________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૬૮ ]
[ ૨૪૫
તેનો પૂર્ણ અનુભવ કરતાં કેવળજ્ઞાન થાય છે અને તે આખાય લોકાલોકને એક સમયમાં પ્રત્યક્ષ જાણે છે. અહીં કહે છે કે આવા ભગવાન આત્માનો જ્યાં અનુભવ થયો ત્યાં પર્યાયમાં ચિલ્શક્તિની પ્રગટતા થાય છે. તથા પ્રગટ થયેલ એ જ્ઞાનની પર્યાય આખા લોકાલોકને જાણી શકે છે. શ્રુતજ્ઞાનની પર્યાયની પણ વિશ્વને-લોકાલોકને જાણવાની તાકાત છે. ભલે તે પ્રત્ય જાણે પણ તે પર્યાયનું સામર્થ્ય પરોક્ષપણે લોકાલોકને જાણે એવું વિશ્વવ્યાપી છે. અહાહા ! સ્વાનુભવ થતાં પ્રગટ થતી જ્ઞાનની પર્યાય લોકાલોકને વ્યાપીને એટલે કે લોકાલોકને જાણતી પોતાની મેળે જ અતિ વેગથી પ્રગટ થાય છે.
સમુદ્રમાં જેમ ભરતી આવે છે તેમ સ્વાનુભવ કરતાં અંતર ચિલ્શક્તિમાંથી પર્યાયમાં મોટી ભરતી આવે છે. આવો માર્ગ છે. કોઈને એમ થાય કે આવો ધર્મ!
પ્રશ્ન- આ કઈ જાતનો ધર્મ છે? સોનગઢથી નવો ધર્મ કાઢયો છે?
ઉત્તર:- ભાઈ ! આ નવો ધર્મ નથી. બાપુ! આ તો અનાદિનો ધર્મ છે. તે સાંભળ્યો ન હોય એટલે તને નવો લાગે છે. અનાદિથી તીર્થકરો, કેવળીઓ અને દિગંબર સંતો પોકારીને આ જ કહે છે.
પ્રશ્ન:- આ ધર્મ શું વિદેહક્ષેત્રમાંથી આવ્યો છે?
ઉત્તર- ના, આ તો આત્મામાંથી આવ્યો છે. અહીં કહે છે કે ચિત્નતિનો અનુભવ કરતાં તે સ્વયં પોતાની મેળે જ અતિ વેગથી પ્રગટ થાય છે અને તે જગતને જોરથી ઉગ્રપણે અત્યંત પ્રકાશે છે. અર્થાત્ સમ્યગ્દર્શનમાં પ્રકાશે છે અને કેવળજ્ઞાન થતાં પણ તે પ્રકાશે છે-એમ બે અર્થ છે.
* કળશ ૪૫ : ભાવાર્થ ઉપરનું પ્રવચન * પ્રજ્ઞા-બ્રહ્મસ્વરૂપ પ્રભુ આત્મા છે. પ્રજ્ઞા કહેતાં જ્ઞાન અને બ્રહ્મ એટલે આનંદ, આત્મા જ્ઞાનાનંદસ્વરૂપ પોતે જ છે. તેને અજ્ઞાની બહાર ગોતે છે. પરંતુ આવા જ્ઞાનસ્વરૂપ ચૈતન્યબ્રહ્મ-આત્માનો વારંવાર અભ્યાસ કરતાં ચૈતન્યસ્વરૂપ છે તે જીવ છે અને રાગાદિ અજીવ છેએમ જીવ અને અજીવ બન્નેનો ભેદ જણાય છે. અને તે કાળે તરત જ આત્માનો નિર્વિકલ્પ અનુભવ થાય છે. આ સમક્તિ છે.
શું કહ્યું? જ્ઞાનસ્વભાવી આનંદઘન પ્રભુ આત્માનો અભ્યાસ કરતાં સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે, એટલે કે કોઈ બાહ્ય નિમિત્તથી કે વિકલ્પથી સમ્મદર્શનની પ્રાપ્તિ થાય છે એમ નથી. ભારે વાત, ભાઈ ! આ વાતનો અભ્યાસ ન મળે અને આ વાત અત્યારે ચાલતી નથી એટલે લોકોને તે નવી લાગે છે. અરે! લોકો તો વ્રત પાળો, ઉપવાસ કરો, ભક્તિ કરો, દાન કરો, મંદિર બનાવો, રથયાત્રા કાઢો, ગજરથ ચલાવો-ઇત્યાદિમાં જ ધર્મ માને છે. પણ બાપુ ! એ કાંઈ ધર્મ નથી. ભાઈ ! સાચો ગજરથ તો અંદર આનંદના નાથનું ચક્ર (પરિણતિ) ફેરવે એમાં છે. આ જ્ઞાન અને આનંદથી ભરેલા ભગવાનમાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com