________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૩
અજ્ઞાની એમ કહે છે કે કાળપથી જુદો કોઈ કોલસો નથી તેમ અધ્યવસાનથી જુદો આત્મા નથી. તેને યુક્તિથી ઉત્તર આપે છે કે કાળપથી ભિન્ન જેમ સુવર્ણ છે તેમ અધ્યવસાનથી ભિન્ન અન્ય ચિસ્વભાવમય આત્મા છે. સોનામાં જે કાળપ દેખાય છે એનાથી સોનું ભિન્ન છે. જે કાળપ છે તે સોનું નથી પણ મેલ છે. તેમ પર્યાયમાં જે પુણ્ય-પાપના ભાવ છે તે આત્મા નથી. એ તો મેલ છે. આ પ્રમાણે કાળપથી ભિન્ન સુવર્ણની જેમ અધ્યવસાનથી ભિન્ન ચિસ્વભાવમય જીવ છે એમ યુક્તિ કહી.
હવે અનુભવની વાત કહે છે કે-ભેદજ્ઞાન કરનારાઓને રાગથી–અધ્યવસાનથી જુદો જીવ સ્વયં ઉપલભ્યમાન છે. અહાહા! અખંડ એક જ્ઞાનાનંદસ્વભાવી આત્માને ભેદજ્ઞાનીઓ અધ્યવસાનથી ભિન્ન પ્રત્યક્ષ જુદો અનુભવે છે. અધ્યવસાનથી જુદો એટલે એના આશ્રય અને અવલંબન વિના પોતે પોતાથી જ પ્રાપ્ત થાય છે, અનુભવમાં આવે છે. અહો ! શું અદ્ભુત ટીકા છે! આને સિદ્ધાંત અને આગમ કહેવાય. એકલું ન્યાયથી ભરેલું છે! કહે છે કે રાગનું લક્ષ છોડીને સ્વભાવ પ્રતિ દષ્ટિ કરતાં ભેદજ્ઞાની સમકિતીઓને રાગથી ભિન્ન ચિસ્વભાવમય જીવ અનુભવમાં આવે છે.
જુઓ અહીં આગમ, યુક્તિ અને અનુભવથી એમ સિદ્ધ કર્યું કે આ અધ્યવસાનાદિ ભાવો જીવ નથી પરંતુ એમનાથી ભિન્ન શુદ્ધ ચૈતન્યમય વસ્તુ જીવ છે. આવી વાત બીજે કય ય છે નહિ. વસ્તુને સિદ્ધ કરવા કેટકેટલો ન્યાય આપ્યો છે! ઇન્દ્રિયો અને રાગના આશ્રય વિના ભેદજ્ઞાનીઓને સ્વયં શુદ્ધ જીવવસ્તુ અનુભવમાં આવે છે. પોતે પોતાથી જ અનુભવમાં આવે છે. વ્યવહાર સાધન અને નિશ્ચય સાધ્ય એમ જ્યાં કહેલું છે ત્યાં એ નિમિત્ત બતાવવા વ્યવહારનયથી કથન કરેલું છે. ભાઈ ! વસ્તુ તો રાગાદિથી ભિન્ન ત્રિકાળ શુદ્ધ ચૈતન્યસ્વભાવમય છે અને તે તેની સન્મુખ થતાં અનુભવમાં આવે છે.
સ્વસમ્મુખતાનો અભ્યાસ ન હોવાથી આ વાત કઠણ લાગે છે. અનાદિથી પર તરફ વલણ જઈ રહ્યું છે અને અંતર્મુખ વાળવું એ જ પુરુષાર્થ છે. જે પર્યાય રાગાદિ ઉપર ઢળેલી છે એને તો કાંઈ અંદર વાળી શકાય નહિ. પણ જ્યાં દૃષ્ટિ દ્રવ્ય ઉપર જાય છે ત્યાં તે જ ક્ષણે પર્યાય સ્વયં અંતરમાં ઢળેલી હોય છે. ત્યારે તેને અંતરમાં વાળી એમ કહેવાય છે.
અહીં ટીકામાં “સ્વયમેવ ઉત્પન્ન થયેલા એવા રાગદ્વેષ એમ કહ્યું છે ત્યાં એમ અભિપ્રાય છે કે તેઓ (રાગદ્વેષ) આત્માથી ઉત્પન્ન થયા નથી. તથા “ભેદજ્ઞાનીઓ વડે સ્વયં ઉપલભ્યમાન” છે એમ કહીને એમ બતાવવું છે કે આત્માનો અનુભવ કરવામાં અન્ય ( રાગ, ઇન્દ્રિયો આદિ) કોઈની અપેક્ષા નથી. આત્મા પોતે પોતાથી જ અનુભવમાં આવે છે.
ભાઈ ! આવા યથાર્થ સ્વરૂપનો પ્રથમ નિર્ણય તો કર. અહાહા ! વસ્તુ આવી સહજ શુદ્ધ ચિસ્વભાવમય છે એવો વિકલ્પ સહિતના જ્ઞાનમાં નિર્ણય તો કર. શ્રી સમયસાર
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com