________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૫૦ થી ૫૫ ]
[ ૧૧૫
ઉપાદાન નિજ ગુણ જહાઁ, તહાં નિમિત્ત પર હોય; ભેદજ્ઞાન પરવાન વિધિ, વિરલા બૂઝે કોય. ૪ ઉપાદાન બલ જહાઁ તહૉ, નહિ નિમિત્તકો દાવ; એક ચક્રસૌ રથ ચલૈ, રવિ કો યહૈ સ્વભાવ. ૫
હવે કષાયની વાત કરે છે. ક્રોધ, માન, માયા, લોભના પરિણામ શુભ કે અશુભ ભાવ તે બધાય કષાય છે. જે ભાવે તીર્થકરગોત્ર બંધાય તે ભાવ પણ પુદ્ગલના પરિણામ છે ભગવાન આત્મા તો અકષાયસ્વરૂપ વીતરાગમૂર્તિ પ્રભુ છે. તેમાં તે પરિણામ-કષાયના પરિણામ નથી. જો કે કષાયના પરિણામ જીવની પર્યાયમાં છે અને તે નિશ્ચયથી પોતાથી થયા છે, પરકારકથી નહિ. પણ સ્વભાવની દષ્ટિએ જોતાં, તે કષાયના પરિણામ સ્વભાવભૂત નથી અને પર્યાયમાંથી નીકળી જાય છે માટે તેમને પુદ્ગલના પરિણામ કહ્યા છે. જો કષાયની ઉત્પત્તિ બે કારણથી કહીએ તો નિમિત્ત કારણને ભેળવીને ઉપચારથી કહી શકાય. પરંતુ નિમિત્તકારણ તે ખરું કારણ નથી. અહીં તો સિદ્ધાંત શું છે તે વાતનો નિર્ણય કરાવે છે. સિદ્ધાંત એમ છે કે-જે દ્રવ્યને જે પર્યાય જે કાળે ઉત્પન્ન થવાની છે તે દ્રવ્યને તે પર્યાય તે કાળે પોતાના કારણે થાય છે, પરથી કે નિમિત્તથી થતી નથી. આવી સ્પષ્ટ વાત છે.
તેવી રીતે જ્ઞાનના ભેદો પણ આત્મામાં-ત્રિકાળી શુદ્ધ એક જ્ઞાયકભાવમાં નથી. આ મતિ, શ્રત, આદિ જ્ઞાનના ભેદો તે જીવને નથી કેમકે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય છે. અહાહા...! ગજબ વાત છે! ચૈતન્યસ્વભાવી શુદ્ધ જીવવસ્તુ ત્રિકાળ એકરૂપ અભેદ છે. તેમાં જ્ઞાનમાર્ગણાનો-જ્ઞાનના ભેદોનો અભાવ છે. અભેદસ્વભાવમાં ભેદનો અભાવ છે એમ કહેવું છે. શ્રી નિયમસારની શુદ્ધભાવ અધિકારની ૪૩મી ગાથામાં કહ્યું છે કે શુદ્ધભાવમાં માર્ગણાસ્થાનો નથી અને અહીં જે કહ્યું કે જીવને માર્ગણાસ્થાનો નથી તે બન્ને એક જ વાત છે. શુદ્ધભાવમાં વિકલ્પ (ભદ) જેનું લક્ષણ છે તેવાં માર્ગણાસ્થાનો નથી. શુદ્ધભાવ એટલે કે દષ્ટિનો વિષય જે ત્રિકાળ શુદ્ધ અભેદ જીવવસ્તુ છે તેમાં જ્ઞાનના ભેદો નથી. પાંચ જ્ઞાન અને અજ્ઞાનના ત્રણ ભેદો તે બધાય જ્ઞાનના ભેદો અભેદ ચૈતન્યસ્વરૂપમાં નથી. ભેદ છે તે ખરેખર વ્યવહાર છે અને તેથી તે ત્રિકાળી સ્વભાવમાં-નિશ્ચય સ્વરૂપમાં નથી એમ અહીં કહેવું છે. પર્યાયમાં જે જ્ઞાનના ભેદો છે તે અશુદ્ધ નિશ્ચયથી જીવના છે. પરંતુ શુદ્ધ નિશ્ચયથી જોઈએ તો તે જ્ઞાનનાં ભેદસ્થાનો શુદ્ધ જીવવસ્તુમાં નથી.
પ્રશ્ન:- બંધનું કારણ નિમિત્ત-રાગાદિ એક હોવા છતાં પ્રકૃતિ ભિન્ન ભિન્ન બંધાય છે અને તેની સ્થિતિ પણ ભિન્ન ભિન્ન પડે છે તેનું કારણ શું?
ઉત્તર:- પોતાના ઉપાદાનના કારણે એમ થાય છે. જેમકે દશમા ગુણસ્થાને જે રાગ છે તેનાથી છ કર્મ બંધાય છે. તેમાંથી જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીયની અંતઃમૂહુર્ત, વેદનીય (સાતા)ની ૧૨ મૂહુર્ત, નામ અને ગોત્રની આઠ મૂહુર્ત તથા અંતરાય કર્મની
Please inform us of any errors on rajesh@AtmaDharma.com