________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૬૮ ]
| પ્રવચન રત્નાકર ભાગ-૩
સ્વનું જ્ઞાન અને અનેક આકારરૂપે પરિણમેલી અનેક ચીજોનું જ્ઞાન-એની નિર્મળ અનુભૂતિ આત્મામાં થઈ રહી છે. ભાઈ ! આ તો સર્વજ્ઞ પરમેશ્વરની દિવ્યધ્વનિમાં જે વાત આવી તે દિગંબર સંતોએ કહી છે. આવી વાત બીજે કયાંય છે નહિ. અહીં કહે છે કે આત્મા પરના આકારપણે નહિ થતો હોવાથી અત્યંતપણે સંસ્થાન વિનાનો છે, માટે તે અનિર્દિષ્ટસંસ્થાન છે. આમ ચાર હેતુથી સંસ્થાનનો નિષેધ કહ્યો.
હવે “અવ્યક્ત ”ના છ બોલ કહે છે:
છ દ્રવ્યસ્વરૂપ લોક જે શેય છે અને વ્યક્ત છે તેનાથી જીવ અન્ય છે માટે અવ્યક્ત છે. જગતમાં છ દ્રવ્ય છે તે જ્ઞય છે. અનંત આત્માઓ, અનંતાનંત પરમાણુઓ, અસંખ્ય કાલાણુઓ, એક ધર્માસ્તિકાય, એક અધર્માસ્તિકાય અને એક આકાશ-એમ છ દ્રવ્યો અનાદિઅનંત ભગવાને જોયાં છે. આ છ દ્રવ્યોમાં દેવ-ગુરુ-શાસ્ત્ર, શેત્રુજ્ય, સમ્મદશિખર ઇત્યાદિ સર્વ આવી ગયું. આ છ દ્રવ્યોથી તો આત્મા અન્ય એટલે ભિન્ન છે જ, પણ એ છ દ્રવ્યોને જાણનારી એક સમયની પર્યાયથી પણ ત્રિકાળી આત્મા ભિન્ન છે. અહાહા ! છ દ્રવ્યોને જાણનારી પર્યાય એમ જાણે છે કે છ દ્રવ્યથી મારી ચીજ ભિન્ન છે. છ દ્રવ્યો વ્યક્ત અને જ્ઞય છે. તેનાથી ભિન્ન ભગવાન આત્મા જ્ઞાયક અને અવ્યક્ત છે.
ભાઈ ! પંચેન્દ્રિય સંજ્ઞીપણું મળવું અને તેમાં પણ આર્યકુળ મળવું એ અતિ દુર્લભ છે. ત્યાં પણ સદગુરુનો યોગ થવો, સત્યનું શ્રવણ મળવું તથા તેનાં ગ્રહણ અને ધારણા થવાં એ એથીય વિશેષ દુર્લભ છે. તોપણ અહીં સુધી જીવ અનંતવાર આવ્યો છે. પરંતુ તેણે સમ્યક શ્રદ્ધાન અનંતકાળમાં એક સમય પણ કર્યું નથી. અહીં કહે છે કે ભગવાન આત્મા છ દ્રવ્યોનો જાણનાર હોવા છતાં એનાથી તે અત્યંત ભિન્ન છે. ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદવે ગાથામાં જે
અવ્યક્ત” શબ્દ કહ્યો તેનો ભાવ શ્રી અમૃતચંદ્રાચાર્યદવે ભગવતી ટીકામાં આ પ્રમાણે સ્પષ્ટ કર્યો છે.
ભાઈ ! આત્માનું હોવાપણું છ દ્રવ્યને લઈને નથી. જ્ઞાનની પર્યાયમાં છ દ્રવ્યનું જ્ઞાન થયું તે પોતાથી થયું છે, છ દ્રવ્યને લઈને થયું નથી. તથા છ દ્રવ્યનું જ્ઞાન છે માટે છ દ્રવ્યનું હોવાપણું છે એમ પણ નથી. છ દ્રવ્ય જે જ્ઞય અને બાહ્ય છે તે વ્યક્ત છે. તેને જાણનારી પર્યાય પણ વ્યક્ત છે. એ વ્યક્ત પર્યાયમાં એનાથી ભિન્ન આત્મા અવ્યક્ત છે તેને તું જાણે એમ કહે છે.
શ્રી ધર્મદાસ ક્ષુલ્લકે સ્વાત્માનુભવ મનનમાં આત્માને, છ દ્રવ્યથી અને એને જાણનારી પર્યાયથી ભિન્ન હોવાથી સહમ્ દ્રવ્ય કહ્યું છે. આત્મા છે તો છ દ્રવ્યની અંદર, પણ દષ્ટિના વિષયભૂત ત્રિકાળી અવ્યક્ત દ્રવ્યને એકકોર “રામ” કહીને એનાથી જે કોઈ ભિન્ન છે એને એકકોર “ગામ” એમ કહ્યું છે. એકકોર છ દ્રવ્ય અને તેને જાણનારી જ્ઞાનની
Please inform us of any errors on rajesh@AtmaDharma.com