________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૬૮ ]
[ ૨૪૯
( અર્થાત્ સર્વદ્રવ્યોના) પરિણામના ઉત્પાદક છે જ નહિ.' અહાહા! નિમિત્ત જે પરદ્રવ્ય છે તે
સ્વદ્રવ્યના પરિણામનો ઉત્પાદક છે જ નહિ-આ નિર્ણય રાખીને નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે. આવો નિર્ણય જે કાળે થાય છે તે કાળે બાકી રહેલા રાગને વ્યવહાર કહે છે. હવે આમાં વ્યવહારથી નિશ્ચય થાય એ કયાં રહ્યું? બાપુ! નિશ્ચયમોક્ષમાર્ગ અને વ્યવહારમોક્ષમાર્ગ એક જ કાળે સાથે હોય છે ત્યાં તે વ્યવહાર શું કરે? અને એ જ રીતે નિમિત્તથી ઉપાદાનમાં કાર્ય થાય છે એ વાત પણ ત્રણકાળમાં સત્ય નથી.
પ્રશ્ન:- પરંતુ નિમિત્ત મદદરૂપ-સહાયરૂપ તો થાય ને?
ઉત્તરઃ- ભાઈ ! મદદરૂપ થાય એનો અર્થ શું? ટેકો આપે. ટેકો એટલે શું? આત્મા જ્યારે ગતિરૂપ પરિણમે છે ત્યારે ધર્માસ્તિકાય નિમિત્ત છે. ધર્માસ્તિકાય તો એમ ને એમ જ છે, તો તેણે શું કર્યું? પરંતુ નિમિત્તથી એમ કહેવાય છે કે તેને લીધે ગતિ થઈ. પરંતુ તેથી શું ધર્માસ્તિકાય છે માટે જીવ ગતિરૂપે પરિણમે છે એમ છે? જો એમ હોય તો ધર્માસ્તિકાય તો સદાય છે, તેથી જીવમાં સદાય ગતિ થવી જોઈએ. પરંતુ એમ તો બનતું નથી. જીવ જ્યારે ગતિ કરવાના પરિણામને પોતે ઉત્પન્ન કરે ત્યારે ધર્માસ્તિકાયને નિમિત્તનો આરોપ આપવામાં આવે છે. અર્થાત્ કોઈની પર્યાય કોઈ અન્ય દ્રવ્યથી થતી નથી.
કાળલબ્ધિ એટલે શું? દરેક દ્રવ્યની સમયે સમયે જે પર્યાય થાય છે તે સ્વકાળે થાય છે અને તે એની કાળલબ્ધિ છે. ત્યારે નિમિત્ત હો ભલે, પરંતુ નિમિત્તે પર્યાય ઉત્પન્ન કરી છે એમ નથી. તેવી રીતે વ્યવહારથી નિશ્ચય ઉત્પન્ન થાય છે એમ પણ નથી. વ્યવહાર તો નિમિત્ત છે, અને નિમિત્ત જેમ પરમાં કાંઈ ઉત્પન્ન કરતું નથી તેમ વ્યવહાર નિશ્ચયને ઉત્પન્ન કરતો નથી સત્ય તો આ જ છે. તેને મચડતાં કે કચડતાં સત્ય હાથ નહિ આવે, ભાઈ !
અહા ! અહીં તો કહે છે કે કુંભાર ઘડાનો ઉત્પાદક છે જ નહિ. તેવી જ રીતે ચોખા જે પાકે છે તેને પાણી પકાવે છે એમ ત્રણકાળમાં નથી. જે દ્રવ્યની જે પર્યાય જે કાળે થાય છે તે પર્યાયનો í તે દ્રવ્ય છે. દ્રવ્ય પોતે ક્ન થઈને પર્યાયના કાર્યને કરે છે, તેમાં બીજાનો જરાય અધિકાર નથી. બીજાં શાસ્ત્રોમાં જ્યાં બે કારણથી કાર્ય થાય છે એમ કહ્યું છે એ તો નિમિત્તનું જ્ઞાન કરાવવા કહ્યું છે. નિશ્ચયથી કાર્ય તો ઉપાદાનથી જ થાય છે. આ નિશ્ચયને રાખીને પ્રમાણજ્ઞાન કરાવ્યું છે કે બે કારણથી કાર્ય થાય છે. ઉપાદાનથી કાર્ય થાય છે-એ નિશ્ચયને રાખીને જે બીજી ચીજ-નિમિત્ત છે તેનું જ્ઞાન કરાવ્યું છે. વ્યવહારથી-નિમિત્તથી કાર્ય થાય છે એમ કહ્યું હોય એનો અર્થ જ એ છે કે તેનાથી કાંઈ થતું નથી.
નિશ્ચય મોક્ષમાર્ગ થાય ત્યારે વ્યવહાર સાથે હોય છે. નિશ્ચયની સાથે જે કષાયની
Please inform us of any errors on rajesh@AtmaDharma.com