________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
* ગાથા-૯૭ *
शेषमन्यद्वयवहारमात्रम्
पज्जत्तापज्जत्ता जे सुहुमा बादरा य जे चेव। देहस्स जीवसण्णा सुत्ते ववहारदो उत्ता।। ६७ ।।
पर्याप्तापर्याप्ता ये सूक्ष्मा बादराश्च ये चैव। देहस्य जीवसंज्ञाः सूत्रे व्यवहारतः उक्ताः।। ६७ ।।
હવે, આ જ્ઞાનઘન આત્મા સિવાય જે કાંઈ છે તેને જીવ કહેવું તે સર્વ વ્યવહારમાત્ર છે એમ કહે છે:
પર્યાય અણપર્યાય, જે સૂક્ષમ અને બાદર બધી કહી જીવસંજ્ઞા દેહને તે સૂત્રમાં વ્યવહારથી. ૬૭.
ગાથાર્થ:- [૨] જે [પર્યાપ્તાપર્યાપ્ત:] પર્યાય, અપર્યાપ્ત [ સૂક્ષ્મા: વીવ૨T: ] સૂક્ષ્મ અને બાદર આદિ [ રે વ] જેટલી [વેચ] દેહને [ નીવસંજ્ઞા:] જીવસંજ્ઞા કહી છે તે બધી [ સૂત્રે ] સૂત્રમાં [ વ્યવહાર:] વ્યવહારથી [૩: ] કહી છે.
ટીકા:- બાદર, સૂક્ષ્મ, એકેન્દ્રિય, હીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, પંચેન્દ્રિય પર્યાય, અપર્યાપ્ત-એ દેહની સંજ્ઞાઓને (નામોને) સૂત્રમાં જીવસંજ્ઞાપણે કહી છે, તે પરની પ્રસિદ્ધને લીધે, “ઘીના ઘડા ની જેમ વ્યવહાર છે-કે જે વ્યવહાર અપ્રયોજનાર્થ છે (અર્થાત્ તેમાં પ્રયોજનભૂત વસ્તુ નથી). તે વાતને સ્પષ્ટ કહે છે:
જેમ કોઈ પુરુષને જન્મથી માંડીને માત્ર “ઘીનો ઘડો” જ પ્રસિદ્ધ (જાણીતો) હોય, તે સિવાયના બીજા ઘડાને તે જાણતો ન હોય, તેને સમજાવવા “ જે આ “ઘીનો ઘડો' છે તે માટીમય છે, ઘીમય નથી” એમ (સમજાવનાર વડ) ઘડામાં ઘીના ઘડા” નો વ્યવહાર કરવામાં આવે છે, કારણ કે પેલા પુરુષને “ઘીનો ઘડો’ જ પ્રસિદ્ધ (જાણીતો) છે; તેવી રીતે આ અજ્ઞાની લોકને અનાદિ સંસારથી માંડીને “અશુદ્ધ જીવ' જ પ્રસિદ્ધ છે, શુદ્ધ જીવને તે જાણતો નથી, તેને સમજાવવા (-શુદ્ધ જીવનું જ્ઞાન કરાવવા) “જે આ “વર્ણાદિમાન (વર્ણાદિવાળો) જીવ' છે તે જ્ઞાનમય છે, વર્ણાદિમય નથી” એમ (સૂત્ર વિષે) જીવમાં વર્ણાદિમાનપણાનો વ્યવહાર કરવામાં આવ્યો છે, કારણ કે તે અજ્ઞાની લોકને “વર્ણાદિમાન જીવ” જ પ્રસિદ્ધ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com