________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૩
ભેદજ્ઞાનીઓની નિર્મળ અનુભૂતિમાં પણ તેઓ આવતા નથી, ભિન્ન રહી જાય છે. જો રાગ અને ભેદ જીવના હોય તો સ્વ-અનુભવમાં તેઓ આવવા જોઈએ. પણ એમ પણ બનતું નથી. તેથી તેઓ અચેતન જ છે. પરમાગમ પણ એમ જ કહે છે. તેથી રાગાદિ ભાવો જીવના નથી, પુદ્ગલના જ છે એમ સિદ્ધ થાય
અહા! અજ્ઞાનીને એમ લાગે છે કે આ શું કહેવાય? આ તે વળી કેવો ધર્મ! આ બધુંવ્રત કરવાં, તપ કરવાં, ઉપવાસ કરવા, ભગવાનની ભક્તિ-સ્તુતિ-સેવા-પૂજા કરવી, જાત્રા કરવી, મંદિર બાંધવા, રથયાત્રાઓ કાઢવી, વગેરે કયાં ગયું? શું એ બધું ધર્મ નથી? ધીરજથી સાંભળ, ભાઈ ! જેને તું ધર્મ માને છે એ બધી ક્રિયા છે અને તું તો ચૈતન્યસ્વરૂપ છો, ભગવાન! રાગ છે એ તો અચેતન છે અને પુદ્ગલકર્મના વિપાકપૂર્વક થાય છે માટે એને તો ભગવાન નિશ્ચયથી પુદ્ગલનું કાર્ય કર્યું છે. ગજબ વાત છે! વિકાર અને ભેદથી રહિત અભેદ એકરૂપ ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્મા છે. રાગની આડમાં જો એની દષ્ટિ ન કરી તો કયાં જઈશ પ્રભુ? ભવ બદલીને કયાંક જઈશ તો ખરો જ ને? સ્વરૂપની સમજણ વિના રખડી મરીશ, નરક-નિગોદના ચક્રાવામાં રખડી મરીશ, ભાઈ ! બાપુ! અહીં વિચારવાની અને સમજવાની તક છે.
ગાથા ૪૯ ની ટીકામાં આવ્યું છે કે “જેણે પોતાનું સર્વસ્વ ભેદજ્ઞાની જીવોને સોંપી દીધું છે”—એનો અર્થ શું છે? કે જ્ઞાનાનંદસ્વરૂપ ભગવાન આત્માનો જેઓ અનુભવ કરે છે તે ભેદશાની જીવોને અનુભવમાં અતીન્દ્રિય જ્ઞાન, આનંદ અને શાંતિનો સ્વાદ આવે છે પણ રાગ અને ભેદ અનુભવમાં આવતા નથી. મતલબ કે ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્માથી રાગ અને ભેદ ભિન્ન છે. રાગ અને ભેદના ભાવો ચૈતન્યમય નથી અને તેથી અચેતન જ છે. લોકોને આકરું પડે પણ એ એમ જ છે.
પ્રશ્ન:- જો તેઓ ચેતન નથી તો તેઓ કોણ છે?
ઉત્તર- જીવની પર્યાયમાં તેઓ છે તેથી વ્યવહારથી તેઓ જીવના છે એમ કહેવામાં આવે છે; પરંતુ નિશ્ચયથી તેઓ જીવના નથી. તેઓ પુદ્ગલકર્મપૂર્વક થાય છે તેથી નિશ્ચયથી તેઓ પુદ્ગલ જ છે. દ્રવ્ય-ગુણમાં તો વિકાર છે જ નહિ, પર્યાયમાં જે વિકાર છે તે અનાદિ-અનંત પર્યાયમાં કાયમ રહેતો નથી. તેથી વિકાર જીવનો નથી, પુદ્ગલ જ છે, કેમકે કારણ જેવું કાર્ય હોય છે. પુદ્ગલકર્મ કારણ છે અને રાગાદિ તેનું કાર્ય છે. તેથી રાગાદિ પુદ્ગલ જ છે.
પરંતુ આ ઉપરથી કોઈ એમ માની લે કે-જુઓ, કર્મને લઈને રાગ થાય છે ને? તો એમ નથી. તું યથાર્થ વાત સમજ્યો નથી, ભાઈ ! કર્મને લઈને વિકાર થાય છે એમ નથી, કર્મ છે માટે રાગ થાય છે એમ છે જ નહિ. જીવદ્રવ્યની પર્યાયમાં વિકાર-અપરાધ જે થાય છે તે પોતાથી જ થાય છે. તે અપરાધ પોતાનો જ છે પરંતુ તે સ્વભાવનું કાર્ય
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com