________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૫૦-૫૫ ]
[ ૮૯
જે છ પર્યાસિયોગ્ય અને ત્રણ શરીરયોગ્ય વસ્તુળ -પુદ્ગલસ્કંધ )રૂપ નોકર્મ છે તે બધુંય જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૧૪ જે કર્મના રસની શક્તિઓના (અર્થાત્ અવિભાગ પરિચ્છેદોના) સમૂહુરૂપ વર્ગ છે તે બધોય જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૧૫. જે વર્ગોના સમહરૂપ વર્ગણા છે તે બધીયે જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૧૬, જે મંદતીવ્ર રસવાળાં કર્મદળોના વિશિષ્ટ ન્યાસ(-જમાવ) રૂપ (અર્થાત્ વર્ગણાઓના સમૂહુરૂપ) સ્પર્ધકો છે તે બધાય જીવને નથી કારણ કે તે પુદ્ગલ દ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૧૭. સ્વપરના એકપણાનો અધ્યાસ હોય ત્યારે (વર્તતા), વિશુદ્ધ ચૈતન્યપરિણામથી જુદાપણું જેમનું લક્ષણ છે એવાં જે અધ્યાત્મસ્થાનો તે બધાંય જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૧૮. જુદી જુદી પ્રકૃતિઓના રસના પરિણામ જેમનું લક્ષણ છે એવાં જે અનુભાગસ્થાનો તે બધાંય જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૧૯. કાયવર્ગણા, વચનવર્ગણા અને મનોવર્ગણાનું કંપન જેમનું લક્ષણ છે એવાં જે યોગસ્થાનો તે બધાંય જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૨૦. જુદી જુદી પ્રકૃતિઓના પરિણામ જેમનું લક્ષણ છે એવાં જે બંધસ્થાનો તે બધાંય જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૨૧. પોતાનું ફળ ઉત્પન્ન કરવામાં સમર્થ કર્મ અવસ્થા જેમનું લક્ષણ છે એવાં જે ઉદયસ્થાનો તે બધાંય જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ર૨. ગતિ, ઇંદ્રિય, કાય, યોગ, વેદ, કષાય, જ્ઞાન, સંયમ, દર્શન, વેશ્યા, ભવ્ય, સમ્યકત્વ, સંજ્ઞા અને આહાર જેમનાં લક્ષણ છે એવાં જે માર્ગણાસ્થાનો તે બધાંય જીવને નથી કારણ કે તે પુગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૨૩. જુદી જુદી પ્રકૃતિઓનું અમુક મુદત સુધી સાથે રહેવું તે જેમનું લક્ષણ છે એવાં જે સ્થિતિબંધસ્થાનો તે બધાંય જીવને નથી કારણ કે તે પુદ્ગલ દ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૨૪. કષાયના વિપાકનું
અતિશયપણું જેમનું લક્ષણ છે એવાં જે સંકલેશસ્થાનો તે બધાંય જીવને નથી કારણ કે તે પુદ્ગલ દ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૨૫. કષાયના વિપાકનું મંદપણું જેમનું લક્ષણ છે એવાં જે વિશુદ્ધિસ્થાનો તે બધાંય જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ર૬. ચારિત્રમોહના વિપાકની ક્રમશઃ નિવૃત્તિ જેમનું લક્ષણ છે એવાં જે સંયમલબ્ધિસ્થાનો તે બધાંય જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com