________________
Version 001,a: remember to check h††p://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૬૮ ]
[ ૨૦૯
ગુણસ્થાનાદિ કર્મના વિપાકપૂર્વક થાય છે તેથી પુદ્દગલ જ છે, સદાય અચેતન છે, જીવ નથી.
અહાહા ! ગુણસ્થાનોનું પુદ્દગલ સાથે કર્મપણું ત્રણ પ્રકારે સિદ્ધ કર્યું છે. ૧. યુક્તિ, ૨. આગમ, ૩. અનુભવથી.
(૧) એક તો એ કે ગુણસ્થાનો પુદ્દગલના વિપાકપૂર્વક થાય છે માટે પુદ્દગલ જ છે, જીવ નથી. તેમાં યુક્તિ બતાવી કે જવપૂર્વક જે જવ થાય છે તે જવ જ છે. તેમ પુદ્ગલપૂર્વક થતા ગુણસ્થાનો પુદ્દગલ જ છે.
(૨) હવે આગમથી સિદ્ધ કરે છે કે ગુણસ્થાનોનું સદાય અચેતનપણું આગમથી સિદ્ધ છે. નિશ્ચયના આગમનો-પરમાગમનો એ સિદ્ધાંત છે કે ગુણસ્થાન અચેતન છે, પુદ્દગલ છે, કેમકે તે મોહ અને યોગથી થયેલાં છે.
પ્રશ્ન:- આગમમાં તો ગુણસ્થાન આદિ ભાવો જીવના છે એમ છે ને ?
ઉત્તર:- ભાઈ! એ પર્યાયની સિદ્ધિ કરનાર આગમ છે. જ્યારે અહીં તો વસ્તુના સ્વભાવની સિદ્ધિ કરનાર આગમની વાત છે. આ વાત પહેલાં આવી ગઈ છે. અધ્યવસાન આદિ ભાવોને તમે પુદ્ગલના કહો છો પણ સર્વજ્ઞના આગમમાં તો તેમને જીવપણે કહ્યા છે? તેનો ઉત્તર ગાથા ૪૬માં આપ્યો છે કે તે ભાવોને વ્યવહારથી જીવના કહ્યા છે પણ નિશ્ચયથી તેઓ જીવના નથી. આ વ્યવહાર અને નિશ્ચય-જેમ છે તેમ યથાર્થ સમજવા જોઈએ. બે પ્રકાર થયા, હવે ત્રીજો.
(૩) ભેદજ્ઞાનીઓ વડે ચૈતન્યસ્વભાવી આત્માથી ગુણસ્થાનોનું ભિન્નપણું સ્વયં ઉપલભ્યમાન છે. ૪૪મી ગાથામાં પણ આ વાત આવી ગઈ છે. ભગવાન આત્મા ચૈતન્યસ્વભાવથી વ્યાપ્ત ચિદાનંદઘન પ્રભુ છે. એનો ભેદજ્ઞાનીઓ ગુણસ્થાન આદિથી ભિન્નપણે અનુભવ કરે છે. એટલે કે ચૈતન્યના અનુભવમાં એ ગુણસ્થાન આદિ ભેદો આવતા નથી, ભિન્ન રહી જાય છે.
અહાહા ! ચૈતન્યસ્વભાવથી વ્યાસ-પ્રસરેલો પ્રભુ આત્મા છે. તેનો અનુભવ કરનાર ભેદજ્ઞાનીઓ વડે ગુણસ્થાનો આત્માથી ભિન્નપણે સ્વયં ઉપલભ્યમાન છે. અહાહા! જ્ઞાનની જે વર્તમાન પર્યાય અંતરમાં વળે છે તે પર્યાય દ્વારા, આ ગુણસ્થાનો આત્માથી ભિન્ન છે એમ સ્વયં ઉપલભ્યમાન થાય છે. શું કહ્યું? જ્ઞાનીને જે સ્વાનુભૂતિની પરિણતિ થાય છે એનાથી ગુણસ્થાનો (ભેદો ) ભિન્ન રહી જાય છે, એમાં ગુણસ્થાનના ભેદ આવતા નથી. આવી વાત છે, પ્રભુ! આ પ્રમાણે ગુણસ્થાન આદિ પુદ્દગલપૂર્વક થવાથી પુદ્દગલ જ છે, એક વાત. આગમ પણ તેને પુદ્દગલ જ કહે છે, બીજી વાત. અને ચૈતન્યસ્વભાવી આત્માનો અનુભવ કરનાર ભેદજ્ઞાનીઓને પણ તે ગુણસ્થાનો સ્વયં પોતાથી ભિન્ન દેખાય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com