________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૬૫-૬૬ ]
[ ૧૭૫
પ્રશ્ન- તો શું સોની પાનાને કરતો નથી?
ઉત્તર- (ના). ભાઈ, જો તે સોનીનું કાર્ય હોય તો સોની સાથે અભેદ હોય. પરંતુ તે સોની સાથે અભેદ નથી. માટે પાનું સોનીનું કાર્ય નથી. સોનાથી તે અભિન્ન છે, માટે પાનું સોનાનું જ કાર્ય છે. વીતરાગ પરમેશ્વરનો માર્ગ બહુ સૂક્ષ્મ છે, ભાઈ ! અત્યારે તો એ સાંભળવા પણ મળતો નથી. એને બદલે આ કરો ને તે કરો, સામાયિક કરો ને પ્રતિક્રમણ કરો-એમ કરો, કરો, કરો એવી રાગ કરવાની વાત જ બધું ચાલે છે.
અહીં તો એમ કહે છે કે-જાત્રા કરવાનો, પૂજા કરવાનો, દાન કરવાનો, મંદિર બંધાવવાનો વગેરે કરવાનો જે ભાવ છે તે બધોય રાગ છે અને તે રાગનું કરણ પુદગલ છે. રાગ કાર્ય છે અને એનું કરણ પુદ્ગલ જડ કર્મ છે. અહા ! ચૈતન્યમય જીવ કરણ અને વિકારરાગ એનું કાર્ય એમ હોઈ શકે જ નહિ. ભાઈ ! તને ખબર નથી. બિચારો આખો દિવસ વેપારધંધામાં ગૂંચાઈ રહે અને એમ ને એમ મરી જાય. એને કહે છે કે-પ્રભુ! તને ખબર નથી કે તું કોણ છો અને તારું કાર્ય શું છે? અહાહા! નિર્મળાનંદનો નાથ અભેદ એક ચૈતન્યસ્વરૂપ તું ભગવાન આત્મા છો, અને જાણવા-દેખવાના પરિણામ થાય તે તારું કાર્ય છે, પણ બીજું કોઈ તારું કાર્ય નથી.
જાઓ, આ આંગળી વળે છે તે કાર્ય-પર્યાય છે. અને તેનું કરણ પરમાણુ છે, આત્મા નહિ. તેવી રીતે પુણ્ય-પાપના ભાવ છે તે કાર્ય છે અને તેનું કરણ નામ સાધન પુદ્ગલ જડ કર્મ છે. અરે, ભાઈ ! તું દુઃખી છો પણ તને એની ખબર નથી. જેને આત્મા શું છે એનું ભાન નથી અને પરમાં પોતાપણું માનીને હરખાઈ રહ્યો છે તે ભલે કરોડપતિ હોય કે અબજોપતિ, એ બિચારો ભિખારી છે, દુઃખી છે. એ દુઃખના વેદનથી છૂટવું હોય તો આત્માને રાગથી ભિન્ન પાડવો જોઈએ એમ અહીં કહે છે.
બાપુ! પૈસા કયાં તારા છે? એ તો જડના-અજીવના છે. અને પુત્ર-સ્ત્રી આદિ પરિવાર પણ ક્યાં તારાં છે? એનો આત્મા પણ તારાથી જુદો છે અને શરીર પણ જુદું છે. તારે અને એને શું સંબંધ છે? અહીં તો પરમાત્મા એમ કહે છે કે કારણ અને કાર્ય બન્ને એક હોય છે. કરણનો અર્થ કારણ પણ થાય છે. જેમકે સોનું કારણ છે અને જે પાનું થાય છે એ તેનું કાર્ય છે. પાનું છે તે સોનાનું કાર્ય છે, સોનીનું નહિ. પરમાણુમાં કરણ નામનો ગુણ છે. એ કરણ નામના ગુણને કારણે પાનારૂપ કાર્ય થાય છે, સોનીથી નહિ કે હથોડાથી નહિ.
તેવી રીતે જીવસ્થાનો-એકેન્દ્રિયપણું, બેઇન્દ્રિયપણું, ત્રણઈન્દ્રિયપણું, ચારઇન્દ્રિયપણું, પંચેન્દ્રિયપણું, સંજ્ઞી કે અસંજ્ઞીપણું, બાદર તથા સૂક્ષ્મ, પર્યાપ્ત-અપર્યાય-સર્વ પુદ્ગલમયી નામકર્મની પ્રકૃતિઓ વડે કરાય છે. આઠ કર્મમાં એક નામકર્મ છે. તેમાં એક પ્રકૃતિ છે જે પ્રકૃતિના કારણે પર્યાપ્ત-અપર્યાય, સૂક્ષ્મ-બાદરની દશા ઉત્પન્ન થાય છે. આ જે નામકર્મ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com