________________
Version 001,a: remember to check h††p://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૬૮ ]
[ ૨૫૧
જ્ઞાન થતું નથી. વાણીની પર્યાય ઉત્પાદક અને જ્ઞાન ઉત્પાદ્ય એમ છે જ નહિ. એ તો પોતપોતાના કાળે અને પોતપોતાના કારણે જ્ઞાનની તથા વાણીની પર્યાય થઈ છે, એકબીજાના કારણે થઈ છે એમ નથી. ભાઈ ! વીતરાગ સર્વજ્ઞનો માર્ગ બહુ ઝીણો અને હિતકારી છે. શ્રીમદ્દ રાજચન્દ્ર પણ કહ્યું છે કે
સર્વજ્ઞનો ધર્મ સુશર્ણ જાણી, આરાધ્ય આરાધ્ય પ્રભાવ આણી, અનાથ એકાંત સનાથ થાશે, એના વિના કાંઈ ન બાહ્ય ાશે. ’
ભાઈ ! વીતરાગની વાણી એમ પોકારે છે કે-અમે સંભળાવીએ છીએ માટે તને જ્ઞાન થાય છે એમ નથી, કારણ કે બીજા દ્રવ્યની પર્યાયથી બીજા દ્રવ્યની પર્યાયનો ઉત્પાદ થાય એમ છે જ નહિ. બે દ્રવ્યો વચ્ચે ઉત્પાદ્ય-ઉપાદક સંબંધ છે જ નહિ. વસ્તુ સ્વતંત્ર છે, તેથી જે સમયે તેનો જે પર્યાય થાય છે તે તેનો જન્મક્ષણ-નિજક્ષણ છે. તે સમયે પર્યાયની ઉત્પત્તિનો કાળ છે તેથી તે પોતાથી જ થાય છે, નિમિત્તથી નહિ. આવી વાત છે. અજ્ઞાની સાથે તો વાતે વાતે ફેર છે. પણ ભાઈ! માર્ગ તો આ જ છે. નિયમસારમાં આવે છે કે-આવા સુંદર માર્ગની જો કોઈ અજ્ઞાની નિંદા કરે તો તેથી તું માર્ગની અભક્તિ ન કરીશ. અજ્ઞાનીઓ નિંદા કરે એથી તારે શું ? તું સ્વરૂપની ભક્તિ છોડીને અભક્તિ ન કરીશ.
ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્મા પોતાના આશ્રયે અંદરમાં જ્યારે સમ્યગ્દર્શન-જ્ઞાનની પર્યાય ઉત્પન્ન કરે છે ત્યારે તે ધર્મની ઉત્પત્તિ થવાની પ્રથમ ક્ષણ છે. હવે તે વખતે રાગવ્યવહાર તો માટે ધર્મની ઉત્પત્તિ થઈ છે એમ નથી. વ્યવહાર–રાગની ઉપસ્થિતિ ભલે હોય, પણ એનાથી ધર્મની પરિણિત થઈ નથી. બે મોક્ષમાર્ગ ધ્યાનમાં પ્રગટ થાય છે એનો અર્થ શું? કે આનંદના નાથ ભગવાન ચૈતન્યદેવને જેણે અંદરમાં પકડયો છે-અનુભવ્યો છે તે નિર્મળ પરિણતિ નિશ્ચય મોક્ષમાર્ગ છે અને તે વખતે જે રાગ બાકી છે તેનો આરોપ આપીને વ્યવહાર મોક્ષમાર્ગ કહ્યો છે. ખરેખર તો જે રાગ છે તે બંધનું કારણ છે, પણ સ્વાશ્રયે પ્રગટેલી નિશ્ચય શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્રની નિર્મળ પરિણતિ સાથે જે રાગની મંદતાની હાજરી છે તેને ઉપચારથી મોક્ષમાર્ગ કહેલો છે. વ્યવહાર સમક્તિ એ કાંઈ સમક્તિ નથી, કારણ તે શ્રદ્ધા-સમ્યક્ત્વ ગુણની પર્યાય નથી. એ તો રાગની પર્યાય છે અને નિશ્ચય સાથે દેખીને તેમાં (વ્યવહા૨ ) સમક્તિનો ઉપચાર કર્યો છે.
પ્રભુ! તારી મોટપ પાર વિનાની અપાર છે. તારી મોટપ પ્રગટ કરવા માટે રાગની હીણી દશાના આલંબનની તને જરૂર નથી. એ (ધર્મની ) પર્યાય તો નિમિત્તની અપેક્ષા રાખ્યા વિના પ્રગટ થાય છે. (જુઓ, ગાથા ૩૦૮ થી ૩૧૧). અહાહા! વ્યવહારની અપેક્ષા રાખ્યા વિના જ પોતાના સ્વભાવની ઉત્પત્તિ પોતાને લઈને સ્વકાળે સ્વાશ્રિત પુરુષાર્થ દ્વારા થાય છે. ભાઈ ! આ વાતને બરાબર રાખીને પછી જોડે જે નિમિત્ત-રાગ છે તેને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com