________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૬૮ ]
[ ૨૨૫
સાચું જ્ઞાન કહે છે. સમ્યક એકાન્ત તરફ જ્યારે ઢળે છે ત્યારે તેને જે જ્ઞાન થાય છે તે સ્વનું છે, અને તે જ કાળે જે રાગ બાકી છે તે પર્યાયનું પણ જ્ઞાન થાય છે અને તે સાચું અનેકાન્ત છે. સમ્યફ એકાન્ત (શુદ્ધ ચૈતન્યમય વસ્તુ નું જ્ઞાન રાખીને પર્યાયનું જ્ઞાન થાય તે અનેકાન્ત છે.
પ્રમાણજ્ઞાનમાં પણ, ત્રિકાળી શુદ્ધ દ્રવ્યનું-એકાન્ત નિશ્ચયનું જ્ઞાન થાય ત્યારે પર્યાય અને રાગને પણ જાણવા એ પ્રમાણજ્ઞાન છે. તે પ્રમાણજ્ઞાન પણ ખરેખર તો સદભૂત વ્યવહારનયનો વિષય છે, કારણ કે એમાં બે (દ્રવ્ય અને પર્યાય) આવ્યાં ને? અને તે કારણે પ્રમાણ પૂજ્ય નથી. જેમાં પર્યાયનો નિષેધ આવતો નથી એવું પ્રમાણજ્ઞાન પૂજ્ય નથી, જ્યારે નિશ્ચયનયમાં પર્યાયનો નિષેધ આવે છે માટે તે પૂજ્ય છે એમ કહ્યું છે. પ્રમાણજ્ઞાનમાં, નિશ્ચયથી દ્રવ્ય અભેદ છે એવું જ્ઞાન રાખીને એમાં રાગનું, પર્યાયનું જ્ઞાન મેળવ્યું છે. નિશ્ચયના જ્ઞાનને ઉડાડીને રાગનું, પર્યાયનું જ્ઞાન મેળવ્યું છે એમ નથી. જો નિશ્ચયનું જ્ઞાન ઉડાડે તો તે પ્રમાણજ્ઞાન જ નથી, ત્રિકાળી દ્રવ્ય શુદ્ધ છે એવું જ્ઞાન રાખીને, તે ઉપરાંત પર્યાયનું જ્ઞાન કર્યું ત્યારે જ્ઞાન પ્રમાણજ્ઞાન-સમ્યજ્ઞાન થયું છે. “દ્રવ્ય શુદ્ધ છે” એવું નિશ્ચયનું જ્ઞાન તે સમ્યક એકાન્ત છે. આ નિશ્ચયના જ્ઞાનને ઉડાડીને, જો રાગનું જ્ઞાન થાય તો તે પ્રમાણજ્ઞાન જ નથી. આવો ઝીણો માર્ગ છે, પણ આ જ માર્ગ છે. સૂક્ષ્મ કહો કે ઝીણો કહો; વસ્તુ આ જ છે.
અહાહા ! ‘રૂમ ચૈતન્યમ'-રૂમ એટલે આ. આ એટલે આ અનાદિ, અનંત, ચળાચળતા રહિત, સ્વસંવેદ્ય પ્રગટ વસ્તુ છે તે ચૈતન્યસ્વભાવમય છે. આત્મા વીતરાગ સર્વજ્ઞસ્વરૂપ ચૈતન્યસ્વભાવમય છે અને તે ચૈતન્યની નિર્મળ પરિણતિ દ્વારા જણાય એવો પ્રત્યક્ષ છે. વીતરાગ સર્વજ્ઞ પરમાત્મા ત્રણલોકના નાથ સભામાં ઇન્દ્રોને એમ કહેતા હતા કે પ્રભુ! જેમ અમે વીતરાગ સર્વજ્ઞ છીએ એમ તું પણ વીતરાગ સર્વજ્ઞસ્વરૂપ છે. અમે વીતરાગસ્વભાવમાંથી જ વીતરાગ થયા છીએ. માટે કહીએ છીએ કે વીતરાગ ચૈતન્યસ્વરૂપ આત્મા વીતરાગ પરિણતિ દ્વારા જણાય એવો પ્રત્યક્ષ છે. અહાહા ! વીતરાગદેવે વસ્તુ વીતરાગ જ્ઞ-સ્વરૂપ કહી છે અને એને જાણનારી પરિણતિ પણ વીતરાગતામય જ કહી છે. પ્રભુ! જો તું જિનસ્વરૂપ ન હોય તો જિનપણું પર્યાયમાં ક્યાંથી પ્રગટ થશે? અહા ! તું ચૈતન્યસ્વભાવી આત્મા જિનસ્વરૂપ જ છો અને તેને જાણનારી પર્યાય વીતરાગ-પરિણતિ જ છે. આ વીતરાગ પરિણતિ ધર્મ છે. લોકોને આ સમજવાની નવરાશ ન મળે એટલે સામાયિક, પોહા અને પ્રતિક્રમણ ઇત્યાદિ ક્રિયાકાંડ કરે અને માને કે ધર્મ થઈ ગયો. પણ બાપુ! એ તો બધા રાગના પ્રકાર છે અને એનાથી ચૈતન્યસ્વરૂપ આત્મા જણાતો નથી.
હવે આગળ કહે છે કે આ ચૈતન્ય કેવું છે? કે “:
વાયતે' અત્યંતપણે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com