________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૬૮ ]
[ ૨૧૯
નથી એમ અહીં કહે છે. ભગવાન આત્મા તો ત્રિકાળ નિરપરાધસ્વરૂપ નિરાકુળ આનંદમય નિર્મળાનંદ પ્રભુ ચૈતન્યસ્વભાવી વસ્તુ છે. એનું કાર્ય અપરાધ-વિકાર કેમ હોય? નિરપરાધ સ્વભાવમાંથી અપરાધ-વિકાર કેમ જન્મ? તો વિકાર થાય તો છે? પર્યાયમાં એ વિકાર થાય છે તો પોતાથી, પોતાની જન્મક્ષણ છે તેથી થાય છે, પરંતુ પુદ્ગલકર્મના-નિમિત્તના લક્ષે થાય છે માટે તેઓ પુદ્ગલના છે એમ કહ્યું છે. વીતરાગનો માર્ગ બહુ ઝીણો, ભાઈ ! તેને ધીરજથી, ન્યાયથી સમજવો જોઈએ.
દષ્ટિનો વિષય ત્રિકાળ અભેદ આત્મા છે. અભેદની દૃષ્ટિમાં અભેદ ચૈતન્યસ્વભાવ જ જણાય છે. પર્યાયમાં રાગાદિ જે છે તે અભેદની દૃષ્ટિમાં આવતા નથી માટે તેઓ અચેતન જ છે. તથા તે રાગાદિ પુદ્ગલકર્મપૂર્વક જ થાય છે માટે તેઓ પુદ્ગલ જ છે, જીવ નથી. જવમાંથી જવ જ થાય, પણ શું બાજરો થાય ? જવ કારણ અને બાજરો કાર્ય એમ શું બને? જવને કારણે શું બાજરો ઉગે ? (ન જ ઉગે). જેમ જ કારણ છે તો તેનું કાર્ય પણ જવ જ છે, તેમ પુગલકર્મપૂર્વક થયેલું વિકારનું કાર્ય પણ પુદ્ગલ જ છે. માટે રાગાદિ પુદ્ગલ જ છે, જીવ નથી એમ સિદ્ધ થયું-આ પ્રમાણે સ્વભાવથી વિભાવનું ભેદજ્ઞાન કરાવ્યું.
અંત:તત્ત્વ ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્મા પરમાત્મસ્વરૂપ છે. અત્યારે જ પરમાત્મસ્વરૂપે બિરાજમાન છે, હોં. એ પરમાત્મસ્વરૂપનું કાર્ય શું રાગ (શુભભાવ) હોય? ના. રાગ છે તો જીવની પર્યાયમાં અને તે પોતાનો જ અપરાધ છે, પણ તે કાંઈ ચૈતન્યસ્વભાવથી નીપજેલું કાર્ય છે? ના. તે કારણે, દ્રવ્ય-ગુણના આશ્રય વિના પર્યાયમાં સ્વયં અદ્ધરથી ઉત્પન્ન થયેલા રાગને પુદ્ગલનું કાર્ય કહ્યું છે. પુદ્ગલકર્મ રાગ કરાવે છે માટે પુદ્ગલનું કાર્ય કહ્યું છે એમ નથી, પણ કર્મ-નિમિત્તના લક્ષે રાગ થાય છે માટે પુદગલનું કાર્ય કહ્યું છે. એ રાગાદિ ભાવ સ્વભાવની ઉપર-ઉપર જ રહે છે અને પુલકર્મના નિમિત્તના સંબંધે ઉત્પન્ન થાય છે માટે તેઓ નિશ્ચયથી પુદ્ગલના જ છે એમ નિશ્ચિત થાય છે. અરેરે ! આવી વાત સાંભળવાય ફુરસદ લે નહિ તો અનુભવ તો કયારે કરે ?
આ પ્રકારે એમ સિદ્ધ કર્યું કે પુદ્ગલકર્મના ઉદયના નિમિત્તથી થતા ચૈતન્યના વિકારો પણ જીવ નથી, પુદ્ગલ છે. જુઓ, વિકાર નિમિત્તથી થાય છે એમ લખ્યું છે કે નહિ? ભાઈ ! તું અપેક્ષા સમજ્યો નથી. નિમિત્ત જે પુદ્ગલકર્મ છે તેના લક્ષ-આશ્રયે વિકાર થાય છે એમ કહ્યું છે. વિકાર થાય છે તો પોતાની પર્યાયમાં પોતાને કારણે, પરંતુ સ્વભાવનું એ કાર્ય નથી અને નિમિત્તના આશ્રયે તે થાય છે માટે નિમિત્તનું કાર્ય છે એમ કહ્યું છે. ભાઈ ! કર્મ, શરીર, મન, વાણી ઇત્યાદિ જડ પદાર્થો તો જડ છે જ. અહીં તો વિકારભાવ જે છે તે સ્વભાવના આશ્રયે તો થતો નથી તેથી એ સ્વભાવનું કાર્ય નથી; પરંતુ એ વિકારભાવ પુદ્ગલકર્મના આશ્રયે-લક્ષે જ થાય છે, માટે એ વિકાર
Please inform us of any errors on rajesh@AtmaDharma.com