________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૫૮ થી ૬૦ ]
[ ૧૪૭
સમાધાન:- ભાઈ ! સમ્યગ્દર્શનનો વિષય ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય છે. અહાહા! ત્રિકાળી શુદ્ધ દ્રવ્યને જેણે દૃષ્ટિમાં લીધું છે એવા સમ્યગ્દષ્ટિને અશુદ્ધતા કે દુઃખ છે જ નહિ. દષ્ટિ અને દૃષ્ટિના વિષયમાં અશુદ્ધતા થાય એવી કોઈ શક્તિ જ નથી. દષ્ટિ પણ અશુદ્ધ થાય એમ નથી તથા તેનો વિષય જે ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય છે તે પણ અશુદ્ધ થાય એવો તેનામાં કોઈ ગુણ નથી. તેથી દષ્ટિ અને દષ્ટિના વિષયની અપેક્ષાએ જ્ઞાનીને અશુદ્ધતા અને દુઃખ નથી. પરંતુ જ્ઞાન વડ જાએ ત્યારે પર્યાયમાં જ્ઞાનીને તથા મુનિને પણ કિંચિત્ અશુદ્ધતા છે, દુઃખ છે. જ્ઞાનીને રાગ છે અને તેનું પરિણમન પણ છે. તે પરિણમનની અપેક્ષાએ જ્ઞાની તેનો પણ છે. ૪૭ નયોમાં પણ આવે છે કે-ધર્મી જીવને પણ રાગનું પરિણમન છે અને તેટલું દુ:ખ પણ છે. તથા તે રાગનો ક્ત અને ભોક્તા પણ તે જ્ઞાની છે. ભાઈ ! અહીં તો અંશે અંશને જોવાનો છે. કોઈ એકાંતે માની લે કે ધર્મને રાગ-દ્વેષ-દુઃખ હોય જ નહિ તો એમ નથી. ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય અને તેની દષ્ટિની અપેક્ષાએ તે વાત યથાર્થ છે. પણ પર્યાયમાં? અહા ! છઠ્ઠી ગુણસ્થાને વર્તતા મુનિ પણ (સમયસાર કળશ ૩ માં) એમ કહે છે કે અમને હજુ કલુષિતતા છે. અહા ! એક બાજુ એમ કહે કે સમક્તિીને અશુદ્ધતા ન હોય, તેનું પરિણમન અશુદ્ધ ન હોય અને બીજી બાજુ છઠ્ઠી ગુણસ્થાનવર્તી આચાર્ય એમ કહે કે અમને હજુ અશુદ્ધતાનું પરિણમન છે અને તેથી તેટલું દુઃખનું વેદન પણ છે!! ભાઈ! સમક્તિીને દષ્ટિની સાથે જે જ્ઞાન થયું છે તે ત્રિકાળી શુદ્ધ દ્રવ્યને જાણે છે અને વર્તમાન પર્યાયમાં રાગનું પરિણમન જેટલું છે તેને પણ જાણે છે. અશુદ્ધતાનુંરાગનું જે પરિણમન છે તેનો હું í , કર્મને લઈને તે થાય છે એમ નથી; તથા પરિણમનમાં મને બીલકુલ રાગ જ નથી એમ પણ નથી આવું જ્ઞાની યથાર્થ જાણે છે.
અહીં કહે છે કે-જો પર્યાયમાં રાગાદિ નથી એમ કોઈ માને તો રાગના અભાવ કરવાના પુરુષાર્થનો પણ લોપ થાય છે. કારણ કે જો પર્યાયમાં રાગ નથી તો તેના નાશનો ઉપાય પણ પર્યાયમાં સિદ્ધ થતો નથી.
પંચાસ્તિકાયની ૬૨ મી ગાથામાં કહ્યું છે કે વિકારનું પરિણમન જીવના અસ્તિત્વમાં છે અને તે પોતાને કારણે છે. વિકારનું પટ્ટારકરૂપ પરિણમન પોતાથી છે, તેને પરકારકની અપેક્ષા નથી. રાગ-વિકાર છે તે અસ્તિ છે અને તે વિકાર, વિકારને કારણે છે, દ્રવ્ય-ગુણના કારણે નહિ તેમ જ પર નિમિત્તને કારણ પણ નહિ. એ પંચાસ્તિકાય શાસ્ત્ર છે. તેથી ત્યાં જીવાસ્તિકાયનુંદ્રવ્ય-ગુણ-પર્યાયનું સ્વતંત્ર અસ્તિત્વ સિદ્ધ કર્યું છે. જીવની પર્યાયમાં જે વિકાર થાય છે તે પરથી નિરપેક્ષ સ્વત:સિદ્ધ, અહેતુકપણે થાય છે અને તે જીવના અસ્તિત્વમાં થાય છે.
પ્રશ્ન- વિકાર સ્વપર-હેતુક છે એમ શાસ્ત્રોમાં આવે છે ને?
ઉત્તર- એ તો એકલા સ્વથી જ (શુદ્ધ દ્રવ્યથી) વિકાર થાય નહિ એમ બતાવવા વિકારની ઉત્પત્તિમાં ઉપાદાન અને નિમિત્ત એમ બે હેતુ ત્યાં સિદ્ધ કર્યા છે. વિકારને જ્યારે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com