________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૪ ]
| પ્રવચન રત્નાકર ભાગ-૩
છે તે લેવી. આ કાય છે તે જીવને નથી કેમકે તે પુગલના પરિણામમય છે.
હવે યોગ એટલે મન-વચન-કાયાના નિમિત્તે જે અંદર આત્મામાં યોગની ક્રિયાકંપના થાય છે તે જીવને નથી કેમકે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય છે. આની વાત પહેલાં વિસ્તારથી આવી ગઈ છે.
તેવી રીતે પુરુષાદિ વેદના જે પરિણામ છે તે બધાય જીવને નથી કેમકે તે પુદ્ગલના પરિણામ છે. જે ત્રણ પ્રકારના વેદના પરિણામ થાય છે તે તેની જન્મક્ષણ છે તેથી પોતાથી થાય છે. તેને પરની અપેક્ષા નથી, તેમ જ દ્રવ્ય-ગુણની પણ અપેક્ષા નથી. દ્રવ્ય-ગુણની અપેક્ષા તેને કેમ હોય? કારણ કે દ્રવ્ય-ગુણ તો શુદ્ધ છે. અને પરની અપેક્ષા પણ કેમ હોય? કારણ કે પર તો ભિન્ન છે. તો પછી બે કારણ કેમ કહ્યા છે? એ તો પ્રમાણજ્ઞાન કરાવવા કહ્યું છે. વળી જે વાસના ઉત્પન્ન થાય છે તે છે તો જીવની પર્યાય. પરંતુ ત્રિકાળી દ્રવ્ય-સ્વભાવમાં તે નથી તથા સ્વભાવની દષ્ટિ કરતાં તે પરિણામ જીવમાંથી નીકળી જાય છે તેથી તે વાસનાના પરિણામને અહીં પુદ્ગલના પરિણામ કહ્યા છે.
બીજી રીતે કહીએ તો વેદનો ભાવ જે વિકારની વાસના થાય છે તેનું અશુદ્ધ ઉપાદાનકારણ તો પોતે જ છે, તથા જડ વેદનો ઉદય તેમાં નિમિત્ત છે. અહીં ઉપાદાન કારણની સાથે
વારિક કારણ જે નિમિત્ત છે તેને ભેળવીને પ્રમાણજ્ઞાન કરાવ્યું છે. પરંતુ તેથી કરીને પર નિમિત્તથી વિકારની વાસના થાય છે એમ ન સમજવું. પોતાની પર્યાયમાં વિકાર પોતાથી થાય છે, તે પરકારકની અપેક્ષા રાખતો નથી. (જાઓ પંચાસ્તિકાય ગાથા ૬ર)
પ્રશ્ન:- જો વિકાર પરથી ન થાય અને પોતાથી થાય તો તે સ્વભાવ થઈ જશે?
ઉત્તર:- વિકારપણે થવાનો પર્યાયનો સ્વભાવ છે. સ્વરા ભવનં સ્વભાવ: પોતાથી તે પર્યાય થાય છે માટે તે સ્વભાવ છે. વિકાર પણ તે સમયનું સત્ છે કે નહીં? (હા, છે). તો નિશ્ચયથી સને કોઈ હેતુ હોઈ શકે નહિ. ઉત્પાદ, વ્યય, ધ્રુવ ત્રણેય સત્ છે. ભલે ઉત્પાદ કે વ્યય વિકારરૂપ હો, પણ તે સત્ છે, અને સત્ અહેતુક હોય છે. તે કાળનું તે સ્વતંત્ર સત્ છે તો તેમાં અસની (તેનાથી અન્યની) અપેક્ષા કેમ હોય? પરંતુ અહિંયા તો તે સને ત્રિકાળી સની અપેક્ષા પણ નથી. વિકારી પર્યાય પોતાની અપેક્ષાએ, વર્તમાન સત્ હોવા છતાં, તેને અપેક્ષાએ પુદ્ગલના પરિણામ કહ્યા છે. વિકારી પર્યાય વર્તમાન સનું સત્ત્વ છે તે અપેક્ષાએ જોઈએ તો વિકારી વેદના પરિણામ પોતાથી થાય છે. તે વેદકર્મના ઉદયથી આત્મામાં થયા છે એમ બીલકુલ નથી. અહો ! વીતરાગનો પંથ પરમ અદ્દભૂત છે! શ્રી બનારસીદાસે પણ કહ્યું છે કે
જ્ઞાન નૈન કિરિયા ચરન, દોઊ શિવમગ ધાર; ઉપાદાન નિહુચે જહાઁ, તહાં નિમિત વ્યવહાર. ૩
Please inform us of any errors on rajesh@AtmaDharma.com