________________
Version 001,a: remember to check h††p://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૬૫-૬૬ ]
[ ૧૮૩
પુદ્દગલના કાર્યને-પુણ્ય-પાપના ભાવોને પુદ્દગલ જ કહેવાય છે, જીવ નહીં. લોકો તો વ્રત પાળવાં, દયા પાળવી, જૂઠું ન બોલવું, બ્રહ્મચર્ય પાળવું ઇત્યાદિને જ પોતાનું સર્વસ્વ માની બેઠા છે. તેમને અહીં કહે છે કે પ્રભુ! સાંભળ. આ બધી પંચમહાવ્રતની વૃત્તિઓ છે તે રાગ છે, આસ્રવ છે અને એ પુદ્દગલનું કાર્ય છે. ચિદાનંદઘન છે સ્વરૂપ જેનું એવા આત્માનું એ કાર્ય નથી. ભાઈ! તારે સુખના પંથે-ધર્મના પંથે જવું હોય તો ચૈતન્યમાત્ર પૂર્ણાનંદઘનસ્વરૂપ વસ્તુ અંદર છે તેમાં જા, તેનો સ્વીકાર કરીને તેમાં જ એકાગ્ર થઈ જા, અને ભેદ, રાગ અને નિમિત્તનું લક્ષ છોડી દે.
ભાઈ! દયા, દાન, વ્રત, તપ, ઇત્યાદિ રાગમાં ધર્મ માનીને તું સંતુષ્ટ થયો છે પણ એ તારો મિથ્યા અભિપ્રાય છે. ભગવાન! તું ભૂલમાં ભરમાઈ ગયો છે. એ વિકલ્પ-રાગની વૃત્તિનું જે ઉત્થાન તે ચૈતન્યના ઘરની ચીજ નથી. પ્રભુ! તારા ચૈતન્યઘરમાં રાગની વૃત્તિ ઊઠે એવી કોઈ શક્તિ નથી. આત્મા અનંત શક્તિઓનું સંગ્રહસ્થાન-ગોદામ છે. એમાં એવી કોઈ શક્તિગુણ નથી જે વિકારને-રાગને ઉત્પન્ન કરે. અહાહા! ચિદાનંદઘનસ્વરૂપ વસ્તુમાં તો ગુણોની એકરૂપ નિર્મળ ધારા વહે, પણ રાગની ધારા વહે એવો આત્મા નથી. આવું કદી સાંભળ્યુંય ન હોય અને એમ ને એમ જિંદગી આંધળે-બહેરી ( ભાન વિના) ચાલી જાય. ભાઈ ! એથી ભવભ્રમણ ન મટે. અહાહા! અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંત આનંદ, અનંત વીતરાગતા, અનંત સ્વચ્છતા એવી અનંત પૂર્ણ શક્તિઓનું આત્મા સંગ્રહસ્થાન છે. એ રાગનું સ્થાન નથી. તો એમાંથી પુણ્ય-પાપનું ઉત્થાન કેમ થાય? પુણ્ય-પાપ ઉપજે એવું ચૈતન્યનું-આત્માનું સ્વરૂપ જ નથી ને.
તથાપિ કોઈ અજ્ઞાની એમ કહે કે અમને તો ભક્તિથી જ કલ્યાણ થશે. દેવ અને ગુરુની અર્પણતાથી ભક્તિ કરીએ એટલે તેઓ અમને તારી દેશે. પરંતુ ભાઈ! કોણ ગુરુ? તારો ગુરુ તો તું જ છો. તને તારી સમજણથી આત્મજ્ઞાન થાય છે માટે તું પોતે જ તારો ગુરુ છો. અહાહા! આત્મા પોતે જ પોતાનો ગુરુ અને પોતે જ પોતાનો દેવ છે. તે પોતે જ તીર્થ અને પોતે જ તીર્થધામ છે. બાકી બધી તો બહારની વ્યવહારની વાતો છે. આ બાહ્ય દેવ-ગુરુ-તીર્થ તો માત્ર પુણ્યનાં કારણ (નિમિત્ત) છે. અહાહા! ભગવાન ત્રણલોકના નાથ જિનેન્દ્રદેવ, ઇંદ્રો અને ગણધરો તથા કરોડો દેવો અને રાજેન્દ્રોની સભામાં જે વાત કરતા હતા તે આ વાત છે. ભાઈ ! સાંભળ ખરો કે આ શું ચીજ છે! એને સાંભળ્યા વિના સાચી સમજણ કયાંથી આવશે ? તારું લક્ષ ત્યાં કેમ જશે ? શ્રીમદે કહ્યું છે કે
‘લક્ષ થવાને તેહનો, કહ્યાં શાસ્ત્ર સુખદાય.
આ શાસ્ત્ર તો આત્માનું-પોતાનું લક્ષ કરાવવા માટે હ્યાં છે. ગુરુ અને દેવ પણ તેનુંએક આત્માનું જ લક્ષ કરાવે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com