________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૬૭ ]
[ ૧૯૫
તન્મય છે એમ પ્રવચનસારમાં (ગાથા ૮માં) કહ્યું છે. જ્યારે અહીં ત્રિકાળી શુદ્ધ દ્રવ્યની અપેક્ષાએ શુભરાગ આત્મા સાથે તન્મય નથી એમ કહ્યું છે. પંચાસ્તિકાયમાં વ્યવહારને સાધક કહ્યો છે એ આરોપિત કથન છે. જ્યારે અહીં-રાગ છે તે નિશ્ચયથી જીવ નથી તો તે સાધન કેમ થાય?-એમ કહે છે. અહા ! લોકોને આકરી લાગે તેવી વાત છે, પણ જે છે તે એમ જ છે.
શંકા- અમે તો ગુરુને પકડ્યા છે. બસ, હવે તે અમને તારી દેશે. અમારે હવે કાંઈ કરવાનું નથી. આ સ્વમત છે કે પરમત છે એની પરીક્ષા પણ અમારે કરવી નથી.
સમાધાન - ભાઈ ! કોણ ગુરુ? પ્રથમ તો પોતે જ પોતાનો ગુરુ છે. શુદ્ધ ચૈતન્યમય નિજ આત્માને પકડે, એનો આશ્રય કરે તો તરાય એમ છે, બાપુ ! પર ગુરુ તારી દેશે એ તો બધી વ્યવહારની વાતો છે. ચારિત્રપાહુડની ૧૪મી ગાથામાં આવે છે કે વેદાંતાદિ અન્યમતમાં માનનારાઓ પ્રતિ ઉત્સાહ થવો, ભાવના થવી, એમની સેવા-પ્રશંસા કરવી અને એમનામાં શ્રદ્ધા થવી એ બધાં મિથ્યાત્વનાં લક્ષણ છે. આકરી વાત, પ્રભુ ! પણ આ તો વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વર જેમના ચરણોને ઇન્દ્રો અને ગણધરો ચૂમે છે એમનો આ માર્ગ છે. સાંભળવા મળવો પણ મુશ્કેલ. પરંતુ જેમને આત્મા જોવો-અનુભવવો હોય એ બધાયને આ માર્ગમાં આવવું પડશે. આવી વાત છે.
અહાહા! શૈલી તો જુઓ! કહે છે કે અજ્ઞાનીઓને અનાદિથી અશુદ્ધ જીવ જ પ્રસિદ્ધ છે. તેથી “અશુદ્ધ-રાગવાળો જીવ છે તે જ્ઞાનમય છે, રાગમય નથી' એમ તેને સમજાવ્યું છે. અહાહા ! “જ્ઞાનમય છે, રાગમય નથી” એમ કહીને અશુદ્ધતા ઉડાવી દીધી છે. અરે! હુજી જેને શ્રદ્ધાનનાં પણ ઠેકાણાં નથી એને વળી આચરણ કેવો? કદાચ તે વ્યવહાર કરે-પાળે તોપણ તે સર્વ આચરણ સંસાર ખાતે જ છે, કેમકે રાગ છે તે સંસારમાં જ પ્રવેશ કરાવનાર છે. અહીં સ્પષ્ટ કહે છે કે વ્યવહારવાળો-રાગવાળો જીવ છે તે નિશ્ચયમય-જ્ઞાનમય જ છે, વ્યવહારમયરાગમય નથી. અહાહા ! પરમ અદ્દભુત વાત છે.
વસ્તુ અનાદિ-અનંત શુદ્ધ વિજ્ઞાનઘન ધ્રુવપ્રવાહરૂપ છે. જેમ પંથ ચાલ્યો જાય છે તેમ ભગવાન આત્મા ધ્રુવ-ધ્રુવ ધ્રુવ એમ પ્રવાહરૂપે શુદ્ધ ચૈતન્યમય છે. તેમાં એક સમય પૂરતો રાગનો સંબંધ છે. હવે આ રાગના સંબંધ વિનાનો જીવ જેણે જોયો નથી એવા અજ્ઞાની જીવને સમજાવતી વખતે આ વ્યવહાર કહ્યો કે “રાગના સંબંધવાળો જીવ.' પણ નિશ્ચયથી એક સમયનો રાગ એ વસ્તુના સ્વભાવમાં નથી. રાગનો-સંસારનો સંબંધ જ એક સમય પૂરતો છે. તેથી એટલો સંબંધ દેખીને, જેણે સંબંધરહિત શુદ્ધ જીવ જોયો નથી તેને બતાવ્યું કે-આ રાગના સંબંધવાળો જીવ જ્ઞાનમય છે. રાગમય નથી.” અહા! વાતને કેવી સિદ્ધ કરી છે! આ “દયાના ભાવવાળો જીવ’ એમ વ્યવહારથી કહ્યું; પણ જીવ દયાના ભાવમય નથી પણ જ્ઞાનમય જ છે. અહા ! શું શૈલી ! વ્યવહાર સમજાવવા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com