________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૩૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૩
રાગની સ્વીકૃતિમાં અનંતકાળ ગયો, પણ અંદર વસ્તુ ચૈતન્યઘન મહાપ્રભુ જે એક સમયની પર્યાયમાં આવતો નથી અને જે પર્યાયમાં જણાયા વિના રહેતો નથી એ શુદ્ધાત્માની પૂર્વે તે કદીય કબૂલાત કરી નથી.
શ્રી સમયસાર ગાથા ૧૭-૧૮માં આવે છે કે-આબાળ-ગોપાળ સૌને સદા અનુભૂતિસ્વરૂપ ભગવાન આત્મા જણાઈ રહ્યો છે. અહાહા ! એની જ્ઞાનની પર્યાયમાં સદા ત્રિકાળી વસ્તુ જણાય છે, કેમકે જ્ઞાનની પર્યાયનો સ્વપરપ્રકાશકસ્વભાવ છે. સ્વ એવું જે દ્રવ્ય તે જ તેના જ્ઞાનમાં આવે છે. પરંતુ અજ્ઞાનીનું વલણ સ્વદ્રવ્ય ઉપર નથી તેથી જ્ઞાનની પર્યાયમાંપ્રગટ અવસ્થામાં જાણનારો પોતે જણાય છે એવું તેને ભાન થતું નથી, એવી તેને પ્રતીતિ ઉપજતી નથી. ભગવાન! તારું જે પૂર્ણ અસ્તિત્વ છે તે એક સમયની પર્યાયમાં સદાય જણાય છે. ભાઈ ! આ તો સર્વજ્ઞની વાણી છે, આ તો પરમાગમ છે. આવી વાણી બીજે ક્યાંય છે જ નહિ. જેનો એક એક ન્યાય અંદર સોંસરવો ઉતરી જાય એવી આ વાણી છે.
પર્યાયબુદ્ધિમાં, રાગબુદ્ધિમાં અજ્ઞાની અટકયો છે. ત્યાં અટક્યો છે તેથી જાણનારો પોતે ત્રિકાળી આત્મા એને જણાય છે એમ ખ્યાલમાં આવતું નથી. અરે! આવા તત્ત્વનો નિર્ણય કરવાનો લોકોને સમય જ ક્યાં છે? એક દિવસમાં ત્રેવીસ કલાક તો બસ રળવું, કમાવું અને બાયડી-છોકરાં સાચવવાં, રાજી રાખવા અને ઉંઘવું-એમ જાય. કદાચ એકાદ કલાક મળે તો કુગુરુ વડે તે લુંટાઈ જાય છે. અહા ! એ વેશધારીઓ તે બિચારાને મિથ્યા શાસ્ત્રો દ્વારા યુક્તિપ્રયુક્તિ બતાવી લૂંટી લે છે.
શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકમાં ૧૫માં પાના ઉપર લખ્યું છે કે જે શાસ્ત્રોમાં વીતરાગભાવનું પ્રયોજન પ્રગટ કર્યું હોય તે જ શાસ્ત્રો વાંચવા-સાંભળવા યોગ્ય છે. રાગની મંદતાથી સંસાર ઘટે એમ જેમાં કહ્યું હોય તે શાસ્ત્ર નથી, કેમકે એણે તો અતત્ત્વશ્રદ્ધાન પોષી મોહભાવને પ્રગટ કર્યો છે. આવું શાસ્ત્ર તે શાસ્ત્ર નથી પણ શસ્ત્ર છે, કારણ કે રાગ-દ્વેષ-મોહ વડે જીવ અનાદિથી દુઃખી થઈ રહ્યો છે. શુભરાગની વાસના તો તેને વગર શિખવાડે પણ હતી અને આ શાસ્ત્ર વડે તેનું જ પોષણ કર્યું ત્યાં ભલુ થવાની શું શિક્ષા આપી? આવી વાત કરી લાગે પણ શું થાય? પોતાના વાડાનો આગ્રહ હોય તેથી દુઃખ થાય પણ તેથી શું? (જેણે હિત કરવું હોય તેણે મધ્યસ્થ થઈ વિચારવું જોઈએ).
શ્રી પંચાસ્તિકાય ગાથા ૧૭રમાં પણ કહ્યું છે કે સર્વ શાસ્ત્રોનું તાત્પર્ય વીતરાગતા છે. જુઓ, દિગંબરોના બધાંય શાસ્ત્રોની વાત મેળ ખાતી અને અવિરુદ્ધ છે. સર્વ શાસ્ત્રોમાં વીતરાગતાનું જ પોષણ કર્યું છે. સવારમાં આવ્યું હતું ને કે અરિહંતોએ મોક્ષ અને મોક્ષમાર્ગની પ્રરૂપણા કરી છે. એવા અરિહંતોને એમની સર્વજ્ઞતા અને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com