “આ રાગવાળો જીવ છે તે જ્ઞાનમય છે, રાગમય નથી.” અજ્ઞાનીને અનાદિથી રાગાદિ અશુદ્ધતા જ પ્રસિદ્ધ છે. તેથી જેમ “ઘીનો ઘડો માટીમય છે, ઘીમય નથી,' તેમ “આ રાગાદિવાળો જીવ છે તે જ્ઞાનમય છે, રાગાદિમય નથી' એમ અજ્ઞાનીને સમજાવ્યું છે. આમાં “રાગવાળો” એમ કહીને વ્યવહાર દર્શાવ્યો અને “જ્ઞાનમય’ કહીને નિશ્ચય કહ્યો. એટલે કે જીવ નિશ્ચયથી જ્ઞાનમય જ છે. અને વ્યવહારથી તેને રાગવાળો કહેવામાં આવે છે. શબ્દ તો એમ છે કે “રાગવાળો જીવ,” પણ બતાવવું એમ છે કે જીવ જ્ઞાનમય જ છે. હવે જ્યાં જીવ જ્ઞાનમય જ છે ત્યાં રાગથી એને લાભ થાય એમ કયાંથી સિદ્ધ થાય ? (ન જ થાય ).
પ્રશ્ન:- શુભભાવને નિશ્ચયનો સાધક કહ્યો છે ને?
ઉત્તર- ભાઈ ! શુભભાવને સાધક કહ્યો છે એ તો આરોપિત કથન છે. જો રાગ નિશ્ચયથી સાધક હોય તો આ ગાથાના કથન સાથે વિરોધ આવે. રાગવાળો આત્મા છે જ નહિ એમ અહીં કહ્યું છે. જો રાગવાળો આત્મા છે જ નહિ તો પછી રાગ આત્માને સ્વાનુભવમાં મદદ કરે એ વાત કયાંથી આવે ?
પ્રશ્ન- પંચાસ્તિકાયમાં વ્યવહારનો શુભરાગ નિશ્ચયનો સાધક છે એમ કહ્યું છે. તમે એને માનો છો કે નહિ ?
ઉત્તર- ભાઈ ! અહીં તો એમ કહે છે કે રાગ છે તે નિશ્ચયથી જીવ છે જ નહિ, અને જે જીવ નથી તે જીવને લાભ કેમ કરે? (ન જ કરે). આત્મા શુદ્ધ ચૈતન્યમય ચિદાનંદ ભગવાન પ્રભુ છે. સ્વભાવના લક્ષે ઉત્પન્ન થતી નિર્મળ પરિણતિથી એ સાધ્ય છે. સ્વભાવથી પ્રાપ્ત જે નિર્મળ પરિણતિ તે સાધક છે. ભાઈ ! રાગને તો સહકારી જાણી નિર્મળ પરિણતિના સાધકપણાનો એમાં આરોપ આપ્યો છે. અહા ! શાસ્ત્રોના અર્થ સમજવા ભારે કઠણ છે!
એક બાજુ કહે કે આત્માની સાથે રાગ તન્મય છે અને વળી અહીં કહે છે કે આત્મા એનાથી તન્મય નથી ! આ કેવું! ભાઈ ! પર્યાયની અપેક્ષાએ શુભરાગ સાથે આત્મા
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #207
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૬૭ ]
[ ૧૯૫
તન્મય છે એમ પ્રવચનસારમાં (ગાથા ૮માં) કહ્યું છે. જ્યારે અહીં ત્રિકાળી શુદ્ધ દ્રવ્યની અપેક્ષાએ શુભરાગ આત્મા સાથે તન્મય નથી એમ કહ્યું છે. પંચાસ્તિકાયમાં વ્યવહારને સાધક કહ્યો છે એ આરોપિત કથન છે. જ્યારે અહીં-રાગ છે તે નિશ્ચયથી જીવ નથી તો તે સાધન કેમ થાય?-એમ કહે છે. અહા ! લોકોને આકરી લાગે તેવી વાત છે, પણ જે છે તે એમ જ છે.
શંકા- અમે તો ગુરુને પકડ્યા છે. બસ, હવે તે અમને તારી દેશે. અમારે હવે કાંઈ કરવાનું નથી. આ સ્વમત છે કે પરમત છે એની પરીક્ષા પણ અમારે કરવી નથી.
સમાધાન - ભાઈ ! કોણ ગુરુ? પ્રથમ તો પોતે જ પોતાનો ગુરુ છે. શુદ્ધ ચૈતન્યમય નિજ આત્માને પકડે, એનો આશ્રય કરે તો તરાય એમ છે, બાપુ ! પર ગુરુ તારી દેશે એ તો બધી વ્યવહારની વાતો છે. ચારિત્રપાહુડની ૧૪મી ગાથામાં આવે છે કે વેદાંતાદિ અન્યમતમાં માનનારાઓ પ્રતિ ઉત્સાહ થવો, ભાવના થવી, એમની સેવા-પ્રશંસા કરવી અને એમનામાં શ્રદ્ધા થવી એ બધાં મિથ્યાત્વનાં લક્ષણ છે. આકરી વાત, પ્રભુ ! પણ આ તો વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વર જેમના ચરણોને ઇન્દ્રો અને ગણધરો ચૂમે છે એમનો આ માર્ગ છે. સાંભળવા મળવો પણ મુશ્કેલ. પરંતુ જેમને આત્મા જોવો-અનુભવવો હોય એ બધાયને આ માર્ગમાં આવવું પડશે. આવી વાત છે.
અહાહા! શૈલી તો જુઓ! કહે છે કે અજ્ઞાનીઓને અનાદિથી અશુદ્ધ જીવ જ પ્રસિદ્ધ છે. તેથી “અશુદ્ધ-રાગવાળો જીવ છે તે જ્ઞાનમય છે, રાગમય નથી' એમ તેને સમજાવ્યું છે. અહાહા ! “જ્ઞાનમય છે, રાગમય નથી” એમ કહીને અશુદ્ધતા ઉડાવી દીધી છે. અરે! હુજી જેને શ્રદ્ધાનનાં પણ ઠેકાણાં નથી એને વળી આચરણ કેવો? કદાચ તે વ્યવહાર કરે-પાળે તોપણ તે સર્વ આચરણ સંસાર ખાતે જ છે, કેમકે રાગ છે તે સંસારમાં જ પ્રવેશ કરાવનાર છે. અહીં સ્પષ્ટ કહે છે કે વ્યવહારવાળો-રાગવાળો જીવ છે તે નિશ્ચયમય-જ્ઞાનમય જ છે, વ્યવહારમયરાગમય નથી. અહાહા ! પરમ અદ્દભુત વાત છે.
વસ્તુ અનાદિ-અનંત શુદ્ધ વિજ્ઞાનઘન ધ્રુવપ્રવાહરૂપ છે. જેમ પંથ ચાલ્યો જાય છે તેમ ભગવાન આત્મા ધ્રુવ-ધ્રુવ ધ્રુવ એમ પ્રવાહરૂપે શુદ્ધ ચૈતન્યમય છે. તેમાં એક સમય પૂરતો રાગનો સંબંધ છે. હવે આ રાગના સંબંધ વિનાનો જીવ જેણે જોયો નથી એવા અજ્ઞાની જીવને સમજાવતી વખતે આ વ્યવહાર કહ્યો કે “રાગના સંબંધવાળો જીવ.' પણ નિશ્ચયથી એક સમયનો રાગ એ વસ્તુના સ્વભાવમાં નથી. રાગનો-સંસારનો સંબંધ જ એક સમય પૂરતો છે. તેથી એટલો સંબંધ દેખીને, જેણે સંબંધરહિત શુદ્ધ જીવ જોયો નથી તેને બતાવ્યું કે-આ રાગના સંબંધવાળો જીવ જ્ઞાનમય છે. રાગમય નથી.” અહા! વાતને કેવી સિદ્ધ કરી છે! આ “દયાના ભાવવાળો જીવ’ એમ વ્યવહારથી કહ્યું; પણ જીવ દયાના ભાવમય નથી પણ જ્ઞાનમય જ છે. અહા ! શું શૈલી ! વ્યવહાર સમજાવવા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #208
--------------------------------------------------------------------------
________________
Version 001,a: remember to check h††p://www.AtmaDharma.com for updates
૧૯૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૩
માટે આવે છે પણ તે નિશ્ચયની અપેક્ષાએ જૂઠો છે એમ કહે છે. બીજો કોઈ ઉપાય નથી તેથી વ્યવહારથી સમજાવવામાં આવે છે. આવો ઉપદેશ છે!
આ પ્રમાણે સૂત્ર વિશે જીવમાં વર્ણાદિમાનપણાનો વ્યવહાર કરવામાં આવ્યો છે, કારણ કે અજ્ઞાની જીવને રંગ-રાગ-વાળો જ જીવ પ્રસિદ્ધ છે. પર્યાયબુદ્ધિવાળા જીવોને રાગવાળો જીવ જ પ્રસિદ્ધ છે. એક સમયની પર્યાયની પાછળ અંદર આખું પરિપૂર્ણ વસ્તુનું ચૈતન્યદળ પડેલું છે, પરંતુ પર્યાયની રમતમાં જીવને રાગ જ જણાય છે અને તેથી તે પર્યાયબુદ્ધિ છે. તેને સમજાવતાં કહે છે કે ‘પર્યાયમાં ૨ાગવાળો જીવ છે તે જ્ઞાનમય છે, રાગમય નથી.' પર્યાયની પાછળ તો આખો ચૈતન્યઘન પડયો છે ને! શક્તિ અને સ્વભાવનો પિંડ પ્રભુ વિજ્ઞાનઘન છે. એમાં વર્તમાન પર્યાયનો પ્રવેશ નથી. અરે! નિર્મળ પર્યાયના પણ પ્રવેશનો અવકાશ નથી એવો એ થન પ્રભુ છે. અહા ! નિર્મળ પર્યાય પણ વિજ્ઞાનઘન આત્માની ઉપર તરે છે.
અહીં અજ્ઞાનીને એમ કહે છે કે પ્રભુ! એક વાર સાંભળ. તને શુદ્ધ આત્મા જાણીતો નથી, માટે જાણીતી ચીજથી-રાગથી તને કહ્યું કે ‘આ રાગવાળો જીવ.' આટલું કહીને ‘તે રાગમય ’ છે એમ નથી કહ્યું, પણ ‘તે જ્ઞાનમય’ છે એમ કહ્યું છે. ‘આ રાગવાળો જીવ ' એમ તને જે ખ્યાલમાં છે તે જીવ જ્ઞાનમય છે. અહાહા ! શું ઉપદેશ છે!
પ્રશ્ન:- આમાં કરવાનું શું આવ્યું?
ઉત્તર:- ભાઈ! સત્ય સમજણ કરી સાચું શ્રદ્ધાન કરવું. અહાહા! વસ્તુ શુદ્ધ ચૈતન્યઘનસ્વરૂપ આત્મા છે તે તરફ ઢળવું, વળવું અને એમાં જ રમવું એ કરવાનું છે.
આઠમી ગાથામાં કહ્યું છે કે ગમે તેવો હોશિયાર જીવ હોય તોપણ આત્માને સમજાવવો હોય તો વ્યવહાર દ્વારા સમજાવાય છે. ત્યાં ‘દર્શન-જ્ઞાન-ચારિત્રને જે હંમેશા પ્રાપ્ત હોય તે આત્મા' એમ વ્યવહાર કહ્યો છે. જ્યારે અહીં ‘રાગવાળો જીવ’ એમ કહીને ‘તે જ્ઞાનમય છે, રાગમય નથી ' એમ કહ્યું છે. પોતાના જ્ઞાન-દર્શન-ચારિત્રને અર્થાત્ નિર્મળ પર્યાયને પ્રાપ્ત કરે તે આત્મા એમ સમજાવવા માટે વ્યવહાર કહ્યો, પરંતુ એ વ્યવહાર કહેનારને (તથા સાંભળનારને ) અનુસરવા લાયક નથી. ભાઈ! આ તો જેને આત્માનુભવ કરવો હોય એની વાત છે.
હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ
* કળશ ૪૦ : શ્લોકાર્થ ઉ૫૨નું પ્રવચન *
‘ શ્વેત્’ જો ‘ ધૃતકુંભામિષાને અપિ’ ‘ઘીનો ઘડો’ એમ કહેતાં પણ ‘ છુંમ: ધૃતમય: ન’ ઘડો છે તે ઘીમય નથી, માટીમય જ છે. ઘી તો સંયોગી ચીજ છે. એ કાંઈ માટીના સ્વભાવમય ચીજ નથી. ઘીની સાથે તો માટીનો ઘડો સંયોગ સંબંધે છે. તેમ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #209
--------------------------------------------------------------------------
________________
Version 001,a: remember to check h††p://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૬૭ ]
[ ૧૯૭
ભગવાન આત્મા શુદ્ધ વિજ્ઞાનઘનસ્વરૂપ છે અને એને પર્યાયમાં રાગ સાથે એક સમય પૂરતો સંયોગ સંબંધ છે. પરંતુ આ સંબંધ ત્રિકાળી દ્રવ્યમાં નથી. ‘ઘીનો ઘડો' કહેતાં જેમ ઘડો ઘીમય નથી, માટીમય જ છે તેમ ‘વર્ગાવિમર્ નીવ-નત્વને અપિ’ ‘વર્ણાદિવાળો જીવ-રંગ-રાગવાળો જીવ એમ કહેવા છતાં પણ ‘- નીવ: ન તન્મય:' જીવ છે તે વર્ણાદિમય નથી-રંગ-રાગમય નથી, પણ જ્ઞાનધન જ છે. જેમ ઘડો અને ઘી બે એક નથી, તદ્દન ભિન્ન છે, તેમ રાગ અને ભગવાન આત્મા તદ્દન ભિન્ન છે. રંગ-ગંધ આદિ જે ૨૯ બોલ લીધા છે તે બધાયમાં જીવ તન્મય નથી.
પ્રવચનસારમાં કહ્યું છે કે શુભભાવ સાથે જીવ તન્મય છે અને અહીં કહે છે કે ‘નીવ: ન તન્મય:' જીવ તન્મય નથી તો એ કેવી રીતે છે?
ભાઈ! એ તો પર્યાયમાં તન્મય છે એની વાત પ્રવચનસારમાં છે. રાગ પર્યાયમાં થાય છે, તે બીજે થાય છે કે અદ્વરથી છે એમ નથી. રાગ જે થાય છે તે પર્યાયમાં નથી એમ નથી. ત્યાં તો એનું પરિણમન સિદ્ધ કરવું છે તેથી એમ કહ્યું છે કે શુભથી પરિણમતાં શુભ, અશુભે પરિણમતાં અશુભ અને શુદ્ધે પરિણમતાં શુદ્ધ આત્મા છે. ત્યારે અહીં કહે છે કે-પર્યાયમાં રાગ હો તો હો, પરંતુ દ્રવ્યના સ્વભાવમાં રાગ તન્મય નથી. અહાહા ! જીવ છે તે રંગ-રાગમય નથી પણ શુદ્ધજ્ઞાનવન જ છે.
ઘડો જેમ માટીમય જ છે, ‘માટીવાળો' એમ પણ નહિ. ‘માટીમય ' જ છે, તેમ ભગવાન આત્મા જ્ઞાનમય-જ્ઞાનથન જ છે. આત્મા જ્ઞાતાદષ્ટાના સ્વભાવથી તન્મય છે, એકમેક છે, પણ રાગથી તન્મય નથી. તેવી રીતે જીવ, જીવસ્થાન, માર્ગણાસ્થાન, સંયમ-લબ્ધિસ્થાન આદિ ભેદોથી તન્મય નથી. અહાહા ! ગજબ વાત છે! છેલ્લે ૬૮મી ગાથામાં કહેશે કે ગુણસ્થાનથી પણ તન્મય નથી. અહાહા! રંગ-રાગથી આત્મા તન્મય નથી એ તો ઠીક, પણ સંયમલબ્ધિનાં સ્થાન જે વિકાસરૂપ નિર્મળ ચારિત્રના ભેદરૂપ છે એનાથી પણ આત્મા તન્મય નથી. અભેદ વસ્તુમાં ભેદનો અંશ તન્મય થતો જ નથી. કષાયની મંદતાનાં વિશુદ્ધિસ્થાનો અસંખ્ય પ્રકારનાં છે. ભગવાન આત્મા તે પ્રશસ્ત શુભ રાગનાં સ્થાનોથી તન્મય નથી. અજ્ઞાનીએ શુભ રાગ વિનાનો આત્મા કદી જાણ્યો નથી. તેને કહે છે કે-‘શુભરાગવાળો જીવ છે તે જ્ઞાનમય છે.' એમ કહીને જીવને યથાર્થ ઓળખાવ્યો છે. જેમ ઘડો માટીમય જ છે તેમ જીવ શુદ્ધજ્ઞાનથન જ છે. આવી વાત છે.
* કળશ ૪૦ : ભાવાર્થ ઉ૫૨નું પ્રવચન *
ઘીથી ભરેલા ઘડાને વ્યવહારથી ‘ઘીનો ઘડો' કહેવામાં આવે છે. છતાં નિશ્ચયથી ઘડો ઘી–સ્વરૂપ નથી. વ્યવહારથી કહેવાય છે એ તો કથનમાત્ર છે. વ્યવહારથી કહ્યો માટે ઘડો કાંઈ ઘીમય થતો નથી, પણ ઘડો તો માટીમય જ રહે છે. અહા! ઘી ઘી-રૂપ છે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #210
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૩
અને ઘડો માટીમય જ છે. તેવી રીતે વર્ણ, પર્યાપ્તિ, ઇન્દ્રિયો ઇત્યાદિ સાથે એકક્ષેત્રાવગાહરૂપ સંબંધવાળા જીવને સૂત્રમાં વ્યવહારથી ‘પંચેન્દ્રિય જીવ, પર્યાપ્ત જીવ, બાદર જીવ, દેવ જીવ, મનુષ્ય જીવ “ઇત્યાદિરૂપે કહેવામાં આવ્યો છે, છતાં નિશ્ચયથી જીવ એ-સ્વરૂપ નથી. દેવસ્વરૂપે, મનુષ્યસ્વરૂપે ખરેખર જીવ નથી. જીવનું એ વાસ્તવિક સ્વરૂપ નથી.
દેવગતિ કે જે ઉદયભાવ છે તે જીવ છે એમ વ્યવહારથી કહ્યું છે કારણ કે અજ્ઞાનીને તેની પ્રસિદ્ધિ છે. પરંતુ “આ દેવ જે જીવ છે તે જ્ઞાનમય છે, દેવમય નથી' એમ અહીં કહે છે. આ દેવ-મનુષ્ય આદિ ગતિની અર્થાત્ ઉદયભાવની વાત છે, શરીરની નહિ. દેવ-મનુષ્ય આદિના શરીર સાથે તો જીવને કાંઈ સંબંધ નથી, એ તો પ્રત્યક્ષ જડ છે. એની વાત નથી. અંદર જે ગતિની યોગ્યતા દેવ-મનુષ્યાદિની છે તેને વ્યવહારથી આ દેવ જીવ, મનુષ્ય જીવ, એકેન્દ્રિય જીવ, કિંઇન્દ્રિય જીવ, પર્યાપ્ત જીવ, અપર્યાપ્ત જીવ ઇત્યાદિ જીવપણે કહેવામાં આવે છે. છતાં નિશ્ચયથી જીવ એ-સ્વરૂપ નથી. અરે, સંયમલબ્ધિસ્થાનના ભેદરૂપ પણ જ્ઞાયક નથી. જો તે લબ્ધિસ્થાનના ભેદથી તન્મય હોય તો કયારેય એનાથી ભિન્ન પડે નહિ. પરંતુ અનુભૂતિમાં તો એ ભેદ આવતા નથી, ભિન્ન રહે છે. માટે જીવ રાગ કે ભેદના સ્વરૂપ છે જ નહિ, એ તો એકમાત્ર શુદ્ધ વિજ્ઞાનઘન જ છે.
પ્રશ્ન:- આ તો બહુ ઊંચી વાત છે.
ઉત્તર- બાપુ! તારી મોટપ આગળ આ કાંઈ ઊંચી વાત નથી. ભાઈ ! તારી મોટપની શી વાત કહેવી? સર્વજ્ઞદેવની વાણીમાં પણ તારું પૂરું સ્વરૂપ આવી શકયું નથી. આવો તું ભગવાન આત્મા અનંત જ્ઞાનમય, દર્શનમય, આનંદમય, વીતરાગતામય, સ્વચ્છતામય, પ્રભુતામય છે. એને વર્ણાદિના ભેદવાળો કહેવો એ વ્યવહાર છે, જૂઠી દષ્ટિ છે. અહા! એક સમય માટે ભેદાદિપણે પર્યાય જણાય છે તોપણ ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય ભેદાદિપણે થયું જ નથી. આત્મા ત્રિકાળી જ્ઞાનમય ભૂતાર્થ વસ્તુ છે. એ રાગથી કદીય તન્મય થયો જ નથી, રાગથી સદા ભિન્ન જ છે, માટે “રાગવાળો જીવ’ એમ કહીને તેને “જ્ઞાનમય ” જણાવ્યો છે. આ જે દયા, દાન, વ્રત, ભક્તિ આદિ વિકલ્પ-રાગ છે એમાં ચૈતન્યપણું નથી અને એ પુદ્ગલના સંગે થયેલા ભાવો છે તેથી એને પુદ્ગલની જાતના ગણીને પુદ્ગલમય જ કહ્યા છે.
એક બાજુ પ્રવચનસારના જ્ઞય અધિકારમાં રાગ નિશ્ચયથી જીવનો છે એમ કહ્યું છે અને અહીં એને પુદ્ગલમય કહ્યો છે. તો એ કેવી રીતે છે?
નિશ્ચયથી રાગ-મિથ્યાત્વ જીવના છે, કેમકે પર્યાયમાં સ્વ-આશ્રિત પોતાના ઊંધા પુરુષાર્થથી રાગ-મિથ્યાત્વ થયાં છે. તેથી સ્વાશ્રિત પરિણામને નિશ્ચય ગણીને તેને જીવના કહ્યા છે. ત્યાં પર્યાયની સ્વતંત્રતા-સ્વાયત્તતા સિદ્ધ કરવા એમ કહ્યું છે. જ્યારે અહીં દ્રવ્યસ્વભાવ સિદ્ધ કરવો છે. કારણ કે દ્રવ્યના સ્વભાવમાં રાગાદિ છે નહિ તેથી સ્વભાવની દષ્ટિએ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #211
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૬૭ ]
[ ૧૯૯
રાગાદિને પુદ્ગલના પરિણામ કહ્યા છે. જુઓ, “પુદ્ગલસ્વરૂપ” છે, એમ સ્પષ્ટ લખ્યું છે. ભગવાન આત્મા વિજ્ઞાનઘનનો પિંડ પ્રભુ છે. એમાં રાગાદિ નથી અને રાગાદિ કરે એવી શક્તિ નથી. તેથી એ રાગાદિ સર્વ ભાવો અજીવ પુદ્ગલના જ છે એમ કહ્યું છે. ભાઈ આ કાંઈ વાદવિવાદે પાર પડે એમ નથી. જિનવાણીમાં તો વિવિધ અપેક્ષાથી કથન હોય છે તે યથાર્થ સમજવાં જોઈએ.
અહીં તો એમ કહ્યું છે કે-પુદગલ જડ કર્મ છે તે કરણ-સાધન છે અને દયા, દાન, આદિ પુણ્યભાવ એ એનું કાર્ય છે. તેથી કોઈ એમ કહે કે જુઓ, નિમિત્તને લઈને રાગાદિ થયા કે નહિ? તો એમ નથી. ભગવાન! તું અપેક્ષા સમજ્યો નથી. ભાઈ ! રાગાદિ થયા છે તો પોતાની પર્યાયના ઊંધા પુરુષાર્થથી, પણ તે સ્વભાવમાં નથી તથા નિમિત્તના લક્ષે થયા છે તેથી તેમને નિમિત્તમાં નાખ્યા છે. નિમિત્ત એક વ્યવહાર છે અને રાગાદિ અશુદ્ધતા પણ વ્યવહાર છે. તેથી બન્નેને એક ગણીને નિમિત્ત કરણ અને અશુદ્ધતા એ એનું કાર્ય એમ કહ્યું છે. આવી વાત યથાર્થ સમજે નહિ તો સત્ય કેમ મળે? ભાઈ ! જીવ તો એને કહીએ જે ત્રિકાળ ધ્રુવ ચૈતન્યઘનસ્વરૂપ જ્ઞાનસ્વરૂપ જ છે.
[ પ્રવચન નં. ૧૧૦
દિનાંક ૨૯-૬-૭૬]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #212
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
* ગાથા-૬૮ *
एतदपि स्थितमेव यद्रागादयो भावा न जीवा इति
मोहणकम्मस्सुदया दु वण्णिया जे इमे गुणट्ठाणा। ते कह हवंति जीवा जे णिचमचेदणा उत्ता।। ६८ ।।
मोहनकर्मण उदयात्तु वर्णितानि यानीमानि गुणस्थानानि। तानि कथं भवन्ति जीवा यानि नित्यमचेतनान्युक्तानि।। ६८ ।।
હવે કહે છે કે (જેમ વર્ણાદિ ભાવો જીવ નથી એ સિદ્ધ થયું તેમ) એ પણ સિદ્ધ થયું કે રાગાદિ ભાવો પણ જીવ નથી:
મોહનકરમના ઉદયથી ગુણસ્થાન જે આ વર્ણવ્યાં, તે જીવ કેમ બને, નિરંતર જે અચેતન ભાખિયાં? ૬૮.
ગાથાર્થ- [ યાનિ કુમાનિ] જે આ [ ગુણસ્થાનાનિ] ગુણસ્થાનો છે તે [ મોહનર્મળ: ૩યાત્ તુ] મોહકર્મના ઉદયથી થાય છે [વતાનિ] એમ (સર્વજ્ઞનાં આગમમાં ) વર્ણવવામાં આવ્યું છે; [તાન] તેઓ [ નીવા:] જીવ [5થ] કેમ [ ભવન્તિ] હોઈ શકે [ યાનિ] કે જેઓ [ નિયં] સદા [સવેતનાન] અચેતન [૩piનિ] કહેવામાં આવ્યાં છે?
ટીકાઃ- આ મિથ્યાદૃષ્ટિ આદિ ગુણસ્થાનો પૌદ્ગલિક મોહકર્મની પ્રકૃતિના ઉદયપૂર્વક થતાં હોઈને, સદાય અચેતન હોવાથી, કારણના જેવાં જ કાર્યો હોય છે એમ કરીને (સમજીને, નિશ્ચય કરીને), જવપૂર્વક જે જવ થાય છે તે જવ જ હોય છે એ ન્યાયે, પુદ્ગલ જ છે-જીવ નથી. અને ગુણસ્થાનોનું સદાય અચેતનપણે તો આગમથી સિદ્ધ થાય છે તેમ જ ચૈતન્યસ્વભાવથી વ્યાપ્ત જે આત્મા તેનાથી ભિન્નપણે તે ગુણસ્થાનો ભેદજ્ઞાનીઓ વડે સ્વય ઉપલભ્યમાન હોવાથી પણ તેમનું સદાય અચેતન પણું સિદ્ધ થાય છે.
એવી રીતે રાગ, દ્વેષ, મોહ, પ્રત્યય, કર્મ, નોકર્મ, વર્ગ, વર્ગણા, સ્પર્ધક, અધ્યાત્મસ્થાન, અનુભાગસ્થાન, યોગસ્થાન, બંધસ્થાન, ઉદયસ્થાન, માર્ગણાસ્થાન, સ્થિતિબંધસ્થાન, સંકલેશસ્થાન, વિશુદ્ધિસ્થાન, સંયમલબ્ધિસ્થાન-તેઓ પણ પુદ્ગલકર્મપૂર્વક થતાં હોઈને, સદાય અચેતન હોવાથી, પુદ્ગલ જ છે-જીવ નથી એમ આપોઆપ આવ્યું (–ફલિત થયું, સિદ્ધ થયું).
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #213
--------------------------------------------------------------------------
________________
Version 001,a: remember to check h††p://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૬૮ ]
तर्हि को जीव इति चेत्
(અનુન્નુમ્ )
अनाद्यनन्तमचलं स्वसंवेद्यमिदं स्फुटम्। जीवः स्वयं तु चैतन्यमुच्चैश्चकचकायते ।। ४१ ।।
[ ૨૦૧
માટે રાગાદિ ભાવો જીવ નથી એમ સિદ્ધ થયું.
ભાવાર્થ:- શુદ્ધદ્રવ્યાર્થિક નયની દૃષ્ટિમાં ચૈતન્ય અભેદ છે અને એના પરિણામ પણ સ્વાભાવિક શુદ્ધ જ્ઞાન-દર્શન છે. પરિમિત્તથી થતા ચૈતન્યના વિકારો, જોકે ચૈતન્ય જેવા દેખાય છે તોપણ, ચૈતન્યની સર્વ અવસ્થાઓમાં વ્યાપક નહિ હોવાથી ચૈતન્યશૂન્ય છે-જડ છે. વળી આગમમાં પણ તેમને અચેતન કહ્યા છે. ભેદજ્ઞાનીઓ પણ તેમને ચૈતન્યથી ભિન્નપણે અનુભવે છે તેથી પણ તેઓ અચેતન છે, ચેનત નથી.
પ્રશ્ન:- જો તેઓ ચેતન નથી તો તેઓ કોણ છે? પુદ્દગલ છે? કે અન્ય કાંઈ છે?
ઉત્ત૨:- પુદ્દગલકર્મપૂર્વક થતાં હોવાથી તેઓ નિશ્ચયથી પુદ્દગલ જ છે કેમ કે કા૨ણ જેવું જ કાર્ય થાય છે.
આ રીતે એમ સિદ્ધ કર્યું કે પુદ્દગલકર્મના ઉદયના નિમિત્તથી થતા ચૈતન્યના વિકારો પણ જીવ નથી, પુદ્દગલ છે.
હવે પૂછે છે કે વર્ણાદિક અને રાગાદિક જીવ નથી તો જીવ કોણ છે? તેના ઉત્તરરૂપ શ્લોક કહે છે:
શ્લોકાર્થ:- [અનાવિ] જે અનાદિ છે અર્થાત્ કોઈ કાળે ઉત્પન્ન થયું નથી, [અનન્તમ્ ] જે અનંત છે અર્થાત્ કોઈ કાળે જેનો વિનાશ નથી, [ચત્તતં] જે અચળ છે અર્થાત્ જે દી ચૈતન્યપણાથી અન્યરૂપ-ચળાચળ-થતું નથી, [ સ્વસંવેદ્યમ્] જે સ્વસંવેધ છે અર્થાત્ જે પોતે પોતાથી જ જણાય છે [g] અને [[] જે પ્રગટ છે અર્થાત્ છૂપું નથી-એવું જે [રૂવં ચૈતન્યસ્] આ ચૈતન્ય [૩ઘ્વ: ] અત્યંત૫ણે [ વવાયતે] ચકચકાટ પ્રકાશી રહ્યું છે, [ સ્વયં નીવ: ] તે પોતે જ જીવ છે.
ભાવાર્થ:- વર્ણાદિ અને રાગાદિ ભાવો જીવ નથી પણ ઉપર કહ્યો તેવો ચૈતન્યભાવ તે જ જીવ છે. ૪૧.
હવે, ચેતનપણું જ જીવનું યોગ્ય લક્ષણ છે એમ કાવ્ય દ્વારા સમજાવે છેઃ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #214
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૨ ]
| [ પ્રવચન રત્નાકર ભાગ-૩
(શાર્વત્રવિક્રીડિત) वर्णाद्यैः सहितस्तथा विरहितो द्वेधास्त्यजीवो यतो नामूर्तत्वमुपास्य पश्यति जगज्जीवस्य तत्त्वं ततः। इत्यालोच्य विवेचकैः समचितं नाव्याप्यतिव्यापि वा व्यक्तं व्यञ्जितजीवतत्त्वमचलं चैतन्यमालम्ब्यताम्।। ४२ ।।
શ્લોકાર્થ:- [ યત: નીવ: રિસ્ત દેવા ] અજીવ બે પ્રકારે છે– [વશે: સહિત:] વર્ણાદિસહિત [તથા વિરહિત] અને વર્ણાદિરહિત; [તત:] માટે [કમૂર્તત્વ ઉપારચ] અમૂર્તપણાનો આશ્રય કરીને પણ (અર્થાત્ અમૂર્તપણાને જીવનું લક્ષણ માનીને પણ ) [ નીવર્ચ તત્ત્વ] જીવના યથાર્થ સ્વરૂપને [ નમતુ ન પશ્યતિ] જગત દેખી શક્યું નથી - [તિ કીનો...] આમ પરીક્ષા કરીને [વિવે] ભેદજ્ઞાની પુરુષોએ [ન વ્યાપિ અતિવ્યાપિ વા] અવ્યાતિ અને અતિવ્યાતિ દૂષણોથી રહિત [ચૈતન્યમ્] ચેતનપણાને જીવનું લક્ષણ કહ્યું છે [ સમુચિત] તે યોગ્ય છે. [વ્ય$] તે ચૈતન્યલક્ષણ પ્રગટ છે, [વ્યતિ–નીવ-તત્ત્વમ્] તેણે જીવના યથાર્થ
સ્વરૂપને પ્રગટ કર્યું છે અને [કવનં] તે અચળ છે-ચળાચળતા રહિત, સદા મોજૂદ છે. [માનચેતી] જગત તેનું જ અવલંબન કરો! (તેનાથી યથાર્થ જીવનું ગ્રહણ થાય છે.)
ભાવાર્થ:- નિશ્ચયથી વર્ણાદિભાવો-વર્ણાદિભાવોમાં રાગાદિભાવો આવી ગયા-જીવમાં કદી વ્યાપતા નથી તેથી તેઓ નિશ્ચયથી જીવનાં લક્ષણ છે જ નહિ; વ્યવહારથી તેમને જીવનમાં લક્ષણ માનતાં પણ અવ્યાતિ નામનો દોષ આવે છે કારણ કે સિદ્ધ જીવોમાં તે ભાવો વ્યવહારથી પણ વ્યાપતા નથી. માટે વર્ણાદિભાવોનો આશ્રય કરવાથી જીવનું યથાર્થ સ્વરૂપ ઓળખાતું જ નથી.
અમૂર્તપણું જોકે સર્વ જીવોમાં વ્યાપે છે તો પણ તેને જીવનું લક્ષણ માનતાં અતિવ્યાપ્તિ નામનો દોષ આવે છે, કારણ કે પાંચ અજીવ દ્રવ્યોમાંના એક પુદ્ગલ દ્રવ્ય સિવાય ધર્મ, અધર્મ, આકાશ અને કાળ-એ ચાર દ્રવ્યો અમૂર્ત હોવાથી, અમૂર્તપણું જીવમાં વ્યાપે છે તેમ જ ચાર અજીવ દ્રવ્યોમાં પણ વ્યાપે છે; એ રીતે અતિવ્યાતિ દોષ આવે છે. માટે અમૂર્તપણાનો આશ્રય કરવાથી પણ જીવનું યથાર્થ સ્વરૂપ ગ્રહણ થતું નથી.
ચૈતન્યલક્ષણ સર્વ જીવોમાં વ્યાપતું હોવાથી અવ્યામિદોષથી રહિત છે, અને જીવ સિવાય કોઈ દ્રવ્યમાં નહિ વ્યાપતું હોવાથી અતિવ્યાપ્તિદોષથી રહિત છે; વળી તે પ્રગટે છે; તેથી તેનો જ આશ્રય કરવાથી જીવના યથાર્થ સ્વરૂપનું ગ્રહણ થઈ શકે છે. ૪૨.
હવે, “જો આવા લક્ષણ વડે જીવ પ્રગટ છે તોપણ અજ્ઞાની લોકોને તેનું અજ્ઞાન કેમ રહે છે?'—એમ આચાર્ય આશ્ચર્ય તથા ખેદ બતાવે છે:
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #215
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૬૮ |
[ ૨૦૩
(વસંતતિન) जीवादजीवमिति लक्षणतो विभिन्न ज्ञानी जनोऽनुभवति स्वयमुल्लसन्तम्। अज्ञानिनो निरवधिप्रविजृम्भितोऽयं
मोहस्तु तत्कथमहो बत नानटीति।। ४३ ।। नानट्यतां तथापि
(વસંતતિનેT) अस्मिन्ननादिनि महत्यविवेकनाट्ये वर्णादिमान्नटति पुद्गल एव नान्यः। रागादिपुद्गलविकारविरुद्धशुद्धचैतन्यधातुमयमूर्तिरयं च जीवः।। ४४ ।।
શ્લોકાર્ધઃ- [તિ નક્ષણત:] આમ પૂર્વોક્ત જાદાં લક્ષણને લીધે [ નીવાત નીવર્યુ વિમિનં] જીવથી અજીવ ભિન્ન છે [સ્વયમ્ 37સન્તર્] તેને (અજીવને) તેની મેળે જ (સ્વતંત્રપણે, જીવથી ભિન્નપણે) વિલસતું-પરિણમતું [જ્ઞાની નન:] જ્ઞાની પુરુષ [ અનુમતિ] અનુભવે છે, [ તત] તોપણ [ અજ્ઞાનિન:1 અજ્ઞાનીને [ નિરવધિ-વિનસ્મિત: માં મોદ: તુ] અમર્યાદપણે ફેલાયેલો આ મોહ (અર્થાત્ સ્વપરના એકપણાની ભ્રાન્તિ) [ 5થમ્ નાનટીતિ] કેમ નાચે છે- [ સદરે વત] એ અમને મહા આશ્ચર્ય અને ખેદ છે! ૪૩.
વળી ફરી મોહનો પ્રતિષેધ કરે છે અને કહે છે કે “જો મોહ નાચે છે તો નાચો ! તોપણ આમ જ છે':
શ્લોકાર્થઃ- [શ્મિન બનાવિનિ મદતિ વિવે–નોટ] આ અનાદિ કાળના મોટા અવિવેકના નાટકમાં અથવા નાચમાં [વવિમાન પુત: નતિ] વર્ણાદિમાન પુદ્ગલ જ નાચે છે, [ન ન્ય:] અન્ય કોઈ નહિ; (અભેદ જ્ઞાનમાં પુદ્ગલ જ અનેક પ્રકારનું દેખાય છે, જીવ તો અનેક પ્રકારનો છે નહિ; [૨] અને [માં નીવડ] આ જીવ તો [પારિ–પુત્ર– વિછાર–વિરુદ્ધ-શુદ્ધ-ચૈતન્યધાતુમય–મૂર્તિ ] રાગાદિક પુદ્ગલ-વિકારોથી વિલક્ષણ, શુદ્ધ ચૈતન્યધાતુમય મૂર્તિ છે.
ભાવાર્થ- રાગાદિ ચિવિકારને (-ચૈતન્યવિકારોને) દેખી એવો ભ્રમ ન કરવો કે એ પણ ચૈતન્ય જ છે, કારણ કે ચૈતન્યની સર્વ અવસ્થાઓમાં વ્યાપે તો ચૈતન્યના કહેવાય. રાગાદિ વિકારો તો સર્વ અવસ્થાઓમાં વ્યાપતા નથી-મોક્ષ- અવસ્થામાં તેમનો અભાવ છે. વળી તેમનો અનુભવ પણ આકુળતામય દુઃખરૂપ છે. માટે તેઓ ચેતન નથી, જડ છે. ચૈતન્યનો અનુભવ નિરાકુળ છે, તે જ જીવનો સ્વભાવ છે એમ જાણવું. ૪૪.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #216
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૪ ]
| પ્રવચન રત્નાકર ભાગ-૩
(મંછાન્તા) इत्थं ज्ञानक्रकचकलनापाटनं नाटयित्वा जीवाजीवौ स्फुटविघटनं नैव यावत्प्रयातः। विश्वं व्याप्य प्रसभविकसव्यक्तचिन्मात्रशक्त्या ज्ञातृद्रव्यं स्वयमतिरसात्तावदुच्चैश्चकाशे।। ४५ ।।
હવે, ભેદજ્ઞાનની પ્રવૃત્તિ દ્વારા આ જ્ઞાતાદ્રવ્ય પોતે પ્રગટ થાય છે એમ કળશમાં મહિમા કરી અધિકાર પૂર્ણ કરે છે:
શ્લોકાર્ધઃ- [ રૂલ્ય] આ પ્રમાણે [ જ્ઞાન– વ–નના-પાટનં] જ્ઞાનરૂપી કરવતનો જે વારંવાર અભ્યાસ તેને [ નાયિત્વા] નચાવીને [ યાવત] જ્યાં [ નીવાનીવો] જીવ અને અજીવ બને [છુટ-વિધટન ત વ યાત:] પ્રગટપણે જુદા ન થયા, [ તાવત્] ત્યાં તો [ જ્ઞાતૃદ્રવ્ય] જ્ઞાતાદ્રવ્ય, [ Bરસમ-વિસ–વ્ય$–વિન્માત્રીયા] અત્યંત વિકાસરૂપ થતી પોતાની પ્રગટ ચિન્માત્રશક્તિ વડે [ વિશ્વે વ્યાય] વિશ્વને વ્યાપીને, [ સ્વયમ્ ] પોતાની મેળે જ [ તિરસાત્] અતિ વેગથી [ સર્વે:] ઉગ્રપણે અર્થાત્ અત્યંતપણે [ વારો] પ્રકાશી નીકળ્યું.
ભાવાર્થ:- આ કળશનો આશય બે રીતે છે:
ઉપર કહેલા જ્ઞાનનો અભ્યાસ કરતાં કરતાં જ્યાં જીવ અને અજીવ બને સ્પષ્ટ ભિન્ન સમજાયા કે તુરત જ આત્માનો નિર્વિકલ્પ અનુભવ થયો-સમ્યગ્દર્શન થયું. (સમ્યગ્દષ્ટિ આત્મા શ્રુતજ્ઞાન વડે વિશ્વના સમસ્ત ભાવોને સંક્ષેપથી અથવા વિસ્તારથી જાણે છે અને નિશ્ચયથી વિશ્વને પ્રત્યક્ષ જાણવાનો તેનો સ્વભાવ છે, માટે તે વિશ્વને જાણે છે એમ કહ્યું.) એક આશય તો એ પ્રમાણે છે.
બીજો આશય આ પ્રમાણે છે: જીવ-અજીવનો અનાદિ જે સંયોગ તે કેવળ જુદો પડયા પહેલાં અર્થાત જીવનો મોક્ષ થયા પહેલાં, ભેદજ્ઞાન ભાવતાં ભાવતાં અમુક દશા થતાં નિર્વિકલ્પ ધારા જામી-જેમાં કેવળ આત્માનો અનુભવ રહ્યો; અને તે શ્રેણિ અત્યંત વેગથી આગળ વ વધતાં કેવળજ્ઞાન પ્રગટ થયું. પછી અઘાતીકર્મનો નાશ થતાં જીવદ્રવ્ય અજીવથી કેવળ ભિન્ન થયું. જીવ-અજીવના ભિન્ન થવાની આ રીત છે. ૪૫.
ટીકાઃ- આ પ્રમાણે જીવ અને અજીવ જુદા જુદા થઈને (રંગભૂમિમાંથી) બહાર નીકળી ગયા.
ભાવાર્થ- જીવ-અજીવ અધિકારમાં પહેલાં રંગભૂમિસ્થળ કહીને ત્યાર પછી ટીકાકાર આચાર્ય એમ કહ્યું હતું કે નૃત્યના અખાડામાં જીવ-અજીવ બન્ને એક થઈને પ્રવેશ કરે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #217
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૬૮ ]
[ ૨૦૫
છે અને બન્નેએ એકપણાનો સ્વાંગ રચ્યો છે. ત્યાં, ભેદજ્ઞાની સમ્યગ્દષ્ટિ પુરુષે સમ્યજ્ઞાન વડે તે જીવ-અજીવ બન્નેની તેમના લક્ષણભેદથી પરીક્ષા કરીને બન્નેને જુદા જાણ્યા તેથી સ્વાંગ પૂરો થયો અને બન્ને જાદા જુદા થઈને અખાડાની બહાર નીકળી ગયા. આમ અલંકાર કરીને વર્ણન કર્યું.
જીવ-અજીવ અનાદિ સંયોગ મિલે લખિ મૂઢ ન આતમ પાવૈ, સમ્યક ભેદવિજ્ઞાન ભયે બુધ ભિન્ન ગહે નિજભાવ સુદાવેં; શ્રી ગુરુકે ઉપદેશ સુનૈ રુ ભલે દિન પાય અજ્ઞાન ગુમાવેં. તે જગમાંહિ મહંત કહાય વર્સે શિવ જાય સુખી નિત થાવૈ.
આમ શ્રી સમયસારની (શ્રીમદભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રી સમયસાર પરમાગમની) શ્રીમદ્દ અમૃતચંદ્રાચાર્યદવવિરચિત આત્મખ્યાતિ નામની ટીકામાં જીવ-અજીવનો પ્રરૂપક પહેલો અંક સમાપ્ત થયો.
* શ્રી સમયસાર ગાથા-૬૮: મથાળું *
હવે એમ કહે છે કે જેમ વર્ણાદિ ભાવો જીવ નથી તેમ એ પણ સિદ્ધ થયું કે રાગાદિ ભાવો પણ જીવ નથીઃ
અહા! આ ચૌદ ગુણસ્થાનો પણ અજીવ છે. એમાં શુદ્ધ ચૈતન્યનું રૂપ કયાં છે? તેઓ આત્માની જાત કયાં છે? જો તે આત્માની જાતનાં હોય તો સિદ્ધમાં પણ રહેવાં જોઈએ. અહાહા! એક ચિદાકાર વિજ્ઞાનઘનસ્વરૂપ આત્મા છે. તેની અપેક્ષાએ ચૌદેય ગુણસ્થાનોને પુદ્ગલના પરિણામ કહ્યા છે. કેમકે મોહકર્મના ઉદયથી જે આ ગુણસ્થાનો કહ્યાં છે તે જીવ કેમ બને ? તેઓને તો નિરંતર અચેતન જ ભાખ્યા છે. તેથી તેઓ જીવ નથી એમ કહે છે:
* ગાથા ૬૮: ટીકા ઉપરનું પ્રવચન *
આ મિથ્યાત્વાદિ ગુણસ્થાનો પૌદ્ગલિક મોહકર્મની પ્રકૃતિના ઉદયપૂર્વક થાય છે એમ કહે છે. જુઓ, મોહકર્મનો ઉદય આવે એટલે વિકાર કરવો પડે ને? ભાઈ ! અહીં એમ કહેવું નથી. અહીં તો જે ઉદય છે તે કારણ છે અને તેના તરફ વળેલી પોતાની જે વિકારી દશા છે તે કાર્ય છે અને તે બન્ને એક છે એમ કહે છે.
પ્રશ્ન:- કર્મનો ઉદય આવે તે નિમિત્ત થઈને જ આવે છે અને તેથી જીવને ડીગ્રી ટુ ડીગ્રી વિકાર કરવો જ પડે છે એમ છે કે નહિ?
ઉત્તર:- પ્રભુ! એમ ન હોય, ભાઈ ! જે કર્મનો ઉદય છે એ તો જડની પર્યાય છે અને જીવની પર્યાયમાં જે વિકારી ભાવ થાય છે એ તો એને અડતોય નથી કારણ કે એકબીજામાં તેમને અન્યોન્ય અભાવ છે. પરંતુ અહીં તો બીજી વાત એ કહેવી છે કે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #218
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૩
એ વિકારી ભાવ નિમિત્તને લક્ષે થયેલો છે અને જીવદ્રવ્યના સ્વભાવમાં નથી તેથી તેને પુદ્ગલનું કાર્ય ગણીને જીવમાંથી કાઢી નાખવો છે.
- પ્રવચનસારની ગાથા ૧૮૯માં એમ આવે છે કે શુદ્ધનયથી આત્મા વિકારનો ક્ત સ્વતઃ છે. પરને લઈને કે કર્મના ઉદયને લઈને વિકાર થતો નથી એમ ત્યાં કહ્યું છે. પંચાસ્તિકાયની ગાથા ૬રમાં પણ કહ્યું છે કે આત્માની વિકારી પર્યાયનું પરિણમન પોતાના પકારકથી સ્વત: છે અને તે અન્ય કારકોથી નિરપેક્ષ છે. એટલે કે જીવની પર્યાયમાં જે વિકારનું પરિણમન થાય છે એને કર્મના ઉદયની અપેક્ષા નથી એમ ત્યાં સિદ્ધ કર્યું છે. પરંતુ અહીં અપેક્ષા જુદી છે. અહીં તો કહે છે કે પર્યાયમાં જે વિકાર થાય છે તે દ્રવ્યસ્વભાવમાં નથી. વિકાર દ્રવ્યની ચીજ નથી. એટલા માટે પર્યાયના વિકારને અને કર્મને બન્નેને એક ગણીને વિકાર કર્મપ્રકૃતિના ઉદયપૂર્વક થાય છે એમ કહ્યું છે. પ્રકૃતિ જડ અચેતન છે તેથી વિકાર પણ સદાય અચેતન છે એમ કહ્યું છે.
કર્મનો ઉદય આવે તેમ ડીગ્રી ટુ ડીગ્રી વિકાર કરવો પડે એ તો બે દ્રવ્યોની એક્તાની વાત છે તેથી તદ્દન મિથ્યા છે. શ્રી જયસેનાચાર્યની પ્રવચનસાર ગાથા ૪૫ની ટીકામાં તો આવે છે કે દ્રવ્યમોહકર્મનો ઉદય હોવા છતાં, જીવ જો પોતે શુદ્ધપણે પરિણમે તો, ઉદય ખરી જાય છે. કર્મનો ઉદય આવે છે માટે જીવને વિકાર કરવો પડે છે એમ બિલકુલ નથી. પોતાના વર્તમાન પુરુષાર્થની જેટલી યોગ્યતા હોય તેટલો વિકારપણે પરિણમે છે. કર્મનો ઉદય હોય છતાં ઉદયપણે ન પરિણમે એ પોતાની-જીવની પરિણતિની સ્વતંત્રતા છે. અહીં બીજી અપેક્ષાએ વાત છે. કે પોતાની પરિણતિમાં જે વિકાર-અશુદ્ધતા થાય છે તે કર્મને આધીન-વશ થઈને થાય છે તેથી કર્મને કારણે થાય છે એમ કહ્યું છે.
ગાથા ૬૫-૬૬માં પર્યાપ્ત, અપર્યાપ્ત, બાદર, સૂક્ષ્મ આદિ ભેદો નામપ્રકૃતિથી થયા છે એમ લીધું હતું. અહીં મિથ્યાત્વાદિ ચૌદેય ગુણસ્થાનો મોહકર્મની પ્રકૃતિના ઉદયથી થયા છે એમ કહે છે. જયસેનાચાર્યની ટીકામાં “મોદળો ભવ' એવું શ્રી ગોમ્મસારનું વચન ઉદ્ધત કરી દર્શાવ્યું છે કે મોહ અને યોગના નિમિત્તથી આ બધા ગુણસ્થાનના ભેદ પડ છે.
કહે છે કે આ મિથ્યાત્વાદિ ગુણસ્થાનો-પહેલાથી માંડીને ચૌદમાં ગુણસ્થાન સુધીનાબધાય પૌદ્ગલિક મોહકર્મની પ્રકૃતિના ઉદયપૂર્વક થાય છે અને તેથી તેઓ સદાય અચેતન છે. સંસ્કૃત ટીકામાં ‘વિપાક’ શબ્દ લીધો છે, જ્યારે ગુજરાતીમાં “ઉદય’ શબ્દ છે. જે જડ મોહકર્મ છે એના ઉદય નામ વિપાકકાળે વિપાકપૂર્વક આ ચૌદ ગુણસ્થાન થાય છે. તેવી રીતે વિશુદ્ધિના સ્થાન-રાગની મંદતાનાં સ્થાન અર્થાત્ અસંખ્ય પ્રકારના પ્રશસ્ત શુભરાગના ભાવ પણ મોહકર્મની પ્રકૃતિના વિપાકપૂર્વક થાય છે અને તેથી તે અચેતન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #219
--------------------------------------------------------------------------
________________
Version 001,a: remember to check h††p://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૬૮ ]
[ ૨૦૭
પુદ્દગલ છે. આ જે દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિ જે શુભભાવ-વિશુદ્ધભાવ છે તે સર્વ પુદ્દગલ-કર્મના વિપાકપૂર્વક થયેલા છે અને તેથી અચેતન પુદ્દગલ છે એમ કહે છે.
પ્રશ્ન:- રાગને આત્માની પર્યાય કહી છે ને? રાગનું પરિણમન પર્યાયમાં છે અને તેમાં આત્મા તન્મય છે એમ કહ્યું છે ને?
ઉત્તર:- ભાઈ ! એ તો પર્યાય અપેક્ષાએ વાત છે. પર્યાયમાં રાગ છે એ બરાબર છે, પણ અહીં તો વસ્તુનો સ્વભાવ સિદ્ધ કરવો છે. અહીં તો ત્રિકાળી સ્વભાવની દૃષ્ટિ કરાવવી છે, અને વસ્તુના સ્વભાવમાં તો રાગાદિભાવ છે જ નહિ. આત્મા અનંત શક્તિનો અભેદ પિંડ છે. એમાં કોઈ શક્તિ ( ગુણ ) એવી નથી કે વિકારને કરે. તેથી વસ્તુના સ્વભાવની દૃષ્ટિથી જોતાં તે બધા રાગાદિ ભાવો પુદ્દગલકર્મના વિપાકનું જ કાર્ય જણાય છે. અહાહા! આ વ્યવહારમોક્ષમાર્ગનો જે શુભરાગ છે તે પુદ્દગલના વિપાકપૂર્વક થતો હોવાથી પુદ્દગલ છે અને સદાય અચેતન છે.
હવે કહે છે કે કારણનાં જેવાં જ કાર્યો હોય છે. પુદ્દગલ મોહકર્મ કારણ છે તો કાર્યગુણસ્થાન આદિ પુદ્દગલ જ હોય છે.
પ્રશ્ન:- શાસ્ત્રોમાં તો એમ આવે છે ને કે ઉપાદાનસદશ (ઉપાદાન જેવાં) કાર્ય હોય છે?
ઉત્તર:- એ તો પર્યાય સિદ્ધ કરવી હોય એની વાત છે. એ અહીં હમણાં નથી લેવું. અહીં તો કર્મના વિપાકના કા૨ણપૂર્વક થયાં હોવાથી શુભપરિણામને અને ગુણસ્થાનોને પુદ્દગલનાં કહ્યાં છે, અચેતન કહ્યાં છે.
હવે દાખલો આપે છે કે જવપૂર્વક જે જવ થાય છે તે જવ જ હોય છે. આ ન્યાયે પુદ્દગલના પાકથી થયેલા શુભરાગ અને ગુણસ્થાન પુદ્દગલ જ છે, જીવ નથી.
પ્રશ્ન:- તત્ત્વાર્થસૂત્રમાં તો એમ આવે છે કે રાગ, ગુણસ્થાન આદિ જે ઉદયભાવ છે તે જીવતત્ત્વ છે?
ઉત્તર:- ત્યાં તો જીવની પર્યાય સિદ્ધ કરવી છે. તેથી પર્યાય અપેક્ષાએ એ બરાબર છે. પરંતુ અહીં તો સ્વભાવ સિદ્ધ કરવો છે ને? તથા હવે પછી ર્કા-કર્મ અધિકાર શરૂ કરવાનો છે. તેનો આ ઉપોદ્ઘાત છે. છે તો આ જીવ-અજીવ અધિકા૨, પણ આ છેલ્લી ગાથા પછી ર્તા-કર્મ અધિકાર લેવો છે, તેથી અહીંથી જ ઉપાડયું છે કે પુદ્દગલ કારણ છે એટલે એનું કાર્ય પુદ્દગલ જ છે. અહીં ચૌદેય ગુણસ્થાન પુદ્દગલ મોહકર્મના કારણપૂર્વક થતા હોવાથી પુદ્દગલ જ છે એમ કહ્યું છે, આગળ ૧૦૯ થી ૧૧૨ ગાથામાં તેર ગુણસ્થાન પુદ્દગલ એમ કહેશે. તેઓ ર્ડા એવા પુદ્દગલનું કાર્ય-કર્મ છે. નવાં કર્મ જે બંધાય છે તેમાં તેર ગુણસ્થાન જેઓ પુદ્દગલ છે તે કારણ છે. ત્યાં એમ લીધું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #220
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૩
છે કે જૂનાં કર્મ વ્યાપક થઈને તે તેર ગુણસ્થાનને-વ્યાપ્યને કરે છે. જૂનાં કર્મ વ્યાપક છે અને તેર ગુણસ્થાન તેનું વ્યાપ્ય છે. તથા તેર ગુણસ્થાન વ્યાપક થઈને નવાં કર્મને-વ્યાપ્યને કરે છે. તેર ગુણસ્થાન વ્યાપક છે અને નવાં કર્મ જે બંધાય તે એનું વ્યાપ્ય છે.
પ્રશ્ન- સ્વદ્રવ્ય વ્યાપક અને તેની પર્યાય તે વ્યાપ્ય એમ વ્યાય-વ્યાપકપણે સ્વદ્રવ્યમાં જ હોય છે ને ?
ઉત્તર:- ભાઈ ! ત્યાં (૧)૯ થી ૧૧૨ ગાથામાં) તો ર્તા-કર્મપણું બતાવવું છે. તેથી જે ગુણસ્થાન છે એ જ ર્તા છે અને નવા કર્મનું બંધન થયું છે એનું કર્મ છે; ગુણસ્થાન છે તે વ્યાપક છે અને જે કર્મ બંધાય છે તે એનું વ્યાપ્ય-અવસ્થા છે એમ કહ્યું છે. તેર ગુણસ્થાન પુદ્ગલ છે તે કોના í છે? નવાં કર્મ બંધાય છે તેના. તેર ગુણસ્થાન પુદ્ગલ છે તે વ્યાપક થઈને નવાં કર્મની અવસ્થા-વ્યાપ્ય કરે છે. અહાહા ! તેર ગુણસ્થાનને જડની સાથે વ્યાપ્યવ્યાપક સંબંધ બતાવ્યો છે! વ્યાપ્ય-વ્યાપકપણું તો સ્વદ્રવ્યમાં જ હોય છે, પરની સાથે વ્યાયવ્યાપક સંબંધ હોય જ નહિ. પણ ત્યાં વસ્તુના સ્વભાવની દૃષ્ટિ કરાવવા એ પ્રમાણે કહ્યું છે. સ્વભાવની દષ્ટિ કરાવવાના પ્રયોજનથી ત્યાં કહ્યું કે વિકારભાવ-શુભભાવ તે ક્ન-વ્યાપક અને જે નવું કર્મ બંધાય તે એનું કર્મ-વ્યાપ્ય છે. અહાહા ! આવા કેટલા ભંગ પડે છે! જો સાચી સમજણ ન કરે તો ઊંધું પડે એમ છે.
કહે છે કે પુદગલના વિપાકપૂર્વક થાય છે તેથી ગુણસ્થાન આદિ પુદ્ગલ જ છે. અને તે પુદ્ગલભાવ (ગુણસ્થાન આદિ) વ્યાપક થઈને નવાં કર્મને બાંધે છે જે એનું વ્યાપ્ય છે. અહાહા ! સ્વભાવ તો શુદ્ધ ચૈતન્યમય છે, તેથી તે ક્ત અને વિકાર એનું કાર્ય એમ કેમ બને? (ન જ બને). માટે વિકારી કાર્યને કર્મનું કાર્ય ગયું છે અને તેને નવાં કર્મની પર્યાયનું કારણ ગયું છે. શું કહ્યું? સમજાણું કાંઈ ? જૂનાં કર્મ કારણ-વ્યાપક છે અને વિકાર, ગુણસ્થાન આદિ ભેદ જે થાય છે તે તેનું કાર્ય-વ્યાપ્ય છે. તથા તે વિકાર, ગુણસ્થાન આદિ ભેદ કારણ છે અને નવા કર્મની અવસ્થા થાય છે તે એનું કાર્ય-વ્યાપ્ય છે. આમ વ્યાપ્ય-વ્યાપકપણું ગુણસ્થાન આદિ ભેદો અને કર્મ વચ્ચે સ્થાપ્યું છે કારણ કે ક્ન-કર્મ સંબંધ બતાવવો છે.
અહા ! ગુણસ્થાન પુદ્ગલ જ છે, ભાષા તો જુઓ! પ્રવચનસારની ૧૮૯ ગાથામાં શુદ્ધનયથી રાગ જીવનો છે એમ કહ્યું છે. શુદ્ધનયથી એટલે કે સ્વદ્રવ્યની પર્યાય-રાગ પોતાથી પોતાના આશ્રયે (કારણે) થાય છે, કર્મથી નહિ. તેથી સ્વાશ્રિત રાગની પર્યાયને નિશ્ચયથી જીવની છે એમ કહ્યું છે. આત્મા વ્યાપક થઈને તે શુભભાવના રાગનો ક્ત થાય છે માટે શુભરાગ તે આત્માનું વ્યાપ્ય છે એમ ત્યાં (પ્રવચનસારમાં) કહ્યું છે કેમકે ત્યાં પર્યાય સ્વત: સિદ્ધ કરવી છે. જ્યારે અહીં દ્રવ્યસ્વભાવ સિદ્ધ કરવો છે. તેથી કહ્યું ને કે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #221
--------------------------------------------------------------------------
________________
Version 001,a: remember to check h††p://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૬૮ ]
[ ૨૦૯
ગુણસ્થાનાદિ કર્મના વિપાકપૂર્વક થાય છે તેથી પુદ્દગલ જ છે, સદાય અચેતન છે, જીવ નથી.
અહાહા ! ગુણસ્થાનોનું પુદ્દગલ સાથે કર્મપણું ત્રણ પ્રકારે સિદ્ધ કર્યું છે. ૧. યુક્તિ, ૨. આગમ, ૩. અનુભવથી.
(૧) એક તો એ કે ગુણસ્થાનો પુદ્દગલના વિપાકપૂર્વક થાય છે માટે પુદ્દગલ જ છે, જીવ નથી. તેમાં યુક્તિ બતાવી કે જવપૂર્વક જે જવ થાય છે તે જવ જ છે. તેમ પુદ્ગલપૂર્વક થતા ગુણસ્થાનો પુદ્દગલ જ છે.
(૨) હવે આગમથી સિદ્ધ કરે છે કે ગુણસ્થાનોનું સદાય અચેતનપણું આગમથી સિદ્ધ છે. નિશ્ચયના આગમનો-પરમાગમનો એ સિદ્ધાંત છે કે ગુણસ્થાન અચેતન છે, પુદ્દગલ છે, કેમકે તે મોહ અને યોગથી થયેલાં છે.
પ્રશ્ન:- આગમમાં તો ગુણસ્થાન આદિ ભાવો જીવના છે એમ છે ને ?
ઉત્તર:- ભાઈ! એ પર્યાયની સિદ્ધિ કરનાર આગમ છે. જ્યારે અહીં તો વસ્તુના સ્વભાવની સિદ્ધિ કરનાર આગમની વાત છે. આ વાત પહેલાં આવી ગઈ છે. અધ્યવસાન આદિ ભાવોને તમે પુદ્ગલના કહો છો પણ સર્વજ્ઞના આગમમાં તો તેમને જીવપણે કહ્યા છે? તેનો ઉત્તર ગાથા ૪૬માં આપ્યો છે કે તે ભાવોને વ્યવહારથી જીવના કહ્યા છે પણ નિશ્ચયથી તેઓ જીવના નથી. આ વ્યવહાર અને નિશ્ચય-જેમ છે તેમ યથાર્થ સમજવા જોઈએ. બે પ્રકાર થયા, હવે ત્રીજો.
(૩) ભેદજ્ઞાનીઓ વડે ચૈતન્યસ્વભાવી આત્માથી ગુણસ્થાનોનું ભિન્નપણું સ્વયં ઉપલભ્યમાન છે. ૪૪મી ગાથામાં પણ આ વાત આવી ગઈ છે. ભગવાન આત્મા ચૈતન્યસ્વભાવથી વ્યાપ્ત ચિદાનંદઘન પ્રભુ છે. એનો ભેદજ્ઞાનીઓ ગુણસ્થાન આદિથી ભિન્નપણે અનુભવ કરે છે. એટલે કે ચૈતન્યના અનુભવમાં એ ગુણસ્થાન આદિ ભેદો આવતા નથી, ભિન્ન રહી જાય છે.
અહાહા ! ચૈતન્યસ્વભાવથી વ્યાસ-પ્રસરેલો પ્રભુ આત્મા છે. તેનો અનુભવ કરનાર ભેદજ્ઞાનીઓ વડે ગુણસ્થાનો આત્માથી ભિન્નપણે સ્વયં ઉપલભ્યમાન છે. અહાહા! જ્ઞાનની જે વર્તમાન પર્યાય અંતરમાં વળે છે તે પર્યાય દ્વારા, આ ગુણસ્થાનો આત્માથી ભિન્ન છે એમ સ્વયં ઉપલભ્યમાન થાય છે. શું કહ્યું? જ્ઞાનીને જે સ્વાનુભૂતિની પરિણતિ થાય છે એનાથી ગુણસ્થાનો (ભેદો ) ભિન્ન રહી જાય છે, એમાં ગુણસ્થાનના ભેદ આવતા નથી. આવી વાત છે, પ્રભુ! આ પ્રમાણે ગુણસ્થાન આદિ પુદ્દગલપૂર્વક થવાથી પુદ્દગલ જ છે, એક વાત. આગમ પણ તેને પુદ્દગલ જ કહે છે, બીજી વાત. અને ચૈતન્યસ્વભાવી આત્માનો અનુભવ કરનાર ભેદજ્ઞાનીઓને પણ તે ગુણસ્થાનો સ્વયં પોતાથી ભિન્ન દેખાય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #222
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૩
છે, તેઓ અનુભવમાં આવતા નથી, એ ત્રીજી વાત. માટે તેઓ સદાય અચેતન પુદ્ગલ જ છે એમ સિદ્ધ થાય છે. ગંભીર તત્ત્વ છે, ભાઈ ! ધીરેથી, શાંતિથી એને સમજવું જોઈએ.
અહા ! વિશુદ્ધિસ્થાન એટલે કે અસંખ્ય પ્રકારના જે પ્રશસ્ત શુભભાવ છે તે પુદ્ગલના વિપાકપૂર્વક થયા હોવાથી, જવના કારણથી જેમ જવ જ થાય છે તેમ, પુગલ જ છે. આગમ પણ શુભભાવને પુદ્ગલ જ કહે છે. અને ચૈતન્યસ્વભાવથી વ્યાપ્ત ભગવાન આત્માનો અનુભવ કરનારને શુભભાવ પોતાથી ભિન્ન જ ભાસે છે અર્થાત્ અનુભૂતિમાં એ શુભભાવ આવતા નથી, ભિન્ન જ રહી જાય છે. માટે શુભભાવ પુદ્ગલ જ છે એમ સિદ્ધ થાય છે. થોડામાં પણ ઘણું કહ્યું છે. અહો ! શ્રી કુંદકુંદાચાર્ય અને શ્રી અમૃતચંદ્રાચાર્ય જૈનધર્મનો ધોધ વહેવડાવ્યો છે! કહે છે કે શુભભાવનો રાગ એ કાંઈ જૈનધર્મ નથી, જૈનધર્મ તો એક વીતરાગભાવ જ છે. વીતરાગી પરિણતિ એ જૈનધર્મ છે, પરંતુ વીતરાગી પરિણતિની સાથે ધર્મીને જે શુભભાવનો રાગ છે એ પુદ્ગલ છે કેમકે એ પુદ્ગલના વિપાકપૂર્વક થાય છે. વસ્તુ આત્મા તો સ્વભાવથી શુદ્ધ ચૈતન્યમય છે. એમાં રાગ નથી તો એનું કાર્ય કેમ હોય? (ન જ હોય છે. તેથી તે રાગનું કાર્ય પુદ્ગલના વિપાકપૂર્વક થયું હોવાથી પુગલનું જ છે એમ કહ્યું છે.
પ્રશ્ન- રાગ તો આત્માની વ્યાપ્ય અવસ્થા છે ને? વ્યાપક આત્માની રાગ વ્યાપ્ય અવસ્થા છે ને ?
ઉત્તરઃ- ભાઈ ! અહીં ચૈતન્યસ્વભાવી આત્માની દષ્ટિ કરાવવી છે, તેથી પુદ્ગલકર્મના વિપાકપૂર્વક થતો હોવાથી રાગને પુદ્ગલ જ કહ્યો છે, કેમકે મુગલ કારણ થઈને જે થાય તે પુદ્ગલ હોય છે. આગમ-સિદ્ધાંત પણ એને પુદ્ગલ કહે છે. તથા ચૈતન્યસ્વભાવી આત્માનો અનુભવ કરનાર જ્ઞાનીને રાગ સ્વયં ભિન્નપણે જણાય છે. જ્ઞાનની પર્યાય અંતરમાં વળતાં એટલે કે ચૈતન્યસ્વભાવી આત્માનો અનુભવ થતાં, એમાં રાગનો અનુભવ આવતો નથી પણ તે ભિન્નપણે સ્વયં ઉપલભ્યમાન છે. એટલે શું કહ્યું? કે અનુભવ થતાં, રાગ કે જે પુદ્ગલ છે તે જ્ઞાનમાં સ્વતઃ ભિન્નપણે જણાઈ જાય છે. બહુ સૂક્ષ્મ વાત, ભાઈ ! વસ્તુની સ્થિતિ જ આવી સૂક્ષ્મ છે.
આ રીતે તેમનું-ગુણસ્થાન આદિનું સદાય અચેતનપણું સિદ્ધ થાય છે. એટલે કે ચૈતન્યસ્વભાવથી વ્યાપ્ત ભગવાન આત્માનો અનુભવ કરતાં તેઓ ભિન્ન રહી જાય છે, અનુભૂતિમાં આવતા નથી માટે તેઓ સદાય અચેતન જ છે એમ સિદ્ધ થાય છે. અનુભવ છે એ શુદ્ધ જ્ઞાન-દર્શનના પરિણામ છે. એ અનુભવમાં, આ ભગવાનની સ્તુતિ, વંદના, ભક્તિ અને પ્રભાવનાનો રાગ ઇત્યાદિ બધી હા-હો આવતાં નથી પણ ભિન્ન રહી જાય છે તેથી તે પુદગલના જ પરિણામ છે. આવી વાત છે, ભાઈ !
પ્રશ્ન- તો બહારમાં ધર્મનો પ્રચાર કરવો કે નહિ?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #223
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૬૮ ]
[ ૨૧૧
ઉત્તર- બાપુ! ધર્મ કયાં બહારમાં રહ્યો છે? ધર્મની પર્યાય તો ચૈતન્યસ્વભાવથી વ્યાસ ચિદાનંદ ભગવાનની તરફ ઢળતાં પ્રગટ થાય છે, અને ત્યારે શુભરાગ તો ભિન્ન રહી જાય છે. ભાઈ ! જેને ધર્મની પર્યાય-અનુભૂતિ પ્રગટ થાય છે તે ધર્મીને તો એ રાગની પર્યાય પોતાથી ભિન્ન ભાસે છે. અનુભવમાં રાગ આવતો નથી એમ કહે છે. અહાહા ! શુભરાગ હોય છે ખરો, પણ એ તો સ્વથી ભિન્ન છે એમ ધર્મી જીવ જ્ઞાન કરે છે. ગજબ વાત છે! યુક્તિ, આગમ અને અનુભવ એમ ત્રણ પ્રકારે રાગાદિ પુદ્ગલ જ છે એમ સિદ્ધ કર્યું છે.
અહીં રાગને પર તરીકે સિદ્ધ કરવો છે. ચૈતન્યસ્વભાવમાં રાગ નથી એમ સિદ્ધ કરવું છે. આત્મા વ્યાપક અને રાગ તેનું વ્યાપ્ય એમ જે આવે છે ત્યાં અપેક્ષા જુદી છે. ત્યાં તો રાગની પર્યાય દ્રવ્યની છે, રાગ દ્રવ્યની પર્યાયના અસ્તિત્વપણે છે, પરને કારણે રાગની ઉત્પત્તિ થઈ છે એમ નથી-એમ સિદ્ધ કરવું છે. જ્યારે અહીં ચૈતન્યસ્વભાવથી વ્યાસ ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્માના અનુભવમાં રાગ ભિન્ન રહી જાય છે માટે તે ચૈતન્યથી ભિન્ન અચેતન છે એમ સિદ્ધ કરે છે:
પ્રશ્ન- તો બન્નેમાંથી સાચું કયું
ઉત્તર- (અપેક્ષાથી) બન્ને વાત સાચી છે. પર્યાયનું જ્ઞાન પણ લક્ષમાં હોવું જોઈએ. એને પણ જ્ઞાની યથાર્થ જાણે છે. ૧૪ મી ગાથાના ભાવાર્થમાં કહ્યું છે કે-“સર્વ નયોના કથંચિત રીતે સત્યાર્થપણાનું શ્રદ્ધાન કરવાથી જ સમ્યગ્દષ્ટિ થઈ શકાય છે. એનો અર્થ એ થયો કે પર્યાયમાં રાગ છે તે ખરી વાત છે. પર્યાય અપેક્ષાએ વિકાર ક્ષણિક સત્ છે. પરંતુ ચૈતન્યસ્વભાવથી વ્યાસ ત્રિકાળી શુદ્ધ ભગવાન આત્મામાં એક સમયનો તે વિકાર વ્યાપ્ત નથી. પુદ્ગલના સંગે થયેલ એક સમયનું કાર્ય, વ્યાપક એવા ચૈતન્યસ્વભાવમાં વ્યાપ્યું નથી.
પ્રશ્ન- આ બન્નેમાંથી નક્કી શું કરવું?
ઉત્તર:- ભાઈ ! રાગ પર્યાયમાં છે અને તે પોતાથી છે એમ જાણમાં લઈને, દ્રવ્યસ્વભાવમાં-ચૈતન્યસ્વભાવથી વ્યાપ્ત પ્રભુ આત્મામાં રાગ નથી અર્થાત્ દ્રવ્યસ્વભાવ નિર્વિકાર શુદ્ધ ચૈતન્યમય છે એમ શ્રદ્ધાન કરવું.
ક્ન-કર્મ અધિકારની શરૂઆત કરવી છે તેથી આ વાત અહીં લીધી છે. પહેલી ગાથામાં આવ્યું ને કે-પરિભાષણ શરૂ કરીએ છીએ,’ પરિભાષા સૂત્ર એટલે જ્યાં જ્યાં જે જે જોઈએ તે તે ગાથા યથાસ્થાને ત્યાં આવે. સમયસારની આવી જ શૈલી છે. અમૃતચંદ્રાચાર્ય પણ જે ભવિષ્યમાં-આગળ આવવાનું હોય છે તેની વાત પહેલાં કહે છે. જેમકે બંધ અધિકારમાં આવે છે કે પર જીવન જીવાડું કે મારું-એ અધ્યવસાન મિથ્યાત્વ છે, જૂઠું છે. ભગવાને એનો ત્યાગ કરાવ્યો છે તેથી હું માનું છું કે પર જેનો
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #224
--------------------------------------------------------------------------
________________
Version 001,a: remember to check h††p://www.AtmaDharma.com for updates
૨૧૨ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૩
આશ્રય છે એવો વ્યવહા૨ જ સઘળોય છોડાવ્યો છે. (કલશ ૧૭૩). ગાથા ૨૭૨ માં જે વાત આવવાની છે તે વાત આગળના કળશમાં (કળશ ૧૭૩ માં) કહી દીધી છે. આવી શૈલી સમયસારમાં લીધી છે.
અહાહા! પરથી નથી થયું તે કાર્ય ૫૨નું છે, સ્વનું નથી! કેવી વાત! ભાઈ! ‘પરથી નથી થયું' એ તો રાગનું કાર્ય સ્વથી પર્યાયમાં થયું છે એમ સિદ્ધ કરવા કહ્યું છે. એ પર્યાય અપેક્ષાએ પર્યાયની વાત કરી છે. પણ વસ્તુના સ્વભાવને જ્યાં જોઈએ તો ‘તે કાર્ય ૫૨નું છે’ એમ ભાસે છે. કેમકે ત્રિકાળી શુદ્ધ ચૈતન્યમય વસ્તુનો અનુભવ કરતાં એટલે કે નિર્મળ સમ્યક્દર્શન-જ્ઞાનના પરિણામથી દ્રવ્યનો અનુભવ કરતાં, એ પરિણામમાં રાગનું વેદન આવતું નથી. માટે રાગ છે તે પરનું કાર્ય છે, સ્વનું નથી. ભાઈ! આ સમયસાર છે તે એમ ને એમ વાંચી જવાથી સમજાય એમ નથી. તેનાં એક એક પદ અને પંક્તિમાં ભાવ ઘણા ગંભીર-ઊંડા
છે.
અહા ! શું વસ્તુસ્થિતિ બતાવી છે! ભગવાન આત્મા ચૈતન્યસ્વભાવથી વ્યાપ્ત શુદ્ધ ચિદાનંદમય વસ્તુ છે. તે અનંત શક્તિ-ગુણ-સ્વભાવથી મંડિત અભેદ એકાકાર વસ્તુ છે. શું એમાં કોઈ શક્તિ-ગુણ-સ્વભાવ છે જે વિકાર ઉત્પન્ન કરે ? (ના). છતાં પર્યાયમાં જે વિકાર થાય છે તે વિકારનું સ્વતઃ પરિણમન છે. અહાહા! સ્વતઃ ષટ્કારથી વિકાર પરિણમે છે. તેને દ્રવ્ય-ગુણ અર્થાત્ સ્વભાવવાનની અપેક્ષા નથી તથા નિમિત્તના કારકોની પણ અપેક્ષા નથી. હવે કહે છે કે ચૈતન્યસ્વભાવથી વ્યાપ્ત શુદ્ધ આત્માને અનુભવતાં, એની નિર્મળ અનુભૂતિમાં વિકારરાગ આવતો નથી, ભિન્ન રહી જાય છે. જો એ રાગ ચૈતન્યસ્વરૂપમય હોય તો ચૈતન્યની અનુભૂતિમાં આવવો જોઈએ. પરંતુ એમ તો બનતું નથી. માટે રાગ અચેતન જ છે.
અહાલ ! આત્મા શુદ્ધ ચૈતન્યમય વસ્તુ છે. જ્યાં જ્ઞાનના પરિણામ અંદર શુદ્ધ ચૈતન્યમય વસ્તુમાં નિમગ્ન થયા ત્યાં રાગ સ્વયં સ્વથી ભિન્નપણે જણાય છે. માટે રાગ એ જીવના પરિણામ નથી. અહાહા! ચૈતન્યસ્વભાવી વસ્તુ આત્મામાં ઢળેલા જે શ્રદ્ધા-જ્ઞાનના નિર્મળ પરિણામ છે તે જીવના છે. પણ એ નિર્મળ પરિણામ સાથે રાગ આવતો નથી. અહાહા! જ્ઞાનના પરિણામથી રાગ ભિન્ન જ રહે છે. એ રાગનું જ્ઞાન જ્ઞાનના પરિણામમય છે, રાગમય નથી. રાગ પોતાથી ભિન્ન એવું જ્ઞાન થાય છે પણ તે રાગ અભિન્ન એવું જ્ઞાન જ્ઞાનના પરિણામમાં થતું નથી. ગજબ વાત ! અહો! આ વીતરાગની વાણી વહેવડાવનારા દિગમ્બર સંતો જાણે વીતરાગતાનાં પુતળાં! મુનિ એટલે વીતરાગતાનું બિંબ ! ધન્ય એ મુનિદશા! આવા મુનિનાં દર્શન થવા માટે પણ ભાગ્ય જોઈએ ! એમની વાણીની શી વાત!
કહે છે કે ભગવાન! તું ચૈતન્યસ્વભાવથી વ્યાપ્ત આત્મા છો ને! શું તું રાગથી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #225
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૬૮ ]
| [ ૨૧૩
વ્યાપ્ત આત્મા છો? (ના). ભાઈ ! જ્યાં આત્મા વ્યાપક અને રાગ એનું વ્યાપ્ય એમ કહ્યું છે ત્યાં તો આત્માને પરથી ભિન્ન સિદ્ધ કરવો છે. કલશ-ટીકામાં પણ આવે છે કે રાગનું વ્યાપ્યવ્યાપકપણે આત્માની સાથે છે, પરની સાથે નહિ. ભાઈ ! ત્યાં તો પરથી ભિન્ન પોતાની પર્યાય સિદ્ધ કરી છે. પણ અહીં તો શુદ્ધ ચૈતન્યમય આત્માની અંદર ઢળતાં જે નિર્મળ જ્ઞાન-દર્શનનાજાણવા-દેખવાના પરિણામ થાય છે તેમાં રાગ આવતો નથી પણ પોતાથી ભિન્નપણે જણાય છે એમ કહે છે. માટે રાગ અચેતન પુદ્ગલનો છે એમ કહે છે.
આવી વાત લખી લાગે એટલે અજ્ઞાની ભગવાનની સ્તુતિ, ભક્તિ, સેવા કરવામાં અને દાન કરવામાં સંતોષ માની લે છે. અરે પ્રભુ! એથી તને શું લાભ થયો? વ્યવહારથી નિશ્ચય થાય કે વ્યવહાર સાધક છે અને નિશ્ચય સાધ્ય-એમ જે ખરેખર માને છે તેનું તો હજી શાસ્ત્રજ્ઞાન પણ સાચું નથી. આગમની વાસ્તવિક શૈલી શું છે એની પણ એને ખબર નથી. વ્યવહારને સાધક કહ્યો છે એ તો આરોપિત કથન છે. સાધકનું કથન બે પ્રકારે છે, સાધક બે પ્રકારે નથી. જેમ મોક્ષમાર્ગનું કથન બે પ્રકારે છે, કાંઈ મોક્ષમાર્ગ બે પ્રકારે નથી. જો મોક્ષમાર્ગ બે પ્રકારે હોય તો વ્યવહાર મોક્ષમાર્ગથી વ્યવહાર મોક્ષ અને નિશ્ચય મોક્ષમાર્ગથી નિશ્ચય મોક્ષ થાય–શું એમ છે? (ના). ભાઈ, વ્યવહાર મોક્ષમાર્ગ તો બંધનું કારણ છે. પણ તેને આરોપથી મોક્ષમાર્ગ કહ્યો છે. આમાં તો ઘણું બધું ભર્યું છે.
હવે કહે છે કે જેમ ગુણસ્થાન માટે કહ્યું તેમ રાગ, દ્વેષ, આદિ બીજા બધા બોલ માટે પણ લેવું. જેમકે રાગ-રાગ છે તે પુગલના વિપાકપૂર્વક થવાથી પુદ્ગલ છે, કેમકે કારણના જેવું કાર્ય હોય છે. આગમ પણ રાગને પુદ્ગલ જ કહે છે અને ભેદ જ્ઞાનીઓ વડે રાગ પોતાથી ભિન્નપણે ઉપલભ્યમાન છે. માટે રાગ પુદગલ જ છે એમ સિદ્ધ થયું. આ પ્રમાણે દરેક બોલમાં ઉતારવું.
દ્રષ-દ્વેષના પરિણામ પુલના વિપાકથી થયેલા હોવાથી પુદગલ છે. આગમ પણ તેને પુદ્ગલ કહે છે અને ભેદજ્ઞાનીઓ વડે અનુભવમાં પણ તે ભિન્નપણે ઉપલભ્યમાન છે. માટે દ્વેષ પુદ્ગલ જ છે. અહીં આગમ એટલે નિશ્ચયનું-અધ્યાત્મનું આગમ લેવું. આનો ખુલાસો અગાઉ ગાથા ૪૬ ના સંદર્ભથી આવી ગયો છે. અધ્યવસાન આદિ ભાવોને વ્યવહારથી જીવના કહ્યા છે, પણ પરમાર્થની દષ્ટિમાં તેઓ જીવના છે જ નહિ. ભાઈ ! “જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તહાં સમજવું તે.” પોતાની દૃષ્ટિને સિદ્ધાંત કહે છે તેમ વાળવી જોઈએ પણ દષ્ટિ પ્રમાણે સિદ્ધાંતને વાળવો જોઈએ નહિ.
તેવી રીતે મોહ અને પ્રત્યય-પ્રત્યય એટલે આસ્રવ. તેમાં મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ-એ પાંચેય લેવા. એ પાંચેય આસ્રવ પુદ્ગલપૂર્વક થયા હોવાથી પુદ્ગલ છે. આગમ પણ એને પુદ્ગલ જ કહે છે. તથા આત્માના અનુભવમાં આસ્રવ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #226
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૩
સ્વથી ભિન્નપણે જ જણાય છે. અર્થાત્ શુદ્ધ ચૈતન્યસ્વભાવી આત્માનો અનુભવ કરતાં અનુભવમાં આસ્રવો આવતા નથી, પણ ભિન્ન જ રહે છે. માટે તેઓ પુદ્ગલ જ છે.
તેવી રીતે કર્મ જે જડ (દ્રવ્યકર્મ) છે તે, નોકર્મ-શરીર, મન, વાણી, આદિ, વર્ગ, વર્ગણા અને સ્પર્ધક–આ બધા તો સીધા જડ પુદ્ગલ જ છે.
હવે કહે છે કે અધ્યવસાનસ્થાન પુદ્ગલપૂર્વક થયા હોવાથી પુદ્ગલ છે. આગમ પણ એને પુદ્ગલ કહે છે. અને તે અધ્યવસાનસ્થાન ચૈતન્યસ્વભાવથી વ્યાપ્ત ભગવાન આત્માનો અનુભવ કરતાં ભિન્ન રહી જાય છે, અનુભવમાં આવતા નથી. માટે તેઓ પુદ્ગલ જ છે.
તેવી રીતે અનુભાગસ્થાન-પર્યાયમાં જેટલા અનુભાગરસના ભાવ આવે તે, યોગસ્થાન એટલે કંપનનાં સ્થાન, બંધસ્થાન-વિકારી પર્યાયના બંધના પ્રકાર, ઉદયસ્થાન તથા માર્ગણાસ્થાન-ચૌદ માર્ગણાના ભેદ-સર્વ પુદ્ગલપૂર્વક હોવાથી પુદ્ગલ છે. આગમ તેઓને પુદ્ગલ કહે છે અને ચૈતન્યસ્વભાવથી વ્યાપ્ત આત્માનો અનુભવ કરતાં તેઓ ભિન્ન રહી જાય છે, માટે તેઓ પુદ્ગલ જ છે.
તેવી રીતે સ્થિતિબંધસ્થાન-કર્મની સ્થિતિના જે પ્રકાર છે તેટલી જીવમાં જે યોગ્યતા છે તે પુદગલ છે. તથા સંકલેશસ્થાન એટલે અશુભભાવના પ્રકાર-હિંસા, જઠ. ચોરી, કુશીલ, પરિગ્ર, ક્રોધ, માન, માયા, લોભ આદિ-જે અશુભભાવ છે તે પુદ્ગલપૂર્વક હોવાથી પુદ્ગલ છે, આગમ પણ તેઓને પુદ્ગલ કહે છે અને ચૈતન્યમૂર્તિ ભગવાન આત્માનો અનુભવ કરતાં તે અશુભભાવો અનુભૂતિથી ભિન્ન રહી જાય છે. માટે તેઓ પુદ્ગલ જ છે.
વિશુદ્ધિસ્થાન-જે અસંખ્યાત પ્રકારે પ્રશસ્ત શુભભાવ છે તે પુદ્ગલપૂર્વક હોવાથી પુદ્ગલ છે, આગમ પણ તેઓને પુદ્ગલ કહે છે અને શુદ્ધ આત્માના અનુભવમાં પણ તેઓ આવતા નથી, ભિન્ન રહી જાય છે, માટે તેઓ પુદ્ગલ જ છે. લોકોને આ ભારે કઠણ પડ છે. પણ ભાઈ ! ગમે તે શુભભાવ હો, ચાહે તો તીર્થકર ગોત્ર બંધાય એવો સોલહકારણ ભાવનાનો શુભભાવ હો, પરંતુ સર્વ શુભભાવ પુદ્ગલની કર્મપ્રકૃતિના વિપાક-પૂર્વક જ હોવાથી પુદ્ગલ છે. તેઓ કાંઈ ચૈતન્યના વિપાક-ભાવ નથી. ભગવાન ચૈતન્યદેવનું કાર્ય તો આનંદ અને વીતરાગી શાન્તિના અંકુર ફૂટે એવું ચૈતન્યમય જ હોય. એમાં વિશુદ્ધિસ્થાન આવતાં નથી. માટે તેઓ પુદ્ગલ જ છે.
હવે સંયમલબ્ધિસ્થાન-અભેદ ચૈતન્યન-વિજ્ઞાનઘનસ્વભાવી આત્મામાં નિર્મળ ચારિત્રના જે ભેદ પડે છે તે સંયમલબ્ધિસ્થાન છે. તેઓ પણ પુદ્ગલકર્મપૂર્વક થતા હોઈને સદાય અચેતન પુદ્ગલ છે. આગમ પણ તેઓને પુદ્ગલ કહે છે અને આત્માનુભૂતિમાં પણ એ ભેદો સમાતા નથી, તેથી તેઓ પુદ્ગલ જ છે, જીવ નથી-એમ આપોઆપ સિદ્ધ થાય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #227
--------------------------------------------------------------------------
________________
Version 001,a: remember to check h††p://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૬૮ ]
[ ૨૧૫
અહીં મૂળ તો ત્રિકાળી શુદ્ધ ચૈતન્યસ્વભાવથી વ્યાસ ધ્રુવ ભગવાન આત્મા સિદ્ધ કરવો છે. શું કીધું? કે જે ચૈતન્યસ્વભાવથી વ્યાસ છે તે જીવ છે. તેથી ચૈતન્યથી ભિન્ન એવા રાગ અને ભેદ આદિ સર્વ ભાવો ચૈતન્યમય નથી માટે અચેતન છે એમ કહ્યું છે. તથા આ સર્વ ભાવો પુદ્દગલના વિપાકપૂર્વક થતા હોવાથી પુદ્દગલ જ છે, જીવ નથી એમ સિદ્ધ કર્યું છે. જેમ પહેલાં ગુણસ્થાન જીવ નથી એમ સિદ્ધ કર્યું હતું તેમ આ રાગાદિ બધાય ભાવો પણ જીવ નથી એમ આપોઆપ સિદ્ધ થઈ ગયું.
* ગાથા ૬૮ : ભાવાર્થ ઉ૫૨નું પ્રવચન *
શુદ્ધદ્રવ્યાર્થિકનયની દષ્ટિમાં એટલે કે જેમાં શુદ્ધ ત્રિકાળી દ્રવ્યનું પ્રયોજન છે એવા નયની દૃષ્ટિમાં ચૈતન્ય અભેદ છે. શુદ્ધદ્રવ્યાર્થિકનય એટલે શુદ્ધ + દ્રવ્ય + આર્થિક + નય. અહાહા ! આત્મા ત્રિકાળ ધ્રુવ દ્રવ્ય છે. એવા ત્રિકાળી શુદ્ધ ભગવાન આત્માનું જ જેમાં પ્રયોજન છે એ નયથી જોતાં ચૈતન્ય અભેદ છે, એમાં દયા, દાન આદિ રાગ કે સંયમલબ્ધિસ્થાન આદિના ભેદ નથી. ભાઈ! પરમાત્મા ત્રિલોકીનાથ જિનેશ્વરદેવે કહેલો માર્ગ સંતો જગતને જાહેર કરે છે. કહે છે કે-પ્રભુ! તું શુદ્ધ દ્રવ્યની દૃષ્ટિથી અભેદ છો; અને ત્યાં જ દષ્ટિ દેવા લાયક છે, માટે ત્યાં દૃષ્ટિ
દે.
અહાહા ! શુદ્ધદ્રવ્યાર્થિકનયથી ચૈતન્ય અભેદ છે અને એના પરિણામ પણ સ્વાભાવિક શુદ્ધ જ્ઞાન-દર્શન છે. જુઓ, વસ્તુ અભેદ છે અને તેના પરિણામ નિર્મળ જ્ઞાન-દર્શન છે. અહાહા! જ્ઞાતા-દષ્ટાના આનંદના જે પરિણામ થાય તે શુદ્ધ ચૈતન્યના પરિણામ છે. પરંતુ દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિના જે પરિણામ થાય તે જીવના પરિણામ નથી; અહા ! ચૈતન્યસ્વભાવનું એ પરિણમન નથી. આવી વાત લોકોને સાંભળવા નવરાશ મળે નહિ અને આખો દિવસ ૨ળવા-કમાવવાના ધંધામાં અને બાયડી-છોકરાં સાચવવામાં-એકલા પાપના કામમાં ગાળે ! કદાચિત્ સાંભળવા જાય તો ભક્તિ કરો, ઉપવાસ કરો આદિ કરો-એમ સાંભળવા મળે. પણ ભાઈ! એ તો બધો રાગ છે, અને રાગને તો અહીં પુદ્દગલના પરિણામ કહ્યા છે. અરે, તે પુદ્ગલ જ છે. અરેરે! લોકો તો એમાં જ ધર્મ માને છે!
ભગવાન આત્મા ચૈતન્યસ્વભાવી જાગૃતજ્યોતસ્વરૂપ અભેદ એકરૂપ શુદ્ધ વસ્તુ છે. તેના પરિણામ હોય તો તે જાણવા-દેખવાના અને અતીન્દ્રિય આનંદના નિર્મળ પરિણામ છે, સંયમલબ્ધિસ્થાન આદિ તો ભેદરૂપ છે, અને આત્મા અભેદ છે. એ અભેદના આશ્રયે જે નિર્મળ જ્ઞાન-દર્શનના પરિણામ થાય તે જીવના પરિણામ છે. આત્માની પર્યાયમાં જે દયા, દાન અને કામ-ક્રોધ આદિ રાગ-દ્વેષના વિકલ્પો થાય છે તે ચૈતન્યના વિકારો છે, ચૈતન્યના સ્વભાવભાવ નથી. અહાહા! વિકારના પરિણામ ચૈતન્યના સ્વરૂપમય નથી એમ કહે છે. વિકાર ઉત્પન્ન કરે એવી ચૈતન્યમાં કોઈ શક્તિ-ગુણ નથી. વિકૃત પર્યાય આત્મામાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #228
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૩
થાય છે તે પર નિમિત્તથી થાય છે. નિમિત્તથી થાય છે એટલે કે થાય છે તો પોતાથી પોતામાં, પણ નિમિત્તના લક્ષે થાય છે એમ અર્થ છે.
શું કહ્યું? શુભાશુભભાવ-દયા, દાન, વ્રત, ભક્તિ વગેરેના શુભભાવ અને હિંસા, જૂઠ, ચોરી, વિષયવાસના આદિ અશુભભાવ-તે સર્વ પર્યાયમાં થતા ચૈતન્યના સ્વભાવ પરિણામ નથી. તેઓ કર્મના નિમિત્તથી ઉત્પન્ન થયેલા છે અને ચૈતન્ય જેવા દેખાય છે. ચૈતન્યમય તો નથી, પણ જાણે ચૈતન્ય કેમ ન હોય એવા દેખાય છે. તોપણ તે ચિદ્ધિકારો ચૈતન્યની સર્વ અવસ્થાઓમાં વ્યાપક નહિ હોવાથી ચૈતન્યશૂન્ય છે, જડ છે. શું કહ્યું? ભગવાન આત્મા અનાદિ-અનંત ત્રિકાળ છે, તેની અનાદિ-અનંત સર્વ અવસ્થાઓમાં એ વિકારો રહેતા નથી. અનાદિ-અનંત જે સ્વભાવ છે એની પર્યાયમાં અનાદિ-અનંત વિકાર રહેતો નથી. આ પુણ્ય-પાપ, શુભાશુભભાવ અને ગુણસ્થાન આદિ ભેદના ભાવ ચૈતન્યની પ્રત્યેક અવસ્થામાં વ્યાપક નથી, માટે એ વિકારો ચૈતન્યથી શૂન્ય છે એટલે કે જડ છે. તેથી તેઓ કર્મપૂર્વક થતા હોવાથી તેઓને પુદ્ગલમાં નાખ્યા છે. ભાઈ ! સૌ પ્રથમ સમ્યગ્દર્શન અને તેનો વિષય શું છે તે સમજવાની જરૂર છે, બાકી બધું તો થોથેથોથાં છે.
સમ્યગ્દર્શન એ ધર્મનું પ્રથમ સોપાન છે. અને એનો વિષય ત્રિકાળી શુદ્ધ અભેદ ચૈતન્યસ્વભાવી વસ્તુ છે. શુદ્ધદ્રવ્યાર્થિકનયનો વિષય કહો કે સમ્યગ્દર્શનનો, બન્નેનો વિષય ત્રિકાળી શદ્ધ ચૈતન્યમય ભગવાન આત્મા છે. અને સમ્યગ્દર્શન-જ્ઞાન આદિ પરિણામ હોવાથી જીવ છે. જ્યારે રાગાદિ અને ગુણસ્થાન આદિ ભેદના ભાવો સ્વભાવપૂર્વક નહિ હોવાથી તથા નિમિત્ત પુદ્ગલકર્મના વિપાકપૂર્વક હોવાથી સદાય અચેતનપણે પુદ્ગલ જ છે. આવી વાત છે. જે કોઈ દયા, દાન, વ્રત, ભક્તિ આદિના ભાવથી ધર્મ થવો માને છે તે મૂઢ મિથ્યાષ્ટિ છેતેને જૈનધર્મની ખબર નથી. તેને ખબર નથી એટલે કાંઈ બંધભાવથી અબંધ થઈ જાય ? અસત્ય, સત્ય થઈ જાય? ન થાય, ભાઈ ! એ સંસારમાં રખડવાની માન્યતા છે. જાઓને! પંડિત જયચંદજીએ કેવો ખુલાસો કર્યો છે! ભાઈ ! જડ પુદ્ગલમય ભાવોથી જીવનેચૈતન્યને કેમ લાભ થાય? (કદીય ન થાય.)
દયા, દાન, વ્રત, ભક્તિ આદિના ભાવ પુણ્યભાવ છે, અને વેપાર-ધંધાના, સ્ત્રી-પુત્રપરિવાર સાચવવાના તથા હિંસાદિના ભાવ છે તે એકલા પાપભાવ છે. આ પુણ્ય-પાપના ભાવ છે તો જીવની અવસ્થામાં થયેલા વિકારી પરિણામ, પણ તેઓ ચૈતન્યસ્વભાવથી શૂન્ય છે માટે જડ-અચેતન છે અને પુદ્ગલકર્મપૂર્વક થતા હોવાથી પુદ્ગલ જ છે એમ કહ્યું છે. આ યુક્તિ થઈ. હવે કહે છે આગમમાં પણ તેમને અચેતન કહ્યા છે. શુદ્ધ દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિથી આગમમાં પણ તેમને અચેતન કહ્યા છે. તેમ જ ભેદજ્ઞાનીઓ પણ તેમને ચૈતન્યથી ભિન્નપણે અનુભવે છે. આમ ત્રણ વાત થઈ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #229
--------------------------------------------------------------------------
________________
Version 001,a: remember to check h††p://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૬૮ ]
[ ૨૧૭
પહેલાં ન્યાયથી સિદ્ધ કર્યું કે-ભગવાન આત્મા તો શુદ્ધ ચૈતન્યસ્વભાવી નિર્મળાનંદ પ્રભુ છે. તે અભેદ છે. તેની પર્યાયમાં જે વિકાર થાય છે તે ચૈતન્યસ્વભાવપૂર્વક નથી કારણ કે ચૈતન્યમાં કયાં વિકાર છે કે તે-પૂર્વક વિકાર થાય? પરંતુ પુણ્ય-પાપ આદિ ભાવોના વિકાર પુદ્દગલકર્મપૂર્વક જ થાય છે. માટે તેઓ ચૈતન્યથી રહિત જડ પુદ્દગલ જ છે. આ યુક્તિ કહી. ભગવાનના આગમમાં પણ તેમને નિશ્ચયથી પુદ્દગલ જ કહ્યા છે. તથા શુદ્ધ અભેદ ચૈતન્યમય આત્માનો અનુભવ કરનાર ભેદજ્ઞાનીઓને પણ તેઓ અનુભૂતિથી ભિન્ન જણાય છે. આમ યુક્તિ, આગમ અને અનુભવ એમ ત્રણ પ્રકારે તેઓ પુદ્દગલ જ છે એમ સિદ્ધ થાય છે. લોકોને એકાંત, લાગે, પણ ભાઈ! આ તો ન્યાયથી, ભગવાનના આગમથી અને ભેદજ્ઞાનીઓના અનુભવથી સિદ્ધ થયેલી વાત છે. ભાઈ! રાગથી અને ભેદથી ભિન્ન ભગવાન અભેદનો અનુભવ કરતાં, એમાં રાગ કે ભેદ આવતા નથી. તેથી તેઓ અચેતન-પુદ્દગલ છે, જીવ નથી.
લોકો તો ૫૨ જીવની દયા પાળવી-તેમને ન મારવા તેને અહિંસા કહે છે અને તે પરમ ધર્મ છે, સર્વ સિદ્ધાંતનો સાર છે એમ માને છે. તેને કહે છે કે ભાઈ! તને વસ્તુની ખબર નથી. તેં સત્ સાંભળ્યું જ નથી, ભગવાન! એકવાર સાંભળ તો ખરો પ્રભુ! કે તારો સ્વભાવ શું છે? તું તો ચૈતન્યસ્વભાવી ધ્રુવ અભેદ વસ્તુ છો ને, નાથ ! એમાં વિકાર કયાં છે તે થાય? તું પરની દયા તો પાળી શક્યો નથી, પરંતુ દયાનો જે શુભાગ તને થાય છે તે ચૈતન્યમય નથી પણ પુદ્દગલકર્મપૂર્વક થતો હોવાથી પુદ્દગલ જ છે એમ અહીં કહે છે. અહાહા! શું ન્યાય છે! ન્યાયથી તો સમજવું પડશે ને? ભાઈ! આ જિંદગી ચાલી જાય છે, હોં. આવો મનુષ્યભવ મળ્યો એમાં દેવાધિદેવ જિનેશ્વરદેવ આત્મા કોને કહે છે એ સમજણમાં ન આવ્યું તો મનુષ્યભવ નિષ્ફળ જશે. પશુને મનુષ્યપણું મળ્યું નથી અને આ જીવને મનુષ્યપણું મળ્યું છે. પણ જો આત્માની સમજણ ન કરી તો મનુષ્યપણું નિષ્ફળ જશે.
અહાહા! જ્ઞાનાનંદનો દરિયો ભગવાન આત્મા ધ્રુવ ચૈતન્યમય વસ્તુ છે. તે અભેદ એકરૂપ નિર્મળ છે. એમાં વિકાર કયાં છે તે વિકાર થાય? એમાં તો જ્ઞાન, આનંદના નિર્મળ પરિણામ થાય. એ ચૈતન્યના પરિણામ છે.
પ્રશ્ન:- પર્યાયમાં વિકાર થાય છે ને? એ શું છે?
ઉત્તર:- ભાઈ! પર્યાયમાં વિકાર થાય છે એ ચૈતન્યના પરિણામ નથી કેમકે તે ચૈતન્યમય નથી, સ્વભાવપૂર્વક નથી. એ વિકાર પુદ્દગલકર્મપૂર્વક થતા હોવાથી અચેતન-પુદ્ગલ છે. જો તે જીવના ભાવ હોય તો તે નીકળે નહિ અને સદાય ચૈતન્યની સર્વ અવસ્થાઓમાં રહે, પણ તેઓ તો નીકળી જાય છે. સિદ્ધમાં તેઓ સર્વથા નથી. વળી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #230
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૩
ભેદજ્ઞાનીઓની નિર્મળ અનુભૂતિમાં પણ તેઓ આવતા નથી, ભિન્ન રહી જાય છે. જો રાગ અને ભેદ જીવના હોય તો સ્વ-અનુભવમાં તેઓ આવવા જોઈએ. પણ એમ પણ બનતું નથી. તેથી તેઓ અચેતન જ છે. પરમાગમ પણ એમ જ કહે છે. તેથી રાગાદિ ભાવો જીવના નથી, પુદ્ગલના જ છે એમ સિદ્ધ થાય
અહા! અજ્ઞાનીને એમ લાગે છે કે આ શું કહેવાય? આ તે વળી કેવો ધર્મ! આ બધુંવ્રત કરવાં, તપ કરવાં, ઉપવાસ કરવા, ભગવાનની ભક્તિ-સ્તુતિ-સેવા-પૂજા કરવી, જાત્રા કરવી, મંદિર બાંધવા, રથયાત્રાઓ કાઢવી, વગેરે કયાં ગયું? શું એ બધું ધર્મ નથી? ધીરજથી સાંભળ, ભાઈ ! જેને તું ધર્મ માને છે એ બધી ક્રિયા છે અને તું તો ચૈતન્યસ્વરૂપ છો, ભગવાન! રાગ છે એ તો અચેતન છે અને પુદ્ગલકર્મના વિપાકપૂર્વક થાય છે માટે એને તો ભગવાન નિશ્ચયથી પુદ્ગલનું કાર્ય કર્યું છે. ગજબ વાત છે! વિકાર અને ભેદથી રહિત અભેદ એકરૂપ ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્મા છે. રાગની આડમાં જો એની દષ્ટિ ન કરી તો કયાં જઈશ પ્રભુ? ભવ બદલીને કયાંક જઈશ તો ખરો જ ને? સ્વરૂપની સમજણ વિના રખડી મરીશ, નરક-નિગોદના ચક્રાવામાં રખડી મરીશ, ભાઈ ! બાપુ! અહીં વિચારવાની અને સમજવાની તક છે.
ગાથા ૪૯ ની ટીકામાં આવ્યું છે કે “જેણે પોતાનું સર્વસ્વ ભેદજ્ઞાની જીવોને સોંપી દીધું છે”—એનો અર્થ શું છે? કે જ્ઞાનાનંદસ્વરૂપ ભગવાન આત્માનો જેઓ અનુભવ કરે છે તે ભેદશાની જીવોને અનુભવમાં અતીન્દ્રિય જ્ઞાન, આનંદ અને શાંતિનો સ્વાદ આવે છે પણ રાગ અને ભેદ અનુભવમાં આવતા નથી. મતલબ કે ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્માથી રાગ અને ભેદ ભિન્ન છે. રાગ અને ભેદના ભાવો ચૈતન્યમય નથી અને તેથી અચેતન જ છે. લોકોને આકરું પડે પણ એ એમ જ છે.
પ્રશ્ન:- જો તેઓ ચેતન નથી તો તેઓ કોણ છે?
ઉત્તર- જીવની પર્યાયમાં તેઓ છે તેથી વ્યવહારથી તેઓ જીવના છે એમ કહેવામાં આવે છે; પરંતુ નિશ્ચયથી તેઓ જીવના નથી. તેઓ પુદ્ગલકર્મપૂર્વક થાય છે તેથી નિશ્ચયથી તેઓ પુદ્ગલ જ છે. દ્રવ્ય-ગુણમાં તો વિકાર છે જ નહિ, પર્યાયમાં જે વિકાર છે તે અનાદિ-અનંત પર્યાયમાં કાયમ રહેતો નથી. તેથી વિકાર જીવનો નથી, પુદ્ગલ જ છે, કેમકે કારણ જેવું કાર્ય હોય છે. પુદ્ગલકર્મ કારણ છે અને રાગાદિ તેનું કાર્ય છે. તેથી રાગાદિ પુદ્ગલ જ છે.
પરંતુ આ ઉપરથી કોઈ એમ માની લે કે-જુઓ, કર્મને લઈને રાગ થાય છે ને? તો એમ નથી. તું યથાર્થ વાત સમજ્યો નથી, ભાઈ ! કર્મને લઈને વિકાર થાય છે એમ નથી, કર્મ છે માટે રાગ થાય છે એમ છે જ નહિ. જીવદ્રવ્યની પર્યાયમાં વિકાર-અપરાધ જે થાય છે તે પોતાથી જ થાય છે. તે અપરાધ પોતાનો જ છે પરંતુ તે સ્વભાવનું કાર્ય
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #231
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૬૮ ]
[ ૨૧૯
નથી એમ અહીં કહે છે. ભગવાન આત્મા તો ત્રિકાળ નિરપરાધસ્વરૂપ નિરાકુળ આનંદમય નિર્મળાનંદ પ્રભુ ચૈતન્યસ્વભાવી વસ્તુ છે. એનું કાર્ય અપરાધ-વિકાર કેમ હોય? નિરપરાધ સ્વભાવમાંથી અપરાધ-વિકાર કેમ જન્મ? તો વિકાર થાય તો છે? પર્યાયમાં એ વિકાર થાય છે તો પોતાથી, પોતાની જન્મક્ષણ છે તેથી થાય છે, પરંતુ પુદ્ગલકર્મના-નિમિત્તના લક્ષે થાય છે માટે તેઓ પુદ્ગલના છે એમ કહ્યું છે. વીતરાગનો માર્ગ બહુ ઝીણો, ભાઈ ! તેને ધીરજથી, ન્યાયથી સમજવો જોઈએ.
દષ્ટિનો વિષય ત્રિકાળ અભેદ આત્મા છે. અભેદની દૃષ્ટિમાં અભેદ ચૈતન્યસ્વભાવ જ જણાય છે. પર્યાયમાં રાગાદિ જે છે તે અભેદની દૃષ્ટિમાં આવતા નથી માટે તેઓ અચેતન જ છે. તથા તે રાગાદિ પુદ્ગલકર્મપૂર્વક જ થાય છે માટે તેઓ પુદ્ગલ જ છે, જીવ નથી. જવમાંથી જવ જ થાય, પણ શું બાજરો થાય ? જવ કારણ અને બાજરો કાર્ય એમ શું બને? જવને કારણે શું બાજરો ઉગે ? (ન જ ઉગે). જેમ જ કારણ છે તો તેનું કાર્ય પણ જવ જ છે, તેમ પુગલકર્મપૂર્વક થયેલું વિકારનું કાર્ય પણ પુદ્ગલ જ છે. માટે રાગાદિ પુદ્ગલ જ છે, જીવ નથી એમ સિદ્ધ થયું-આ પ્રમાણે સ્વભાવથી વિભાવનું ભેદજ્ઞાન કરાવ્યું.
અંત:તત્ત્વ ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્મા પરમાત્મસ્વરૂપ છે. અત્યારે જ પરમાત્મસ્વરૂપે બિરાજમાન છે, હોં. એ પરમાત્મસ્વરૂપનું કાર્ય શું રાગ (શુભભાવ) હોય? ના. રાગ છે તો જીવની પર્યાયમાં અને તે પોતાનો જ અપરાધ છે, પણ તે કાંઈ ચૈતન્યસ્વભાવથી નીપજેલું કાર્ય છે? ના. તે કારણે, દ્રવ્ય-ગુણના આશ્રય વિના પર્યાયમાં સ્વયં અદ્ધરથી ઉત્પન્ન થયેલા રાગને પુદ્ગલનું કાર્ય કહ્યું છે. પુદ્ગલકર્મ રાગ કરાવે છે માટે પુદ્ગલનું કાર્ય કહ્યું છે એમ નથી, પણ કર્મ-નિમિત્તના લક્ષે રાગ થાય છે માટે પુદગલનું કાર્ય કહ્યું છે. એ રાગાદિ ભાવ સ્વભાવની ઉપર-ઉપર જ રહે છે અને પુલકર્મના નિમિત્તના સંબંધે ઉત્પન્ન થાય છે માટે તેઓ નિશ્ચયથી પુદ્ગલના જ છે એમ નિશ્ચિત થાય છે. અરેરે ! આવી વાત સાંભળવાય ફુરસદ લે નહિ તો અનુભવ તો કયારે કરે ?
આ પ્રકારે એમ સિદ્ધ કર્યું કે પુદ્ગલકર્મના ઉદયના નિમિત્તથી થતા ચૈતન્યના વિકારો પણ જીવ નથી, પુદ્ગલ છે. જુઓ, વિકાર નિમિત્તથી થાય છે એમ લખ્યું છે કે નહિ? ભાઈ ! તું અપેક્ષા સમજ્યો નથી. નિમિત્ત જે પુદ્ગલકર્મ છે તેના લક્ષ-આશ્રયે વિકાર થાય છે એમ કહ્યું છે. વિકાર થાય છે તો પોતાની પર્યાયમાં પોતાને કારણે, પરંતુ સ્વભાવનું એ કાર્ય નથી અને નિમિત્તના આશ્રયે તે થાય છે માટે નિમિત્તનું કાર્ય છે એમ કહ્યું છે. ભાઈ ! કર્મ, શરીર, મન, વાણી ઇત્યાદિ જડ પદાર્થો તો જડ છે જ. અહીં તો વિકારભાવ જે છે તે સ્વભાવના આશ્રયે તો થતો નથી તેથી એ સ્વભાવનું કાર્ય નથી; પરંતુ એ વિકારભાવ પુદ્ગલકર્મના આશ્રયે-લક્ષે જ થાય છે, માટે એ વિકાર
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #232
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૩
જડ-પુદ્ગલનું જ કાર્ય છે એમ અપેક્ષાથી કહ્યું છે. આ પ્રમાણે પુદ્ગલના નિમિત્તથી થતો વિકાર પણ જડ-પુદ્ગલ જ છે, જીવ નથી એમ નક્કી થાય છે. ભાઈ ! શાસ્ત્ર જે કહે છે તે પ્રમાણે પોતાની દષ્ટિ કરવી જોઈએ, પણ પોતાની દષ્ટિથી શાસ્ત્રનો વિચાર કરવો જોઈએ નહિ; અન્યથા સત્ય હાથ નહીં આવે.
પર કારકોથી નિરપેક્ષ વિકાર પોતાની પર્યાયમાં પોતાના પકારકોથી ઉત્પન્ન થાય છે. જુઓ, પંચાસ્તિકાયની ૬રમી ગાથા. આત્માના દ્રવ્ય-ગુણમાં તો વિકાર નથી, છતાં પર્યાયમાં જે વિકાર થાય છે પોતાના પકારકથી ઉત્પન્ન થાય છે. દ્રવ્ય-ગુણ વિકારનું કારણ નથી કેમકે દ્રવ્ય-ગુણમાં વિકાર નથી. પર નિમિત્ત પણ વિકારનું કારણ નથી કેમકે પરને એ વિકારની પર્યાય અડતીય નથી, અર્થાત્ વિકારની પર્યાયનો પરમાં અભાવ છે, અને પર નિમિત્તનો વિકારમાં અભાવ છે. અહા ! એ પંચાસ્તિકાયમાં જીવાસ્તિકાય સિદ્ધ કરવો છે. તેથી જીવની પર્યાયમાં વિકાર પોતાથી છે એમ કહ્યું છે. પણ અહીં એ વિકાર ચૈતન્યસ્વભાવનું કાર્ય નથી તથા પુદ્ગલ-કર્મના નિમિત્તના સંબંધે જેમ જ્યાં જે અપેક્ષા છે તે યથાર્થ સમજવી જોઈએ.
શુભ આચરણથી જીવને ધર્મ થાય એ વાત અજ્ઞાનીને એવી અતિશયપણે દઢ થઈ છે કે ત્યાંથી ખસવું એને કઠણ પડે છે. એને મન પ્રશ્ન થાય છે કે શુભભાવને તમે ધર્મ નથી કહેતા તો શું ખાવું-પીવું અને મોજ-મઝા કરવી એ ધર્મ છે? અરે, પ્રભુ! તું શું કહે છે? એ અહીં કયાં છે? ખાવા-પીવામાં જે શરીરાદિની ક્રિયા છે એ તો જડની છે. એને તો તું કરી શક્તો નથી, તથા ખાવા-પીવાનો જે રાગ છે એ તો અશુભ જ છે. એનાથી તો ધર્મ કેમ હોય? પરંતુ જે વ્રત-તપ-ઉપવાસાદિનો ભાવ છે તે પણ શુભરાગ જ છે. એ શુભાશુભ બન્ને પ્રકારના રાગ સ્વયં થયેલા ચૈતન્યના વિકાર છે, ચૈતન્યસ્વરૂપ નથી. સ્વભાવની દૃષ્ટિથી જોતાં તેઓ ચૈતન્યથી ભિન્ન જણાય છે.
અહાહા! ત્રિકાળી ધ્રુવ ભગવાન જ્ઞાયકસ્વરૂપ આત્મામાં દષ્ટિ દેતાં એ બન્ને શુભાશુભ રાગ અનુભૂતિથી ભિન્ન રહી જાય છે. માટે તેઓ અચેતન છે. તથા એ શુભાશુભ રાગ, ચૈિતન્યપૂર્વક નહિ પણ કર્મના ઉદયપૂર્વક થાય છે તેથી તે નિશ્ચયથી કર્મ-પુદ્ગલના જ છે એમ સિદ્ધ થાય છે, કારણકે કારણ જેવું કાર્ય હોય છે. ભાઈ ! સ્વભાવ-વિભાવનું આ પ્રમાણે ભેદજ્ઞાન કરી ત્રિકાળી સ્વભાવની દષ્ટિ કરી વિભાવને કાઢી નાખવાની આ જ રીત છે; અને આ પ્રમાણે અનુસરણ કરતાં ધર્મ થાય છે. આવી વાત છે.
હવે પૂછે છે કે-વર્ણાદિક અને રાગાદિક જીવ નથી તો જીવ કોણ છે? રંગ, ગંધ, સ્પર્શ, રસ, શરીર. સંસ્થાન, સહુનન, વર્ગ, વર્ગણા અને કર્મ–બધા રંગમાં જાય છે, અધ્યવસાન, રાગ, વૈષ, સંકલેશ-વિશુદ્ધિનાં સ્થાનો એ બધાં રાગમાં જાય છે અને સંયમલબ્ધિસ્થાન, માર્ગણાસ્થાન, જીવસ્થાન, ગુણસ્થાન-એ બધાં ભેદમાં જાય છે. રંગ-રાગ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #233
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૬૮ ]
[ ૨૨૧
અને ભેદમાં એ બધાં ૨૯ બોલ સમાઈ જાય છે. હવે પૂછે છે કે આ રંગ-રાગ અને ભેદના ભાવો જીવ નથી તો જીવ કોણ છે? રંગ-રાગ અને ભેદના ભાવ જીવ નથી એમ જેને લક્ષમાં આવ્યું છે તે પૂછે છે કે–તો જીવ કોણ છે? તેના ઉત્તરરૂપ શ્લોક-કળશ કહે છે:
* કળશ ૪૧ : શ્લોકાર્ધ ઉપરનું પ્રવચન *
આ ભગવાન આત્મા કોણ છે? રંગ-રાગ અને ભેદના ભાવો તો અજીવ-પુદ્ગલ છે. તો આ જીવ કેવો છે? તો કહે છે કે એ ચૈતન્યસ્વભાવી વસ્તુ “અનાદ્રિ' અનાદિ છે, અર્થાત્ કોઈ કાળે ઉત્પન્ન થઈ નથી; તથા તે “નત્તમ’ અનંત છે, અર્થાત્ એનો કોઈ કાળે વિનાશ નથી; તેમ જ તે “સનમ' અચળ છે અર્થાત તે કદીય ચૈતન્યપણાથી અન્યરૂપ-ચળાચળ થતો નથી. શું કહ્યું? કે આ ચૈતન્યસ્વભાવી જીવને આદિ નથી, અંત નથી અને તે અચળ એટલે ચળાચળતા વિનાનો કંપ રહિત ધ્રુવપણે પડયો છે. અહાહા! ચૈતન્યસ્વભાવી ભગવાન આત્મા અચળ કહેતાં ચૈતન્યપણાથી છૂટી કદીય અન્યરૂપ થતો નથી. ભગવાન આત્માનો ચૈતન્યસ્વભાવ કદીય રાગરૂપ થતો નથી. અહાહા ! એ ચૈતન્યસ્વરૂપ રંગરૂપ તો ન થાય, રાગરૂપે તો ન થાય અને ભેદરૂપે પણ કદીય ન થાય એવી વસ્તુ છે. આવી વાત છે, ભાઈ !
વળી તે ‘વસંવેદમ' સ્વસંવેધ છે. એટલે કે તે પોતે પોતાથી જ જણાય એવો છે. એટલે શું? કે રંગ-રાગ-ભેદથી તે જણાય નહિ, પણ ચૈતન્યસ્વભાવની નિર્મળ પરિણતિથી જ જણાય છે. અહાહા ! ચૈતન્યપ્રકાશની મૂર્તિ ભગવાન આત્મા ચૈતન્યસ્વભાવથી જ પર્યાયમાં જણાય એવો છે. એટલે કે ત્રિકાળી ચૈતન્યસ્વભાવી આત્મા વર્તમાન ચૈતન્યપરિણતિથી જ જણાય છે.
ચૈતન્યસ્વભાવી ભગવાન આત્મા અનાદિ છે, અનંતકાળ રહેશે અને કદીય અન્યપણે ન થાય એવો ચળાચળતા રહિત અચળ છે. પણ તે જણાય શી રીતે ? તો કહે છે કે હું છે. એટલે કે એ જ્ઞાન અને આનંદની નિર્મળ પર્યાય દ્વારા જ જાણી શકાય છે. જો કોઈ એમ કહે કે એ વ્યવહારરત્નત્રયથી જણાય છે તો તે બરાબર નથી. વ્યવહારરત્નત્રય તો રાગ છે, અને રાગ છે એ તો પુલ જ છે. પુદ્ગલ એવા વ્યવહારરત્નત્રયથી ચૈતન્યમય જીવ કેમ જણાય ? એ તો ચૈતન્યનાં નિર્મળ પ્રતીતિ-જ્ઞાન-રમણતા વડ જ જણાય એમ છે. આ સિવાય બીજા લાખ-ક્રોડ ક્રિયાકાંડ કરે તો એનાથી એ જણાય એમ નથી એમ કહે છે.
વ્યવહારરત્નત્રયનો રાગ, દેવ-શાસ્ત્ર-ગુરુની શ્રદ્ધાનો રાગ અને પંચમહાવ્રતના પરિણામ ઇત્યાદિ બધુંય તો રાગમાં-પુદ્ગલમાં જાય છે. “મેં જ્ઞાનાનંદ સ્વભાવી હૂં'—આવે છે ને હુકમચંદજીનું? એમાં રંગ-રાગ અને ભેદથી ભિન્ન-એમ ત્રણ બોલ લીધા છે. એટલે કે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #234
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
રરર ]
| [ પ્રવચન રત્નાકર ભાગ-૩
ભગવાન આત્મા રંગ, રાગ અને ભેદથી ભિન્ન જ્ઞાનાનંદસ્વભાવી ચૈતન્યથી સ્વયં પરિપૂર્ણ વસ્તુ છે. એ રંગ, રાગ અને ભેદના ભાવોથી કેમ જણાય? ન જણાય.
પ્રશ્ન- દીપચંદજીએ આત્માવલોકનમાં શુભભાવ પરંપરા સાધક છે એમ કહ્યું છે ને?
ઉત્તર:- ભાઈ ! શુદ્ધ ચૈતન્ય જણાય છે તો પોતાની નિર્મળ પરિણતિથી જ કેમકે એ સ્વસંવેદ્ય છે, પરંતુ જે શુભભાવને ટાળીને નિર્મળ પરિણતિ થાય છે એ શુભભાવને આરોપથી પરંપરા સાધક કહ્યો છે.
અહાહા ! એક શ્લોકમાં કેટલું ભર્યું છે! કહે છે કે ચૈતન્યસ્વભાવમય આત્મા અનાદિનો છે, અનંતકાળ રહેનારો છે, ચળાચળ વિનાનો અકંપ ધ્રુવ ભગવાન છે. તે વર્તમાનમાં જણાય કેવી રીતે ? તો પોતે પોતાથી જ જણાય છે એમ કહે છે. નિર્મળ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની પરિણતિથી જ જણાય છે. જાણવામાં ત્રણેય સાથે જ હોય છે. કલશટીકામાં પ્રશ્ન ઉઠાવ્યો છે કેતમે જ્યારે એમ કહો છો કે આત્મા તો દર્શન-શાનથી જણાય છે, તથા મોક્ષમાર્ગ તો દર્શનજ્ઞાન-ચારિત્રમય છે, તો ત્યાં મોક્ષમાર્ગ કેવી રીતે બને છે? મિથ્યાત્વ જતાં સમ્યગ્દર્શન-જ્ઞાન થયું છે, ચારિત્ર તો થયું નથી, તો તેને મોક્ષમાર્ગ કેવી રીતે કહેવાય? તેનો ખુલાસો કર્યો છે કેભાઈ ! દર્શન-જ્ઞાન થતાં એમાં ચારિત્ર આવી જાય છે. ચૈતન્યસ્વભાવી આત્માનું શ્રદ્ધાન-જ્ઞાન થતાં એના સન્મુખની પ્રતીતિ, એના સન્મુખનું જ્ઞાન અને એના સન્મુખમાં સ્થિરતા એ ત્રણેય ભેગાં છે. અહાહા ! ભગવાન આત્મા સ્વસંવેધ છે એમાં એ ત્રણેય ભેગાં છે. એટલે કે નિર્વિકલ્પ સમ્યફ પ્રતીતિથી, રાગ વિનાના જ્ઞાનથી અને અસ્થિરતારહિત સ્થિરતાના અંશથી-એમ એક સાથે ત્રણેયથી ભગવાન આત્મા જણાય છે. આવી વાત છે.
હવે કહે છે કે તે ‘પુરમ’ પ્રગટ છે અર્થાત્ છૂપો નથી. ગાથા ૪૯માં તેને અવ્યક્ત કહ્યો છે. જ્યારે અહીં સ્કુટ પ્રગટ એટલે વ્યક્ત કહ્યો છે. ચૈતન્યજ્યોત ચકચકાટ મારતી પ્રગટ છે એમ અહીં કહે છે. પર્યાયની અપેક્ષાએ તે ગુસ-અવ્યક્ત છે, પણ સ્વભાવની અપેક્ષાએ તો એ વ્યક્ત-પ્રગટ જ છે. પર્યાયને જ્યારે વ્યક્ત કહેવાય છે ત્યારે વસ્તુ-દ્રવ્યને અવ્યક્ત કહેવાય છે, કેમકે પર્યાયમાં ત્રિકાળી દ્રવ્ય આવતું નથી. પણ જ્યારે દ્રવ્યને જ કહેવું હોય ત્યારે ચૈતન્યસ્વભાવમય વસ્તુ-દ્રવ્ય ચકચકાટમય વર્તમાનમાં પોતાની સત્તાથી મોજાદ પ્રગટ જ છે એમ આવશે. પણ તે કોને પ્રગટ છે? અહાહા! ભગવાન આત્મા ચૈતન્યસ્વભાવસ્વરૂપ શાશ્વત જાજ્વલ્યમાન જ્યોત્ પ્રગટ છે, પણ કોને? કે જેણે એને જાણો-અનુભવ્યો છે એને. ભાઈ! આ તો ત્રણલોકના નાથ વીતરાગ પરમેશ્વરની વાણી છે! સંતો એને જગત સામે જાહેર કરે છે.
કહે છે કે આત્મા તો વસ્તુ તરીકે પ્રગટ, પ્રસિદ્ધ, મોજુદ છે, પરંતુ પર્યાયબુદ્ધિમાં તે અપ્રસિદ્ધ, ઢંકાયેલો છે. અને તેથી અજ્ઞાનીને તે છે જ નહિ. વર્તમાન અંશ અને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #235
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૬૮ ]
[ ૨૨૩
રાગના પ્રેમમાં અજ્ઞાનીએ ચૈતન્યસ્વભાવી આત્માને મરણતુલ્ય કરી નાખ્યો છે. પરંતુ પોતાની નિર્મળ પરિણતિ દ્વારા જ્યારે તે જાણવામાં આવે ત્યારે તે જીવતી જ્યોત પ્રગટ જ છે એમ કહે છે, આવી વાત છે જૈનદર્શનની ! અહો ! જૈનદર્શન અલૌકિક છે! જૈનધર્મ એટલે શું? જૈનધર્મ અનુભૂતિસ્વરૂપ એટલે કે વીતરાગતાસ્વરૂપ છે. અહાહા ! જૈન એને કહેવાય કે જેણે રાગને જીત્યો છે અને પર્યાયમાં વીતરાગતા પ્રગટ કરી છે. આવો જૈનધર્મ! પણ આવ્યો વાણિયાને હાથ, વાણિયા વેપારમાં કુશળ એટલે બસ ધંધામાં જ ગરી ગયા. બિચારાઓને સમજવાની ફુરસદ નહિ, એટલે આ કર્યું અને તે કર્યું એમ બહારની ક્રિયાઓ કરી; પણ ભાઈ ! એ બધી અજ્ઞાનની હોળી છે.
રંગ-રાગ અને ભેદના ભાવો તો પુદ્ગલ છે. તો એ સર્વથી ભિન્ન ભગવાન આત્મા કેવો છે? તો કહે છે “રૂટું વૈતન્યમ' આ એટલે આ પ્રગટ ચૈતન્યસ્વભાવમય જ આત્મા છે. અહાહા! ભગવાન આત્મા એકલા ચૈતન્યસ્વભાવથી ભરેલો છે. અર્થાત્ ચૈતન્યસ્વભાવ એ જ આત્મા છે. આ (૬૮ મી) ગાથાની ટીકામાં આવે છે કે ચૈતન્યસ્વભાવથી વ્યાપ્ત આત્મા છે. આત્મામાં ચૈતન્યસ્વભાવ વ્યાપ્ત છે એમ ન કહેતાં ચૈતન્યસ્વભાવથી વ્યાપ્ત આત્મા છે એમ કહી શું સિદ્ધ કરવું છે? એ કે ચૈતન્યસ્વભાવ ત્રિકાળ કાયમ રહેલો છે અને એ વ્યાપક છે અને આત્મા એનું વ્યાપ્ય છે. મોક્ષ અધિકારની ગાથા ૨૯૮-૨૯૯ ની ટીકામાં પણ આવે છે કે ચેતનાથી વ્યાપ્ત આત્મા છે, અર્થાત્ ચેતના વ્યાપક અને ચેતન આત્મા એનું વ્યાપ્ય છે, આથી ચૈતન્યસ્વભાવ કાયમી છે એમ સિદ્ધ કર્યું છે.
આત્મા રંગ-રાગ-ભેદથી વ્યાપ્ત નથી, ભિન્ન છે, તો તે શું છે? તો કહે છે કે ચૈતન્યસ્વભાવથી વ્યાપ્ત આત્મા છે. આવો ચૈતન્યસ્વભાવ સદાય પ્રગટ છે, ફુટ છે, પ્રત્યક્ષ છે. અહાહા! શુદ્ધ ચૈતન્યની પરિણતિથી જણાય એવો તે વર્તમાનમાં પ્રત્યક્ષ છે. મતિ-શ્રુતજ્ઞાનની પર્યાયમાં એ જણાય એવો વર્તમાનમાં પ્રત્યક્ષ, પ્રગટપણે બિરાજમાન છે. રાગની અપેક્ષાએ તે ચૈતન્યસ્વરૂપ આત્મા ગુપ્ત છે, ઢંકાયેલો છે, કેમકે રાગમાં તે આવતો નથી, જણાતો નથી. પરંતુ નિર્મળ પરિણતિ દ્વારા તે સ્કુટ-પ્રગટ જ છે, છૂપાયેલો નથી. શું કહ્યું? કે દયા, દાન, વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિના વિકલ્પકાળે વસ્તુ પ્રસિદ્ધ નથી, ગુપ્ત છે કેમકે એ વિકલ્પોમાં વસ્તુ આવતી નથી. વસ્તુ તો નિર્વિકલ્પ ચૈતન્યમય શુદ્ધ છે, અને તે શુદ્ધ પરિણતિની અપેક્ષાએ પ્રગટ-પ્રત્યક્ષ જ છે. ચૈતન્યતત્ત્વ નિર્મળ પરિણતિથી પ્રસિદ્ધ-પ્રગટ જ છે. અહા ! શૈલી તો જુઓ ! કેવી સ્પષ્ટ વાત છે!
જુઓ, આ આત્મા ચૈતન્યની નિર્મળ પરિણતિ દ્વારા જણાય છે અને તે જણાય છે ત્યારે તે પ્રત્યક્ષ છે, પ્રગટ છે એમ જણાય છે. તે પરોક્ષ છે, અપ્રગટ છે-એ તો જે રાગની રમતમાં (પ્રેમમાં) બેઠો છે એને માટે છે. જે વ્યવહારરત્નત્રયની રમતમાં (પ્રેમમાં) પડ્યો છે તેને તો ભગવાન આત્મા અપ્રત્યક્ષ-ગુપ્ત છે, કેમકે તેને એ જણાતો જ નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #236
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૩
છતાં આત્મવસ્તુ તે કાળે રાગરૂપ થઈ જતી નથી. રાગના કાળે આત્મવસ્તુ ગુપ્ત છે, પણ રાગરૂપ થઈ જતી નથી. તથા જ્યારે સ્વસંવેદનજ્ઞાનની નિર્મળ પરિણતિ દ્વારા તે જણાય છે ત્યારે તે પ્રત્યક્ષ જ છે એમ જણાય છે. આવું સ્વરૂપ છે, ભાઈ ! તો આવો આત્મા શું જિનદેવનો 6ી ! ભાઈ, જિનદેવનો એટલે જિનસ્વરૂપી એવા આ ભગ આત્મા નિશ્ચયે આવા છે. સમયસાર નાટકમાં અંતિમ પ્રશસ્તિમાં ૩૧મા છંદમાં બનારસીદાસે કહ્યું
“ઘટ ઘટ અંતર જિન બર્સ, ઘટ ઘટ અંતર જૈન, મત-મદિરાકે પાનસૌં, મતવાલા સમુૐ ન.”
ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્માનું આવું સ્વરૂપ છે કે જે પ્રગટ છે, ઢંકાયેલું નથી. અજ્ઞાનદશામાં તે ગુપ્ત હતું પણ હવે તે જ્ઞાનદશામાં પ્રગટ થઈ ગયું છે એમ કહે છે. દયા, દાન, વ્રત, ભક્તિ આદિના રાગની પરિણતિમાં તો તે ચૈતન્યવહુ ગુપ્ત હતી, પણ હવે સ્વપરિણતિના વેદનથી તે પ્રત્યક્ષ-પ્રગટ થઈ છે. બહુ ટૂંકા શબ્દોમાં આત્માને પ્રસિદ્ધ કર્યો છે. ટીકાનું નામ પણ આત્મખ્યાતિ છે ને! ભગવાન આત્મા ચૈતન્યસ્વભાવમય વસ્તુ છે. તે સ્વસંવેધ છે. કજાત એવા રાગાદિ વડ તે જણાય એમ નથી, કેમકે રાગાદિ ભાવ ચૈતન્યનાઆત્માના નથી, પણ પુદ્ગલના છે. દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ હો તો પણ તેમાં ચૈતન્યનો અંશ નથી તેથી કજાત છે. પુદગલમય છે. તેથી રાગાદિ વડે આત્મા જણાય એવો નથી. છતાં ચૈતન્યસ્વભાવ તો ત્રિકાળ જેવો છે તેવો જ છે. રાગકાળે પણ તેવો જ છે. પરંતુ તેને જાણવાના કાળ-સ્વસંવેદનના કાળે તે જેવો છે તેવો પ્રત્યક્ષ અને પ્રગટ થાય છે એમ કહે છે.
અહાહા ! આ તો કળશ ચઢાવ્યો છે કળશ ! જેમ મંદિર બનાવીને એના ઉપર કાટ વિનાનો સોનાનો કળશ ચઢાવે છે, તેમ રાગ વિનાનો ચૈતન્ય-ચમત્કારસ્વરૂપ ભગવાન આત્મા નિર્મળ પરિણતિ દ્વારા શુદ્ધ રત્નત્રય દ્વારા જણાય છે ત્યારે તે પ્રત્યક્ષ-પ્રગટ છે એમ જણાય છેઆમ ટીકા ઉપર કળશ ચઢાવ્યો છે. અરે, ભાઈ ! જરા પુરુષાર્થ કરીને મતિ-શ્રુતજ્ઞાનના ઉપયોગને સૂક્ષ્મ કર તો ચૈતન્યતત્ત્વ મળે એવું છે. જ્ઞાનનો ઉપયોગ નિજ ચૈતન્યમાં જોડવો તે સૂક્ષ્મ ઉપયોગ છે. એ સૂક્ષ્મ ઉપયોગ વડે વસ્તુ પ્રગટ છે એમ ભાન થાય છે. સ્થૂળ રાગના ઉપયોગથી ચૈતન્યવહુ નહિ મળે, ભાઈ ! કેમકે એ સ્થૂળ ઉપયોગની પર્યાય પુદ્ગલની છે. અહા ! આવી વાત લોકોને એકાંત લાગે, પણ ભાઈ ! માર્ગ આ જ છે, બાપુ ! આ સમ્યક એકાંત જ છે.
શ્રીમદ્ રાજચંદ્ર પણ કહ્યું છે કે-“અનેકાન્ત પણ સમ્યક એકાન્ત એવા નિજપદની પ્રાપ્તિ સિવાય અન્ય હેતુએ ઉપકારી નથી.' સમ્યક એકાન્તનું (શુદ્ધ ચૈતન્યમય આત્માનું) ભાન જ્યારે થાય છે ત્યારે પર્યાય અને રાગનું જ્ઞાન થાય છે-હોય છે, અને તેને અનેકાન્તનું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #237
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૬૮ ]
[ ૨૨૫
સાચું જ્ઞાન કહે છે. સમ્યક એકાન્ત તરફ જ્યારે ઢળે છે ત્યારે તેને જે જ્ઞાન થાય છે તે સ્વનું છે, અને તે જ કાળે જે રાગ બાકી છે તે પર્યાયનું પણ જ્ઞાન થાય છે અને તે સાચું અનેકાન્ત છે. સમ્યફ એકાન્ત (શુદ્ધ ચૈતન્યમય વસ્તુ નું જ્ઞાન રાખીને પર્યાયનું જ્ઞાન થાય તે અનેકાન્ત છે.
પ્રમાણજ્ઞાનમાં પણ, ત્રિકાળી શુદ્ધ દ્રવ્યનું-એકાન્ત નિશ્ચયનું જ્ઞાન થાય ત્યારે પર્યાય અને રાગને પણ જાણવા એ પ્રમાણજ્ઞાન છે. તે પ્રમાણજ્ઞાન પણ ખરેખર તો સદભૂત વ્યવહારનયનો વિષય છે, કારણ કે એમાં બે (દ્રવ્ય અને પર્યાય) આવ્યાં ને? અને તે કારણે પ્રમાણ પૂજ્ય નથી. જેમાં પર્યાયનો નિષેધ આવતો નથી એવું પ્રમાણજ્ઞાન પૂજ્ય નથી, જ્યારે નિશ્ચયનયમાં પર્યાયનો નિષેધ આવે છે માટે તે પૂજ્ય છે એમ કહ્યું છે. પ્રમાણજ્ઞાનમાં, નિશ્ચયથી દ્રવ્ય અભેદ છે એવું જ્ઞાન રાખીને એમાં રાગનું, પર્યાયનું જ્ઞાન મેળવ્યું છે. નિશ્ચયના જ્ઞાનને ઉડાડીને રાગનું, પર્યાયનું જ્ઞાન મેળવ્યું છે એમ નથી. જો નિશ્ચયનું જ્ઞાન ઉડાડે તો તે પ્રમાણજ્ઞાન જ નથી, ત્રિકાળી દ્રવ્ય શુદ્ધ છે એવું જ્ઞાન રાખીને, તે ઉપરાંત પર્યાયનું જ્ઞાન કર્યું ત્યારે જ્ઞાન પ્રમાણજ્ઞાન-સમ્યજ્ઞાન થયું છે. “દ્રવ્ય શુદ્ધ છે” એવું નિશ્ચયનું જ્ઞાન તે સમ્યક એકાન્ત છે. આ નિશ્ચયના જ્ઞાનને ઉડાડીને, જો રાગનું જ્ઞાન થાય તો તે પ્રમાણજ્ઞાન જ નથી. આવો ઝીણો માર્ગ છે, પણ આ જ માર્ગ છે. સૂક્ષ્મ કહો કે ઝીણો કહો; વસ્તુ આ જ છે.
અહાહા ! ‘રૂમ ચૈતન્યમ'-રૂમ એટલે આ. આ એટલે આ અનાદિ, અનંત, ચળાચળતા રહિત, સ્વસંવેદ્ય પ્રગટ વસ્તુ છે તે ચૈતન્યસ્વભાવમય છે. આત્મા વીતરાગ સર્વજ્ઞસ્વરૂપ ચૈતન્યસ્વભાવમય છે અને તે ચૈતન્યની નિર્મળ પરિણતિ દ્વારા જણાય એવો પ્રત્યક્ષ છે. વીતરાગ સર્વજ્ઞ પરમાત્મા ત્રણલોકના નાથ સભામાં ઇન્દ્રોને એમ કહેતા હતા કે પ્રભુ! જેમ અમે વીતરાગ સર્વજ્ઞ છીએ એમ તું પણ વીતરાગ સર્વજ્ઞસ્વરૂપ છે. અમે વીતરાગસ્વભાવમાંથી જ વીતરાગ થયા છીએ. માટે કહીએ છીએ કે વીતરાગ ચૈતન્યસ્વરૂપ આત્મા વીતરાગ પરિણતિ દ્વારા જણાય એવો પ્રત્યક્ષ છે. અહાહા ! વીતરાગદેવે વસ્તુ વીતરાગ જ્ઞ-સ્વરૂપ કહી છે અને એને જાણનારી પરિણતિ પણ વીતરાગતામય જ કહી છે. પ્રભુ! જો તું જિનસ્વરૂપ ન હોય તો જિનપણું પર્યાયમાં ક્યાંથી પ્રગટ થશે? અહા ! તું ચૈતન્યસ્વભાવી આત્મા જિનસ્વરૂપ જ છો અને તેને જાણનારી પર્યાય વીતરાગ-પરિણતિ જ છે. આ વીતરાગ પરિણતિ ધર્મ છે. લોકોને આ સમજવાની નવરાશ ન મળે એટલે સામાયિક, પોહા અને પ્રતિક્રમણ ઇત્યાદિ ક્રિયાકાંડ કરે અને માને કે ધર્મ થઈ ગયો. પણ બાપુ! એ તો બધા રાગના પ્રકાર છે અને એનાથી ચૈતન્યસ્વરૂપ આત્મા જણાતો નથી.
હવે આગળ કહે છે કે આ ચૈતન્ય કેવું છે? કે “:
વાયતે' અત્યંતપણે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #238
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૬ ]
| [ પ્રવચન રત્નાકર ભાગ-૩
ચકચકાટ પ્રકાશી રહ્યું છે. જેમ સૂર્ય જાજ્વલ્યમાન પ્રકાશે છે તેમ આ ભગવાન આત્મા ચૈતન્યના પ્રકાશ વડે અતિશયપણે ચકચકાટ પ્રકાશી રહ્યો છે.
પ્રશ્ન- તો એ દેખાતો તો નથી?
ઉત્તર:- ભાઈ ! રાગના અંધારામાં એ તને દેખાતો નથી. રાગનાં અંધારાં તો અચેતન છે. દયા, દાન, વ્રત, ભક્તિ-ઇત્યાદિ જે રાગ છે એ તો અંધારી છે. એ અંધારામાં ચૈતન્ય કેમ દેખાય? અચેતનમાં ચૈતન્ય તેમ જણાય ? એ તો ચકચકાટ જ્ઞાનસ્વભાવની વીતરાગી પરિણતિ દ્વારા જણાય છે. અને ત્યારે વ્યવહાર-રાગનું પણ જ્ઞાન થાય છે. આવો વીતરાગનો માર્ગ યથાર્થ સમજ્યા વિના લોકો બિચારા કંઈકને કંઈક માનીને, કંઈકને કંઈક કરીને જીવન અફળ કરીને સંસારમાં-અનંતકાળની રખડપટ્ટીમાં ચાલ્યા જાય છે !
ચકચકાટ પ્રકાશી રહ્યું છે એ ચૈતન્ય “સ્વયં નીવ:' સ્વયં જીવ છે. જેમ રંગ-રાગ અને ભેદને પુલ સિદ્ધ કર્યા તેમ અતિશય ચકચકાટ પ્રકાશી રહેલું આ ચૈતન્ય છે તે સ્વયં જીવ છે એમ સિદ્ધ કરે છે. એકલો ચૈતન્યસ્વભાવ અહીં સિદ્ધ નથી કરવો, જીવ સિદ્ધ કરવો છે. એટલે કહે છે કે અનાદિ, અનંત, ચળાચળતારહિત, સ્વસંવેધ, પ્રગટ અને બહુ ઊંચેથી અત્યંતપણે ચકચકાટ પ્રકાશી રહેલી આ ચૈતન્યસ્વભાવમય વસ્તુ છે તે સ્વયં જીવ છે. લોકો તો ચાલે તે ત્રસજીવ અને સ્થિર રહે તે સ્થાવર જીવ એમ માને છે. અરે ભગવાન! જીવની એ વ્યાખ્યા જ ખોટી છે. પ્રભુ! તું ત્રસેય નથી અને સ્થાવરેય નથી. તું રાગીય નથી અને દ્વેષીય નથી. તું પુણ્યવાળો કે પાપવાળો, કર્મવાળો કે શરીરવાળો એ કાંઈ તું નથી. તો તું છો કોણ? પ્રભુ! કે હું તો ચૈતન્યસ્વભાવી જીવ છું આમ જ્યારે અંદર પ્રતીતિમાં આવે અને જ્ઞાનમાં જણાય ત્યારે જીવને યથાર્થ માન્યો અને જાણો કહેવાય. નવતત્ત્વમાં ભિન્નપણે રહેલા આત્માને ત્યારે જાણ્યો કહેવાય.
નવતત્ત્વમાં અજીવ તત્ત્વ તો ભિન્ન છે. પુણ્ય, પાપ, આસ્રવ અને બંધ તત્ત્વ પણ ભિન્ન છે. જ્યારે જીવ બીજા તત્ત્વોથી ભિન્ન છે તો તે કેવો છે? કે એ તો ચૈતન્યસ્વભાવમય સ્વયં જીવ છે. આ (શુદ્ધ જીવ ) સમ્યગ્દર્શનનો વિષય છે. આવો ચૈતન્યસ્વભાવી જીવ જ્યારે સ્વસંવેદન જ્ઞાનમાં જણાય ત્યારે રાગાદિ ભાવો વ્યવહારે જાણેલા પ્રયોજનવાન છે-જે વાત બારમી ગાથામાં લીધેલી છે.
આ અતિશયપણે ચકચકાટ પ્રકાશમાન વસ્તુ સ્વયં જીવ છે, જાણે જગતનો સુર્ય. સ્વયં પ્રકાશે અને બીજી ચીજને પણ “છે' એમ પ્રકાશે છે. ધર્માસ્તિ, અધર્માસ્તિ ઈત્યાદિ “છે',રાગાદિ
છે”—એમ સર્વને છેપણે આ ભગવાન ચૈતન્યસ્વભાવ જાણે છે. ભગવાન આત્મા જેને જણાયો છે તે જાણે છે કે આ બીજી ચીજ છે. પરંતુ તે અન્ય સર્વને પરય તરીકે જાણે છે. રાગાદિને પણ પરશેય તરીકે જાણે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #239
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૬૮ ]
| [ રર૭
આ શાસ્ત્રજ્ઞાન છે ને એ પરય છે. જે શાસ્ત્રજ્ઞાનમાં જ નિમગ્ન છે તે પરણેય-નિમગ્ર છે અને પરશય-નિમગ્ન છે તે સ્વયનો (ચૈતન્યસ્વભાવમય શુદ્ધ આત્માનો) અનાદર કરે છે. ગજબ વાત ! એને તો એમ થાય કે હું આવો પંડિત, આટલાં તો હું શાસ્ત્ર જાણું અને એ કાંઈ નહિ! હા ભાઈ, સાંભળ. શાસ્ત્રજ્ઞાનને તો બંધ અધિકારમાં શબ્દજ્ઞાન કહ્યું છે. શબ્દજ્ઞાન એ કાંઈ આત્મજ્ઞાન છે? શબ્દજ્ઞાન કહો કે પરય કહો-એક જ ચીજ છે. જ્ઞાની શાસ્ત્રજ્ઞાનને પણ પરયપણે જાણે છે.
આમ વર્ણાદિ અને રાગાદિ ભાવો જીવ નથી. પરંતુ ઉપર કહ્યો છે તેવો ચૈતન્યભાવ જ જીવ છે. જ્ઞાનની પર્યાયમાં એને જ્ઞય બનાવતાં જીવ આવો ચૈતન્યસ્વભાવમય પ્રત્યક્ષ-પ્રગટ છે એમ જણાય છે એ સંક્ષેપમાં એનો ભાવાર્થ છે.
હવે, ચેતનપણે જ જીવનું યોગ્ય લક્ષણ છે એમ કળશરૂપ કાવ્ય દ્વારા સમજાવે છે:
* કળશ ૪૨ : શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *
કહે છે કે “યત: નીવ: મસ્ત લેધ' અજીવ બે પ્રકારે છે-“વM: સહિત:' વણાદિસહિત તથા વિદિત:' અને વર્ણાદિરહિત. વર્ણ, રસ, ગંધ, સ્પર્શ, રાગાદિ વર્ણાદિસહિત છે અને બીજાં અમૂર્ત દ્રવ્યો વર્ણાદિરહિત છે. “તત:' માટે “અમૂર્તત્વમ ઉપાસ્ય' અમૂર્તિપણાનો આશ્રય કરીને પણ અર્થાત અમૂર્તપણાને જીવનું લક્ષણ માનીને પણ ‘નીચ તત્વ' જીવના યથાર્થ સ્વરૂપને ‘નાત ન પુણ્યતિ' જગત દેખી શક્યું નથી.
અહા! આ ચૈતન્યસ્વભાવમય જીવ તો જ્ઞાનલક્ષણથી લક્ષિત છે. અર્થાત્ જ્ઞાન વડે જણાય એવી એ ચીજ છે. તે રાગથી કે અમૂર્તપણાથી જણાય એવો નથી. કારણ કે અમૂર્ત તો અન્ય દ્રવ્યો પણ છે તેથી અમૂર્તપણાનડે પણ આત્મા જણાતો નથી. એ તો જ્ઞાનના પરિણમના વડ જ જણાય એવો છે. જે જ્ઞાન વડે નિજ આત્માને જાણે છે તેને ધર્મ થાય છે.
હિંસા, જૂઠ આદિ અશુભ ભાવથી તો આત્મા જણાય નહિ, પણ દયા, દાન, વ્રત, ભક્તિ આદિ વિકલ્પોના શુભભાવથી પણ આત્મા જણાતો નથી. શુભાશુભભાવ તો ચૈતન્યના વિકારો છે. તેઓ અચેતન છે કેમકે શુદ્ધ ચૈતન્યમાં તેઓ વ્યાપતા નથી. તેથી અચેતન એવા તે વિકારો વડે ચૈતન્યવહુ આત્મા કેમ જણાય? રાગાદિ ભાવ એ કાંઈ ચૈતન્યના લક્ષણરૂપ નથી કે તે વડે આત્મા જણાય, તથા અમૂર્તપણે બીજા દ્રવ્યોમાં પણ છે. તેથી અમૂર્તપણા વડે પણ જીવને અન્ય દ્રવ્યોથી ભિન્ન જાણી શકાતો નથી, આત્માને અન્ય દ્રવ્યથી ભિન્ન જાણવો હોય તો એક ચૈતન્યલક્ષણ વડે જ જાણી શકાય છે. પરદ્રવ્યથી ભિન્ન નિજસ્વરૂપનો અનુભવ ચૈતન્યલક્ષણથી જ થાય છે.
જગતના જીવો રાગાદિથી આત્માને જાણી શક્તા નથી, તેમ જ અમૂર્તપણાથી પણ આત્માને જુદો પાડી શક્તા નથી-ઓળખી શક્તા નથી. ‘તિ માનોગ્ય’ આમ પરીક્ષા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #240
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૩
કરીને “વિવેવ:' ભેદજ્ઞાની પુરુષોએ “ર વ્યાપિ તિવ્યાપિ વા' અવ્યાતિ અને અતિવ્યાપ્તિ દૂષણોથી રહિત “ચૈતન્યમ' ચેતનપણાને જીવનું લક્ષણ કહ્યું છે. ભેદજ્ઞાનીઓએ એટલે ધર્મી જીવોએ અનુભવ કરીને રાગ અને અમૂર્તપણાથી ભિન્ન એવા ચેતનપણાને જીવનું લક્ષણ કહ્યું છે. રાગાદિ ભાવો જીવની સર્વ અવસ્થાઓમાં વ્યાપતા નથી. માટે રાગાદિને જીવનું લક્ષણ માનતા અવ્યાતિનો દોષ આવે છે. જ્યારે અમૂર્તપણે અન્ય દ્રવ્યોમાં પણ છે, તેથી તેને જીવનું લક્ષણ કહેતાં એમાં અતિવ્યાતિનો દોષ આવે છે.
આવું સમજવા મળે નહિ એટલે લોકો તો દયા પાળો, વ્રત કરો અને ઉપવાસ કરો-એમ ક્રિયાઓ કરવાથી આત્મલાભ થશે એમ માને છે. પણ ભાઈ ! એ તો બધી રાગની ક્રિયાઓ છે. એ ક્રિયાઓ તો અચેતન જડ છે, એ ક્રિયાઓ વડે ચૈતન્યનો-આત્માનો લાભ કેમ થાય? વળી અમૂર્તપણા વડે પણ આત્મા જાણી શકાતો નથી કેમકે અમૂર્તપણે તો ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ એમ અન્ય દ્રવ્યોમાં પણ છે. તેથી આમ જાણીને ધર્મી જીવોએ ચૈતન્યપણાને જીવનું નિર્દોષ લક્ષણ કહ્યું છે.
જાણવું, જાણવું, જાણવું-એ જાણક એવા ચૈતન્યતત્ત્વનું લક્ષણ છે. અર્થાત જ્ઞાનલક્ષણ વડે આત્માને લક્ષ કરીને તેનો અનુભવ થઈ શકે છે, સમ્યગ્દર્શન પામી શકાય છે. અહાહા! જ્ઞાનલક્ષણ વડે લક્ષ્ય એવા આત્માને પકડતાં તેનો અનુભવ થાય છે અને તે ધર્મ છે. પરંતુ દયા, દાન, વ્રત કે ભક્તિથી આત્મા પકડાય એમ નથી કેમકે તે કોઈ આત્માનું લક્ષણ તો સર્વ રાગ છે અને રાગની આત્મામાં અવ્યાપ્તિ છે. આત્માની સર્વ અવસ્થાઓમાં એ રાગ વ્યાપીને રહેતા નથી, કદાચિત્ સંસાર અવસ્થામાં તે હો, પણ મોક્ષ અવસ્થામાં તે સર્વથા નથી. માટે રાગ આત્માનું લક્ષણ નથી. તેથી ગમે તેવો મંદ રાગ હોય તોપણ તે વડે ભગવાન આત્મા જણાતો નથી. તેવી રીતે અમૂર્તપણા વડે પણ ભગવાન આત્મા જાણી શકાતો નથી, કેમકે અમૂર્તપણા વડે આત્માને જાણતાં અતિવ્યાપ્તિનો દોષ આવે છે. આમ વિચારીને ભેદજ્ઞાની જીવોએ ચૈતન્યપણાને જીવનું લક્ષણ કહ્યું છે. અહાહા! જ્ઞાનના પરિણમનની જે દશા છે તે લક્ષણ છે અને તે દ્વારા આત્મા જાણી શકાય છે. ત્રિકાળી ચૈતન્યતત્ત્વને લક્ષ કરી જ્ઞાનનું જે પરિણમન થાય છે તે પરિણમનની દશામાં ભગવાન આત્મા જણાય છે અને એ જ્ઞાનના પરિણમનની ક્રિયા તે ધર્મ છે.
હવે કહે છે કે “સમુચિતમ્' તે યોગ્ય છે. શું? કે ચૈતન્યપણાને જીવનું લક્ષણ કહેવું તે સમુચિત એટલે યોગ્ય છે, બરાબર છે. કેમ? કેમકે તે અવ્યાપ્તિ અને અતિવ્યાપ્તિ દોષથી રહિત છે. અહીં ! ન્યાયથી-યુક્તિથી વાત કરે છે. કર્યું છે કે આત્મા જ્ઞાન દ્વારા જણાય એમ છે કેમકે ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાનસ્વરૂપ છે. રાગ એ તારું લક્ષણ નહિ, કેમકે તે સર્વ અવસ્થાઓમાં વ્યાપતો નથી તેથી તેની આત્મામાં અવ્યાપ્તિ છે. પરંતુ જ્ઞાન એ તારું-આત્માનું લક્ષણ છે કેમકે આત્મા ત્રિકાળ જ્ઞાનસ્વરૂપ છે. જીવની સર્વ અવસ્થાઓમાં જ્ઞાન પ્રસરે છે, તેથી જ્ઞાનલક્ષણ અવ્યાપ્તિ-દોષરહિત છે. વળી આત્માને
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #241
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૬૮ |
| [ ૨૨૯
છોડીને જ્ઞાન કોઈ અન્ય દ્રવ્યમાં છે નહિ. તેથી આત્માનું જ્ઞાનલક્ષણ અતિવ્યાપ્તિ દોષથી રહિત છે. આ પ્રમાણે ચૈતન્યપણાને જીવનું લક્ષણ કહેવું બરાબર છે, વ્યાજબી છે.
અહાહા! ભગવાન આત્મા અંદર ચૈતન્યનું બિંબ પ્રભુ જ્ઞાનનો ગાંઠડો છે. એમાંથી અનંત અનંત કેવળજ્ઞાનાદિ પ્રગટે તોપણ કાંઈ ખટે નહિ એવો એ જ્ઞાનનો રસકંદ છે. એ એ તો જ્ઞાનનું મૂળ છે જેમાંથી જ્ઞાન અખૂટપણે નીકળ્યા જ કરે. આવો આત્મા વર્તમાન જ્ઞાનની પર્યાય વડે જણાય છે. એટલે કે વર્તમાન જ્ઞાનની પર્યાય જ્ઞાયકસ્વભાવી આત્માનું લક્ષ કરે ત્યાં “આ જ્ઞાયકબિંબ છે' એમ આત્મા જણાય છે. આનું નામ સમ્યજ્ઞાન છે. આ જ્ઞાનની ક્રિયા એ ધર્મની ક્રિયા છે. આ પ્રમાણે જ્ઞાનલક્ષણ એ આત્માનું સમુચિત એટલે યોગ્ય લક્ષણ છે.
આગળ કહે છે કે-“વ્યમ' તે ચૈતન્યલક્ષણ પ્રગટ છે. ચૈતન્યને જાણનારી પર્યાય પ્રગટ છે માટે ચૈતન્યલક્ષણ પ્રગટ છે એમ કહે છે. એ પ્રગટ ચૈતન્યલક્ષણ દ્વારા “આત્મા જ્ઞાનસ્વરૂપ ત્રિકાળ” છે એમ જાણી શકાય છે. ગજબ વાત! અહા ! આત્મા તો “અજાયબઘર” છે. તે અનંતગુણોરૂપ અજાયબીઓથી ભરપુર છે. વર્તમાન જ્ઞાનપર્યાય તેને જાણે, પણ ત્યાં જે જણાય છે તે જ્ઞાન (આત્મા) તો અહાહા ! અનંત અને અમાપ છે. આમાં “મોં-માથે હાથ આવે નહિ” (સમજણ પડે નહિ ) એટલે લોકો બિચારા શું કરે? વ્રત, તપ, ઇત્યાદિમાં જોડાઈ જાય. આમ ને આમ તું અનંતકાળથી કરતો આવ્યો છે, પણ ભાઈ ! વ્રત, તપના વિકલ્પ એ આત્માનું (એને જાણવાનું) લક્ષણ નથી. કહે છે કે ઇન્દ્રિયોને બંધ કરી, ઇન્દ્રિયોના જે વિષય થાય છે તેનું લક્ષ છોડી દઈને તથા મનના લક્ષ ઉપજતા વિકલ્પોનું પણ લક્ષ છોડી દઈને અંદર ચૈતન્યસ્વભાવી ભગવાન આત્માને ચૈતન્યલક્ષણ વડે અનુભવવો તે સમ્યગ્દર્શન પામવાની રીત છે. આત્મા ચૈતન્યબિંબ છે. ચૈતન્યની જે પ્રગટ જ્ઞાનદશા તે એનું લક્ષણ છે. માટે પ્રભુ! એ લક્ષણ દ્વારા અંદર જા અને જો તો તેનો અનુભવ થશે. અહાહા! જ્ઞાનની પર્યાય અંતર્મુખ થઈ અને જાણે છે ત્યારે અંદર તો અદ્દભુત અનંતગુણનો ચૈતન્યગોળો જણાય છે. તથા જે અનંતગુણો ભર્યા છે એને પણ જ્ઞાન દેખી લે છે.
બાપુ! વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વરે આમ જ કહ્યું છે અને સંતો પણ એમ જ કહે છે. ભાઈ ! તું તને પોતાને પકડીને ક્યારે અનુભવી શકે ? કે જ્ઞાનની પર્યાયને-લક્ષણને પકડીને સ્વમાં જાય ત્યારે. આ સિવાય ગમે તેવા મંદરાગથી-દાનાદિ ક્રિયાથી આત્મા જણાય એમ નથી.
પ્રશ્ન- તો અમારે દાન કરવું કે નહિ?
ઉત્તર:- ભાઈ ! એ દાન કરવાનો-રાગની મંદતાનો ભાવો આવે એ જુદી વાત છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #242
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૩
પણ તેથી કાંઈ આત્મા ન જણાય, સમ્યગ્દર્શન ન થાય. આત્મા તો ચૈતન્યલક્ષણ જે પ્રગટ જ્ઞાનની પર્યાય છે તેને અંદર વાળતાં જણાય.
હવે કહે છે કે ચૈતન્યલક્ષણ વ્યક્ત-પ્રગટ છે અને વ્યક્ઝિત-ળીવ-તત્ત્વમ' તેણે જીવના યથાર્થ સ્વરૂપને પ્રગટ કર્યું છે, એટલે કે જાણવાની જે દશા છે-જે લક્ષણ છે –તે પ્રગટ છે અને તેણે આખા ચૈતન્યતત્ત્વને પ્રગટ કર્યું છે, અહાહા ! જ્ઞાનની પર્યાયને જ્ઞાયકભાવ તરફ વાળતાંઢાળતાં, તેણે જ્ઞાયકને પ્રગટ કર્યો છે એમ કહે છે. વર્તમાન જ્ઞાનની પર્યાયને અંતરમાં વાળતાં શુદ્ધ ચૈતન્યસ્વભાવમય જીવનો અનુભવ થાય છે અને તેથી તેણે જીવના યથાર્થ સ્વરૂપને પ્રગટ કર્યું છે એમ કહે છે.
ભગવાન આત્મા જ્ઞાનાનંદનો કંદ પ્રભુ છે, તે અનાદિનો એવો ને એવો છે. તેને વર્તમાન જ્ઞાનલક્ષણ-જ્ઞાનની પર્યાય “આ ચીજ આવી છે” એમ પ્રગટ કરે છે.
પ્રશ્ન:- પણ આવો આત્મા દેખાતો નથી ને?
ઉત્તર- ભાઈ ! એને તું અંદર દેખવા જાય છે જ ક્યાં? દેખવા જાય તો દેખાય ને? જ્ઞાનનેત્ર ઉઘાડીને અંદર જાએ તો દેખાય ને? ભાઈ ! “આત્મા નથી દેખાતો, “મને હું નથી દેખાતો” એવો નિર્ણય કર્યો કોણે ? એવો નિર્ણય કર્યો શામાં? એવો નિર્ણય પોતે જ્ઞાનની પર્યાયમાં કર્યો છે, અને એ જ જ્ઞાન આત્મા છે. એ જ્ઞાનની પર્યાયને પકડીને અંદર જા તો આનંદનો નાથ ભગવાન જરૂર દેખાશે. બાપુ! આ તો જન્મ-મરણના ચક્રાવાનો અંત લાવવાની અપૂર્વ વાત છે. બાકી બીજું બધું (વ્રત, તપ આદિ ) તો ઘણું કર્યું છે.
અહીં તો કહે છે કે ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાનસ્વરૂપ છે, અને તેની વર્તમાન પર્યાયમાં પણ જ્ઞાનઅંશ પ્રગટ છે. હવે જે જ્ઞાનઅંશ પ્રગટ છે તે જ્ઞાનલક્ષણ વડે ત્રિકાળી જ્ઞાયકસ્વભાવને પકડ અને તેનો અનુભવ કર. એ જ્ઞાનલક્ષણથી અનુભવ થઈ શકશે કારણ કે તે જ્ઞાયકનું વાસ્તવિક લક્ષણ છે. શું કહે છે? જાણવાની પર્યાય વર્તમાનમાં પ્રગટ છે કે નહિ? ન હોય તો “આ શરીર છે, રાગ છે” એમ જાણે કોણ? માટે જ્ઞાનપર્યાય પ્રગટ છે. પરંતુ એ જ્ઞાનપર્યાય પરને જાણે છે. છતાં તે એનું-પરનું લક્ષણ નથી. જ્ઞાનપર્યાય તો સ્વદ્રવ્યનું લક્ષણ છે. એને અંતરમાં વાળીને જો તો તને આત્મા દેખાશે, સમ્યગ્દર્શન થશે. આવો માર્ગ કદી સાંભળ્યો હોય નહિ એટલે “અહિંસા પરમો ધર્મઃ” -કોઈ જીવને ન મારવો એ ધર્મ છે અને એ બધા સિદ્ધાંતનો સાર છે-એમ પ્રરૂપણા કરે છે. આ મળ્યું જ નથી એટલે બિચારા શું કરે ?
પ્રશ્ન:- તો અમારે પર જીવોની દયા પાળવી કે નહિ?
ઉત્તરઃ- ભાઈ ! પર જીવની દયા આત્મા કયાં પાળી શકે છે? પર જીવની દયા હું પાળી શકું છું એ ભાવ તો મિથ્યાત્વ છે. તથા પર જીવની દયા પાળવાનો જે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #243
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૬૮ ]
[ ૨૩૧
શુભભાવ છે તે બંધનું કારણ છે. પર જીવની દયાના ભાવથી કાંઈ આત્મા જણાતો નથી એમ અહીં કહે છે. પર જીવની દયા પાળવાનો ભાવ તો રાગ છે. અને રાગ છે એ તો આકુળતામય દુ:ખરૂપ દશા છે. જ્યારે ભગવાન આત્મા તો ત્રિકાળ નિરાકુળ આનંદસ્વરૂપ છે, તો આકુળતાના ભાવથી નિરાકુળ તત્ત્વ કેમ પ્રાપ્ત થાય? (ન થાય). પરંતુ એ રાગના કાળે, રાગથી ભિન્ન જે જ્ઞાનની પર્યાય છે એનાથી આત્મા જણાય એવો છે. અહાહા ! જ્ઞાનની પર્યાય રાગને પણ જાણે છે છતાં જ્ઞાન એ રાગનું લક્ષણ નથી. જ્ઞાનનું, રાગ લક્ષણ નથી અને રાગનું, જ્ઞાન લક્ષણ નથી. જ્ઞાન તો ભગવાન ચૈતન્યસ્વભાવમય આત્માનું લક્ષણ છે અને તેણે (જ્ઞાન પર્યાયે) જીવ તત્ત્વને પ્રગટ કર્યું છે. અહાહા ! કેવી અજબ વાત !
પ્રશ્ન- તો “જ્ઞાનશિયાખ્યાન મોક્ષ:' એમ કહ્યું છે ને?
ઉત્તર- પણ ભાઈ ! જ્ઞાનક્રિયાભ્યામ્ એટલે શું? આત્મા જે ત્રિકાળ જ્ઞાનસ્વરૂપ છે એનું જ્ઞાન કરવું અને તે જ્ઞાનમાં ઠરવું એનું નામ “જ્ઞાનક્રિયાભ્યામ્ મોક્ષઃ” છે. અહીં તો સંતો એમ જાહેર કરે છે કે પ્રભો! તું પોતે પોતાને જ્ઞાનની પર્યાયથી જણાય એવું તારું સ્વરૂપ છે. લાખ વાતની વાત કે કોઇ વાતની વાત આ જ છે. જે જ્ઞાનની પર્યાય પરને જાણવાનું કામ કરે છે તે કાંઈ પરનું લક્ષણ નથી. માટે જાણનારી વર્તમાન પર્યાયને, તે જેનું લક્ષણ છે એવા જ્ઞાયકસ્વભાવમાં વાળ. તેથી તને જ્ઞાયકનું સ્વરૂપ વ્યંજિત એટલે પ્રગટ થશે-જણાશે. આવી વાત
અહીં બે વાત કરી છે. જીવતત્ત્વને ચૈતન્યલક્ષણે કરીને જાણવું કેમકે ચૈતન્યપણાને જીવનું લક્ષણ કહ્યું છે અને તે યોગ્ય છે-એક વાત; તથા તે લક્ષણ પ્રગટ છે-બીજી વાત. શું કહ્યું? કે જાણવાની જે પર્યાય પ્રગટ છે તે જાણવાના પરિણામથી આત્મા જણાય છે અને એનાથી જે જણાય છે તે આત્મા પણ પ્રગટ છે. વર્તમાન જ્ઞાનની પર્યાય જે પ્રગટ છે તે દ્વારા જાણતાં જ્ઞાયક જે શક્તિરૂપે છે તે “આ પ્રગટ છે” એમ પ્રગટ જણાય છે. અહાહા ! કેટલું સમાવ્યું છે! થોડા શબ્દોમાં “ગાગરમાં સાગર” ભરી દીધો છે. દિગંબર સંતોએ-કેવળીના કેડાયતીઓએ શું ગજબ કામ કર્યા છે! તેઓ જિનેશ્વરપદ અલ્પભવમાં જ પામવાના છે.
અહીં કહે છે કે પ્રભુ! તું તને રાગથી નહીં જાણી શકે કારણકે રાગ તારું સ્વરૂપ નથી. તેમ જ તું અમૂર્ત છે તોપણ, અન્ય ધર્માસ્તિકાય આદિ દ્રવ્યો અમૂર્ત છે તેથી અમૂર્તપણા વડે આત્માને જાણવા જતાં અન્ય દ્રવ્યો પણ આત્માની સાથે એક થઈ જશે. તે કારણે અમૂર્તપણાથી પણ આત્માને પરથી ભિન્ન જાણી શકાશે નહિ. માત્ર એક ચૈતન્યલક્ષણ વડે આત્માને ભિન્ન પાડી શકાય છે અને એ ચૈતન્યલક્ષણ તને પ્રગટ છે. તે પ્રગટ લક્ષણ જીવના સ્વરૂપને પ્રગટ કરે છે. માટે એ ચૈતન્યલક્ષણ જે પર્યાયમાં પ્રગટ છે તે વડે આત્માને જાણ તો દ્રવ્ય તને વ્યંજિત એટલે પ્રગટ થશે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #244
--------------------------------------------------------------------------
________________
૨૩૨ ]
Version 001,a: remember to check h††p://www.AtmaDharma.com for updates
[ પ્રવચન રત્નાકર ભાગ-૩
પ્રશ્ન:- પરંતુ હમણાં તે કેમ જણાતો નથી ?
ઉત્ત૨:- તેને જાણવા માટે જેટલી ગરજ જોઈએ તેટલી ગરજ કયાં છે? જે ઉપયોગથી તે પકડાય તે ઉપયોગ કયાં પ્રગટ કરે છે? સ્થૂળ ઉપયોગથી આત્મા પકડાતો નથી પણ સૂક્ષ્મ ઉપયોગથી તે પકડાય છે. અજ્ઞાની ઉપયોગને સૂક્ષ્મ કરતો નથી તેને આત્મા જણાતો નથી. ન્યાયથી વાત છે ને! જ્ઞાયક તરફ ઢળેલી મતિ-શ્રુતજ્ઞાનની પર્યાય તે સૂક્ષ્મઉપયોગ છે. એ સૂક્ષ્મ-ઉપયોગ વડે જ જ્ઞાયક આત્મા પકડાય છે. અરે! કેટલાક તો વ્રત-તપ કરવામાં અટકયા છે, તો વળી કેટલાક દેવ-ગુરુ-શાસ્ત્રની ભક્તિમાં કલ્યાણ છે એમ માની અટકયા છે. બન્નેય એક જાતના મિથ્યાત્વમાં અટકેલા છે. તેને કહે છે કે ભાઈ ! વર્તમાન જ્ઞાનપર્યાય, તેને જ્ઞાયક ભણી વાળી દે તો તને આત્મા અવશ્ય જણાશે.
લક્ષણ છે
અહાહા ! ત્રિલોકીનાથ તીર્થંકરદેવનો આ હુકમ છે કે તારું ચૈતન્યલક્ષણ તો તને પ્રગટ છે. પ્રભુ! જો બિલકુલ લક્ષણ પ્રગટ જ ન હોય તો લક્ષ્યને પકડવું મુશ્કેલ પડે. પરંતુ એમ તો નથી. ચૈતન્યલક્ષણ તો વર્તમાન પ્રગટ જ છે. માટે પ્રગટ જ્ઞાનલક્ષણ વડે લક્ષ્ય એવા શાયકને પકડ. તેથી જ્ઞાયકવસ્તુ જે ગુપ્ત તે પ્રગટ થશે એટલે જણાશે. અહાહા! શું શ્લોક છે! આવી વાત બીજે કયાંય નથી. અહીં લક્ષણ જે જ્ઞાનની પર્યાય તે દ્વારા લક્ષ્ય-ત્રિકાળી જ્ઞાયકવસ્તુને પકડતાં શાયવસ્તુ પ્રગટ થાય છે એટલે જ્ઞાનની પર્યાયમાં જ્ઞાયક આખો આવી જાય છે એમ અર્થ નથી; પરંતુ જ્ઞાનની પર્યાયમાં જ્ઞાયકવસ્તુનું સામર્થ્ય કેટલું છે તે ભાસે છે. જ્ઞાયકદ્રવ્ય જો પર્યાયમાં આવી જાય તો પર્યાયના નાશે દ્રવ્યનો પણ નાશ થાય, પરંતુ દ્રવ્ય તો ધ્રુવ છે, અને પર્યાય તો અંશ છે. તેથી પર્યાયમાં આખું દ્રવ્ય કેમ આવે ? જ્ઞાયકસ્વભાવ તરફ ઢળેલી જ્ઞાનની પર્યાયમાં જ્ઞાયકનું સામર્થ્ય ભાસે-જણાય તેને જ્ઞાયક પ્રગટ થાય છે એમ કહે છે. જ્ઞાયકવસ્તુ તો ત્રિકાળ જેવી છે તેવી જ છે. પણ એની દ્દષ્ટિ કરતાં જ્ઞાનપર્યાયમાં એમ ભાસે છે કે વસ્તુ મહાપ્રભુ આનંદનું દળ જ્ઞાયભાવપણે આવી છે. પ્રગટ પર્યાય જ્યાં જ્ઞાયક તરફ વળી ત્યાં તે પ્રગટ દેખાય છે. આવી વાત છે.
અહા ! કુંદકુંદાચાર્ય દિગંબર સંત હતા. સંવત ૪૯ માં થયા હતા. અને તેઓ ત્રિલોકનાથ પરમાત્મા ભગવાન સીમંધર પ્રભુ જ્યાં મહાવિદેહમાં બિરાજે છે ત્યાં ગયા હતા. ત્યાં આઠ દિવસ રહીને સમવસરણમાં સાક્ષાત્ ભગવાનની વાણી સાંભળી હતી તેમ જ શ્રુતકેવળી સાથે ચર્ચા કરી હતી. પછી ત્યાંથી આવીને આ શાસ્ત્રો બનાવ્યાં છે. ત્યાંથી તેઓ શું લાવ્યા? આ લાવ્યા કે ચૈતન્યલક્ષણે જણાય એવો આત્મા છે. આ દેહ, વાણીની જે ક્રિયા છે એ તો જડ છે. માટે એનાથી જીવ જણાય નહિ. પુણ્ય-પાપના ભાવ પણ જડ વિપરીતસ્વભાવવાળા અંધકારમય છે, માટે એનાથી પણ જીવ જણાય એમ નથી, તો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #245
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૬૮ ]
[ ૨૩૩
જીવ કેમ કરીને જણાય? તો કહે છે કે જીવ ચૈતન્યલક્ષણે કરીને જણાય છે અને તે ચૈતન્યલક્ષણ પ્રગટ છે.
હવે કહે છે કે તે “અવન' અચળ છે. તે ચૈતન્યલક્ષણ ચળાચળતારહિત છે અને સદા મોજૂદ છે. અહાહા ! તે ચૈતન્યલક્ષણ સ્વમાંથી ખસીને જડમાં કે રાગમાં જાય એવું નથી, અને તે સદા હયાતી ધરાવે છે, ત્રિકાળી જ્ઞાનલક્ષણ તો ધ્રુવ છે. તેને વર્તમાન જ્ઞાનલક્ષણથીજ્ઞાનપર્યાયથી જાણતા જણાય એવો છે, માટે કહે છે. કે-હે જગતના જીવો! “માનસ્થતાન' તેનું જ અવલંબન કરો. લક્ષણની પર્યાયને આલંબન દ્રવ્યનું આપો. જેનું તે લક્ષણ છે એવા જ્ઞાયક દ્રવ્યનું એને આલંબન આપો. જગતના જીવો જ્ઞાનલક્ષણનું જ આલંબન કરો, કેમકે તે વડે જ યથાર્થ જીવનું ગ્રહણ થાય છે.
હે જગતના જીવો, ત્રિકાળી શુદ્ધ ચૈતન્ય ભગવાનનું આલંબન લો અને રાગ અને નિમિત્તનું આલંબન છોડો, કેમકે રાગ અને પરના આલંબનથી કલ્યાણ થતું નથી. જ્ઞાનની પર્યાય દ્વારા અંદર જતાં યથાર્થ જીવનું જ્ઞાયકતત્ત્વનું ગ્રહણ થાય છે માટે એનું આલંબન લો.
* કળશ ૪૨ : ભાવાર્થ ઉપરનું પ્રવચન *
કહે છે કે-વર્ણાદિ ભાવો જીવમાં કદી લાપતા નથી. વર્ણ કહેતાં રંગ અને આદિ એટલે રાગાદિ ભાવો. તેઓ જીવમાં નિશ્ચયથી કદી વ્યાપતા નથી, તેથી તેઓ નિશ્ચયથી જીવનાં લક્ષણ છે જ નહિ. તેઓ એક સમયની પર્યાયમાં છે, પરંતુ અંદર દ્રવ્યમાં કયાં વ્યાપે છે? ભગવાન જ્ઞાનસ્વરૂપી આત્મામાં રંગ અને રાગાદિ કયાં છે? માટે તેઓ નિશ્ચયથી જીવનાં લક્ષણ છે જ નહિ. આ દયા, દાન, વ્રતાદિના ભાવ છે એ તો રાગ છે, અને રાગ જીવનું લક્ષણ નથી, તેથી એ વડે જીવ જણાતો નથી. અર્થાત્ એનાથી સમ્યગ્દર્શન થતું નથી.
વર્ણાદિ ભાવ નિશ્ચયથી જીવમાં વ્યાપતા નથી. જો તેઓ વ્યવહારથી વ્યાપે છે એમ માનવામાં આવે તોપણ દોષ આવે છે. સિદ્ધોમાં તો તે ભાવો વ્યવહારથી પણ નથી માટે અવ્યામિ દોષ આવે છે. જો વર્ણાદિ ભાવો જીવના હોય તો સદાય જીવમાં રહેવા જોઈએ, પરંતુ તેઓ સિદ્ધ અવસ્થામાં વ્યવહાર પણ હોતા નથી. માટે તેઓ સદાય જીવમાં વ્યાપતા નથી, માટે વર્ણાદિ ભાવોનો આશ્રય કરવાથી જીવનું યથાર્થ સ્વરૂપ ઓળખાતું નથી. અર્થાત્ રંગ, રાગ આદિ ભાવોનો આશ્રય કરવાથી જીવસ્વરૂપનું સભ્યજ્ઞાન થતું નથી.
હવે કહે છે કે અમૂર્તપણું સર્વ જીવોમાં વ્યાપે છે. તેથી “આત્મા અમૂર્ત છે” એમ લઈએ તો? તોપણ દોષ આવે છે, કારણ કે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #246
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૩
અને કાળ એ ચાર દ્રવ્યો પણ અમૂર્ત છે. ભગવાને છ દ્રવ્ય જોયાં છે. તેમાં આત્મા ઉપરાંત ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ એ ચાર દ્રવ્યો પણ અરૂપી-અમૂર્ત જોયાં છે. એટલે અમૂર્તપણું લક્ષણ તરીકે લેવામાં આવે તો, અમૂર્તપણું પોતામાં અને અન્ય દ્રવ્યોમાં પણ છે તે કારણે, એના વડે આત્મા જણાય એવો નથી. અમૂર્તપણું જેમ જીવમાં વ્યાપે છે તેમ અન્ય ચાર દ્રવ્યોમાં પણ વ્યાપે છે. તેથી અમૂર્તપણું જીવનું લક્ષણ માનતાં અતિવ્યામિ નામનો દોષ આવે છે. માટે અમૂર્તપણાનો આશ્રય કરવાથી પણ જીવનું યથાર્થ સ્વરૂપ ગ્રહણ થતું નથી.
હવે કહે છે કે ચૈતન્યલક્ષણ સર્વ જીવોમાં વ્યાપતું હોવાથી, એટલે કે જાણવું, જાણવું, જાણવું-એવું જે લક્ષણ છે તે સર્વ જીવોમાં વ્યાપતું હોવાથી અવ્યાતિ દોષથી રહિત છે. કોઈ વખતે તે લક્ષણ હોય અને કોઈ વખતે તે ન હોય એમ નથી. એ સર્વ જીવમાં સદા વ્યાપે છે. તથા ચૈતન્યલક્ષણ જીવ સિવાય અન્ય કોઈ દ્રવ્યમાં વ્યાપતું નથી, માટે અતિવ્યાપ્તિ દોષથી પણ તે રહિત છે. તેમજ તે ચૈતન્યલક્ષણ પ્રગટ છે. માટે એનો જ આશ્રય કરવો. વર્ણાદિભાવોનો આશ્રય કરવાથી યથાર્થ સ્વરૂપ ઓળખાતું નથી એમ નકાર કર્યો હતો. હવે અસ્તિથી લીધું કે ચૈતન્યલક્ષણનો જ આશ્રય કરવો કેમકે તે વડે જીવના યથાર્થ સ્વરૂપનું ગ્રહણ થઈ શકે છે.
અહાહા ! આત્મા ત્રિકાળ જ્ઞાયકસ્વભાવી પ્રભુ છે. તે જ્ઞાનલક્ષણ વડે એટલે વર્તમાન જ્ઞાનની પર્યાય દ્વારા જણાય છે. જ્ઞાનની પર્યાય શાયક તરફ ઢળતાં એમાં જ્ઞાયકના સ્વરૂપનું યથાર્થ ગ્રહણ થાય છે. અહાહા ! કેવી વાત કરી છે! બહારનાં વ્રત પાળવાથી, ભક્તિ કરવાથી કે તપ કરવાથી આત્મા ન જણાય. ભાઈ, એ તો બધો રાગ છે, એ કાંઈ જીવનું લક્ષણ નથી કે એનાથી જીવ જણાય.
શંકા- વ્યવહારથી પણ થાય અને નિશ્ચયથી પણ થાય; નહીંતર એકાંત થઈ જશે.
સમાધાન - ભાઈ ! એમ નથી. પૂર્ણ વીતરાગ ન હોય ત્યાં સુધી વ્યવહાર હોય છે, પણ એ વ્યવહારથી નિશ્ચય પમાય છે એમ નથી. સમ્યજ્ઞાન અને ચારિત્રમાં અલ્પતા છે. તેથી સાધકને રાગ-વ્યવહાર હોય છે. પણ તે રાગ સાધન છે અને તેથી આત્માને લાભ થાય છે એમ નથી. મંદરાગ પણ રાગ જ છે. મંદરાગથી શું લાભ થાય ? પુણ્ય બંધાય પણ તેથી અબંધ સ્વભાવ હાથ આવે નહિ. જ્ઞાયકવસ્તુ તો જ્ઞાનની નિર્મળ પરિણતિ વડે જ જણાય છે અને રાગથી નહિ. આવું જ સ્વરૂપ છે.
ભાઈ ! આ તો જીવન ચાલ્યું જાય છે. ઘણા જીવો તો મરીને તિર્યંચ થતા હોય છે. કારણ કે આર્ય મનુષ્યને માંસ-દારૂ ઇત્યાદિ તો હોતાં નથી તેથી નરકમાં તો ન જાય. વળી ધર્મ તો છે નહિ અને જેથી પુણ્ય બંધાય એવાં સત શાસ્ત્રોનાં પઠન-પાઠન, શ્રવણ-ચિંતવન-મનન ઇત્યાદિની પણ ફુરસદ મળે નહિ, આખો દિવસ સંસારમાં પાપની પ્રવૃત્તિઓ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #247
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૬૮ ]
[ ર૩પ
કરે અને એમ ને એમ દેહ છૂટી જાય. તેથી ભગવાન તો એમ કહે છે કે ઘણા જીવો અહીંથી મરીને પશુમાં-ઢોરમાં અવતરે છે. તિર્યંચની સંખ્યા પણ મોટી છે. ભાઈ ! આવાં ટાણાં મળ્યાં છે તોપણ જો આ ન સમજ્યો અને બહારમાં રોકાયો તો અવસર ચાલ્યો જશે. અરેરે! ધર્મના નામે પણ લોકોને કુધર્મ મળ્યો છે!
પ્રશ્ન:- પણ અમારે દેશનું ભલું તો કરવું ને?
ઉત્તર:- ભાઈ ! કોણ દેશનું ભલું કરી શકે છે? “હું દેશનું ભલું કરી શકું છું ' એ માન્યતા જ મિથ્યા છે. કોનો દેશ? આ દેશ ક્યાં તારો છે? એ તો પરક્ષેત્ર છે. તારો દેશ તો અસંખ્યાતપ્રદેશી ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્મા છે.
ત્યારે તે કહે છે–વ્યવહારથી તો છે?
ભાઈ ! વ્યવહાર તો કહેવામાત્ર છે. એનો અર્થ જ એ કે એ તારો નથી. લોકો માત્ર “આ મારું ગામ છે' એમ નથી કહેતા? (હા, કહે છે). તો શું તે ગામ એમનું છે? જરાય નહિ. ગામ તો ગામનું છે. તેમ ભાઈ ! કોના દેશ અને કોના પાદર? પ્રભુ ! જ્યાં (ભલું કરવાનો) રાગ તારો નથી ત્યાં દેશ તારો કયાંથી આવ્યો? રાગ છે એ તો ઉપાધિ-સંયોગીભાવ છે, તે કાંઈ સ્વભાવભાવ નથી, સ્વભાવભાવ તો ચૈતન્યલક્ષણ છે.
અહીં આનંદને જીવનું લક્ષણ કહ્યું નથી કેમકે તે પ્રગટ નથી. જ્યારે ચૈતન્યની પર્યાય તો પ્રગટ છે તેથી ચૈતન્યને જીવનું લક્ષણ કહ્યું છે.
આમ તો પંચાસ્તિકાયમાં “ઉત્પાદ–વ્યય-ધ્રૌવ્ય લક્ષણ કહ્યું છે. એ તો વસ્તુને સિદ્ધ કરવા કહ્યું છે. ત્યાં રાગ-દ્વેષ, પુણ્ય-પાપને જીવનું લક્ષણ કહ્યું છે કેમકે તે જીવની પર્યાયમાં થાય છે એમ ત્યાં સિદ્ધ કરવું છે. જ્યારે અહીં તો વાસ્તવિક ધર્મ જેનાથી થાય એ લક્ષણ છે એમ લેવું છે.
ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્તમ સત” એમ કહ્યું છે ત્યાં વિકારી ઉત્પાદને જીવનું લક્ષણ કહ્યું છે. પરંતુ એ જુદી ચીજ છે. એ લક્ષણ દ્વારા તો વસ્તુની સ્થિતિ-મોજૂદગી સિદ્ધ કરવી છે. પરંતુ અહીં તો ત્રિકાળી ચૈતન્યસ્વભાવ જ્ઞાનની પર્યાયથી જ જણાય એવો છે, રાગથી નહિ, માટે જ્ઞાનને જ એનું લક્ષણ કહ્યું છે.
હવે આત્માનો જાણક..જાણક..જાણકસ્વભાવ જ્ઞાનલક્ષણ વડે પ્રગટ છે, અર્થાત્ જ્ઞાનલક્ષણથી જીવ જણાય એવો છે, છતાં લોકો અજ્ઞાનમાં આ લક્ષણને કેમ જાણતા નથી? – આમ આચાર્ય આશ્ચર્ય અને ખેદ પ્રગટ કરે છે. હજી વિકલ્પ છે ને? તેથી આચાર્ય આશ્ચર્ય અને ખેદ બતાવે છે:
* કળશ ૪૩: શ્લોકાર્ધ ઉપરનું પ્રવચન * ‘તિ નક્ષણત:' આમ પૂર્વોક્ત જુદાં લક્ષણને લીધે “નીવાત શનીવમૂ વિનિમ'
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #248
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૩
જીવથી અજીવ ભિન્ન છે એટલે કે રાગ જે અજીવ છે તેથી જીવ-ભગવાન આત્મા ભિન્ન છે. તથા “સ્વયં ઉર્જાસત્તમ’ તેને (અજીવને) પોતાની મેળે સ્વતંત્રપણે જીવથી ભિન્ન વિલસતુંપરિણમતું ‘જ્ઞાનીનન:' જ્ઞાની પુરુષ ‘અનુમતિ' અનુભવે છે.
કહ્યું? કે જ્ઞાની રાગને આત્માના ચૈતન્યસ્વભાવથી ભિન્ન અનુભવે છે. અર્થાત્ ધર્મી જીવ જ્ઞાનસ્વભાવી આત્માને અનુભવે છે ત્યારે, અનુભવમાં રાગ આવતો નથી પણ તે ભિન્ન રહી જાય છે, તે ભિન્ન છે એમ જણાય છે. માટે તે રાગ જીવ નથી, અજીવ છે. રાગ એટલે દેવ-ગુરુ-શાસ્ત્રની ભેદરૂપ શ્રદ્ધા, શાસ્ત્રના ભણતરનો વિકલ્પ, અને પંચમહાવ્રતનો ભાવ ઇત્યાદિ. કહે છે કે ધર્માત્માને જ્ઞાનલક્ષણે લક્ષિત આત્માનો અનુભવ થતાં, તે રાગને જ્ઞાનના અનુભવથી ભિન્ન જાણે છે. ધર્મીપુરુષ અજીવને પોતાની મેળે સ્વતંત્રપણે જીવથી ભિન્નપણે પરિણમતું જાણે છે. અનુભવ વિના રાગ જુદો છે-જુદો છે એમ કોઈ કહે એ વાત નહિ. આ તો સ્વાનુભવની જ્ઞાનપરિણતિમાં તે રાગ-અજીવ આવતો નથી માટે એને જ્ઞાની જુદો જાણે છે એમ કહે છે.
દયા, દાન, વ્રત, આદિના વિકલ્પ અજીવ કેમ છે? કેમકે ચૈતન્યલક્ષણે આત્માને અનુભવતાં, જ્ઞાનના વેદનમાં આનંદનું વેદન જોતાં, રાગનું વેદન આવતું નથી પણ તે ભિન્ન રહી જાય છે. માટે તે દયા, દાન આદિના વિકલ્પ અજીવ છે, જીવથી ભિન્ન છે. હવે કહે છે કે આવું સ્વરૂપ છે ‘તત’ તોપણ ‘મજ્ઞાનિન:' અજ્ઞાનીને “નિરવધિ-વિકૃમિત: મયે મોદ: તુ’ અમર્યાદપણે ફેલાયેલો આ મોહ “થમ્ ના નદીતિ' કેમ નાચે છે? જ્ઞાન અને રાગ એ બેના એકપણાની ભ્રાંતિ કેમ નાચે છે? તું તો જ્ઞાયકસ્વભાવી ભગવાન છો ને! અને આ રાગ તો અચેતન છે. પ્રભુ! તને એ બેના એકપણાનો ભ્રમરૂપ મોહ કેમ નાચે છે? તને આ શું થયું છે? એમ કહે છે.
અહા ! આત્મા શુદ્ધ જ્ઞાનાનંદસ્વભાવી વસ્તુ છે. જ્ઞાનલક્ષણે તેને અનુભવતાં અનુભવથી રાગ ભિન્ન રહી જાય છે. તેથી રાગ છે એ તો મડદું-લાશ છે, એમાં ચૈતન્ય નથી. આમ છે તોપણ અજ્ઞાનીને આવું મડદું કેમ નાચી રહ્યું છે? આ ચૈતન્યની સાથે મડદાને કેમ એકમેક કર્યું છે? અરે ભાઈ! જીવતી જ્યોત્ પ્રભુ ચૈતન્યમય આત્માને ભૂલીને આ રાગ સાથે તને એક્તાબુદ્ધિ કેમ થઈ છે? “સદો વત’ આમ આચાર્યશ્રી અમૃતચંદ્રાચાર્યને કરુણાના ભાવપૂર્વક પ્રશસ્ત ખેદ અને આશ્ચર્ય થાય છે. કુંદકુંદાચાર્ય મહારાજ-દિગંબર સંત ૨OO૦ વર્ષ પહેલાં થઈ ગયા. અને તેમના પછી તેમની પરંપરામાં અમૃતચંદ્રાચાર્ય ૧000 વર્ષે થયા. તેઓ ખેદ દર્શાવતાં આ કળશમાં કહે છે કે-જેમાં ચૈતન્યપણું નથી એવા રાગાદિ ભાવોથી અજ્ઞાનીને એક્તાનો મોહભ્રાન્તિ કેમ થઈ રહ્યાં છે?
ભાઈ ! શું શાસ્ત્ર વાંચવાથી જ્ઞાન થાય છે? ના, વાંચવાથી જ્ઞાન થતું નથી. જે જ્ઞાનની પર્યાય થાય છે એ તો એનો જન્મકાળ છે તેથી થાય છે, શબ્દોથી થતી નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #249
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૬૮ ]
[ ૨૩૭
તથા એ પરલક્ષી જ્ઞાન કાંઈ સમ્યજ્ઞાન નથી. સમ્યજ્ઞાન તો જ્ઞાનલક્ષણે કરીને જ્ઞાયકને અનુભવતાં જે જ્ઞાન થાય છે તે છે. જેનું સ્વરૂપ જ્ઞાનનું છે તેનો નમૂનો પ્રગટે તે સમ્યજ્ઞાન છે. અહા! આત્મા તો વિજ્ઞાનઘન છે. એમાં કોઈનો પ્રવેશ નથી. આ લોઢાનું ટાંકણું છે ને, એની iદર પણ અવકાશ છે. લોઢું છે છતાં એમાં થોડો અવકાશ-આકાશના પ્રદેશો છે. તદ્દન લોઢું ઘન-એકમેક નથી. જ્યારે આ ભગવાન આત્મા તો જ્ઞાન અને આનંદથી સંપૂર્ણ એકમેક છે. તેમાં જરાય અવકાશ નથી. હીરા, માણેકમાં પણ અંદર અવકાશ-આકાશના પ્રદેશો હોય છે, પણ આ જ્ઞાનાનંદઘન પ્રભુ આત્મામાં જરાય અવકાશ નથી. આવો હોવા છતાં આચાર્ય કહે છે કે તેને રાગ સહિત માનવારૂપ નિરવધિ ફેલાયેલો મો-સ્વપરની ભ્રાન્તિ કેમ નાચે છે? આચાર્ય પોતે ધર્માત્મા સંત છે અને અલ્પકાળમાં મોક્ષ જવાના છે. પણ હુજી વિકલ્પ છે ને! તેથી આ આશ્ચર્ય સાથે ખેદ દર્શાવે છે કે-આ ચૈતન્યઘનસ્વરૂપ આત્મામાં રાગનો પ્રવેશ નથી છતાં રાગ સાથે એકપણું માનીને તને આ શું થયું છે?
આશ્ચર્ય-મર્દ આશ્ચર્ય છે કે શુદ્ધ ચૈતન્યનું બિંબ પ્રભુ આત્મા ત્રિકાળ ધ્રુવ અંદર અસ્તિપણે બિરાજમાન છે અને તે જ્ઞાનલક્ષણે કરીને જણાય એવો છે છતાં એને નહિ જાણતાં, અરેરે ! અજ્ઞાની રાગ સાથે એકપણું કરીને મોહથી નાચે છે !
વળી, ફરી મોહનો પ્રતિષેધ કરે છે અને કહે છે કે અજ્ઞાનીની માન્યતામાં સ્વ-પરની એક્તાબુદ્ધિથી જો મોહ નાચે છે તો નાચો, તોપણ ભગવાન જ્ઞાયક તો જ્ઞાયકસ્વરૂપ જ છે. વસ્તુ તો વસ્તુપણે આમ જ છે –
* કળશ ૪૪: શ્લોકાર્ધ ઉપરનું પ્રવચન *
સ્મિન બનાિિન મદતિ વિવેવા-નાદ' આ અનાદિકાળના મોટા અવિવેકના નાટકમાં “વવિમાન પુન: ઇવ નcત' વર્ણાદિમાન પુદ્ગલ જ નાચે છે. શું કહે છે? કે રાગ અને આત્મા એક છે એવી જે માન્યતા છે તે અવિવેકનું મોટું નાટક છે. અવિવેકનું નાટક એટલે સ્વપરની એક્તાનું નાટક. ચૈતન્યબ્રહ્મ પ્રભુ આત્મા આનંદનો નાથ છે. આવા નાથ સાથે રાગના એકપણાનો ભાવ તે અવિવેકનું નાટક છે અને એમાં પુદ્ગલ જ નાચે છે.
વસ્તુ તો ત્રિકાળ જ્ઞાયકસ્વભાવી જ છે. પરંતુ આ રંગ-રાગાદિ ભાવો, નિગોદથી માંડીને પંચેન્દ્રિય સુધીના ભાવો જે છે તે બધાયમાં પુદ્ગલ જ નાચે છે. ભગવાન આત્મા તો એક જ્ઞાયકપણે જ રહે છે. રંગ-રાગાદિ ભાવોમાં એ કયાં પ્રસરે છે? ચૈતન્યદેવ તો સદાય ચૈતન્યપણે જ રહ્યો છે. આ રાગાદિ ભાવો છે એ તો પુદ્ગલનો જ નાચ છે. તેઓ પુદ્ગલપૂર્વક જ થયા છે અને તેથી તેમાં પુદ્ગલ જ નાચે છે એમ કહે છે. અહાહા ! અનંતકાળમાં જે શુભભાવ થયો એ પુદ્ગલનું પરિણમન છે. અશુભભાવ થયો તે પુદ્ગલનું પરિણમન છે; તથા શુભભાવનું ફળ જે સ્વર્ગ આવ્યું એ પણ પુદ્ગલમય છે અને અશુભ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #250
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૩
ભાવનું ફળ જે નરક-તિર્યંચ આવ્યું એ પણ પુદ્ગલમય છે. આમ રાગાદિ ભાવોમાં સર્વત્ર પુદ્ગલ જ નાચી રહ્યું છે.
આત્મા તો જેવો છે તેવો સદાય જ્ઞાયકપણે છે. પ્રવચનસારની ગાથા ૨૦૦ની ટીકામાં પણ છે કે અનાદિનો જીવ જ્ઞાયક જ રહ્યો છે. આ રાગાદિ ભાવોમાં એ જ્ઞાયક નાચતો નથી પણ પુદગલ જ નાચે છે. આ પુણ્ય-પાપના ભાવ અને એનાં ચારગતિરૂપ ફળ તથા શરીર, મન, વાણી, ઇન્દ્રિય ઇત્યાદિનો સંયોગ-એ બધામાં ‘પુન: વનતિ' પુદ્ગલ જ નાચે છે.
પ્રશ્ન- રાગની પરિણતિ તો જીવની છે ને?
ઉત્તર:- રાગની પરિણતિ જીવની એક સમયની પર્યાયમાં છે તેથી તેને વ્યવહારથી જીવની કહી છે, તો પણ નિશ્ચયથી તે ચૈતન્યસ્વભાવમય નથી. રાગાદિમાં ચૈતન્ય પ્રસરતું નથી માટે તે અચેતન પુદ્ગલમય છે. ભાઈ ! જે ભાવથી તીર્થકરગોત્ર બંધાય તે ભાવ પણ અચેતનપુદ્ગલ છે કેમકે તે ચૈતન્યની જાતિનો નથી. જુઓને, આમાં શું લખ્યું છે? કે અનાદિકાળના મોટા અવિવેકના નાટકમાં વર્ણાદિમાન પુદ્ગલ જ નાચે છે.
જેમ નાટકમાં પડદા પડે તેમ પુણ્ય-પાપના ફળરૂપે સ્વર્ગમાંથી પશુમાં જવું અને પશુમાંથી નરકમાં જવું-એમ ચારગતિમાં પરિભ્રમણ કરવું એ બધા અનેકરૂપ પડદામાં પુગલના જ ઠાઠ છે, એમાં શુદ્ધચૈતન્યમય જીવ છે જ નહિ. એ તો શુદ્ધ ચૈતન્યપણે ત્રિકાળ જ્ઞાયકપણે જ રહે છે, કદીય શુભાશુભભાવપણે થતો જ નથી. છઠ્ઠી ગાથાની ટીકામાં પણ આવે છે કે ભગવાન આત્મા શુભાશુભભાવના સ્વભાવે કદીય થયો નથી. જો તે રૂપે થાય તો જડ થઈ જાય કેમકે શુભાશુભભાવ તો જડસ્વભાવી છે. તેથી કહે છે કે પુણ્ય-પાપના ભાવપણે અને તેના ફળપણે પુદ્ગલ જ નાચી રહ્યું છે. ગજબ વાત છે!
હવે આગળ કહે છે “ન કન્ય:' અન્ય કોઈ નહિ. અભેદજ્ઞાનમાં પુદ્ગલ જ અનેક પ્રકારનું દેખાય છે, જીવ તો અનેક પ્રકારનો છે નહિ. ભગવાન આત્મા તો શુદ્ધ બુદ્ધ એકસ્વભાવી અભેદસ્વભાવી ચૈતન્યમય છે. અહાહા ! સદાય પવિત્ર ચૈતન્યસ્વભાવમય એકરૂપ વસ્તુમાં અનેકપણું નથી. એટલે કે શુભાશુભભાવ અને તેના ફળરૂપ સંયોગનું અનેકપણું આત્મામાં નથી. કહે છે કે રાજા થાય, રંક થાય, નારકી થાય, દેવ થાય, તિર્યંચ થાય, કીડી, કબુતર કે કાગડો થાય-એ અનેકાણામાં પુદ્ગલનો નાચ છે. એમાં સદાય એકરૂપ ચૈતન્ય કયાં પ્રસયો છે ? સત્ય સમજવું હોય અને આ વાત કર્યું છે. એમાં વાદવિવાદથી કાઈ પાર પડે એમ નથી.
પ્રશ્ન- અહીં પુણ્ય-પાપ આદિ ભાવો પુદ્ગલથી થયા છે એમ કહ્યું છે; તોપણ નિમિત્તથી થયા નથી એમ આપ કેમ કહો છો?
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #251
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૬૮ ]
[ ૨૩૯
ઉત્તર- ભાઈ ! જ્યાં જે અપેક્ષા હોય તે બરાબર સમજવી જોઈએ. રાગ પુદગલનો આશ્રય કરીને થયો છે તેથી તે પુદ્ગલની જાતનો છે એમ કહ્યું છે. રાગ છે તો જીવની પર્યાય પણ તે નિમિત્તને વશ-વશ થવાથી થયેલી છે, અને નિમિત્ત તો પુદ્ગલ છે. માટે પુદ્ગલના વિશે થયેલા ભાવને પુદ્ગલમાં નાખ્યો છે, કેમ કે તે ચૈતન્યસ્વભાવમય નથી. અહીં પ્રયોજન ત્રિકાળી સ્વભાવનો આશ્રય કરાવવાનું છે. તેથી વિકાર થાઓ તો થાઓ. એ તો પુદગલમય છે–એમ સ્વચ્છંદપણે ન પ્રવર્તવું. રાગ પોતાની પર્યાયમાં થાય છે તે અશુદ્ધ ઉપાદાન છે. એ અશુદ્ધ ઉપાદાનને વ્યવહાર ગણીને તથા નિમિત્ત જે કર્મ છે તેને પણ વ્યવહાર ગણીને-બન્નેને એક ગણીને, જીવમાંથી કાઢી નાખ્યા છે.
અહાહા ! આ ટીકા જે થઈ છે એ ટીકાના શબ્દો અને તેનો વિકલ્પ-એ બધું પુદ્ગલ છે એમ કહે છે. એ વિકલ્પમાં સદાય એકરૂપ જ્ઞાયકસ્વભાવી ભગવાન ક્યાં આવ્યો છે? ટીકા લખવાનો વિકલ્પ અને ટીકાના શબ્દો બન્નેને એક ગણીને પુદ્ગલ નાચે છે એમ કહ્યું છે.
આત્મા જ્ઞાતાદષ્ટાસ્વભાવી-જ્ઞાતાદષ્ટાના ભાવથી પરિપૂર્ણ ભાવવાળી એકસ્વભાવી વસ્તુ છે. એ સિવાય જે અનેક પ્રકારે થતા પુણ્ય-પાપના વિકારી ભાવ અને એનાં ફળ-એ બધામાં પુગલ નાચે છે. જો એમાં શુદ્ધ ચૈતન્ય હોય તો, અર્થાત્ જો તે ચૈતન્યની જાતિના હોય તો કદીય નીકળે નહિ. પણ તેઓ તો નીકળી જાય છે. તેથી તેમને અજીવ ગણીને પુગલના કહ્યા છે, કેમ કે તેઓ પુદ્ગલના વિપાકપૂર્વક થાય છે. પણ તેથી કરીને એમ ન સમજવું કે પુગલકર્મનો ઉદય આવ્યો માટે વિકાર થયો છે. કર્મ-નિમિત્તને વશ થવાના વિપરીત પુરુષાર્થથી વિકાર તો થયો છે, પરંતુ તે વિપરીત પુરુષાર્થની દશા સ્વભાવમાં નથી માટે તેને પુદગલ કહ્યો
હવે કહે છે કે “યં નવ:' આ જીવ તે “રાદ્રિ-
પુત્ર-વિરાર-વિરુદ્ધ-શુદ્ધ ચૈતન્ય-ધાતુમય-મૃર્તિ:' રાગાદિક પુદ્ગલ-વિકારોથી વિલક્ષણ, શુદ્ધ ચૈતન્યધાતુમય મૂર્તિ છે. અહાહા! ભગવાન જ્ઞાયકસ્વરૂપ તો એકલું ચૈતન્યનું દળ છે. એમાં વિકલ્પનો પ્રવેશ થાય એવું પોલાણ નથી. દયા, દાન, વ્રત, આદિ પુદ્ગલ-વિકારો પામે નહિ એવી શુદ્ધ ચૈતન્યઘનસ્વરૂપ મૂર્તિ છે. જ્ઞાયક સદા જ્ઞાયક જ છે.
* કળશ ૪૪: ભાવાર્થ ઉપરનું પ્રવચન *
આત્મામાં ચિદ્ધિકારનેચૈતન્યના વિકારોને દેખીને એવો ભ્રમ ન કરવો કે એ પણ ચૈતન્ય જ છે. જીવની પર્યાયમાં દયા, દાન, વ્રત, ભક્તિ, આદિના જે પરિણામ થાય છે તે ચૈતન્યના વિકાર છે. તે ચૈતન્યમય આત્માના છે એમ ભ્રમ ન કરવો. એનો અર્થ એ થયો કે જે વ્યવહાર-રાગને સાધન કહ્યું છે તે ખરેખર સાધન છે એવો ભ્રમ ન કરવો. વ્યવહાર-રાગ સાધન છે જ નહિ. વ્યવહાર કોને કહેવાય? અજ્ઞાનીએ તો રાગને પોતાનો
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #252
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૦ ]
| પ્રવચન રત્નાકર ભાગ-૩
માન્યો છે, અને રાગ તો બંધનું જ કારણ છે; તેથી તેને એ સાધન કયાંથી થાય? અંતરસ્વરૂપનું જેને ભાન થયું છે તેને વ્યવહારે વ્યવહાર છે. (અજ્ઞાનીને તો વ્યવહાર પણ વ્યવહાર સાધન નથી).
ભગવાન આત્મા આનંદનો નાથ જ્ઞ-સ્વભાવી–સર્વજ્ઞસ્વભાવી પ્રભુ છે. તેના વિરુદ્ધનો વિકાર દેખીને તે ચૈતન્યનો છે એમ ભ્રમ ન કરવો. તથા તે ચૈતન્યસ્વભાવનું સાધન છે એમ ભ્રમ ન કરવો. ચૈતન્યસ્વભાવનું સાધન તો તેનો નિરાકુળ અનુભવ કરવો તે છે. અહાહા ! સ્વાનુભવનું કાર્ય એ ચૈતન્ય પરમાત્માનું સાધન છે.
પ્રશ્ન:- વ્યવહાર સાધન કહ્યું છે ને?
ઉત્તર- ભાઈ ! એની સ્પષ્ટતા તો પંડિતપ્રવર શ્રી ટોડરમલજીએ મોક્ષમાર્ગપ્રકાશકના સાતમા અધિકારમાં કરી છે કે-“હવે મોક્ષમાર્ગ તો બે નથી પણ મોક્ષમાર્ગનું નિરૂપણ બે પ્રકારથી છે. જ્યાં સાચા મોક્ષમાર્ગને મોક્ષમાર્ગ નિરૂપણ કર્યો છે તે નિશ્ચયમોક્ષમાર્ગ છે તથા
જ્યાં જે મોક્ષમાર્ગ તો નથી પરંતુ મોક્ષમાર્ગનું નિમિત્ત છે વા સહચારી છે તેને ઉપચારથી મોક્ષમાર્ગ કહીએ તે વ્યવહાર મોક્ષમાર્ગ છે, કારણ કે નિશ્ચય-વ્યવહારનું સર્વત્ર એવું જ લક્ષણ
જુઓ, જે વ્યવહાર-મોક્ષમાર્ગ કહ્યો છે તે છે તો બંધમાર્ગ, પણ જ્યાં આત્માના આશ્રયે નિરાકુળ આનંદના અનુભવરૂપ નિશ્ચય-મોક્ષમાર્ગ-સાચો મોક્ષમાર્ગ પ્રગટયો છે ત્યાં, તેને નિમિત્ત દેખીને ઉપચારથી મોક્ષમાર્ગ કહ્યો છે. આટલી તો સ્પષ્ટ વાત કરી છે! વ્યવહારથી–ઉપચારથી જે કહ્યું છે તે નિમિત્ત આદિની અપેક્ષાએ કહ્યું છે એમ જાણવું. નિશ્ચય-વ્યવહારનું સર્વત્ર આવું જ લક્ષણ છે. વ્યવહારને જે સાધન કહ્યું છે એ તો ધર્મી-જ્ઞાની નિજસ્વરૂપનો જ્યારે ઉગ્ર આશ્રય લે છે ત્યારે જે રાગ છે તે ટળી જાય છે તે અપેક્ષાએ વ્યવહારથી આરોપ કરીને વ્યવહારને પરંપરા સાધન કહ્યું છે. અહીં તો એ સિદ્ધ કરવું છે કે એ રાગ આત્માનો સ્વભાવ જ નથી. જુઓ, લખ્યું છે ને કે-“રાગાદિ ચિદ્ધિકારને દેખી એવો ભ્રમ ન કરવો કે એ પણ ચૈતન્ય જ છે.'
રાગાદિ ચૈતન્ય જ છે એમ ન માનવું, કારણ કે ચૈતન્યની બધી અવસ્થાઓમાં વ્યાપેરહે તેને ચૈતન્યના કહેવાય છે. જ્ઞાનદશા ચૈતન્યની પ્રત્યેક અવસ્થામાં વ્યાપે છે, માટે જ્ઞાનને ચૈતન્યનું સ્વરૂપ અને લક્ષણ કહેવાય છે. પરંતુ રાગ સર્વ અવસ્થાઓમાં વ્યાપતો નથી, માટે રાગ ચૈતન્યનું લક્ષણ નથી. અરે ! અજ્ઞાનીને સમક્તિ નથી અને તેથી તે વ્રત, તપ, આ ક્રિયાકાંડમાં સાધન માને છે. પરંતુ ભાઈ ! વીતરાગ-માર્ગમાં એ (અનીતિ) ન ચાલે. વીતરાગમાર્ગમાં તો વીતરાગી પરિણતિથી જ ધર્મ થાય છે, રાગથી નહીં.
અહીં કહે છે કે રાગાદિ વિકારો જીવની સર્વ અવસ્થાઓમાં વ્યાપતા નથી કારણ કે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #253
--------------------------------------------------------------------------
________________
Version 001,a: remember to check h††p://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૬૮ ]
[ ૨૪૧
મોક્ષ-અવસ્થામાં તેમનો અભાવ છે. હવે કહે છે-વળી તેમને અનુભવ પણ આકુળતામય દુઃખરૂપ છે. જુઓ, ચૈતન્યમાં રાગ નથી એમ સિદ્ધ કરવા આ ન્યાય આપ્યો છે. ચાહે તો દયા, દાન, વ્રત, ભક્તિ, તપનો વિકલ્પ હો તો પણ આકુળતામય દુઃખરૂપ છે. આવી વાત કઠણ પડે પણ આ જ સિદ્ધાંત છે. રાગનો અનુભવ-જે વડે તીર્થંકર-ગોત્ર બંધાય એવા શુભરાગનો અનુભવ પણ આકુળતામય દુઃખરૂપ છે.
જેને તીર્થંકર ગોત્ર બંધાયું છે તેની દશા જ એવી હોય છે કે તે આગળ વધીને કેવળજ્ઞાન પામે છે. તીર્થંકરના જીવનું સમક્તિ અપ્રતિહત જ હોય છે. ભલે તે કદાચ ક્ષયોપશમ ભાવે હોય, તો પણ તે સમક્તિ અપ્રતિત જ હોય છે. શ્રેણીક રાજાને ક્ષાયિક સમક્તિ છે, પરંતુ જો કોઈ ત્રીજા નરકમાંથી આવે તો તેને ક્ષયોપશમ સમક્તિ હોય છે અને છતાં તે પડતું નથી. હા, ત્રીજા નરકે જાય છે ત્યારે એક ક્ષણ તે પડી જાય છે એ જુદી વાત છે. તો પણ એ ક્ષયોપશમ સમકિત ક્ષાયિકપણાને જ પ્રાપ્ત કરે છે. આવી જ સ્થિતિ તીર્થંકરોની હોય છે. પોતાના સ્વભાવનો ઉગ્ર આશ્રય લઈને તેઓ ક્ષાયિક સમ્યક્ત્વને પામે છે. તીર્થંકરને ક્ષાયિક સમકિત થવામાં શ્રુતકેવળી કે અન્ય તીર્થંકરનું નિમિત્ત હોતું નથી. જ્યારે અન્ય જીવોને ક્ષાયિક સમકિત થાય ત્યારે શ્રુતકેવળી કે તીર્થંકરની હાજરી હોય છે. તોપણ તીર્થંકર કે શ્રુતકેવળીની હાજરી છે માટે ક્ષાયિક સમકિત થાય છે એમ નથી, કારણ કે જો નિમિત્તથી ક્ષાયિક સમકિત થતું હોય તો ક્ષયોપશમ-સમકિતી તો ઘણા બેઠા હોય છે, પણ તે સર્વને ક્ષાયિક સમિત થતું નથી. જે જીવની આત્માના ઉગ્ર-આશ્રય સહિત તૈયારી હોય તેને ક્ષાયિક સમકિત થાય છે. તેથી નિમિત્ત હો ભલે પણ નિમિત્તથી સમકિત પામે છે એમ નથી. નિમિત્ત-ઉપાદાનના દોહામાં પણ આ વાત લીધી
છે.
અહીં એમ કહે છે કે રાગનો અનુભવ દુઃખરૂપ છે. જે વ્યવહારરત્નત્રયનો અનુભવ છે દુઃખરૂપ છે. જે દુઃખરૂપ છે તે મોક્ષનું કારણ કેમ થાય ? ન થાય. મોક્ષ તો પરમાનંદમય પૂર્ણ દશા છે. માટે તેનું કારણ પણ અનાકુળ આનંદમય અનુભવની દશા છે. રાગાદિનો અનુભવ દુઃખરૂપ છે, માટે તેઓ ચેતન નથી. તો ચૈતન્ય કોણ છે? જે સમ્યગ્દર્શનનું પરિણમન નિરાકુળ આનંદમય છે તે ચૈતન્ય છે. જુઓને! કેટલી સ્પષ્ટતા કરી છે! આમાં પોતાનો આગ્રહ ચાલે નહિ. સર્વજ્ઞ ૫રમાત્માના માર્ગમાં તેની જે રીત હોય એમ જ જાણવું જોઈએ. અરે! પોતાના સ્વાર્થ માટે પોતે જેમ માન્યું હોય તેમ અર્થ ખોટા કરવા એ ચાલે નહિ. અહાહા! ૫રમાત્મા મહાવિદેહમાં બિરાજે છે. તેમની વાણી કુંદકુંદાચાર્ય લાવ્યા છે. તેમાંથી આ શાસ્ત્રો બન્યા છે તથા તેના આ અર્થો છે.
અહીં બહુ સરસ વાત લીધી છે. કહે છે કે-રાગનો અનુભવ તો આકુળતામય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #254
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૨ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૩
દુ:ખરૂપ છે માટે તે ચૈતન્ય જ નથી. પંચમહાવ્રતના પરિણામ, દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ રાગ છે અને તે દુઃખના અનુભવની દશા છે. માટે તે ચેતન નથી પણ જડ છે. દુઃખનો અનુભવ છે તે જડ છે. અહાહા! કેવો ન્યાય મૂકયો છે! દેવ-ગુરુ-શાસ્ત્રની ભેદરૂપ શ્રદ્ધાનો કે નવતત્ત્વની ભેદરૂપ શ્રદ્ધાનો રાગ છે તે દુઃખરૂપ છે. માટે તે અચેતન છે કેમકે તે ચૈતન્યની જાતિમાંથી આવતો નથી. વ્યવહારરત્નત્રયના ભાવને પૂણ્ય-પાપ-અધિકારમાં પાપભાવ કેમકે અનાકુળ શાંતિનો સાગર જે આનંદનો નાથ ભગવાન આત્મા છે એમાંથી તે આવતો નથી. અનાકુળ આનંદનો જે અનુભવ થાય તે મોક્ષમાર્ગ છે અને તે પૂર્ણ ન થાય ત્યાં સુધી વચ્ચે વ્યવહારરત્નત્રયનો રાગ આવે છે, પણ તે દુઃખરૂપ છે તેથી જડ છે. કેવી સ્પષ્ટતા છે!
પ્રશ્ન- પરંતુ સમ્યગ્દષ્ટિને દુઃખનું વદન હોય જ નહિ એમ આવે છે ને?
ઉત્તર- અરે, વેદન કેમ ન હોય? જ્ઞાનીને દુઃખ જ નથી એમ માનવું એ તો એકાંત છે. હા, સમ્યગ્દર્શન અને સ્વભાવની વાત ચાલે ત્યારે (સ્વભાવની દૃષ્ટિમાં) એમ કહેવાય જ્ઞાનીને દુઃખનું વેદન નથી; પણ ત્યારે સાથે જે જ્ઞાન છે તે જાણે છે કે દુઃખનું વેદન છે. છેકે ગુણસ્થાને ગણધર હોય તે પણ જેટલો રાગ છે તે દુઃખ છે એમ જાણે છે. ભાઈ ! શુભરાગ પણ દુઃખરૂપ છે, હોં. વિષયની વાસના, રળવા-કમાવાના ભાવ, કે અનુકૂળ ચીજમાં ખુશીપણું અને પ્રતિકૂળતામાં નાખુશીના ભાવ-એ બધા જે પાપભાવ છે એ તો તીવ્ર દુઃખ જ છે. પરંતુ અહીં તો કહે છે કે રાગની જે મંદતાનો ભાવ-દેવ ગુરુ-શાસ્ત્ર પ્રત્યેનો પ્રશસ્ત મંદ રાગ કે ગુણગુણીના ભેદનો વિકલ્પ-સર્વ દુ:ખરૂપ છે અને એમાં આકુળતાનો જ અનુભવ છે. ભાઈ ! માર્ગ તો આવો છે. તેને જેવો છે તેવો માન. અહા! સને સત્ની રીતે જ; નહીંતર અજ્ઞાનમાં રખડપટ્ટી જ રહેશે.
ચૈતન્યનો અનુભવ નિરાકુળ છે. કહે છે કે પરમાનંદસ્વરૂપ જ્ઞ-સ્વભાવી-સર્વજ્ઞસ્વભાવી ભગવાન આત્માનો આશ્રય લેતાં જે જ્ઞાન-દર્શન-ચારિત્રની પર્યાય પ્રગટ થાય છે તે અનાકુળ દશા છે, શાંતરસના અનુભવની દશા છે, અને તે ધર્મ છે. તથા તે જ જીવનો સ્વભાવ છે. આ સ્વભાવપર્યાયની વાત છે. ભગવાન આત્મા અનાકુળ આનંદની મૂર્તિ છે. તેની સન્મુખ થઈને તેમાં એકાગ્ર થતાં જે નિરાકુળ આનંદની દશા-ઉપશમરસની દશા પ્રગટ થાય છે એ સ્વભાવની દશા છે અને એ ધર્મ છે. ભાઈ ! વસ્તુને વસ્તુ તરીકે રાખ. તેને ફેરવવા જઈશ તો સત્ય હાથ નહિ આવે.
જેમ સક્કરકંદમાં તેના ઉપરની લાલ છાલ સિવાયનો આખો સાકરનો કંદ છે તે મીઠાશનો પિંડ છે અને તેની મીઠાશનો સ્વાદ આવે તે સકરકંદ છે. તેમ આ આત્મા પુણ્યપાપના વિકલ્પની છાલ સિવાયનો આખો અનાકુળ આનંદનો કંદ છે. તેના અતીન્દ્રિય આનંદનો અનુભવ આવે તે આત્મા છે. પુણ્ય-પાપના વિકલ્પ તો છાલ જેવા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #255
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૬૮ ]
[ ૨૪૩
દુઃખરૂપ છે, તે કાંઈ નિરાકુળ ચૈતન્ય નથી. આ શરીરનાં ચામડાં જુદાં છે, જડ કર્મ જુદાં છે અને પુણ્ય-પાપની છાલ પણ જુદી છે. એથી ભિન્ન ભગવાન આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ-સત કહેતાં શાશ્વત, ચિત્ એટલે જ્ઞાન અને આનંદસ્વરૂપ છે. તેનો પ્રત્યક્ષ સ્વાદ-અનુભવ તે મોક્ષનો માર્ગ છે.
અહા! અહીં તો “એક ઘા ને બે કટકા' જેવી વાત છે. કહે છે કે વ્યવહારરત્નત્રયનો જે ભાવ છે તે આકુળતામય હોવાથી ચૈતન્ય નથી, પણ જડ અચેતન છે. તેનું વર્તમાન ફળ દુઃખ છે અને ભવિષ્યમાં પણ તે દુઃખનું જ કારણ છે. ૭૪ મી ગાથામાં પણ આવે છે કે શુભભાવ વર્તમાનમાં દુઃખરૂપ છે અને તેથી જે પુણ્ય બંધાશે તેના કારણે પછી સંયોગો મળશે અને તે સંયોગો ઉપર લક્ષ જશે તો રાગ-દુઃખ જ થશે. અહાહા ! વીતરાગની વાત ગજબ છે! વીતરાગ કહે છે કે મારી સામું જોતાં કે મારી વાણી સાંભળતાં, ભલે તને પુણ્યને લઈને આવો યોગ મળ્યો છે તોપણ, તને રાગ જ થશે, દુ:ખ જ થશે. માટે તારામાં તું જ, કેમ કે ચૈતન્યનો અનુભવ નિરાકુળ છે.
સ્વાશ્રય છોડીને જેટલો પરાશ્રયનો ભાવ છે તે રાગ છે. અને તે રાગ દુ:ખરૂપ છે. જ્યારે ચૈતન્યનો અનુભવ નિરાકુળ છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના પરિણામ નિરાકુળ આનંદમય છે.
પ્રશ્ન- પરંતુ ચારિત્ર “મીણના દાંતે લોઢાના ચણા ચાવવા” જેવું કઠણ છે ને?
ઉત્તર- અરે પ્રભુ! તું એમ ન કહે. ચારિત્રની આવી વ્યાખ્યા ન કર. ભાઈ ! ચારિત્ર તો આનંદદાતા છે. અહા! સ્વરૂપનું શ્રદ્ધાન, એનું જ્ઞાન અને એમાં શાંતિરૂપ સ્થિરતા-એ તો અતીન્દ્રિય આનંદનાં દેનાર છે. અહા ! શુદ્ધ રત્નત્રયનો અનુભવ તો અતીન્દ્રિય આનંદનો અનુભવ છે. વ્યવહારમાત્ર દુઃખરૂપ છે, જ્યારે ભગવાન આત્માનો અનુભવ આનંદરૂપ છે. ભાઈ ! આ થોડું લખ્યું એમાં ઘણું જાણજે. બાર અંગમાં પણ આ જ કહ્યું છે. આનંદનો સાગર પ્રભુ આત્મા જ્યારે રાગથી ખસીને સ્વભાવમાં આવે છે ત્યારે તેને આનંદ જ થાય છે. આવી ચારિત્રની દશા આનંદમય છે તો પણ તેને જે કષ્ટદાયક માને છે તેને ધર્મની શ્રદ્ધા જ નથી. છહુઢાલામાં પણ આવે છે કે
“આતમહિત હેતુ વિરાગ જ્ઞાન, તે લગૈ આપકો કષ્ટદાન.” અજ્ઞાની ત્યાગ-વૈરાગ્યને દુઃખરૂપ જાણે છે, સુખનાં કારણને કષ્ટદાયક જાણે છે.
અહીં તો એમ કહે છે કે ચૈતન્યનો અનુભવ નિરાકુળ છે અને તે જ જીવનો સ્વભાવ છે એમ જાણવું.
હવે, ભેદજ્ઞાનની પ્રવૃત્તિ દ્વારા આ જ્ઞાતાદ્રવ્ય પોતે પ્રગટ થાય છે એમ કળશમાં મહિમા કરી અધિકાર પૂર્ણ કરે છે:
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #256
--------------------------------------------------------------------------
________________
૨૪૪ ]
Version 001,a: remember to check h††p://www.AtmaDharma.com for updates
[ પ્રવચન રત્નાકર ભાગ-૩
* કળશ ૪૫ : શ્લોકાર્થ ઉ૫૨નું પ્રવચન *
‘સ્થં’ આ પ્રમાણે ‘જ્ઞાન-ત્ત-ના-પાદનં' જ્ઞાનરૂપી કરવતનો જે વારંવાર અભ્યાસ તેને ‘નાયિત્વા' નચાવીને, −એટલે શું ? કે જ્ઞાનની એકાગ્રતાનો-અનુભવનો વારંવાર અભ્યાસ કરતાં અર્થાત્ જ્ઞાનસ્વરૂપ પ્રભુ આત્માની એકાગ્રતાનો અભ્યાસ વારંવાર કરતાં રાગ જુદો પડી જાય છે. અભ્યાસ કહો કે અનુભવ કહો, બન્ને એક જ ચીજ છે. આનંદનો નાથ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્મા છે. એની દૃષ્ટિ કરી એમાં અંત૨-એકાગ્ર થતાં રાગ ભિન્ન પડી જાય છે, દુ:ખની દશા ભિન્ન પડી જાય છે અને આનંદની દશા પ્રગટ થાય છે. જ્ઞાન તે આત્મા છે એવો એનો અભ્યાસ-અંતરઅનુભવ કરવો તે જ્ઞાનરૂપી કરવત છે.
જેમ કરવત બે ફાડ પાડે છે તેમ અંતરનો અનુભવ જ્ઞાન અને રાગની બે ફાડ કરી નાખે છે. અહા! આઠ-આઠ વર્ષના બાળકો કેવળજ્ઞાન લેતા હશે તે કેવું હશે ? ભલે આઠ વર્ષનો રાજકુમાર હોય પણ અંતરમાં એકાગ્રતા-અનુભવ દ્વારા આત્માના આનંદનો સ્વાદ આવ્યો છે ને? એ સ્વાદનો વારંવાર તે અભ્યાસ કરે છે અને એકાગ્ર-સ્થિત થઈ અંતર્મુહૂર્તમાં ૫રમાત્મા થાય છે. આત્મા જ્ઞાન અને આનંદની ઉત્કૃષ્ટ લક્ષ્મીનું નિધાન ત્રિકાળ પરમાત્મસ્વરૂપ પદાર્થ છે. એવા આત્માને રાગથી ભિન્ન પાડીને સ્વરૂપમાં એકાગ્ર થવાનો વારંવાર અભ્યાસ કરવો—એમ અહીં કહે છે. રાગને અને આત્માને પૂરા જુદા પાડવા છે ને? એટલે કહે છે કે જ્ઞાનરૂપી કરવતનો વારંવાર અભ્યાસ નચાવવો. વારંવાર અંતર-અનુભવ વડે આનંદના પરિણમનમાં સ્થિત થવું. કયાં સુધી? કે ‘યાવત્' જ્યાં સુધી ‘નીવાનીવૌ' જીવ અને અજીવ બન્ને ‘દ-વિઘટન ન પુવૅ પ્રયાત: ' પ્રગટપણે જુદા ન થાય. આનો ભાવાર્થમાં બે રીતે અર્થ કરશે.
જેમ ગુલાબની કળી સંકોચરૂપ હોય અને પછી વિકાસરૂપ થાય એમ ભગવાન આત્મા જે જ્ઞાન-દર્શન-આનંદની શક્તિરૂપે છે તે અંદરમાં ખીલે-વિકસે છે. માર્ગ તો આવો છે, ભાઈ ! કોઈ કથા-વાર્તા સાંભળીને રાજી થાય છે પણ એ કાંઈ ધર્મ નથી. પ્રભુ! તને તારી મોટપની ખબર નથી. અહાહા! તું અતીન્દ્રિય આનંદનો નાથ સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન છે. એમાં અંતર્મુખ થવાનો અભ્યાસ કર. પુણ્ય-પાપ મારાં છે એવો અભ્યાસ તો તેં અનાદિથી કર્યો છે. પણ એ તો દુઃખનો અભ્યાસ છે. હવે આ આનંદના નાથનો અભ્યાસ કર. કહે છે કે-અંદર ચિન્માત્રશક્તિરૂપે ભગવાન આત્મા છે તેનો અનુભવ જ્યાં કર્યો ‘તાવત્' ત્યાં ‘જ્ઞાતૃદ્રવ્ય' જ્ઞાતાદ્રવ્ય ‘પ્રસમ-વિસર્-વ્ય-વિન્માત્રશયા' અત્યંત વિકાસ પામતી પોતાની પ્રગટ ચિન્માત્ર-શક્તિ વડે ‘વિશ્વ વ્યાપ્ય’ વિશ્વને વ્યાપીને, ‘સ્વયમ્' પોતાની મેળે જ ‘અતિસાર્ સત્ત્વ: પાશે' અતિવેગથી ઉગ્રપણે ચકાશી નીકળ્યું. શું કહ્યું? જ્ઞાનાનંદસ્વરૂપ ભગવાન આત્મા અનંત શક્તિઓથી પરિપૂર્ણ પ્રભુ છે.
.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #257
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૬૮ ]
[ ૨૪૫
તેનો પૂર્ણ અનુભવ કરતાં કેવળજ્ઞાન થાય છે અને તે આખાય લોકાલોકને એક સમયમાં પ્રત્યક્ષ જાણે છે. અહીં કહે છે કે આવા ભગવાન આત્માનો જ્યાં અનુભવ થયો ત્યાં પર્યાયમાં ચિલ્શક્તિની પ્રગટતા થાય છે. તથા પ્રગટ થયેલ એ જ્ઞાનની પર્યાય આખા લોકાલોકને જાણી શકે છે. શ્રુતજ્ઞાનની પર્યાયની પણ વિશ્વને-લોકાલોકને જાણવાની તાકાત છે. ભલે તે પ્રત્ય જાણે પણ તે પર્યાયનું સામર્થ્ય પરોક્ષપણે લોકાલોકને જાણે એવું વિશ્વવ્યાપી છે. અહાહા ! સ્વાનુભવ થતાં પ્રગટ થતી જ્ઞાનની પર્યાય લોકાલોકને વ્યાપીને એટલે કે લોકાલોકને જાણતી પોતાની મેળે જ અતિ વેગથી પ્રગટ થાય છે.
સમુદ્રમાં જેમ ભરતી આવે છે તેમ સ્વાનુભવ કરતાં અંતર ચિલ્શક્તિમાંથી પર્યાયમાં મોટી ભરતી આવે છે. આવો માર્ગ છે. કોઈને એમ થાય કે આવો ધર્મ!
પ્રશ્ન- આ કઈ જાતનો ધર્મ છે? સોનગઢથી નવો ધર્મ કાઢયો છે?
ઉત્તર:- ભાઈ ! આ નવો ધર્મ નથી. બાપુ! આ તો અનાદિનો ધર્મ છે. તે સાંભળ્યો ન હોય એટલે તને નવો લાગે છે. અનાદિથી તીર્થકરો, કેવળીઓ અને દિગંબર સંતો પોકારીને આ જ કહે છે.
પ્રશ્ન:- આ ધર્મ શું વિદેહક્ષેત્રમાંથી આવ્યો છે?
ઉત્તર- ના, આ તો આત્મામાંથી આવ્યો છે. અહીં કહે છે કે ચિત્નતિનો અનુભવ કરતાં તે સ્વયં પોતાની મેળે જ અતિ વેગથી પ્રગટ થાય છે અને તે જગતને જોરથી ઉગ્રપણે અત્યંત પ્રકાશે છે. અર્થાત્ સમ્યગ્દર્શનમાં પ્રકાશે છે અને કેવળજ્ઞાન થતાં પણ તે પ્રકાશે છે-એમ બે અર્થ છે.
* કળશ ૪૫ : ભાવાર્થ ઉપરનું પ્રવચન * પ્રજ્ઞા-બ્રહ્મસ્વરૂપ પ્રભુ આત્મા છે. પ્રજ્ઞા કહેતાં જ્ઞાન અને બ્રહ્મ એટલે આનંદ, આત્મા જ્ઞાનાનંદસ્વરૂપ પોતે જ છે. તેને અજ્ઞાની બહાર ગોતે છે. પરંતુ આવા જ્ઞાનસ્વરૂપ ચૈતન્યબ્રહ્મ-આત્માનો વારંવાર અભ્યાસ કરતાં ચૈતન્યસ્વરૂપ છે તે જીવ છે અને રાગાદિ અજીવ છેએમ જીવ અને અજીવ બન્નેનો ભેદ જણાય છે. અને તે કાળે તરત જ આત્માનો નિર્વિકલ્પ અનુભવ થાય છે. આ સમક્તિ છે.
શું કહ્યું? જ્ઞાનસ્વભાવી આનંદઘન પ્રભુ આત્માનો અભ્યાસ કરતાં સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે, એટલે કે કોઈ બાહ્ય નિમિત્તથી કે વિકલ્પથી સમ્મદર્શનની પ્રાપ્તિ થાય છે એમ નથી. ભારે વાત, ભાઈ ! આ વાતનો અભ્યાસ ન મળે અને આ વાત અત્યારે ચાલતી નથી એટલે લોકોને તે નવી લાગે છે. અરે! લોકો તો વ્રત પાળો, ઉપવાસ કરો, ભક્તિ કરો, દાન કરો, મંદિર બનાવો, રથયાત્રા કાઢો, ગજરથ ચલાવો-ઇત્યાદિમાં જ ધર્મ માને છે. પણ બાપુ ! એ કાંઈ ધર્મ નથી. ભાઈ ! સાચો ગજરથ તો અંદર આનંદના નાથનું ચક્ર (પરિણતિ) ફેરવે એમાં છે. આ જ્ઞાન અને આનંદથી ભરેલા ભગવાનમાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #258
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૩
એકાગ્ર થતાં જીવ અને અજીવ જુદા પડી જાય છે અને ત્યારે સમ્યગ્દર્શન થાય છે. કોઈ વ્યવહાર કરતાં કરતાં સમ્યગ્દર્શન થાય છે એમ નથી.
કહે છે કે સમકિતીની પર્યાયમાં વિશ્વને જાણવાની તાકાત છે. ચાહે તિર્યંચ હો કે શરીરથી આઠ વર્ષની બાલિકા હો, પરંતુ જેને શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્માના અભ્યાસથી નિર્મળ સમકિત થયું છે તેની શ્રુતજ્ઞાનની પર્યાયમાં વિશ્વને જાણવાની તાકાત છે. અહા ! એક સમયની પર્યાય આખાય લોકાલોકના સમસ્ત ભાવોને સંક્ષેપથી અથવા વિસ્તારથી જાણે છે. જેનો સ્વભાવ જ જાણવાનો છે તે શું ન જાણે? નિશ્ચયથી વિશ્વને પ્રત્યક્ષ જાણવાનો જીવનો સ્વભાવ છે. માટે જ્ઞાની વિશ્વને જાણે છે એમ કહ્યું છે. શ્રુતજ્ઞાનની પર્યાયનો પણ, ભલે પરોક્ષ જાણે તોપણ, લોકાલોકને જાણવાનો સ્વભાવ છે.
અરે ! અજ્ઞાનીને અંદર આત્મા કેવડો મોટો છે એની ખબર નથી. અને તેથી તે પોતાને એક સમયની પર્યાય જેવડો રાગાદિવાળો પામર માને છે. આમ માનીને તેણે પૂર્ણાનંદના સ્વભાવનો અનાદર કર્યો છે. અર્થાત્ પૂર્ણાનંદના સ્વભાવની જે હયાતી છે એનો તેણે નકાર કર્યો છે અને રાગ અને પુણ્યની હયાતીનો સ્વીકાર કર્યો છે. અહીં કહે છે કે જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્માનું અંતરમાં વલણ કરી તેનો અભ્યાસ કરતાં રાગથી જ્ઞાન ભિન્ન પડે છે અને ત્યારે સમ્યગ્દર્શન થાય છે. તેની સાથે થતું જ્ઞાન વિશ્વના નાથને (આત્માને) જાણે છે. તથા જેણે
વિશ્વના નાથને જાણો છે તેને-તે પર્યાયને લોકાલોકને જાણવામાં શું મુશ્કેલી પડે? જે જ્ઞાનની પર્યાયમાં “વિશ્વનાથ”—આત્મા જણાયો તે પર્યાય વિશ્વને જાણે જ એમાં પ્રશ્ન શું? (એમાં નવાઈ શી?) એમ અહીં કહે છે ભાઈ ! જિનવાણી અમૂલ્યવાણી છે અને તેનો રસ મીઠો છે. પણ એ તો જેને વાણીનું ભાન થાય એને માટે છે.-આમ એક આશય છે.
બીજો આશય આ પ્રમાણે છે: જીવ-અજીવનો અનાદિથી જે સંયોગ છે તે કેવળ જુદા પડયા પહેલાં અર્થાત્ જીવ અને અજીવ તદ્દન જુદા થાય તે પહેલાં-મોક્ષ થયા પહેલાં ભેદજ્ઞાન ભાવતાં વીતરાગતા રહિત જે દશા હતી તે હવે વીતરાગતા સહિત દશા થઈ. એટલે કે અંતરમાં સ્વભાવની એકાગ્રતા થતાં નિર્વિકલ્પ દ્વારા જામી–વીતરાગતાની ધારા અંદર પરિણમી કે જેમાં કેવળ આત્માનો અનુભવ રહે છે. અને તે અંતર-એકાગ્રતાની ધારા વેગથી આગળ વધતાં વધતાં કેવળજ્ઞાન પ્રગટ થાય છે. પછી અઘાતી કર્મોનો નાશ થતાં જીવદ્રવ્ય અજીવથી તદ્દન ભિન્ન પડી જાય છે. પહેલા આશયમાં સમ્યગ્દર્શન સુધીની વાત કરી હતી, અહીં બીજા આશયમાં સમ્યગ્દર્શન પછી ધારા વેગથી આગળ વધતાં પરિપૂર્ણ આનંદ અને જ્ઞાન થાય છે અને ત્યારે જીવ અને અજીવ તદ્દન જુદા પડી જાય છે એની વાત છે. જીવ અને અજીવને ભિન્ન કરવાની આ રીત-પદ્ધતિ છે. નિર્મળ શુદ્ધ ચૈતન્યસ્વભાવમાં એકાગ્રતાનો અભ્યાસ કરવો તે અજીવથી જાદા પડવાની રીત અને માર્ગ છે. રાગને સાથે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #259
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૬૮ ]
[ ૨૪૭
લઈને કે રાગની મદદથી જીવ-અજીવ જુદા ન થાય. ભાઈ ! જેને જુદો પાડવો હોય તેની મદદ જુદા પાડવામાં કેમ હોય ? રાગ તો અજીવ છે અને તેને તો ચૈતન્યથી જુદો પાડવો છે. તો રાગની સહાયથી રાગ જુદો કેમ પડે ? ન પડે. બહુ ઝીણી વાત !
-આ પ્રમાણે જીવ-અજીવ જુદા જુદા થઈને રંગભૂમિમાંથી બહાર નીકળી ગયા. અર્થાત્ જીવ જીવરૂપે થઈ ગયો અને અજીવ અજીવરૂપે થઈ ગયું.
જીવ અને રાગાદિક જે અજીવ છે તે બન્નેની અહીં વાત છે. જેમ નાટકમાં નટ સ્વાંગ લઈને આવે છે તેમ જ્ઞાયકસ્વભાવી ચૈતન્યસ્વરૂપ જીવ અને અજીવ રાગનું રૂપ ધારણ કરીને અખાડામાં પ્રવેશ કરે છે. એ બન્નેએ એકપણાનો સ્વાંગ રચ્યો છે. આત્માએ રાગનો સ્વાંગ રચ્યો છે અને રાગ જાણે કે આત્મા હોય એવો સ્વાંગ રચ્યો છે, પરંતુ ભેદજ્ઞાની સમ્યગ્દષ્ટિ પુરુષ ભેદજ્ઞાન-સમ્યજ્ઞાન વડે તે જીવ અને અજીવને, તેમના લક્ષણભેદથી પરીક્ષા કરીને, બન્નેને જુદા જાણે છે. આત્માનું લક્ષણ ચૈતન્ય છે, જ્યારે રાગ-વ્યવહારરત્નત્રયનો રાગ પણ અચેતન છે. આમ બન્નેના ભિન્ન લક્ષણો વડે તેમને ભિન્ન વસ્તુઓ તરીકે ધર્મી જાણે છે. ધર્મીજીવ બન્નેની લક્ષણભેદથી પરીક્ષા કરે છે કે-આ જાણનાર તે હું આત્મા અને આ અનુભવથી ભિન્ન રહેતો અચેતન રાગ તે હું નહિ. આમ બન્નેને જ્યાં જુદા જાણી લીધા ત્યાં સ્વાંગ પૂરો થાય છે, અને બન્ને જુદા જુદા થઈને રંગભૂમિમાંથી બહાર નીકળી જાય છે. એટલે ક આત્મા આત્મામાં આનંદરૂપે રહ્યું છે અને રાગ, રાગરૂપે રહી નીકળી જાય છે. આ પ્રમાણે અલંકાર કરીને વર્ણન કર્યું છે.
હવે ટૂંકમાં કહે છે કે-આ જીવ અને અજીવનો અનાદિથી સંયોગ છે. પરંતુ જેની દૃષ્ટિ સંયોગી છે તે અજ્ઞાની, સંયોગીભાવ પોતાના છે એમ માનીને ભિન્ન આત્માના ચૈતન્યસ્વરૂપને પામતો નથી. પણ જ્યારે ભેદજ્ઞાન-સમ્યજ્ઞાન થાય છે ત્યારે જ્ઞાની, જ્ઞાન પોતાનું લક્ષણ છે એમ જાણી રાગને જુદો પાડે છે. નિજ સ્વભાવ તો જ્ઞાનાનંદસ્વરૂપ છે અને તે હું છું, આ રાગાદિભાવ તે હું નહિ–એમ જ્ઞાનલક્ષણથી જ્ઞાયકને પકડતાં રાગ ભિન્ન પડી જાય છે અને આત્માના આનંદનો અનુભવ થાય છે. અહાહા! સદ્ગનો ઉપદેશ સાંભળી સારો દિવસ પામતાં (કાળલબ્ધિ પાક્તાં) અજ્ઞાન દૂર થાય છે અને ત્યારે જગતમાં મહંત-મહાત્મા કહેવાય છે અને મોક્ષ પ્રાપ્ત કરીને સદાય નિજ આનંદરૂપે રહે છે.
અહીં સદ્દગુરુનો ઉપદેશ સાંભળતાં અજ્ઞાન દૂર થાય છે એમ કહ્યું એમાં નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે એમ સમજવું. પણ નિમિત્ત-ઉપદેશથી જ્ઞાન થયું છે એમ ન જાણવું. કોઈ દ્રવ્યની પર્યાય કોઈ અન્યદ્રવ્ય વડ નીપજે છે એમ ત્રણકાળમાં નથી. ગાથા ૩O૮ થી ૩૧૧ ની ટીકામાં આવે છે કે “સર્વ દ્રવ્યોને અન્ય દ્રવ્ય સાથે ઉત્પાધ-ઉત્પાદકભાવનો અભાવ છે.” વળી ગાથા ૩૭રની ટીકામાં લીધું છે કે-“વળી જીવને પરદ્રવ્ય રાગાદિક ઉપજાવે છે એમ શંકા ન કરવી; કારણ કે અન્યદ્રવ્ય વડે અન્યદ્રવ્યના ગુણનો (પર્યાયનો)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #260
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૩ ઉત્પાદ કરવાની અયોગ્યતા છે.” તથા ત્યાં તો છેલ્લે એમ લીધું છે કે- કુંભાર ઘડાનો ઉત્પાદક છે જ નહિ.
પ્રશ્ન- પરંતુ કાર્યમાં બે કારણ હોય છે ને?
ઉત્તર- ભાઈ ! આ ગાથામાં કયાં બે કારણ લીધાં છે? બીજું કારણ (નિમિત્ત કારણ) તો ઉપચાર-આરોપ કરીને એનું જ્ઞાન કરાવવા કહ્યું છે.
ખરેખર તો નિશ્ચય અને વ્યવહાર-મોક્ષમાર્ગ પણ ધ્યાનમાં પ્રગટ થાય છે. માટે વ્યવહારથી નિશ્ચયમોક્ષમાર્ગ થાય છે એ વાત જ રહેતી નથી. દ્રવ્યસંગ્રહની ગાથા ૪૭માં કહ્યું છે કે “તુવિદંપિ મોવરદેહે સાથે પરિ મુળ ળિયન' (ધ્યાન કરવાથી મુનિ નિયમથી નિશ્ચય અને વ્યવહારરૂપ મોક્ષમાર્ગ પામે છે.) બે પ્રકારનું મોક્ષનું કારણ (મોક્ષમાર્ગ) ધ્યાનમાં પ્રગટ થાય છે. એટલે કે નિજ ચૈતન્યનો આશ્રય કરતાં જે નિશ્ચય મોક્ષમાર્ગ પ્રગટે છે તે જ કાળે જે રાગ બાકી છે તેને આરોપથી વ્યવહારમોક્ષમાર્ગ કહેવાય છે. તેથી વ્યવહારમોક્ષમાર્ગથી નિશ્ચયમોક્ષમાર્ગ પ્રગટે છે એમ જ નહિ; કેમ કે બન્ને એક સાથે પ્રગટ થાય છે. આનંદનો નાથ ભગવાન આત્મા છે. તેને ધ્યેય બનાવી સ્વાશ્રયે ધ્યાન કરતાં નિશ્ચય-મોક્ષમાર્ગ પ્રગટે છે. તે જ કાળે જે રાગ બાકી રહ્યું છે તેને વ્યવહાર કહેવામાં આવે છે. તેથી વ્યવહાર અને નિશ્ચય આગળ-પાછળ છે એમ નથી. માટે વ્યવહારથી નિશ્ચય થાય છે એમ માનવું યથાર્થ નથી.
પ્રશ્ન- પરંતુ અહીં તો દેશનાલબ્ધિ મળતાં અજ્ઞાન દૂર થાય છે એમ લખ્યું છે ને?
ઉત્તર:- ભાઈ ! એ તો નિમિત્તનું જ્ઞાન કરાવવાની વાત છે. એ તો ત્યાં એમ સમજાવ્યું છે કે સમ્યગ્દર્શન થવા પહેલાં દેશનાલબ્ધિ હોય છે, બસ એટલું; પરંતુ તેથી કરીને એનાથી (દેશનાલબ્ધિથી) સમ્યગ્દર્શન થાય છે એમ નથી. તથા જ્યારે પરનું લક્ષ છોડીને સ્વમાં જાય છે ત્યારે ગુરુના ઉપદેશને નિમિત્ત કહેવામાં આવે છે.
કહ્યું ને કે-સર્વદ્રવ્યોને અન્ય દ્રવ્ય સાથે ઉત્પાદ્ય-ઉત્પાદકભાવનો અભાવ છે. એટલે બીજી ચીજ જીવની પર્યાયને કરે કે પરની પર્યાય ઉત્પન્ન કરવાને જીવ લાયક થાય-એવા ભાવનો અભાવ છે. નહીંતર તો બે દ્રવ્યો વચ્ચે કારણ-કાર્યભાવ સિદ્ધ થઈ જાય. પણ તેની તો અહીં ના પાડે છે. અને તેથી જીવ અને અજીવનું (પરસ્પર) ક્નકર્મપણું સિદ્ધ થતું નથી. એટલે કે જીવનું કાર્ય રાગ છે અને રાગથી જીવનું કાર્ય થાય છે એમ સિદ્ધ થતું નથી. જીવ પોતાનાં પરિણામને અન્યનિરપેક્ષપણે પોતે ક્ન થઈને કરે છે. જીવ અજીવનું કાર્ય કરે અને અજીવ જીવનું કાર્ય કરે એ વાત ત્રણકાળમાં છે જ નહિ. ગાથા ૩૭રમાં કહ્યું છે ને કે “સર્વદ્રવ્યોને નિમિત્તભૂત અન્યદ્રવ્યો પોતાના
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #261
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૬૮ ]
[ ૨૪૯
( અર્થાત્ સર્વદ્રવ્યોના) પરિણામના ઉત્પાદક છે જ નહિ.' અહાહા! નિમિત્ત જે પરદ્રવ્ય છે તે
સ્વદ્રવ્યના પરિણામનો ઉત્પાદક છે જ નહિ-આ નિર્ણય રાખીને નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે. આવો નિર્ણય જે કાળે થાય છે તે કાળે બાકી રહેલા રાગને વ્યવહાર કહે છે. હવે આમાં વ્યવહારથી નિશ્ચય થાય એ કયાં રહ્યું? બાપુ! નિશ્ચયમોક્ષમાર્ગ અને વ્યવહારમોક્ષમાર્ગ એક જ કાળે સાથે હોય છે ત્યાં તે વ્યવહાર શું કરે? અને એ જ રીતે નિમિત્તથી ઉપાદાનમાં કાર્ય થાય છે એ વાત પણ ત્રણકાળમાં સત્ય નથી.
પ્રશ્ન:- પરંતુ નિમિત્ત મદદરૂપ-સહાયરૂપ તો થાય ને?
ઉત્તરઃ- ભાઈ ! મદદરૂપ થાય એનો અર્થ શું? ટેકો આપે. ટેકો એટલે શું? આત્મા જ્યારે ગતિરૂપ પરિણમે છે ત્યારે ધર્માસ્તિકાય નિમિત્ત છે. ધર્માસ્તિકાય તો એમ ને એમ જ છે, તો તેણે શું કર્યું? પરંતુ નિમિત્તથી એમ કહેવાય છે કે તેને લીધે ગતિ થઈ. પરંતુ તેથી શું ધર્માસ્તિકાય છે માટે જીવ ગતિરૂપે પરિણમે છે એમ છે? જો એમ હોય તો ધર્માસ્તિકાય તો સદાય છે, તેથી જીવમાં સદાય ગતિ થવી જોઈએ. પરંતુ એમ તો બનતું નથી. જીવ જ્યારે ગતિ કરવાના પરિણામને પોતે ઉત્પન્ન કરે ત્યારે ધર્માસ્તિકાયને નિમિત્તનો આરોપ આપવામાં આવે છે. અર્થાત્ કોઈની પર્યાય કોઈ અન્ય દ્રવ્યથી થતી નથી.
કાળલબ્ધિ એટલે શું? દરેક દ્રવ્યની સમયે સમયે જે પર્યાય થાય છે તે સ્વકાળે થાય છે અને તે એની કાળલબ્ધિ છે. ત્યારે નિમિત્ત હો ભલે, પરંતુ નિમિત્તે પર્યાય ઉત્પન્ન કરી છે એમ નથી. તેવી રીતે વ્યવહારથી નિશ્ચય ઉત્પન્ન થાય છે એમ પણ નથી. વ્યવહાર તો નિમિત્ત છે, અને નિમિત્ત જેમ પરમાં કાંઈ ઉત્પન્ન કરતું નથી તેમ વ્યવહાર નિશ્ચયને ઉત્પન્ન કરતો નથી સત્ય તો આ જ છે. તેને મચડતાં કે કચડતાં સત્ય હાથ નહિ આવે, ભાઈ !
અહા ! અહીં તો કહે છે કે કુંભાર ઘડાનો ઉત્પાદક છે જ નહિ. તેવી જ રીતે ચોખા જે પાકે છે તેને પાણી પકાવે છે એમ ત્રણકાળમાં નથી. જે દ્રવ્યની જે પર્યાય જે કાળે થાય છે તે પર્યાયનો í તે દ્રવ્ય છે. દ્રવ્ય પોતે ક્ન થઈને પર્યાયના કાર્યને કરે છે, તેમાં બીજાનો જરાય અધિકાર નથી. બીજાં શાસ્ત્રોમાં જ્યાં બે કારણથી કાર્ય થાય છે એમ કહ્યું છે એ તો નિમિત્તનું જ્ઞાન કરાવવા કહ્યું છે. નિશ્ચયથી કાર્ય તો ઉપાદાનથી જ થાય છે. આ નિશ્ચયને રાખીને પ્રમાણજ્ઞાન કરાવ્યું છે કે બે કારણથી કાર્ય થાય છે. ઉપાદાનથી કાર્ય થાય છે-એ નિશ્ચયને રાખીને જે બીજી ચીજ-નિમિત્ત છે તેનું જ્ઞાન કરાવ્યું છે. વ્યવહારથી-નિમિત્તથી કાર્ય થાય છે એમ કહ્યું હોય એનો અર્થ જ એ છે કે તેનાથી કાંઈ થતું નથી.
નિશ્ચય મોક્ષમાર્ગ થાય ત્યારે વ્યવહાર સાથે હોય છે. નિશ્ચયની સાથે જે કષાયની
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #262
--------------------------------------------------------------------------
________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૩
મંદતા, દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ છે તેને વ્યવહાર સમકિત કહેવામાં આવે છે. પરંતુ વ્યવહારથી નિશ્ચય થાય છે એમ ત્રણકાળમાં નથી. તેવી રીતે નિમિત્તથી ઉપાદાનમાં કાર્ય થાય એમ પણ ત્રણકાળમાં બનતું નથી. નિશ્ચય (ઉપાદાન ) હોય ત્યારે વ્યવહાર (નિમિત્ત ) હોય ભલે. પરંતુ નિમિત્તથી કાર્ય નીપજતું નથી. ગાથા ૩૭૨માં આવે છે કે “સર્વ દ્રવ્યો જ નિમિત્તભૂત અન્યદ્રવ્યોના સ્વભાવને નહિ સ્પર્શતાં થકાં....” શું કહે છે? કોઈ પણ દ્રવ્ય નિમિત્તભૂત અન્યદ્રવ્યોના સ્વભાવને અડતાં નથી. એટલે માટીમાંથી ઘડો થાય છે પણ તે માટી કુંભારને અડતી નથી. અહાહા ! જ્યારે ચોખા પાકે છે ત્યારે તેને અગ્નિ અડતી જ નથી. પાણીને અગ્નિ અડતી નથી અને પાણી ગરમ થાય છે. ગજબ વાત છે!
પ્રશ્ન:- પરંતુ સમ્યગ્દર્શન નિસર્ગજ અને અધિગમજ એમ બે પ્રકારે કહ્યું છે ને?
ઉત્તર- ભાઈ ! અધિગમજ સમ્યગ્દર્શન પણ થયું છે તો પોતાથી જ, પરંતુ નિમિત્તની ત્યારે ઉપસ્થિતિ હોય છે તેથી એનાથી સમ્યગ્દર્શન થયું છે એમ કહેવાય છે. નિમિત્તથી સમ્યગ્દર્શનની ઉત્પત્તિ થાય છે એમ ત્રણકાળમાં નથી. નિમિત્ત કાર્યને ઉત્પન્ન કરે કે નિમિત્તમાં કાર્ય ઉત્પન્ન કરાવવાની તાકાત છે કે ઉત્પન્ન થનારી પર્યાય નિમિત્તની અપેક્ષા રાખીને ઉત્પન્ન થાય છે એમ છે જ નહિ. ગાથા ૩૦૮ થી ૩૧૧ અને ગાથા ૩૭ર માં આ જ વાત કરેલી છે.
શ્રીગુસકે ઉપદેશ સુનૈ ભલે દિન પાય અજ્ઞાન ગમાવે' એમ જે કહ્યું છે એ તો નિમિત્તથી કથન કર્યું છે, બાકી અજ્ઞાન તો પોતે સ્વના આશ્રયે જ ગમાર્વ-નાશ કરે છે. માટે વ્યવહારથી નિશ્ચય ન થાય અને નિમિત્તથી પરમાં ઉત્પાદ ન થાય એમ યથાર્થ નક્કી કરવું. ખરેખર તો દ્રવ્ય પર્યાયને કરે છે એ પણ પર્યાયાર્થિક નયથી કથન છે એમ જાણવું. માટીથી ઘડો થયો છે એમ કહેવામાં એ પરથી થયો નથી એમ બતાવવું છે. બાકી ધ્રુવ માટી ઘડાની પર્યાયને કરે નહીં. અહાહા! ભગવાન ધ્રુવ આત્મા (નિશ્ચયથી) પર્યાયને અડતો નથી, અને પર્યાયને કરતો પણ નથી. લોટમાંથી રોટલી થાય છે ત્યારે વેલણથી ગોરણું લાંબુ થાય છે એમ ત્રણકાળમાં નથી, કારણ કે વલણને લોટ અડતો જ નથી અને વેલણ ગોરણાને અડતું જ નથી. તેવી રીતે જ્યારે નિશ્ચય અને વ્યવહાર એક સાથે પ્રગટે છે ત્યારે વ્યવહારને નિશ્ચય અડયો જ નથી. અહાહા ! નિર્મળ પર્યાય રાગને અડતી જ નથી. ભાઈ ! ભગવાન સર્વજ્ઞદેવે કહેલું સત્ય તો આવું છે. તેને તે રીતે સમજવું જોઈએ.
વ્યવહાર આવે છે, હોય છે. તેની આવવાની યોગ્યતા હોય ત્યારે તે આવે છે, પરંતુ એનાથી નિશ્ચય પ્રગટે છે એમ નથી.
પ્રશ્ન- સાંભળવાથી તો જ્ઞાન થાય ને?
ઉત્તર:- ભાઈ ! ભાષા તો જડ છે, એનાથી જ્ઞાન કેમ થાય? સાંભળવાથી કાંઈ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #263
--------------------------------------------------------------------------
________________
Version 001,a: remember to check h††p://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૬૮ ]
[ ૨૫૧
જ્ઞાન થતું નથી. વાણીની પર્યાય ઉત્પાદક અને જ્ઞાન ઉત્પાદ્ય એમ છે જ નહિ. એ તો પોતપોતાના કાળે અને પોતપોતાના કારણે જ્ઞાનની તથા વાણીની પર્યાય થઈ છે, એકબીજાના કારણે થઈ છે એમ નથી. ભાઈ ! વીતરાગ સર્વજ્ઞનો માર્ગ બહુ ઝીણો અને હિતકારી છે. શ્રીમદ્દ રાજચન્દ્ર પણ કહ્યું છે કે
સર્વજ્ઞનો ધર્મ સુશર્ણ જાણી, આરાધ્ય આરાધ્ય પ્રભાવ આણી, અનાથ એકાંત સનાથ થાશે, એના વિના કાંઈ ન બાહ્ય ાશે. ’
ભાઈ ! વીતરાગની વાણી એમ પોકારે છે કે-અમે સંભળાવીએ છીએ માટે તને જ્ઞાન થાય છે એમ નથી, કારણ કે બીજા દ્રવ્યની પર્યાયથી બીજા દ્રવ્યની પર્યાયનો ઉત્પાદ થાય એમ છે જ નહિ. બે દ્રવ્યો વચ્ચે ઉત્પાદ્ય-ઉપાદક સંબંધ છે જ નહિ. વસ્તુ સ્વતંત્ર છે, તેથી જે સમયે તેનો જે પર્યાય થાય છે તે તેનો જન્મક્ષણ-નિજક્ષણ છે. તે સમયે પર્યાયની ઉત્પત્તિનો કાળ છે તેથી તે પોતાથી જ થાય છે, નિમિત્તથી નહિ. આવી વાત છે. અજ્ઞાની સાથે તો વાતે વાતે ફેર છે. પણ ભાઈ! માર્ગ તો આ જ છે. નિયમસારમાં આવે છે કે-આવા સુંદર માર્ગની જો કોઈ અજ્ઞાની નિંદા કરે તો તેથી તું માર્ગની અભક્તિ ન કરીશ. અજ્ઞાનીઓ નિંદા કરે એથી તારે શું ? તું સ્વરૂપની ભક્તિ છોડીને અભક્તિ ન કરીશ.
ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્મા પોતાના આશ્રયે અંદરમાં જ્યારે સમ્યગ્દર્શન-જ્ઞાનની પર્યાય ઉત્પન્ન કરે છે ત્યારે તે ધર્મની ઉત્પત્તિ થવાની પ્રથમ ક્ષણ છે. હવે તે વખતે રાગવ્યવહાર તો માટે ધર્મની ઉત્પત્તિ થઈ છે એમ નથી. વ્યવહાર–રાગની ઉપસ્થિતિ ભલે હોય, પણ એનાથી ધર્મની પરિણિત થઈ નથી. બે મોક્ષમાર્ગ ધ્યાનમાં પ્રગટ થાય છે એનો અર્થ શું? કે આનંદના નાથ ભગવાન ચૈતન્યદેવને જેણે અંદરમાં પકડયો છે-અનુભવ્યો છે તે નિર્મળ પરિણતિ નિશ્ચય મોક્ષમાર્ગ છે અને તે વખતે જે રાગ બાકી છે તેનો આરોપ આપીને વ્યવહાર મોક્ષમાર્ગ કહ્યો છે. ખરેખર તો જે રાગ છે તે બંધનું કારણ છે, પણ સ્વાશ્રયે પ્રગટેલી નિશ્ચય શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્રની નિર્મળ પરિણતિ સાથે જે રાગની મંદતાની હાજરી છે તેને ઉપચારથી મોક્ષમાર્ગ કહેલો છે. વ્યવહાર સમક્તિ એ કાંઈ સમક્તિ નથી, કારણ તે શ્રદ્ધા-સમ્યક્ત્વ ગુણની પર્યાય નથી. એ તો રાગની પર્યાય છે અને નિશ્ચય સાથે દેખીને તેમાં (વ્યવહા૨ ) સમક્તિનો ઉપચાર કર્યો છે.
પ્રભુ! તારી મોટપ પાર વિનાની અપાર છે. તારી મોટપ પ્રગટ કરવા માટે રાગની હીણી દશાના આલંબનની તને જરૂર નથી. એ (ધર્મની ) પર્યાય તો નિમિત્તની અપેક્ષા રાખ્યા વિના પ્રગટ થાય છે. (જુઓ, ગાથા ૩૦૮ થી ૩૧૧). અહાહા! વ્યવહારની અપેક્ષા રાખ્યા વિના જ પોતાના સ્વભાવની ઉત્પત્તિ પોતાને લઈને સ્વકાળે સ્વાશ્રિત પુરુષાર્થ દ્વારા થાય છે. ભાઈ ! આ વાતને બરાબર રાખીને પછી જોડે જે નિમિત્ત-રાગ છે તેને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #264
--------------------------------------------------------------------------
________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ર૫ર ] [ પ્રવચન રત્નાકર ભાગ-૩ વ્યવહાર કહેવાય છે. રાગને વ્યવહારસમકિત કહ્યું છે તો તે શું સાચું સમકિત છે? ના. તેમ નિમિત્તને વ્યવહારકારણ કહ્યું છે પણ તે સાચું કારણ નથી. આવી વાત ભાઈ ! દુનિયા સાથે મેળવવી કઠણ છે કારણ કે અજ્ઞાની ઘણા ભિન્ન મતવાળા-અભિપ્રાયવાળા છે. પરંતુ તેનો અભિપ્રાય જુદો પડે તેથી કરીને કાંઈ સત્ય ફરી જાય? જેને સત્ય મેળવવું હશે તેણે પોતાનો અભિપ્રાય ફેરવવો પડશે. [ પ્રવચન નં. 110 (શેષ) 111 થી 115 અને 19 મી વારનાં 139 થી 141 દિનાંક 29-676 થી 4-7-76 તથા 18-11-78 થી 20-11-78] Please inform us of any errors on rajesh@AtmaDharma.com