________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૪૬
यद्यध्यवसानादयः पुद्गलस्वभावास्तदा कथं जीवत्वेन सूचिता इति चेत्
ववहारस्स दरीसणमुवएसो वण्णिदो जिणवरेहिं। जीवा एदे सव्वे अज्झवसाणादओ भावा।।४६ ।।
व्यवहारस्य दर्शनमुपदेशो वर्णितो जिनवरैः। जीवा एते सर्वेऽध्यवसानादयो भावाः।। ४६ ।।
હવે પૂછે છે કે જો અધ્યવસાનાદિ ભાવો છે તે પુગલસ્વભાવો છે તો સર્વજ્ઞના આગમમાં તેમને જીવપણે કેમ કહેવામાં આવ્યા છે ? તેના ઉત્તરનું ગાથાસૂત્ર કહે છે:
વ્યવહાર એ દર્શાવિયો જિનવર તણા ઉપદેશમાં, આ સર્વ અધ્યવસાન આદિ ભાવ જ્યાં જીવ વર્ણવ્યા. ૪૬.
ગાથાર્થઃ- [ત્તે સર્વે ] આ સર્વ [ અધ્યવસાય: ભાવ:] અધ્યવસાનાદિ ભાવો છે તે [ નીવડ] જીવ છે એવો [નિવરે.] જિનવરોએ [ ૩પવેશ: વર્ણિત:] જે ઉપદેશ વર્ણવ્યો છે તે [ વ્યવIRચ ટર્શનમ્] વ્યવહારનય દર્શાવ્યો છે.
ટીકાઃ- આ બધાય અધ્યવસાનાદિ ભાવો જીવ છે એવું જે ભગવાન સર્વજ્ઞદેવોએ કહ્યું છે તે, જોકે વ્યવહારનય અભૂતાર્થ છે તોપણ, વ્યવહારનયને પણ દર્શાવ્યો છે; કારણ કે જેમ પ્લેચ્છભાષા મ્લેચ્છોને વસ્તુસ્વરૂપ જણાવે છે તેમ વ્યવહારનય વ્યવહારી જીવોને પરમાર્થનો કહેનાર છે. તેથી, અપરમાર્થભૂત હોવા છતાં પણ, ધર્મતીર્થની પ્રવૃત્તિ કરવા માટે (વ્યવહારનય) દર્શાવવો ન્યાયસંગત જ છે. પરંતુ જો વ્યવહાર ન દર્શાવવામાં આવે તો, પરમાર્થે (-પરમાર્થનયે) શરીરથી જીવ ભિન્ન દર્શાવવામાં આવતો હોવાથી, જેમ ભસ્મને મસળી નાખવામાં હિંસાનો અભાવ છે તેમ, ત્રસસ્થાવર જીવોનું નિઃશંકપણે મર્દન (વાત) કરવામાં પણ હિંસાનો અભાવ ઠરશે અને તેથી બંધનો જ અભાવ ઠરશે; વળી પરમાર્થ દ્વારા રાગ-દ્વેષ-મોહથી જીવ ભિન્ન દર્શાવવામાં આવતો હોવાથી, “રાગી, દ્વેષી, મોહી જીવ કર્મથી બંધાય છે તેને છોડાવવો”—એમ મોક્ષના ઉપાયના ગ્રહણનો અભાવ થશે અને તેથી મોક્ષનો જ અભાવ થશે. (આમ જો વ્યવહારનય ન દર્શાવવામાં આવે તો બંધ-મોક્ષનો અભાવ ઠરે છે.)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com