________________
Version 001,a: remember to check h††p://www.AtmaDharma.com for updates
૧૮૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૩
અહીં તો એમ સિદ્ધ કર્યું છે કે પુદ્દગલ જે નિમિત્ત છે તેનું આ રાગાદિ કાર્ય છે. આ તો નિમિત્તથી કાર્ય થયું એમ આવ્યું. આમાં ઉપાદાનથી કાર્ય થાય છે એ કયાં ગયું? અરે, ભાઈ! કઈ અપેક્ષાએ કહ્યું છે એ તો સમજ. એ તો નિમિત્તના આશ્રયે રાગ થાય છે માટે તેનો છે, એમ કહી એક પુદ્દગલની જ રચના જાણો-એમ કહ્યું છે. એ પુદ્ગલનું કાર્ય છે પણ ચૈતન્યસ્વભાવનું કાર્ય નથી એમ અપેક્ષા બતાવવી છે. આત્મા વસ્તુ છે એ તો શુદ્ધ ચૈતન્યઘન આનંદઘન એકલી પવિત્રતાનો પિંડ પ્રભુ છે. તેથી એમાંથી અપવિત્ર રાગ કયાંથી રચાય? ભાઈ ! આ મનુષ્યદેહ ચાલ્યો જાય છે હોં! તે પાછો કયારે મળશે? જો આ ન સમજ્યો તો રખડવાના રસ્તે જવું પડશે. ત્યાં પછી કોઈની સિફારસ કામ નહિ લાગે.
અહીં કહે છે કે એ વર્ણાદિ સર્વ ભાવો એક પુદ્દગલના જ છે. ‘સ્ય હિ પુવ્ાસ્ય ’ ‘દિ’ એમ શબ્દ છે. એક પુદ્દગલની જ રચના જાણો એમ કહે છે. આ કઈ અપેક્ષાએ કહ્યું છે? રાગની રચના તો પર્યાયમાં પોતાના ઊંધા પુરુષાર્થથી થાય છે માટે રાગનું પરિણમન જીવનું છે, જીવમાં છે અને તેમાં કર્મ નિમિત્ત છે. કર્મ નિમિત્ત છે, પણ એ નિમિત્ત છે માટે રાગ થાય છે એમ નથી. આ એક સિદ્ધાંત છે. જ્યારે અહીં બીજા સિદ્ધાંતથી કહે છે કે રાગનો આત્મા ર્ડા નથી. આત્મામાં અર્કા નામનો ગુણ છે તેથી રાગને કરવાનો તેનો સ્વભાવ નથી. માટે રાગની રચના પુદ્દગલદ્રવ્યથી છે પણ જીવથી નહિ. પુદ્ગલ કરણ છે અને રાગ એનું કાર્ય છે, કેમકે તે બન્ને અભિન્ન છે. અહીં વસ્તુના સ્વભાવની-ચિદાનંદ-સ્વરૂપ ભગવાનની દૃષ્ટિ કરાવવી છે. અને વસ્તુ છે એ તો એકલો ચૈતન્યઘનપિંડ અકષાયસ્વભાવનો રસકંદ છે. એ કષાયના ભાવને કરે એ કેમ બને ? અકષાયસ્વરૂપમાં કષાયના ભાવનું કરવાપણું છે જ નહિ, માટે આ રાગાદિ છે એ પુદ્દગલની રચના છે માટે એની દષ્ટિ છોડી દે. અહાહા! કહે છે કે પર્યાયબુદ્ધિનો ત્યાગ કર અને ત્રિકાળી વસ્તુસ્વભાવની દૃષ્ટિ કર. ભાઈ! આ કાંઈ વાદવિવાદે પાર પડે એમ નથી. ખેંચતાણ છોડીને ‘જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તહાં સમજવું તેહ' એ ન્યાયે યથાર્થ સમજ કેળવવી જોઈએ.
આ જીવ-અજીવ અધિકાર ચાલે છે. ત્યાં જીવ એને કહીએ કે જે અખંડ અભેદ એકરૂપ ચૈતન્યઘનસ્વરૂપ હોય, એની દષ્ટિ કરતાં સમ્યગ્દર્શન-ધર્મનું પ્રથમ સોપાન પ્રગટ થાય છે. આવા શુદ્ધ જીવની દૃષ્ટિ કરાવવા અહીં રંગ-રાગ અને ભેદના ભાવો એક પુદ્ગલની જ રચના જાણો એમ કહ્યું છે. અહીં તો આત્મા-દ્રવ્યનો પૂર્ણ સ્વભાવ બતાવવો છે. પરંતુ જ્યારે પર્યાયની વાત હોય ત્યારે પર્યાયમાં જીવ પોતે એકલો રાગ કરે છે અને પુદ્દગલ તો એમાં નિમિત્તમાત્ર છે એમ કહેવામાં આવે છે. નિમિત્તથી રાગ થાય છે એમ નથી. વિકારના પરિણમનમાં પરકારકની અપેક્ષા નથી એમ પંચાસ્તિકાયમાં પર્યાયની અસ્તિ સિદ્ધ કરી છે. તથા જ્યારે રાગ થાય છે ત્યારે નિમિત્ત હોય છે એવું પ્રમાણજ્ઞાન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com