________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૫૦ થી ૫૫ ]
| [ ૧૦૫
ઉત્તરઃ- ભાઈ ! સ્વરૂપની સમજણ વિના જ અનંતકાળથી જીવ સંસારમાં પરિભ્રમણ કરે છે. શ્રીમદે પણ એ જ કહ્યું છે ને કે:
સર્વ જીવ છે સિદ્ધસમ, જે સમજે તે થાય, સદ્દગુરુ આજ્ઞા જિનદશા, નિમિત્ત કારણ માંય.'
અહીં આ બોલમાં એક વિશેષતા છે. બીજા બધા બોલમાં સમુચ્ચય લીધું છે. જેમકે પ્રીતિરૂપ રાગ છે તે બધોય જીવને નથી કારણ કે તે પુદ્ગલ દ્રવ્યના પરિણામમય હોવાથી અનુભૂતિથી ભિન્ન છે.' આ બોલમાં જે સ્વપરની એક્તાબુદ્ધિના ભાવ-અધ્યવસાય કહ્યા તે વિશુદ્ધ ચૈતન્યપરિણામથી જુદા લક્ષણવાળા કહ્યા છે. અહીં એમ કહેવું છે કે નિજ સ્વરૂપના આશ્રયે જે વિશુદ્ધ ચૈતન્યપરિણામ થાય તેમાં આ મિથ્યા અધ્યવસાય આવતા નથી, ઉપજતા નથી, અભાવરૂપ રહે છે. તથા અધ્યવસાયમાં-સ્વપરની એક્તા-બુદ્ધિના ભાવમાં વિશુદ્ધ ચૈતન્યપરિણામ રહેતા નથી, ઉપજતા નથી. બીજા બોલ કરતાં આમાં આ વિશેષતા લીધી છે કે સ્વપરની એક્તાબુદ્ધિમાં ચૈતન્યના વિશુદ્ધ પરિણામ નથી અને ચૈતન્યના વિશુદ્ધ પરિણામ થતાં સ્વપરની એક્તાબુદ્ધિ રહેતી નથી.
પ્રશ્ન- અમારે વેપાર-ધંધો કરવો, કુટુંબાદિનું ભરણ-પોષણ કરવું, ઈજ્જત-આબરૂ સાચવવી કે પછી બસ આ જ સમજવું ?
ઉત્તર- ભાઈ ! હિત કરવું હોય તો માર્ગ તો આ જ છે, બાપુ! સ્વપરના એકત્વપરિણમનમાં તારી ચડતી દેગડી ઉડી જાય છે એ તો જો હું પરનું કરી શકું, વેપાર કરી શકું, પૈસા કમાઈ શકું, પૈસા રાખી શકું, બીજાને આપી શકું, વાપરી શકું, કુટુંબનું પોષણ કરી શકું, પરની દયા પાળી શકું તથા આબરૂ સાચવી શકું, -ઇત્યાદિ જે સ્વપરની એક્તાબુદ્ધિના અધ્યવસાય છે તે વિશુદ્ધ ચૈતન્યના પરિણામથી વિલક્ષણ છે, જુદા છે. એ મિથ્યા અધ્યવસાયની હયાતીમાં શુદ્ધ ચૈતન્યપરિણામ ઉત્પન્ન થતા નથી એ તો જો. અહીં ટીકામાં કહ્યું છે ને કેસ્વપરના એકપણાનો અધ્યાસ હોય ત્યારે, વિશુદ્ધ ચૈતન્યપરિણામથી જુદાપણું જેમનું લક્ષણ છે એવાં જે અધ્યાત્મસ્થાનો તે જીવને નથી કેમકે તે પુદગલદ્રવ્યના પરિણામમય હોવાથી અનુભૂતિથી ભિન્ન છે.” અધ્યાત્મસ્થાનો એટલે આત્માની નિર્મળતાનાં સ્થાનો એમ અર્થ નથી. અધ્યાત્મસ્થાનોનો અર્થ સ્વપરની એકત્વબુદ્ધિનો અધ્યવસાય છે, એ અધ્યવસાય વિશુદ્ધ ચૈતન્યપરિણામથી જુદો છે. અરે, જુદાપણું જ તેનું લક્ષણ છે. બહુ સૂક્ષ્મ વાત! અહો! આવી વાત દિગંબરોના શાસ્ત્રો સિવાય બીજે કયાંય નથી.
અધ્યાત્મસ્થાનો સઘળાય જીવને નથી. કેમ નથી? તો કહે છે કે તેઓ વિશુદ્ધ ચૈતન્યપરિણામથી જુદા લક્ષણવાળા છે. ચિદાનંદઘન ભગવાન આત્માના આશ્રયે જે સ્વરૂપ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com