________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૬૩-૬૪ ]
[ ૧૬૭
વિષય શું છે એની ખબર વિના ચારિત્ર આવે કયાંથી? પ્રભુ! અંદર જ્ઞાનપ્રકાશનું પૂર ઝળહળ ચૈતન્યજ્યોતિ સ્વરૂપ ધ્રુવ અભેદ આત્મા છે તેની દષ્ટિ કરવાથી રંગ-રાગ-ભેદ જુદા થઈ જાય છે, એની પર્યાયમાં તે આવતા નથી. સમ્યગ્દર્શનની પર્યાયમાં અભેદ આત્મા આવે છે, જણાય છે. પણ રંગ-રાગ-ભેદ આવતા નથી. પ્રભુ! આ પુરુષાર્થ અને આ ત્યાગ છે.
બહારનો ત્યાગ-ગ્રહણ તો આત્માના સ્વરૂપમાં છે જ નહીં. તથા વિકારનો ત્યાગ પણ સ્વરૂપમાં નથી, કેમકે સ્વરૂપમાં કયાં વિકાર છે? દષ્ટિ જ્યાં સ્વરૂપમાં સ્થિર થાય છે ત્યાં વિકાર ઉત્પન્ન જ થતો નથી તેથી વિકારનો-રાગનો ત્યાગ કર્યો એમ નામમાત્ર કહેવાય છે. આ વાત ગાથા ૩૪માં આવી ગઈ છે. જ્ઞાયકસ્વભાવમાં વિકાર છે જ નહીં તો વિકારને ત્યાગવાનું કયાં રહ્યું? વર્તમાન પર્યાયમાં વિકાર છે. પણ જ્યાં જ્ઞાયકભાવ ઉપર દષ્ટિની સ્થિરતા થઈ ત્યાં નિર્મળ પરિણમન થયું અને રાગ ઉત્પન્ન જ થયો નહીં તેથી રાગનો ત્યાગ કર્યો એમ કથનમાત્ર કહેવામાં આવે છે. અહો ! સમયસારનું એક એક પદ અને એક એક પંક્તિ અલૌકિક છે!!
અહીં કહે છે કે-જેમ રંગ-રાગ અને ભેદના ભાવોને પુદગલ સાથે તાદાભ્ય છે એમ જીવની સાથે પણ તાદામ્ય છે એમ જો માનો તો પુદ્ગલદ્રવ્ય જ જીવ થઈ જાય, ચૈતન્યલક્ષણ જીવ ભિન્ન રહે જ નહિ. ભાઈ ! આ સમયસારનાં પેટ બહુ ઊંડાં છે. તેમાં પણ આ અસાધારણ ગાથા છે. ભગવાન આત્મા એકલો ચૈતન્યરસનો પિંડ પ્રભુ અભેદ એકરૂપ વસ્તુ છે. તેમાં રૂપી અચેતન એવા રંગ-રાગ અને ભેદને તાદાભ્યપણે સ્થાપવામાં આવે તો તે રૂપી પુદગલ જ આત્મા થઈ જાય અને ચૈતન્યમય ભિન્ન જીવ રહે જ નહિ. ભાઈ ! ધીરજથી સમજવાની વસ્તુ
આત્મપદાર્થ ચૈતન્ય મહાપ્રભુ સર્વોત્કૃષ્ટ છે. ત્રણલોકમાં સારભૂત સર્વોત્કૃષ્ટ વસ્તુ જ તું છે. આવા આત્મપદાર્થમાં અચેતન, રૂપી પુગલમય એવા રંગ-રાગ-ભેદને એકત્વપણે સ્થાપવામાં આવે તો આત્મા જ રૂપી અચેતન થઈ જાય. અર્થાત્ એ પુદ્ગલ જ જીવપણે સ્થાપિત થાય, અને તો પછી મોક્ષ અવસ્થામાં પણ જીવ પુદ્ગલપણે જ રહે. પુદ્ગલની સાથે જે અભિન્ન છે એવાં રંગ-રાગાદિને જ જો જીવ માનવમાં આવે તો મોક્ષ થતાં પણ એ પુદ્ગલ જ ત્યાં રહે, પણ એનાથી ભિન્ન જીવ કોઈ રહે નહીં. જેનાથી જેનું તાદાભ્ય છે તેનાથી તે કદીય ભિન્ન પડે નહીં. તેથી સંસાર-અવસ્થામાં જીવને જો રાગાદિ સાથે તાદાભ્ય કોઈ માને તો, જેમ સંસાર-અવસ્થામાં રાગાદિ સાથે તાદાભ્ય હોવાથી જીવ પુદ્ગલમય થયો તેમ મોક્ષ અવસ્થામાં પણ જીવ પુદ્ગલમય જ રહેશે. સંસાર-અવસ્થામાં પણ રૂપીત્વ કે જે પુદ્ગલનું લક્ષણ છે તે જો જીવમાં તાદાભ્યપણે આવી જાય તો મોક્ષ થતાં પણ એ લક્ષણ રહે જ. તેથી મોક્ષમાં પુદ્ગલ જ રહેશે પણ ભિન્ન જીવ નહીં રહે.
ભાઈ ! રંગ-રાગ અને ભેદથી તો પુદ્ગલને જ તન્મયપણું છે. તેથી જો સંસાર
Please inform us of any errors on rajesh@AtmaDharma.com