________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૩
શુભ-અશુભક્રિયારૂપ જે આચરણરૂપ ચારિત્ર છે તે કરવા યોગ્ય નથી તેમ વર્જવાયોગ્ય પણ
નથી.'
સમાધાનઃ- “ઉત્તર આમ છે કે-વર્જવાયોગ્ય છે, કારણ કે વ્યવહારચારિત્ર હોતું થયું દુષ્ટ છે, અનિષ્ટ છે, ઘાતક છે; તેથી વિષય-કષાયની માફક ક્રિયારૂપ ચારિત્ર નિષિદ્ધ છે.” આવા શુભભાવોની પ્રતિજ્ઞા લઈને કોઈ એમ માને કે બધું થઈ ગયું (ધર્મ થઈ ગયો છે તો તે અજ્ઞાન પોષે છે. શુભભાવ પણ વિષય-કપાયની જેમ જ અનિષ્ટ અને આત્મઘાતક છે. તેથી જેમ વિષય-કષાયનો નિષેધ છે તેમ પુણ્યપરિણામરૂપ બાહ્ય ચારિત્રનો પણ નિષેધ છે. આવું લોકોને કઠણ પડે પણ શું થાય? વ્યવહાર ચારિત્રના પરિણામ ચૈતન્યભાવથી શૂન્ય છે તેથી તે જીવદ્રવ્ય થવા સમર્થ નથી. તથા જેઓ જીવ થવા સમર્થ નથી તેવા એ અચેતન ભાવો જીવનો મોક્ષમાર્ગ કેમ થાય? જે બંધભાવ છે તેમાંથી મોક્ષનો ભાવ કેમ થાય?
આ પંચમ આરાના સાધુ-પરમેષ્ઠી-ભગવાન કુંદકુંદાચાર્ય અને અમૃતચન્દ્રાચાર્ય ભગવાનની દિવ્યધ્વનિનો સંદેશ પહોંચાડે છે કે-જ્ઞાયકસ્વભાવમય, ચૈતન્યસ્વભાવમય એવું જે જીવદ્રવ્ય, ચૈતન્યભાવથી શૂન્ય એવું જે પુદ્ગલદ્રવ્ય તેનાથી ભિન્ન છે. માટે જેઓ અધ્યવસાનાદિકને જીવ કહે છે તેઓ ખરેખર પરમાર્થવાદી નથી. તેઓ સાચું માનનારા અને સાચું કહેનારા નથી. વ્યવહારથી નિશ્ચય થાય એમ કહેનારા પરમાર્થવાદી નથી. શુભ-ભાવરૂપ જે વ્યવહાર એ તો અજીવ છે. એ અજીવ મોક્ષમાર્ગનું સાધન કેવી રીતે થાય ? જે બંધસ્વરૂપ છે તે મોક્ષનું સાધન કેમ થાય?
પ્રશ્ન:- શ્રીમદે કહ્યું છે ને કે “લોએ સવ્યવહારને સાધનરહિત થાય.'
ઉત્તર- શ્રીમદ તો ત્યાં જે નિશ્ચયાભાસી છે તેની વાત કરી છે. જે કોઈ જીવ નિશ્ચયનયના અભિપ્રાયને યથાર્થ જાણતો નથી અને વ્યવહાર કહેતાં આત્મવ્યવહારને લોપે છે અર્થાત્ નિશ્ચયરત્નત્રય પ્રગટ કરતો નથી તે સાધનરહિત થયો થકો નિશ્ચયભાસી મિથ્યાદષ્ટિ છે. શ્રીમદે કહેલી પૂરી પંક્તિઓ આ પ્રમાણે છે:-(આત્મસિદ્ધિમાં )
અથવા નિશ્ચયનય ગ્રહે, માત્ર શબ્દની માંય; લોએ સવ્યવહારને, સાધન રહિત થાય.'
સાધનરહિત થાય' એમ કહ્યું ત્યાં કયું સાધન? આ શુભભાવ જે અજીવ ભાવ છે એ સાધન? એ તો સાધન છે જ નહિ. અંતરંગ સાધન નિજ શુદ્ધાત્મા છે અને તેના લક્ષે પ્રગટ થતાં જે નિશ્ચયરત્નત્રય તે બાહ્ય સાધન છે. આ સિવાય અન્ય કોઈ સાધન નથી.
શ્રી પ્રવચનસારમાં આવે છે કે મોક્ષમાર્ગનો ભાવ એ જીવનો વ્યવહારભાવ છે, આત્મવ્યવહાર છે. નિશ્ચય સમકિત, નિશ્ચયજ્ઞાન અને નિશ્ચયચારિત્ર એવી જે નિશ્ચયરત્નત્રય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com