________________
Version 001,a: remember to check h††p://www.AtmaDharma.com for updates
૧૫૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૩
ઉત્પાદ-વ્યય આત્માના નથી. દ્રવ્યસ્વભાવનું અહીં વર્ણન છે ને! જીવદ્રવ્યમાં ભેદ છે જ નહીં. તેથી ભેદને તથા રાગાદિને અજીવ કહ્યા છે. દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ, નવતત્ત્વની શ્રદ્ધાનો રાગ, શાસ્ત્રજ્ઞાનનો વિકલ્પ કે છ કાયના જીવોની રક્ષાનો રાગ એ બધાય, અહીં કહે છે કે પુદ્દગલની સાથે ઉત્પન્ન થાય છે અને પુદ્ગલમાં નાશ પામે છે; પોતાની-જીવની સાથે નહીં. અહાહા! કેટલું સ્પષ્ટ કર્યું છે! આવી વાત બીજે કયાં છે? ઉત્પાદ-વ્યય, દ્રવ્યસ્વભાવમાંચિન્માત્રવસ્તુમાં તો છે નહીં. તે કારણે આ વર્ણાદિ ભાવોનો આવિર્ભાવ એટલે કે ઉત્પત્તિ અને તિરોભાવ એટલે કે નાશ-વ્યય જે થાય છે તેનું પુદ્દગલની સાથે વ્યાસપણું છે. અને તેથી પુદ્દગલનો વર્ણાદિકની સાથે તાદાત્મ્ય સંબંધ પ્રસિદ્ધ થાય છે. અહાહા! તે વર્ણાદિક ભાવો પુદ્દગલનો વિસ્તાર છે, પણ ભગવાન ચિદાનંદ પ્રભુનો-આત્માનો તે વિસ્તાર નથી. ભગવાન આત્મા તો ચિદાનંદમય અખંડ એકરૂપ જિનસ્વરૂપી પરમાત્મા છે. આ વર્ણાદિ અને રાગાદિ ભાવો તે એનો વિસ્તાર નથી. રાગાદિની પ્રસિદ્ધિ તે ભગવાન જિનસ્વરૂપ આત્માની પ્રસિદ્ધિ નથી. અહાહા ! શું સંતોએ જાહેર કર્યું છે! સર્વજ્ઞદેવે જે કહ્યું છે તે આ પંચમ આરાના શ્રોતાને સંતો કહે છે.
કોઈ એમ કહે કે આ વાત તો ચોથા આરાની છે અને તે ચોથા આરાના જીવને સમજવા માટે છે. તેને કહે છે કે-ભાઈ! આ તો પંચમ આરાના સંતો પંચમ આરાના શ્રોતાને સમજાવી રહ્યા છે. પ્રભુ! તું સાંભળ તો ખરો. પંચમ આરામાં પણ તું આત્મા છે કે નહિ? પ્રભુ! તું અનંત ગુણોથી ભરેલો અભેદ શુદ્ધ ચૈતન્યમાત્ર આત્મા છો ને! અત્યારે પણ એવો જ છો ને! એટલે તો કહે છે કે જેને અભેદ શુદ્ધ ચિદાનંદ ભગવાનની દષ્ટિ કરવી હોય તેણે આ રાગાદિ ભાવોને અજીવના પરિણામ માનવા જોઈશે. કોઈ એમ કહે છે અત્યારે તો શુભજોગ જ હોય અને તે શુભજોગ જ ધર્મનું કારણ છે. તેને કહે છે-અરે પ્રભુ! શું કહે છે તું? અત્યારે શુભજોગ જ હોય એનો અર્થ એ થયો કે અત્યારે ધર્મ જ ન હોય. ભાઈ ! તારી વાત બરાબર નથી કેમકે શુભજોગ તો પુદ્દગલમાં વ્યાપનારા ભાવો છે. તે પોતાના છે અને લાભકારક છે એમ માનવું એ તો મહામિથ્યાત્વ અને અજ્ઞાન છે.
ત્રણલોકના નાથ ભગવાન સીમંધરદેવ અત્યારે પરમાત્મપણે મહાવિદેહમાં બિરાજે છે. ભગવાન કુંદકુંદાચાર્ય તેમની પાસે ગયા હતા અને ત્યાં આઠ દિવસ રહ્યા હતા. ત્યાંથી આવીને આ શાસ્ત્રો બનાવ્યાં છે. તેમના પછી એક હજાર વર્ષે શ્રી અમૃતચંદ્રાચાર્ય થયા હતા. તેમણે આ ટીકા બનાવી છે. તેઓ અહીં કહે છે કે શુભાશુભ રાગનાં ઉત્પત્તિ અને વ્યય પુદ્ગલ સાથે સંબંધ રાખે છે, ભગવાન આત્મા સાથે નહિ. જો તેનો સંબંધ આત્મા સાથે હોય તો રાગાદિનાં ઉત્પાદ-વ્યય ત્રણેકાળ આત્મામાં થવાં જોઈએ. પણ એમ તો બનતું નથી. માટે તે રાગાદિ આત્માની ચીજ નથી. આ શ૨ી૨, મકાન, પૈસા, લક્ષ્મી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com