________________
Version 001,a: remember to check h††p://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૬૮ ]
[ ૨૦૭
પુદ્દગલ છે. આ જે દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિ જે શુભભાવ-વિશુદ્ધભાવ છે તે સર્વ પુદ્દગલ-કર્મના વિપાકપૂર્વક થયેલા છે અને તેથી અચેતન પુદ્દગલ છે એમ કહે છે.
પ્રશ્ન:- રાગને આત્માની પર્યાય કહી છે ને? રાગનું પરિણમન પર્યાયમાં છે અને તેમાં આત્મા તન્મય છે એમ કહ્યું છે ને?
ઉત્તર:- ભાઈ ! એ તો પર્યાય અપેક્ષાએ વાત છે. પર્યાયમાં રાગ છે એ બરાબર છે, પણ અહીં તો વસ્તુનો સ્વભાવ સિદ્ધ કરવો છે. અહીં તો ત્રિકાળી સ્વભાવની દૃષ્ટિ કરાવવી છે, અને વસ્તુના સ્વભાવમાં તો રાગાદિભાવ છે જ નહિ. આત્મા અનંત શક્તિનો અભેદ પિંડ છે. એમાં કોઈ શક્તિ ( ગુણ ) એવી નથી કે વિકારને કરે. તેથી વસ્તુના સ્વભાવની દૃષ્ટિથી જોતાં તે બધા રાગાદિ ભાવો પુદ્દગલકર્મના વિપાકનું જ કાર્ય જણાય છે. અહાહા! આ વ્યવહારમોક્ષમાર્ગનો જે શુભરાગ છે તે પુદ્દગલના વિપાકપૂર્વક થતો હોવાથી પુદ્દગલ છે અને સદાય અચેતન છે.
હવે કહે છે કે કારણનાં જેવાં જ કાર્યો હોય છે. પુદ્દગલ મોહકર્મ કારણ છે તો કાર્યગુણસ્થાન આદિ પુદ્દગલ જ હોય છે.
પ્રશ્ન:- શાસ્ત્રોમાં તો એમ આવે છે ને કે ઉપાદાનસદશ (ઉપાદાન જેવાં) કાર્ય હોય છે?
ઉત્તર:- એ તો પર્યાય સિદ્ધ કરવી હોય એની વાત છે. એ અહીં હમણાં નથી લેવું. અહીં તો કર્મના વિપાકના કા૨ણપૂર્વક થયાં હોવાથી શુભપરિણામને અને ગુણસ્થાનોને પુદ્દગલનાં કહ્યાં છે, અચેતન કહ્યાં છે.
હવે દાખલો આપે છે કે જવપૂર્વક જે જવ થાય છે તે જવ જ હોય છે. આ ન્યાયે પુદ્દગલના પાકથી થયેલા શુભરાગ અને ગુણસ્થાન પુદ્દગલ જ છે, જીવ નથી.
પ્રશ્ન:- તત્ત્વાર્થસૂત્રમાં તો એમ આવે છે કે રાગ, ગુણસ્થાન આદિ જે ઉદયભાવ છે તે જીવતત્ત્વ છે?
ઉત્તર:- ત્યાં તો જીવની પર્યાય સિદ્ધ કરવી છે. તેથી પર્યાય અપેક્ષાએ એ બરાબર છે. પરંતુ અહીં તો સ્વભાવ સિદ્ધ કરવો છે ને? તથા હવે પછી ર્કા-કર્મ અધિકાર શરૂ કરવાનો છે. તેનો આ ઉપોદ્ઘાત છે. છે તો આ જીવ-અજીવ અધિકા૨, પણ આ છેલ્લી ગાથા પછી ર્તા-કર્મ અધિકાર લેવો છે, તેથી અહીંથી જ ઉપાડયું છે કે પુદ્દગલ કારણ છે એટલે એનું કાર્ય પુદ્દગલ જ છે. અહીં ચૌદેય ગુણસ્થાન પુદ્દગલ મોહકર્મના કારણપૂર્વક થતા હોવાથી પુદ્દગલ જ છે એમ કહ્યું છે, આગળ ૧૦૯ થી ૧૧૨ ગાથામાં તેર ગુણસ્થાન પુદ્દગલ એમ કહેશે. તેઓ ર્ડા એવા પુદ્દગલનું કાર્ય-કર્મ છે. નવાં કર્મ જે બંધાય છે તેમાં તેર ગુણસ્થાન જેઓ પુદ્દગલ છે તે કારણ છે. ત્યાં એમ લીધું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com