________________
Version 001,a: remember to check h††p://www.AtmaDharma.com for updates
૩૨ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૩
સ્વભાવથી વિરુદ્ધ કોલાહલ કરવાથી શું લાભ છે? વસ્તુનો જે ચૈતન્યસ્વભાવ તેનાથી વિરુદ્ધ જે પુણ્ય-પાપના અચેતન ભાવ તેનાથી તને શું લાભ છે? વ્યવહાર સાધન અને નિશ્ચય સાધ્ય એવો કોલાહલ નકામો છે. એ તો નિમિત્તનું જ્ઞાન કરાવવા એમ કહ્યું છે. (ખરેખર વ્યવહા૨ નિશ્ચયનું સાધન નથી ).
‘વિરમ' એ કોલાહલથી તું વિરક્ત થા. આ અધ્યવસાન આદિ ભાવો જીવ છે એવા મિથ્યા વિકલ્પોના કોલાહલથી વિરક્ત થાય. વ્યવહારથી નિશ્ચય થાય, રાગથી વીતરાગતા થાય એવા વસ્તુસ્વરૂપથી વિપરીત કોલાહલથી વિરામ પામ. રાગથી ધર્મ થશે એમ માનનારે રાગને પોતાનો સ્વભાવ માન્યો છે. એણે રાગને જ આત્મા માન્યો છે.
પ્રશ્ન:- નિર્વિકલ્પ અનુભવ થવા પહેલાં છેલ્લે શુભરાગ તો હોય છે ને ?
ઉત્તર:- ભાઈ! એ શુભરાગને છોડીને નિર્વિકલ્પ થયો છે. કાંઇ શુભરાગથી નિર્વિકલ્પ થયો નથી. શુભભાવ છે એ તો વિભાવસ્વભાવ જડસ્વભાવ છે, એ કાંઈ ચૈતન્યસ્વભાવ નથી.
આત્મા એકરૂપ ચૈતન્યઘનસ્વભાવ, ધ્રુવસ્વભાવ, સામાન્યસ્વભાવ, અભેદસ્વભાવ અખંડ ચૈતન્યમાત્ર વસ્તુ છે. હવે કહે છે-‘નિવૃત્ત: સદ્ સ્વયમ્ અપિ પુસ્ ષઘ્નાસમ્ પશ્ય' પોતે નિશ્ચળ લીન થઈને પ્રત્યક્ષ કરીને એક ચૈતન્યમાત્ર વસ્તુને દેખ; એવો છ મહિના અભ્યાસ કર. ચૈતન્યવસ્તુમાં પ્રમેયત્વ નામનો ગુણ છે, તેથી તને એ જ્ઞાનમાં પ્રત્યક્ષ અનુભવમાં આવશે. તેથી તું સ્વરૂપમાં એકાગ્ર થઈને સ્વસંવેદન વડે શુદ્ધ ચિત્તૂપમાત્ર વસ્તુનો અનુભવ કર.
જુઓ, અહીં અમુક ક્રિયાઓ કરે તો આત્મા દેખાય એમ નથી કહ્યું. શ્રીમદ્દ રાજચન્દ્ર પણ કહ્યું છે કેઃ
‘સર્વ જીવ છે સિદ્ધસમ, જે સમજે તે થાય.’
ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યસામાન્યસ્વરૂપ છે. તેને અનુભવ. ‘સ્વયં' શબ્દ છે ને? એટલે કે તેના અનુભવમાં પરની કોઈ અપેક્ષા નથી. ભગવાન આત્મા સીધો સ્વસંવેદનમાં પ્રત્યક્ષ જણાય છે. વિકલ્પોનો કોલાહલ અનુભવમાં મદદગાર નથી પણ અટકાવનાર છે, વિઘ્નકારી છે. નિયમસારમાં ( ગાથા ૨ ની ટીકામાં ) સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ શુદ્ઘરત્નત્રયાત્મક માર્ગ પરમ નિરપેક્ષ કહ્યો છે. વસ્તુનો જે સ્વભાવ છે તેને વળી પ૨ની અપેક્ષા કેવી ?
અહીં કહે છે–‘ જખ્માસન્' છ મહિના ચૈતન્યના અનુભવનો અભ્યાસ કર. ભાઈ, તું વેપાર-ધંધામાં વર્ષોના વર્ષો કાઢે છે. ૨ળવા-કમાવામાં અને બાયડી-છોકરાંની સંભાળ રાખવામાં રાત-દિવસ ચોવીસે ય ક્લાક તું પાપની મજૂરીમાં કાઢે છે. પણ એનું ફળ તો મનુષ્યભવ હારીને ઢોરની ગતિ પ્રાપ્ત થવાનું છે. માટે હે ભાઈ ! તું સર્વ સંસારના
Please inform us of any errors on rajesh@Atma Dharma.com