________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૯ ]
[ ૬૯ પર્યાય એ બધું વ્યક્ત છે, તો બીજી કોર અવ્યક્ત ભગવાન ત્રિકાળી ધ્રુવ જ્ઞાયકમૂર્તિ એનાથી ભિન્ન છે-એમ તું જાણ.
દષ્ટિનો વિષય ત્રિકાળી શુદ્ધ આત્મા દ્રવ્ય તરીકે તો પ્રગટ છે. પણ પર્યાય જે વ્યક્તપ્રગટ છે તે પર્યાયમાં દ્રવ્ય આવતું નથી તે અપેક્ષાએ તેને અહીં અવ્યક્ત કહ્યું છે. અનંત અનંત ગુણનો પિંડ સચ્ચિદાનંદ પ્રભુ અસ્તિપણે મોજુદ છે, પ્રગટ છે, વ્યક્તિ છે. પણ પ્રગટ પર્યાયની અપેક્ષાએ તેને અવ્યક્ત કહ્યો છે. ભાઈ ! આવા આત્માને જાણે નહિ, અર્થાત્ આત્મા પોતે કોણ છે, કયાં છે, કેવડો છે એ જાણે નહિ અને ધર્મ થઈ જાય? ધૂળમાંય ન થાય. (એટલે કે આવા આત્માને જાણ્યા વિના કદી ધર્મ ન થાય.) ભલે ને સામાયિક, પોસા, પડિકમણ, વ્રત, ઉપવાસ ઇત્યાદિ ક્રિયાકાંડ કરે. એમાં ધર્મ કયાં છે ? એ તો રાગ છે. તેથી પુણ્ય થાય અને એમાં ધર્મ માને તો મિથ્યાત્વ થાય.
ભગવાન! તું અખંડ એક શુદ્ધ ચૈતન્યમૂર્તિ પ્રભુ છો ને! છ દ્રવ્યમાં તો તું નથી પણ છ દ્રવ્યનું જ્ઞાન કરનારી એક સમયની વ્યક્ત પર્યાય જેટલો પણ તું નથી. એક સમયની પર્યાય જેટલો આત્માને માનનાર મૂઢ મિથ્યાદષ્ટિ છે. શ્રી સમયસારના પરિશિષ્ટમાં નિત્ય-અનિત્ય, એક-અનેક, ઇત્યાદિ ચૌદ કળશો આવે છે એમાં આ વાત લીધી છે. વળી એક સમયની પર્યાયને જે માનતા નથી તે પણ છ દ્રવ્યને જ નહિ માનનારા મિથ્યાષ્ટિ છે, કેમકે છ દ્રવ્યનું જ્ઞાન પર્યાયમાં થાય છે. તેથી પર્યાયને નહિ માનનારા છ દ્રવ્યને માનતા નથી અને તેથી તેઓ મિથ્યાષ્ટિ જ છે. અહીં કહે છે કે આ છ દ્રવ્યસ્વરૂપ જે લોક છે તે જ્ઞય છે અને વ્યક્તિ છે અને તેથી ભિન્ન ભગવાન આત્મા જ્ઞાયક અવ્યક્ત છે. પાઠમાં જીવ શબ્દ છે. પણ જીવ કહો કે આત્મા, બન્ને એક જ વાત છે. વેદાંતવાળા જીવ અને આત્મા જુદા છે એમ કહે છે; પણ એ બરાબર નથી.
એક સમયની જ્ઞાનપર્યાયનું અસ્તિત્વ માને ત્યારે છ દ્રવ્યનું અસ્તિત્વ માન્યું કહેવાય. અને છ દ્રવ્યનું જ્ઞાન જે વ્યક્ત પર્યાયમાં થાય છે એની દષ્ટિ છોડી ત્રિકાળી અવ્યક્તની દષ્ટિ કરે ત્યારે એણે સ્વદ્રવ્યને માન્યું કહેવાય. ધર્મ કેમ થાય એની આ વાત છે. ભાઈ ! તારી પર્યાયમાં છ દ્રવ્ય જણાય છતાં છ દ્રવ્યને લઈને એ પર્યાય છે એમ નથી. આવી એક સમયની જે જ્ઞાનની પર્યાય, જેમાં ત્રિકાળી આત્મા વ્યાપતો નથી એ પર્યાયમાં તે છ દ્રવ્ય રહિત શુદ્ધ અવ્યક્ત આત્માને જાણ. એને જાણતાં તને સમ્યગ્દર્શન-જ્ઞાન અને ધર્મ થશે. આવી વાત સાંભળવાની પણ જેને ફુરસદ મળે નહિ તે સમજે કયારે અને તેનો પ્રયોગ કરે કયારે ?
શ્રી નિયમસાર શાસ્ત્રમાં નિર્મળ પર્યાયને પણ પરદ્રવ્ય કહી છે. સ્વવસ્તુ અખંડ, અભેદ, એક છે. તેનું જ્ઞાન જેને થાય તેને સાચું જ્ઞાન થાય છે. એ સમ્યજ્ઞાન થાય પર્યાયમાં પણ એ જ્ઞાનનું ય ત્રિકાળી શુદ્ધ જ્ઞાયક ભગવાન છે, પર્યાય નહિ. પર્યાયને લક્ષ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com