________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૪ ]
[ ૩૭
વીતરાગતાને ઓળખીને નમસ્કાર કરું છું. જુઓ, આ નિગ્રંથ સંતોની અમૃત વાણી ! આનું નામ પરમાગમ અને શાસ્ત્ર છે.
અહીં કહે છે કે પોતાના સ્વરૂપનો અભ્યાસ કરે તો તેની પ્રાપ્તિ જરૂર થાય. અહીં રાગનો અભ્યાસ કરવાનું નથી કહ્યું. રાગાદિ પર વસ્તુ ગમે તે પુરુષાર્થથી પણ પ્રાપ્ત ન થાય. પર વસ્તુ છે ને? પોતાનું સ્વરૂપ તો મોજૂદ છે. અહાહા! વિજ્ઞાનઘન-સ્વભાવપણે અસ્તિ ધરાવતી પોતાની ચીજ પ્રત્યક્ષ મોજૂદ છે. પણ તેને પોતે ભૂલી ગયો છે. ચેતીને એટલે જાણીને જો દેખે તો પાસે જ છે, કેમકે તે પોતે જ છે. જુઓ તો ખરા, શ્રી જયચંદ પંડિતે કેવો સરસ ભાવાર્થ ભર્યો છે! કહે છે કે અંતરમાં જાગ્રત થઈને જુએ તો તે પોતે જ છે. તેનો અભ્યાસ કરતાં તે પ્રાપ્ત થાય જ.
અહીં છ મહિનાનો અભ્યાસ કહ્યો તેથી એમ ન સમજવું કે એટલો જ વખત લાગે. સ્વરૂપની પ્રાપ્તિ તો અંતર્મુહૂર્તમાત્રમાં થાય છે. પરંતુ શિષ્યને બહુ કઠણ લાગતું હોય તો તેનો નિષેધ કર્યો છે. સમજવામાં છ મહિનાથી અધિક સમય નહિ લાગે. તેથી અન્ય નિપ્રયોજન કોલાહલ છોડી જ્ઞાનાનંદસ્વરૂપ ભગવાન આત્મામાં લાગવાથી જલદી સ્વરૂપની પ્રાપ્તિ થશે એવો ઉપદેશ છે.
[ પ્રવચન નં. ૮૯ થી ૯૧
*
દિનાંક ૮-૬–૭૬ થી ૧૦-૬–૭૬ ]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com