________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૯ ]
[ ૭૫
આ દ્રવ્ય છે, આ જ્ઞાનગુણ છે અને આ જાણનારી પર્યાય છે-એમ દ્રવ્ય, ગુણ, પર્યાય ત્રણેનું પર્યાયમાં જ્ઞાન થાય છે. આમ દ્રવ્ય-પર્યાયનું મિશ્રિતપણે જ્ઞાન હોવા છતાં અવ્યક્ત એવો ભગવાન આત્મા સ્વ-પરપ્રકાશક એવી જ્ઞાનની વ્યક્ત પર્યાયને સ્પર્શતો નથી; અર્થાત્ તે પર્યાય દ્રવ્યમાં આવતી નથી. અહા ! પોતા સહિત છ દ્રવ્યનું એક સમયની પર્યાયમાં જ્ઞાન થાય છતાં તે જ્ઞાન કરનારી પર્યાયમાં જ્ઞાયક ભગવાન વ્યાપતો નથી, ભિન્ન જ રહે છે.
અહાહા ! અનંત કેવળજ્ઞાનની પર્યાયો એક જ્ઞાનગુણમાં (શક્તિરૂપે) પડી છે, શ્રદ્ધાની અનંત પર્યાયો એક શ્રદ્ધા ગુણમાં પડી છે, નિર્મળ ચારિત્રની અનંત પર્યાયો એક ચારિત્રગુણમાં પડી છે, તથા અતીન્દ્રિય આનંદની અનંત પર્યાયો એક આનંદગુણમાં પડી છે. આમ પ્રત્યેક ગુણની અનંત પર્યાયો તે તે ગુણમાં શક્તિરૂપે પડી છે. એવા જે ગુણ અને ગુણોને ધરનાર ત્રિકાળી દ્રવ્ય તેને અહી અવ્યક્ત કહ્યું છે. અને એ દ્રવ્યને જાણનારી જે વર્તમાન પ્રગટ પર્યાય તેને વ્યક્ત કહી છે. વસ્તુ ધ્રુવ દ્રવ્ય પોતે પોતાથી વ્યક્ત પ્રગટ જ છે પણ અહીં પર્યાય જે વ્યક્ત છે તેનાથી તે અન્ય છે એ અપેક્ષાએ તેને અવ્યક્ત કહ્યું છે. એવા અવ્યક્ત ત્રિકાળી દ્રવ્યનું અને વ્યક્ત પર્યાયનું એકસાથે જ્ઞાન જે પર્યાયમાં થાય તે પર્યાયને દ્રવ્ય સ્પર્શતું નથી. અવ્યક્ત વ્યક્તને સ્પર્શતો નથી. અહા ! વસ્તુ સૂક્ષ્મ અને ગંભીર છે. અહીં દ્રવ્ય અને પર્યાયને જુદા સિદ્ધ કરે છે. જ્ઞાયક એવો આત્મા પર દ્રવ્યથી તો ભિન્ન છે જ, પરંતુ પોતાને જાણનારી-દેખનારી પર્યાયથી પણ ભિન્ન છે એમ સિદ્ધ કરે છે.
અહો ! સમ્યગ્દર્શનનો વિષય કોઈ અદ્દભુત અચિંત્ય છે. ભાઈ ! અગિયાર અંગનાં જાણપણાં અનંતવાર કર્યા. એક આચારાંગના અઢાર હજાર પદ . એક એક પદમાં ૫૧ કરોડ ઝાઝેરા શ્લોક છે. એમ આચારાંગ કરતાં સૂયડાંગમાં બમણા. એમ ઉત્તરોત્તર દરેક અંગમાં બમણા છે. આવા અગિયાર અંગનું જ્ઞાન તેણે કંઠસ્થ કર્યું તથા નવ પૂર્વની લબ્ધિ પણ અનંતવાર પ્રગટી. પણ અરેરે ! શુદ્ધાત્માની દષ્ટિના થઈ અને તેથી મિથ્યાત્વ ના ટળ્યું.
ભાઈ ! ત્રિલોકનાથ સર્વજ્ઞ પરમાત્માની દિવ્યધ્વનિમાં જે આવ્યું તે અનુસાર કુંદકુંદાદિ આચાર્ય ભગવંતોએ આ શાસ્ત્ર અને આગમ રચ્યાં છે. શ્રી બનારસીદાસે કહ્યું છે ને કે
3કાર ધ્વનિ સુનિ, અર્થ ગણધર વિચાર, રચી આગમ ઉપદેશ, ભવિક જીવ સંશય નિવારે.”
અહાહા ! તે વાણી કેવી છે? નિયમસાર ગાથા ૧૦૮ માં દિવ્યધ્વનિના સ્વરૂપનું કથન કરતાં કહ્યું છે કે ભગવાન અહંતના મુખારવિંદથી નીકળેલો, સકળ જનતાને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com