________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૨ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૩
કારણે છે, કર્મના કારણે નહિ. ગોમટસારમાં આવે છે કે “ભાવનંસુપ૩૨T' નિગોદના જીવને ભાવકલંક (ભાવકર્મ) સુપ્રચુર છે. ત્યાં દ્રવ્યકર્મની પ્રચુરતા નથી લીધી. તેના ઉપાદાનમાં અશુદ્ધતાની-ભાવકલંકની ઉગ્રતા છે અને તે પોતાના કારણે છે. હવે અહીં કહે છે કે એ સંકલેશસ્થાનોના જે અસંખ્ય પ્રકાર છે તે બધાય જીવને નથી કારણ કે તે પુદ્ગલના પરિણામમય હોવાથી અનુભૂતિથી ભિન્ન છે. શુદ્ધ દ્રવ્યસ્વભાવના આશ્રયે જે નિર્મળ અનુભૂતિ થાય છે તેમાં આ સંકલેશસ્થાનો આવતાં નથી, ભિન્ન રહી જાય છે માટે તે જીવને નથી. આવી વાત છે.
૨૬. કષાયના વિપાકનું મંદપણું જેમનું લક્ષણ છે એવાં જે વિશુદ્ધિસ્થાનો તે બધાંય જીવને નથી. રાગની મંદતાના જે અસંખ્ય પ્રકાર (શુભભાવ) છે તે જીવને નથી એમ કહે છે. પર્યાયમાં જે અસંખ્ય પ્રકારના શુભભાવ થાય છે તે, જ્ઞાનાનંદ સ્વરૂપ છે જેનું એવા શુદ્ધ આત્મામાં નથી. તે બધાય ભાવથી ભગવાન આત્મા ભિન્ન છે. કેમ ભિન્ન છે? કેમકે શુદ્ધ આત્મદ્રવ્યની અનુભૂતિથી તેઓ ભિન્ન રહે છે. આત્માથી ભિન્ન છે એમ કહીને દ્રવ્ય લીધું અને અનુભૂતિથી ભિન્ન કહીને વર્તમાન પર્યાયની વાત લીધી.
ભાઈ ! વીતરાગનો માર્ગ બહુ સૂક્ષ્મ છે. શુભભાવ કરીને પણ અજ્ઞાન વડે અનાદિથી જન્મ-મરણના ૮૪ના ફેરામાં ફરી રહ્યો છે. અહીં કહે છે કે જે શુકલલેશ્યાના શુભભાવ કરીને નવમી રૈવેયક ગયો તે શુભભાવ પણ વસ્તુમાં-આત્મામાં નથી. છતાં શુભભાવથી કલ્યાણ થશે એમ માને છે એ મોટું અજ્ઞાન છે. ભાઈ ! અન્ય જીવોની રક્ષાનો શુભભાવ હો કે જે વડે તીર્થકરગોત્ર બંધાય તે શુભભાવ હો-એ સઘળાય શુભભાવ શુદ્ધ જીવવસ્તુમાં નથી. કેમ? કેમકે શુદ્ધ જીવવસ્તુનો અનુભવ થતાં, અનુભૂતિથી તે સઘળાય શુભભાવો ભિન્ન રહી જાય છે, અનુભવમાં આવતા નથી.
પ્રશ્ન- શુભભાવ જીવને નથી તો શું જડને છે? ક્ષાયિક ભાવના સ્થાનો જીવને નથી તો શું જડને છે? ક્ષાયિકભાવ તો સિદ્ધનેય છે. સાતમી ગાથામાં કહ્યું કે-જ્ઞાનીને દર્શન, જ્ઞાન, ચારિત્ર નથી તો શું અજ્ઞાનીને હોય છે? જડને હોય છે?
સમાધાન- ભગવાન! જરા ધીરજથી સાંભળ, ભાઈ. તે ભેદો દ્રવ્યસ્વભાવમાં નથી એમ કહેવું છે. જે અપેક્ષાએ વાત ચાલતી હોય તે અપેક્ષાએ વાતને સમજવી જોઈએ. બાપુ! જ્ઞાનીને એટલે કે જ્ઞાયકભાવમાં આ જ્ઞાન, દર્શન, ચારિત્ર એવા ભેદ નથી. જ્ઞાયક તો અભેદ ચિત્માત્ર વસ્તુ છે. વળી જ્ઞાન, દર્શન, આદિ ભેદનું લક્ષ કરવા જતા રોગ થાય છે. તેથી અભેદની દૃષ્ટિ કરાવવા ભેદ નથી એમ કહ્યું છે. જ્ઞાયકની દષ્ટિ થતાં દર્શન-જ્ઞાન-ચારિત્રના ભેદો જ્ઞાયકમાં ભાસતા નથી. આવી વાત અભ્યાસ વિના સમજવી કઠણ પડ પણ શું થાય ? આ વાતને અંતરમાં બેસાડવા તેને ઉગ્ર પુરુષાર્થ કરવો જોઈએ.
પર્યાયમાં જે કાંઈ શુભભાવ-કષાયની મંદતાનાં વિશુદ્ધિસ્થાન થાય છે તે બધા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com