________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૩
જીવ પોતે ( અશુદ્ધ ઉપાદાન ) વિકારનું કારણ છે એ જ નિશ્ચય કારણ છે. પરંતુ અહીં તો શુદ્ધ જીવ વિકારનું કારણ છે જ નહિ એમ સિદ્ધ કરવું છે. અહીં તો શુદ્ધ ચૈતન્યની દૃષ્ટિ કરાવવી છે ને? અહાહા? શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યવન, નિર્મળાનંદ પ્રભુ એવા ભગવાન આત્મામાં પુણ્ય-પાપને ઉત્પન્ન કરે એવું છે જ શું? તેથી દ્રવ્યસ્વભાવની દૃષ્ટિની અપેક્ષાએ વિકારના પરિણામને પુદ્ગલના કહીને જીવમાંથી કાઢી નાખ્યા છે. પરંતુ કોઈ એમ જ પકડીને બેસી જાય કે વિકારી પર્યાય કર્મની છે, અને કર્મને લઈને છે તો તેને એમ કહ્યું કે વિકાર જીવમાં, જીવથી જીવને લઈને થાય છે ભાઈ ! જો તું પર્યાય છે એને માનતો નથી તો તું મૂઢ છે. તથા તું પર્યાયમાં જ માત્ર લીન છે અને સ્વભાવ-દષ્ટિ કરતો નથી તોપણ તું મૂઢ છે, મૂર્ખ છે. તેથી પ્રથમ પર્યાયની સ્વતંત્રતાનો નિર્ણય કરાવીને પછી, ત્રિકાળ સ્વભાવની દષ્ટિ-શ્રદ્ધાન કરાવવા વિકારના પરિણામ પુદ્ગલના છે એમ અહીં કહ્યું છે.
પ્રશ્ન- એક કાર્યમાં બે કારણ હોય છે ને?
સમાધાન - બે કારણ હોય છે તે બરાબર છે. તે પૈકી એક યથાર્થ વાસ્તવિક કારણ છે અને બીજું ઉપચાર આરોપિત છે. વાસ્તવિક કારણ તો એક જ છે. નિશ્ચયથી સ્વશક્તિરૂપ નિજ ઉપાદાનથી કાર્ય થાય છે. તે વાતને લક્ષમાં રાખીને, નિમિત્તને કારણનો આરોપ કરીને, બે કારણથી કાર્ય થાય છે એમ પ્રમાણજ્ઞાન દર્શાવ્યું છે. નિશ્ચય કારણની વાત રાખીને પ્રમાણજ્ઞાન બીજા નિમિત્ત કારણને ભેળવે છે, નિશ્ચય કારણને ઉડાડીને નહિ. જો નિશ્ચય કારણનો લોપ કરે તો પ્રમાણ જ્ઞાન જ ન થાય, બે કારણ જ સિદ્ધ ન થાય.
અહીં આ ગાથામાં જીવસ્વભાવનું વર્ણન ચાલે છે. આત્માના સ્વભાવમાં યોગનું કંપન થવાનો કોઈ ગુણ નથી. તેથી યોગના કંપનને પુદ્ગલના પરિણામમય કહ્યું છે. ત્યાં ગાથા ૩૭રમાં કહ્યું છે તે અનુસાર કંપનના જે પરિણામ છે તે સ્વદ્રવ્યની જીવની પોતાની પર્યાય છે અને તે પોતાથી થાય છે. પર નિમિત્તથી કે વર્ગણાથી તે ઉત્પન્ન થાય છે એમ નથી. જ્યાં પર્યાય ક્રમબદ્ધ સ્વતંત્રપણે પરિણમે ત્યાં પર શું કરે? પોતાના પરિણામનો ઉત્પાદક પર છે જ નહિ. સર્વવિશુદ્ધજ્ઞાન અધિકારમાં ત્યાં પરિણામની-પર્યાયની સ્વતંત્રતા સિદ્ધ કરી છે. ત્યારે અહીં આ ગાથાઓમાં ત્રિકાળી સ્વભાવનું પરિણમન વિકારી હોઈ શકે નહિ તેથી યોગના કંપનની પર્યાયને પુદ્ગલપરિણામમય દર્શાવીને સ્વભાવની દષ્ટિ કરાવી છે. તથા જ્યાં બે કારણ કહ્યાં છે ત્યાં જે નિશ્ચય ઉપાદાનકારણ છે તેને રાખીને વ્યવહાર કારણ ભેળવ્યું છે; નિશ્ચય કારણને ખોટું પાડીને વ્યવહાર કારણ ભેળવ્યું નથી. નિશ્ચયથી યોગ-કંપન જીવનું જ છે અને જીવથી જ થાય છે એ વાત રાખીને નિમિત્તને ભેળવ્યું છે. નિશ્ચયને ઉડાડીને જો નિમિત્તને ભેળવે તો બે કારણનું યથાર્થ જ્ઞાન-પ્રમાણ-જ્ઞાન થાય જ નહિ, ભાઈ ! જેમ વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે તેમ આ નિમિત્ત પણ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com