________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૯ થી ૪૩ ]
[ ૧૧
તેનાથી કોઈ જુદો આત્મા અમને જણાતો નથી. દ્રવ્ય કર્મનાં ઉદયને અને ભાવકર્મને એકમેક માનનારાઓનો આવો અભિપ્રાય છે.) આત્મા ત્રિકાળ શુદ્ધ ચિતૂપ વસ્તુ છે. તેને નહીં જાણવાથી સ્વરૂપથી ખસીને રાગાદિ કર્મરૂપી જે ક્રિયા તેમાં જે રહ્યો હતો, છે અને રહેશે તે આત્મા છે એમ કોઈ માને છે. સંસરણક્રિયારૂપે ક્રીડા કરતું જે કર્મ છે તે જ આત્મા છે. અર્થાત્ કર્મને લઈને જીવ રખડે છે અને કર્મની ક્રિયા આત્માની ક્રિયા છે એમ જેઓ માને છે તેમને અહીં મૂઢ, નપુંસક કહ્યા છે.
વળી, કોઈ કહે છે કે તીવ્ર-મંદ અનુભવથી ભેદરૂપ થતાં, દુરંત રાગરૂપ રસથી ભરેલાં અધ્યવસાનોની જે સંતતિ તે જ જીવ છે, કારણ કે તેનાથી અન્ય જુદો કોઈ જીવ દેખવામાં આવતો નથી. એટલે કેટલાક અજ્ઞાનીઓ એમ કહે છે કે-બહુ તો રાગ તીવ્રમાંથી મંદ થાય અને મંદમાંથી તીવ્ર થાય, પણ રાગનો અભાવ થાય એવું સ્વરૂપ છે નહિ. આત્મા રાગથી રહિત થઈ શકે એવું એનું સ્વરૂપ નથી. રાગ દુરંત છે એટલે કે તેનો અંત આવી શકે નહિ. રાગની સંતતિ જે અનાદિ છે એ જ આત્મા છે. રાગની સંતતિથી રહિત આત્માનું કોઈ સ્વરૂપ નથી.
ઘણા એમ કહે છે કે જીવનો મોક્ષ થાય પછી પણ તે પાછો ભવ (જન્મ) ધારણ કરે. અરે ભાઈ, એ વાત તદ્દન ખોટી છે. શું ચણો શેકાઈ ગયા પછી તે ફરીને ઉગતો હશે? જેને અંદર દષ્ટિમાં શુભભાવનો નિષેધ થયો તે ફરીને કદી શુભભાવને કરતો નથી (તેનો ક્ત થતો નથી) તો પછી મુક્ત થઈ ગયા પછી રાગ કરે અને સંસારમાં આવે એ તો અજ્ઞાનીઓની મિથ્યા કલ્પના છે.
અજ્ઞાનીએ રાગના રસ વિનાનો આત્મા અનાદિકાળમાં (ભૂતકાળમાં) જોયો નથી અને ભવિષ્યમાં પણ અનંતકાળ એવો જ (રાગરસ યુક્ત જ) રહેશે એમ તે માને છે; તે રાગની સંતતિને જ આત્મા કહે છે.
વળી, કોઈ કહે છે કે નવી અને પુરાણી અવસ્થા ઇત્યાદિ ભાવે પ્રવર્તતું જે નોકર્મ-શરીર તે જ જીવ છે કારણ કે શરીરથી અન્ય જુદો કોઈ જીવ જોવામાં આવતો નથી. આત્મા દેખવામાં આવતો નથી એમ તેઓ કહે છે; પણ ભાઈ! દેખવામાં આવતો નથી એવો નિર્ણય કોની ભૂમિકામાં થાય છે? જે ભૂમિકામાં એવો નિર્ણય થાય છે એ જ આત્મા છે. એટલે એ રીતે એમાં આત્માનું અસ્તિત્વ જ સિદ્ધ થઈ જાય છે.
વળી અજ્ઞાનીઓ આત્માના ભિન્ન અસ્તિત્વને સ્વીકારતા નથી. ભગવાન આત્મા તો શુદ્ધ જ્ઞાયકસ્વભાવી વસ્તુ છે. પરંતુ જ્ઞાયક તરફનું જેમને લક્ષ નથી એવા અજ્ઞાનીઓ પર્યાયબુદ્ધિ વડે જે શરીર દેખાય છે તેને જ જીવ માને છે. તેઓ કહે છે કે શરીરની ઉત્પત્તિએ ( જીવની) ઉત્પત્તિ અને શરીરના નાણે નાશ. શરીરનો સભાવ જ્યાં સુધી રહે ત્યાં સુધી જીવ છે, શરીર છૂટતાં જીવ રહેતો નથી-આવો તેમને ભ્રમ છે. વળી પોતાની
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com