________________
Version 001,a: remember to check h††p://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૬૩-૬૪ ]
[ ૧૬૩
ટીકાઃ- વળી, સંસાર-અવસ્થામાં જીવને વર્ણાદિભાવો સાથે તાદાત્મ્યસંબંધ છે એવો જેનો અભિપ્રાય છે, તેના મતમાં સંસાર-અવસ્થા વખતે તે જીવ અવશ્ય રૂપીપણાને પામે છે; અને રૂપીપણું તો કોઈ દ્રવ્યનું, બાકીનાં દ્રવ્યોથી અસાધારણ એવું લક્ષણ છે. માટે રૂપીપણા ( લક્ષણ ) થી લક્ષિત (લક્ષ્યરૂપ થતું, ઓળખાતું) જે કાંઈ હોય તે જીવ છે. રૂપીપણાથી લક્ષિત તો પુદ્દગલદ્રવ્ય જ છે. એ રીતે પુદગલદ્રવ્ય જ પોતે જીવ છે, પણ તે સિવાય બીજો કોઈ જીવ નથી. આમ થતાં, મોક્ષ-અવસ્થામાં પણ પુદ્દગલદ્રવ્ય જ પોતે જીવ (ઠરે) છે, પણ તે સિવાય બીજો કોઈ જીવ (ઠરતો ) નથી; કારણ કે સદાય પોતાના સ્વલક્ષણથી લક્ષિત એવું દ્રવ્ય બધીયે અવસ્થાઓમાં હાનિ અથવા ઘસારો નહિ પામતું હોવાથી અનાદિ-અનંત હોય છે. આમ થવાથી, તેના મતમાં પણ ( અર્થાત્ સંસાર-અવસ્થામાં જ જીવનું વર્ણાદિ સાથે તાદાત્મ્ય માનનારના મતમાં પણ ); પુદ્ગલોથી ભિન્ન એવું કોઈ જીવદ્રવ્ય નહિ રહેવાથી, જીવનો જરૂર અભાવ થાય છે.
ભાવાર્થ:- જો એમ માનવામાં આવે કે સંસાર-અવસ્થામાં જીવનો વર્ણાદિક સાથે તાદાત્મ્યસંબંઘ છે તો જીવ મૂર્તિક થયો; અને મૂર્તિકપણું તો પુદ્દગલદ્રવ્યનું લક્ષણ છે; માટે પુદ્દગલદ્રવ્ય તે જ જીવદ્રવ્ય ઠર્યું, તે સિવાય કોઈ ચૈતન્યરૂપ જીવદ્રવ્ય ન રહ્યું. વળી મોક્ષ થતાં પણ તે પુદ્ગલોનો જ મોક્ષ થયો; તેથી મોક્ષમાં પણ પુદ્દગલો જ જીવ ઠર્યો, અન્ય કોઈ ચૈતન્યરૂપ જીવ ન રહ્યો. આ રીતે સંસાર તેમ જ મોક્ષમાં પુદ્દગલથી ભિન્ન એવું કોઈ ચૈતન્યરૂપ જીવદ્રવ્ય નહિ રહેવાથી જીવનો જ અભાવ થયો. માટે માત્ર સંસાર-અવસ્થામાં જ વર્ણાદિભાવો જીવના છે એમ માનવાથી પણ જીવનો અભાવ જ થાય છે.
* શ્રી સમયસાર ગાથા ૬૩-૬૪ મથાળું *
હવે, ‘માત્ર સંસાર–અવસ્થામાં જ જીવને વર્ણાદિક સાથે તાદાત્મ્ય અભિપ્રાયમાં પણ દોષ આવે છે એમ કહે છે:
* ગાથા ૬૩-૬૪ : ટીકા ઉ૫૨નું પ્રવચન *
જેનો અભિપ્રાય એટલે શ્રદ્ધાન એમ છે કે-ભલે મોક્ષ અવસ્થામાં રાગાદિનો જીવની સાથે તાદાત્મ્ય સંબંધ નથી પણ સંસાર-અવસ્થામાં તો જીવને રાગાદિ ભાવો સાથે સંબંધ છે તેને કહે છે કે-ભાઈ ! સંસાર-અવસ્થામાં જો જીવને વર્ણાદિ ભાવો સાથે સંબંધ હોય તો સંસારઅવસ્થાના કાળમાં તારા મત પ્રમાણે જીવ અવશ્ય રૂપીપણાને પ્રાપ્ત થાય. જુઓ, અહીં રાગાદિ ભાવને અજીવ, અચેતન અને રૂપી પણ કહ્યાછે. ભગવાન ચૈતન્યસ્વરૂપ પ્રભુ જીવ તો અરૂપી છે. અને આ રાગાદિ ભાવો છે એ તો અચેતન રૂપી છે. તેથી જો રાગાદિ ભાવો સંસારઅવસ્થામાં જીવ સાથે તાદાત્મ્યપણે હોય તો જીવ અવશ્ય રૂપીપણાને પ્રાપ્ત થાય.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
એવા