________________
Version 001,a: remember to check h††p://www.AtmaDharma.com for updates
૧૫૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૩
પરમાત્મા અનંત પાંખડીએ ખીલીગયા છે. પ્રભુની પ્રસિદ્ધિ છે. ભગવાન! તારાં વખાણ કઈ રીતે કરીએ ? અહા! અનંત આનંદ-જ્ઞાન આદિ અનંત ગુણની નિર્મળ પર્યાયનો ઉત્પાદ-વ્યય થવો અથવા ગુણના આશ્રયે ઉત્પાદ-વ્યય થવો એ આત્માની પ્રસિદ્ધિ છે. પરંતુ પરના આશ્રયે જે રાગાદિ થાય છે તે આત્માની પ્રસિદ્ધિ નથી. આવું આકરું પડે પણ શું થાય? ભાઈ! મારગ તો જે જિનેશ્વરદેવે ગણધરો અને ઇન્દ્રોની ઉપસ્થિતિમાં સભામાં કહ્યો છે તે આ જ છે. ભગવાન સીમંધરનાથ મહાવિદેહક્ષેત્રમાં બિરાજે છે. ત્યાં જે વાત દિવ્યધ્વનિમાં આવી રહી છે એ જ વાત શ્રી કુંદકુંદાચાર્ય અને અમૃતચન્દ્રાચાર્ય અહીં કહે છે. શ્રી કુંદકુંદાચાર્ય તો ત્યાં ગયા હતા. પણ શ્રી અમૃતચંદ્રાચાર્ય તો નહોતા ગયા. પરંતુ અંદરના ભગવાન પાસે ગયા હતા ને! તેથી આત્માની વાત પ્રસિદ્ધ કરે છે. કહે છે કે-હું આનંદનો નાથ અનંત અનંત જ્ઞાન, દર્શન, શાંતિ, સ્વચ્છતા, પ્રભુતા એવા એક એક ગુણની પૂર્ણતા સહિત અનંતગુણની પૂર્ણતાનો પિંડ પ્રભુ આત્મા છું. તથા નિર્મળ પર્યાયની ઉત્પત્તિ અને નિર્મળ પર્યાયનો વ્યય થવો તે આત્માની પ્રસિદ્ધિ છે, આત્મખ્યાતિ છે.
પ્રશ્ન:- એકલો શુભભાવ જીવની સાથે સંબંધ રાખે છે એમ કહો તો ?
ઉત્તર:- કેટલાક વ્રત-તપ વડે ધર્મ માને છે તથા કેટલાક દેવ-ગુરુ-શાસ્ત્રની ભક્તિમાં ધર્મ માને છે. શુભભાવમાં ધર્મ માનનારા એ બધા એક સરખી રીતે મિથ્યાદષ્ટિ છે. પ્રવચનસારની ગાથા ૭૭ માં કહ્યું છે કે-શુભાશુભ ભાવો પૈકી શુભભાવ-પુણ્યભાવ ઠીક છે અને અશુભભાવ-પાપભાવ અઠીક છે એમ જે માને છે તે મિથ્યાત્વથી ઢંકાયેલો ઘોર સંસારમાં રખડે છે. પુણ્ય અને પાપમાં તફાવત નથી એમ જે માનતો નથી તે-‘હિંડદિ ઘોરમપાર સંસાર મોહસંછણો ’–મોહાચ્છાદિત વર્તતો થકો ઘોર અપાર સંસારમાં ૨ખડે છે. ભાઈ! દિગમ્બર માર્ગ બહુ સૂક્ષ્મ, બાપા! સંપ્રદાય મળી ગયો માટે દિગમ્બર ધર્મ સમજાઈ જાય એમ નથી. દિગમ્બર ધર્મ એ કોઈ સંપ્રદાય, પંથ કે પક્ષ નથી. એ તો વસ્તુનું સ્વરૂપ છે.
હવે કહે છે કે-આ રાગાદિ ભાવો જેમ પુદ્ગલની સાથે આવિર્ભાવ–તિરોભાવ પામે છે અર્થાત્ ઉત્પન્ન-વ્યયરૂપ થાય છે તેમ જો તેઓ આત્માની સાથે ઉત્પન્ન-વ્યયરૂપ થાય તો જે પુદ્ગલનું સ્વરૂપ છે તે જીવ દ્વારા અંગીકાર કરવામાં આવતું હોવાથી જીવ અને પુદ્ગલના એકપણાનો પ્રસંગ આવે. અહાહા! શું અદ્દભુત ટીકા! આવી વીતરાગમાર્ગની વાત એક ક્ષણ પણ સમજમાં બેસી જાય તો ભવનો અંત આવી જાય એવી આ વાત છે. શું કહે છે? કે-જેમ જડકર્મ-પુદ્દગલ સાથે રાગાદિ અજીવ ઉત્પન્ન થાય છે અને વ્યય પામે છે માટે પુદ્દગલ સાથે રાગાદિને તાદાત્મ્ય સંબંધ છે તેમ, જો કોઈ એવો અભિપ્રાય રાખે કે જીવની સાથે રાગાદિ ઉત્પન્ન-વ્યયરૂપ થાય છે માટે જીવને રાગાદિ સાથે સંબંધ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com