________________
Version 001,a: remember to check h††p://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૯ ]
[ ૬૭
શબ્દરૂપે થતો નથી. માટે આત્મા અશબ્દ છે. આમ છ પ્રકારે શબ્દના નિષેધથી આત્મા અશબ્દ છે એમ જાણવું.
હવે ‘અનિર્દિષ્ટસંસ્થાન 'ના ચાર બોલ કહે છેઃ
પહેલો બોલઃ- પુદ્દગલદ્રવ્ય વડે રચાયેલું જે શરીર તેના આકારથી જીવને સંસ્થાનવાળો કહી શકાતો નથી માટે જીવ અનિર્દિષ્ટસંસ્થાન છે. આ શરીરનો જે આકાર છે એ તો જડનો આકાર છે, એ આત્માનો આકાર નથી. આત્મામાં પુદ્દગલથી રચાયેલા જડ દેહના આકારનો અભાવ છે. આત્મા જડના આકારવાળો નહિ હોવાથી જીવ પોતે અનિર્દિષ્ટસંસ્થાન છે.
બીજો બોલઃ- પોતાના નિયત સ્વભાવથી અનિયત સંસ્થાનવાળા અનંત શીરોમાં રહે છે માટે અનિર્દિષ્ટસંસ્થાન છે. ભગવાન આત્મા જે અસંખ્યાતપ્રદેશી છે એ તેનો નિયત સ્વભાવ છે. આ ભિન્ન ભિન્ન શરીરના આકારો-એકેન્દ્રિય, બેઇન્દ્રિય, ત્રણઇન્દ્રિય, ચારઇન્દ્રિય અને પંચેન્દ્રિયના શરીરના જે આકારો છે તે અનિયત છે. આવા અનિયત આકારોવાળા અનંત શરીરોમાં તે રહે છે તેથી તે નિયત સંસ્થાનવાળો કહી શકાતો નથી માટે તે અનિર્દિષ્ટસંસ્થાન
છે.
ત્રીજો બોલ:- સંસ્થાન નામકર્મનો વિપાક પુદ્દગલોમાં જ કહેવામાં આવે છે (તેથી તેના નિમિત્તથી પણ આકાર નથી) માટે અનિર્દિષ્ટસંસ્થાન છે. સંસ્થાન નામકર્મનું ફળ પુદ્દગલશરીરમાં આવે છે, આત્મામાં નહિ. તેથી તેના નિમિત્તે થતો આકાર આત્માને નથી. આત્માને પોતાનો અસંખ્યાતપ્રદેશસ્વરૂપ આકાર તો છે પણ જડનો આકાર આત્માને નથી. પ્રદેશત્વગુણના કા૨ણે આત્માને પોતાનો આકાર છે. આકાશદ્રવ્યમાં પણ પ્રદેશત્વગુણ છે. પ્રદેશત્વગુણના કારણે આકાશને, ક્ષેત્રથી અમર્યાદિત હોવા છતાં, પોતાનો આકાર છે. આમ આત્માને પોતાનો આકાર હોવા છતાં સંસ્થાન નામકર્મના નિમિત્તે રચાતો જે જડ દેહનો આકાર તે તેને નથી માટે તે અનિર્દિષ્ટસંસ્થાન છે.
ચોથો બોલ:- જુદાં જુદાં સંસ્થાનરૂપે પરિણમેલી સમસ્ત વસ્તુઓનાં સ્વરૂપ સાથે જેની સ્વાભાવિક સંવેદનશક્તિ સંબંધિત છે એવો હોવા છતાં પણ જેને સમસ્ત લોકના મિલાપથી રહિત નિર્મળ અનુભૂતિ થઈ રહી છે એવો હોવાથી પોતે અત્યંતપણે સંસ્થાન વિનાનો છે માટે અનિર્દિષ્ટસંસ્થાન છે.
જુઓ, ભાઈ, આત્મામાં ત્યાગ-ઉપાદાનશૂન્યત્વ નામની એક શક્તિ છે. એ શક્તિના કારણે ૫૨ને ગ્રહણ કરવું ૫૨નો ત્યાગ કરવો-એનાથી આત્મા શૂન્ય છે. પરદ્રવ્યના ગ્રહણત્યાગથી તો આત્મા ત્રણે કાળ શૂન્ય છે એ વાત તો છે પણ અહીં કહે છે કે જગતની ચીજોશરીર, મકાન, બંગલા, દાળ, ભાત, રોટલા ઇત્યાદિ–જે અનેક આકારે રહેલી છે તેનું જ્ઞાન આત્મામાં થવા છતાં એ અનેક આકા૨૫ણે જ્ઞાન થતું નથી. અહો !
Please inform us of any errors on rajesh@AtmaDharma.com