________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૫૮ થી
[ ૧૪૯
અનાદિકાળના મોટા અવિવેકના નાટકમાં અથવા નાચમાં વર્ણાદિમાન પુદ્ગલ જ નાચે છે.” જીવદ્રવ્યને એકલા ધ્રુવ ચૈતન્યમાત્ર સ્વભાવથી જોઈએ તો તે એક-એકલું જ છે. એ જીવદ્રવ્ય એકલું છે તે કેમ નાચે? ભગવાન આત્માનો તો કાંઈ નાચ નથી. એ બધી પર્યાયોમાં એક પુગલનો જ નાચ છે. ત્રિકાળી ધ્રુવ દ્રવ્યની અપેક્ષાએ એ સઘળા અન્ય ભાવોમાં એક યુગલ જ નાચે છે એમ કહ્યું છે. આ પ્રમાણે આવો ભગવાન જિનદેવનો ઉપદેશ સ્યાદ્વાદરૂપ છે. અને તે પ્રમાણે સમયે જ સમ્યજ્ઞાન છે. જે અપેક્ષાએ રાગાદિ દ્રવ્યમાં નથી અને જે અપેક્ષાએ તેઓ પર્યાયમાં છે-એમ જે ઉપદેશ કર્યો છે તે રીતે યથાર્થ જાણવું જોઈએ. જિનદેવના ઉપદેશમાં તો અપેક્ષાથી કથન છે. માટે તે રીતે સમજે તો જ સમ્યજ્ઞાન છે.
વળી કહે છે કે સર્વથા એકાંત તે મિથ્યાત્વ છે. રાગ એકાંતે પર ચીજ છે અને આત્મામાં (પર્યાયમાં) નથી એમ માને તો તે મિથ્યા એકાંત છે. તથા રાગ દ્રવ્યમાં (ધ્રુવમાં) પણ છે એમ માને તો તે પણ મિથ્યાત્વ છે.
પ્રશ્ન:- રાગ જેટલો થાય છે તે નાશ પામીને અંદર જાય છે ને? પર્યાયનો વ્યય તો થાય છે. તો તે વ્યય થઈને કયાં જાય છે? જે અંદર જાય છે, તો વિકાર અંદર ગયો કે નહીં?
ઉત્તર- ભાઈ, વિકાર અંદર દ્રવ્યસ્વભાવમાં નથી. પર્યાયનો જે વ્યય થયો છે તે પારિણામિકભાવમાં યોગ્યતારૂપ થઈ ગયો છે. વર્તમાનમાં વિકાર જે પ્રગટ છે તે ઉદયભાવારૂપ છે. પરંતુ જ્યારે તેનો વ્યય થાય છે ત્યારે તે પારિણામિકભાવે થઈને અંદર જાય છે. તેવી જ રીતે ક્ષયોપશમભાવની પર્યાય પણ વ્યય પામે છે અને બીજે સમયે બીજી પર્યાય ઉત્પન્ન થાય છે. પરંતુ પહેલાનો ભાવ વ્યય પામીને ગયો કયાં? શું તે અંદરમાં ક્ષયોપશમભાવે છે? ના, તે પારિણામિકભાવે અંદર વસ્તુમાં છે.
અહીં કહે છે કે સર્વથા એકાંત સમજે તો મિથ્યાત્વ છે. આથી કોઈ એમ કહે કે-બંધના માર્ગથી (વ્યવહારરત્નત્રયથી) પણ મોક્ષ થાય છે એમ કહો; અન્યથા સર્વથા એકાન્ત થઈ જશે. તો એ વાત યથાર્થ નથી. ભાઈ! મોક્ષનો માર્ગ સર્વથા નિર્મળ પરિણતિથી જ થાય છે અને એમાં સર્વથા રાગની પરિણતિ છે જ નહિ એવો આ સમ્યક અનેકાન્ત છે. નિશ્ચયથી જે શુદ્ધરત્નત્રયની નિર્મળ પર્યાય છે તે જ મોક્ષનો માર્ગ છે. પરંતુ સાથે રાગને નિમિત્ત-સહુચર દેખીને તેને વ્યવહારથી મોક્ષમાર્ગ કહ્યો છે. પરંતુ તેથી તે રાગ, જે બંધનું કારણ છે કે, મોક્ષનું કારણ થઈ જાય એમ નથી. આ પ્રમાણે જે અપેક્ષાએ કથન હોય તે યથાર્થ સમજવું જોઈએ.
[ પ્રવચન નં. ૧૦૫ (શેષ) ૧૦૬ *
દિનાંક ૨૪-૬-૭૬ થી ૨૫-૬-૭૬ ]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com